________________
રહેતી તેની તાકાત તે હોય છે. તેથી જ તે તે સમાજ એક સાંસ્કૃતિક સમૂહ બનીને રહે છે. કાન કહે છે કે, દરેક જાતને, દરેક જમાતને અલ્લાએ પેગંબરો આપ્યા છે, એ ઉપરના જ સિદ્ધાંતનું સમર્થક વાક્ય છે. હિંદુઓના અવતાર-વાદને પણ આ સિદ્ધાંત સાથે સરખાવી શકાય. ટૉલ્સ્ટૉય એ જ વસ્તુને સરળ કરીને કહે છે કે
માનવજાત સતત સારા કે ઉચ્ચ જીવન તરફ પ્રગતિ કરે છે. જેમ નદી વહે છે તો તેને દિશા તો હશે જ, તેમ જ માનવ સમાજ નો ઇતિહાસમાં વતે છે તો તેના વર્તનને દિશા હોય જ. આ દિશા એ તે તે સમાજની ધર્મભાવના છે. અને “ હરેક માનવ હિલચાલની પેઠે આમાં પણ તેના નેતા હોય છે. (નેતાઓ, એટલે કે, એવા માણસો કે જેઓ બીજા કરતાં જીવનનો અર્થ વધારે સ્પષ્ટ સમજે છે.) અને આવા આગળ વધેલા માણસેમાં હમેશ એક એવો માણસ હોય છે, કે જે આ જીવનના અર્થને બીજા કરતાં વધારે સ્પષ્ટતાસરળતા અને બળપૂર્વક, પોતાની વાણીથી અને પોતાના જીવનથી વ્યક્ત કરતો હોય છે.' (૩૯.)
આવા માણસની સ્મૃતિની આસપાસ, કાળાંતરે, જેને “ધર્મ' કહેવાય તે જાણે છે, એ વિચાર અહીં છોડીએ. કહેવાની મતલબ એ છે કે, આવા બંધાયેલા ધર્મો પણ એ કાળની સ્પષ્ટ શુદ્ધ ધાર્મિકતાના પ્રતિનિધિ હોય છે. એટલે કે, દરેક સમાજ પાસે પોતાની ધર્મદૃષ્ટિ કે જીવનના પરમ અર્થની સમજ યા વિકાસદિશા હોય છે. આ વસ્તુ તેના સમગ્ર પુરુષાર્થની નિયામક બને છે અને તે નિયમનમાં કલા પણ આવી જ જાય છે. એટલે, કલાનો મર્યાદિત અર્થ જે ચાલુ છે તે પણ સમાજજીવનના વિકાસના આવા મૂળ કાયદામાંથી છે.
કલાની મર્યાદા આંકતો કાયદો ત્યારે આ છે.
એટલે પ્રશ્ન થાય છે,– શું આ કાયદો જડ સ્થિર છે? એનું સ્વરૂપ શું? એની સારાસારતાનો આધાર શાની ઉપર? ટૉલ્સ્ટૉયને આનો ઉત્તર જોઈએ.