________________
૨૨ -
કલા અને વિજ્ઞાન આનો ઉત્તર આપવા ટૉલ્સ્ટૉય કળા જેવી જ આપણી બીજી મૌલિક માનવ-પ્રવૃત્તિનો વિચાર રજૂ કરે છે. તે પ્રવૃત્તિ એટલે વિજ્ઞાન. તે કહે છે કે, કલા-જલ શુદ્ધ સરળ વહે તે માટે જરૂરનું છે કે, “તેના જ જેટલા મહત્ત્વની અને તેને નજીકના સંબંધવાળી એવી જે બીજી આધ્યાત્મ માનવ-પ્રવૃત્તિ વિજ્ઞાન, કે જેના ઉપર કલાનો હંમેશ આધાર રહેલો છે, તે પણ કલાની માફક,” પોતાના યુગની સાચી ધર્મપ્રતીતિને વફાદાર રહેવી જોઈએ. “શરીરનાં હૃદય અને ફેફસાંની જેમ કલા અને વિજ્ઞાન એકબીજા જોડે નિટ જોડાયેલાં છે.” (૧૯૧.). કલાની પેઠે વિજ્ઞાન પણ, “તેના વ્યાપક અર્થમાં, શક્ય એવા બધા જ જ્ઞાનનું વહન છે; પરંતુ, તેના મર્યાદિત અર્થમાં, આપણે મહત્ત્વના ગણેલા જ્ઞાનને જ વહે, તેને આપણે વિજ્ઞાન નામ આપીએ છીએ.” (૧૯૧.)
અને આ મહત્ત્વ આપવાનો કાયદો પણ પાછો એ જ યુગધર્મનું દર્શન કે ધર્મબુદ્ધિ જ હોય છે. વિજ્ઞાન અને કળા બેઉ મળીને એને ઉપકારક બને છે; એને ઉપકારક બનવામાં બેઉની સત્યતા, કૃતાર્થતા અને ઇતિકર્તવ્યતા છે.
આ ધર્મબુદ્ધિ ગન જમાનામાં અમુક હતી. ગ્રીક અને આદિ રોમનો તેને વફાદાર રહી કલાસર્જન કરતા, તો તેમની કળા મશહૂર થઈ. અને તેમ જ બીજી પ્રજાઓ અને દેશોમાં થયું છે. કેમ કે એ તો સિદ્ધ વાત છે કે, “દરેક ઇતિહાસયુગમાં અને દરેક માનવ સમાજમાં જીવનના અર્થ કે સાર્થકતાની અમુક સમજ મોજૂદ હોય છે. . . . જો આપણને દેખાય કે, આપણા સમાજમાં તો ધર્મપ્રતીતિની એવી વસ્તુ છે નહિ, તો તેનું કારણ એ નથી કે, ખરેખર તે છે જ નહિ, પણ (તે હયાત હોવા છતાં) તેને આપણે જોવા માગતા નથી; અને તે એટલા સારુ કે, આપણું જીવન એ ધર્મપ્રતીતિ પ્રમાણે ચાલતું નથી એ હકીકતને તે પ્રતીતિ ઉઘાડી પાડે છે.” (૧૪૨.)