________________
૨૪
આંશિક ને અસ્પષ્ટ સમજમાંથી, સરખામણીમાં વધારે વિશાળ અને
સ્પષ્ટતર એવી ઊંચી ભૂમિકાએ સતત પ્રગતિ કરે છે.” (૩૯) એટલે ટૉલ્સ્ટૉય પોતાના નિબંધને અંતે કહે છે કે, સંભવ છે કે, ભવિષ્યમાં વિજ્ઞાન કલાને હજી વધારે નવીન અને વધારે “ઊંચા આદર્શો પ્રગટ કરી બતાવે. પરંતુ આપણા સમયમાં કલાનું અચૂક કાર્ય સ્પષ્ટ ને ચોકસ છે: ખ્રિસ્તી કળાનું કામ મનુષ્યોમાં બંધુભાવની એકતા સ્થાપવાનું છે.” (૨૦૦૪)
આ કળાની તેમની કલ્પના હવે જોઈએ, તે જોવાથી જણાશે કે, એ કોઈ સંકુચિત કે એકમાર્ગી નથી –– માનવ સમાજ આખાને આવરનાર તે છે. બલ્ક, તેમની ફરિયાદ એ છે કે, કળાને નામે આજે જે ચાલે છે તે અમુક વાડાબંધી જ છે; ધની અને મજૂરિયાત વચ્ચે તેણે અતૂટ પડદો નાખ્યો છે, અને તેથી બેઉને – એટલે કે, સમગ્ર સમાજને -- વેઠવું પડે છે. આ વિધાનના સમર્થનમાં આ નિબંધનો ઠીક ઠીક ભાગ આપવામાં આવ્યો છે. એ આખી સમીક્ષા પોતે પણ એક સમર્થ ઇતિહાસકારની ઝીણી નજર બતાવે છે. એ ભાગ અહીં ન જોઈએ પરંતુ જેને ટૉલ્સ્ટૉય “ખ્રિસ્તી” કળા કહે છે તે ટૂંકમાં જોવાથી તેમનું કલાદર્શન પૂરું નજર સામે આવી રહે છે. વાચક જોશે કે, કળાને “ખ્રિસ્તી ' વિશેષણ લગાડવામાં આવ્યું છે, પણ તેનો અર્થ વિશાળ સમજવાનો છે, જે આપણે ઉપર જોઈ આવ્યા. એ પણ યાદ રાખવું જોઈએ કે, ટૉલ્સ્ટૉય મુખ્યત્વે ગોરા ખ્રિસ્તી સમાજને માટે – યુરોપ માટે બોલી રહ્યા છે.
અર્વાચીન કળા ખ્રિસ્તી કળાનો આદર્શ એ જ સાચો અને યોગ્ય છે, એ બતાવતી ચર્ચા જવા દઈ, તે સમીક્ષા કરતાં જે પરિણામ ઉપર ટૉલ્સ્ટૉય પહોંચે છે, એ જોઈએ. તે પરિણામ ભારે ક્રાંતિકારી અને યુગપરિવર્તક છે, એ એમને બરોબર ખબર છે. તેથી તે કહી દે છે કે, એ “સ્વીકારાશે