________________
તેની મર્યાદાને કાયદે આ કાયદો સમજવાને માટે પ્રથમ તો એ ભૂલવું ન જોઈએ કે, કલા એક માનવ પ્રવૃત્તિ છે. તેનો હેતુ માનવ માનવ વચ્ચે લાગણી
ઓનો વિનિમય કરવાનો છે. એટલે, બીજી અનેક વસ્તુઓ પેઠે, કલાનો વિચાર પણ જીવનથી અલગ રીતે કદી ન કરી શકાય. ટૉલ્સ્ટૉયના કલાદર્શનની જો ખાસિયત હોય તો આ છે- “ તેનું જીવનદર્શન એવું હતું કે, કળાને જીવનથી અળગી કરી એક અલગ વાડામાં પૂરી દેવાની પ્રવૃત્તિ, કે જેથી કળા ન જીવન પર અસર કરી શકે કે ન જીવન તેના ઉપર, તેને જ તે ઇન્કાર કરતું હતું.” (મૉડ–૯૮). માનવ જીવનના મૂળ વિચારને કે તેના હેતુને અલગ રાખીને કોઈ માનવ પ્રવૃત્તિ બુદ્ધિપુર:સર કે સયુક્તિક વિચારી ન શકાય. આ સામાન્ય કાયદો કળાને પણ લાગુ પડે છે. અને તે કાયદો ધ્યાનમાં રાખીને જોઈએ તો જ કળા કહેવાતી માનવ પ્રવૃત્તિનો અર્થ સમજી શકાય છે. બલ્ક, જો તેમ ન કરીએ તો તે અર્થ સમજવામાં ભૂલ જ ખાઈએ અને તેથી આખા જીવનની દૃષ્ટિ જ ચૂંથાઈ જાય. *
એક મેડ કહે છે (“કળા” – પા. ૯૮)
કોયડાનાં પાનાં પૂરવામાં એક ખાનાની ચીજ બીજા ખાનામાં મૂકો, આખા કો ચડો નહિ ગોઠવાય; પરંતુ બધી ચીજો બરાબર ગોઠવાઈ રહે તો તે પરથી જ ઉઘાડું જણાય કે, તે પોતાને સ્થાને બરોબર આવી ગઈ છે. ટેસ્ટ આ ઉપમા વર્ષો પૂર્વે અનિષ્ટ સામે અપ્રતિકારના તેમના સિદ્ધાંતનું પ્રતિપાદન કરતી વખતે વાપરેલી. એમ જ કલા, અંગે પણ છે. જે તેને ખોટી રીતે સમજીએ, તે તે આપણી આખી જીવન-સમજને જ ચૂંથી નાખી ગૂંચવાડામાં નાખે. સાચી ધર્મ પ્રતીતિની ચાવીથી આપણે કલાને જીવનના નકશામાં બરાબર તેના ખાનામાં મૂકી શકીએ છીએ; એટલે પછી તે રાજકારણ, અર્થકારણ, સ્ત્રીપુરુષસંબંધ, વિજ્ઞાન, અને માનવ પ્રવૃત્તિનાં બીજાં બધાં પાસાંની સાચી સમજની જોડે બરાબર ગોઠવાઈ રહે છે.”