________________
२८
બાળકોની રમતો, નકલને ચાળા પાડવા, વગેરેનું બધું ક્ષેત્ર કદર પામશે,— જે બધું આજે ઉવેખાય છે.
આમ તેમણે ચેાખવટ કર્યા છતાં, આ બાબતમાંય કેટલાકે ટીકા કરી છે. જેમ કે, અપ્ટન સિકલેર તેની ‘ૉમન આર્ટ ’માં કહે છે કે, માત્ર રશિયાના ખેડૂત માટે જ નહિ, પણ આપણા સમયની સંસ્કૃતિ (કે જે અલગતાવાળી, વરણાગિયા અને વ્યકિતવાદી છે, તે) માટે પણ કલા જોઈએ. આજના બહુસૂત્ર સમાજને માટે તેવી જ સામાજિક કળા જોઈએ ( પા. ૨૭૬ ). જાણે કે ટૉલ્સ્ટૉય તેની ના પાડતા હોય ! વાચક જોશે કે, ટૉલ્સ્ટૉય આધુનિક જીવનની એકે બાબતને કળાને માટે વર્ય નથી માનતા. તે એક જ આગ્રહ રાખે છે અને તે એ કે, કલાના વસ્તુ-વિષયની પસંદગી જમાનાની ઉદાત્ત ધર્મભાવનાને ઇન્કારનારી ન હાવી જોઈએ. બલ્કે તે તે એમ કહે છે કે, એમ કરો તા જ કલાનિરૂપણને માટે તમને આમજનતાને સ્પર્શે એવું ‘ ટૅકનીક ’ કે નિરૂપણસામગ્રી પણ મળી રહેશે.
અને તે ટીકા કરે છે કે, અર્વાચીન કલામાં ઘણી વાર વસ્તુ હતું નથી, પણ આસપાસના આડંબરી સંભાર વડે તેની ઊણપને ઢાંકવામાં આવે છે, અને એથી નીપજતા આડ-રસ કલારસ માની બેસવાની કુટેવ પડે છે. આ ભ્રમ સમજાવવા માટે પણ નિબંધનાં ઠીક ઠીક પાનાં લેખકે આપ્યાં છે. આ જાતની કલાભાસ નિપજાવવાની આડરીતે પણ તપાસી કાઢી તે ગણાવે છે કે, એ ચાર છે. ( પા. ૮૭.) અને એ ચારે રીતે દરેક કલાશાખામાં કેવી રીતે વપરાય છે, તથા તે વાપરવાનું શીખવવા માટે કલાશાળાઓ ખૂલી છે, તેનું પણ રસદાર અને ચાટડ વિવેચન તે એક આખું પ્રકરણ રોકીને કરે છે. અને છેવટે કહે છે કે, કલામાં તેની ચેપશક્તિ એ જ તેના ખરાપણાની નિશાની છે; અને તેને આધાર ત્રણ બાબતા ઉપર છે— ૧. લાગણીનું વ્યક્તિત્વ, ૨. રજૂઆતની સ્પષ્ટતા, ને ૩. કલાકારની પ્રામાણિકતા. અને આ ત્રણેમાં ત્રીજી