________________
३४
જ છે; અને તેથી તે સમજાવવા માટે તે, પ્રકરણ ૬ થી ૧૩ સુધી, તેમાં જ મોટે ભાગે ખરચે છે. તેનો ટૂંકો સાર તેમણે શરૂમાં જ આપી દીધે છે કે,
આમ જેને કલાની વ્યાખ્યા ગણાય છે તે બિલકુલ વ્યાખ્યા જ નથી. પરંતુ વમાન કલાને વાજબી ઠરાવવા માટેની અવળસવળ ખાજી કે બનાવટ જ છે. એટલે કહેવું ગમે તેવું વિચિત્ર લાગવા છતાં, વાત એમ છે કે, કલા ઉપર પુસ્તકાના ડુંગરા લખાચા છતાં, કલાની ચાકસ વ્યાખ્યા અપાઈ નથી. અને તેનું કારણ એટલું જ કે, કલાને વિચાર સૌ ના વિચારના પાચા ઉપર મુકાયા છે.''(૬૦)
'
અને આ બનાવટનાં કારણ ઇતિહાસમાંથી આ ઢબે તે સમજાવે છે ( પુ૦ ૧૭૬ ):——
“ ઉપલા વર્ગોના લેાકેા (ખ્રિસ્તી કહેવાતા પણ), દેવળધર્મી શિક્ષણમાં માનતા બંધ થયા પછી, સાચા ખ્રિસ્તી ખેાધના ખરા ને ભૂલભૂલ સિદ્ધાંત —જેવા કે, આપણે સૌ પ્રભુનાં બાળક છીએ, અને ભાઈબહેનેા છીએ - તે સ્વીકારવાનું તેમણે ઠરાવ્યું નહિ, અને કાઈ પણ માન્યતા વગર તથા તેથી પડેલી ખાટ ભાગવા માટે ગમે તેમ મથીને જીવન ચલાવ્યે રાખ્યું. કેટલાકે દંભથી ચલાવ્યું; . . . કેટલાકે હિંમતથી છડેચોક પેાતાની નાસ્તિકતા જાહેર કરીને એ ખેાટ ભાંગી; તેા વળી કેટલાકે શિષ્ટ સુધરેલ અજ્ઞેયવાદથી ચલાવ્યું; તે ખીજા કેટલાક પાછા પ્રાચીન ગ્રીક સૌદ પૂર્જાએ પહોંચ્યા
(પા. ૪૧૧.) સિંક્લેર પણ નીતિમત્તાનું જ મંતવ્ય હોય એમ બતાવે છે, અને એટલે સુધી કહેવા પહેાંચી જાય છે કે, “ તેને પ્રગતિની કે તેમાં શ્રદ્ધાની પડી નથી! ' આપણે જોયું કે, ટૉલ્સ્ટોય આખા માનવસમાજને એક પ્રગતિશીલ ઉચ્ચગામી સમૂહ માને છે. તે જે કહેવા માગે છે તે એ છે કે, આની દિશા જીવનધર્માંની પ્રતીતિ છે. આ વસ્તુ કેવળ નીતિમત્તા ન થઈ; એ તા એના કરતાં વિશાળ છે. નીતિમત્તા, સૌંદર્યાં, જીવનની જાત નતની હકીકતાની વિવિધતા—આ બધુ એ એક મહાન ધ્રુવતારાની આસપાસ ફરનાર છે, એ ટોલ્સ્ટોયનું મુખ્ય અને એકમાત્ર પ્રતિપાદન છે; ખીન્ન ગૌણ છે તેમાં તે એટલા આગ્રહી નથી.