________________
૨૮
-
આમ “કલા-એ મનુષ્યોમાં એકતા કે મિલનનું સાધન છે.”
એનો કુદરતી પાયો એ છે કે, મનુષ્ય-ચિત્ત સામાની લાગણી ઝીલી શકે છે. તેથી જ તો “ કલાની ક્રિયા અતિ મહત્ત્વની માનવપ્રવૃત્તિ છે. ખુદ ભાષાની ક્રિયા જેટલી તેની મહત્તા છે, અને મનુષ્યમાં તે એટલી જ સર્વસામાન્ય વ્યાપેલી છે.” (૩૭.)
આ જો કલા હોય તો, તે આવા “તેના વિશાળ અર્થમાં, આપણા આખા જીવનમાં સભર વ્યાપે છે. . . . . હાલરડું, મજાક, ચાળા કે નકલ, ઘર-શણગાર, વસ્ત્ર અને વાસણફૂસણથી માંડીને પ્રાર્થના, ઇમારતો,
સ્મારકો, વિજય - આવી આવી વિવિધ બધી’ વસ્તુઓ કલાકૃતિઓ ગણાય. અને તેમનાથી “આખું માનવ જીવન ભરેલું છે.' (૩૭.)
અને ટૉલ્સ્ટૉય એમ જ કહે છે; ને તેથી જ તે જણાવે છે કે, કલા એક પ્રાથમિક અને મૂળભૂત માનવ-પ્રવૃત્તિ છે. .
પરંતુ સામાન્ય રીતે “કલા” શબ્દ આવા બધાને નથી લગાડાતો. તે “ આપણે માત્ર તેના થોડા જ આવિષ્કારોને, તેના મર્યાદિત અર્થમાં લગાડીએ છીએ. થિયેટરો, સંગીત-જલસા, અને પ્રદર્શનમાં જે આપણે જોઈએ કે સાંભળીએ, તેને જ કલા સમજવાને આપણે ટેવાયા છીએ.” (૩૭) જયારે ખરું જોતાં, “આ બધું તે, જીવનમાં જેનાથી આપણે આપલે કરીએ છીએ એવું જે કલા-સાધન, તેનો નાનામાં નાનો જ ભાગ છે.” (૩૭.)
આમ કેમ? માનવજીવનમાં જ્યાં ત્યાં પડેલા આટલા બધા વિપુલ કલા-રાશિમાંથી આટલું જ કેમ પસંદ થાય છે? એને જ કેમ મહત્ત્વ મળ્યું છે ? એને કોઈ કાયદો છે?
આ પ્રશ્નનો જવાબ એ આ ગ્રંથનો બીજો ને મોટો એક મૌલિક મુદ્દો છે. કલાની ઉપરની પાયારૂપ વ્યાખ્યાને જ અનુરૂપ અને સમગ્ર માનવજાતને વ્યાપક એવું એ વિવેચન છે. ટૉલ્સ્ટૉયનું જીવનદર્શન એમાં નિચોડ રૂપે આવી જાય છે. તેમાં માનવ ઇતિહાસની એક સનાતન બાજુ પણ તેવા જ એક સનાતન સિદ્ધાંત રૂપે તે રજૂ કરે છે. તે જોઈએ.