________________
२५
કે ગંભીરતાથી તેને વિચાર પણ થશે કે કેમ, એ વિશે મને ઓછી જ આશા છે, છતાં કલાના પ્રશ્નને અંગે સંશોધન કરતાં જે અનિવાર્ય નિર્ણય ઉપર તે મને લઈ ગયું છે, તે મારે પૂરેપૂરો કહેવો જ જોઈએ.”
અને તે આ છે —– “આ સંશોધનથી મને ખાતરી થઈ છે કે, આપણો સમાજ જેને કલા – સારી કલા – કલા-સમસ્ત ગણે છે, લગભગ તે બધું ખરી કે સારી કે સમસ્ત કલા હોવાનું તો ક્યાંય રહ્યું, તે મુદ્દલ કલા જ નથી, પણ તેની નકલ માત્ર છે.” (પા. ૧૨૫.).
અને પોતે જ તેના ઉપર ટીકા પણ નોંધે છે – “મને ખબર છે કે, આ વિચાર-સ્થિતિ અતિ વિચિત્ર અને અવળી જ લાગશે.” પરંતુ તે કહે છે કે, કલાની જે વ્યાખ્યા આપણે ઉપર જોઈ તે સ્વીકારતાં આ નિર્ણય ઉપર લાચારીથી મને કમને પણ પહોંચવું પડે છે. (૧૨૫). અને સત્યને ખાતર તેમ કર્યા વિના છૂટકો નથી.
યુરોપની અર્વાચીન કલા ઉપરનો ટૉલ્સ્ટૉયનો આ ભાગ સારી પેઠે છંછેડે એવો છે. એના કેટલાક મુદ્દા પર બર્નાડ શૉ જેવાએ ટીકાઓ કરી છે. મૉડ પોતે પણ કહે છે કે, “ટૉલ્સ્ટૉય પોતાની વસ્તુ જોરથી ને ભારપૂર્વક મૂકનાર લેખક છે; તે જે કહેવા માગતા હોય તે બરોબર કહે છે, અને કોક વાર તો વધારે પડતા ભારથી પણ કહે છે.”નિબંધના એ વિભાગમાં એવું લાગવા સંભવ પણ છે. પરંતુ તે બધા સામે બર્નાર્ડ શૉએ આપેલી ચેતવણી અહીં ટાંકવી બસ છે :
ગાફેલ કે બાઘા લોકોને આ ચોપડી બરોબર બનાવી જવામાં પહેલે નંબર છે. ચીલેચલું સમાલોચક એની સામે જરૂર અમુક વાંધે કાઢવાને જ; તે બધાને લેખક સાવ તુચ્છકારી કાઢીને પોતાનું લખવાનું લખે છે. . . (પરંતુ) કલા વિષે ખરેખર જાણનાર હરકોઈ માણસને પ્રતીતિ થશે કે, એક મહાન ગુરુ કે આચાર્યને આદેશ આ ગ્રંથમાં રણકી રહ્યો છે.”
કલાનું પોતાનું મૌલિક દર્શન રજૂ કરવા અંગે ટૉલ્સ્ટૉયે જે દાખલા-દલીલો આપ્યાં છે, તેમાં આપણે અતિભારની ફરિયાદ કરી શકીએ; એવા અતિજોરથી તે રજૂ કરાય છે કે, તેથી મનમાં કદાચ તરત