________________
3
9.
જરૂર નથી રહેતી, એ તેમની દૃષ્ટિની વિશેષતા છે. અને એની મૌલિકતાય એ જ છે. એથી જ કહેવાયું છે કે, એમણે કલાના વિચારને નવો જ પાયો ને નવું જ વલણ આપ્યું છે.
આથી આપણે એમ પણ સામે નથી કહી શકતા કે, સૌંદર્ય દ્વારા કલાની સમજ ત્યારે ટૉસ્ટૉય આપે. કારણ, એ સવાલ ખરી રીતે તો ટેસ્ટૉય સૌંદર્યવાદીને પૂછે છે, ને તેનો ઉત્તર ન મળતાં તે પોતાનો સ્વતંત્ર ઉત્તર આપે છે.
બીજી એક રીતે પણ આ વિચાર કરવા જેવો છે. તેને ટૉસ્ટૉયે જરાક સ્પર્ચો પણ છે. તે કહે છે, “દરેક પ્રકારની કલાને બે બાજુ છે– એક બાજુ વ્યવહારુ ઉપયોગિતા છે અને બીજી બાજુ કલાતત્ત્વને મૂર્તિમંત કરવાના નિષ્ફળ પ્રયત્નો છે. આ બે બાજુથી કલાને નોખી પાડવી શી રીતે?” (પા. ૧૨.)
કોઈ પણ વસ્તુ બે રીતે તો સૌ કોઈ જોઈ શકે છે, ને તે સમજાય એવી ઉઘાડી છે: ૧. વસ્તુની ઉપયોગિતાની દૃષ્ટિ, ૨. તે વસ્તુનાં આકાર, રૂપ રંગ, રચના ઇ0 કેવી રીતે સધાયાં છે તેની કારીગરીની
–ટૂંકમાં કહો કે, વિજ્ઞાનદૃષ્ટિ. સામે પડેલો આ કાગળ કે પુસ્તક ઉપયોગી છે. તેનો વિચાર આપણે માનવ ઉપયોગ સમજાવતી સમાજ-વિદ્યાઓ દ્વારા કરીએ છીએ. તે કાગળ કે પુસ્તક કેમ બન્યું, કેમ છપાયું, બંધાયું ઇ૦ આપણને વિજ્ઞાન કહે છે; એ માહિતીનો સંતોષ થયો. એટલે પ્રશ્ન થાય છે કે, કળા જો કોઈ સ્વતંત્ર દૃષ્ટિ કે અનુભવ હોય, તો તે વસ્તુના કયા અંશમાં કે તેના કયા અનુભવમાં છે? વસ્તુ જોતાં કે અનુભવતાં આપણે તેને ખપ જોઈએ, તેનું વિજ્ઞાન સમજીએ; તે બેથી નિરાળું એવું તેમાં શું જોઈએ તો કલાનું દર્શન થયું કહેવાય?
‘કલા એટલે શું?” – એનો વિચાર ટૂંકમાં આ પ્રશ્ન ઉઠાવે છે. કલાના સૌંદર્યવાદી કહે છે કે, તે વસ્તુ સૌંદર્ય છે. પણ સૌંદર્યનું લક્ષણ પૂછવામાં આવે છે ત્યારે તે એઓ આપી શકતા નથી; અથવા આપે છે તો તે પ્લેટોના પરમ-ભાવના સિદ્ધાંત જેવો કે સાંખ્યોના