________________
( કમબંધન.
(૧)
प्राप्तः षष्ठं गुणस्थानं, भवदुर्गाद्रिलंघनं । लोकसंज्ञारतो न स्यात्, मुनिर्लोकोत्तरस्थिति ॥२॥
મરણનો ભય.
શાસ્ત્રકાર મહારાજ ભગવાન ન્યાયાચાર્ય શ્રીમદ્યશોવિજયજી ઉપાધ્યાય મહારાજ ભવ્ય જેના કલ્યાણ માટે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયા છે કે સંસારમાં આ જીવ અનાદિકાળથીજ જન્મ, જરા, રેગ, શોક, અને આધિવ્યાધિ તથા ઉપાધિઓના ચકમાં ગૂંચવાઈ ગયેલે છે. એમાંથી મુક્ત થવું એ મનુષ્યને માટે અત્યંત કઠીન છે.
કેઈપણ ભવ જન્મ મરણના ભયથી મુક્ત નથી, અને જે કે જન્મ તે સહુને સારો લાગે છે, પરંતુ મૃત્યુને ભય પ્રાણી માત્રને હંમેશા મૂઝવે છે. વળી જન્મકાળે અજ્ઞાનાવસ્થા હોય છે, પણ મરણકાળે તે તેનું પૂરું ભાન હોય એટલે મરણનો ભય પ્રાણી માત્રને હંમેશા રહે છે. જગતમાં હેટામાં મહટ ભય મરણને છે. મરણકાળે માણસ બીજું બધું ભૂલી જાય છે અને એક માત્ર મરણને ભય તેની આગળ કાયમ રહે છે. દાખલા તરીકે કઈ શાણે માણસ હંમેશાં વાત વાતમાં કહેતે હોય કે “પાણીમાં બાચકા ભરવાથી શું ફાયદો ? આમ તે કહેતે હોય છે ત્યારે એ જાણે છે અને માને છે કે પાણીમાં બાચકા ભરવાથી માણસના હાથમાં કશું જ આવતું નથી. આમ છતાં કદિ કઈ કાળે એજ શાણે માણસ અકસ્માત્ પાણીમાં ડૂબી જાય તે? તે તે બધી સમજ અને બધું શાણપણ કેણ જાણે ક્યાંય અદશ્ય થઈ જાય અને એજ માણસ પાણીમાં બાચકા ભરવા મંડી પડે! પાણીમાં બાચકા ભરે શું વળે ? કશું જ નહીં. અને છતાં મરણને ભય એની બુદ્ધિને, એની સમજશક્તિને એના જ્ઞાનને ઘેરી દે છે અને એને કશું જ સૂઝતું નથી. કારણ કે મરણના ભયે એની બુદ્ધિ બહેર મારી ગઈ ને એ ભયે એ બધું ભાન ભૂલી ગયે.
આ ઉદાહરણ ધ્યાનમાં લઈ વિચાર કરીશું તે મરણને ભય એ શી વસ્તુ છે તે સમજાશે મરણને ભય કેઈને છેડતું નથી. આપણને પિતાને પણ એ ભય રાતને દિવસ કનડે છે. બીજી બધી વસ્તુઓ એની આગળ શૈણું બની જાય છે. જગમાં ધનની કિંમત બહુ છે. ધન પ્રાપ્તિ માટે માણસે પારાવાર શ્રમ કરે છે, ધન મેળવવા માટે અનેક વિટંબણું સહન કરે છે, અને છતાં મરણના ભય આગળ એ ધનની પશુ માણસને કિંમત નથી. પિતાને જીવ બચાવવાને, મરણ ભય ટાળવાને માણસ પોતાની અનર્ગલ દોલત જતી કરવા તૈયાર થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com