________________
૨૦ --
આ મોટી-વાતે જે નહિ સમજે, તેને ટૉલ્સ્ટૉયનું કળાનું દર્શન નહિ સમજાય. એ મોટી વાતને કોઈ ઇન્કારી તે ન જ શકે, એ ઉઘાડું છે. જીવનથી ચડિયાતું બીજાં શું છે?
આવા મજબૂત પાયા પર ટૉસ્ટૉય આગળ વધે છે અને કહે છે કે, જીવનમાં જે વિપુલ કલારાશિ પડેલો છે તેમાંથી અમુક જેને
આપણે વીણી લઈએ છીએ અને ખાસ મહત્ત્વ આપીએ છીએ? તે તપાસતાં તેનો એવો ધોરી નિયમ જોવા મળે છે કે, “ મનુષ્યોએ હમેશ તેમાંના એ જ ભાગને મહત્ત્વ આપ્યું છે, કે જે તેમની ધર્મપ્રતીતિમાંથી ઝરતી લાગણીઓનું વહન કરે છે. આ નાના ભાગને તેઓએ ખાસ કરીને કળા કહી છે, અને કલા શબ્દને પૂર્ણ અર્થ તેને લગાડયો છે.”
આ ધર્મપ્રતીતિ શું છે? એ કોઈ સાંપ્રદાયિક કે વાડાબંધી વસ્તુ નથી. (પૃ૦ ૧૪૪.) જેમ કલા એક માનવ ચિત્ત-વિભૂતિ છે, તેમ જ ધર્મપ્રતીતિ દરેક માનવ અને તેના સમાજમાં રહેલી છે:
દરેક યુગમાં અને દરેક માનવ સમાજમાં, તે તે આખા સમાજને સર્વસાધારણ એવા, શું સારું અને શું નઠારું એમ કહેતી, સદસવિવેકની અમુક ધર્મભાવના કે ધર્મબુદ્ધિ મેજૂદ હોય છે અને કળા વડે જે લાગણીઓ વહન થાય, તેમની કિમત આ ધર્મદૃષ્ટિ ઠરાવે છે. તેથી બધી પ્રજાઓમાં, પોતાની આવી સર્વસાધારણ ધર્મબુદ્ધિ જે લાગણીઓને સારી ગણે, તેમનું વહન કરતી કળા સારી લેખાતી અને તેને ઉત્તેજન અપાતું, પરંતુ આ સર્વસામાન્ય ધર્મભાવના જે લાગણીઓને ખરાબ ગણે, તેમને વહતી કળા ખરાબ ગણાતી અને તેને રદ કરવામાં આવતી. ત્યાર પછીનું બાકીનું મેટું કલાક્ષેત્ર, કે જે વડે લોકે અરસપરસ લાગણીવિનિમય કરે છે, તેની જરાય પત થતી નહિ. અને જે યુગમાન્ય ધર્મભાવનાથી તે સામે જાય તે જ તેની ખબર લેવાતી, અને તે તેને ફેંકી દેવાને માટે જ. ગ્રીક, યહૂદી, હિંદી, મિસરી, અને ચીની સૌ પ્રજાઓમાં આમ જ હતું, અને ખ્રિસ્તી ધર્મ આપે ત્યારે પણ એમ જ હતું.”(૪૧.)
અને આ ધર્મભાવના કોઈ સૂક્ષ્મ કે અમુક ગણતર લોકને જ ગમ્ય એવી કશી ખાસ ચીજ નથી હોતી. આખા સમાજને આવરીને