________________
પાર્થિવ હતું. તે પણ યુરોપમાં પડતા જતા બે અલગ વર્ગો તેનાં લખાણોમાં નિરૂપે છે. પરંતુ ટૉલ્સ્ટૉયનું બિંદુ માનવ પ્રાણીને આર્થિક જ નહિ, મૂળે આધ્યાત્મિક પ્રાણી તરીકે જોનારું છે. તેથી તે ખ્રિસ્તી ધર્મના દેવળધર્મરૂપી વિકાસની ઝાટકણી કાઢે છે; પણ ધર્મને “અફીણ” નથી કહેતા, પરંતુ એ દેવળધર્મી દંભને અને તેનાં ફેલાયેલાં બધાં મૂળિયાંને (જેવાં કે કળામાં, અર્થવ્યવસ્થામાં ઇ0) કાઢવા કહે છે. આ રીતે જોતાં ટૉલ્સ્ટૉયનું આખું સાક્ષર-જીવન અર્વાચીન યુરોપમાં ક્રાંતિ પ્રેરનારું છે. અને એવું કાર્ય તેણે કર્યું છે. અને એ ચાલુ પણ છે. ગીતાકાર કહે છે એમ, આવી બાબતોમાં - મનુષ્ય સ૬ વચિત્ યત્તિ નિવે!
– લાખોમાંથી કોક આ જીવનધર્મ સમજે છે અને તેને માટે મથે છે. પણ ન મથવા સારુ આ કથન નથી. માનવજીવનની અને તેના સમાજની યાત્રા કેવા જાગ્રત ભાવે કરવી જોઈએ એ તે બતાવે છે. ટૉલ્સ્ટૉયે પોતાના જ કલાકાર-જીવનને જાગ્રત ભાવે તપાસી આ ગ્રંથ લખ્યો છે. એ એક ધર્મગ્રંથ જ છે. જીવનનાં ક્ષેત્રોને વાડાબંધીમાં ન જોનારને હાથે કોઈ પણ નિરૂપણ એવું જ થાય.
વાચકને આ પુસ્તક વાંચી ગાંધીજી અને તેમની કલાદૃષ્ટિ યાદ આવ્યા વગર નહિ રહે. મુખ્ય મુદ્દો જોઈને કહીએ તો આ ગ્રંથ ગાંધીજીની દૃષ્ટિ (જુઓ પા. રૂ૭) રજૂ કરનારો કહી શકાય. કલા અને વિજ્ઞાન અહિંસક સમાજની સ્થાપનાને અર્થે ઈશ્વરે મનુષ્યને આપ્યાં છે; એને દુરુપયોગ ભલે કરી શકાતો હોય. એ તો માનવપ્રાણીના હકની વિશેષતા છે. ત્યારે એમાં જ એનું મરણ પણ સંતાઈ રહેલું છે. યુરોપ એનો દાખલો છે. ટૉલ્સ્ટૉય ૧૯૧૦માં ગુજરી ગયા. પછીનાં ૩૫ વર્ષમાં યુરોપે બે મહાયુદ્ધ ખેલ્યાં. કલાએ પ્રચારની નવી ખાસ કલાશાખા હવે તો ખીલવી છે. તેમાં શરીરવિદ્યા અને માનસશાસ્ત્રને વણ્યાં છે. વિજ્ઞાને તેમાં હાથ દીધો છે. આ બધો વિકાસ, એક રીતે કહીએ તો, ટૉલ્સ્ટૉયની આર્ષ નજરમાં બીજરૂપે હતો જ. તેથી જ તે કલાની સાથે વિજ્ઞાનનેય એટલી જ કડક ભાષામાં ચેતવે છે.