________________
9
ખરી ખ્રિસ્તી-કલા “ખ્રિસ્તી ધર્મકળા એટલે કે, આપણા સમયની કળા, કૅથલિક શબ્દના મૂળ અર્થમાં “કૅથલિક', એટલે કે સાર્વભૌમ હોવી જોઈએ. તેથી તેણે સર્વ મનુષ્યોને એક કરવા જોઈએ” આને માટે બે પ્રકારની લાગણીઓ કામની છે – ૧. ઈશ્વર અને પડોશી પ્રત્યે પ્રેમની લાગણીએ વહતી ધાર્મિક કલા, (૨) બધાં મનુષ્યોને સર્વ-સાધારણ એવી સાદામાં સાદી લાગણીઓ વહતી સાર્વભૌમ કલા. (૧૫૨.)
તરત સવાલ કરાશે કે, આ તો સાવ એકધારું નીરસ થાય. તેમાં વૈવિધ્ય ક્યાં છે? ટૉલ્સ્ટૉય આ પ્રશ્નને લંબાણથી ચર્ચાને ઉત્તર આપે છે કે, જેવું વૈવિધ્ય આમાં છે, તેવું આજની ચાલુ કલામાં નથી. તપાસી જોતાં, આજે તો, માત્ર ત્રણ જ લાગણી કલામાં નિરૂપાતી મળે છે: ૧. ગર્વ અને ડોળ, ૨. જીવનમાં અતૃપ્તિ અને ચીડ, ૩. કામવાસના. (જુઓ ૬૮ . . . તથા ૧૮૫ . . . ). પણ ખ્રિસ્તી ધર્મપ્રતીતિ તો એવી દૃષ્ટિ છે કે, “ જીવનના જૂનામાં જૂના, સાધારણમાં સાધારણ, અને રૂઢમાં રૂઢ થઈ ગયેલા બધા બનાવોને (તે વડે ) વિચારવામાં આવે છે, તેની સાથે તરત તે બધા બનાવો નવામાં નવી, વધારેમાં વધારે અણધારી, અને સચોટ મર્મસ્પર્શી ઊર્મિઓ જગવે છે.” દંપતીને સંબંધ, માતપિતાનો બાળકો પ્રત્યેનો કે બાળકોનો તેમના પ્રત્યેનો સંબંધ; મનુષ્યોને પોતાના દેશભાઈએ કે પરદેશીઓ સાથે સંબંધ; ચડાઈ, રક્ષણ, માલમિલકત, જમીન, પશુ, એ બધાં અંગેનો મનુષ્યનો સંબંધ – આ બધાં કરતાં જૂનું શું હોઈ શકે? પરંતુ માણસ એ બધાને ખ્રિસ્તી દૃષ્ટિબિંદુથી વિચારે તેની સાથે, તેમને અંગે પાર વિનાની વિધવિધ, નવીન, તાજી, બહુસૂત્ર અને બલવાન ઊર્મિઓ તરત ઊઠે છે. (૧૮૬)
અને તેવી જ રીતે તે કહે છે કે, સાર્વભૌમ કલાનું ક્ષેત્ર પણ સંકડાશે નહિ. તેમાં લોકોની મજાકો, કહેવતો, કેયડા, ગીત, નાચ,