________________
આનંદ સુધાસિંધુ,
સુધાબિંદુ ૧ લું. વળી માણસને પિતાના કુટુંબ પ્રત્યે ખુબ મમતા હોય છે. સ્ત્રી પુત્ર આદિની માયા. તેને પૂરતી નથી. કુટુંબના–સ્ત્રી પુત્રના સુખ સગવડને માટે તે ગમે તે કરવા તૈયાર થાય છે. મરણને પ્રસંગ ઉભું થાય છે? તે તે સ્ત્રી પુત્રાદિકની કિંમત તેને મન કંઈ નથી. મરણને ભય એ સૌ સંબંધીઓનું વિસ્મરણ કરાવે છે અને માત્ર એ ભયજ તેને મનમાં જીવતે જાગતે રહે છે. આ ઉપરથી આપણે સમજાય છે કે મરણને ભય પ્રાણી માત્રના જીવ સાથે સંકળાયેલું છે, અને બીજી સે વસ્તુઓ કરતાં એનું મહત્વ વધારે છે. સાદી વાત એ છે કે સર્વ જીવને અનેક પ્રકારની નાની મોટી ઇચ્છાઓ રહે છે. જગતમાં ઈચ્છા વિનાને કઈ જીવ નથી, પણ એ બધી ઈચ્છાઓમાં સિથી વધુ અગત્યની અને સાથી વધુ પ્રિય ઈચ્છા તે જીવવાની ઈચ્છા છે. દરેક નાને માટે જીવ કે ઈ પણ ઉપાયે પિતાનું જીવન ટકાવી રાખવા માટે થાય એટલા બધા પ્રયત્ન કરે છે.
જીવનનો મોહ. ઝીણામાં ઝીણુ જીવ જંતુઓ જોઈને કદિ આપણને એમ થાય છે કે આ
છોને જન્મ મરણને હર્ષ શેક, કે સુખ દુઃખની લાગણી અથવા ઈચ્છાઓ નહીં હોય? પરંતુ એ ઝીણામાં ઝીણા જીવને પણ જીવવાની ઇચ્છા હોય છે. ગંદકીમાં, ખાબોચીયામાં, છાણમાં, વિષ્ટામાં રહેતા છે માટે કોઈને ઘણા ઉપજતી હશે, કેઈકને તેમના પ્રત્યે અનુકંપા થતી હશે; આપણને એમ લાગે કે આવા જીવોના જીવનમાં શો અર્થ છે? વિષ્ટામાં અને ખાળ કૂવામાં રહેતાં જીની હેરાન ગતિનું શું પૂછવું? અને છતાં એવા સ્થળે વસતા એ જી પણ મરવાની ઈચ્છા નથી કરતા. જીવનને મેહ એ જને પણ છે. એક સુખ સગવડ ભર્યા મહાલયમાં વસતો ધનિક કે ઇંદ્રાસન ભાગવતે ઈંદ્ર જીવવા માટે જેવી પ્રબળ આકાંક્ષા ધરાવે છે, તેવીજ ઉત્કૃષ્ટઈચ્છા પેલે વિષ્ટામાં વસતે કીડે પણ જીવવા માટે રાખે છે અને આમ આ ઈચ્છા સર્વવ્યાપી છે એ સંબંધમાં કશે અપવાદ નથી. અને આથી જ જીવવાની ઈચ્છા પ્રાણી માત્રને હોય છે એ સિદ્ધ થાય છે, અને સર્વ જી જીવવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે એ એક સર્વ સામાન્ય નિયમ થઈ ગયું છે.
નિરર્થક આશા જીવવાની ઈચ્છા કેટલી પ્રબળ છે તે જાણ્યું, એ વાત સિદ્ધ પણ થઈ,
પરંતુ એ કેમ બને ? શા ઉપાયે વડે જીવન ટકાવી રખાય ? જીદગી કેમ લંબાવાય? મરણ ભય કેમ દૂર થાય? આને ઉત્તર એ છે કે પૂર્વજન્મમાં જે પ્રકારનું આયુષ્ય બાંધ્યું હોય, જેવાં કર્મો કર્યા હોય તે પ્રમાણે જીવવાનું બને છે. આયુષ્યની મર્યાદા એ પ્રમાણે વધતી ઓછી થાય છે. જીવવાની ઈચ્છા કરવી કે રખવી એ તે સ્વભાવિક છે, પરંતુ ઈચ્છા કે અનિચ્છા રાખ્યાથી જીદગી ટકાવી શકાતી નથી. એવા દાખલાઓ છે કે જેમાં મરણ માટે કોશિષ કરનારાઓ મર્યા નથી પરંતુ ઉલ્ટા બચી ગયા. કોલેરાના ઉપદ્રવમાં ફસાયેલા કેઈ કોઈ છે એ ભયંકર વ્યાધિમાંથી ઉગરી ગયા છે, ઈન્ફલ્યુએન્ઝાથી પટકાઈ પડેલા કેટલાંય માણસે એ મરણ પથારીમાંથી બેઠા થયા છે, સર્પાદિકના ભોગ બનેલા અને પાણીમાં ડુબેલા એવા પણ હજારે જીવ બચી ગયાના દાખલા છે, અને આ તે બધા અકસમાત કહેવાય પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com