Book Title: Samprat Samaj Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh
Catalog link: https://jainqq.org/explore/002034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ - ગ્રંથ-૭ સાંપ્રત સમાજ દર્શન સંપાદક: પ્રા. જશવંત શેખડીવાલા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રકાશન Page #2 -------------------------------------------------------------------------- ________________ Ho/shHOT સાંપ્રત સમાજ દર્શન ‘સાંપ્રત સમાજ દર્શન’માં ડૉ. ૨મણલાલ ચી. શાહ દ્વારા સાંપ્રત સમાજની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક, સાંસારિક, વિદ્યાકીય, રાજ કીય, આર્થિક - તમામ પ્રકારની સમસ્યાઓનું સમ્યકુ નિરૂપણ કરતા ૪પ લેખો સંગૃહીત છે. ચર્થ્ય સમસ્યાઓને સાંગોપાંગ સવિસ્તર, તલસ્પર્શી રૂપમાં આલેખવાનો તેમનો ઉપક્રમ છે. તેમાં વિવરણ, સમજૂતી, તુલના, પૃથક્કરણ, નિષ્કર્ષ, નિરાકરણનો સુયોગ સધાયો છે. સૂક્ષ્મ નિરીક્ષણ , બહુશ્રુતતા, સ્વાનુભવ, ચિંતનમનનનો તેમાં સમુચિત વિનિયોગ થયો છે. સમસ્યાઓનું નિરૂપણ સમર્થક ઉદાહરણ, અવતરણ, તર્કબદ્ધ દલીલોથી યુક્ત છે. ઉદાહરણઅવતરણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીનાં લોકમાન્ય ધર્મગ્રંથો, સાહિત્યકૃતિઓમાંથી ઉદ્ધત થયાં છે. | નિરૂપિત સમસ્યાઓનું વૈવિધ્ય ધ્યાનપાત્ર છે. ઘરસંસાર વિષયક સમસ્યાઓની ચર્ચા વિસ્તારપૂર્વક થઈ છે. લગ્નોત્સવ, લગ્નવિચ્છેદ, પુનર્લગ્ન, લગ્નસંસ્થાનું ભાવિ વારસદારો, પુત્રભીતિ, બાળકો : ઉપેક્ષા, દુર્વ્યવહાર, બાલહત્યા, અપહરણ બળાત્કાર જેવા અનેક લેખોમાં તે જોવા મળે છે. ચર્ચામાં વ્યાપકતા, સમગ્રદર્શિતા અને તલસ્પર્શિતા છે. વ્યક્તિ અને સમાજનો હ્રાસ અને નાશ કેફી દ્રવ્યોની ભયંકરતા પણ કેટલાક લેખોમાં દર્શાવાઈ છે. લેખકનું સાંપ્રત રાજકારણ વિશેનું દર્શન - આકલન વિવેચન ખાસ ધ્યાનાર્હ છે. | સાંપ્રત સમાજની આ બધી સમસ્યાઓનું નિરૂપણ કરતા લેખો, લેખકના અન્ય વિષયના લેખોની જેમ, અર્થ-ભાવથી સભર, તથ્યસત્યથી યુક્ત, યથાર્થદર્શી, જનહિતલક્ષી, વિચારપ્રેરક છે. an Education International For Private Personal use all www.ainelibro Page #3 -------------------------------------------------------------------------- ________________ S13 LIONS Education International www.jairtelibrary.org Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્યસૌરભ સાંપ્રત સમાજ-દર્શન સંપાદક : પ્રો. જશવંત શેખડીવાળા સંયોજક : ડૉ. ધનવંત શાહ પ્રકાશક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૩૩, મહંમદી મિનારે, ૧૪મી ખેતવાડી, મુંબઈ ૪૦૦ ૦૦૪. મુખ્ય વિક્રેતા : આર. આર. શેઠની કું. મુંબઈ અમદાવાદ - ― ગ્રંથ: ૬ Page #6 -------------------------------------------------------------------------- ________________ DR. RAMANLAL C. SHAH SAHITYA SAURABH - 6 “SAMPRAT SAMAJ-DARSHAN" Collection of articles on contemporary social problems written by Dr. Ramanlal C. Shah Edited by Prof. Jashwant Shekhadiwala Published by SHREE MUMBAI JAIN YUVAK SANGH 33, Mohmandi Minar, 14th Khelwadi, Mumbai - 400 004. (India) No Copyright પહેલી આવૃત્તિ ૧૫ ઓગસ્ટ, ૨૦૦૬ પૃષ્ઠસંખ્યા : ૨૮+૩૭૬ (છબીસંપુટ ૧૬ પાનાં) = ૪૨૦ નકલ : ૫૦૦ કિંમત : રૂ. ૨૭૦ મુખ્ય વિક્રેતા : ૧૧૦/૧૧૨, પ્રિન્સેસ સ્ટ્રીટ કેશવબાગ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ટેલિ. : (૦૨૨) ૨૨૦૧૩૪૪૧ આર. આર. શેઠની કુ. ‘દ્વારકેશ’ રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટેલિ. : (૦૭૯) ૨૫૫૦૬ ૫૭૩ મુદ્રક ચંદ્રિકા પ્રિન્ટરી મિરઝાપુર, રોડ, અમદાવાદ - ૩૮૦૦૦૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ-૬ અર્પણ ડૉ. રમણભાઈના પિતાતુલ્ય અને અમારા સંઘના માર્ગદર્શક શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહને... આપે અઢળક ચાહ્યાં અમને અને અમારા રમણભાઈને - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ Page #8 -------------------------------------------------------------------------- ________________ રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથ શ્રેણી ગ્રંથ ૧. જૈન ધર્મદર્શન ૨. જૈન આચાર-દર્શન ૩. ચરિત્રદર્શન ૪. સાહિત્યદર્શન ૫. પ્રવાસ-દર્શન ૬. સાંપ્રત સમાજ-દર્શન . ૭. શ્રુતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ સંપાદક ડૉ. હસુ યાજ્ઞિક ડૉ. જિતેન્દ્ર બી. શાહ ડૉ. પ્રવીણ દરજી ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ પ્રા. જશવંત શેખડીવાળા પ્રા. જશવંત શેખડીવાળા પ્રો. કાંતિ પટેલ (સહસંપાદક) શ્રીમતી નિરુબહેન શાહ, ઉષાબહેન શાહ, પુષ્પાબહેન પરીખ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન ડૉ. રમણલાલ ચી. શાહ આપણા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આત્મા હતા, અને આજે પણ છે. તેમજ જ્યાં સુધી આ સંસ્થાની ગતિ-પ્રગતિ થતી રહેશે, અને એ પુણ્યાત્મક જ્યાં જ્યાં વિહરતો હશે ત્યાંથી આ સંસ્થાને પ્રેરણા અને આશીર્વાદ મળતા રહેશે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સ્થાપના ૩ જી ફેબ્રુઆરી ૧૯૨૯માં થઈ, એટલે આ સંસ્થાએ ૭૭ વર્ષ પૂરા કરી ૭૮ વર્ષમાં પ્રવેશ કરી દીધો છે. ડૉ. રમણલાલ ચી. શાહને હવે અમે અહીં રમણભાઈ જ કહીશું કેમ કે અમારા હૈયે આ સંબોધન જ સ્થિર થઈ ગયું છે, અને રહેશે. રમણભાઈ ૧૯૫૨માં ૨૬ વર્ષની ઉમરે આ સંસ્થામાં પ્રવેશ્યા અને જીવનના અંતિમ દિન સુધી કાર્યરત રહ્યા. આ સંસ્થા સાથે એમનો પ૩ વર્ષનો દીર્ધ સંબંધ. આ સંસ્થાના કોઈ પણ સભ્ય આજ દિવસ સુધી આટલી દીર્ઘ ફળદાયી સેવા આ સંસ્થાને નથી આપી શક્યા. રમણભાઈ પ્રથમ સંસ્થાની કારોબારી સમિતિમાં જોડાયા, તે સમયે પૂ.પરમાણંદભાઈ કાપડિયા અને પૂ. ચીમનલાલ ચકુભાઈ શાહે રમણભાઈમાં રહેલું હીર પારખ્યું અને રમણભાઈને એક પછી એક જવાબદારી સોંપતા ગયા, જે ૨મણભાઈએ નિષ્ઠાપૂર્વક બજાવી અને પ્રત્યેક કાર્યથી સંસ્થાને ઊજળી કરી. - ૧૯૮૨માં પૂ. ચીમનભાઈના સ્વર્ગવાસ પછી રમણભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ અને “પ્રબુદ્ધ જીવન'નું તંત્રીપદ સ્વીકાર્યું અને જાહેર જીવનના બધા પદ છોડવાના તેમણે નક્કી કરેલા સિદ્ધાંતોને કારણે ૧૯૯૯માં પોતાની ૭૦ વર્ષની ઉંમરે સંસ્થાના પ્રમુખ પદેથી રાજીનામું આપી સંસ્થાની 5 Page #10 -------------------------------------------------------------------------- ________________ કારોબારી સમિતિના સભ્ય બની રહી અંતિમ શ્વાસ સુધી સંસ્થાને પૂરેપૂરું માર્ગદર્શન આપ્યું. સન ૧૯૭૨માં રમણભાઈએ સંસ્થાની સુપ્રસિદ્ધ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું પ્રમુખપદ સ્વીકાર્યું. આ પ્રમુખપદે પહેલાં કાકા કાલેલકર, પૂ. પંડિત સુખલાલજી અને પૂ. ગૌરીપ્રસાદ ઝાલા સાહેબ જેવા વિદ્વાન મનીષી બિરાજ્યા હતા. રમણભાઈએ જીવનના અંતિમ શ્વાસ સુધી આ વ્યાખ્યાન માળાનું જતન કર્યું અને પ્રેરણાદાયી પ્રવચનો આપવા માટે દરેક સંપ્રદાયના પૂ. સાધુ-સાધ્વી ભગવંતો, અન્ય ધર્માચાર્યો અને ભારતના પ્રસિદ્ધ વિદ્વાન વ્યાખ્યાતાઓને નિમંત્ર્યા અને વ્યાખ્યાનમાળાને પ્રમુખપદે એઓશ્રી જીવનના અંતિમ શ્વાસ સુધી સતત ૩૩ વર્ષ બિરાજ્યા. રમણભાઈ એટલે અણિશુદ્ધ સુશ્રાવક અને કરુણાનો જીવ. કેટલાંક વર્ષ પહેલાં રમણભાઈને એક ઉત્તમ વિચાર આવ્યો કે આ વ્યાખ્યાનમાળામાં ધર્મ જિજ્ઞાસુ વર્ગ આવે છે. એ સર્વના હૃદયમાં આવા પર્વના દિવસે કરુણાની અને દાનની ભાવના હોય જ. વળી વિચાર્યું કે ગુજરાતના પછાત વિસ્તારમાં ઘણી બધી એવી ઉત્તમ સંસ્થા છે જે ધનને અભાવે પોતાના સેવા કાર્યને આગળ વધારી શકતી નથી. એટલે પર્યુષણ વ્યાખ્યાનમાળા પહેલાં યુવક સંઘની કારોબારી સમિતિના સભ્યોને સાથે લઈ સંસ્થાની મુલાકાત લઈ એવી સંસ્થા માટે પર્યુષણ દરમિયાન તેની યોગ્યતા અને જરૂરિયાત તપાસી દાનની વિનંતિ કરવાનું નક્કી કર્યું, આના પરિણામે આજ સુધી ગુજરાતની ૨૧ સંસ્થાઓને કુલ પોણાત્રણ કરોડના દાનનો માતબર ફાળો પ્રાપ્ત થયો છે અને એ બધી સંસ્થાએ આજે ખૂબ જ વિકાસ કરી સેવા ક્ષેત્રે અનેરું પ્રદાન કર્યું છે. પૂ. રમણભાઈના ઉત્તમ વિચારનું આ અતિશુભ અને સર્વજન કલ્યાણકારી પરિણામ છે. આ સંસ્થાનું વર્તમાન મુખપત્ર “પ્રબુદ્ધ જીવન’ છે. ૧૯૨૯માં સંસ્થાએ પોતાનું મુખપત્ર “મુંબઈ જૈન યુવક સંઘ પત્રિકા'ના નામથી શરુ કર્યું અને ૧૯૩૩માં “પ્રબુદ્ધ જૈન” અને પછી ૧૯૫૩માં “પ્રબુદ્ધ જીવન' નામ ધારણ કરી જીવનના વિશાળ ફલકને સ્પર્શવાનો સંકલ્પ કર્યો. એટલે સંસ્થાના મુખપત્રનો ઇતિહાસ પણ ૭૭ વર્ષનો છે. કોઈ પણ પ્રકારની જાહેર ખબર ન લેવાના, અને બીજે છપાયેલા લેખ ન લેવાના સિદ્ધાંતને વરેલું આ મુખપત્ર આજે ૭૮ માં વર્ષમાં પ્રવેશે છે, એનો યશ આજ સુધીના ચિંતક મહાનુભાવ માનદ્ મંત્રીઓ તેમજ જિજ્ઞાસુ વાચકોને જાય છે. પૂ. રમણભાઈ પૂર્વે આ મુખપત્રોના તંત્રી સ્થાને શ્રી મણીલાલ મોકમચંદ શાહ, શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા અને શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ જેવા પ્રખર ચિંતકો અને સમાજ સુધારકો બિરાજ્યા હતા. સન ૧૯૮૨માં પ્રબુદ્ધ જીવન'નું તંત્રી 6 Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્થાન પૂ. રમણભાઈએ સ્વીકાર્યું અને વિવિધ વિષયોથી તેમજ જૈન ધર્મના ઊંડા તત્ત્વ લેખોથી “પ્રબુદ્ધ જીવનને જ્ઞાનના ખજાનાથી તરબતર કરી દીધું. સંસ્થા અને સમાજ આ ઋણ કોઈ રીતે ચૂકવી શકે એમ નથી. પૂ. રમણભાઈ પોતાની ઉપસ્થિતિમાં જ “પ્રબુદ્ધ જીવન” તેમજ પર્યુષણ વ્યાખ્યાનમાળાનું સુકાન અમારા હોંશીલા, વિદ્વાન, કર્તવ્યનિષ્ઠ, દૃષ્ટિ સંપન્ન ધનવંતભાઈને સોંપી “પ્રબુદ્ધ જીવનના તંત્રી સ્થાનને માટે ઉચિત વેળાસર પસંદગી કરી અને આજની ચિંતામાંથી મુક્ત કરી ગયા. જ્ઞાનીજનોને તો આર્ષદૃષ્ટિ હોય જ. ધનવંતભાઈના તંત્રી સ્થાને આજનું “પ્રબુદ્ધ જીવન' પૂ. રમણભાઈ અને અન્ય વિદ્વાન પૂર્વસૂરિઓની યશગાથાને ઉજળી કરી રહ્યું છે એની પ્રતીતિ થતાં અમારા સર્વનું મસ્તક રમણભાઈ પ્રતિ ઝૂકે છે. ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ'ના ગ્રંથોની યોજના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ અમે કરી હતી. અમારી આ યોજનાની સંમતિ પૂ. રમણભાઈ આપતા ન હતા. સ્વપ્રશંસાનો કર્મદોષ લાગે એ ભાર આવા જ્ઞાનીજન કેમ સ્વીકારે ? પરંતુ અમારા આગ્રહ અને પ્રેમ પાસે એઓશ્રી હળવા થયા અને અમને સંમતિ આપી. આ જ્ઞાનીજન ત્યારે કદાચ કોઈક દર્શન’ પામી ગયા હશે. આ ગ્રંથોના સંયોજક અને વિદ્વાન સંપાદકોની પસંદગી પણ એઓશ્રીએ કરી હતી. રમણભાઈના વિપુલ સાહિત્યનું વાચન કરવું અને એનું ચયન કરી વિવિધ વિષયોના ગ્રંથમાં એને સમાવવું એ સાગરમાંથી મોતી શોધવા કરતાં પણ કઠિન કામ, કારણ કે રમણભાઈના સાહિત્ય સાગરમાં તો મોતી જ મોતી. આ સારું અને આ એનાથી વિશેષ સારું એવી સ્પર્ધા અહીં શક્ય જ નથી. જડીબુટ્ટી શોધતા હનુમાનજી જેમ જડીબુટ્ટી શોધી ન શક્યા અને આખો પહાડ ઊંચકી લાવ્યા, એવી વિમાસણ પ્રત્યેક વિદ્વાન સંપાદકે અહીં અનુભવી હશે જ. પરંતુ તોય કર્તવ્ય ધર્મમાં સ્થિત આ સર્વ વિદ્વાન સંપાદકોએ અથાગ ભગીરથ પરિશ્રમ કર્યો અને આપણા માટે આ સાત ગ્રંથોનું નિર્માણ કર્યું. આ વિદ્વાન સંપાદકો પ્રા. જશવંત શેખડીવાળા, ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી, ડૉ. જિતેન્દ્ર શાહ, ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ અને અમારા અંતરંગ વિદ્વાન મિત્ર વિદ્વાન પ્રા. કાંતિ પટેલ. આ સર્વ મહાનુભાવોને અમારું હૃદય પૂરા આદરથી નમન કરે છે. ઉપરાંત “શ્રુત ઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહ' ગ્રંથના સહ સંપાદકો, આ સંસ્થાની કારોબારી સમિતિના અમારા સભ્યો નીરુબહેન શાહ, પુષ્પાબહેન પરીખ Page #12 -------------------------------------------------------------------------- ________________ અને ઉષાબહેન સાહનો આભાર તો કેમ મનાય ? એમના પરિશ્રમને અભિનંદુ છું. યોજના તૈયાર તો થાય પણ એને આકાર આપવા સતત પુરુષાર્થ ક૨વો પડે એવો પુરુષાર્થ અમારી મુદ્રણ સમિતિના સભ્યો સર્વશ્રી ભૂપેન્દ્રભાઈ ડાહ્યાભાઈ જવેરી, શ્રી ગાંગજીભાઈ પી. શેઠિયા, શ્રી ઉષાબહેન પી. શાહ, શ્રી વસુબહેન ભણશાલી અને શ્રી જવાહરભાઈ ના. શુક્લે કર્યો, અને સતત પરિશ્રમ કરી આ સમિતિના સભ્યોએ અમને ગૌરવવંતા કર્યાં છે. સંઘબળનું આ સંઘફળ છે. આ સર્વે પ્રત્યે અમે હૃદયનો આનંદ જ વ્યક્ત કરીએ છીએ. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે સતત દોડધામ કરનારા અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓ મુખ્યત્વે મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક, ભાઈ અશોક પલસમકર, ભાઈ હરિચંદ્ર નવાળે, ભાઈ મનસુખભાઈ મહેતા અને બહેન શ્રી જયાબહેન વીરાને તો કયા શબ્દોમાં નવાજીએ ? હૈયું, હામ અને હાથ આ ત્રણેનો સુમેળ હોય તો જ શુભ આકાર પ્રાપ્ત થાય. બધી સામગ્રી અને સાહિત્ય એકત્રિત કરવા માટે પૂ. તારાબહેન અને પૂ. ૨મણભાઈના સુપુત્રી બહેન શ્રી શૈલજાને અમે ખૂબ ખૂબ પરિશ્રમ આપ્યો છે. એમના રાત-દિવસના પુરુષાર્થ વગર આ ગ્રંથો આટલા બધાં સમૃદ્ધ અને શોભિત ન જ થાત. એમના પ્રતિ માત્ર ઋણ ભાવથી વિશેષ લખીએ તો એમનો મીઠો ઠપકો અનુભવવો પડે. આ બધી પરિકલ્પનાના સૂત્રધાર સંયોજક અમારા સર્વેના નાનાભાઈ જેવા, બુદ્ધિધન ધનવંતભાઈને તો અમારે આજ્ઞા કરવાની જ હોય, અને આજ્ઞા કરતા રહેવાના જ. હૃદયમાં સ્થિર થયેલા આ અમારા નાનાભાઈને શબ્દથી શું કામ બહાર આવવા દઈએ ? આટલા વિશાળ કાર્યનો અમે આરંભ તો કર્યો, પણ મનમાં ધનરાશિની ચિંતા હતી. પણ સાથે સાથે શ્રદ્ધા પણ હતી જ. પરંતુ પૂ. રમણભાઈની સુવાસ અને અમારા પૂર્વ સૂરિઓના પુણ્ય અને પુરુષાર્થનો અમને અનોખો અનુભવ થયો, એને ચમત્કાર પણ કેમ ન કહેવાય ? ‘પ્રબુદ્ધ જીવન'ના ૧૬ ફેબ્રુઆરીનો ‘ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક વાચકો પાસે જેવો પહોંચ્યો અને એમાં છેલ્લા પૃષ્ઠ ઉપર ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ' ગ્રંથોની માહિતી પ્રગટ થતાં જ એ જ માસની ૨૦-૨૨ તારીખના આસપાસ જ એક દાનવીર સુશ્રાવકનો અમને ફોન આવ્યો, અને નમ્રતાપૂર્વક અમને આ ગ્રંથો માટે માતબર ૨કમ સ્વીકારવાની વિનંતી કરી અને તરત જ માતબર ૨કમનો 8 Page #13 -------------------------------------------------------------------------- ________________ ચેક મોકલી આપ્યો! પૂ. રમણભાઈ આવા કેટકેટલાં શુભ આત્મામાં બિરાજ્યા હશે ? અમારા કેટલા બધાં સદ્ભાગ્ય કે અમને આવા સુશ્રાવક જ્ઞાનીજનનો સહવાસ અને સદૂભાવ પ્રાપ્ત થયો! આ દાતા પ્રત્યે અમારા હૃદયમાં અનેરો પૂજ્ય ભાવ પ્રગટ થયો છે, અને એઓશ્રીના પુણ્ય કર્મોને અમે વંદન કરીએ છીએ. આ વાંચનાર સર્વેના હૃદયમાં પણ આવા જ ભાવો આંદોલિત થશે એવી અમને શ્રદ્ધા છે. આ ગ્રંથોને ખૂબ જ કાળજીપૂર્વક આપણી પાસે પહોંચાડવા માટે ટાઈપ સેટિંગ અને મુદ્રણ કાર્ય માટે અમદાવાદના શારદા મુદ્રણાલયના શ્રી રોહિતભાઈ કોઠારી અને ચંદ્રિકા પ્રિન્ટરીના શ્રી રૂપલભાઈ દેસાઈ ઉપરાંત મુંબઈના મુદ્રાંકનના શ્રી જવાહરભાઈ શુક્લ તેમજ મુખપૃષ્ટની યથાયોગ્ય સુંદર ડિઝાઈન માટે શ્રી મોહનભાઈ દોડેચાનો અંતરથી આભાર માનીએ છીએ. આ ગ્રંથોની જાહેરાત થતા જ આગોતરા ગ્રાહકોએ પોતાનું નામ નોંધાવી અમને પ્રોત્સાહિત કર્યા. એ માટે એ સર્વનો પણ હૃદયથી આભાર. સતત સાત માસના પરિશ્રમથી અને એટલી જ ઉતાવળથી આ ગ્રંથો તૈયાર થયા. એટલે કોઈ પણ ક્ષતિનું દર્શન થાય તો અમને ક્ષમા કરશો. ઉપરાંત આપને રમણભાઈનું કોઈ અપેક્ષિત સર્જન અહીં નજરે ન પડે તો અમારી ગ્રંથના પૃષ્ઠોની મર્યાદા છે એમ સમજી અમને દરગુજર કરશો, પણ આપનો પ્રતિભાવ જરૂર જણાવશો. આજે આ ગ્રંથોનું પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે રમણભાઈ આપણી પાસે નથી, છે માત્ર એમનો જ્ઞાન પ્રકાશ અને શબ્દોના તેજપૂંજથી ઝળહળતું એઓશ્રીનું જ્ઞાન જગત. આ સાત ગ્રંથો આપના કરકમળમાં મૂકતા અમે ધન્યતા અનુભવીએ તો છીએ, પણ સાથોસાથ તર્પણ ભાવનો સંતોષ અમારા રોમેરોમમાં આંદોલિત થઈ રહ્યો છે. એનો આનંદ આપની પાસે ક્યા શબ્દોમાં દર્શાવીએ ? આ આંદોલનને પૂ. રમણભાઈના આત્માનો સ્પર્શ મળે એવી કાળદેવતાને પ્રાર્થના. ધન્યવાદ. તા. ૧પ-૮-૨૦૦૬ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સર્વ સભ્યો વતી શ્રી રસિકલાલ લહેરચંદ શાહ. પ્રમુખ Page #14 -------------------------------------------------------------------------- ________________ સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ પ્રત્યે આકર્ષણ અને અહોભાવ મને કૉલેજ કાળથી હતો. એટલે લગભગ ૪૦ વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન’નું નિયમિત વાચન કરતો હતો અને જ્ઞાન- શ્રવણ અર્થે પ્રત્યેક પર્યુષણ વ્યાખ્યાનમાળામાં અચૂક જવાનું થતું જ. આવા સંબંધને કારણે અંતરથી ક્યારે સંઘમય થઈ ગયો એની ખબરે ય ન પડી, અને એ થકી હૃદયમાં કોઈ અજબોગજબનું સંસ્કાર ઘડતર થતું ગયું. માતાના ગર્ભમાં બાળક વિકસતું જાય એમ આ વાતાવરણથી અંતરમાં કોઈ અનિવર્શનીય તત્ત્વ વિકસતું ગયું. આ કારણે સર્વ પ્રથમ તો શ્રી મુંબઈ જૈન યુવક સંઘને ખમાસણ ભાવે નમન કરું પૂ. રમણભાઈ એમ.એ.માં અમને ભાષા શાસ્ત્ર શિખવતા હતા. વળી તેઓ જૈન યુવક સંઘમાં સક્રિય કાર્યકર હતા. એટલે એ કારણે એમના પ્રત્યે વિશેષ ભાવાનુબંધ થયો. જેમ જેમ એઓશ્રીની નજીક થતો ગયો તેમ તેમ એમની વિદ્વતા અને એમના શ્રાવકાચારથી અભિભૂત થતો ગયો. અંતરના કોઈક ખૂણે મારા એ રોલ મોડેલ બની ગયા. ત્રીસેક વર્ષ પહેલાં અમે સહુ અધ્યાપક સંમેલનમાંથી પાછા ફરતાં હતાં ત્યારે પૂ. રમણભાઈ અને પૂ. તારાબહેને પિતૃ-માતૃ ભાવથી મને યુવક સંઘમાં જોડાવા કહ્યું. મારે મન એ આજ્ઞાભાવ હતો, અને સંઘનો લાઈફ મેમ્બર થઈ મેં એમાં પ્રવેશ કર્યો. મારા જીવનની એ અતિ શુભ અને સદ્ભાગી ઘડી હતી. બસ પછી તો રમણભાઈ મારા ઉપર વરસતા ગયા, બસ વરસતા ગયા, અને એક પછી એક કામો મને સોંપતા ગયા. મારું એને પરમ સદ્ભાગ્ય ગણું છું. સાહેબનો પ્રેરક અને આનંદપ્રદ સહવાસ, એઓશ્રી સાથેના પ્રવાસો, તેમણે યોજેલા જૈન સાહિત્ય સમારોહ અને પરિસંવાદો વગેરેમાંથી ઘણું જીવન પાથેય મળી રહેતું. શ્રાવક જીવન વિશેના એમના વિચારો અને આચારનો સુભગ સમન્વય તેમના જીવનમાં જોવા મળતો. જીવનના મર્મો હસતા હસતા સાહેબ આપણને સમજાવે એ એઓશ્રીની વિશિષ્ટતા. 10 Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂ. સાહેબનું લગભગ બધું જ સાહિત્ય વાંચવાનો મને લાભ મળ્યો. એ બધું જ ઉત્તમ અને જીવનને ઊર્ધ્વગામી બનાવે એવું તત્ત્વશીલ છે. ‘પ્રબુદ્ધ જીવન’ પ્રગટ થાય એટલે વહેલી સવારે પૂ. સાહેબનો લેખ વાંચવાનો નિયમ થઈ ગયો. એમના વિચારોને મનમાં વાગોળું અને સાહેબ સાથે એ લેખ વિશે વિશેષ જાણકારી મેળવું. આપણે એ લેખની પ્રસંશા કરીએ તો સાહેબ મૌન સ્મિત સાથે, નિસ્પૃહ ભાવે એ ઝીલી લે, અને શંકાનું સમાધાન કરે. પૂ. સાહેબે તેમનો ‘ગૂર્જર ફાગુ સાહિત્ય' ગ્રંથ મને મોકલ્યો. નવું પુસ્તક પ્રગટ થાય એટલે સાહેબ અચૂક સ્નેહી મિત્રો અને અભ્યાસીઓને મોકલે. એ ગ્રંથ વાંચીને હું તો અવાક્ જ બની ગયો. આટલું બધું પરિશ્રમ પૂર્વકનું સંશોધન તેમજ ગહન ચિંતન મેં ભાગ્યે જ કોઈ ગ્રંથમાં જોયું છે. ઉત્સાહથી મેં સાહેબને ફોન કર્યો, દસ મિનિટ સુધી હું બોલતો જ રહ્યો, અને છેલ્લે કહ્યું, ‘સાહેબ આ ગ્રંથને તો ડી.લીટ.ની ઉપાધિ મળવી જોઈએ, ૫૨દેશમાં આવું સંશોધન આપે કર્યું હોત તો...' તો સામા પક્ષે સાહેબનું માત્ર મૌન જ, અને છેલ્લે-ઉપાધ્યાય યશોવિજયજી કૃત ‘અધ્યાત્મસા૨’ અને ‘જ્ઞાનસાર’... બે ગ્રંથો એઓશ્રી પાસેથી જૈન જગતને મળ્યા એ તો આપણા સૌનું પરમ સદ્ભાગ્ય. એ ગ્રંથોનું વિશદ્ ચિંતન અહીં એક લીટીમાં શું સમાવું ? અને એ માટે હું અધિકારી પણ નથી. એક વખત ફોન ઉપર વાતો કરતા કરતા મેં સાહેબને કહ્યું આપનું સાહિત્ય જગત વિશાળ છે, એનું ચયન કરી ચાર પાંચ ગ્રંથો તૈયાર થાય તો અનેક જ્ઞાનપિપાસુને વિશેષ લાભ મળે. કોણ જાણે કેમ એ ઘડી આપણા માટે શુભ હશે, તો સાહેબથી સહેજ બોલાઈ ગયું. ‘હા હમણાં જ મિત્ર પ્રા. જશવંત શેખડીવાળાએ પણ મને એવું સૂચન કર્યું હતું' પણ બીજી જ પળે એ વાક્યથી દૂર લઈ જવા મને બીજી વાતોએ વળગાડી દીધો. હું સમજી ગયો કે સાહેબની મને આ વાત કહેવાની ઇચ્છા ન હતી. પણ એમનાથી ‘કહેવાઈ ગયું'! એ એમને દુખ હતું. અજાણતા થઈ ગયેલા આવા સૂક્ષ્મ કર્મો પ્રત્યે પણ સાહેબ આટલા સભાન ! પણ આ વાત મારા મનનો કેડો ન છોડે. મનમાં સંતોષ થયો કે મને જેવો વિચાર આવ્યો એવો જ વિચાર સાધુ ચરિત પ્રા. જશવંત શેખડીવાળા સાહેબને પણ આવ્યો છે. એટલે આ કામ કરવા જેવું તો છે જ, અને કુદરતનો આમાં નક્કી કંઈ સંકેત છે. પછી જ્યારે જ્યારે સાહેબને ફોન કરું ત્યારે આ વાત કરું, સાહેબ એ વાતને ટાળે અને હું પાછો ત્યાં ને ત્યાં જ પહોંચું અને સાહેબ સાથેની વાતોમાંથી માંડ માંડ ‘ના' નો છેદ ઉડાવી શક્યો. જો કે ‘ના’ ન પાડવામાં 11 Page #16 -------------------------------------------------------------------------- ________________ પણ મારા પ્રેમને દુખ ન પહોંચે એ જ એમનો વિશેષ ભાવ હતો. એ હું સમજી ગયો હતો. તરત જ મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિમાં તા. ૨૧૧-૨૦૦પના પૂ. રમણભાઈની ઉપસ્થિતિમાં જ મેં પ્રસ્તાવ મૂક્યો અને સાહેબ કોઈ પણ હા ના કરે એ પહેલાં સર્વ સભ્યોએ એ પ્રસ્તાવને આનંદ ઉત્સાહથી વધાવીને મંજૂરીની મહોર મારી દીધી, અને સયોજકની જવાબદારી સર્વે વડીલોએ મને સોંપી, મારું એ સભાગ્ય. તરત જ બીજે દિવસે સાહેબ સાથે વિગતે ચર્ચા કરી સંપાદક માટે પૂછુયું. સાહેબ કહે, “શેખડીવાળા સાહેબ જ આ કામ માટે પૂરા અધિકારી છે. એઓશ્રી સાથે ચર્ચા કરો, અને અન્ય સંપાદકો પણ એઓશ્રીની સૂચના મુજબ નક્કી કરો.” મેં તરત જ પૂ. શેખડીવાળા સાહેબને ફોન કર્યો. એઓશ્રી ખૂબ જ પ્રસન્ન થયા. અમારે ફોન ઉપર વાતો થતી રહી. અને અન્ય સંપાદકોમાં વિદ્વવર્ય ડૉ. હસુ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટને વિનંતી કરવાનું નક્કી કર્યું. આ નામો મેં સાહેબને જણાવ્યા. સાહેબે સંમતિ આપી. - આ ચયન ગ્રંથોની સાથો સાથ સાહેબના જીવન વિશે પણ એક ગ્રંથ તૈયાર થાય એવો અમારા મનમાં ભાવ જભ્યો અને મેં બહેન શૈલજાને ફોન કરી સાહેબના બધા જ ફોટોગ્રાફ એકત્ર કરવા કહ્યું. બીજે દિવસે જ સાહેબનો મને ફોન આવ્યો, અને મને કહ્યું “આવો ગ્રંથ તૈયાર ન કરશો. અને મારા માટે કોઈ પાસેથી લેખ કે અભિપ્રાય ન મંગાવશો. માત્ર સાહિત્ય સંચય જ કરો. વ્યક્તિની હયાતીમાં આવો ગ્રંથ તૈયાર થાય તો પ્રશંસાનો કર્મદોષ લાગે, સાહેબ આવા કર્મ બંધ માટે સભાન હતા. સાહેબનો મર્મ હું સમજી ગયો. મેં સાહેબને મનોમન નમન કર્યા. આ ગ્રંથની ગતિ ધીરે ધીરે આગળ વધતી ગઈ. ગોકળગાય ગતિ જ સમજો. સાહેબને તબિયતે સાથ ન આપ્યો. મારે ફોન ઉપર “પ્રબુદ્ધ જીવન' પૂરતી જ વાત થાય અને વાતવાતમાં તો પૂ. સાહેબ આપણાથી દૂર થઈ ગયા !! પણ જુઓ, વિધિની કેવી વિચિત્રતા ! પૂ. સાહેબે જીવન પ્રશંસા લખાવવાની ના પાડી હતી. એ જ કામ અમારે પહેલું કરવું પડ્યું. સાહેબ વિશેના “પ્રબુદ્ધ જીવન'ના બે અંકો નવેમ્બર ૨૦૦૫નો “શ્રદ્ધાંજલિ' અંક અને જાન્યુઆરી ૨૦૦૬નો “ડૉ. રમણલાલ ચી. શાહ સ્મરણાંજલિ સંપુટ' અંક. એ બંન્ને અંકોના સમન્વય રૂ૫ ગ્રંથ આજે “શ્રતઉપાસક ડૉ. રમણલાલ ચી. શાહના શીર્ષકથી આપના કરકમળમાં મુકાય છે. પૂ. સાહેબનું જીવન 12 Page #17 -------------------------------------------------------------------------- ________________ અને ગુણો પ્રકાશિત ન થાય એવું કાળદેવતાને પણ મંજૂર ન હતું. ગુણો ઢાંકેય ઢંકાતા નથી. સ્મરણિકા ‘અંક' માટે લેખકોને વધુ સમય આપવાનો અવકાશ ન હતો. છતાં લેખોનો પ્રવાહ વહેતો ગયો. કેટલાક લેખને સમય મર્યાદાને કારણે એ અંકમાં સમાવી ન શકાયા. એટલે બન્ને અંકોનો સમન્વય અને પછીથી આવેલા લેખો, એટલે, ‘શ્રુત ઉપાસક ૨. ચી. શાહ' ગ્રંથ. ઉપરનો સ્મરણિકા અંક તૈયાર થયા પછી એ અંકની પ્રાપ્તિ માટે અનેક પત્ર વિનંતિ અમને મળ્યા એટલે એ અંક ફરી છાપવો પડ્યો. આ ‘શ્રુત ઉપાસક’ ગ્રંથના પ્રેરણા સ્રોત એ જિજ્ઞાષુજનો અને પૂ. સાહેબના ચાહકો છે. પૂ. સાહેબના જીવનના વિવિધ પ્રસંગો, એમની સાત્ત્વિક પ્રતિભા અને એમના ગુણ સામ્રાજ્યનું એક વિશ્વ આપણી સમક્ષ ઉઘડ્યું જેનાથી આપણે તો શું, પણ ઘણાંએ અજ્ઞાત હતા. સાહેબનું જીવન આવું પ્રેરક. ગ્રંથોનાં નિર્માણનો પ્રારંભ કરવા ડિસેમ્બરમાં પ્રો. જશવંતભાઈ શેખડીવાળાને ત્યાં ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે અમે એકત્ર થયા. મુરબ્બી શ્રી શેખડીવાળા સાહેબનું ઉષ્માભર્યું આતિથ્ય અમે સર્વેએ માણ્યું. મારા માટે તો વિદ્વદ્ દર્શન હતું. સર્વે વિદ્વાન સંપાદકોએ કાર્યનો આરંભ કર્યો. નિર્ધારિત ગતિ પ્રગતિ થતી ગઈ. એ દરમિયાન અમારા સભ્યો અને ચાહકોએ પૂ. સાહેબના જૈન ધર્મ વિશેના લેખોનો એક ખાસ ગ્રંથ થાય એવું આગ્રહપૂર્ણ સૂચન કર્યું. પૂ. સાહેબ તો સર્વધર્મ ચિંતક હતા. કોઈ એક વર્તુળમાં જ એમને કેમ રખાય ? પરંતુ જૈન ધર્મ વિશે એઓશ્રીનું ગહન અધ્યયન અને ચિંતન વિશેષ છે એ પણ એટલું જ સત્ય. મેં. પૂ. શેખડીવાળા સાહેબને અને મુરબ્બી ડૉ. હસુભાઈ યાજ્ઞિકને આ હકીકત જણાવી અને એઓશ્રીએ મારી આ વાત તરત જ સ્વીકારી એટલે મેં મારા અંતરંગ મિત્ર વિદ્વાન ચિંતક અને જૈન ધર્મના ગહન અભ્યાસી ડૉ. જિતેન્દ્રભાઈ શાહ ઉપર મિત્રહક અજમાવી દીધો. કોઈપણ પ્રકારની ‘હા...ના'ની ચર્ચા વગર ડૉ. હસુભાઈ યાજ્ઞિક અને ડૉ. જિતેન્દ્રભાઈ મળ્યા અને આપણને બે ગ્રંથ જૈન ધર્મ દર્શન' અને જૈન આચાર દર્શન' પ્રાપ્ત થઈ રહ્યાં છે. ‘શ્રુત ઉપાસક ડૉ. ૨. ચી. શાહ' ગ્રંથના સંપાદનની જવાબદારી અમારા સંઘની કારોબારી સમિતિના સભ્યો બહેનશ્રી નિરુબહેન શાહ, પુષ્પાબેન પરીખ અને ઉષાબહેન શાહે સંભાળી કામનો પ્રારંભ કર્યો. પરંતુ અમે વિચાર્યું કે આ ગ્રંથને પણ મૂર્ધન્ય વિદ્વજનનો સાથ મળે તો સોનામાં સુગંધ મળે. એટલે પૂ. તારાબેને શિષ્ય હક અને મેં મિત્ર હકનો ઉપયોગ 13 Page #18 -------------------------------------------------------------------------- ________________ કરી વિદ્વાન પ્રાધ્યાપક શ્રી કાંતિભાઈ પટેલને વિનંતિ કરી. શ્રી કાંતિભાઈ પૂ. સાહેબના શિષ્ય, અને સાહેબનો શિષ્યો પ્રત્યે પ્રેમ એવો કે બધા હશે હોંશે એ નિર્ણયને હૃદયમાં સમાવી લે. | સર્વે વિદ્વાન સંપાદકોએ અભ્યાસ કરી ખૂબ જ પરિશ્રમ લઈ આ સાતે ગ્રંથનું સર્જન કર્યું છે. મિત્ર પ્રાધ્યાપક પ્રસાદ બ્રહ્મભટ્ટે તો મુદ્રણ વ્યવસ્થા પણ સંભાળી. આ સવેનો અંત:કરણથી આભાર માનું છું. ઉપરાંત આ ગ્રંથ નિર્માણ માટે જે જે મહાનુભાવોએ પોતાનો પુરુષાર્થ આ કાર્યમાં સિંચ્યો છે એ સર્વેનો નામોલ્લેખ અમારા પ્રમુખશ્રીએ પ્રકાશકીય નિવેદનમાં કર્યો છે, એ ભાવમાં હું મારા ભાવનું આરોપણ કરું છું. આ ગ્રંથોની સામગ્રી એકઠી કરવામાં સખત અને સતત પરિશ્રમ તો પૂ. તારાબહેન અને બહેન શૈલજાએ કર્યો છે. એ મારા મોટાબેન તુલ્ય પૂ. તારાબહેનના ચરણોમાં વંદન કરી બહેન શૈલજાને અભિનંદું છું. સંયોજક તરીકે મને પસંદ કરી મારા ઉપર આવા આત્મસંતર્પક શુભ કામ માટે વિશ્વાસ મૂકી મને મોકળા મને આ કામ કરવા દીધું અને મને અઢળક પ્રેમ આપ્યો એવાં મુંબઈ જૈન યુવક સંઘની કારોબારી સમિતિના સર્વે સભ્યોનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી જ. એ સર્વે પ્રત્યે હૃદય નમે છે. સમગ્ર ગ્રંથ રચનામાં મારી કાંઈ ક્ષતિ દૃષ્ટિએ પડે તો આપ સર્વે વાચક મહાનુભાવો મને ક્ષમા કરશો. અને પૂ. સાહેબનું ઋણ તો કઈ રીતે ચૂકવું ? શક્ય જ નથી. હું ભલે મૂળ અધ્યાપકનો જીવ, પરંતુ મારા ઉદ્યોગોના સંચાલનમાં ખૂબ જ વ્યસ્ત રહું. સભાગ્યે પૂ. સાહેબે મારો હાથ પકડી લીધો અને ઉદ્યોગ વ્યાપર જગતમાં પૂરો ગરકાવ થઈ જાઉં એ પહેલાં જ પૂ. સાહેબે મને સમતુલામાં બેસાડી દીધો. પૂ. સાહેબે મારી લેખન ચેતનાને ફૂંક ન મારી હોત તો હું માત્ર વ્યાપારી જ રહ્યો હોત. આ ઉપકાર તો ભવોભવમાં નહિ ચૂકવી શકાશે. આ ગ્રંથોના વાચનથી આપણા સર્વનું હૃદય વિકસિત થાય એવી પરમાત્માને પ્રાર્થના. તા. ૧૫-૮-૨૦૦૬ - ધનવંત શાહ એફ-૭૬, વિનસ એપાર્ટમેન્ટ, વરલી સી ફેસ-સાઉથ, મુંબઈ-૪૦૦૦૧૮. 14 Page #19 -------------------------------------------------------------------------- ________________ સહુના રમણભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એક લબ્ધપ્રતિષ્ઠિત સંસ્થા છે. જીવનનાં ઘણાં ક્ષેત્રે એની કરુણાપ્રેરક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર ભારતની જૈન સંસ્થાઓમાં એનું આગવું અને માનભર્યું સ્થાન છે. ઘણી વ્યક્તિઓએ પોતાનું સત્ત્વ, સામર્થ્ય અને સેવા આપીને આ સંસ્થાને મહાન બનાવી છે. આ સંસ્થાના ૭૭ વર્ષના ઈતિહાસમાં એક હૃદયસંતર્પક ઘટના ઘટી રહી છે. મારા પતિ અને સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. રમણભાઈના પ્રગટ થયેલા સર્વ સાહિત્યમાંથી ચયન કરીને છ ગ્રંથો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પતા લેખોનો એક ગ્રંથ “શ્રુત ઉપાસક રમણભાઈ –આ સાત ગ્રંથ ઉપરાંત તેમના વ્યાખ્યાનોની એક સી.ડી ના વિમોચનનો પ્રસંગ ઊજવાઈ રહ્યો છે. આ પ્રસંગ એટલે શ્રી જૈન યુવક સંઘના સભ્યો અને રમણભાઈના વિશાળ ચાહકવર્ગના હૃદયમાં રમણભાઈ પ્રત્યે પ્રગટ થતા નેહાદરનો ઉત્સવ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સાથે રમણભાઈનો સંબંધ આત્મીય, અનોખો અને અવર્ણનીય છે. ૧૯૫૨ થી ૨00૫ એટલે પ૩ વર્ષનો સંબંધ. સંઘના સભ્ય, કમિટી મેમ્બર, સંઘના પ્રમુખ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેનો સંબંધ. આમ વિવિધ સ્તરે સુખદ, યશસ્વી અને ફળદાયી રહ્યો છે. રમણભાઈ ભાગ્યશાળી હતા. સંઘ સાથેના સંબંધની શરૂઆતમાં જ શ્રી મણીલાલ મોકમચંદ શાહ, શ્રી રતિભાઈ કોઠારી, શ્રી પરમાનંદભાઈ કાપડિયા, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, શ્રી ખીમજી માંડણ ભૂજપૂરિયા, મારા પિતાશ્રી દીપચંદભાઈ શાહ, શ્રી ટી. જી. શાહ વગેરે વડીલોના પ્રેમ અને સદ્ભાવ તેમને મળ્યા. તેમાં તેમણે પોતાની સેવા અને આગવી સૂઝ ઉમેરીને એને અનેક ગણો વિસ્તાર્યો. વડીલોનું વાત્સલ્ય અને વિશ્વાસ, સમવયસ્કનો પ્રેમ અને પોતાનાથી નાનાનો આદર રમણભાઈની એ મોટી ઉપલબ્ધિ છે. રમણભાઈએ જીવનના દરેક ક્ષેત્રે પોતાનું ઉત્તમોત્તમ યોગદાન આપ્યું. કુટુંબ કે કૉલેજ હોય, યુનિવર્સિટી કે જુદી જુદી સંસ્થાઓ હોય, મંડળ, અધ્યયન કે અધ્યાપન, પ્રવાસ, પ્રવચન કે લેખન હોય, 15 Page #20 -------------------------------------------------------------------------- ________________ N.C.C. કે સમાજ સેવાનો કોઈ પ્રશ્ન હોય. તે દરેક માટે તેમણે મન મૂકીને સ્વયં મહેનત લઈને સચ્ચાઈપૂર્વક કામ કર્યું છે. ક્યાંય ઊણપ, અધૂરપ કે કચાશ ન રહે એ માટે ખૂબ પ્રયત્નશીલ રહેતા. તેથી તેમનું દરેક કામ સંપૂર્ણ, સમુચિત અને સુયશ અપાવનારું થયું છે. એનાં ઘણાં કારણો છે. N.C.C. ની લશ્કરી તાલીમને લીધે શિસ્ત, સ્વાવલંબીપણું અને અપ્રમત્તભાવ તેમનામાં આવ્યો. જૈન ધર્મના અભ્યાસ, ધર્મ આરાધના અને ચિંતનપ્રધાન પ્રકૃતિના કારણે તેમનામાં જાગૃતિ, કર્તવ્યનિષ્ઠા અને વ્યાપક કરુણાભાવ આવ્યો. માતાપિતાના સંસ્કાર અને પૂર્વજન્મના પુણ્યોદયને કારણે તેમના દરેક કાર્યના સારાં પરિણામ આવ્યાં. - દરેક પ્રવૃત્તિ અને પરિસ્થિતિમાં કંઈક શુભ અને કલ્યાણકારી તત્ત્વ જોવાની દૃષ્ટિને અને વિચારણાને કારણે, કંઈક ફળદાયી કરવાની ભાવનાથી સંઘની પ્રવૃત્તિમાં રમણભાઈ નવું નવું ઉમેરતા ગયા. દરેક તબક્કે તેમણે સંઘના વિકાસનો વિચાર કર્યો. પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં જૈન ધર્મના દરેક ફીરકાના અને અન્ય ધર્મના સાધુસંતો, પંડિતો, વિદ્વાનોને આમંત્રણ આપતા. જીવનના વિવિધ ક્ષેત્રે કરુણાની પ્રવૃત્તિઓ, અસ્થિ સારવાર, નેત્રયજ્ઞો, ચામડીના રોગોની સારવાર ઉપરાંત આર્થિક રીતે જરૂરિયાતમંદને રાહત મળે તેવી યોજનાઓ ઉપરાંત સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ, સંગીત વસ્તૃત્વકલા, શિક્ષણ-સાહિત્ય-અર્થશાસ્ત્ર, રાજકારણ વગેરે વિષયોની વિવિધ વ્યાખ્યાન શ્રેણી, પુસ્તક પ્રકાશન વગેરે ચાલુ કર્યા. આ સર્વ પ્રવૃત્તિમાં સહુ સભ્યોની સંમતિ અને સહકાર તેમને મળ્યા કમિટીના સભ્યોનો ઉત્સાહપૂર્વકનો સહકાર, કેટલાક કામની જવાબદારી લેવાની તત્પરતા, ચીવટથી કામ કરવાની તૈયારી, પ્રવૃત્તિ માટે ફંડ એકઠું કરવાની તેમની તકેદારી વગેરેથી રમણભાઈનું કામ સરળ બનતું. કમિટીમાં એકરૂપતા અને કર્તવ્યપરાયણતાનું વાતાવરણ રહેતું. પ્રમુખસ્થાનેથી નિવૃત્ત થયા પછી પણ આ પ્રવૃત્તિઓ ચાલુ રહી. આવી લોકોપયોગી અને ઉત્તમ પ્રવૃત્તિઓને કારણે સંસ્થાની છબી વધુ ઉજ્જવળ થતી ગઈ. સંસ્થાના વિકાસની સાથે સાથે અને સંસ્થાના કારણે રમણભાઈનો પોતાનો વિકાસ ઘણો થયો. “પ્રબુદ્ધ જીવન'ના અગ્રલેખોના નિમિત્તે સાહિત્ય અને ધર્મનો ઊંડો અભ્યાસ થયો. તે તેમના ચારિત્ર્ય વિકાસમાં મદદરૂપ થયો. કરુણાના કામને લીધે જુદી જુદી સંસ્થાઓનો પ્રત્યક્ષ પરિચય થયો, તેથી કરુણાનાં ક્યાં અને કેવાં કામ કરવા જેવાં છે, તેમના મનમાં તેની વિચારણા સતત થતી રહેતી. યુવક સંઘમાં “દીપચંદ ત્રિભોવનદાસ ટ્રસ્ટ'માં છપાયેલાં તેમના જૈનધર્મ વિષયક પુસ્તકો, “પ્રબુદ્ધ જીવન', જૈન ધર્મની કેસેટ દેશ-પરદેશ પહોંચ્યા. તેથી તેમના પ્રશંસક વર્ગ અને તેમનું મિત્ર વર્તુળ વિકસતું ગયું. જૈન યુવક 16 Page #21 -------------------------------------------------------------------------- ________________ સંઘની પ્રવૃત્તિ વિષયક વિચારો રમણભાઈના જીવનમાં અગ્રસ્થાને રહેતા. જેમ રમણભાઈના હૃદયમાં આ સંસ્થા અગ્રસ્થાને હતી તેમ સંસ્થાના હૃદયમાં રમણભાઈ આજે પણ જીવંત છે. સંસ્થાએ રમણભાઈ માટેના અનન્ય, અખૂટ પ્રેમ, લાગણી, અને કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા તથા રમણભાઈની મૃતિ જાળવવા એક વિશાળ સમારંભનું આજે આયોજન કર્યું છે તે ધન્યવાદને પાત્ર છે. આવી સતત વિકાસશીલ સંસ્થા સાથેનો સંબંધ એ અમારા પરિવાર માટે ગૌરવ અને ધન્યતાનો અનુભવ છે. રમણભાઈ સહુના હતા અને સહુનાં હૃદયમાં તેમનું પ્રેમભર્યું સ્થાન છે તે જાણીને આનંદની, કૃતાર્થતાની લાગણી અમે અનુભવીએ છીએ. આ સમારંભને સફળ બનાવવા ઘણી વ્યક્તિઓએ પોતાની શક્તિ સિંચી છે, સર્ભાવપૂર્વક સમય આપ્યો છે તેનો વિચાર કરીએ ત્યારે કૃતજ્ઞ ભાવથી, આભારથી તે સહુને અમારું મસ્તક નમે છે. કોનો કોનો આભાર માનું ? સહુ પ્રથમ આભાર પરમહિતકારી પરમાત્માનો જેણે મારા પતિ ડૉ. રમણભાઈને અઢળક ભાવ દર્શાવનારા આવાં સ્નેહીજનો આપ્યાં. આભાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘની પૂર્વ કાર્યવાહક સમિતિના સભ્યો તેમજ સંધના સભ્યોનો અને વિશેષત: વર્તમાન કાર્યવાહક સમિતિના પદાધિકારીઓ, પ્રમુખ-શ્રી રસિકલાલ લહેરચંદ શાહ, ઉપપ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શાહ, મંત્રીઓ-શ્રીમતી નિરુબહેન શાહ, શ્રી ધનવંતભાઈ શાહ, સહમંત્રી શ્રી વર્ષાબહેન શાહ, કોષાધ્યક્ષ શ્રી ભૂપેન્દ્રભાઈ ઝવેરીનો અને સમિતિના અન્ય સભ્યો તેમજ સંઘના સર્વ સભ્યોનો. જેમનાં સદૂભાવભર્યા નિર્ણયને અને તેને અનુરૂપ કાર્યવાહીને કારણે આ પ્રસંગનું અને ગ્રંથોનું નિર્માણ થયું. - આભાર ત્રિશલા ઈલેક્ટ્રોનિક્સના સૂત્રધાર શ્રી શાંતિભાઈ અને શ્રી મહેન્દ્રભાઈનો જેમણે યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. રમણભાઈએ આપેલા વ્યાખ્યાનોની કેસેટો ઉપરાંત ઉપલબ્ધ અન્ય કેસેટો સમાવી લઈને ડૉ. રમણભાઈના વ્યાખ્યાનોની સી.ડી. તૈયાર કરી, “પ્રબુદ્ધ જીવનના નવેમ્બરના શ્રદ્ધાંજલિ અંક અને જાન્યુઆરીના સ્મરણાંજલિ અંકમાં સંદેશા મોકલનારા અને રમણભાઈને આદરાંજલિ આપતા લેખો માટે પૂ. સાધુસાધ્વી સમુદાય, સંતો, સ્વજનો, વડીલો, મિત્રો, વિદ્યાર્થી ભાઈ-બહેનોનો આભાર માનું એટલો ઓછો છે. તે સહુના અંતરસ્તલમાંથી પ્રેમના, પ્રશંસાના, ગુણાનુરાગના, કૃતજ્ઞતાના ભાવો કેવા છલકાય છે! વિશેષતઃ ડૉ. કુમારપાળ દેસાઈનો સહુ પ્રથમ રમણભાઈના જીવનની લંબાણથી વિગતો આપી ગુજરાત અને મુંબઈના વર્તાનપત્રોમાં શ્રદ્ધાંજલિ લેખ આપવા 17. Page #22 -------------------------------------------------------------------------- ________________ માટે. કૃતજ્ઞભાવે સહુનો આભાર. આભાર છ ગ્રંથોના વિદ્વાન સંપાદકો - પ્રા. શ્રી જશવંત શેખડીવાળા, ડૉ. પ્રવીણભાઈ દરજી, ડૉ. હસુભાઈ યાજ્ઞિક, ડૉ. જિતેન્દ્રભાઈ શાહ, ડૉ. પ્રસાદભાઈ બ્રહ્મભટ્ટ જેમણે ડૉ. રમણભાઈના વિશાળ સાહિત્યનો અભ્યાસ કરી પ્રેમથી પરિશ્રમ લઈ આ છ ગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું. આભાર ‘શ્રુતઉપાસક રમણભાઈ' ગ્રંથ માટે સહાય કરનાર ત્રણ સંપાદક બહેનો શ્રીમતી નિરુબહેન શાહ, શ્રીમતી પુષ્પાબેન પરીખ, શ્રીમતી ઉષાબહેન શાહનો. આભાર ‘શ્રુત ઉપાસક ૨મણભાઈ' ગ્રંથના મુખ્ય સંપાદક વિદ્વાન પ્રો. કાન્તિભાઈ પટેલનો. પુસ્તકને સુંદર અને ગૌરવપ્રદ બનાવવા જરૂરી બધી વિગતોનો વિચાર અને કાર્યવાહી કરવા માટે અને પ્રસ્તાવના લખવા માટે. આભાર સંઘની મુદ્રણ કમિટિનો-મુદ્રણ માટે જરૂરી તૈયારી માટે. આભાર શ્રી જવાહરભાઈ શુક્લનો, હવે જેઓ અમારામાંના એક છે-ભાવથી અને કાર્યથી. શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોના લેખોને એકત્ર ક૨ી ‘શ્રુતોપાસક ૨મણભાઈ' ગ્રંથ તૈયા૨ ક૨વા માટે. છેલ્લી ઘડીના ફેરફારો અને સૂચનોને ઉદારભાવે સહી, સ્વીકારી, શ્રમપૂર્વક સુંદર કામ કરી આપવા માટે. સ્નેહીશ્રી મોહનભાઈ દોડેચા જેમણે ગ્રંથોના સુંદર અને સુયોગ્ય મુખપૃષ્ઠ કરી આપ્યા અને છબીઓની ગોઠવણી માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું એ માટે એઓશ્રીનો અંત:કરણપૂર્વક આભાર માનું છું. આભાર મિ. સાંઈનાથ, અજિતા અને અન્ય કર્મચારી ગણનો (મેરેથોન ગ્રુપ) અથાગ મહેનત લઈ ફોટા અને ચિત્રો સ્કેન કરવા અને ચિત્રોની સુંદર ગોઠવણી કરી આપવા માટે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઑફિસ સ્ટાફને તો કેમ બૂલાય ? સહુનો હૃદયપૂર્વક આભાર. સંઘના મેનેજર શ્રી મથુરાદાસભાઈ ટાંક જેમણે પુસ્તકો અને પ્રસંગને સફળ બનાવવા માટે ખૂબ જહેમત લઈ, જરૂર પડ્યે મુસાફ૨ી પણ કરી અને ઉચિત કાર્યવાહી કરીને તનતોડ મહેનત કરી એ માટે એમનો હૃદયપૂર્વક આભાર. સંઘના કર્મચારીગણ શ્રી જયાબેન વીરા, શ્રી અશોક પલસમકર, હરીચરણ, મનસુખભાઈ વગેરેની નિષ્ઠાભરી મહેનત અને સહકાર માટે પણ આભાર. આભાર ડૉ. ગુલાબભાઈ દેઢિયાનો. જ્યારે પણ જરૂર પડે ત્યારે નિકટના સ્વજનભાવે યોગ્ય સૂચનો અને માર્ગદર્શન માટે. આભાર પુત્રી સૌ. શૈલજા અને જમાઈ શ્રી ચેતનભાઈનો. યોગ્ય સૂચનો, માર્ગદર્શન અને અથાક મહેનત માટે. પ્રસંગ અને પુસ્તક માટે જરૂરી સામગ્રી એકઠી કરવી, જરાપણ ઊણપ કે કચાશ ન રહે, દરેક 18 Page #23 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ યથાયોગ્ય અને સંપૂર્ણ રીતે સફળ બને તેની તકેદારી રાખવી વગેરે કાર્યો અત્યંત નિષ્ઠાપૂર્વક, પિતૃતર્પણની ઉમદા ભાવનાથી અને ભક્તિભાવથી કરવા માટે, આવા જ ભાવથી અમારા પુત્ર અમિતાભ અને પુત્રવધૂ સુરભિ અમેરિકાથી યોગ્ય સૂચનો મોકલતા રહ્યાં. તેમને કેમ ભૂલું ? આભાર, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરના પ્રણેતા પૂ. ડૉ. રાકેશભાઈનો અને તેમના વિડીયો ડિપાર્ટમેન્ટનો-વિશેષત: બહેન દર્શિતા કાપડિયા, ભક્તિ છેડા અને ચૈતાલી માલદેનો અને અન્ય સહાયકોનો. ડૉ. રમણભાઈ પ્રત્યે અવર્ણનીય આદર અને સન્માનની લાગણીથી પ્રેરાઈને ડૉ. રાકેશભાઈએ આનંદથી, ચીવટથી, સ્વયં રસ લઈ પોતાના આશ્રમ વાસીઓ પાસે ડૉ. રમણભાઈના જીવન અને લેખન આધારિત વિડિયોપ્રોજેકશન તૈયાર કરાવ્યાં. તેમનાં સૂઝ-સહકાર, સભાવ માટે જેટલો આભાર માનું તેટલો ઓછો. મૃતદેવતા એમના પર સદાય પ્રસન્ન રહે. નવેમ્બર ૨૦૦૫ અને જાન્યુઆરી ૨૦૦૧ના ડૉ. રમણભાઈ વિશેના પ્રબુદ્ધ જીવનના શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ અંકોની સામગ્રીથી અને એ અંકોમાં પ્રગટ થનાર સાત ગ્રંથોની જાહેરતથી પ્રભાવિત થઈ ડૉ. રમણભાઈના સ્નેહી સુશ્રાવક શ્રી સી. કે. મહેતા સાહેબે ગ્રંથના પ્રકાશન માટે ઉદારભાવે સંઘને માતબર રકમની આર્થિક સહાય કરી અમને નિશ્ચિત કરી દીધા. એમનો આભાર માનવા મારી પાસે શબ્દો નથી. આવા સુશ્રાવક પર જિન શાસનની કૃપા વરસો એવી શુભ ભાવના. - સૌથી પહેલો જેમનો આભાર માનવો જોઈએ તેમનો સૌથી છેલ્લો માનું છું તે અમારા યુવક સંઘના ઉત્સાહી મંત્રી અને અમારા બંન્નેના સ્વજનઅમારા નાનાભાઈ સમા ડૉ. ધનવંતભાઈ શાહનો. ડૉ. રમણભાઈના ૭પમાં વર્ષે પુસ્તકોના પ્રકાશનની યોજના સહુ પ્રથમ એમણે રજૂ કરી ત્રણ વર્ષો સુધી યાદ કરાવી રમણભાઈ પાસે તે આગ્રહપૂર્વક મંજૂર કરાવી. અવસર આવ્યે પોતાના અત્યંત વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી સુંદર અને સંપૂર્ણ રીતે કાર્ય સંપન્ન કર્યું. રમણભાઈ પ્રત્યેના આદર અને અહોભાવતી પ્રેરાઈને, આશ્ચર્યજનક વફાદારી સાથે, ઉત્સાહથી, ક્યાંય કચાશ ન રહે તે લક્ષમાં રાખીને કાર્ય કર્યું. તેમના વિના આ કાર્ય શક્ય જ નહોતું. નેહભાવે સાથસહકાર માટે તેમનાં પત્ની સ્મિતાબહેનનો પણ આભાર. " ભગવાન મહાવીરની કૃપા સહુ પર વરસી રહો. તા. ૧૫-૮-૨૦૦૬ - તારા રમણલાલ શાહ ૩૦૧, ત્રિદેવ નં. ૧, ભક્તિ માર્ગ, મુલુંડ (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૮૦ 19 Page #24 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય સાંપ્રત સમાજ-દર્શનના લેખો વિશે -- પ્રૉ. જશવંત શેખડીવાળા ડૉ. રમણલાલ ચી. શાહ બહુમુખી પ્રતિભા ધરાવતા લેખક છે. સન્નિષ્ઠ અધ્યાપક, સુપ્રતિષ્ઠ સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક ને જૂની ગુજરાતી, અપભ્રંશ, પ્રાકૃત, સંસ્કૃત ભાષા-સાહિત્યના ગંભીર અભ્યાસુ તરીકે તેઓ પ્રસિદ્ધ છે. જૈન-હિન્દુ-બૌદ્ધ ધર્મ-દર્શનના જ્ઞાતા છે. રસળતી પ્રવાસકથાઓના લેખક તરીકે પણ હવે તેઓ જાણીતા થયા છે. તેઓ સાંપ્રત સમાજના પણ સૂક્ષ્મ નિરીક્ષક અને વાસ્તવદર્શી નિરૂપક છે તે એક આશ્ચર્યજનક બિના છે. સમાજને સ્પર્શતી અને પીડતી ઘણી સમસ્યાઓ વિશે તેમણે, આરૂઢ સમાજશાસ્ત્રીની જેમ, ચિંતન મનન અને લેખન કર્યું છે. તેમનું આ લેખન ઇયત્તા, સત્ત્વ, વૈવિધ્યની દૃષ્ટિએ ઘણું સમૃદ્ધ છે. અભિચિંતના અને સાંપ્રત સહચિંતનના સોળ જેટલા ગ્રંથોમાં તે પ્રસર્યું છે. તે ઉપરાંત આવા બીજા ત્રણ-ચાર ગ્રંથો થાય તેટલા તેમના સમાજલક્ષી લેખો પ્રબુદ્ધ જીવન આદિ સામયિકોમાં વેરવિખેર રૂપમાં પડ્યા છે. તેમાં સાંપ્રત સમાજની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક, સાંસારિક, વિદ્યાકીય, રાજકીય, આર્થિક તમામ પ્રકારની સમસ્યાઓનું સમ્યક્ નિરૂપણ થયું છે. ચર્ચ સમસ્યાઓને સાંગોપાંગ સવિસ્તર, તલસ્પર્શી રૂપમાં આલેખવાનો તેમનો ઉપક્રમ છે. તેમાં વિવરણ, સમજૂતી, તુલના, પૃથક્કરણ, નિષ્કર્ષ, નિરાકરણનો સુયોગ સધાયો છે. સૂક્ષ્મ નિરીક્ષણ, બહુશ્રુતતા, સ્વાનુભવ, ચિંતન-મનનનો તેમાં સમુચિત વિનિયોગ થયો છે. સમસ્યાઓનું નિરૂપણ સમર્થક ઉદાહરણ, અવતરણ, તર્કબદ્ધ દલીલોથી 20 Page #25 -------------------------------------------------------------------------- ________________ યુક્ત છે. ઉદાહરણ-અવતરણ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ જૂની ગુજરાતીનાં લોકમાન્ય ધર્મગ્રંથો, સાહિત્યકૃતિઓ અને મનીષીઓનાં વચનો તેમજ પ્રચલિત કહેવતો, રૂઢિપ્રયોગો, સૂક્તિઓમાંથી ઉદ્ધત થયાં છે. જૈન-હિન્દુબૌદ્ધ ધર્મગ્રંથોનો આધાર તેમાં સવિશેષ લેવાયો છે; પરંતુ ક્યારેક ખ્રિસ્તી ધર્મગ્રંથો અને પાશ્ચાત્ય વિદ્વાનોના મંતવ્યો પણ રજૂ થયાં છે. લેખકની ઉદાર, નિષ્પક્ષ, સ્વચ્છ દૃષ્ટિ અને સમજ તેમાં સર્વત્ર દેખાય છે. સાંપ્રદાયિક સંકીર્ણતા, સંકુચિતતા, એકપક્ષિતાથી તે સર્વથા મુક્ત છે. નિરૂપિત સમસ્યાઓનું વૈવિધ્ય ધ્યાનપાત્ર છે. ગો ગાજે ને મરિસ્સમિ.., વો મવેરૂ ગોધ્યા રે...” આદિ લેખોમાં જીવન-મૃત્યુ વિષયક ચિંતન રજૂ થયું છે. જીવનની સાથે મૃત્યુ જોડાયેલું છે. એ ક્યારે આવશે તે કોઈ જાણતું નથી, “માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઇત્યાદિ કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઈએ... માણસે જાગૃતિપૂર્વક સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ.” (કો નાખે.) આયુષ્ય તો વીજળીના ઝબકારાની જેમ, પતંગના રંગની જેમ.. ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સંબંધો, સત્તા ઇત્યાદિ પણ અનિત્ય જ છે.” (વો મri...) આ પરમ સત્યનો ખયાલ પ્રાચીન ધર્મગ્રંથો, ભગવાન મહાવીરના વચનો, મહાભારત, વિષ્ણુપુરાણ, વૈરાગ્યશતક, શંકરાચાર્ય, લોકોક્તિઓ વગેરેમાંથી સમર્થક ઉદાહરણ-અવતરણ યોજી અપાયો છે. સમસ્યાના નિરૂપણને સચોટતા અર્પવાની સાથે તે લેખકની બહુશ્રુતતા પણ દર્શાવે છે. વિદ્યોપાસના વિદ્યાપોષણ, પંડિતોનું ગૃહજીવન જેવા લેખોમાં વિદ્યાજ્ઞાન-શિક્ષણનો મહિમા આલેખાયો છે. વિદ્યોપાસના માટે સમય, નિષ્ઠા, સાધના અતિ આવશ્યક ગણાય. તેને સહાયરૂપ બની રહે તેવું વાતાવરણ શાસકોએ અને શિક્ષણપ્રિય સંસ્થાઓ-વ્યક્તિઓએ સર્જવું જોઈએ. ચરણચલણનો મહિમા લેખમાં તન-મનની નીરોગિતા માટે ચાલવું જરૂરી છે તે સમર્થક દલીલ-દૃષ્ટાંત સાથે સમજાવાયું છે. ચાલવાથી આવશ્યક વ્યાયામ મળે અને મધુપ્રમેહ રક્તચાપ જેવા રોગોમાં રાહત થાય. સાધુ-સંતો-યાત્રિકો પ્રાચીનકાળથી માંડી આજ સુધી તેમનું પરિભ્રમણ ચાલતાં જ કરતા રહ્યા છે. સૈન્યમાં તો પાયદળ માટે ચાલવાનું - દોડવાનું અનિવાર્ય હોય છે. ચાલના પણ લલિત, કર્કશ, ગડબડિયા - એવા અનેક પ્રકાર છે ! સ્ત્રીપુરુષનાં પગનાં તળિયાંનું સામુદ્રિક શાસ્ત્રને આધારે થયેલ વર્ણન અને લક્ષણદર્શન નવીનતાયુક્ત, કુતૂહલપ્રદ અને જિજ્ઞાસાપ્રેરક છે. અત્રદાન 2] Page #26 -------------------------------------------------------------------------- ________________ નામક લેખમાં ખાવાની અનિવાર્યતાની સાથે ઉપવાસનો મહિમા વર્ણવાયો છે. ઉપવાસ દરમિયાન બચેલ અનાજનું દાન કરી પુણ્યાર્જન પણ થઈ શકે. ગાય-ભેંસનું દૂધ મનુષ્ય માટે અમૃત સમાન છે. કેટલાક લોકો અધૂરી સમજણથી તેને એક પ્રકારના લોહી-માંસમાં ખપાવે છે તે સાચું નથી. દૂધ અને તેની બનાવટો જગતભરમાં લોકો દ્વારા સ્વાથ્યપ્રદ ભોજન તરીકે સ્વીકારાયાં છે. તેની સર્વાગીણ મીમાંસા દુગ્ધામૃત નામના લેખમાં થઈ છે. અલબત્ત, પાણી વિના તો પ્રાણીમાત્રને ન ચાલે. “પાણી વિના કોઈ જીવી શકતું નથી. એટલે પાણી એ જ જીવન છે.” તેથી પાણીનો ઉપયોગ સંયમ અને વિવેકપૂર્વક થાય તે ઇષ્ટ છે. જૈન સાધુઓ, મહાત્મા ગાંધી જેવા મનીષીઓ પાણીનો ઉપયોગ બહુ કરકસરથી કરે છે. પરંતુ આજકાલ પાણી ઘણું વેડફાય છે. કારખાનાંનો પ્રવાહી ગંદો અને ઝેરી કચરો નદીઓતળાવોનું પાણી દૂષિત કરે છે તેનો ઉપાય થવો જોઈએ. જળનો મહિમા ધર્મગ્રંથોમાં પણ ગવાયો છે, જેના દ્યોતક ઘણા શ્લોક ઉપલબ્ધ છે. જળનું આવું મહત્ત્વ જલજીવન જગ માંહિ લેખમાં વિસ્તારપૂર્વક વર્ણવાયું છે. દુરારાધ્ય રેવા માતા નામના લેખમાં તેથી તો નર્મદા નદી પરના બંધની અને તે દ્વારા સર્જાનારા વિશાળ સરોવરની આવશ્યકતાની તેમ જ તેના વિરોધની અનિષ્ટતાની સાથોસાથ રેવામાતાની વિશેષતાઓનું દર્શન કરાવાયું છે. રામકથાની... વ્યાપકતા લેખમાં સમગ્ર એશિયા ખંડમાં વિવિધ રૂપમાં પ્રચલિત થયેલ રામાયણ પર પ્રકાશ ફેંકાયો છે. આ બધા લેખોમાં લેખકની બહુશ્રુતતા, લોકહિતલક્ષણિતા અને મનુષ્ય કલ્યાણ અંગેનાં ચિંતા અને ચિંતનની અંત:સ્રોતા સરવાણી સતત વહેતી રહી છે. સમાજ પર જેનો ઘણો પ્રભાવ છે તે સાધુસંસ્થાના આદર્શ સ્વરૂપનું અને તેના વિકૃત રૂપનું દર્શન કરવા વરે, ફુમત્ત... નિચ્ચે, માયન્ને.., તુવરું, ધાર્મિક સ્થળોનો., વગોવાતી સાધુસંસ્થા જેવા લેખોમાં કરાવાયું છે. તેમાં વંદનીય સાધુનાં લક્ષણો અને અવંદનીય અસાધુનાં અપલક્ષણો દર્શાવાયાં છે. ધર્મગ્રંથો અને ધર્મપુરુષોનાં વચનોનાં સમર્થક ઉદાહરણ-અવતરણ સાથે, વિચારણીય અને ગ્રાહ્ય બની રહે એ રીતે, તે આલેખાયાં છે. સાચા સાધુ સહનશીલ, કષ્ટ સહનાર, દીનતારહિત, આહાર-વિહારમાં સંયમી, પ્રસન્નમના, અધ્યયનશીલ, પરહિતપ્રવૃત્ત હોય છે; તેઓ વંદનીય છે; પરંતુ તેવા ગુણોથી રહિત અને અસંયમી શિથિલાચારી સાધુઓ અવંદનીય છે; સાધુસંસ્થાને તેઓ વગોવે છે, ઘરસંસારવિષયક સમસ્યાઓની ચર્ચા વિસ્તારપૂર્વક થઈ છે. લગ્નોત્સવ, લગ્નવિચ્છેદ- પુનર્લગ્ન, લગ્નસંસ્થાનું ભાવિ, વારસદારો, પુત્રભીતિ, 22 Page #27 -------------------------------------------------------------------------- ________________ બાળકો : ઉપેક્ષા. દુર્વ્યવહાર, બાલહત્યા, અપહરણ, બળાત્કાર જેવા અનેક લેખોમાં તે જોવા મળે છે. ચર્ચામાં વ્યાપકતા, સમગ્રદર્શિતા અને તલસ્પર્શિતા છે. લગ્નોત્સવમાં થતા બેહદ ખર્ચા, પ્રદર્શનપૂર્ણ ઝાકઝમાળ તમાશા, નાનીનાની બાબતોમાં પતિ-પત્ની વચ્ચે થતા મોટા ઝઘડા, વાતવાતમાં લેવાતા છૂટાછેડા અને થતાં પુનર્લગ્નો, સંતાનોની દુર્ગતિ, લગ્નસંસ્થાને બંધનરૂપ' ગણવાનું વલણ, લગ્નબાહ્ય “મુક્ત સહચાર', પિતાની મિલકત માટે તેને પુત્રો તરફથી અપાતો ત્રાસ, વારસા માટે ભાઈ-ભાઈ વચ્ચે થતો કલહ, વારસદારોની માતા-પિતાને લાગતી ભીતિ, સ્ત્રી- બાળકો-ધનિકોનાં વિવિધ કારણસર થતાં અપહરણ, સ્ત્રીઓ પરના બળાત્કાર, શિથિલ ન્યાયતંત્ર અને ભ્રષ્ટ પોલીસખાતાને લઈ વિકસેલી અપહરણ અને બળાત્કારની બદી, બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીની કરુણ સ્થિતિ વગેરેની તેમાં વિગતવાર, સર્વાગીણ, તટસ્થ, વિચારપ્રદ ચર્ચા-વિચારણા થઈ છે. ધર્મગ્રંથો અને સમાજહિતેચ્છુ વિચારકોનાં તદ્વિષયક સમર્થક મંતવ્યો, ઉદાહરણો, અવતરણો અને તર્કબદ્ધ દલીલો દ્વારા તે પુષ્ટ અને વિશ્વસનીય બની છે. માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સ્વનિરીક્ષણ અને ચિંતન-મનનનો તેમાં ઉચિત વિનિયોગ થયો છે. વ્યક્તિ અને સમાજનો હ્રાસ અને નાશ કરતાં કેફી દ્રવ્યોની ભયંકરતા પણ કેટલાક લેખોમાં - કેફી પદાર્થોનો વધતો પ્રચાર, લેડી નિકોટિન સાથે છૂટાછેડા આદિમાં - દર્શાવાઈ છે. ક્રિકેટની રમતનો અતિરેક અને રેડિયોટેલીવિઝન પરનાં તેનાં પ્રસારણ પણ, વ્યક્તિ-સમાજ-દેશને હાનિકર્તા હોવાથી, લેખકને કક્યાં છે. તેનાથી કેવું - કેટલું આર્થિક નુકસાન વ્યક્તિઓ અને દેશને થાય છે તે તેમણે ક્રિકેટનો અતિરેક નામના લેખમાં બતાવ્યું છે. પરંતુ તેના કરતાં અનેક ગણું વધુ નુકસાન હેરોઈન, કોકેન, મારીજુઆના, બ્રાઉનસુગર જેવાં કેફી દ્રવ્યોના સેવનથી થાય છે; વિદ્યાર્થીઓ અને યુવાનો તેથી બરબાદ થઈ રહ્યા છે; તે તરફ તેમણે ધ્યાન દોર્યું છે. કેફી દ્રવ્યોનો ગુપ્ત છતાં ઘણો વ્યવસ્થિત વ્યાપાર દેશવ્યાપી ઉપરાંત આંતરરાષ્ટ્રિય બન્યો છે. મોટી સંગઠિત, ધનિક, સત્તાધારી, સશસ્ત્ર ટોળકીઓ તેમાં સંડોવાઈ છે. શિથિલ – મંદગતિ ન્યાયતંત્ર, ભ્રષ્ટ પોલીસતંત્ર અને ઢીલાં શાસન તથા કાયદાને લઈ તેમની ગુનાઈત પ્રવૃત્તિ ફૂલીફાલી છે. આપણો યુવાન વર્ગ ખોટો આત્મવિશ્વાસ, ખરાબ મિત્રોની સોબત, કંઈક નવું કરવાની જિજ્ઞાસા, માનસિક તંગદિલીમાંથી છૂટવાની લાલસા, અજ્ઞાન, આપવડાઈ વગેરેને લઈ કેફી દ્રવ્યોની નશાખોરીમાં ડ્રવ્યો છે. શિક્ષણ, પ્રચાર, માનસશાસ્ત્રીય અને ઔષધીય ઉપચાર કેન્દ્રો તથા 23 Page #28 -------------------------------------------------------------------------- ________________ સલાહકેન્દ્રો, કડક કાયદા દ્વારા કેફી દ્રવ્યોના પ્રસારને રોકવો જોઈએ. તમાકુનો સાર્વત્રિક ઉપયોગ પણ તન-મનની બરબાદી કરનારો છે. બીડી, સિગરેટ, તપખીર એમ વિવિધ રૂપે તે સર્વવ્યાપી બની છે. તેનાથી કેવી હાનિ થાય છે તે લેડી નિકોટિન સાથે છૂટાછેડા નામક લેખમાં વર્ણવાયું છે. તમાકુનું મૂળ વતન, ત્યાંથી યુરોપ અને ભારતમાં તેને કોણ ક્યારે ક્યાં કારણસર લઈ આવ્યા, તેનો ફેલાવો કેમ થયો ? ભારતમાં તે શી રીતે જામી પડી ? તેના વિશે સંસ્કૃતમાં પણ કેવા શ્લોક રચાયા વગેરેનો વિગતવાર ઈતિહાસ તેમાં આલેખાયો છે. વિશ્વયુદ્ધ પછીના, નાની-મોટી લડાઈઓના, સાંપ્રત યુગમાં જીવલેણ વિસ્ફોટક સુરંગો (Land-mines)એ પણ ભયાનક સમસ્યા ખડી કરી છે. તેણે તમાકુ અને કેફી દ્રવ્યોએ કમોતે મારેલાં માનવીઓથી વધુ માનવીઓને કમોતે માર્યા છે અને તે કરતાં વધુ મનુષ્યોને આજીવન અપંગ કરી દીધાં છે. બહુ સુરંગા વસુંધરા નામના લેખમાં લેખકે તેની ભયાનકતાનો સુરેખ ચિતાર આપ્યો છે. સંરક્ષણ માટે, શત્રુદેશના આક્રમણને રોકવા, શત્રુ દેશને ડરાવવા, સ્થાપિત સત્તા સામે સંઘર્ષ કરવા - એમ જાતજાતનાં કારણસર ઘણા દેશો સીમા પર અને સંરક્ષણ કેન્દ્રોની આસપાસ સુરંગો બિછાવે છે. એ રીતે એશિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકાના સાઠેક દેશોમાં “એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે.” ભારત-પાકિસ્તાન સીમા પર શ્રીલંકા, ઇરાન, ઈરાક, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, જોર્ડન, ઈઝરાયેલ; ઇજિપ્ત, સુદાન, ઇથિયોપિયા, નમિબિયા સોમાલી લૅન્ડ, મેકિસકો, પેરુ, ઇકવેડોર, ગાઉટેમાલા, કોલંબિયા આદિ દેશોમાં લાખો સુરંગોનાં જાળાં પથરાયાં છે. આ સુરંગો સીમા પર, રસ્તા, પુલો, ચોગાનો, બજારોમાં ગુપ્ત રીતે છુપાવેલી હોવાથી, તેમનાથી અજાણ એવાં હજારો નિર્દોષ ખેડૂતો, શ્રમિકો, વટેમાર્ગુઓ, બાળકો, સ્ત્રીઓ તેમનો ભોગ બની કમોતે માર્યા ગયાં છે અને અસંખ્ય જનો અપંગ બન્યાં છે. અગાઉ જે સુરંગો ખડકોના પથ્થર તોડવા માટે, પહાડોમાં બગદાં બનાવવા માટે, રસ્તા સીધા બનાવવા માટે, કૂવા ખોદવા માટે વપરાતી હતી તે હવે માણસો મારવા માટે વપરાવા લાગી છે ! અલ્પખ્યાત એવી આ જગવ્યાપી ભયંકરતાને લેખકે આપણી સમક્ષ પ્રગટ કરી છે. મનુષ્યોની તંદુરસ્તી અને સુખાકારી માટે ડૉક્ટરો અને દવાઓ મોટાં મદદગાર; પરંતુ સાંપ્રત કાળમાં કેટલાંક ડૉક્ટર અને દવાઓ તેમનાં સંહારક બન્યાં છે ! લોકોના જાન અને ધન બેઉનાં તે ભક્ષક બન્યાં છે ! દાક્તર તમે સાજા થાવ, દવાઓમાં ગેરરીતિઓ, નવી દવાઓ નવી સમસ્યાઓ 24 Page #29 -------------------------------------------------------------------------- ________________ જેવા લેખોમાં આ દુ:ખદ હકીકતનું નિરૂપણ થયું છે. કુપાત્ર ડૉક્ટરો, બનાવટી હાનિકર દવાઓ બનાવતી અને વેચતી ફાર્મસીઓ, પૈસા લૂંટવાના તેમના અવનવા તરીકા, અમાનુષી કાર્યપ્રણાલી વિશે તેમાં ચર્ચા થઈ છે. કર્તવ્યય્યત ડોક્ટરો અને બનાવટી દવાઓ વેચનારાઓ માનવરક્ષક બનવાને બદલે કેવા માનવભક્ષક બન્યા છે તે તેમાં સ્પષ્ટ કહેવાયું છે. સેવાભાવી ઉમદા ડૉક્ટરો પ્રતિ તેમાં પ્રેમ અને આદરભાવ દર્શાવાયો છે, પરંતુ કેવળ ધનલોલુપ અમાનુષી ડૉક્ટરો પ્રતિ ફરિયાદ, રોષ અને ખેદ પ્રગટ થયાં છે. દેશમાં ગરીબી, બેકારી, નિરક્ષરતા વ્યાપક રૂપમાં પ્રવર્તે છે. તેણે બાળમજૂરો જેવી અનેક વિકટ અને દુ:ખદ સમસ્યાઓ સર્જી છે. લેખકે તેનાં કારણ, સ્વરૂપ, પ્રક્રિયા, પરિણામો વગેરેનું સમભાવયુક્ત વાસ્તવિક નિરૂપણ બાળમજૂરોની સમસ્યા, શેરીનાં સંતાનો, કચરો વીણનારા જેવા લેખોમાં કર્યું છે. આ સમસ્યા કેવી ગંભીર, શરમજનક અને દુ:ખદાયક છે તેનું તેમાં દિલદ્રાવક વર્ણન-વિવેચન થયું છે. લેખકનું સાંપ્રત રાજકારણ વિશેનું દર્શન-આકલન વિવેચન ખાસ ધ્યાનાર્હ છે. મુખ્યત: સાહિત્ય અને ધર્મ-દર્શનના ગંભીર લેખક સંકુલ રાજકારણનું આવું સવિસ્તર, તલસ્પર્શી, સર્વાગીણ, નિષ્પક્ષ, યથાર્થ આલેખન, પીઢ રાજકીય અભ્યાસુની જેમ, કરી શકે છે તે જોઈ આશ્ચર્ય થાય છે. રાજકારણ સાથે સંબધ્ધ પ્રત્યેક બાબતની તેમણે ચર્ચા કરી છે. વર્તમાનપત્રો અને સત્યનિષ્ઠા, અસત્યના પ્રયોગો, સન્માનપ્રતીકો, લોકમત, નેતાગીરી, રાજકારણમાં મહત્વાકાંક્ષા, રાજકારણમાં નિવૃત્તિ, વ્યક્તિ પક્ષ રાષ્ટ્ર અને વિશ્વ, પક્ષ વિપક્ષ લઘુમતી બહુમતી, જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ જેવા લેખોમાં તે જોવા મળે છે. રાજકીય ક્ષેત્રે પ્રવેશેલ કુપાત્ર નેતાઓ, સેવા નહિ પણ સત્તાનું લક્ષ્ય, સર્વોપરી સત્તા માટેની પ્રવૃત્તિ, ગંદા કાવાદાવા, અનર્ગળ કુપ્રચાર, ક્ષુદ્રજનોને મહાપુરુષો બનાવી દેવાના કારસા, લાગવગપક્ષપાતથી લાયકાતહીન વ્યક્તિઓને છાવરવાની તરકીબો, લઘુમતી - બહુમતીના બહાના નીચે પ્રજામાં ભાગલા પાડવાની પેરવી, વિરોધીઓને સિફતપૂર્વક અપાતો ત્રાસ અને કારાવાસ, અપાતો ભોગ, મનગઢંત કાલ્પનિક બાબતોને સત્ય ઘટનાઓ તરીકે રજૂ કરતા પ્રપંચ, પૈસા માટે શત્રુ દેશો માટે કરાતી દેશ વિરુદ્ધની જાસૂસી, સત્યને બદલે સનસનાટીમાં રસ લેતાં અખબારો, ફરેબી લોકમત અને ગાડરિયા-ચાલે ચાલતા લોકો, ભ્રષ્ટ વહીવટીતંત્ર, શિથિલ કાયદા અને નેતાઓ, લોકહિતલક્ષી શાસનને બદલે સ્વાર્થસિદ્ધિમાં રત રહેતા સર્વોચ્ચ નેતાઓ, આજીવન સત્તાસ્થાને ચીટકી 25 Page #30 -------------------------------------------------------------------------- ________________ રહેવાની નેતાઓની વૃત્તિ, ગરીબ દેશને માથે ચડી બેઠેલ અતિ વૈભવી રાજ્યતંત્ર - આ બધી બાબતોનું તેમાં દાખલા-દલીલો સાથે, વિસ્તારપૂર્વક, ઝીણવટભર્યું, વાસ્તવિક આલેખન સ્પષ્ટરૂપમાં, તટસ્થ ભાવે, નિર્ભીકતાપૂર્વક થયું છે. દેશના રાજકીય ક્ષેત્રનું સાચું બહુરંગી ચિત્ર તેમાં જોવા મળે છે. સાંપ્રત સમાજની આ બધી સમસ્યાઓનું નિરૂપણ કરતા લેખો, લેખકના અન્ય વિષયના લેખોની જેમ, અર્થ-ભાવથી સભર, તથ્ય-સત્યથી યુક્ત, યથાર્થદર્શી, જનહિતલક્ષી, વિચારપ્રેરક છે. તેમની રજૂઆત સીધી, સાદી, સરળ, પ્રાસાદિક શિષ્ટ ભાષા-શૈલીમાં થઈ છે. તત્સમ, તદ્દભવ, તળપદા સમુચિત શબ્દ, વિષય-સમર્થક કહેવતો રૂઢિપ્રયોગો લોકોકિતઓ, વૈવિધ્ય દાખવતા વાક્યપ્રયોગોથી યુક્ત નિરૂપણ આસ્વાદ્ય અને આકર્ષક બન્યું છે. તે તટસ્થ, નિષ્પક્ષ, વસ્તુલક્ષી છે. તે સહજ અને સ્વાભાવિક લાગે છે. તેમાં ક્યાંય આયાસ, કૃતકતા, કર્કશતા, કિલષ્ટતા કળાતી નથી. ટીકા-ટિપ્પણ પણ કઠોરતા અને કટુતા વિના, કોમળતા અને મધુરતાપૂર્વક, થયાં છે. લેખકીય નિરીક્ષણ, અનુભવ, શ્રવણ, વાચન, ચિંતન-મનનનો તેમાં ઉપકારક યોગ થયો છે. તમામ લેખોમાં નિરૂપિત વિષયની ચર્ચા સમર્થક દૃષ્ટાંત - અવતરણ - તર્કબદ્ધ દલીલયુક્ત હોવાથી તે સુગ્રાહ્ય બની રહે છે. દૃષ્ટાંત - અવતરણ લોકમાન્ય ધર્મગ્રંથો, મહાન ધર્મપુરુષો, વિદ્વાનો, સમાજસેવીઓ, પ્રચલિત લોકોક્તિઓમાંથી લેવાયાં-ટંકાયાં હોવાથી વિશ્વસનીય લાગે છે. લોકહિતલક્ષી થોડોક પ્રત્યક્ષ પણ ઘણો પરોક્ષ બોધ-ઉપદેશ તેમાં અપાયો છે, પરંતુ ભારેખમતા અને શુષ્કતાથી તે સર્વથા મુક્ત રહ્યો છે. કોઈ આત્મીય પ્રેમાળ મિત્રની અંતરંગ વાતો જેવી તેમાં હળવાશ અને હિતલક્ષિતા છે, અને તેથી તે સાંભળવો ગમે તેવો છે, કેમ કે આ બધા લેખો મનભર થવાની સાથે મનહર પણ બન્યા છે. મને તેથી તે વાંચવા ગમ્યા છે. આશા છે કે વાચકોને પણ આનંદ અને અવબોધ ઉભય યુગપદ આપતા આ લેખો વાંચવા જરૂર ગમશે. શેખડી તા. ૬-૪-૨૦૦૬ : રામનવમી : ગુરુવાર તા., પો. પેટલાદ-૩૮૮૪પ૦ ચૈત્ર સુદ-૯, વિ. સં. ૨૦૧૨ જિ. આણંદ (ગુજરાત) 26 Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સૌરભ ગ્રંથોની સર્જનયાત્રા સહુના રમણભાઈ સંપાદકીય जो जाणे न मरिस्सामि, सो हुं कंखे सुहेसिया वओ अच्चेइ जोव्वणं च વિદ્યોપાસના અને વિદ્યાપોષણ પંડિતોનું ગૃહજીવન ચરણ-ચલણનો મહિમા અનુક્રમ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા ૧૦. દુરારાધ્ય રેવામાતા ૧૧. અવી‚ મળસો ઘરે અન્નદાન દુગ્ધામૃત જલ જીવન જગમાંહિ ૧૨. નાક઼મત્ત વાળ મોયળ મોર્ફ સે નિમાં થે ૧૩. માયન્ને અસાસ १४. दुक्करं करेउं तारुण्ण समणत्तणं ૧૫. ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ ૧૬. વગોવાતી સાધુસંસ્થા ૧૭. લગ્નોત્સવ ૧૮. લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન ૧૯. લગ્નસંસ્થાનું ભાવિ ૨૦. વારસદારો 27 10 15 20 ૧ ૧૦ ૧૭ ૨૧ ૨૬ ૪૧ ૪૯ ૬૦ ૭૨ ८० ૮૪ 02 62 ૧૦૭ ૧૧૮ ૧૨૩ ૧૩૦ ૧૩૮ ૧૪૫ ૧૫૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧. પુત્રભીતિ ૨૨. બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર ૨૩. બાલહત્યા ૨૪. અપહરણ ૨૫. બળાત્કાર ૨૬. કેફી પદાર્થોનો વધતો પ્રચાર ૨૭. લેડી નિકોટિન સાથે છૂટાછેડા ૨૮. ક્રિકેટનો અતિરેક ૨૯. બહુસુરંગા વસુંધરા ૩૦. દાક્તર, તમે સાજા થાવ ! ૩૧. દવાઓમાં ગેરરીતિઓ ૩૨. નવી દવાઓ, નવી સમસ્યાઓ ૩૩. બાળમજૂરોની સમસ્યા ૩૪. શેરીનાં સંતાનો ૩૫. કચરો વીણનારા ૩૬. વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા ૩૭. અસત્યના પ્રયોગો ૩૮. સન્માન-પ્રતીકો ૩૯. લોકમત ૪૦. નેતાગીરી અને મોવડીમંડળ ૪૧. રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા ૪૨. રાજકારણમાં નિવૃત્તિ ૪૩. વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ ૪૪. પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી ૪૫. જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ 28 ૧૬૨ ૧૭૨ ૧૭૮ ૧૮૭ ૧૯૬૩ ૨૦૫ ૨૧૩ ૨૩૨ ૨૩૯ ૨૪૯ ૨૫૮ ૨૬૪ ૨૦૦ ૨૮૩ ૨૯૪ ૩૦૧ ૩૦૫ ૩૦૯ ૩૧૪ ૩૧૮ ૩૨૯ ૩૩૭ ૩૪૨ ૩૫૧ ૩૫૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ जो जाणे न भरिस्सामि, सो हु कंखे सुहेसिया । ભગવાન મહાવીર [જે જાણે કે ‘હું મરીશ નહિ' તે જ સુખશીલતા ઇચ્છી શકે] આ દુનિયામાં કોણ એવો છે કે જે એમ કહી શકે કે ‘હું ક્યારેય મરવાનો નથી ?' આપણી નજ૨ સમક્ષ કેટલીયે વાર એવી ઘટના બને છે કે માણસ જીવતો-જાગતો, હરતો-ફરતો, બોલતો-ચાલતો હોય અને મૃત્યુ પામતાં તત્ક્ષણ એનો દેહ નિશ્ચેટ બની જાય છે. પછી તે હાલીચાલી શકતો નથી, અરે એક આંગળી પણ તે ઊંચી કરી શકતો નથી. એના નિષ્પ્રાણ દેહને વધુ વખત રાખી શકાતો નથી. એની અંત્યેષ્ટિ ક્રિયા કરવી જ પડે છે. શબનો નિકાલ કર્યા વગર છૂટકો નથી. કાળચક્ર સતત ફરતું રહે છે અને યમરાજા પોતાની લીલા સર્વત્ર પ્રસરાવતા રહે છે. રોજ છાપામાં મરણનોંધ વાંચીએ છીએ. કોઈ ગ્રામનગર એવું નથી કે જે એમ કહે કે અમારે ત્યાં ક્યારેય કોઈ મર્યું નથી. કોઈક કુટુંબમાં પચાસ-સાઠ વર્ષ સુધી કોઈનું અવસાન ન થયું હોય એમ બને, પણ કોઈ ક્યારેય મૃત્યુ પામ્યું નથી એમ તો ન જ કહી શકે. એટલા માટે તો ભગવાન બુદ્ધે કિસા ગૌતમીને કહ્યું હતું કે, ‘જે કુટુંબમાં ક્યારેય કોઈ મૃત્યુ ન પામ્યું હોય એવા ઘરેથી રાઈના દાણા લઈ આવે તો એ વડે તારા મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરી આપું.' ભોળી કિસા ગૌતમી ઘેર ઘેર એ માટે ફરી હતી અને નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી ત્યારે ભગવાને સમજાવ્યું હતું કે, ‘મૃત્યુ તો દરેકનું આવે જ છે.' આ સંસારમાં કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જે જન્મ્યું તે जो जाणे न भरिस्सामि, सो हु कंखे सुहेसिया । * १ Page #34 -------------------------------------------------------------------------- ________________ જાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. જૈન ધર્મ પ્રમાણે સર્વોચ્ચ દેવગતિ સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને કોઈ વાતે દુ:ખ હોતું નથી, તો પણ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે. મોડો કે વહેલો, સર્વ સંસારી જીવોના આયુષ્યનો અંત આવે જ છે. આપણા પોતાના જ જીવનકાળ દરમિયાન કેટકેટલા પરિચિત જનોને વિદાય લેતા આપણે જોઈએ છીએ ! આપણે કેટલાયની સ્મશાનયાત્રામાં જઈ આવ્યા છીએ ! દુનિયામાં કોઈ ગ્રામ-નગર એવું નથી કે જ્યાં સ્મશાન-કબ્રસ્તાન ન હોય અને કોઈ સ્મશાન એવું નથી કે જે રજા ઉપર કે હડતાલ પર ઊતર્યું હોય. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઈષકારીય' નામના અધ્યયનમાં કહ્યું છે કે કોઈ એવું નથી કે જે એમ કહી શકે કે હું ક્યારેય મરીશ નહિ.' ઉત્તરાધ્યયન સૂત્રના આ “ઈષકારીય” નામના ચૌદમાં અધ્યયનમાં સંયમના પંથને વરેલા છ પુણ્યશાળી જીવોની કથાને વણી લેવામાં આવી પ્રાચીન કાળમાં ઇષકાર નામનો રાજા હતો. એના નામ પરથી એની નગરીનું નામ પડ્યું હતું ઇષકારનગર. છ જીવો દેવગતિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યગતિમાં અવતર્યા હતા. પૂર્વના ઋણાનુબંધ અનુસાર તેઓ છએ ઇષકારનગરમાં જન્મ્યા હતા. એમાંથી ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં રાજારાણી તરીકે જમ્યા હતા. બ્રાહ્મણકુળમાં જન્મેલા એક તે પુરોહિત હતા. બીજો જીવ તે એમની પત્ની યશા હતી. બીજા બે જીવો તે એમના બે દીકરાઓ હતા. મોટા થતાં આ બંને કુમારોને એક વખત એક યોગી મહાત્માનાં દર્શન થયાં. દર્શન થતાં જ બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વ ભવનું જ્ઞાન થતાં જ બંને કુમારોને જન્મ, જરા અને મૃત્યુવાળા સંસારથી વિરક્ત થઈને દીક્ષા લેવાના ભાવ થયા. એથી ઘરે આવીને તેઓએ પિતાજી આગળ પોતાની ઇચ્છા દર્શાવી. પિતા પુરોહિતે કહ્યું કે, “તમે બંને પહેલાં વેદાભ્યાસ કરો, બ્રાહ્મણોને જમાડો, ગૃહસ્થાશ્રમમાં દાખલ થાવ, ભોગ ભોગવો અને પછી દીક્ષા લેજો.” પરંતુ પિતાની આ વાત પુત્રોએ સ્વીકારી નહિ. પોતે શા માટે સ્વીકારતા નથી તે પણ સમજાવ્યું. પિતાએ વિવિધ દલીલો સાથે પુત્રોને દીક્ષા ન લેવા માટે કહ્યું, પરંતુ તે પ્રત્યેક વાતનો બરાબર પ્રત્યુત્તર વાળતા " હતા. ૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #35 -------------------------------------------------------------------------- ________________ પુત્રોએ કહ્યું છે : પિતાજી, આ લોક મૃત્યુથી પીડાઈ રહ્યો છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો છે તથા રાત્રિદિવસરૂપી ચક્ર આયુષ્યને ક્ષીણ કરી રહ્યું છે. વળી : जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ । अहम्मं कुणमाणस्स अफला जंति राइजो ।। [જે જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. જે માણસ અધર્મ કરે છે તેની રાત્રિઓ નિષ્ફળ થાય છે.] जा जा वच्चइ रयणी, ण सा पडिणियतइ ।। धम्मं च कुणमाणस्स सफला जंति राइओ ।। જેિ જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. પરંતુ જે માણસ ધર્મ કરે છે તેની રાત્રિઓ સફળ થાય છે.] પિતાએ પુત્રોને કહ્યું, ‘તમારી વાત સાચી છે, પરંતુ પહેલાં આપણે બધાં ગૃહસ્થાશ્રમનું પાલન કરી લઈએ, પછી વ્રતો અંગીકાર કરીશું અને પછી છેવટે દીક્ષા લઈ ભિક્ષાથી સંયમજીવનનો નિર્વાહ કરીશું.” ત્યારે પુત્રોએ પિતાને સમજાવ્યું કે મૃત્યુ ક્યારે આવવાનું છે તેની કોને ખબર છે ? પુત્રોએ કહ્યું : जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं । जो जाणे ण मरिस्सामि, सो हु कंखे सुहेसिया ।। અિર્થાત્ જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટીને ભાગી શકતો હોય, પલાયન થઈ શકતો હોય અને જે એમ જાણે કે પોતે ક્યારેય મરવાનો નથી તે ભલે સુખશીલતાની ઇચ્છા રાખે] પત્રોના સમજાવ્યાથી માતા-પિતાએ તેઓને દીક્ષા લેવા સંમતિ આપી. એટલું જ નહિ પુત્રોની પ્રેરણાથી તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા. આમ, કુટુંબના ચાર સભ્યોએ ગૃહત્યાગ કરી સંયમના માર્ગે વિચરણ કર્યું. પ્રાચીન કાળમાં એવી પ્રથા હતી કે જે ધનસંપત્તિનો કોઈ સીધો વારસદાર ન હોય તે ધનસંપત્તિ રાજ્યને મળે. પુરોહિતના સમગ્ર પરિવારે દીક્ષા લીધી એટલે એમની ધનસંપત્તિના કોઈ સીધા વારસદાર રહ્યા નહિ. ત્યારે રાજાની ઇચ્છા એ સંપત્તિ મેળવી લેવાની થઈ. તે સમયે રાણીએ એમને અટકાવ્યા અને સંસારની અસારતા સમજાવી. છેવટે રાજા અને રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા. આમ, પૂર્વ ભવના છએ જીવોએ એક બીજાને પ્રતિબોધ પમાડી, દીક્ષા લઈ સંયમમાર્ગનો સ્વીકાર કરી, ઉગ્ર તપશ્ચર્યા કરી, ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામ્યા એટલે કે મોક્ષગતિ પ્રાપ્ત કરી. નો ગાળે મરિઆમ, જો ટુ ધે સુદેસિયા | * ૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ આ અધ્યયનમાં મૃત્યુની અનિવાર્યતા સમજાવવામાં આવી છે. ગમે તેવો સમર્થ, લાગવગ કે પીઠબળવાળો બળવાન માણસ, મોટું સૈન્ય ધરાવનાર, અનેકને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર માણસ પણ પોતાના મૃત્યુ આગળ લાચાર થઈ જાય છે. એનું કશું જ ચાલતું નથી. એ એને અટકાવી કે પાછું ઠેલી શકતો નથી. બળવાન અને સમર્થ પીઠબળવાળા અભિમન્યુ માટે કહેવાયું છે : मातुलो यस्य गोविंदः पिता यस्य धनंजयः । अभिमन्यु रणे शेते, कालोऽयं दुरतिक्रमः ।। કૃષ્ણ જેના મામા હતા અને અર્જુન જેના પિતા હતા એવો અભિમન્યુ પણ રણભૂમિમાં સૂઈ ગયો (મૃત્યુ પામ્યો), કારણ કે કાળ દુરતિક્રમ છે. અર્થાત્ મૃત્યુ અનિવાર્ય છે. ચોત્રીસ અતિશય ધરાવનાર તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય એક ક્ષણ પણ લંબાવી શકતા નથી. તો પછી ઈન્દ્રો, ચક્રવતીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, ગણધરો, સમર્થ આચાર્યો, રાજાઓ, મંત્રીઓ વગેરેની તો વાત જ શી કરવી ? કહ્યું છે ; રાજા, રાણા, છત્રપતિ, હાથિયનકે અસવાર, સબકો જાના એક દિન, અપની અપની બાર. વૈરાગ્યશતકમાં કહ્યું છે : सर्वभक्षी कृतान्तोऽयं सत्यं लोके निगद्यते । रामदेवादयो धीराः सर्वे क्वाप्यन्यथा गताः ।। [ આ યમરાજા સર્વનું ભક્ષણ કરનારા છે એવું લોકોમાં જે કહેવાય છે તે સત્ય છે. જો એમ ન હોય તો રામદેવ (ભગવાન રામચંદ્ર) વગેરે બધા ધીરપુરુષો ક્યાં ગયા ? ] હિન્દુ ધર્મમાં કહ્યું છે કે કેવા કેવા પરમ પુરુષો પણ આ ધરતી પરથી ચાલ્યા ગયા છે ! मांधाता भरतः शीवो दशरथो लक्ष्मीधरो रावणः कर्णः कंसरिपुर्बलो भृगुपतिर्भीमः परेऽप्युन्नता: । मृत्यु जेतुमलं न यं नृपतयः कस्तं परो जेष्यते, भग्नौ यो न महातरुद्धिपवरैस्तं किं शशो भक्ष्यति ।। [ માંધાતા, ભરત, શિવ, દશરથ, લક્ષ્મીધર, રાવણ, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૃગુપતિ (પરશુરામ), ભીમ અને બીજા ઉત્તમ નૃપતિઓ મૃત્યુને ૪ ગક સાંપ્રત સમાજ-દર્શન Page #37 -------------------------------------------------------------------------- ________________ જીતી ન શક્યા, તેને બીજા કોણ જીતી શકશે ? જે મોટું વૃક્ષ શ્રેષ્ઠ હાથીઓથી ન ભાંગ્યું તેને સસલું શું ભાંગી શકશે ?]. મૃત્યુથી છટકવા માટે માણસ ગુફામાં કે ભોંયરામાં પેસી જાય, સમુદ્રને તળિયે બેસી જાય કે વિમાનમાં આકાશમાં ઊડી જાય, જાડામાં જાડું બખ્તર પહેરી લે તો પણ મૃત્યુ જીવને છટકવા દેતું નથી. મૃત્યુને કોઈ છેતરી શકતું નથી કે હાથતાળી દઈને ભાગી શકતું નથી. એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે એક શિલ્પી એટલો બધો હોશિયાર હતો કે ગમે તે વ્યક્તિની એવી આબેહૂબ શિલ્પાકૃતિ તૈયાર કરી શકતો કે જે જોઈને માણસ ભુલાવામાં પડી જાય કે આ સાચો અસલી માણસ છે કે નકલી છે. એક વખત એણે અરીસામાં પોતાનું મુખ જોઈને પોતાની જ મુખાકૃતિનું એવું સરસ શિલ્પ બનાવ્યું કે મળવા આવેલા ભ્રમમાં પડી ગયા. એથી શિલ્પીને તુક્કો સૂઝયો કે હવે તો હું યમરાજાને પણ છેતરી શકું.” એણે પોતાની દસ-બાર મુખાકૃતિઓ બનાવી અને ઘરમાં જુદી જુદી જગ્યાએ એવી રીતે ગોઠવી દીધી કે જેથી માત્ર મોટું જ દેખાય. પછી જ્યારે યમદેવતા આવ્યા ત્યારે પોતે પણ એક ટેબલની પાછળ માત્ર મોંઢું દેખાય એ રીતે ગોઠવાઈ ગયો. યમદેવતા વિચારમાં પડી ગયા કે આમાં સાચો શિલ્પી કોણ ? એકને બદલે બીજાને તો લઈ જઈ શકાય નહિ. છેવટે યમદેવતાએ યુક્તિ કરી. એમણે પહેલાં શિલ્પીના ભારોભાર વખાણ કરતા કહ્યું કે જિંદગીમાં આવું આબેહુબ ક્યારેય જોયું નથી. યમદેવતાના મુખે પ્રશંસા સાંભળી શિલ્પી મનમાં રાજી થયો. પોતાની કલા માટે, યમદેવતાને પણ પોતે છેતરી શકે છે એ માટે ગર્વ થયો. ત્યાં યમદેવતાએ કહ્યું, “શિલ્પીએ આટલી બધી સરસ કારીગરી કરી છે, પરંતુ માત્ર એક નાની ભૂલ રહી ગઈ છે.” એ સાંભળી શિલ્પીથી રહેવાયું નહિ. પોતાની કલામાં કોઈ ખામી કાઢી શકે ? તરત એ બોલ્યો, “કઈ ભૂલ છે ?” યમદેવતાએ કહ્યું, “બસ તું આ બોલ્યો એ જ તારી ભૂલ. તું પકડાઈ ગયો. તે આખી દુનિયાને છેતરી શકે, પરંતુ મને-યમદેવતાને છેતરી ન શકે. જગતના ઇતિહાસમાં આજ દિવસ સુધી એવી કોઈ ઘટના બની નથી અને બનશે પણ નહિ.” આમ યમરાજાના પંજામાંથી કોઈ છટકી શકતું નથી. કોઈના પ્રાણ જલ્દી ન નીકળતા હોય તો એમ લાગે અને લોકો બોલે પણ ખરા કે એ યમદેવતાને હંફાવે છે. પરંતુ વસ્તુત: યમદેવતા તેને હંફાવતા હોય છે. નો અસિમિ, જે ટુ મુસિયા ! ૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ જેમ અનિવાર્ય છે તેમ અનિશ્ચિત પણ છે. અકસ્માતોમાં મૃત્યુ થાય છે કે માણસ આત્મઘાત કરે છે તેમાં મૃત્યુ વહેલું આવેલું દેખાય છે એ તો સાચું, પરંતુ બધાંનું મૃત્યુ વયાનુસાર થાય છે એવું પણ નથી. કોઈ બાલ્યકાળમાં, કોઈક યૌવનમાં તો કોઈક વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. ‘વિષ્ણુપુરાણ’માં કહ્યું છે : जातमात्रश्च म्रियते बालभावेऽथ यौवने । मध्यमं वा वयः प्राप्य वार्धके वा ध्रुवा मृतिः ।। [ કોઈ જન્મ પામીને તરત મૃત્યુ પામે છે, કોઈ બાળપણમાં અને કોઈ યૌવનમાં મૃત્યુ પામે છે, કોઈ મધ્યમ વય પામીને અથવા કોઈ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. પરંતુ મૃત્યુ દરેકનું નિશ્ચિત છે. ] જીવની પોતાના દેહ સાથે એવી એકત્વબુદ્ધિ થઈ જાય છે અને એનો એવી રીતે જીવનવ્યવહાર ચાલે છે કે જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી. પરંતુ મૃત્યુ સામેથી દેખાય, પોતે હવે થોડા દિવસના જ મહેમાન છે એમ સ્પષ્ટ ભાસે ત્યારે ભલભલા માણસો ધ્રૂજી જાય છે. એટલે જ સાત પ્રકારના જે ભય બતાવવામાં આવ્યા છે તેમાં મોટામાં મોટો ભય મૃત્યુનો છે. કહ્યું છે : મરળસમં નત્સ્યિ મયં । એટલે જ મનુષ્યો, પશુપક્ષીઓ વગેરે બધા જ જીવો જીવ બચાવવા ભાગે છે. મૃત્યુ સુનિશ્ચિતપણે આવવાનું જ છે અને એક દિવસ પોતે આ દુનિયામાં નહિ હોય એમ જાણવા છતાં એકંદરે માણસને પોતાના મૃત્યુની વાત સતાવતી નથી. જાણે કે પોતાનું ક્યારેય મૃત્યુ થવાનું નથી એમ સમજીને તે પોતાનો બધો વ્યવહાર કરતો રહે છે. સામાન્ય માણસને જીવનના આરંભનાં વર્ષોમાં પોતાના મૃત્યુનો ડર બહુ રહેતો નથી. જિંદગી સુખચેનથી જીવવાનાં સ્વપ્નાં તે સેવે છે. માણસ અનેકને મરતા, યમાલયમાં દાખલ થતાં -નિત્યં યાન્તિ યમાયે - જુએ છે છતાં પોતાનો વારો આવવાનો નથી એમ વર્તે છે, એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે એમ ‘યક્ષપ્રશ્નોત્તર'માં બતાવ્યું છે. મૃત્યુ આવે ત્યારે એક ક્ષણ માત્રમાં પોતાનાં ઘરબાર, ચીજવસ્તુઓ, સંબંધીઓ, સ્વજનો બધાંની સાથે સંબંધ પૂરો થઈ જાય છે. જિંદગીભર સંઘરેલી, જીવની જેમ સાચવેલી પોતાની અત્યંત પ્રિય ચીજ વસ્તુઓ પોતાની રહેતી નથી. માણસે માલમિલકત, રિદ્ધિસિદ્ધિ, સગાંસંબંધીઓ, યશકીર્તિ, માનસન્માન, ૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #39 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિઓ ઈત્યાદિ સર્વ અહીં જ મૂકીને જવાનું છે. માણસ જન્મથી જ બધી વાતે અત્યંત સુખી હોય તો પણ બધું સુખ મૂકીને એણે ચાલી નીકળવું પડે છે. મૃત્યુ કોઈની પણ વાટ જોવામાં માનતું નથી. મૃત્યુ ગરીબ-તવંગર, નાના-મોટા, સુખદુઃખી એવો કોઈ ભેદ રાખતું નથી. મૃત્યુથી ભૌતિક સુખનો જ અંત આવે છે એવું નથી, દુ:ખો, કષ્ટો વગેરેનો પણ અંત આવે છે. ક્યારેક તો મૃત્યુ દુ:ખમાંથી છૂટકારારૂપ નીવડે છે. લોકો બોલે છે, “બિચારા છૂટ્યા, સારું થયું. બહુ રિબાતા હતા.” જીવને જો મૃત્યુનું સ્વરૂપ સમજાય તો કષ્ટ કે ઘોર દુ:ખોમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થતાં નથી, સમતા રહે છે અને પાપના ભારે અનુબંધો પડતા નથી. મૃત્યુના વિચારો થતાં સુખમાં પણ માણસ છકી જતો નથી. તે સમભાવ રાખે છે અને પોતાના પુણ્યોદયનો સાર્થક ઉપયોગ કરી લે છે. તેની સુખ પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. મૃત્યુને શાપરૂપ ગણવું કે આશીર્વાદરૂપ ? વ્યવહારદૃષ્ટિએ, સંસારપ્રિય જીવોને મૃત્યુ શાપરૂપ લાગે છે. નિશ્ચયદૃષ્ટિએ, તત્ત્વદૃષ્ટિ ધરાવનારા અધ્યાત્મસાધકોને મૃત્યુ આશીર્વાદરૂપ લાગે છે. મૃત્યુ બધાંનો અંત આણે છે, પરંતુ મૃત્યુનું પોતાનું મૃત્યુ ક્યારેય નથી. મૃત્યુ શાશ્વત છે, એટલું જ નહિ, જોવાની દૃષ્ટિ હોય તો મૃત્યુ મંગળકારી છે. મૃત્યુ છે તો અનેક જીવોની પારમાર્થિક દૃષ્ટિ ખૂલે છે. એટલે જ જ્ઞાની મહાત્માઓને મૃત્યુનો ડર હોતો નથી. ‘ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છે : न संतसंति मरणंते शीलवंता बहुस्सुया । [ શીલવંત અને બહુશ્રુત મહાત્માઓ મૃત્યુના સમયે ભયભીત થતા નથી.] મૃત્યુનું સ્વરૂપ સમજાતાં જીવનને એવી રીતે સુધારી લેવું જોઈએ કે જેથી મૃત્યુની પરંપરા આપણે માટે અલ્પકાળની બની જાય અને મોક્ષગતિનું શાશ્વત સુખ ઓછા ભાવોમાં પામી શકાય. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવા મૃત્યુને ઇચ્છે છે કે જે પછી બીજું મૃત્યુ હોતું નથી. મોક્ષ થતાં એમને માટે મૃત્યુનો પણ અંત આવી જાય છે. જો મૃત્યુ નિશ્ચિત જ છે અને મોડું વહેલું ગમે ત્યારે આવવાનું છે એટલું સમજાય તો માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઈત્યાદિ કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઈએ. કેટલાક લોકોની ટેવ જ એવી હોય છે ___ जो जाणे न भरिस्सामि, सो हु कंखे सुहेसिया । * ७ Page #40 -------------------------------------------------------------------------- ________________ કે, “પછીથી કરીશું, શી ઉતાવળ છે ?' - પરંતુ આવા લોકો જ ઊંઘતા ઝડપાઈ જાય છે. ‘ઉભટસાગર'માં કહેવાયું છે કે : करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया । मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् ।। [“ભવિષ્યમાં કરીશ, કરીશ, કરીશ' એવા વિચારમાં અને વિચારમાં “હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ” – એ વાત માણસ ભૂલી જાય છે. ]. અલ્પ વયમાં મૃત્યુ પામનારાઓ પણ પોતાના જીવનને સુધારી ગયા હોય, તે જ ભવે મોક્ષ પામ્યા હોય એવાં પ્રાચીન દૃષ્ટાન્નો પણ છે. એવું અકાળ મૃત્યુ ન હોય અને સામાન્ય સરેરાશ જીવન મળે તો પણ સમ્યગુદર્શનાદિ માટે તો પૂરતું છે એમાં સંશય નથી. એટલા માટે જ માણસે જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ . મહાભારતના “શાન્તિપર્વ'માં કહ્યું છે : श्वः कार्यमय कुर्वीत पूर्वाह्ने चापराहिनकम् । न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ।। [ આવતી કાલે કરવાનું કાર્ય આજે કરી લેવું જોઈએ અને બપોર પછી કરવા ધારેલું કાર્ય સવારના કરી લેવું જોઈએ, કારણ કે એનું (જીવનું) કાર્ય થયું છે કે નથી થયું એની પ્રતીક્ષા મૃત્યુ કરતું નથી. | મૃત્યુની વિચારણાએ માણસને નિરાશાવાદી ન બનાવી દેવો જોઈએ. પરંતુ કરવા જેવાં બધાં ઉત્તમ કાર્યો વેળાસર કરી લેવાની પ્રેરણારૂપ એ વિચારણા હોવી જોઈએ જેથી ગમે તે ક્ષણે મૃત્યુ આવે, પોતે તો તૈયાર જ છે એમ ઉલ્લાસપૂર્વક એને લાગવું જોઈએ. વાચક ઉમાસ્વાતિ મહારાજે એટલે જ કહ્યું છે : सग्चिततपोधनानां नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् ।। [ જેમણે તારૂપી ધન એકત્ર કર્યું છે, જેઓ નિરંતર વ્રત, નિયમ અને સંયમમાં ઓતપ્રોત હોય, જેઓની વૃત્તિ એટલે કે આજીવિકા નિરપરાધ એટલે કે નિર્દોષ હોય છે એવા મહાત્માઓનું મરણ ઉત્સવરૂપ છે એમ હું માનું છું. ] ૮ સાંપ્રત સમાજ-દર્શન Page #41 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં કહ્યું છે કે મૃત્યુ આપણી બાજુમાં આવીને કાયમનું બેઠેલું છે. એ તકની રાહ જોઈ રહ્યું છે. માટે સમયસર ધર્મસંચય કરી લેવો જોઈએ. નિત્યં સંનિહિતો મૃત્યુ, કર્તવ્યો ઘર્મસંવય: | સ્ટેશન આવતાં પહેલાં જેમ આપણે બેગબિસ્તરા સાથે તૈયાર રહીએ છીએ એવી રીતે મૃત્યરૂપી સ્ટેશન આવતાં પહેલાં આપણે સજ્જ રહેવું જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૫) sો ગાજે ન મરમિ , જો તુ ક્વે મુસિયા | - ૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ वओ अच्चेइ जोब्बणं च । - ભગવાન મહાવીર [ વય અને યૌવન ચાલ્યાં જાય છે ] ભગવાન મહાવીર સ્વામીનાં બોધવચનોમાંથી ઉપરના એક વચનનું સ્મરણ-ચિંતન કરીએ. આચારાંગ સૂત્રના “લોકવિજય’ નામના બીજા અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે : अप्पं च खलु आउयं इ इहमेगेसिं ।। માપવાdi....૨૩ ૩ઘેટુ ગોત્ર ૨ || એટલે કે કેટલાક માણસોનું આયુષ્ય અલ્પ હોય છે. તેની આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શેન્દ્રિયની શક્તિ ક્ષીણ થતી જાય છે. યૌવન ઘડીકમાં પૂરું થઈ જાય છે અને વૃદ્ધાવસ્થા આવતાં માણસ મૂઢ બની જાય છે. તે વૃદ્ધ માણસ હાસ્ય, ક્રીડા, વિનોદ કે વેશભૂષા-શણગારને લાયક નથી રહેતો. આયુષ્ય વીતી જાય છે. એમાં બાળપણ, યૌવન, વૃદ્ધાવસ્થા વગેરે બધું જ આવી જાય છે. તો પછી અહીં યૌવનનો જુદો ઉલ્લેખ કરવાની જરૂર શી ? વસ્તુત: યૌવનને માટે જ આ કહેવાનું જરૂરી છે, કારણ કે બાળપણમાં તો માણસ અજ્ઞાન અવસ્થામાં હોય છે. એને જીવનમરણનો ખાસ કંઈ વિચાર આવતો નથી. બાલક્રીડામાં બાળક રચ્યુંપચ્યું રહે છે. બીજી બાજુ વૃદ્ધાવસ્થામાં માણસને જીવન હવે પૂરું થવામાં છે એ વિચાર સતાવે છે. શરીર રોગોથી ઘેરાઈ જાય છે. આંયુષ્ય વીતી રહ્યું છે એ નજર ૧૦ x- સાંપ્રત સમાજ-દર્શન Page #43 -------------------------------------------------------------------------- ________________ સામે એને દેખાય છે. પરંતુ યૌવનમાં માણસ પાસે લાંબો ભવિષ્યકાળ હોય છે. એટલે મૃત્યુની ખબર અને સમજ હોવા છતાં, જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી એમ સમજીને જ તે બેપરવાઈથી વર્તે છે. એટલે જ આયુષ્યની ક્ષણભંગુરતા વિશે વિશેષ જાગૃત થવાનું હોય તો તે યૌવનમાં પ્રવેશેલાં સ્ત્રીપુરુષોએ જ છે. જેઓ યૌવનમાં સવેળા જાગી જાય છે અને આયુષ્યની ક્ષણભંગુરતાને સમજી - સ્વીકારી લે છે તેઓ શેષ આયુષ્યને સાર્થક કરી શકે છે. સંસાર પ્રતિક્ષણ બદલાયા કરે છે. જીવન અને મૃત્યુનું ચક્ર નિરંતર ઘૂમ્યા કરે છે. પૌલિક પદાર્થોમાં પણ સર્જન અને સંહારની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. જૂનાં મકાનો તૂટે છે, નવાં મકાનો બંધાય છે. જૂનાં વૃક્ષોનો નાશ થાય છે અને નવાં વૃક્ષો ઊગે છે. ચીજ વસ્તુઓ થોડા વખતમાં જરીપુરાણી, નાખી દેવા જેવી થાય છે. કાળનો પ્રભાવ ઘણો મોટો છે. માત્ર મનુષ્યસૃષ્ટિનો જ વિચાર કરીએ તો રાત્રે સૂઈને સવારે ઊઠીએ એટલી વાર તો આ પૃથ્વી પરથી લાખો માણસોએ વિદાય લઈ લીધી હોય છે અને લાખો નવાં બાળકો અવતર્યા હોય છે. એક કલાકની ૬૦ મિનિટ અથવા ૩૬૦ સેકન્ડ. બાર કલાકની ૪૩૨૦ સેકન્ડ અને ચોવીસ કલાકની ૮૯૪૦ સેકન્ડ. ચોવીસ કલાકમાં ઓછામાં ઓછા દસ લાખ માણસો મૃત્યુ પામતા હોય તો એક સેકન્ડમાં - આંખના એક પલકારા જેટલી વારમાં - તો આ પૃથ્વી પર ઓછામાં ઓછા સો માણસોએ પોતાનો દેહ છોડ્યો છે એમ સમજાશે. ક્યારેક દુર્ઘટના બને તો અચાનક અનેક માણસો મૃત્યુ પામે છે. કુદરતના કોપ આગળ કોઈનું ચાલતું નથી. ગુજરાતના ધરતીકંપમાં આપણો જોયું કે એક-દોઢ મિનિટમાં હજારો સાજાસમાં, હરતાફરતા માણસોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા. “ઘડીના (૨૪ મિનિટના) છઠ્ઠા ભાગમાં” જેવી કહેવતને પણ ખોટી પાડે એટલી ઓછી વારમાં ભયંકર દુર્ઘટના બની ગઈ. આવી ઘટના આપણી આંખ ખોલે છે. જીવન કેટલું બધું ક્ષણભંગુર છે તેની પ્રતીતિ કરાવે છે. મનુષ્યનું આયુષ્ય સો વર્ષનું ગણીને દસ દસ વર્ષના એના દસ વિભાગ કરવામાં આવે છે. ઠાણાંગ સૂત્રમાં એ દસે દસકાનાં સાર્થક નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે : (૧) બાલા, (૨) ક્રીડા, (૩) મંદા, (૪) બલા, (૫) પ્રજ્ઞા, (ક) હાયની, (૭) પ્રપંચા, (૮) પ્રચારા, (૯) મુમુખી અને (૧૦) શાયની. એક રાજસ્થાની લોકોકિત પ્રમાણે માણસના આ દસ દસકા કેવા હોય છે તે બતાવતાં કહેવાયું છે : તો મચે ગોળનું ૨ | * ૧૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ દસાં દાવડો, વીસાં બાવરો, તીસાં તીખો, ચાલીસાં ફીકો, પચ્ચાસાં પાકો, સાઠાં થાકો, સત્તર (૭૦) સડિયો, અસ્સી ગલિયો, નમ્બે નાગો, સોવાં ભાગો. દસ વર્ષ સુધીનો છોકરો દાવડો, ચાવડો, કાલુ બોલનારો, અક્કલ વગરનો ગણાય છે. વીસ વર્ષ થવા આવતાં, યુવાની પ્રવેશતાં તે બહાવરો બની જાય છે. એને કંઈ સૂઝ પડતી નથી. તીસની ઉંમરે શક્તિ ઉભરાતાં તીખા સ્વભાવવાળો, વાતવાતમાં ચીડાઈ જતો, રૂઆબ કરતો થઈ જાય છે : ચાલીસની ઉંમરે એના શરીરને થોડો ઘસારો શરૂ થઈ જાય છે. તે થોડો ફીકો લાગવા માંડે છે. પચાસની ઉંમરે સંસારના સારામાઠા અનુભવોથી ઘડાયેલો પાકો બની જાય છે. સાઠની ઉંમરે શક્તિઓ ક્ષીણ થવા લાગતાં, હવે ચડતું લોહી રહ્યું ન હોવાથી થાકવા લાગે છે. સિત્તેરે માણસના શરીરમાં રોગો ઘર ઘાલે છે અને શરીરનાં કોઈ કોઈ અંગ કે ચામડી સડવા લાગે છે. એંસીની ઉંમરે શરીર ગળવા લાગે છે, વજન ઘટવા લાગે છે. નેવુંની ઉંમરે શ૨ી૨ની સ્વસ્થતા જાય છે. વિસ્મૃતિ આવે છે. વસ્ત્રો વગેરેનું ભાન પણ ઓછું થાય છે અને લજ્જા પણ ઓછી થાય છે. સો વર્ષ થતાં માણસ હવે જીવન પૂરું કરી ભાગે છે. એક અપેક્ષાએ એમ કહેવાય છે કે જે સમયે જન્મ થયો તે સમયથી જ મૃત્યુની પ્રક્રિયા પણ ચાલુ થઈ જાય છે. ‘જે જાયું તે જાય' એ ન્યાયે લખાયેલી આવરદા પૂરી થવાની જ છે. ઉત્તરાધ્યયનના ૧૮મા અધ્યયનમાં કહ્યું છે કે, નીવિર્ય દેવ વં ૬, વિષ્ણુસંપાય પંચતં । અર્થાત્ જીવન અને રૂપ વીજળીના ચમકારા જેવું ચંચલ છે. એટલે જ્યાં સુધી શક્તિ છે, તરવરાટ અને તમન્ના છે ત્યાં સુધી ધર્મકાર્ય કરી લેવું જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : વિદ્યુત્ લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય એ તો જળના તરંગ, પુરંદરી ચાપ અનંગ રંગ, શું કહીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. આયુષ્ય તો વીજળીના ચમકારાની જેમ, પતંગના રંગની જેમ, મેઘધનુષ્યની જેમ, પવનના ઝપાટાની જેમ, અંજલિમાંના પાણીની જેમ, દરિયાનાં ભરતી-ઓટની જેમ, પાણીમાં પતાસાની જેમ ક્ષણિક છે, ક્ષણભંગુર છે. માત્ર દેહ જ નહિ, સંપત્તિ, સત્તા ઇત્યાદિ પણ અનિત્ય જ છે. આયુષ્ય પલપલ વીતી રહ્યું છે, પરંતુ એની વીતવાની પ્રક્રિયા એવી ૧૨ * સાંપ્રત સમાજ-દર્શન Page #45 -------------------------------------------------------------------------- ________________ મંદ છે કે સામાન્ય માણસને ભાગ્યે જ લાગે કે પોતાનું આયુષ્ય ઘસાઈ રહ્યું છે. જ્યારે વૃદ્ધાવસ્થામાં કે રોગ-માંદગીમાં છેલ્લા દિવસો ગણાતા હોય કે છેલ્લા શ્વાસ ઘૂંટાતા હોય ત્યારે આયુષ્ય પૂરું થઈ રહ્યું છે એવો સ્પષ્ટ અણસાર આવે છે. આનંદઘનજીએ પોતાના એક પદમાં ગાયું છે કે : અંજલિ જલ જયું આયુ ઘટત છે. હથેળીમાં પાણી લીધું હોય અને તે સાચવવાનો પ્રયત્ન કરીએ, બે આંગળીઓ વચ્ચેની જગ્યાને પણ બરાબર દબાવી રાખીએ તો પણ એમાંથી ધીરે ધીરે પાણી એવી રીતે સરકતું જાય છે કે તે નજરમાં પણ આવતું નથી. પરંતુ હથેળીમાં જ્યારે પાણી ખલાસ થઈ જાય છે ત્યારે ખબર પડે છે કે બધું પાણી ધીરે ધીરે ચાલી ગયું. સામાન્ય રીતે જન્મથી શરૂ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધી શરીર વૃદ્ધિ પામતું રહે છે, દેહકાન્તિ ઉજ્જવળ રહે છે, શરીરનું બળ વધતું રહે છે. પરંતુ ચાલીસ-પિસ્તાલીસની ઉમર પછી શરીરમાં રોગો ચાલુ થઈ જાય છે. પાચનશક્તિ મંદ પડવા લાગે છે. ઇન્દ્રિયોની શક્તિ ઘસાવા લાગે છે. તેજસ્વિતા ઓછી થવા લાગે છે. સફેદ વાળ ચાલુ થાય છે. આંખો ઝીણી થઈ ઊંડી ઊતરે છે. શરીરે કરચલીઓ પડવા લાગે છે. મોટું હવે ડાચું બની જાય છે. અવાજ કકર્શ થાય છે. દાંત પડવા લાગે છે. લાકડીનો ટેકો લેવો પડે છે. જ્યાં સુધી દેહ સુદઢ, સશક્ત હોય છે ત્યાં સુધી સ્વજનોને આપણે પ્રિય લાગીએ છીએ. જોવાની, સાંભળવાની શક્તિ ક્ષીણ થાય એટલે પોતાને તો કેટલીક વાતમાં કંટાળો આવે, પણ સ્વજનોને પણ આપણી સ્થિતિથી કંટાળો આવે. વૃદ્ધાવસ્થામાં ચિત્તની શક્તિ મંદ પડી જાય. વાત તરત સમજાય નહિ. બોલતાં વાર લાગે. યાદ રહે નહિ. આથી સ્વજનો, મિત્રો વગેરે સાથેના વ્યવહારમાંથી મીઠાશ ઓછી થતી જાય છે. એકની એક વાત વારંવાર કહેવા- પૂછવાથી સ્વજનો પણ ચિડાયા કરે છે. વૃદ્ધોના કામ માટે સ્વજનોને રોકાઈ રહેવું પડે, સમયનો ભોગ આપવો પડે ત્યારે આરંભમાં ભલે તેઓનું વર્તન સારું હોય, તો પણ ક્રમે ક્રમે સ્વજનો નારાજ થવા લાગે છે. ઓછું કામ કરે છે. વચ્ચે વચ્ચે બહાનું બતાવી છટકી જાય છે. એમાં પણ વૃદ્ધ માણસ જ્યારે પથારીવશ થઈ જાય છે, કફ નીકળે છે, ઝાડો પેશાબ અચાનક થઈ જાય છે ત્યારે તો સ્વજનો જ ઈચ્છે છે કે ડોસો કે ડોસી ઝટ જાય તો સારું. “ડોસો મરતો નથી અને માચી છોડતો વઝ કો ગોળ ૨ | - ૧૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ નથી.” જેવા તુચ્છકાર વાચક વેણ પુત્રવધૂઓ માંહોમાંહે ઉચ્ચારવા લાગે છે. વૃદ્ધાવસ્થામાં ભલભલા માણસો શરીરથી લાચાર બની જાય છે. “કાબે અર્જુન લૂંટિયો, વોહી ધનુષ્ય, વોહી બાણ” એમ એટલા માટે પણ કહેવાય છે. મોટા મોટા સરસેનાપતિઓ યુદ્ધમાં અપ્રતિમ તાકાતથી વિજય મેળવે છે, પણ વૃદ્ધાવસ્થામાં તેઓ લાચાર બની જાય છે. એવરેસ્ટનું શિખર સર કરનાર તેનસિંગને વૃદ્ધાવસ્થામાં જ્યારે હૃદયરોગની ગંભીર બીમારી થઈ હતી ત્યારે એક પગથિયું ચડવા માટે બે બાજુ બે જણનો ટેકો લેવો પડતો હતો. વૃદ્ધાવસ્થામાં સ્વજનો જ્યારે વિપરીત થઈ જાય છે ત્યારે ગ્લાનિ, નિર્વેદ, ચિંતા, તિરસ્કાર, ધિક્કાર વગેરેની લાગણી તેઓ પ્રત્યે જન્મે છે. ક્યારેક તો વૃદ્ધો પ્રગટ અથવા મનોમન શાપ પણ આપે છે. વૃદ્ધાવસ્થામાં માણસ જ્યારે પોતાના પૂર્વકાળને યાદ કરે છે અને તેમાં પણ યૌવનના દિવસોને તાજા કરે છે ત્યારે એને થાય છે કે “અહો ! કેટલી ઝડપથી મારા યૌવનના દિવસો વહી ગયા. યૌવન એ તો જાણે સપનાની જેમ ચાલ્યું ગયું. કેટકેટલી મનની મનમાં રહી ગઈ.” ગમે તેટલી વય થઈ હોય તો પણ જીવને તો એમ જ લાગે છે કે હજુ પોતાને ઘણાં વર્ષ જીવવાનું છે. માણસની આશાને કોઈ અંત નથી. શંકરાચાર્યે કહ્યું છે કે : अंगं गलितं पलितं मुण्डं दशनविहीणं जातं तुण्डं । वृद्धो याति गृहित्वा दण्डम् तदपि न मुञ्चति आशापिंडम् ।। [ અંગ ગળી ગયું છે, માથે વાળ ધોળા થઈ ગયા છે, મોટું દાંત વગરનું થઈ ગયું છે, વૃદ્ધ લાકડી લઈને ચાલે છે. તો પણ ભવિષ્યની આશાઓ-ઇચ્છાઓને છોડતો નથી. ] “વૈરાગ્યશતકમાં પણ કહ્યું છે કે : अज्जं कल्लं पर परारिं पुरिसा चिंतति अत्यसंपत्तिं । अंजलिगयं व तोयं गलतमाणं न पिच्छन्ति ।। [ પુરુષો અર્થની સંપ્રાપ્તિ માટે આજે નહિ તો કાલે અને કાલે નહિ તો પરમ દિવસે, એ રીતે થાક્યા વગર ચિંતવ્યા કરે છે. પરંતુ પોતાનું આયુષ્ય અંજલિ (ખોબા)માં રહેલા જળની જેમ નિરંતર ગળતું રહેતું હોવા છતાં તેને જોતો નથી. ] એટલા માટે, આવતી કાલનો ભરોસો નથી એમ સમજીને માણસે ૧૪ - સાંપ્રત સમાજ-દર્શન Page #47 -------------------------------------------------------------------------- ________________ પોતાના જીવનમાં વર્તમાનની ક્ષણનો ઉપયોગ કરી લેવો જોઈએ. પ્રત્યેક ક્ષણે આયુષ્ય ઘટતું જાય છે. ગયેલો સમય જિંદગીમાં પાછો આવતો નથી. માટે વર્તમાનને બગાડવો નહિ. ઐહિક કે ધાર્મિક દૃષ્ટિએ જીવનને સફળ બનાવી લેવું જોઈએ. જીવનનો અમૂલ્ય સમય વેડફી નાખનારને પાછલી જિંદગીમાં પરતાવાનો વારો આવે છે માટે પ્રત્યેક ક્ષણને વિશિષ્ટ ક્ષણ બનાવી દેવી જોઈએ. જે જીવનકાળ મળ્યો છે તેમાં વધઘટ થવાની નથી, પરંતુ તેને મૂલ્યવાન બનાવી શકાય છે. ભગવાને કહ્યું છે કે બાદ ડિy પંડિત એટલે આત્મજ્ઞાની માણસે પ્રત્યેક ક્ષણને જાણવી જોઈએ. કહ્યું છે : अनित्याणि शरीराणि विभवो नैव शाश्वतः । नित्य संनिहितो मृत्यु कर्तव्यो धर्मसंचयः ।। { શરીરી અનિત્ય છે, વૈભવો શાશ્વત નથી. મૃત્યુ હંમેશા પાસે આવીને બેઠું છે માટે ધર્મસંચય કરી લેવો જોઈએ. ]. દેહ જડ છે અને આત્મા ચેતન છે. જીવન એટલે જડ અને ચેતનનો સંયોગ. પરંતુ આ સંયોગ અનાદિ કાળથી એવો સતત ચાલતો આવ્યો છે કે જીવને દેહ એ જ આત્મા એવો સતત મિથ્યાભાસ રહ્યા કરે છે. અનાદિ કાળથી જીવ પુગલના સંયોગ વિના ક્યારેય રહ્યો નથી. પુદ્ગલ સાથેની દોસ્તી અત્યંત ગાઢ બની ગયેલી છે. એટલે જીવને દેહના પુદ્ગલ વિના પોતાનો ખયાલ આવતો નથી. હું તે આત્મા, આ દેહ મારો નથી, હું તો અજર, અમર ધ્રુવ એવો આત્મા છું' એવું રટણ કરનારાઓમાં પણ જ્યારે ગાઢ દેહાધ્યાસ જોઈએ છીએ ત્યારે આશ્ચર્ય થાય છે અને લાગે છે કે માત્ર બોલવાથી દેહાધ્યાસ છૂટતો નથી. એટલે જ ઉત્તરાધ્યયનના ‘કુમપત્રક' નામના દસમા અધ્યયનમાં ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને જે બોધ આપ્યો છે તેનું સ્મરણ જીવે વારંવાર કરવા જેવું છે. એમાં કહ્યું છે કે : दुमपत्तए पंडुयए जहा णिवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए ।। ( જેમ રાત્રિ અને દિવસનો કાળ વીતતાં ઝાડનાં પીળાં પડી ગયેલા પાંદડાં ખરી પડે છે તેવી રીતે મનુષ્યનું જીવન-આયુષ્ય પણ સમાપ્ત થઈ જાય છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ ! ] તો મદવે નો * ૧૫ Page #48 -------------------------------------------------------------------------- ________________ परिजूरइ ते सरीरयं, केसा पंडुरया हवंति ते । ते सव्वबले च हायइ, समयं गोयम मा पमायए ।। [ કે ગૌતમ, તારું શરીર નિર્બળ થતું જાય છે તથા તારા વાળ ધોળા થતા જાય છે. તારું સર્વ બળ હણાઈ રહ્યું છે. માટે હે ગૌતમ ! સમય માત્રનો પ્રમાદ કર નહિ ! ] ભગવાને પંચાચારના પાલનહાર ગુરુ ગૌતમસ્વામીને માટે જે કહ્યું તે આપણે માટે તો અવશ્ય હોય જ, પણ હૃદયસોંસ૨વું તે ઊતરવું જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૩) ૧૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩ વિધોપાસના અને વિધાપોષણ જૈન સાહિત્ય મહાસાગર જેટલું વિશાળ છે. એક માણસ પોતાની જિંદગીમાં એ તમામ સાહિત્યનું વાચન પૂરું ન કરી શકે. જૈન ગ્રંથ-ભંડારોમાં વીસ લાખથી વધુ હસ્તપ્રતોમાં અનેક કૃતિઓ સચવાયેલી પડી છે. એમાંથી આશરે માત્ર દસ-પંદર ટકા જેટલી કૃતિઓ અપ્રકાશિત છે, પરંતુ તેને લગતું કામ કરનારા અધિકારી વિદ્વાનો આપણે ત્યાં કેટલા ઓછા છે ! વળી એ પ્રકાશિત કરવા માટે બહુ નાણાં જોઈએ. જૈન સમાજ વિવિધ ક્ષેત્રોમાં નાણાં તો પુષ્કળ ખર્ચે છે. પરંતુ પ્રાચીન ગ્રંથોના પ્રકાશન માટે જે નાણાં ખર્ચવાં જોઈએ તેનું પ્રમાણ ઘણું ઓછું છે. વળી, પ્રકાશિત થયેલા ગ્રંથો વાંચનારાઓની સંખ્યા કેટલી ? એટલી ઓછી સંખ્યા માટે શું ગ્રંથો પ્રકાશિત કરવા યોગ્ય છે ? એવો પ્રશ્ન પણ કેટલાકને થશે. એકંદરે જૈન ગૃહસ્થ-સમાજમાં વિદ્યારુચિનું પ્રમાણ ઘણું ઓછું છે. મહદ્ અંશે જૈનો જુદા જુદા વ્યવસાયોમાં પડ્યા છે; ઘણું સારું કમાય છે; પરંતુ વિદ્યા કે તત્ત્વ પ્રત્યે અભિરુચિ બહુ ઓછાંને છે. પ્રશ્ન થશે કે એવી અભિરુચિની જરૂર શી ? એ વિના ન ચાલે ? ના, ન જ ચાલે, જો સમાજને વધુ તેજસ્વી બનાવવો હોય તો ! ખાવાપીવાનું તો પશુપક્ષીઓ પણ મેળવી લે છે. માત્ર મનુષ્ય પાસે જ ગહન તત્ત્વોને સમજવા કે પામવાની શક્તિ છે, જે માણસો વિદ્યા પ્રત્યે અભિરુચિ ધરાવે છે, ગહન તત્ત્વ-વિચારણામાં રસ લે છે તેઓ તેનું મૂલ્ય સમજે છે. ઘણાંને ન સમજાતા એકાદ શબ્દનો અર્થ પોતાને સમજાયાનો આનંદ પણ ઘણો મોટો હોય છે. તો પછી જેમાં તત્ત્વની મીમાંસા થઈ હોય એવી તત્ત્વજ્ઞાનીઓની વાણી સમજાયાનો આનંદ કેટલો બધો હોઈ શકે ! આનો વિદ્યોપાસના અને વિદ્યાપોષણ ૧૭ Page #50 -------------------------------------------------------------------------- ________________ તો જેને અનુભવ થયો હોય તે જ તેની પ્રતીતિપૂર્વક વાત કહી શકે. ભોજનના આનંદ કે યશના આનંદ કરતાં પણ જ્ઞાનનો આનંદ ઘણો ચઢિયાતો છે. સાહિત્યનાં વિભિન્ન સ્વરૂપોમાં કેટલાંક એવાં છે કે જેમાં સર્જકતાના આનંદ ઉપરાંત શક્તિ અનુસાર યશ પણ પ્રાપ્ત થાય છે. સરળ અને મનોરંજનાત્મક સાહિત્ય ઘણો પ્રચાર પામે છે, અને લેખકને પોતાના સમયમાં અસાધારણ પ્રસિદ્ધિ સાંપડે છે. એવા પ્રકારના સરળ સાહિત્યનું સર્જન કરનાર લેખકોની સંખ્યા પણ વધુ હોય છે. પરંતુ સમય જતાં બીજા નવા લેખકો ઉદયમાં આવતાં જૂના લેખકો ઝાંખા બનતા જઈ ભૂતકાળમાં વિલીન જાય છે. બીજી બાજુ સાહિત્યમાં કેટલાંક એવાં ક્ષેત્રો છે. જેમાં લખાયેલા ગ્રંથોનો વાચકવર્ગ ઘણો મર્યાદિત હોય છે. એવા લેખકને સમાજમાં ઝાઝી પ્રસિદ્ધિ સાંપડતી નથી. પરંતુ લેખકને પોતાને તો પોતાના લેખનકાર્યથી ઘણો આનંદ અને સંતોષ મળે છે. જે લેખકો પાસે સર્જનશક્તિ અને વિદ્વતા-ઉભય હોય છે, તેઓ પોતાની બંને પ્રકારની શક્તિનો સુભગ સમન્વય કરી એવી રચના કરે છે જે ચિરકાળ સુધી જીવંત રહે છે. માન-સન્માન મળે, યશ સાંપડે એ એકંદરે દરેક લેખકને ગમતી વાત છે. પરંતુ એ આનંદ કરતાં પણ પોતે કશું તાત્ત્વિક પામ્યાનો આનંદ છે તે ઘણો ચઢિયાતો છે. એનો સ્વાદ જેમણે ચાખ્યો છે, તેમને લોકપ્રસિદ્ધિની તમન્ના બહુ હોતી નથી. તે મળે યા ન મળે, લેખક તો પોતે નિજાનંદમાં મસ્ત હોય છે. આપણા આલંકારિકોએ સર્જક માટે પ્રતિભા અને અભ્યાસ ઉપર ઘણો ભાર મૂક્યો છે, પ્રતિભા પણ પૂર્વના સંસ્કાર કે પૂર્વજન્મના કર્મને અનુસરીને સાંપડે છે. જૈન માન્યતા અનુસાર જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ જેટલો મોટો તેટલી વધુ જ્ઞાનસિદ્ધિ. બીજી બાજુ યશનામકર્મનો ઉદય જેટલો મોટો તેટલી વધુ પ્રસિદ્ધિ અનાયાસ સાંપડે. કેટલાક વિદ્વાનોનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ મોટો હોય છે, પરંતુ તેમનું યશનામકર્મ એટલે ઉદયમાં હોતું નથી. એથી તેમની ખ્યાતિ, લોકોની દૃષ્ટિએ જેટલી થવી જોઈએ તેટલી થતી નથી. બીજી બાજુ કેટલાક લેખકોને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઓછો હોય છે, પરંતુ તેમનું યશનામકર્મ એટલું મોટું ઉદયમાં હોય છે કે ઓછી સિદ્ધિ છતાં તેમને ઘણી બધી પ્રસિદ્ધિ સાંપડે છે. કોઈક સભાગી લેખકોના જીવનમાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ અને ૧૮ જ સાંપ્રત સમાજ-દર્શન Page #51 -------------------------------------------------------------------------- ________________ યશનામકર્મનો ઉદય એ બંને એટલાં પ્રબળ હોય છે કે તેમની સાચી વિદ્વત્તાની કીર્તિ ચોમેર દૂર દૂર સુધી દીર્ઘ કાળને માટે પ્રસરી રહે છે. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી ઇત્યાદિ એ કોટિના મહાપુરુષો છે. પરંતુ એવું સદ્ભાગ્ય દરેકને ન સાંપડે. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને યશનામકર્મનો ઉદય એ બેમાંથી એક જ પસંદ કરવાનું હોય તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ પસંદ કરવા યોગ્ય ગણાય. એ વિનાનો યશનામકર્મનો ઉદય તો ક્યારેક સાથે મોહનીય કર્મને પણ ઘસડી લાવે અને લેખક ભ્રમણામાં અને મિથ્યાભિમાનમાં રાચે. સાહિત્યમાં અધ્યયન અને લેખન બંને જેને વરેલાં છે તેવા લેખકોને માટે પણ ક્યારેક દ્વિધાભરેલી પરિસ્થિતિ ઊભી થાય છે. કેટલાક લેખકોને અધ્યયનના ભોગે લેખકનું કાર્ય કરવું પડે છે, તો કેટલાકને અધ્યયન કરવા જતાં લેખનનો ભોગ આપવો પડે છે. લેખન અને અધ્યયન બંને સમાંતર ચાલ્યા કરતાં હોય અને એ બંનેને પરસ્પર લાભ થતો હોય એવું બહુ ઓછા લેખકોમાં જોવા મળે છે. કેટલાક લેખકો લેખનને નિમિત્તે જ અધ્યયન કરી શકતા નથી, કેમ કે સંકીર્ણ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી અધ્યયન કરવા ખાતર કરવું એ સરળ વાત નથી. લેખનનું નિમિત્ત હોય તો અધ્યયન સંગીન અને ચીવટવાળું બને છે. કેટલાક લેખકોને અધ્યયન કરતાં કરતાં સ્વતંત્ર મૌલિક વિચારો, પૃથક્કરણરૂપે કે તારતમ્યરૂપે, એટલા બધા ફૂટે છે કે તેઓ તે વિશે કશુંક લખ્યા વગર રહી શકતા નથી. અધ્યયનના પરિપાકરૂપે તેમની કલમપ્રસાદી આપણને સાંપડે છે. વિદ્યોપાસના ઘણો સમય માગી લે છે. લેખકના જીવન વ્યવહારમાં ઇતર પ્રલોભનો એટલાં બધાં હોય છે કે એક જ વિષયમાં સ્થિર થવાનું ક્યારેક કઠિન બને છે. કોઈ એક દિશામાં પ્રગતિ કરવી હોય તો માણસને બીજી કેટલીક બાબતોનો ભોગ આપ્યા વગર છૂટકો નથી. આસન બદ્ધ થયા વગર જ્ઞાનસંપાદનનું કાર્ય જલદી થતું નથી. પરંતુ સમયે સમયે નવી જાણકારી, નવી સમજ, નવી સૂઝ, નવી સંપદાની પ્રાપ્તિનો આનંદ એટલો બધો હોય છે કે એની આગળ ઇતર બાહ્ય પ્રવૃત્તિઓનો આનંદ તુચ્છ લાગવાનો સંભવ છે. વર્તમાન સમય એ આપણે માટે તીર્થકરોના વિરહનો સમય છે. તીર્થકરોના વિરહમાં મોક્ષમાર્ગ ઉપર સ્થિર રહેવાને માટે મુખ્ય આલંબન બે છે : જિનબિંબ અને જિનાગમ. જિનપ્રતિમા અને જિનમંદિરની પ્રવૃત્તિ વિદ્યોપાસના અને વિદ્યાપોષણ ૯ ૧૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ કુદરતી રીતે જ વધુ હોય છે. પરંતુ તેના પ્રમાણમાં શ્રુતભક્તિની પ્રવૃત્તિઓ જેટલી વધવી જોઈએ તેટલી વધી નથી. શ્રુતભક્તિ વધે, જ્ઞાનનું તેજ વધે, તો જ સમાજ વધુ તેજસ્વી બને; પરંતુ વર્તમાન સમયમાં વિદ્યોપાસનાને પોષક એવાં પરિબળો ઓછાં છે. ગૃહસ્થ વિદ્વાનો જો આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત હોય તો પોતાની વિદ્યાપ્રવૃત્તિને વધુ સઘન બનાવી શકે. કેટલીક સમર્થ વ્યક્તિઓએ કે સંસ્થાઓએ વિદ્વાનોને પોષવાની જવાબદારી ઉપાડી લેવલી જોઈએ. કેટલીક સરકારો જેમ સાહિત્યકારોને નિશ્ચિત લેખનકાર્યને માટે ફેલોશિપ આપવાની યોજના કરે છે તેવી ફેલોશિપની સ્થાપના નિશ્ચિત પ્રોજેક્ટને માટે જૈન સમાજે પણ કરવી જોઈએ. સારા વેતનવાળી આવી ફેલોશિપ ઉપરાંત એવી ‘વિદ્વદ્-વૃત્તિ’ની સ્થાપના પણ કરવી જોઈએ કે જેમાં લેખનકાર્યના કશા જ બંધન વિના, યથેચ્છ જ્ઞાનસંપાદનની પ્રવૃત્તિ માટે કેટલાક તેજસ્વી વિદ્વાનોની ગૌરવભરી આજીવિકાની જવાબદારી સમાજ પોતાના કર્તવ્ય તરીકે ઉપાડી લે. જે સમાજમાં તેજસ્વી વિદ્વાનોની સંખ્યા વધારે તે સમાજ વધુ તેજસ્વી બને છે. સમાજ દ્વારા વિવિધ રીતે શ્રુતમહિમા જો વધે અને વિદ્યાવ્યાસંગની અનેકવિધ પ્રવૃત્તિઓ જો પોષાય તો સમાજની જ્ઞાનદરિદ્રતા ઘટે અને સમાજ વધુ ઓજસવંતો બને. આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ પણ જ્ઞાનની દૃષ્ટિએ દરિદ્ર એવો સમાજ ખોખા જેવો પોલો રહેવાનો. પોતાનાં જ ભૌતિક ભોગવિલાસ ક્યારે એને ભરખી જશે તે કહી ન શકાય. ૨૦ * સાંપ્રત સમાજ-દર્શન (સાંપ્રત સહચિંતન-૧) Page #53 -------------------------------------------------------------------------- ________________ પંડિતોનું ગૃહજીવન શું પંડિતોનું ગૃહજીવન બીજાનાં કરતાં જુદું હોઈ શકે? જરૂર. આમ તો વ્યક્તિ-વ્યક્તિનું ગૃહજીવન નિરાળું હોઈ શકે, પરંતુ ડૉક્ટર, વકીલ, ઈજનેર, શિક્ષક, સૈનિક, બંબાવાળા, રેલવેમાં કે વિમાનમાં કે સ્ટીમરમાં કામ કરનારા માણસો, બહારગામ ફરતા સેલ્સમેન, કાયમ રાત પાળી કરતા મજૂરો વગેરેના વ્યવસાયનો પ્રભાવ જેમ એમના ગૃહજીવન ઉપર પડે છે તેમ પંડિતનો પ્રભાવ પણ એના કૌટુમ્બિક જીવન ઉપર અવશ્ય પડે જ છે. પોતાના વ્યવસાયને કારણે કેટલાક માણસોનું જીવન એકાંગીણ બની જતું હોય છે. એમનાં રસ અને રુચિનાં ક્ષેત્ર મર્યાદિત થઈ જાય છે. ઇતર વિષયોની એમની જાણકારી ઓછી હોય છે. પંડિતો જેમ જેમ પોતાના રસના વિષયના અધ્યયનમાં-અધ્યાપનમાં વિશેષ રચ્યાપચ્યા રહે છે તેમ તેમ વ્યવહારના કેટલાયે વિષયોમાં તેઓ અબુધ જેવા ગણાય છે. એક ઘરે એક મહેમાન જમનાર હતા એમને માટે શિખંડ બનાવ્યો. એમાં કેસર નાખવા માટે પંડિતને બજારમાંથી કેસર લઈ આવવા કહ્યું. થેલી લઈને પંડિતજી બજારમાં ગાંધીની દુકાને ગયા અને પૂછ્યું, “કેસર કેમ કિલો આપ્યું ?” પ્રશ્ન સાંભળીને જ ગાંધીને હસવું આવ્યું. મોટી ન્યાત જમાડનાર પણ કિલોનો ભાવ પૂછતા નથી. કેસર ગ્રામના ભાવે મળે છે અને તે પણ આટલું બધું મોંઘું એ પંડિતજીને જિંદગીમાં પહેલી વાર જાણવા મળ્યું. એક શબ્દના દસ જુદા જુદા અર્થ કરી બતાવનારને કેસરની ખરીદી વિશે પંડિતોનું ગૃહજીવન - ૨૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ કશી ખબર નહોતી. બીજા વ્યવસાયો કરતાં પંડિતોના જીવનમાં એકાંગીણપણું વધુ આવી જવાનો સંભવ છે. વેદાભ્યાસથી જડ બની ગયેલાં માણસોનો ઉલ્લેખ ઘણી વાર થાય છે. જેને શબ્દ અને સાહિત્યમાં રસ પડે છે એને પછી વ્યવહારની કેટકેટલી બાબતોમાં રસ પડતો નથી. કાવ્યાનંદ કે શાસ્ત્રાનંદ આગળ બીજા આનંદો તુચ્છ લાગે છે. એથી પંડિતોની ગૃહજીવનની બીજી કેટલીયે વ્યાવહારિક બાબતોની દક્ષતા ઘટી જાય છે. એનો પ્રભાવ એમના ગૃહજીવન ઉપર પડ્યા વગર રહેતો નથી. કેટલાક વ્યવસાયમાં આજીવિકા ઓછી હોય છે, પણ માનપાન વધારે હોય છે; કેટલાકમાં આજીવિકા વધુ હોય છે અને ઉપાધિ પણ ઘણી હોય છે; કેટલાકમાં અર્થપ્રાપ્તિ સવિશેષ હોય છે, પણ ફુરસદ બિલકુલ હોતી નથી; કેટલાકમાં કમાણી ધમધોકાર હોય છે અને સમયની નિરાંત પણ ઘણી હોય છે; કેટલાંકનો વ્યવસાય જોખમકારક હોય છે અને વીમા કંપનીઓ એનો વીમો ઉતારવા બહુ રાજી હોતી નથી. કેટલાક વ્યવસાય નિશ્ચિત સમયમર્યાદાના હોય છે અને કેટલાક અચાનક ઉજાગરા કરાવનારા હોય છે; કેટલાક વ્યવસાય ઘરમાં બેઠાં બેઠાં થઈ શકે છે અને કેટલાકમાં વારંવાર બહારગામ રહેવાને કારણે વરસમાં માંડ બે-ત્રણ મહિના જેટલો સમય કુટુંબનો આપી શકાય છે. કેટલાંકને પોતાની મરજી મુજબ વ્યવસાય પસંદ કરવાની કે બદલવાની તક મળે છે; કેટલાંકને જે મળ્યો તે વ્યવસાય જીવનભર સ્વીકારી લેવાની ફરજ પડે છે. કેટલાંકને વ્યવસાય વારસામાં મળે છે; કેટલાંક પોતાના સંતાનોને પોતાનો વ્યવસાય પસંદ કરવા દેતા નથી. પોતાની પસંદગીનો વ્યવસાય માણસને મળી રહે, એમાં એને પૂરો સંતોષ - Job Satisfaction - હોય અને એના વ્યવસાયથી કુટુંબના તમામ સભ્યો રાજીરાજી હોય એવું દરેકને સાંપડે નહિ. કમાણી, સમયનાં બંધનો, સત્તા અને સન્માન, જવાબદારી અને લાચારી, આરામ કે ઉપાધિ ઇત્યાદિની દૃષ્ટિએ વ્યવસાયોનું વિવિધ પ્રકારનું વર્ગીકરણ થઈ શકે. જે વિદ્વાન છે, પંડિત છે, બહુશ્રુત છે, જ્ઞાની છે અને જ્ઞાનદાનના વ્યવસાયમાં પડેલા છે એવા પંડિતો પાસેથી સમાજના અને કુટુંબના સભ્યો વિવિધ પ્રકારની - ક્યારેક તો પરસ્પર વિરુદ્ધ - અપેક્ષાઓ રાખે છે. આપણા દેશમાં જેઓ સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓનું અધ્યયન કરી. કાવ્યાલંકાર, વ્યાકરણન્યાય, ધર્મશાસ્ત્ર ઇત્યાદિનો અભ્યાસ કરી પંડિત કે ૨૨ - સાંપ્રત સમાજ-દર્શન Page #55 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રી બને છે તેઓને સન્માન વડું-ઓછું મળતું હશે, પણ કુટુંબના સભ્યોને ઠીક સંતોષ થાય એટલી આજીવિકા મળતી નથી. અલબત્ત એમાં કોઈક અપવાદ હોઈ શકે. સાદાઈથી જીવનારને વધુ કમાણીની જરૂર નથી એવો મત ખુદ કેટલાક પંડિતોનો પણ હોય છે. કેટલાક પંડિતો સ્વેચ્છાએ ઓછું મહેનતાણું લેતા હોય છે અને “જ્ઞાન અમારે વેચવું પડે છે એ અમારી લાચારી છે.' એવું પ્રામાણિકપણે માનતા હોય છે. બીજી બાજુ કેટલાક પંડિતોની ધનલાલસા પ્રગટપણે દેખાઈ આવતી હોય છે અને શ્રીમંત ગૃહસ્થો તરફ તેઓ ખુશામતભરી મીટ માંડ્યા કરતા હોય છે ત્યારે અફસોસ પણ થાય છે. પંડિતોનું જીવન એટલે જાહેર જીવન. શિષ્યો અને જિજ્ઞાસુઓ ઘરે અને બહાર એમનો પુષ્કળ સમય લઈ જાય. એથી પત્ની અને સંતાનોને કચવાટ રહ્યા કરે. પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ એવી ફરિયાદ પણ થાય. પંડિતોને પોતાને તો આવી મનગમતી પ્રવૃત્તિથી વિશેષ આનંદ થાય, પણ એ પ્રવૃત્તિની અનુમોદના બધાં કુટુંબોમાં ન જ થાય. જે પંડિતની પત્ની પણ પંડિત હોય એમનું ગૃહજીવન યાજ્ઞવક્ય કે મંડન મિશ્ર જેવું વધુ ઓજસ્વી બને છે, પરંતુ એવાં પતિ-પત્ની વચ્ચે સ્વભાવનું, જો સામ્ય ન હોય તો તેમનું જીવન વાદવિવાદભર્યું, વાયુદ્ધ સુધી પહોંચતું વિસંવાદી બનવાનો સંભવ રહે છે. કેટલાક પંડિતોને એટલા માટે નિરક્ષર પત્ની આશીર્વાદરૂપ નીવડે છે. સોક્રેટીસ, તુકારામ અને લિંકનને પત્નીનો ત્રાસ ઓછો ન હતો. લિંકન તો નોકર-નોકરાણીને પત્નીનો સ્વભાવ સાચવવા ખાનગીમાં પૈસા પણ આપતો. પત્નીના ઉશ્કેરાટ વખતે પણ કેટલાક પંડિતો પોતાના ચિત્તને અત્યંત સ્વસ્થ અને શાંત રાખે છે. બીજી બાજુ કેટલાક પંડિતોની પ્રગતિ પત્નીના વિચિત્ર સ્વભાવના કારણે જ થતી હોય છે. કર્કશા પત્ની સાથે જીભાજોડી કરવા કરતાં ડાહ્યા પંડિતો પોતાના ચિત્તને ગ્રંથવાચનમાં પરોવી દેતા હોય છે. એથી જ્ઞાનવૃદ્ધિ થાય છે અને ચિત્ત કલેશ-કંકાસમાંથી એટલો સમય બચી જાય છે. કર્કશા પત્નીનો પંડિતોનાં જીવનના વિકાસમાં ક્યારેક આવો આડકતરો ફાળો પણ છે. વૃદ્ધાવસ્થા આવતાં શરીર અને સ્વભાવમાં કેટલીક નબળાઈઓ પ્રગટ થવા લાગે છે. તેવે વખતે પણ પંડિતોનું ગૃહજીવન વિસંવાદી બનવાનો સંભવ રહે છે. પાંડિત્યના અતિરેકને કારણે અને કુટુંબના વિપરીત પ્રત્યાઘાતોને કારણે, ઘરમાં અને બહાર ઓછી કદર થવાને કારણે કોઈક પંડિતોનું ગૃહજીવન ૪ ૨૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ પંડિતો ઉત્તરાવસ્થામાં ગાંડા બની ગયાના દાખલા પણ નોંધાયા છે. જે પંડિતોનાં સંતાનો પણ પંડિત બને છે, તેમને બાણભટ્ટની જેમ વિશેષ આનંદ થાય છે. પરંતુ જે પંડિતોને મૂર્ખ સંતાન પ્રાપ્ત થાય છે, તેમના જીવનમાં, બંનેની વચ્ચે બુદ્ધિનું એટલું મોટું અંતર રહે છે કે ઘર્ષણ થયા વગર રહે નહીં. એવે પ્રસંગે પણ કેટલાક સાચા પંડિતો તો સંસારનું સ્વરૂપ વિચારી સમભાવથી સ્થિતપ્રજ્ઞ જેવું જીવન જીવે છે. માતા-પિતા, પત્ની, સંતાનો, ભાઈભાંડુઓ વગેરેના સમગ્ર સમુદાય સાથે સુસંવાદી અને ઉલ્લાસભર્યું ગૃહસ્થજીવન વિરલ ગણાય. વય, શિક્ષણ, રુચિ, પ્રકૃતિ અને ધ્યેયની અસમાનતાને કારણએ કુટુંબના સભ્યો વચ્ચે કેટલોક વિસંવાદ સહજ રીતે રહે છે. પરંતુ પરસ્પર જો સાચો પ્રેમભાવ હોય તો આ બધા ભેદ ગૌણ બની જાય છે. ગઈ પેઢીના કેટલાક સાક્ષરોનું દાંપત્યજીવન અભણ પત્નીના કારણે બહુ સુમેળવાળું નહોતું. જે માણસો વિદ્યાવ્યાસંગમાં વધુ સમય આપે છે તેવા પંડિતો પ્રત્યે સમાજને પૂજ્યભાવ થાય છે, પરંતુ એવા વ્યવસાયમાં અર્થોપાર્જનનું પ્રમાણ ઓછું હોવાને કારણે કુટુંબના સભ્યો, ખાસ કરીને પત્ની અને સંતાનોને એટલો પૂજ્યભાવ હોતો કે રહેતો નથી. વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ જ એવી છે કે માણસને જેમ જેમ તેમાં વધારે રસ પડતો જાય તેમ તેમ તેમાં તે વધુ ને વધુ સમય આપતો જાય. પરિણામે તેના સહવાસનો લાભ સમયની દૃષ્ટિએ કુટુંબના સભ્યોને જેટલો મળવો જોઈએ તેટલો મળતો નથી. કવિ ઉમાશંકર જોશીએ પ્રણયગીતો લખવામાં મગ્ન એવા એક કવિના મુખમાં ઉક્તિ મૂકી છે : કરજે સખી માફ એટલું, કદી ન બોલાવી લાડથી તને.' જેમ કવિના તેમ પંડિતોના જીવનમાં આમ બનવું સ્વાભાવિક છે. પત્નીના વાળ ધોળા થઈ જાય ત્યાં સુધી પોતાના ગ્રંથલેખનમાં રાતદિવસ નિમગ્ન રહેનાર પંડિતની કિંવદત્તી જાણીતી છે. ગ્રંથ એ પોતાની શોક્ય છે એવું કેટલીક પંડિત-પત્નીઓને લાગતું હોય છે, ખાસ કરીને વિદ્યાવ્યાસંગમાં જો એને પોતાને રસ ન હોય તો. સુદામાની પત્નીએ સુદામાને કહ્યું હતું : એ તો જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે. રુએ બાળક, લાવો અન્ન, લાગું પાયજી રે.” - પ્રેમાનંદ ૨૪ સાંપ્રત સમાજ-દર્શન Page #57 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ જીવનમાં કલેશકંકાસ ચાલુ થાય ત્યારે પંડિતો શું કરે ? સાસુ અને વહુ વચ્ચે, પત્ની અને સંતાન વચ્ચે, બે-ત્રણ સંતાનોમાં માંહોમાંહે પૈસા માટે, ઘર માટે, મોજશાંખ માટે, વધતું-ઓછું કામ કરવા માટે વિખવાદ થાય, ક્યારેક કોર્ટ સુધી વાત જાય, ત્યારે પંડિતો શું કરે ? જો એ પણ પક્ષાપક્ષી કરી વિખવાદમાં ઉમેરો કરે તો તેનું પાંડિત્ય માત્ર ગ્રંથોમાં જ રહ્યું છે એમ ન કહી શકાય ? પંડિતા સમશન: એમ કહેવાય છે. એવે પ્રસંગે પોતાના ચિત્તને ક્ષુબ્ધ ન થવા દે અને સમત્વ જાળવી રાખે તો તે પંડિત તરીકેની તેમની પાત્રતા દર્શાવે છે. એની સમદર્શિતાનો પ્રભાવ જેટલે અંશે કુટુંબના સભ્યોને શાંત કરવામાં પડે તેટલે અંશે તેનું પાંડિત્ય સફળ ગણાય. ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ જે શાંત, દાંત અને ક્ષાંત રહે તેનું પાંડિત્ય ઊંચી કોટિનું ગણાય. પરંતુ બધા પંડિતોમાં આવું હોતું નથી. કેટલાકની જ્ઞાનની આરાધના ઘણી ચઢિયાતી હોય છે, પરંતુ તેમની ઇતર સ્પૃહા, એષણા અને વાસના ઓછી હોતી નથી. ઇન્દ્રિયગ્રામ બળવાન હોય છે, જે ક્યારેક પંડિતને પણ પતિત કરે છે. વિશ્વામિત્ર જેવા ચલિત થાય તો સામાન્ય પંડિતોની વાત શી ? અલબત્ત જેમણે જ્ઞાન પચાવ્યું નથી હોતું એવા પંડિતોમાં પાંડિત્યનો અહંકાર અને વાસનાઓ ઉપરનો અસંયમ જોર કર્યા કરે છે. જૈન પરિભાષાની દૃષ્ટિએ એમનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સારો હોય છે, પરંતુ મોહનીય કર્મનો નહિ. પાંડિત્ય સાથે ચારિત્ર્ય બળે તો તેવું જીવન વિશેષ સૌરભવાળું બને છે, અને માત્ર કુટુંબના જ સભ્યો ઉપર નહિ, સમાજ ઉપર પણ તેનો પ્રભાવ ઘણો મોટો પડે છે. જ્ઞાનસ્થ તં વિરતિ: એમ કહેવાય છે. સાચું જ્ઞાન પંડિતના જીવનમાં અનાસક્તિમાં પરિણમવું જોઈએ. પ્રજ્ઞાની સાથે શીલનો સમન્વય થવો જોઈએ. ચારિત્ર્યભ્રષ્ટ જ્ઞાની કરતાં ચારિત્ર્યશીલ અલ્પજ્ઞાનીનું મૂલ્ય કોટુંબિક અને સામાજિક દૃષ્ટિએ વિશેષ હોય છે. તાત્ત્વિક દૃષ્ટિએ પણ ચારિત્ર્યશીલ વ્યક્તિની સુગતિ સ્વીકારાઈ છે. એમાં જ્ઞાનની સુવાસ ભળે તો એ વધુ ઉત્તમ લેખાય. (સાંપ્રત સહચિંતન-૩) પંડિતોનું ગૃહજીવન * ૨૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ ચરણ-ચલણનો મહિમા કેટલાય સમય પહેલાં અમે અમેરિકામાં હતાં ત્યારે ત્યાંના એક મિત્રને સાંજે જમ્યા પછી ખાટા ઓડકાર આવવા લાગ્યા અને છાતીમાં ગભરામણ થઈ. તરત તેઓ ડૉક્ટરને ત્યાં પહોંચ્યા. બધી તપાસ કરીને ડૉક્ટરે કહ્યું તમને કોઈ ગંભીર રોગ નથી. તમારે ચાલવાની જરૂર છે. દવાથી થોડી રાહત થશે, પણ રોજ ઓછામાં ઓછા બે માઈલ ચાલવાનું રાખશો તો બધી તકલીફ દૂર થઈ જશે. નહિ ચાલો તો ગંભીર માંદગી આવશે.' એ મિત્ર દિવસમાં બસો ડગલાં પણ ચાલતા નહોતા. ચાલવાનું ચાલુ કર્યા પછી એમની તકલીફ દૂર થઈ ગઈ. દુનિયાના સમૃદ્ધ દેશોમાં ઘણાખરા માણસો પાસે પોતાની માલિકીની મોટરકાર હોય છે. ઘરમાંથી જ સીધા ગેરેજમાં જવાય એવી વ્યવસ્થા હોય છે. ગાડીમાંથી ઊતરવું ન પડે એટલા માટે ડ્રાઈવ-ઇન બૅન્ક, પોસ્ટઑફિસ, દુકાનો, રેસ્ટોરાં હોય છે. મોટાં સ્ટેશનો, એરપૉર્ટ વગેરેમાં ચાલવું ન પડે તે માટે કન્વેયર બેલ્ટ કે ટ્રોલી કારની સગવડ હોય છે. ઝડપી આરામદાયક વાહનો અને જેટ વિમાનના પ્રચાર પછી દુનિયામાં માણસોનું પરિભ્રમણ ઘણું જ વધી ગયું છે, પણ ચાલવાનું ઘટી ગયું છે. ઓછું ચાલવાને કારણે માણસની માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક સમસ્યાઓ પણ વધી ગઈ છે. સમૃદ્ધ દેશો આ બાબતમાં હવે સભાન થઈ ગયા છે. ઘણા ડૉક્ટરો દર્દીને પ્રિસ્ક્રિપ્શનમાં ફક્ત એક જ દવા લખી આપે છે : WALK. વિદેશોમાં કેટલાયે ઠેકાણે એટલી બધી સગવડ હોય છે કે પગે ૨૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #59 -------------------------------------------------------------------------- ________________ ચાલવાની જરૂર નથી પડતી, પરંતુ એને લીધે જ્યારે શારીરિક તકલીફો ઊભી થાય છે ત્યારે ડૉક્ટર ચાલવાની સલાહ આપે છે. ત્યાં જીવન એટલું બધું વ્યસ્ત હોય છે અને ઋતુ, અંતર વગેરેને કારણે બહાર ચાલવા જવાની અનુકૂળતા નથી મળતી ત્યારે કેટલાય લોકો ઘરમાં ચાલવાનાં સાધનો વસાવી લે છે. વ્યાયામનાં એવાં સાધનો નીકળ્યાં છે કે માણસ એના ઉપર બે હાથ પકડી ઊભો રહે તો પગ નીચેથી સરકતા પટ્ટા ઉપર તેને પરાણે ચાલવું પડે. ઘાંચીનો બળદ પાંચ માઈલ ચાલે તો પણ ત્યાંનો ત્યાં જ હોય તેવી રીતે આવાં સાધનો ઉપર ચાલવાની કસરત કરનાર વ્યક્તિ પાંચ માઈલ ચાલે છતાં ત્યાંની ત્યાં જ હોય. સમૃદ્ધ દેશોમાં જરૂરિયાત અનુસાર નવા નવા ઉપાયો વિચારાય છે અને તે મુજબ નવાં નવાં સાધનો નીકળતાં રહે છે. જેમ ચાલવા માટેનાં સાધનો છે તેમ પગથિયાં ચઢવાનાં સાધનો પણ નીકળ્યાં છે. ઘરમાં ઊભો ઊભો માણસ દસ-પંદર માળ જેટલાં પગથિયાં ચઢી જાય છે અને છતાં ત્યાંનો ત્યાં જ ઊભો હોય છે. મોટા મોટા હાઈવે થતાં દૂર દૂરનાં નાનાં નાનાં ગામડાં વિખૂટાં પડી ગયાં હતાં. હવે પગે ચાલનારાનાં મંડળો હાઈવે છોડી ગામડાને રસ્તે (Crosscountry) ચાલે છે અને એવાં ગામડાંઓમાં રાત્રિમુકામ માટે Walkers Inn થવા લાગી છે. પગે ચાલનારાઓ માટે જુદા જુદા નકશા અને માહિતીપત્રકો છપાવા લાગ્યાં છે. વિદેશોમાં ચાલવાની બાબતમાં હવે દિવસે દિવસે વધુ સભાનતા આવતી જાય છે. મોટી મોટી કંપનીઓનાં સ્ટાફના માણસો માટે “Walkers Club'ની સ્થાપના થવા લાગી છે. રિસેસના વખતમાં કલબના સભ્યો નાના નાના જૂથમાં પાર્કિંગ એરિયામાં પાંચ, પંદર રાઉન્ડ મારી આવે છે. પોતાની ગાડી ઑફિસની નજીકમાં પાર્ક કરવાની મનોવૃત્તિ બદલાતી જાય છે અને શક્ય તેટલે દૂર પાર્ક કરાય છે કે જેથી એટલું વધુ ચાલવાની તક મળે. નવા જગતની નવી સમસ્યાઓના નિરાકરણ માટે જીવનના ઉપક્રમમાં કેવાં કેવાં પરિવર્તનોની આવશ્યકતા ઊભી થાય છે તે આના ઉપરથી જોઈ શકાય છે. યુગે યુગે નવાં નવાં વાહનોની શોધ થવાને લીધે મનુષ્યનું જીવન વધારે સગવડભર્યું બનતું જાય છે. માણસની રહેણી-કરણીમાં પણ તે પ્રમાણે પરિવર્તન આવતું જાય છે. કેટલાંક પાશ્ચાત્ય દેશોમાં પોતાની અંગત માલિકીની મોટરકાર હોવી એ હવે મોજશોખની બાબત નહિ પણ જરૂરિયાત બની ગઈ છે. વધુ કામો કરવાં હોય અને પોતાની સગવડ ચરણ-ચલણનો મહિમા ૯ ૨૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ અનુસાર સમય સાચવવો હોય તો પોતાનું અંગત વાહન હોવું જરૂરી છે. માણસ ઘરેથી નીકળે અને ઑફિસે જાય અને સાંજે ઘરે પાછો આવે ત્યાં સુધી એના પગને રસ્તાનો સ્પર્શ થતો નથી. Door to Door Service આવાં સાધનોને લીધે મળતી હોવાથી કેટલાય સમૃદ્ધ દેશોમાં અનેક લોકોને રસ્તા પર ચાલવાની તક ઘણી જ ઓછી મળે છે. પરંતુ એને લીધે જ થોડાં વર્ષોમાં માણસને જાત જાતની શારીરિક વ્યાધિઓ ચાલુ થાય છે. શિયાળામાં બરફ પડતો હોય, ઠંડો પવન સુસવાટા કરતો ફૂંકાતો હોય તેવે વખતે આવી મોટરકાર આશીર્વાદરૂપ નીવડે છે. પરંતુ, વાહનની પરાધીનતા ધીમે ધીમે માણસના ચિત્તમાં એટલું ઘર કરી જાય છે કે સારી અનુકૂળ ઋતુમાં પણ એકાદ-બે ફર્લાગ જેટલું પણ માણસને ચાલવાનું મન થતું નથી. ભારતનાં કેટલાંયે નાનાં ગામડાંઓમાં ગામની બહાર શૌચક્રિયા કરવા માટે પુરુષો હાથમાં લોટો કે ડબલું લઈ ચાલતા જવાને બદલે સાઈકલ કે મોટરસાઈકલ ઉપર જતા થઈ ગયા છે. એમ કહેવાય છે કે મનુષ્યનાં શરીરમાં કુલ કેટલાં હાડકાં છે તેના ચોથા ભાગનાં હાડકાં તો ફક્ત બે પગની અંદર આવેલાં છે. એટલે કુદરતે જ ચરણને કેટલું મહત્ત્વ આપ્યું છે તે શરીરની રચના ઉપરથી જોઈ શકાય છે. હૃદયથી સૌથી દૂર આવેલું શરીરનું અંગ તે ચરણ છે. લોહીનું પરિભ્રમણ બરાબર ન હોય તો ચરણ ચાડી ખાય છે. શિયાળામાં પગે ઠંડી વધારે લાગે છે. ચરણનું ઉષ્ણતામાન અને સંવેદનશીલતા હૃદય બરાબર જાળવી શકે એ સારા આરોગ્યની નિશાની છે. મૃત્યુ પામતા માણસના શરીરમાં સૌથી પહેલી અસર ચરણને થાય છે. માટે જ ચરણને ચાલતા રાખવાનો, ઉષ્ણ ચરણચલણનો મહિમા છે. જેના પગનાં તળિયાં ઠંડાં તેનું મગજ ગરમ અને જેના પગનાં તળિયાં ગરમ તેનું મગજ ઠંડું રહે છે એવી લોકમાન્યતા છે. મસ્તકમાં ચડી ગયેલી ગરમી ઉતારવા માટે પગનાં તળિયામાં ઘી કે દિવેલ ઘસવાનો મહિમા છે. જીવશાસ્ત્રીઓ બતાવે છે કે બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યની વિશિષ્ટતા એ છે કે તે બે પગે ટટ્ટાર ઊભો રહીને સીધો ચાલી શકે છે. પ્રાણીઓ ઘણું ખરું ચોપગાં હોય છે. મનુષ્યને આગળના બે પગને બદલે બે હાથ મળ્યા છે, જેનો તે વિવિધ રીતે ઉપયોગ કરી શકે છે. બે પગ ઉપર આખા વજનદાર શરીરને સ્થિર રાખવું એ જેવી તેવી વાત નથી. આપણે માણસને ઊભો રહેલો દિવસરાત જોઈએ છીએ, એટલે એ બાબત આપણને સ્વાભાવિક અને સહજ લાગે છે, પરંતુ જરા સૂક્ષ્મ રીતે વિચાર કરીએ ૨૮ ૯ સાંપ્રત સમાજ-દર્શન Page #61 -------------------------------------------------------------------------- ________________ તો એ વાત જરૂ૨ નવાઈ ઉપજાવે એવી છે. ઇતર જીવસૃષ્ટિની દૃષ્ટિએ વિચારીએ તો આ જેવું તેવું આશ્ચર્ય નથી. મનુષ્યની શક્તિનો, એના જ્ઞાનતંતુઓનો એમાં વિકાસક્રમ રહેલો છે. કેટલાંક ચોપગાં પ્રાણી જન્મતાંની સાથે ચારેપગે ચાલવા માંડે છે, કૂદાકૂદ કરવા માંડે છે, પરંતુ માનવશિશુ જન્મતાંની સાથે બે પગે ઊભું રહી શકતું નથી. બાળક જન્મે છે, ત્યાર પછી કેટલાક સમય સુધી તે, માત્ર ચતું સૂઈ રહે છે; પછી પડખું ફરે છે; પછી ઊંધું પડે છે, પછી જ્યારે બેસતાં શીખે છે ત્યારે એની કરોડરજ્જુ અને એના જ્ઞાનતંતુઓ કંઈક વધુ શક્તિવાળાં બને છે, ત્યાર પછી બાળક સ્થિર ઊભા રહેતાં શીખે છે અને એકાદ વર્ષનું થવા આવે ત્યાર પછી ડગલાં માંડીને ચાલતાં શીખે છે, ત્યારે એને જાણે કશુંક સિદ્ધ કર્યાનો આનંદ થાય છે. એની કરોડરજ્જનો અને એના જ્ઞાનતંતુઓનો આ રીતે વિકાસ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં માણસના જ્ઞાનતંતુઓ નબળા પડે છે. ચાલવાની, ઊભા રહેવાની, બેસવાની તાકાત ક્રમે ક્રમે ઘટી જાય છે. કેટલાક અતિશય વૃદ્ધ માણસો જીવનનાં અંતિમ વર્ષો સૂતાં સૂતાં પસાર કરે છે. આમ ચરણને ચલાવવામાં જ્ઞાનતંતુઓની શક્તિ મનુષ્યજીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ મનુષ્યના શરીરનાં બધાં અંગો એકસરખાં મહત્ત્વનાં અને યોગ્ય સ્થાને આવેલાં છે. કોઈ અંગ ચડિયાતું કે ઊતરતું નથી, કે કોઈ અંગ શુભ કે અશુભ નથી. પરંતુ વ્યવહારમાં મનુષ્યના શરીરમાં મસ્તક એનું ઉત્તમાંગ ગણાય છે, કારણ કે મસ્તકમાં સ્પર્શાદિ પાંચ ઇન્દ્રિયો તથા મન આવેલાં છે. મસ્તક મનુષ્યની ઓળખનું તથા તેના વ્યક્તિત્વની પરખનું સૌથી ઉત્તમ અંગ છે. મનુષ્યના શરીરમાં બીજે છેડે આવેલા ચરણને મધ્યમ કે નિકૃષ્ટ પ્રકારના અંગ તરીકે ગણવામાં આવે છે. સામુદ્રિક લક્ષણ પ્રમાણે કમરથી ઉપર આવેલાં શરીરનાં અંગોને શુભ અને કમરથી નીચે આવેલાં, મળમૂત્રાદિની નિકટ આવેલાં શરીરનાં અંગોને અશુભ તરીકે ગણવામાં આવે છે. પરંતુ તેમાં પગનું સ્થાન વિલક્ષણ છે. પાદપ્રહારને કારણે, ધૂળ સાથે સતત સંગથી મલિન થવાને કારણે તથા એના દ્વારા પાશવી શક્તિનો ઉપયોગ થતો હોવાને કારણે પગ વગોવાયેલું અંગ છે. કેટલીક વાર તે ખોટી રીતે પણ બદનામ થાય છે. માણસની નજર જ્યારે સામે, ઊંચે કે આજુબાજુ હોય અને નીચે પગની ઠેસ વાગે તો ઘણીવાર દોષ પગનો નીકળે છે અને ઈજા પણ પગને થાય છે. શિર મોટા તે સકર્મી અને પગ મોટા તે અપકર્મી જેવી કહેવત પણ પગને ચરણ-ચલણનો મહિમા * ૨૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ ગૌરવ અપાવતી નથી. આમ પગ વગોવાય છે, છતાં પણ પવિત્ર પુરુષો પોતાના પગને ધન્ય બનાવે છે. અનેક લોકો સંત મહાત્માઓનાં ચરણમાં વંદન કરે છે, ચરણનો સ્પર્શ કરે છે, ચરણને કમળ તરીકે ઓળખાવે છે. પદ્મિની સ્ત્રીના બે ચરણ કમળની આકૃતિની જેમ ગોઠવી શકાય છે. સ્વર્ગસ્થ થયેલા મહાત્માઓની ચરણપાદુકા બનાવીને તેને પૂજવામાં આવે છે. માણસના પગમાંથી સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ અર્થાત્ શક્તિસ્રોત વહ્યા કરે છે. તેને લીધે સંત મહાત્માઓના ચરણમાં વંદન કરવાનો મહિમા ચાલ્યો આવે છે. “અમારું મસ્તક (ઉત્તમાંગ) તે આપણા ચરણ (નિકૃષ્ટાંગ) તુલ્ય પણ નથી' એવી લઘુતા કે નમ્રતા વિનયપૂર્વક દર્શાવવા માટે પણ સંતોના ચરણમાં મસ્તક નમાવાય છે. પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં શરીરના અંગોગોના અભ્યાસને લગતાં શાસ્ત્રો પણ રચાયાં છે. અંગવિદ્યા અથવા સામુદ્રિક શાસ્ત્રમાં શરીરનાં બીજાં અંગાંગોની જેમ ચરણનાં લક્ષણોનો પણ ઊંડો અભ્યાસ થયેલો છે. ઉ. ત. પુરુષનાં પગનાં તળિયાં માટે કહેવાયું છે : अस्वेदमुष्णमरुणं कमलोदरकान्ति मांसलं श्लक्ष्णम् ।। स्निग्धं समं पदतलं नृपसंतत्तिं दिशति पुंसाम् । पादचरस्यापि चरणतलं यस्य . कोमलं तत्र । पूर्ण स्कुटोदुवंरखा म विश्वम्भराधीशः ।। [ પરસેવા વગરનું, ઉષ્ણ, લાલાશવાળું, કમલગર્ભ જેવી કાન્તિવાળું, માંસલ, મૃદુ, સ્નિગ્ધ અને સમપ્રમાણ હોય એવું પગનું તળિયું મનુષ્યોને રાજ્યસંપત્તિનો અધિકારી બનાવે છે. જે પગપાળો ફરતો હોય છતાં એનું પગનું તળિયું કોમળ હોય અને તેની ઉપર પૂરેપૂરી તથા સ્પષ્ટ ઊર્ધ્વરેખા હોય તો તે રાજા હોય છે.] પગનાં તળિયાનાં લક્ષણો દર્શાવતાં વળી કહેવાયું છે : ખરાબ લાગતા પગ વંશચ્છેદ કરે છે; પકવેલી માટી જેવો પગનાં તળિયાંનો રંગ જેનો હોય તો તે દ્વિજ હત્યા કરે છે. પીળા રંગનાં તળિયાંવાળો અગમ્યાગમન કરે છે. કાળા રંગનાં તળિયાંવાળો મદ્યપાન કરે છે, પાંડુ રંગનાં તળિયાંવાળો અભક્ષ્ય ભક્ષણ કરે છે, પગનું તળિયું અંદરની બાજુ દબાઈ ગયેલું હોય તો તે સ્ત્રીને કારણે મૃત્યુ પામે છે. માંસ વગરનું હોય તો તેને ભારે રોગ થાય છે. ઊપસી આવેલું હોય તે ઘણી મુસાફરી કરે છે. પગના તળિયામાં શંખ, છત્ર, અંકુશ, વજ, ચંદ્ર તથા ધ્વજની આકૃતિને સુરેખ અને સ્પષ્ટ બતાવતી રેખાઓ હોય તો તે પુરુષ હંમેશાં ભાગ્યશાળી ૩) * સાંપ્રત સમાજ-દર્શન Page #63 -------------------------------------------------------------------------- ________________ રહે છે. આ આકૃતિઓની રેખાઓ મધ્યમ પ્રકારની હોય તો પાછલી જિંદગીમાં તે ધનસંપત્તિ ભોગવે છે. પગના તળિયામાં ઉંદર, પાડો, શિયાળ, કાગડો, ઘો, ગીધ જેવી આકૃતિની રેખાઓ હોય તે તે માણસ દરિદ્ર રહે છે. સામુદ્રિક શાસ્ત્રમાં આવી જ રીતે સ્ત્રીના પગનાં તળિયાંનાં લક્ષણો દર્શાવ્યાં છે, જેમકે, चक्रस्वस्तिकशंस्वध्वजांकुशच्छत्रमीनमकाराद्या । जायन्ते पादतले यस्याः सा राजपत्नी स्यात ।। श्वश्रृगालमहिषमूषककाकोलुकाहिकोककरभाद्याः । रचरणतले जायन्ते यस्याः सा दुःखमाप्ननोति ।। [ જે સ્ત્રીના પગનાં તળિયાંમાં ચક્ર, સ્વસ્તિક, શંખ, ધજા, અંકુશ, છત્ર, માછલી, મગર, ઇત્યાદિ આકૃતિઓ હોય તે સ્ત્રી રાણી થાય છે. જે સ્ત્રીના પગનાં તળિયાંમાં કૂતરું, શિયાળ, પાડો, ઉંદર, કાગડો, ઘુવડ, સાપ, વ, ઊંટ વગેરેની આકૃતિ હોય તો તે દુ:ખી થાય છે. ] આ તો નમૂનારૂપ થોડાં લક્ષણો અહીં બતાવ્યાં છે. બીજા પણ ઘણાં લક્ષણો સામુદ્રિક શાસ્ત્રોમાં બતાવ્યાં છે. પગનાં તળિયાં ઉપરાંત, પગના અંગૂઠા, આંગળીઓ, નખ, એડી, ઘૂંટી, ઘૂંટણ, પિંડી વગેરેનાં વિવિધ પ્રકારનાં લક્ષણો એમાં દર્શાવ્યાં છે. આ ઉપરથી જણાય છે કે એ શાસ્ત્રના રચયિતાઓએ કેટલું બધું ઝીણવટભર્યું, સૂક્ષ્મ અવલોકન કર્યું હશે ! કેટલાક કહેતા હોય છે કે ભગવાને માણસને પગ આપ્યા છે તે વાપરવા માટે આપ્યા છે, સાચવી રાખવા માટે નહિ. વસ્તુત: ચાલવાથી જ પગ વધુ સારી રીતે સચવાય છે. વપરાય નહિ તો પગ નકામા થઈ જાય, જેઓના પગ નકામા થઈ ગયા હોય છે અથવા જેઓ એક અથવા બંને પગે અપંગ હોય છે, તેઓને પગનું મહત્ત્વ બરાબર સમજાય છે. એમને કોઈક સાધન વડે જ્યારે ચાલવા મળે છે ત્યારે તેમના આનંદાશ્ચર્યનો પાર રહેતો નથી. ચાલવાથી આખા શરીરને - પગની એડી, ઘૂંટણ, કમર, હાથ ડોક વગેરે તમામ અવયવોની માંસપેશીઓને જરૂરી વ્યાયામ મળી રહે છે. તદુપરાંત ચાલવાથી પાચનશક્તિ સારી રહે છે તથા જ્ઞાનતંતુઓને પણ સારી કસરત મળે છે. એટલા માટે જ એમ કહેવાય છે કે, માણસને એના બે પગ રૂપી બે ડૉક્ટર મળ્યા છે. તેનાથી ઉત્તમ બીજા કોઈ ડૉક્ટર નથી. ચાલવાથી શરીરના સ્નાયુઓને વધુ પ્રાણવાયુની જરૂર પડે છે. એથી ચરણ-ચલણનો મહિમા ૩૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ માણસની શ્વાસોશ્વાસની ક્યિા વધુ સતેજ બને છે, તેથી એનાં ફેફસાંઓની ક્ષમતા અને સ્થિતિસ્થાપકતા વધે છે. એથી નસોમાં લોહીનું પરિભ્રમણ વધતાં ધમનીઓ ખૂલી જાય છે. એથી લોહીના દબાણના રોગ ઉપર અંકુશ આવે છે. ચાલવાથી શરીરમાં રહેતી વધુ પડતી ચરબીનું પ્રમાણ ઘટે છે. એથી શરીરનો ઘાટ સપ્રમાણ રહે છે. શારીરિક કસરતોમાં ચાલવાની કસરત જેવી બીજી કોઈ કસરત નથી. આ કસરતમાં લગભગ બધી કસરત આવી જાય છે. આ કસરત તદ્દન સાદી અને સૌ કોઈ કરી શકે તેવી સુલભ છે. તેમાં નથી કોઈ ખર્ચ કે નથી તેમાં બીજાં કોઈ સાધનોની અપેક્ષા. કેટલીક કસરતો કઠિન કે કષ્ટસાધ્ય હોય છે. તે માટે કેટલીક પૂર્વતૈયારી કરવી પડે છે. તેમાં અમુક સમયનું પણ બંધન રહે છે. પરંતુ ચાલવામાં એવી કોઈ મુશ્કેલીઓ રહેતી નથી. વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના વ્યાયામ માટે તથા રમત ગમત માટે જાતજાતનાં સસ્તાં કે મોંઘાં સાધનો નીકળ્યાં છે. ચાલવાની કસરતમાં એવાં કોઈ ઉપકરણોની અનિવાર્યતા નથી. અલબત્ત, ઉત્સાહ વધે તેવાં વસ્ત્ર કે પગરખાંનો જરૂર વિચાર કરી શકાય (ક્યારેક તે શ્રીમંતાઈના પ્રદર્શન રૂપ હોય છે), પરંતુ તેની અનિવાર્યતા નથી. ચાલવાની કસરત આગળ ગરીબતવંગરનો ભેદ નથી. બીજી કસરતો કરતાં ચાલવાની કસરત માટે ચિત્ત પહેલું તૈયાર થઈ જાય છે. ભારે કસરતો કરવા માટે ક્યારેક મન આળસી જાય છે. પરંતુ ચાલવામાં કોઈ માનસિક પૂર્વતૈયારી કરવાની રહેતી નથી. શારીરિક હલનચલન જીવનના અંગરૂપ હોવાથી ઊભા થઈને ચાલવા માટે માણસ ધારે ત્યારે તત્પર બની શકે છે. વાહનોની સગવડને લીધે માણસની ચાલવાની ટેવ અને વૃત્તિ ઓછાં થતાં જાય છે. માણસનું જીવન શારીરિક દૃષ્ટિએ બેઠાડુ અને પ્રમાદી થતું જાય છે. માણસ દુકાન કે ઑફિસમાં પોતપોતાના વ્યવસાય અર્થે આખો દિવસ બેઠાં બેઠાં માનસિક કામ ઘણું કરે છે, પરંતુ ચાલવાની વાત આવે ત્યાં એનું મન ઢીલું બની જાય છે. એમાં પણ જો વાહનની સુલભતા હોય તો માણસને તરત તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. પગે ચાલીને અંતર કાપવાની ટેવવાળા લોકોને પણ અચાનક જો કોઈ વાહન મળે તો તે રાજી રાજી થઈ જાય છે. જૂના વખતમાં પણ કહેવાતું કે, “ગાડું જોઈને ગુડા ગળ્યાં.' વાહનના ઘણા લાભ છે. એમાં મુખ્યત્વે સમયનો બચાવ થાય છે અને પગને શ્રમ પડતો નથી. સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે મનુષ્યની ગ્રંથિઓ પણ એવી બંધાઈ ગઈ છે કે જે વ્યક્તિ પાસે વધુ સારું અને મોંધું વાહન તેમ તેની પ્રતિષ્ઠા વધારે. એથી શ્રીમંત માણસોનું પગે ચાલવા ૩૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #65 -------------------------------------------------------------------------- ________________ તરફ જેટલું લક્ષ રહેવું જોઈએ તેટલું રહેતું નથી. કેટલીક વાર પગે ચાલતાં તેઓને શરમ આવે છે. યૌવન કરતાં પણ પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં ચાલવાની વિશેષ જરૂર રહે છે, કારણ કે ત્યારે શરીરના સ્નાયુઓ શિથિલ થવા લાગે છે, પાચનતંત્રમાં ફરક પડતો જાય છે અને લોહીના પરિભ્રમણમાં અનિયમિતતા આવવા લાગે છે. વળી પ્રૌઢાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં શરીરના સાંધાઓમાં, પગના ઘૂંટણમાં, કમરમાં, ખભામાં, ડોકમાં આવેલા સાંધાઓમાં આમવાત થવાને કારણે સંધિવાનો દુ:ખાવો ચાલુ થાય છે, એવે વખતે સવાર-સાંજ નિયમિત ચાલવાથી એવો દુઃખાવો થતો નથી અને થાય તો તરત તેમાં રાહત મળે છે. તદુપરાંત જેઓને મધુપ્રમેહ (ડાયબીટીસ) હોય તથા લોહીનું દબાણ ઊંચું રહેતું હોય (હાઈ બ્લડપ્રેશર હોય) તેઓ પણ જો સવારસાંજ નિયમિત ચાલવાનું રાખે તો તેમનો મધુપ્રમેહ અને બ્લડપ્રેશર અંકુશમાં રહે છે. પોતાને ચાલવાની જરૂર હોવા છતાં તે બાબતમાં જેઓ પ્રમાદ કરે છે તેઓના જીવનમાં અનુક્રમે એક વિષચક્ર ચાલુ થઈ જાય છે. ચાલવાનું ગમતું નથી એટલે શરીરમાં ચરબીનો વધારો થાય છે. શરીરમાં ચરબીનો વધારો થાય એટલે ચાલવાનું કુદરતી રીતે ગમતું નથી. આમ ન ચાલે તો શ૨ી૨માં મેદ વધે અને મેદ વધે એટલે ચાલવાનું ગમે નહિ. એમ કરતાં એક વખત એવો આવે છે કે જ્યારે ચાલવું હોય તો પણ ચાલી શકાતું નથી. જેઓની મેદની શરીરપ્રકૃતિ હોય તેઓએ તો આ બાબતમાં વેળાસર સભાન થઈને ચાલવાનું ચાલુ કરી દેવું જોઈએ. કેટલીક સ્ત્રીઓ શરીરે એટલી ભારે અને બેડોળ થઈ જાય છે કે પછી બહાર રસ્તા ઉપર ચાલતાં એને શરમ આવે છે. પરંતુ ન ચાલવાને લીધે તેનું શરીર વધતું જાય છે અને પછી ઊલટાની વધારે શરમ આવે છે. આવી મહિલાઓએ લજ્જાના ભાવનો ત્યાગ કરીને, લોક-ટીકા સામે મનોબળ કેળવીને પણ ચાલવાનું ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે તેમ જો ન કરે તો તેઓનું શરીર અનેક વ્યાધિઓનો શિકાર બની જાય છે અને તેઓ અકાળે મૃત્યુને નોતરે છે. ચાલવાની કસરત શરીરને તો સુદઢ રાખે છે, પણ ચિત્તને પણ સુદૃઢ રાખી શકે છે. દુનિયાના મનોવૈજ્ઞાનિકો એ બાબતમાં સહમત છે કે માણસને જ્યારે કોઈ એક પ્રશ્ન બહુ સતાવતો હોય, તેની માનસિક ચિંતા વધી ગઈ હોય તેવે વખતે જો તે ઘરની કે ઑફિસની બહાર જઈને અડધો માઈલ ચાલી આવે તો તેની ચિંતાની વ્યગ્રતાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ઘરના કે ઑફિસના વાતાવરણ અને ઉષ્ણતામાન કરતાં બહારના ચરણ-ચલણનો મહિમા ૩૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ અને ઉષ્ણતામાનમાં ફ૨ક હોવાને લીધે, બહાર જઈને ચાલવાથી માણસના ચિત્તના આંદોલનમાં તરત ફરક પડે છે. તેનું મન હળવું બને છે. એ તો દેખીતું જ છે કે ચાલવાને લીધે માણસને ડગલાં જોઈને માંડવા પડે છે. વળી તેની નજર આસપાસના પદાર્થોમાં, ઘરોમાં, દુકાનોમાં, પસાર થતા માણસોમાં પરોવાતી જાય છે. વળી ચાલતાં ચાલતાં પોતે ક્યાંક ભટકાઈ ન પડે તે માટે જાગ્રત રહેવું પડે છે. એથી એના ચિત્તમાં ચાલતાં ચિંતાનાં આંદોલનોનું સાતત્ય તૂટી જાય છે. તેથી ચિંતાની તીવ્રતા હળવી બની જાય છે. આ અનુભવસિદ્ધ ઉપાય છે. માનસશાસ્ત્રીઓ પણ તેની ભલામણ કરે છે. વેપાર, ઉદ્યોગ, નાણાંની લેવડ-દેવડ, કૌટુંબિક સમસ્યાઓ, વેરઝેર વગેરેની માનસિક વ્યાધિ ધણાંને સતાવે છે. જે માણસો કૌટુંબિક, સામાજિક, આર્થિક કે ઇતર પ્રકારની અંગત સમસ્યાઓને કારણે માનસિક વ્યથા અનુભવતા હોય તેઓ ખુલ્લી હવામાં ચાલવાનું રાખે તો તેઓની માનસિક વ્યથા ઓછી થાય છે. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે, ‘unhappy businessman, I am convinced, would increase their happiness by walking six miles everyday than by any concievable change of philosophy.' ઘરકામ કરવામાં સ્ત્રીઓને કે ઑફિસમાં પટ્ટાવાળા વગેરેને દિવસ દરમિયાન છૂટુંછવાયું ઘણું ચાલવાનું થાય છે. હજાર કિલોમિટ૨ વિમાનના પ્રવાસમાં ઍરહૉસ્ટેસ એક બે કિલોમિટર જેટલું ચાલે છે. આવું ચાલવાથી થોડો ફાયદો જરૂર થાય છે, પરંતુ એ પ્રકારનું ચાલવું તે સ્વેચ્છાએ આનંદથી કરેલી કસરત નથી. ફ૨જરૂપે કરેલી થકવનારી તે શારીરિક ક્રિયા છે. ચાલવા ખાતર ચાલવા માટે ઘરની બહાર ખુલ્લી તાજી હવામાં જવું જોઈએ. એથી ફાયદો વધુ થાય છે. અલબત્ત ખુલ્લામાં ચાલનારે પણ એટલું લક્ષમાં રાખવાનું રહે છે કે ખૂબ શ્વાસ ભરાઈ જાય એવી રીતે ન ચાલવું જોઈએ. એ બાબતમાં દરેકે પોતાની શક્તિ અને પ્રકૃતિ અનુસાર ચાલવાથી પ્રસન્નતા વધે છે કે થાક વધે છે એના આધારે પોતાની ઝડપનું માપ કાઢી લેવું જોઈએ. પગે ચાલવાને લીધે માણસ પોતાના ચિત્ત ઉપર સંયમ મેળવે છે તેવી જ રીતે પોતાની ઇન્દ્રિયો ઉપર પણ સંયમ મેળવી શકે છે. સ્વચ્છાએ ચાલતાં માણસને ભૂખ કે તરસ સતાવતાં નથી. કારણ કે એનું ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. આ તો એક સામાન્ય વાત થઈ, પરંતુ એથી વિશેષ મહત્ત્વની વાત તો એ છે કે રોજ નિયમિત ચાલનાર માણસ બ્રહ્મચર્યનું પાલન પણ સારી રીતે કરી શકે છે. ચાલવાને કારણે માણસના પગને, ઘૂંટણને અને ૩૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #67 -------------------------------------------------------------------------- ________________ સાથળને જે વ્યાયામ મળે છે એથી એની ગ્રંથિઓ ઉપર સંયમ આવે છે, જે એના ચિત્તને સંયમમાં રાખવામાં સહાયભૂત બને છે. ભારતીય પરંપરામાં “સાધુ તો ચલતા ભલા” એમ જે કહેવાયું છે તે સર્વથા સાચું જ છે. ચાલવાને કારણે, એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કરવાને કારણે સાધુ પુરુષોને કોઈ એક સ્થળ માટે કે તે સ્થળની વ્યક્તિઓ માટે રાગ કે દ્વેષનાં કોઈ બંધનો થતાં નથી અને થયાં હોય તો તે ગાઢ થતાં નથી. તેઓનું ચિત્ત તેવી બાબતોમાંથી તરત નિવૃત્ત થઈ જાય છે. ચાલવાના લાભમાં આ એક અત્યંત મહત્ત્વનું આધ્યાત્મિક કારણ તો ખરું જ, પરંતુ તે ઉપરાંત બ્રહ્મચર્યના પાલનમાં પણ તે ઉપકારક નીવડે છે એ પણ જેવો તેવો લાભ નથી. જૈન ધર્મમાં ભગવાન મહાવીરે સાધુઓના સતત વિહાર ઉપર ભાર મૂક્યો છે તેમાં આવી વ્યવહારુ દીર્ઘદૃષ્ટિ પણ રહેલી છે. નજીક નજીકના કોઈ પણ બે ગામ વચ્ચે કેડી અવશ્ય કંડારાઈ જાય છે. વિવિધ હેતુ માટે નજીકનાં બે ગામના લોકો વચ્ચે આદાન-પ્રદાનનો વ્યવહાર હંમેશાં રહે જ છે. એવી અવરજવરથી નાની કેડી, મોટો રસ્તો કે ગાડાંના ચીલા વગેરે થઈ જાય છે. આમ એક ગામથી બીજા ગામ સુધી અને તે એ રીતે સળંગ અનેક ગામો સુધી આવા રસ્તાઓનું સાતત્ય રહેલું હોય છે. સૈકાએ પૂર્વે પણ સાધુ-સંન્યાસીઓ નદી, નાળાં, જંગલો અને ડુંગરો વટાવી ભારતની ચારધામની યાત્રા કરતા હતા. ક્યાંથી ક્યાં જવું, કયો રસ્તો ટૂંકો પડે, કયો રસ્તો વિકટ છે, કયે રસ્તે પાણી મળે, કયે રસ્તે વસ્તી અને મુસાફરોની અવરજવર મળે, ક્યો રસ્તો વાઘ-વરુ કે લૂટારુના ભયવાળો છે, ક્યો રસ્તો જંગલી લોકોના ડરવાળો છે એ બધું તેઓ જાણતા અને અજાણ્યા પ્રવાસીઓને યોગ્ય માર્ગદર્શન આપતા. ચાલીને લાંબું અંતર કાપવામાં વાર લાગે છે એ સાચું, પરંતુ જેમને ચાલવું જ છે અને ચાલીને જ અંતર કાપવું છે એમને માટે કશું દૂર નથી. પ્રાચીન સમયમાં પગે ચાલીને પ્રવાસીઓ, યાત્રિકો ક્યાંના ક્યાં પહોંચી જતાં. ચીનથી નીકળેલા પ્રવાસી હ્યુ-એન-સંગ અને ફાહિયેન ભારત આવ્યા હતા. યુરોપમાંથી નીકળેલો પ્રસિદ્ધ પ્રવાસી માર્કોપોલો ચાલતો ચાલતો ચીન સુધી પહોંચ્યો હતો. બૌદ્ધ ભિખુઓ વિહાર કરતા કરતા ચીન-કોરિયા અને જાપાન સુધી પહોંચ્યા હતા. આજે પણ જૈન સાધુઓ પગે ચાલીને, વિહાર કરીને ભારતમાં બધે પહોંચી જાય છે. એક વખત ચાલવાનો નિર્ણય ચિત્તમાં અડગ થઈ જાય અને બીજા કોઈ વિકલ્પો ન ઊઠે તો બધું જ આયોજન ધારણા પ્રમાણે પાર પડે છે, કારણ કે ચાલનારને વાહન ઇત્યાદિની કોઈ પરાધીનતા રહેતી નથી. ચરણ-ચલણનો મહિમા જ ૩૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ પર્વતીય વિસ્તારોમાં જ્યાં કોઈ વાહનની સગવડ થવી શક્ય નથી ત્યાં માણસોને પગે ચાલ્યા વગર છૂટકો નથી. એવા પ્રદેશોમાં કેટલું અંતર કપાયું તેનું માપ કાઢવા માટે જૂના વખતમાં ચોકસાઈવાળાં સાધનો ન હતાં. ઘડિયાળ પણ નહોતી. જ્યાં ઊંચીનીચી જમીન હોય, વચ્ચે ટેકરીઓ આવતી હોય ત્યાં એ જમાનાના લોકો સમયના આધારે માપ કાઢતા. એટલું અંતર ચાલવામાં કેટલા સમયનો રસ્તો છે તે સૂર્ય, ચંદ્ર કે નક્ષત્રના આધારે તેઓ જણાવતાં. ક્યાંક લોકો પોતાની જીવનપદ્ધતિ અનુસાર તેનું માપ કહેતા. જૂના વખતમાં તિબેટમાં કોઈ સ્થળનું અંતર પૂછવામાં આવે તો લોકો ચાના પ્યાલા અનુસાર જણાવતા. તિબેટના લોકો પોતાની માખણ, મીઠાંવાળી જુદી જ જાતની ચા (એને મરયાં કહે છે) અમુક અમુક સમયગાળાના અંતરે પીએ છે. એટલે કોઈ રસ્તા વિશે જ્યારે પૂછવામાં આવે ત્યારે તેઓ તે અંતર ચાના પ્યાલા ગણીને જણાવે. દા. ત., કોઈ સ્થળનું અંતર કેટલું છે એમ પૂછવામાં આવે અને તેઓ જો જવાબ આપે કે ચાના ત્રણ પ્યાલા, તો તેનો અર્થ એ થયો કે ચાના ત્રણ પ્યાલા પીવા વચ્ચે જેટલો સમયગાળો રહે એટલો સમય એ સ્થળે પહોંચતાં લાગે. એવી જ રીતે જૂના વખતમાં યુરોપના કેટલાક પ્રવાસીઓ દિવસમાં ત્રણ-ચાર વખત ચલમમાં તમાકુ ભરીને પીતા. એટલે બે ચલમ વચ્ચે જેટલો સમય લાગે તેટલો સમય ચાલવાના અંતર માટે તેઓ જણાવતા. અમુક અંતર ચાલ્યા પછી તેઓ ચલમ પીવા રોકાતા. જૂની તમાકુ, કાઢી નાખીને ચલમને સાફ કરવામાં આવતી. તેટલા સમયે આવતા સ્થળને તેઓ તે રીતે ઓળખાવતા. મોરેશિયસમાં “ક્યૂરપિપ' નામનું સ્થળ છે. એ નામ curepippe શબ્દ ઉપરથી આપેલું છે. એ સ્થળે પ્રવાસીઓ આરામ કરતા અને પોતાની ચલમ સાફ કરી નવી તમાકુ ભરીને ચલમ પીતા. ચાલવું એ પણ એક કળા છે. ચાલવાની ગતિમાં અને પગલામાં પ્રત્યેક વ્યક્તિની મુદ્રા અંકિત થાય છે. પ્રત્યેક માણસનો અવાજ જેમ જુદો હોય છે તેમ પ્રત્યેક માણસની ચાલવાની ગતિ રીતિ પણ જુદી હોય છે. આ વાત તરત માનવામાં આવે એવી નથી. પરંતુ જો એવો કોઈ પ્રયોગ કરવામાં આવે કે ચાલતી વખતે માણસનાં પગલાં બરોબર અંકિત થાય તો આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. ભીની રેતી કે માટીમાં જુદા જુદા માણસોને અડધો ફલીંગ જેટલું ચાલવાનું કહેવામાં આવે અને તેઓનાં પગલાંઓને જો સરખાવવામાં આવે તો આ વાતની તરત પ્રતીતિ થશે. કોઈક મંગળ પ્રસંગે ઘરમાં આવતી નવવધૂને કે સગર્ભા સૌભાગ્યવતીને કંકુવાળાં કે કેસરવાળાં પગલાં કરીને સફેદ વસ્ત્ર ઉપર ચલાવવામાં આવે ૩૭ ગક સાંપ્રત સમાજ-દર્શન Page #69 -------------------------------------------------------------------------- ________________ છે. એવાં પગલાંઓને સરખાવવાથી પણ આ વાતની ખાતરી થશે. માણસ બંને પગ ઉપર એક સરખો ભાર આપીને એક સરખા માપનાં ડગલાં જવલ્લે જ ભરતો હોય છે. એની ખાત્રી કરવી હોય તો માણસના બૂટ કે ચંપલની એડીને લાગેલા ઘસારાને સરખાવવા જોઈએ. જવલ્લે જ જમણા પગના અને ડાબા પગનાં પગરખાંની એડીઓ એક સરખી ઘસાઈ હશે ! એકની એક વ્યક્તિ પણ ઉલ્લાસથી ચાલતી હોય, ચિંતામાં ચાલતી હોય, અધીરાઈથી ચાલતી હોય, થાકથી ચાલતી હોય, મન વગર ચાલતી હોય તો તે દરેક વખતે એનાં પગલાં જુદાં જુદાં પડતાં હોય છે. કેટલાંક નિરીક્ષકો તો વળી એમ પણ કહે છે કે માણસ એક સરખી સીધી લીટીમાં ચાલી શકતો નથી. એટલા માટે જ લશ્કરના સૈનિકોને ઠીક ઠીક તાલીમ આપવામાં આવે છે કે જે પછી તેઓ એક સરખી લીટીમાં, એક સરખા અંતરનાં પગલાં સાથે ચાલી શકે છે. લશ્કરના સૈનિકોને યુદ્ધના વખતે અચાનક ચાલવાનું કે દોડવાનું કેટલું આવે તે કહી શકાય નહિ. એટલા માટે જ લશ્કરના સૈનિકોને ચાલવાનો, માર્ચ કરવાનો મહાવરો સતત આપતા રહેવાની પ્રથા દુનિયાના બધા જ દેશોમાં છે. સશક્ત યુવાન સૈનિક આખા દિવસમાં ઓછામાં ઓછા ચાલીસ માઈલ ચાલવાની શક્તિ ધરાવતો હોવો જોઈએ. બંને હાથ હલાવીને, માપસરનાં કદમ ભરીને બીજા સૈનિકો સાથે કદમ મિલાવીને સૈનિકો માર્ચ કરે છે. સામાન્ય નાગરિકો કદમ મિલાવીને સાથે જવલ્લે જ ચાલે છે. સૈનિકોની એ વિશિષ્ટતા એમની તાલીમને આભારી છે. ચાલવાની રીત દરેકની પોતપોતાની હોવાને લીધે કેટલીક વાર સામેથી કે પાછળથી માણસના ફક્ત ચાલતા બે પગ જ દેખાય, તો પણ એ ચાલનાર વ્યક્તિ પરિચિત જનોને પરખાઈ આવે છે. ચલચિત્રોમાં એવાં દૃશ્યો ક્યારેક બતાવવામાં આવે છે. ચાલતી વખતે પગલાંનો કે પગરખાંનો અવાજ સાંભળીને પતિ કે પત્ની એક બીજાનાં આગમનને તરત જાણી લે છે. કેટલાંક માતા-પિતા સંતાનોનાં પગલાંના અવાજને કળી શકે છે. કેટલાંકની ચાલમાં લાલિત્ય હોય છે, તો કેટલાંકની ચાલમાં કર્કશતા કે ગરબડ હોય છે. સંસ્કૃત સાહિત્યમાં નાયિકાઓ માટે હંસગામિની, ગજગામિની જેવા શબ્દો પ્રયોજાયા છે તે સહેતુક છે અને સાર્થક છે. કેટલાંકની ચાલ મંદ ગતિની હોય છે, તો કેટલાંકની ચાલ ત્વરિત ગતિની હોય છે. લશ્કરમાં મંદ ગતિની ચાલમાં slow Marchમાં કદમ જુદી જ ચરણ-ચલણનો મહિમા જ ૩૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ રીતે ઉઠાવવાનાં હોય છે. મોટા માણસોને સલામી આપનાર સેનાનાયકે પદ્ધતિસર Slow March કરવાની હોય છે. જેમ માણસની વ્યક્તિગત ચાલ જુદી જુદી હોય છે તેમ જુદા જુદા દેશની પ્રજાઓની ચાલમાં પણ વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામ્યવાદી ચાલમાં પણ વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે. સામ્યવાદી શાસનકાળ દરમિયાન રશિયા, પૂર્વ જર્મની, હંગેરી વગેરે દેશોમાં જ્યાં બે ગામ વચ્ચે વાહનોની સગવડ નહોતી ત્યાં માણસોને લાંબાં લાંબાં ડગલાં ભરીને અત્યંત ઝડપથી ચાલતા જોયા છે. જાપાનના લોકો અને તેમાં પણ મહિલાઓને નાનાં નાનાં કદમ નજીક નજીક ભરીને ચાલવાનો ખાસ મહાવરો કરાવવામાં આવે છે. સહેજ વાંકા વળીને આવી રીતે કદમ ભરતી મહિલાના દેહલાલિત્યમાં વિનય અને વિનમ્રતા દેખાવાં જોઈએ એવી જાપાની માન્યતા છે. પર્વતીય પ્રદેશમાં રહેતા લોકોની અને સપાટ મેદાનના પ્રદેશમાં રહેતા લોકોની ચાલવાની રોજિંદી ટેવમાં ફરક જણાશે. સપાટ મેદાનોમાં રહેતા લોકો પગ જમીનથી સહેજ જ ઊંચા કરીને ગતિ કરે છે. ડુંગરાળ પ્રદેશોમાં રસ્તામાં આવતા ખાડા-ટેકરા, પથ્થરો, ખડકો વગેરેને કારણે ત્યાં રહેતા લોકોમાં કુદરતી રીતે જ પગ સહેજ ઊંચકીને કદમ ભરવાની ટેવ પડી જાય છે, જેથી અજાણતાં ઠેસ લાગે નહિ. સમૃદ્ધ દેશમાં જ્યાં રસ્તાઓ સીધા અને સપાટ હોય છે તથા મોટા મોટા સ્ટોર, થિયેટરો, રેલવે સ્ટેશનો, એરપોર્ટ વગેરેમાં જ્યાં ફરસ એકસરખી હોય છે ત્યાં ઊંચું જોઈને ચાલનાર માણસને પણ ઠેસ ન લાગે. જરાક ઊંચીનીચી જગ્યા આવી તો તરત ત્યાં Watch your stepનું પાટિયું આવ્યા વગર રહે નહિ. જ્યાં અજાણતાં માણસ ભૂલ કરે એવો સંભવ હોય અને ઠેસ વાગવાનો કે પડી જવાનો સંભવ હોય ત્યાં પગથિયાંને બદલે કુદરતી ઢાળ જેવી રચના કરવામાં આવે છે. આરોગ્યની દૃષ્ટિએ ચાલવાની કસરત અંગે બધાના અનુભવો એક સરખા ન હોઈ શકે. કોઈકને જાતે એકલા જ ચાલવું ગમે, તો કોઈકને સાથે એકાદ જણ હોય તો જ ગમે. કેટલાંકને બે-ચાર જણના સમૂહમાં વાતો કરતાં કરતાં ચાલવું ગમે, તો કોઈકને મૂગાં મૂગાં ચાલવું ગમે. ચીની ફિલસૂફ લાઓત્સને મૂંગા મૂંગા ચાલવું ગમતું. વાતો કરનારને તેઓ પોતાની સાથે ફરવા આવવાની મનાઈ કરી દેતા. દિવસે નહિ પણ રાતે એકલા ચાલ્યા જવાનો આનંદ પણ અનોખો હોય છે. તેમાં ચાંદની રાત હોય તો તો વળી ઓર મજા. પરંતુ અંધારામાં, ૩૮ જ સાંપ્રત સમાજ-દર્શન Page #71 -------------------------------------------------------------------------- ________________ વનવગડામાં એકલા ચાલ્યા જવાનો આનંદ કેવો અકથ્ય હોય છે તે તો કોઈ ભીલ કે એવા કોઈ આદિવાસીને પૂછીએ તો ખબર પડે. ડુંગરાળ પ્રદેશોમાં પણ એવી જાતિના લોકોનાં પગલાં કેડીઓના મહાવરાને લીધે વ્યવસ્થિત રીતે પડતાં હોય છે. એવા લોકોને રાતના વખતે અંધારામાં વાધ-વરુ કે સાપનો ભય પણ લાગતો નથી. તેમનો ઉછેર જ એ રીતે થયેલો હોય છે. એક વખત એક જંગલમાં અમે જીપમાં બેસીને જતા હતા ત્યારે પંદરેક વર્ષની એક આદિવાસી છોકરી લાકડાં વીણીને પોતાના ટોપલામાં નાખતી જતી હતી. તેને જોઈને અમને આશ્ચર્ય થયું. જીપમાં બેઠેલા અમને અચાનક વાઘ આવી ચડે તેનો ડર હતો, પરંતુ એ છોકરીને વાઘનો ડર નહોતો. અમે પૂછ્યું ત્યારે એણે કહ્યું, “વાઘ અમને કંઈ કરે નહિ, હાંઉ !' કુદરતને ખોળે ઉછરેલા માનવીઓ પોતાની પરિસ્થિતિનો કેવો સ્વીકાર કરી લે છે તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય. વનવગડામાં એકલા એકલા નિરુદ્દેશે આમતેમ ચાલ્યા જવાનો જે આનંદ છે તે કેટલો અનોખો છે તે તો જેને સ્વાનુભવ હોય તે જ કહી શકે. માણસ જ્યારે એકલો ચાલ્યો જતો હોય છે ત્યારે નિસર્ગ સાથે તે કોઈ જુદી જ જાતનું ઐક્ય અનુભવે છે. ક્યારેક એને પંખીઓ ઉપરાંત વૃક્ષો, લતાઓ, પાંદડાંઓ કે ખળખળ વહેતાં ઝરણાંઓ પણ બોલતાં, પોતાની સાથે વાતો કરતાં, ગાતાં સંભળાય છે. કુદરતમાં એકાંતમાં કોઈક સ્થળે એકલા બેસવાનો જેવો આનંદ છે તેથી પણ કંઈક વિશિષ્ટ કોટિનો આનંદ એકલા એકલા ચાલ્યા જવાનો છે. માણસ તેવે વખતે જાતે સાથે પણ વાતો કરી શકે છે. અજાણતાં વાતો કરવા લાગે છે. ક્યારેક તે ગીતો લલકારે છે. ચાલતાં ચાલતાં મુક્તકંઠે પોતાની જાતને વાચા દ્વારા વ્યક્ત કરવાનો એને ત્યારે એક અનોખો અવસર સાંપડે છે. ચાલવાનો મહિમા ઘણો મોટો છે, પરંતુ શું ચાલવાથી જ દીર્ધાયુષ્ય મળે છે ? ઘરમાં શાંત બેસી રહેનાર વ્યક્તિ શું દીર્ધાયુષ્ય ન થઈ શકે ? એનો ઉત્તર એ છે કે ઘરમાં બેસીને સમય પસાર કરનાર વ્યક્તિ પણ જરૂર દીર્ધાયુષ્ય થઈ શકે છે, પરંતુ તેવી વ્યક્તિએ પોતાના શરીરના ઓછા હલનચલનને લક્ષમાં રાખીને પોતાના આહારનાં પ્રકાર અને પ્રમાણ નક્કી કરી લેવાં જોઈએ. જેઓ તેવી સ્થિતિને અનુરૂપ થઈને આહાર-પાણી ઉપર સંયમ રાખે છે તેઓને માટે ચાલવાની કસરતની અનિવાર્યતા નથી. કેટલાંક એવા યોગી મહાત્માઓ કે ગૃહસ્થ વૃદ્ધો જોવા મળશે કે જેઓ ચોવીસ કલાક પોતાના ધામમાં કે ઘરમાં બેઠા હોય અને છતાં નેવુંની ઉમર વટાવી ચરણ-ચલણનો મહિમા જ ૩૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ ચૂક્યા હોય. વ્યસન રહિતતા, નિયમિત સમતોલ આહાર, નિયમિત નિહાર અર્થાતુ શૌચક્રિયા, ઉણોદરી વગેરે વ્રત અને વિશેષ તો ચિત્તની પ્રસન્નતા આરોગ્ય જાળવવામાં સહાયરૂપ થાય છે. વૃદ્ધાવસ્થા આવે અને શરીર અશક્ત થઈ જાય ત્યારે સ્થિરવાસ કરી દેનાર કેટલાક સાધુ મહાત્માઓ અને ગૃહસ્થો ઠીક ઠીક દીર્ધાયુષ્ય ભોગવતા હોય છે. નેવું વર્ષની વયે સ્વર્ગવાસ પામનાર સાક્ષરવર્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જીવનમાં છેલ્લાં ત્રીસ વર્ષ ઘરની બહાર પાંચ-સાત વાર જ નીકળ્યા હતા. મહાયોગી શ્રી અરવિંદ પણ છેલ્લાં લગભગ ૩૭ વર્ષ ઘરની બહાર બિલકુલ નીકળ્યા નહોતા. અલબત્ત, આવાં ઉદાહરણોનું પ્રમાણ અલ્પ રહેવાનું. ચાલનાર વ્યક્તિને, ફરનાર વ્યક્તિને ભૌતિક, માનસિક તેમજ આધ્યાત્મિક ઘણા લાભ થાય છે. “ફરે તે ચરે' એ કહેવતમાં ઘણું તથ્ય છે. માણસે સતત જાગ્રત અને ક્રિયાશીલ રહેવું જોઈએ એ ઉદ્દેશને લક્ષમાં રાખીને ઠેઠ પ્રાચીનકાળથી ભારતીય તત્ત્વચિંતકોએ કહ્યું છે કે : “રતિ વરતો :” એટલે કે જે ચાલે છે તેનું ભાગ્ય પણ ચાલે છે, જે બેસી રહે છે તેનું ભાગ્ય પણ બેસી રહે અને જે સૂતો રહે છે તેનું ભાગ્ય પણ સૂતું રહે છે. “ચાલવું' શબ્દ અહીંયા માત્ર અભિધાની દૃષ્ટિએ ન લેતાં લક્ષણાથી તથા ભાવાર્થથી પણ લેવાનો છે. તેમાં ચાલવાની ધૂલ ક્રિયાનો સમાવેશ થઈ જાય છે. જે માણસે સારું ભાગ્ય, સારી તક મેળવવી હોય તે વ્યક્તિએ હરતાંફરતાં રહેવું જોઈએ. ઘરમાં હાથપગ જોડીને બેસી રહેનારને સારી તક મળતી નથી. આમ ચાલવાનો, ચરણ-ચલણનો મહિમા દુનિયામાં સર્વત્ર, સર્વકાળ માટે સ્વીકારાયો છે. ચાર્લ્સ ડિકન્સે એક સ્થળે કહ્યું છે : The sum of the whole is this : Walk and be happy; walk and be healthy. The best way to lengthen out our days is to walk steadily and with a purpose The wandering man knows of certain ancients, far gone in years, who have staved off infirmities and dissolution, be earnest walking-hale fellows, close upon ninety, but brisk as bovs. વેરેવ તિ ! (સાંપ્રત સહચિંતન-૫) ૪૦ - સાંપ્રત સમાજ-દર્શન Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહને ચાંદીનું સન્માનપત્ર આપી અભિવાદન કરતા ડૉ. રમણભાઈ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી આઠ વ્યક્તિઓ લેખક, પત્રકાર, પ્રોફેસર, સંગીતકાર, સમાજસેવક વગેરેને પરદેશ મોકલવાના વિદાય સમારંભમાં પ્રમુખ સ્થાનેથી. www.jainellbrary.org Page #74 -------------------------------------------------------------------------- ________________ YUSUF MEHERALLY CENTRE યુસુફ મહેરઅલી સેન્ટરમાં આમંત્રિત મહેમાન તરીકે વક્તવ્ય આપતાં રમણભાઈ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી ચાલતા અસ્થિ સારવાર કેન્દ્રમાં સેવા આપતા | ડૉ. પીઠાવાળાના સન્માન પ્રસંગે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર પાસે દાઠામાં શ્રી દીપચંદભાઈ ગાર્ડના પ્રમુખપદે અતિથિગૃહનું ઉદ્ઘાટન કરતાં રમણભાઈ અને તારાબહેન. VENDORS STALL મુંબઈમાં નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ તરફથી અંધજન માટે સ્ટોલનું ઉદ્ઘાટન કરતા રમણભાઈ. Jain Education international For Vale & Personal use-onty - જિનિક- ન-મ-lfy.org Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં બાળકોની શિબિરનું ઉદ્ઘાટન કરતા રમણભાઈ થરો ની કોઈ રિબાપ ભાવનગરમાં પૂ. મોરારીબાપુની અધ્યક્ષતામાં. જિંથરીની ટી. બી. હૉસ્પિટલને યુવક સંઘ તરફથી એકત્ર કરેલા નિધિનો ચેક આપવાના પ્રસંગે દીપ પ્રગટાવતા રમણભાઈ. Page #77 -------------------------------------------------------------------------- ________________ Jain Education 614.000 જિંથરી હૉસ્પિટલના સંચાલકો સાથે વિચાર વિનિમય કરતાં યુવક સંઘના સભ્યો અને રમણભાઈ. જિંથરી હૉસ્પિટલમાં ટી. બી.ના દર્દીની મુલાકાત. Tertionen ary.org Page #78 -------------------------------------------------------------------------- ________________ સેવાભાવી ક્રિકેટર શ્રી વિજય મર્ચન્ટની ‘નેબ' સંસ્થામાં યુવક સંઘે એકત્ર કરેલા નિધિનો ચેક આપતા રમણભાઈ. નેબ સંસ્થાના અંધજનને ભેટ આપતા રમણભાઈ. Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાવનગરમાં પી. એન. આર. સોસાયટીની અસ્થિ સારવાર હૉસ્પિટલની મુલાકાત લેતા યુવક સંઘના સભ્યો અને રમણભાઈ. થી મારી ને યવક એવું પર્યુષણ વ્યાખ્યાતમાળા ફેક અર્પણ રપાભિ. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી પર્યુષણ પર્વ નિમિત્તે એકત્ર થયેલા દાનનો ચેક પૂ. મોરારીબાપુના પ્રમુખપદે પી. એન. આર. સોસાયટીને અર્પણ સમયે સભાને સંબોધતા રમણભાઈ. For Private & Personaruse OTT join olibry.org Page #80 -------------------------------------------------------------------------- ________________ R : REST ઘવિશીકરમઠાણાજીરની કેડી? - ને ચર. ૧ આણંદ પાસે ચિખોદરાની રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલ અને જૈન યુવક સંઘના સહકારથી યોજિત નેત્રયજ્ઞમાં વક્તવ્ય આપતા. નેત્રયજ્ઞમાં આંખના ઑપરેશન થયેલા દર્દીને ખબર પૂછતા રમણભાઈ. Page #81 -------------------------------------------------------------------------- ________________ અનુદાન પર્યુષણ પર્વ દરમિયાન ભારતમાં અને ભારત બહાર ચારે ફિરકાના અનેક જૈનો નાની-મોટી ઘણી તપશ્ચર્યા કરશે. જૈનોનો એક ઉપવાસ એટલે લગભગ છત્રીસ કલાક અન્નનો એક દાણો પણ મોઢામાં નાખવાનો નહિ. કેટલાક તો પાણીનું ટીપું પણ પીએ નહિ. વળી રાત્રિ દરમિયાન અન્ન કે પાણી કશું જ લેવાનું નહિ. જૈનોમાં અઠ્ઠાઈ એટલે આઠ દિવસના ઉપવાસ, માસખમણ એટલે મહિનાના ઉપવાસ વગેરે જેવી તપશ્ચર્યા થાય છે એવી દુનિયામાં અન્ય કોઈ ધર્મમાં થતી નથી. કેટલાક એને માત્ર ક્રિયાકાંડ તરીકે ખપાવશે, પરંતુ એ સર્વથા સાચું નથી. વળી એવી તપશ્ચર્યા કરવાનું સરળ નથી. આ પર્વ દરમિયાન એક, બે, ત્રણ ચાર, આઠ કે સોળ દિવસના ઘણા ઉપવાસ થશે. પર્વના આઠે આઠ દિવસના ઉપવાસ, અઠ્ઠાઈની તપશ્ચર્યાઓ તો ઠેર ઠેર ઘણી બધી પ્રતિવર્ષ થાય છે. કેટલાંક તો મા ખમણ કરે છે. કોઈક એથી પણ આગળ વધે છે. પર્યુષણ પર્વમાં ઠેર ઠેર તપનો માહોલ સર્જાય છે. નાનાં બાળકો પણ ઉલ્લાસથી એમાં જોડાય છે. પર્યુષણ પર્વ ઉપરાંત અન્ય દિવસોમાં પણ આયંબિલની ઓળી, વરસીતપ તથા અન્ય પ્રકારનાં ઘણાં તપ થાય છે. જૈનોમાં એ રીતે ઉપવાસાદિ પ્રકારની તપશ્ચર્યા આખું વર્ષ ચાલ્યા કરે છે. ઘણા લોકો ભાવપૂર્વક સાચી તપશ્ચર્યા કરે છે. એ બધી જ જડ ક્રિયા છે એવો પૂર્વગ્રહ ન રાખવો જોઈએ. એક ફક્ત પર્યુષણ પર્વનો વિચાર કરીએ તો ગામેગામ કેટલી બધી અન્નદાન : ૪૧ Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસાદિની તપશ્ચર્યા થાય છે. અન્ય રીતે, બીજા એક દૃષ્ટિબિન્દુથી કહેવું હોય તો કહેવાય કે જૈનો દ્વારા કેટલા બધા અનાજની બચત આ દિવસો દરમિયાન થાય છે. પરંતુ અનાજની થયેલી આ બચત બચત તરીકે ઘરમાં ન રહેવી જોઈએ. પોતાનું બચેલું અનાજ જરૂરિયાતમંદ લોકોને આપી દેવું જોઈએ એમ કેટલાક માને છે. આમાં સામાજિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ વિચારણા ભિન્ન ભિન્ન હોઈ શકે છે. જૈનો અન્ય પ્રસંગે ઘણું દાન આપે છે એ વિશે બેમત નથી. દુષ્કાળના દિવસોમાં ઢોરને ચારો અને મનુષ્યોને અનાજ આપવાની દાનપ્રવૃત્તિમાં જૈનો મોખરે હોય છે. ઇતિહાસમાં પણ જગડુશા વગેરેએ દુકાળના દિવસોમાં પોતાના અન્નભંડાર ખુલ્લા મૂકી દીધાના સ્મરણીય પ્રસંગો નોંધાયા છે. આમ પણ વારતહેવારે જૈનો તરફથી અનુકંપાદાન તથા સાધર્મિક-વાત્સલ્યના અવસરો જોવા મળે છે. એટલે જૈનો તરફથી અનાજરાહત, અન્નદાન ઇત્યાદિની પ્રવૃત્તિ સતત ચાલતી જ રહે છે. અન્ય ધર્મોમાં પણ ઉપવાસાદિ તપશ્ચર્યા થાય છે. વૈષ્ણવોમાં એકાદશીનો ઉપવાસ થાય છે અને પોતાનું તે દિવસનું બચેલું અનાજ દાનમાં દેવાનો મહિમા છે. જ્યાં અનેક લોકો ભૂખે મરતા હોય ત્યાં આ એક શુભ નિમિત્તે અન્નદાનની વધુ પ્રવૃત્તિ થાય તે અત્યંત ઇષ્ટ છે. તપશ્ચર્યા નિમિત્તે એટલું વધુ અન્નદાન થવું જરૂરી છે. વળી, સામાજિક દૃષ્ટિએ પણ એમ કરવું જરૂરી છે. એમ થાય તો જ સમાજમાં સમતુલા જળવાય અને સંવાદિતા સ્થપાયેલી રહે. રશિયામાં ઝારના વખતમાં જ્યારે એક બાજુ શ્રીમંતોની મિજબાનીઓના એંઠવાડના ઢગલા થતા હતા ત્યારે બીજી બાજુ અનેક ગરીબ લોકો ભૂખે ટળવળતા હતા. એથી ત્યાં લોહિયાળ ક્રાન્તિ થઈ. મિજબાનીઓ માણનાર શ્રીમંતોને, ઉમરાવોને વીણી વીણીને મારી નાખવામાં આવ્યા હતા. ભૂખ્યો માણસ શું પાપ ન કરે એ કહી શકાય નહિ. કવિ ઉમાશંકર જોશીએ લખ્યું છે : ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.' એટલે જ ‘ખવડાવીને ખાઓ'એ ભારતીય સંસ્કૃતિનો આદર્શ રહ્યો છે. ભારતીય પ્રજામાં માત્ર મનુષ્ય જ નહિ, પશુપક્ષીઓને પણ ખવડાવવાની ભાવના રહેલી છે. કબૂત૨ને જુવા૨, કૂતરાને રોટલો, ગાયને ઘાસ આપવાના ૪૨ ** સાંપ્રત સમાજ-દર્શન Page #83 -------------------------------------------------------------------------- ________________ સંસ્કાર બાળપણથી જ પડે છે. એટલે અન્નદાનની પ્રવૃત્તિ ભારતના લોકોમાં લોહીમાં વણાયેલી છે. વાચક ઉમાસ્વાતિએ દાનની વ્યાખ્યા આપી છે : अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् । પોતાની વસ્તુનો બીજાના ભલા માટે ત્યાગ કરવો તે દાન. પરંતુ પોતાની ત્યજેલી વસ્તુ પોતાના હાથે બીજાને પહોંચવી જોઈએ તો જ તે દાનમાં પરિણમે. કોઈ પોતાની ચીજવસ્તુ ક્યાંક ભૂલી જાય, પડી જાય, ચોરાઈ જાય અને જેને મળે તેને લાભ થાય. અલબત્ત એમાં પોતાની વસ્તુનો ત્યાગ થયો છે અને બીજાને લાભ થયો છે, પણ એ સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાઈ નથી એટલે એને દાન ન કહી શકાય. તપશ્ચર્યામાં માણસ અન્નનો ત્યાગ કરે છે, પણ તેથી તે અન્નદાન કરે છે એમ નહિ કહી શકાય. પોતે જે અન્નનો ત્યાગ કર્યો છે તે અન્ન સ્વહસ્તે ભાવપૂર્વક બીજાને અપાય તો જ તે દાન કહેવાય. આવી રીતે અન્નદાન થવું જોઈએ. શાસ્ત્રકારોએ નવ પ્રકારનાં પુણ્ય ગણાવ્યાં છે : અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી (આશ્રય), ઉપકરણ, મન, વચન, કાયા અને નમસ્કાર. આ નવ પુણ્ય જુદી જુદી રીતે પણ ગણાવાય છે, તો પણ એમાં પ્રથમ પુણ્ય તે અન્નપુણ્ય છે. માણસે માત્ર પોતાના આહારનો જ વિચાર ન કરતાં, પોતાની આસપાસના માણસોએ આહાર કર્યો છે કે નહિ એની પણ ખેવના રાખવી જોઈએ અને જરૂરિયાતવાળાને અન્ન-આહાર મળી રહે એ માટે વિચારવું જોઈએ અને મદદ કરવી જોઈએ. અન્ન, જળ, વસ્ત્ર, વસ્તી અને ઔષધિ એ જીવનની પાંચ મુખ્ય આવશ્યકતાઓ છે. એમાં માણસ શરીર સાચવે અને માંદો ન પડે તો એનું જીવન એટલો વખત ઔષધિ વગર નભી શકે છે. માણસને વસ્તી અર્થાત્ રહેઠાણ ન મળે તો એ ખુલ્લામાં, ફૂટપાથ પર સૂઈને જીવી શકે છે. માણસને શરીર ઢાંકવા, ટાઢ વગેરેથી બચવા માટે વસ્ત્રની જરૂ૨ ૨હે છે પણ ઓછામાં ઓછા વસ્ત્રથી, એ ઘણો કાળ ચલાવી શકે છે. દિગંબર મુનિઓ તો જીવનના અંત સુધી વસ્ત્ર વગર પોતાના જીવનને ટકાવે છે. આમ, ઔષધિ, વસ્તી અને વસ્ત્ર વગર જીવનનું અસ્તિત્વ કેટલોક કાળ ટકી શકે છે, પરંતુ આહાર વગર, અન્નપાણી વગર માણસ વધુ દિવસ જીવી શકતો નથી. એટલે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે જીવને મુખ્યપણે અન્નની એટલે કે આહારની જરૂર રહે છે. સમસ્ત જીવરાશિની સૌથી મુખ્ય અને મહત્ત્વની પ્રવૃત્તિ તે આહાર અન્નદાન ૯ ૪૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ ગ્રહણની છે. એટલે આહાર મેળવવા માટેની પ્રવૃત્તિ એને કરવી પડે છે. ફક્ત મનુષ્યોનો વિચાર કરીએ તો પણ દુનિયાની ચાર-પાંચ અબજ જેટલી વસ્તીને રોજે રોજ બે, ત્રણ કે ચાર ટક આહારની જરૂર પડે છે. દુનિયામાં રોજેરોજ કેટલું બધું અન્ન વપરાય છે ! એક જ ઠેકાણે એટલું બધું અન્ન એકત્ર કરવામાં આવે તો મોટો પર્વત થાય ! ઘણાખરા માણસો, કુટુંબો ઉદ્યમ કરી, ધનોપાર્જન કરી પોતાના આહારની જોગવાઈ પોતે કરી લે છે. આમ છતાં અવિકસિત કે અલ્પવિકસિત દેશોમાં, દૂર દૂરનાં ગામડાંઓમાં, જ્યાં અનાજ ઊગતું નથી એવા પ્રદેશોમાં માણસોને પોષણરહિત ખોરાકથી પોતાનું જીવન જેમ તેમ ટકાવવું પડે છે. કેટલાયે એવા લોકો અકાળે મૃત્યુને શરણ થઈ જાય છે. આફ્રિકામાં ઇથિયોપિયા વગેરે કેટલાક દેશોમાં અનાજ ખાસ ઊગતું નથી ત્યાં વખતોવખત મોટી સંખ્યામાં માણસો ભૂખથી મૃત્યુ પામે છે. દુનિયા હવે એટલી નાની થતી ગઈ છે અને વાહનવ્યવહારનાં સાધનો એટલાં વધી ગયાં છે કે એક પ્રજાને માથે આવી પડેલી આપત્તિ હવે માત્ર સ્થાનિક આપત્તિ ન બની રહેતાં સમગ્ર વિશ્વની ચિંતાનો વિષય બની જાય છે. દુકાળ, ધરતીકંપ, રેલ, રોગચાળો, યુદ્ધ ઇત્યાદિ પ્રસંગે આખી દુનિયામાંથી સહાય આવી પહોંચે છે. આજથી સૈકા પહેલાં ગુજરાતના દુકાળ વખતે સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીએ અમેરિકાથી સ્ટીમર ભરીને મકાઈ મોકલવા માટે ત્યાંના લોકોને અનુરોધ કર્યો હતો અને એ પ્રમાણે અનાજ ભારત આવી પહોંચ્યું હતું. વિશ્વનાં રાષ્ટ્રો હવે એટલાં બધાં સજાગ થઈ ગયાં છે કે દુનિયામાં દુકાળની પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેને પહોંચી વળવા આંતરરાષ્ટ્રિય સ્તરે પ્રયાસો થાય છે. ગણિતની દૃષ્ટિએ જોઈએ તો ધરતીમાં કુલ જે અનાજ ઊગે છે તે એટલા વિપુલ પ્રમાણમાં હોય છે કે સમગ્ર વિશ્વના લોકોને પૂરું પાડવા છતાં તે વધે. માત્ર એની વહેંચણીની વ્યવસ્થા બરાબર હોવી જોઈએ. એટલે જ આપત્તિ વખતે એક દેશ બીજા દેશને સહાય કરી શકે છે. દરેક માણસને પોતાની કમાણી દ્વારા પોતાની ઇચ્છા અને રુચિ અનુસાર પોતાનો આહાર મળી રહે એવી સ્થિતિ અન્નની બાબતમાં આદર્શ ગણાય. પરંતુ અન્નને માટે માણસને બીજાની આગળ હાથ લાંબો ન કરવો પડે એવી સ્થિતિનું નિર્માણ ઘણું કઠિન છે. કોઈ નાના સમાજ માટે એ બની શકે અને તે પણ મર્યાદિત કાળ માટે, પણ સમસ્ત માનવજાત માટે સદાકાળ એ શક્ય નથી. યુદ્ધ, દુકાળ વગેરે કુદરતી આપત્તિઓ, નબળી ૪૪ - સાંપ્રત સમાજ-દર્શન Page #85 -------------------------------------------------------------------------- ________________ અર્થવ્યવસ્થા ઇત્યાદિ પણ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમૃદ્ધ દેશની વાત જુદી છે, પણ પછાત દેશોમાં ભૂખ્યા સૂઈ રહેનારા લોકોની સંખ્યા આજે પણ ઓછી નથી. આહાર સંજ્ઞા જીવને અનાદિ કાળથી વળગેલી છે. આહાર એ જ અસ્તિત્વ છે. જૈન ધર્મ પ્રમાણે જીવન જ્યારે મૃત્યુ પામે છે અને એક દેહ છોડી બીજો દેહ ધારણ કરે છે ત્યારે પણ એનો આત્મા કાર્મણ શરીર અને તેજસ શરીર સાથે લઈને જાય છે. આ તેજસ શરીર તરત આહારગ્રહણની સૂક્ષ્મ ક્રિયા ચાલુ કરી દે છે. એટલે તેજસ શરીરને ભઠ્ઠી તરીકે ઓળખાવવામાં આવે છે કે જે સતત આહાર માગે છે. આથી જ સંસારનું અસ્તિત્વ અન્નના આધારે છે. તૈત્તિરીય ઉપનિષદમાં અન્નને બ્રહ્મ તરીકે ઓળખાવ્યું છે : અને પ્રતિ જ્ઞાનાત્ | વળી ઐત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે : તેમનું હે પ્રાT: | અન્નના આધારે જ બાળક મોટું થાય છે, યુવાન થાય છે અને અન્નના આધારે જ પ્રજાતંતુ ચાલ્યા કરે છે. અનાર્ મૂતાનિ ગાયત્તે | વળી અન્નથી જ સંબંધો બંધાય છે. એટલા માટે જ સાંસારિક દૃષ્ટિથી અન્નનો મહિમા થયો છે. માટે જ ખેડૂતને પ્રજાનો તાત કહ્યો છે. પુરાણગ્રંથોએ અતિથિને જમાડ્યા પછી જમવાનો અનુરોધ કર્યો છે. જરૂર પડે તો ભૂખ્યા રહીને જમાડવું. એટલે જ કહ્યું છે : તેન ચન મુગ્ગીથા | (ત્યાગીને ભોગવ.) જૈન ધર્મમાં એટલે જ અતિથિ-સંવિભાગને એક વ્રત તરીકે ઓળખાવ્યું છે. પૂણિયા શ્રાવક અને તેમની પત્ની પોતે અન્નનો ત્યાગ કરીને, તપશ્ચર્યા કરીને પોતાના ભાગનું અન્ન અતિથિને જમાડતાં. આવી રીતે તપશ્ચર્યામાં બચેલા અન્નનું દાન કરવાનો મહિમા જૈન ધર્મમાં પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે. અલબત્ત દાન અને દયાના સિદ્ધાંતોની ચૂળ વ્યવહારુ દૃષ્ટિએ અને સૂક્ષ્મ તત્ત્વની દૃષ્ટિએ જૈન ધર્મમાં બહુ તલસ્પર્શી મીમાંસા ભિન્ન ભિન્ન અપેક્ષાએ થયેલી છે. તપશ્ચર્યાના બચેલા અન્નનું દાન કરવાની બાબતમાં કેટલાક વ્યવહારુ પ્રશ્નો ઉદ્દભવવાના અને તેનો ઉકેલ કેવી રીતે શોધી કાઢવો તે અંગે તપશ્ચર્યા કરનાર વ્યક્તિએ પણ ચિંતન- મનન કરવાની જરૂર રહે છે. ઉદાહરણ તરીકે કોઈ જૈન વ્યક્તિ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન જેવા સમૃદ્ધ દેશમાં રહેતી હોય. હવે એ જૈન ભાઈ કે બહેને બે-પાંચ દિવસના ઉપવાસ કે અઠ્ઠાઈ કરી, તો એટલા દિવસનું એનું બચેલું અન્ન તે દાનમાં દેવા ઇચ્છે છે. પરંતુ ત્યાં લોકો ખાધે પીથે એટલા સુખી છે કે દાનમાં મળતું અનાજ લેવા કોઈ તૈયાર નથી. તેમને એવા દાનની જરૂર નથી. અન્નદાન = ૪૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ એવે પ્રસંગે માણસે શું કરવું ? ત્યારે પોતાના જ શહેર કે ક્ષેત્રમાં દાન આપવાનો આગ્રહ ન રાખતાં અન્યત્ર જ્યાં દાનમાં અન્ન લેનારો વર્ગ હોય ત્યાં દાનમાં અન્ન આપવું જોઈએ. એમાં પણ અનુકંપાની દૃષ્ટિએ વિચારીને જૈન-જૈનેતર એવા ભેદ ન કરવા જોઈએ. હવે અમેરિકા કે યુરોપથી બચેલું અનાજ વ્યક્તિગત રીતે ભારતમાં મોકલવાની પણ તકલીફ હોય છે. એમાં સામાજિક, સરકારી વગેરે ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે. તો અનાજને બદલે એટલી રકમ પણ મોકલાવી શકાય. કોઈ માણસે વરસમાં કોઈક દિવસે એકાસણું કર્યું હોય તો એનું એક ટંક જેટલું અનાજ બચે. એટલું અનાજ તે નહિ જેવું જ ગણાય. કોઈને આપવા જતાં પણ હાંસીપાત્ર લાગે. એવે વખતે કોઈકને પોતાને ઘરે ભોજન કરાવવું અથવા એટલા અન્ન જેટલી અંદાજિત ૨કમ કોઈ અન્નક્ષેત્રના શુભકામમાં વાપરવી જોઈએ. કેટલીક વાર અન્નદાન કે રકમ માટે તરત અનુકૂળતા ન હોય તો માણસે તે માટે સંકલ્પપૂર્વક સમયમર્યાદા બાંધવી જોઈએ. તપશ્ચર્યા વખતે અન્નદાનનો ભાવ થવો જોઈએ અને એટલી સભાનતા રહેવી જોઈએ. એ ઘણી મહત્ત્વની વાત છે. પોતાની તપશ્ચર્યાથી બચેલું અનાજ અથવા અનાજ જેટલી રકમ કોઈ એવી સંસ્થાને આપી શકાય કે જ્યાં માંસાહાર થતો હોય ? ના, એવી સંસ્થાને અન્નદાન કે એટલી રકમનું દાન કરી શકાય નહિ, કારણકે એમ કરવાથી તો ભારે અશુભ કર્મના નિમિત્ત થવાય. અન્નદાન કરતી વખતે માણસે વિવેક જાળવવો જોઈએ અને સૂક્ષ્મ વિચાર કરવો જોઈએ. પોતાનું દાન અભક્ષ્ય આહારમાં ન વપરાવું જોઈએ. જૈન સાધુઓ તપશ્ચર્યા કરે તો તેઓ કેવી રીતે અન્નદાન કરી શકે ? એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ ઉપવાસ વગેરે તપશ્ચર્યા કરે છે ત્યારે આહારનો ત્યાગ કરે છે. પરંતુ તેઓએ પોતાનો આહાર પોતે ઉપાર્જિત કરેલો હોતો નથી. તેઓ પોતાના શરીરના પોષણ માટે ભિક્ષા વહોરી લાવે છે. આથી જૈન ધર્મ પ્રમાણે સાધુ પોતાની ભિક્ષામાંથી દયાભાવ લાવીને કોઈ ભૂખ્યાને ખવડાવી ન શકે. આ વાતમાં ઘણું ઊંડું અને સૂક્ષ્મ રહસ્ય રહેલું છે. એ સમજવા જેવું છે. આમ જૈન સાધુ પોતાના આહારમાંથી જો ભૂખ્યાને દાન ન આપી શકે તો, તપશ્ચર્યા વખતે એમણે ભિક્ષા ગ્રહણ કરી ન હોવાથી એમના અન્નદાનનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. પર્યુષણ પર્વ દરમિયાન દરેક સંઘમાં મોટી મોટી તપશ્ચર્યા થાય છે. એટલે સંઘ પોતે જ પોતાનું વ્યવસ્થાતંત્ર ઊભું કરે કે જ્યાં તપસ્વીઓના ૪૬ સાંપ્રત સમાજ-દર્શન Page #87 -------------------------------------------------------------------------- ________________ અનાજની કે અનાજ જેટલી રકમની જવાબદારી સ્વીકારાય તો તપસ્વીઓને આમતેમ દોડાદોડી ન કરવી પડે અને કામ ઝડપથી તથા વ્યવસ્થિત રીતે થાય. કોઈને આળસ પણ ન આવે. એ માટે લોકજાગૃતિ થવી જોઈએ અને સંઘોએ તત્પરતા બતાવવી જોઈએ. અલબત્ત, આમાં સમજ અને સાવચેતીથી આગળ વધવા જેવું છે. જો શ્રદ્ધા અને પ્રતીતિ થાય તો જ આ કામ કરવા જેવું છે, અન્યથા આરાધનાને બદલે વિરાધના થવાનો સંભવ છે. આવા અન્નદાન માટે શાસ્ત્રીય આધાર છે કે નહિ તેની પણ તપાસ થવી જોઈએ. જૈન ધર્મમાં બતાવ્યા પ્રમાણે તપશ્ચર્યા બાર પ્રકારની છે. છ બાહ્ય પ્રકારની અને છ આવ્યંતર પ્રકારની. બાહ્ય પ્રકારની તપશ્ચર્યાના પ્રકાર છે : (૧) અનશન (૨) ઊણોદરી, (૩) વૃત્તિસંક્ષેપ, (૪) રસત્યાગ, (૫) કાયકલેશ અને (૬) સંલીનતા. આપ્યંતર પ્રકારની તપશ્ચર્યા છે : (૧) પ્રાયશ્ચિત્ત, (૨) વિનય, (૩) વૈયાવચ્ચ, (૪) સ્વાધ્યાય, (૫) ધ્યાન અને (૬) વ્યુત્સર્ગ (કાયોત્સર્ગ). બાહ્ય કરતાં આત્યંતર તપ ચડિયાતું છે. બાહ્ય તપ આપ્યંતર તપના પોષણ અર્થે છે. તેમ છતાં બાહ્ય તપનો નિષેધ કે અનાદર નથી. તેનું મહત્ત્વ પણ એટલું જ છે. બાહ્ય તપ મુખ્યત્વે આહારને લગતું છે. અનશન એટલે ખાવું નહિ. ઊણોદરી એટલે ઓછું ખાવું. ભૂખ અને તરસ ઉપર સંયમ મેળવવા અને આહા૨ની-સ્વાદની આસક્તિ છોડ્વા માટે આ તપશ્ચર્યા છે. સંથારો લેતી વખતે માણસ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી પોતાના જીવનનો અંત આણે છે. તીર્થંકર ભગવાનને દીક્ષા, કેળવજ્ઞાન અને નિર્વાણના અવસરે બાહ્ય તપ-અનશન અવશ્ય હોય છે. તપથી દેહશુદ્ધિ થાય છે, ઇન્દ્રિયો સંયમમાં રહે છે, આરોગ્ય સારું રહે છે વગેરે એના ભૌતિક લાભો તો છે જ, પણ જૈન ધર્મ કહે છે કે તપથી કર્મની નિર્જરા પણ થાય છે. તપ એ એક પ્રકારનું સ્વેચ્છાએ સ્વીકારેલું કષ્ટ છે, પણ એ કષ્ટ કર્મની નિર્જરામાં સહાયભૂત બને છે. તપથી અનાદિથી વળગેલી આહારસંજ્ઞા તોડવાની છે. જેઓને આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તેઓએ આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવો જોઈએ. કોઈકને પ્રશ્ન થાય કે, ‘કર્મની નિર્જરા માટે તો તપ કરીએ છીએ અને અન્નદાન કરીને ફરી પાછું કર્મ બાંધવાનું ?' એનો ઉત્તર એ છે કે અન્નદાનથી પુણ્યોપાર્જન થાય છે, શુભ કર્મ બંધાય છે એ સાચું, પરંતુ આ બાબત મુખ્યત્વે ગૃહસ્થની કક્ષાએ વિચારવાની છે અને તેમાં પણ આત્મસાધનાની ભૂમિકાનો પણ વિચાર કરવાનો છે. સામાન્ય કક્ષાનાં અન્નદાન * ૪૭ Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક-શ્રાવિકા માટે અન્નદાન દ્વારા થતું પુણ્યોપાર્જન ઇષ્ટ હોઈ શકે અને ઊંચી કક્ષાના સાધકો માટે અન્નદાન કર્મનિર્જરાનું નિમિત્ત બની શકે. એટલે અન્નદાનનો નિષેધ નથી. તપશ્ચર્યા દ્વારા બચેલા અન્નનું દાન કરતી વખતે પણ અન્ન માટેની આસક્તિ ઘટવી જોઈએ. વસ્તુત: તપશ્ચર્યામાં જેમ રસત્યાગ થાય છે તેમ અન્નદાન પણ રસત્યાગમાં પરિણમવું જોઈએ. અન્નનું દાન એ પણ અન્નનો ત્યાગ છે. એટલે તપશ્ચર્યા અને અન્નદાન એ બંને મળીને રસત્યાગની સાચી આરાધના બને છે. એ આરાધના જીવને આહારસંજ્ઞા ઉપર વિજય મેળવવામાં, મોક્ષમાર્ગની સાધનામાં ઉપકારક થવી જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૪) ૪૮ - સાંપ્રત સમાજ-દર્શન Page #89 -------------------------------------------------------------------------- ________________ દુગ્ધામૃત દૂધ (દુગ્ધ) અમૃત છે, પણ અધૂરી સમજણ અને પોતાની માન્યતાના અભિનિવેશનને કારણે કેટલાક એને લોહી અને માંસ તરીકે ઓળખાવે છે ત્યારે વિવાદનો વંટોળ ઊભો થાય છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરાનાં હજારો વર્ષમાં આવો વિવાદ ક્યારેય થયો નથી, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્ક પછી કોઈ કોઈ વાર આવો વિવાદ સર્જાયા કરે છે. જેઓ આવો વિવાદ ઊભો કરે છે તેઓએ પૂર્વગ્રહરહિત થઈને, પોતાની માન્યતાને થોડી વાર બાજુ પર મૂકીને, સત્યાન્વેષણની દૃષ્ટિથી, શાન્તચિત્તે, તટસ્થતાપૂર્વક વિચા૨ ક૨વો જરૂરી છે. જૂના વખતમાં ધર્મપરિવર્તન કરાવવાની સાથે લોકોને માંસાહારી બનાવવાના પ્રયાસો પણ થતા. ધર્મપ્રચારકો શાકાહારી લોકોને કહેતા કે દૂધ પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી તે માંસ બરાબર જ છે. એટલે તમે જો દૂધ ખાતા હો તો માંસ ખાવામાં તમને વાંધો ન હોવો જોઈએ. ગરીબ ભોળા લોકો આવી દલીલથી ભરમાતા અને તેઓ માંસાહારી બની જતા. અલબત્ત, હવે એવા પ્રકારના ધર્મપરિવર્તનનું અને આહારાદિના પરિવર્તનનું પ્રચારાત્મક કાર્ય ઘટ્યું છે. તો પણ એવા મિથ્યા પ્રચારથી સાવધ રહેવા જેવું છે. પાશ્ચાત્ય દેશોમાં જેઓ ચુસ્ત શાકાહારી અથવા વનસ્પત્યાહારી છે એવા કેટલાક લોકો દૂધ કે દૂધમાંથી બનેલાં દહીં, માખણ, પનીર વગેરે (All Dairy Products) લેતા નથી. તેઓ વેગન (Vegan) તરીકે દુગ્ધામૃત * ૪૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઓળખાય છે. તેઓ વેજિટેરિયન શબ્દનો ચુસ્ત અર્થ કરે છે. એટલે કે ફક્ત વનસ્પતિનો જ આહાર કરવામાં માને છે. તેઓ પ્રાણીનું માંસ કે પ્રાણીના શરીરમાંથી નીકળતો પદાર્થ (Animal Product) ખાતા નથી. પરંતુ કેટલાક અંતિમવાદી વનસ્પત્યાહારીઓ દૂધને વગોવવા માટે એને માંસાહારી તરીકે ઓળખાવે છે, કારણ કે તે પ્રાણીના શરીરમાંથી પેદા થાય છે. દૂધ ગાય-ભેંસ વગેરેના શરીરમાંથી નીકળે છે - Animal Product છે માટે તે માંસ બરાબર છે એવો વિચાર ભ્રમભરેલો છે. દૂધ વાત્સલ્યભાવનું પ્રતીક છે. દોહતી વખતે ગાયભેંસ વેદનાથી ચીસાચીસ નથી કરતી, પણ શાન્તિથી ઊભી રહી દોહવા દે છે. જ્યાં દોહનાર સ્ત્રી-પુરુષ સાથે એને મમતા બંધાઈ જાય છે ત્યાં તો દોહવાના સમયે એ ઉત્સુકતાપૂર્વક રાહ જોતી હોય છે અને દોહનારને જોતાં જ હર્ષઘેલી બની જાય છે. વળી દોહરાવતી વખતે પણ તે શાન્ત, આજ્ઞાંક્તિ બની દોહનારની સૂચના પ્રમાણે આઘીપાછી થાય છે. જેઓને ગાય, ભેંસ, બકરી વગેરે દોહવાનો દીર્ઘ કાળનો અનુભવ હશે તેઓ આ વાતની સાક્ષી પૂરશે. વળી દૂધની સરખામણી માંસ સાથે નહિ થઈ શકે કારણ કે દૂધની ઉત્પત્તિ તો ફક્ત માદાના શરીરમાં જ થાય છે. નર-પશુના શરીરમાંથી દૂધની ઉત્પત્તિ થતી નથી. માંસાહારી લોકો માંસ તો નર અને માદા બંનેનું ખાય છે. દૂધ એ જ માંસ હોય, તો પછી તે ફક્ત માદાનું જ કેમ હોઈ શકે ? આયુર્વેદ પ્રમાણે આપણે જે આહાર લઈએ છીએ તેમાંથી શરીરમાં ઉત્તરોત્તર ક્રમાનુસાર રૂપાંતર થતું જાય છે. આ ક્રમ છે : (૧) રસ, (૨) રક્ત, (૩) મેદ (ચરબી), (૪) માંસ, (૫) અસ્થિ (હાડકાં), (૬) મજ્જાની (હાડકાં વચ્ચેનો પદાર્થ - Marrow) અને (૭) શુક્ર (વીર્ય). શરીરમાં આ સપ્ત ધાતુનું ક્રમે ક્રમે નિર્માણ થાય છે. અને તે જ બરાબર સચવાય, (ખાસ કરીને વીર્ય સચવાય) તો તેમાંથી ઓજસુ તત્ત્વ થાય છે. આ સપ્ત ધાતુમાં દૂધનો ક્યાંય ઉલ્લેખ નથી. એનો અર્થ એ થયો કે શરીરમાં દૂધનું ઉત્પન્ન થવું અનિવાર્ય નથી. એટલે એનો અર્થ એ થયો કે દૂધનો આહાર માંસાહાર નથી. આયુર્વેદમાં વનસ્પત્યાહાર અને માંસાહારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમાં દૂધને માંસાહાર તરીકે ઓળખાવ્યું નથી, તેમાં દૂધને સાત્વિક આહાર તરીકે અને માંસને તામસી આહાર તરીકે ઓળખાવ્યાં છે. પૃથ્વી પર મનુષ્યોમાં આહાર તરીકે પાણી પછી બીજા નંબરે લેવાતું પ0 સાંપ્રત સમાજ-દર્શન Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રવાહી તે દૂધ છે. દુનિયામાં અનેક ગરીબ લોકો દૂધથી વંચિત રહે છે એ સાચું, તો પણ દુનિયામાં સરેરાશ દૂધનું ઉત્પાદન એટલું બધું હોય છે કે પછી વધારાના દૂધમાંથી દહીં, માખણ, ઘી, ચીઝ દૂધનો પાઉડર ઇત્યાદિ બનાવવાની ફરજ પડે છે. પછી તો એ વ્યવસાય બની જાય છે. દૂધને માંસ સાથે નહિ સરખાવી શકાય કારણ કે દરેક પ્રાણીના શરીરમાં દૂધ હોતું નથી. ફક્ત સ્ત્રીઓમાં અને સ્તનપાન કરાવતાં માદા પ્રાણીઓનાં શરીરમાં જ દૂધ ઉત્પન્ન થાય છે. વળી તે પણ કાયમ ઉત્પન્ન થતું રહેતું નથી. જે સ્ત્રી કે સસ્તન માદા પ્રાણી સંતાનને જન્મ આપવાનાં હોય ત્યારે જ એના શરીરમાં દૂધ ઉત્પન્ન થાય છે. આમ, માતાનું દૂધ વાત્સલ્યભાવ સાથે અનિવાર્ય રીતે જોડાયેલું છે. જ્યાં વાત્સલ્યભાવ હોય ત્યાં ક્રૂરતા ન હોય. એટલે દૂધને માંસ સાથે સરખાવવું વાજબી નથી. ગાય-ભેંસ વગેરેના શરીરમાં જે દૂધ ઉત્પન્ન થાય છે તેનું પ્રમાણ એટલું બધું હોય છે કે તેનાં બચ્ચાંને પૂરતા પ્રમાણમાં દૂધ મળી રહ્યા પછી પણ વધે છે. કુદરતની એવી રચના છે કે વધારાનું દૂધ ઢોરના શરીરમાં રહી જાય તો એ એના સ્વાથ્યને નુકસાન પહોંચાડે છે. વળી દૂધ ફક્ત પાળેલાં ઢોરોનું જ લેવાય છે, જંગલમાં રખડતાં ઢોરોનું નહિ, પાળેલાં ઢોરને સારો ઘાસચારો, કપાસિયા વગેરેનો આહાર આપવામાં આવે તો તે વધુ દૂધ આપે છે. એટલે બચ્ચાંને ખાવાનું દૂધ માણસ ખાઈ જાય છે અથવા બચ્ચાંના ભોગે માણસ મોજ કરે છે એ દલીલમાં તથ્ય નથી. ક્યાંક અયોગ્ય ઘટના નહિ બનતી હોય એવું નથી, પણ સામાન્ય રીતે તો બચ્ચાંની માવજત જ થાય છે. વળી ઢોર પાળવાની પ્રથા અને પાંજરાપોળોની વ્યવસ્થાને કારણે ઢોરોને જંગલમાં હિંસક પ્રાણીઓ ફાડી ખાય એવી ઘટના ઓછી બને છે અને મહાજનો દ્વારા થયેલી પાંજરાપોળની વ્યવસ્થાને લીધે ઢોરો કતલખાને ઓછાં જાય છે. એમાં પણ અહિંસાની, કરુણાની ભાવના રહેલી છે. વસ્તુતઃ આદિકાળના શિકારી માંસાહારી લોકોમાંથી કેટલાકે નિર્દય માંસાહારમાંથી બચવા માટે ખેતી, પશુપાલન અને દૂધના વપરાશ દ્વારા અન્નાહારની પ્રથા ઊભી કરી એમ મનાય છે. જૈન માન્યતા પ્રમાણે ભગવાન ઋષભદેવે લોકોને આ પદ્ધતિ શીખવી હતી. ભારતમાં લાખો, કરોડો માણસોને પોતાનાં પાળેલાં ઢોર સાથે સ્વજન જેવી લાગણી અનુભવવા મળે છે. બીજી બાજુ માંસ માટે ઢોરની જે કતલ કરવી પડે છે એમાં નિર્દયતા રહેલી છે. ઢોર એ વખતે પૂજે છે, ભયથી વિહ્વળ બની જાય છે, તે ચીસાચીસ કરે છે, એને ઝાડો પેશાબ છૂટી જાય દુગ્ધામૃત : ૫૧ Page #92 -------------------------------------------------------------------------- ________________ છે, અસહ્ય વેદના તે અનુભવે છે. માંસાહારીની એ ખાસિયત છે કે રસ્તામાં કોઈ મરેલા પડેલા ઢોરનું માંસ માંસાહારી માણસોથી ખાઈ શકાતું નથી, પણ જીવતા ઢોરની કતલ કરીને જ એનું માંસ ખવાય છે. આમ ગાયભેંસ વગેરેનું દૂધ મેળવવું અને એનું માંસ મેળવવું એ બે વચ્ચે આભ-જમીનનો તફાવત છે. એટલે પ્રાણીના શરીરમાંથી નીકળતું હોવાથી દૂધ એ લોહીમાંસ બરાબર છે એમ કહેવું તે નર્યું અજ્ઞાન છે. જેઓ વનસ્પત્યાહારી છે અને દૂધ કે તેની બનાવટો લેતા નથી તેમની વાત જુદી છે. તેઓ પ્રશંસાને પાત્ર છે. જે વનસ્પત્યાહારી છે તેઓને દૂધમાંથી પૂરતું પોષણ મળી રહે છે. તેઓને માંસાહારની જરૂર નથી રહેતી. પણ જેઓ માંસાહારી છે તેઓને પણ પૂરતા પોષણ માટે દૂધના આહારની જરૂર પડે છે. દૂધ જો લોહી-માંસનું બનેલું હોય તો માંસાહારી લોકોએ દૂધ લેવાને બદલે લોહી-માંસ જ લેવાં જોઈએ એવો તર્ક કરાય છે. હકીકતમાં દૂધનો આહાર માંસાહારી લોકો માટે પણ આવશ્યક મનાયો છે. માનવજીવનનો સૌથી પહેલો આહાર તે દૂધ છે અને તે પણ માતાનું દૂધ. કેટલાક મહિના સુધી નવજાત શિશુ કેવળ માતાના દૂધ પર નિર્ભર રહે છે. એ મોટું થતું જાય છે એ બતાવે છે કે બાળકના શરીરના પોષણ સંવર્ધન માટેનાં તમામ તત્ત્વો માતાના દૂધમાં છે. એમાં વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, કાર્બોહાઈડ્રેટ વગેરે ઘણાં તત્ત્વો છે એટલું જ નહિ તે ભાવે એવું મધુર, હલકું, સુપાચ્ય અને પોષક છે. વળી એમાં રોગપ્રતિકારક શક્તિ પણ હોય છે. માંદગી, મૃત્યુ કે અન્ય કોઈ કારણે બાળકને માતાનું દૂધ ન મળી શકે એમ હોય તો આપણે ત્યાં આયુર્વેદાચાર્યોએ ધાવમાતા-ધાત્રીની ભલામણ કરી છે. એટલે એ દિવસોમાં અન્ય કોઈ સ્ત્રીને ધાવણ આવતું હોય તેવી સ્ત્રીને બાળકને ધવરાવવા માટે રાખવામાં આવતી કારણ કે માતાનું દૂધ નવજાત શિશુ માટે અનિવાર્ય છે. માતાનું દૂધ એવું ચમત્કારિક છે કે એમ કહેવાય છે કે તે હાથથી કાઢી એક વાટકીમાં રાખવામાં આવે અને એમાં એક જીવતી કીડીને નાખવામાં આવે તો કીડી તેમાં ડૂબીને મરી નહિ જાય, પણ તરતી કરતી બહાર નીકળી જશે. કુદરતની કેવી વ્યવસ્થા છે કે બાળક જન્મે કે તરત માતાના સ્તનમાં દૂધ આવે, માતાને પણ પોતાના બાળકને ધવરાવવાના ભાવ થાય અને જેણે હજુ આંખ પણ ખોલી ન હોય એવા બાળકને તત્ક્ષણ ધાવતાં આવડી જાય, જન્મેલા બાળકને તરત ધાવતાં જોઈએ તો એમ પ્રશ્ન થાય કે બાળકને પર * સાંપ્રત સમાજ-દર્શન Page #93 -------------------------------------------------------------------------- ________________ આ શિખવાડ્યું કોણે હશે ? પૂર્વજન્મના સંસ્કાર વિના આમ બની શકે નહિ. માતાનું દૂધ બાળક માટે એટલું અનિવાર્ય છે કે તે એને જન્મથી જો ન મળે અને ગાયભેંસના દૂધ પર રહેવાનો જો વારો આવે તો બાળકનું આરોગ્ય જોખમાય છે. મૃત્યુની સંભવિતતા રહે છે. પશુઓમાં પણ એવા દાખલા જોવા મળે છે; કોઈ કૂતરી ગલુડિયાંને જન્મ આપીને બે-ચાર દિવસમાં જ કોઈ અકસ્માતમાં મૃત્યુ પામી હોય અને દયાળુ લોકો ગલુડિયાને ગાયભેંસનું દૂધ પાતળું કરીને પીવડાવે તોપણ ગલુડિયાં ઝાઝો વખત જીવતાં રહેતાં નથી. એટલે જો દૂધને માંસાહાર બરાબર ગણવામાં આવે તો મનુષ્ય જન્મથી જ માંસાહારી છે એમ સ્વીકારવું પડે. એટલું જ નહિ તે જન્મથી જ નર (નારી) બક્ષી (Cannibal) છે એમ કહેવાનો વખત આવશે. પરંતુ દૂધ હિંસક નહિ, અહિંસક છે, વાત્સલ્ય ને કરુણાનું પ્રતીક છે. જૈનોના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીરના પગે ચંડકૌશિકે જ્યારે ડંખ દીધો ત્યારે તેમના પગમાંથી લોહી ન વહેતાં દૂધ વહ્યું હતું. એ બતાવે છે કે ભગવાનને ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષ સર્પ પ્રત્યે પણ કેવો અપાર વાત્સલ્યભાવ હતો ! જૈન ધર્મ પ્રમાણે સ્તનપાન કરાવતી માતાનું દૂધ અચિત છે. તે હૂંફાળું અને જીવાણુરહિત - Bacteria free - હોય છે. આર્ય વજસ્વામીએ જમ્યા ત્યારથી તે જીવનના અંત સુધી સચિત વાનગીનો આહાર નહોતો કર્યો. તો પછી એમણે જમ્યા પછી માતાનું ધાવણ લીધું હતું કે નહિ ? શાસ્ત્રકારો કહે છે કે એમણે માતાનું ધાવણ લીધું હતું, પણ ધાવણ તો અચિત્ત હોય છે. એટલે વજસ્વામીની વાત સાચી છે. આજે કોઈ ઠેકાણે મલેરિયા, ટાઈફોઈડ કે એવો બીજો કોઈ ચેપી રોગ ફેલાયો હોય ત્યાં ધાવણા બાળકને લઈ જવાનો પ્રસંગ આવે તો બાળકને ચેપ લાગે કે નહિ ? દાક્તરોપશ્ચિમના નિષ્ણાત દાક્તરો પણ કહેશે કે બાળક જ્યાં સુધી ફક્ત માતાના ધાવણ પર જ રહેતું હોય અને એને વધારાનું દૂધ કે પાણી આપવામાં ન આવતું હોય તો બાળકને ચેપ લાગવાનું કોઈ જ જોખમ હોતું નથી. દૂધ સંપૂર્ણ આહાર તો છે જ, પણ એનામાં ઔષધીય ગુણો પણ ઘણા બધા છે. જીર્ણજવર, ક્ષયરોગ, મૂચ્છ, પાંડુરોગ, સંગ્રહણી, શોષરોગ, દાહ, તૃષારોગ, શૂલ, ઉદાવર્ત, ગુલ્મ, હરસ, પિત્તરોગ, રક્તપિત્ત, અલ્સર, યોનિરોગ, ગર્ભસ્રાવ વગેરે ઘણા રોગોમાં દૂધ અકસીર કામ કરે છે. કેટલીયે દવાઓ ગાયના દૂધમાં બનાવવામાં આવે છે. કેટલીક દવાઓ દુગ્ધાનુપાનની હોય છે એટલે કે તે દવા લીધા પછી દૂધ પીવું જોઈએ કે જેથી તે ગરમ દુગ્ધામૃત + ૫૩ Page #94 -------------------------------------------------------------------------- ________________ ન પડે. દૂધને વિષાપહર તરીકે ઓળખાવવામાં આવે છે. નિયમિત દૂધ લેનારની રોગપ્રતિકારક શક્તિ સારી રહે છે. આપણે ત્યાં કહેવત છે કે, દૂધે વાળુ જે કરે તે ઘેર વૈદ ન જાય.” ગાય, ભેંસ, બકરી, ઘેટી, ઊંટડી, વાઘણ, સિહણ ઈત્યાદિના દૂધના ગુણધર્મોની પરીક્ષા આયુર્વેદમાં કરવામાં આવી છે. વિવિધ પ્રકારના રોગમાં વિવિધ પ્રકારનું દૂધ કેવી રીતે ઉપયોગી છે તેની મીમાંસા તેમાં કરવામાં આવી છે. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરેમાં ગાયનું દૂધ વપરાય છે. ભારત, પાકિસ્તાન, બર્મા, ચીન ઈજિપ્ત વગેરેમાં ગાય કરતાં ભેંસનું દૂધ વધુ ખવાય છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના કેટલાક પ્રદેશોમાં બકરીના દૂધનો ઉપયોગ વધુ થાય છે. નોર્વે, ડેન્માર્ક, સ્વીડન, ફિનલેન્ડ તથા રશિયાની ઉત્તરે રેઈનડિયરનું દૂધ વપરાય છે. દક્ષિણ યુરોપના દેશોમાં ઘેટીના દૂધનો પ્રચાર વધુ છે. જાપાન, કોરિયા વગેરેમાં દૂધનો વપરાશ ઘણો ઓછો છે. ત્યાંના લોકોને હાથે પગે રૂંવાટી ખાસ હોતી નથી. ત્યાં એવી માન્યતા છે કે દૂધ પીવાથી હાથે પગે રૂંવાટી વધે છે. એશિયાના દેશોમાં દૂધનો જેટલો વપરાશ છે તેના કરતાં યુરોપ - અમેરિકામાં વધુ છે. ગાયના દૂધ માટે આયુર્વેદમાં કહેવાયું છે : સઘઃ શુક્રકણું શીત, સભ્ય સર્વ શરીરિણામું, જીવન બૃહણ બલ્ય, મેધ્ય વાજિકંર પર વય સ્થાપનું આયુષ્યમ્, સંધિકારિ રસાયનમુ. ગાયનું તાજું દૂધ તરત જ શુક્રધાતુને ઉત્પન્ન કરે છે. તે શીતળ છે. બધાં પ્રાણીને અનુકૂળ છે. તે જીવન આપનારું, શરીરની વૃદ્ધિ કરનારું, બળ અને બુદ્ધિ વધારનારું તથા વાજિકર એટલે જાતીય શક્તિ વધારનાર, તે વયને સ્થિર કરનાર (યૌવનને ટકાવનાર), આયુષ્ય વધારનાર, સંધિશરીરના સાંધાઓને મજબૂત કરનાર છે અને રસાયન છે. એટલે કે શરીરમાં રહેલી સાતેય ધાતુઓને પુષ્ટ કરનાર તથા પ્રતિકારશક્તિ વધારનાર છે. દૂધ કેટલું બધું ઉપયોગી છે અને ચમત્કારિક ગુણો ધરાવે છે એ વિશે એક પાશ્ચાત્ય લેખકે Magic of Milk નામનું પુસ્તક લખ્યું છે. સર્વ દૂધમાં ગાયના દૂધને શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે, કારણ કે ગાય બુદ્ધિમાન, સમજદાર, માયાળુ અને માતાતુલ્ય પ્રાણી છે. ભોજનમાં જો દૂધ કે દૂધની વાનગી હોય તો માણસને આહારની રુચિ થાય છે અને થોડો વધુ આહાર લઈ શકે છે. જૂના વખતમાં કહેવાતું ૫૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #95 -------------------------------------------------------------------------- ________________ કે માણસ શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટને બમણું ખાય છે. નાનાં બાળકો અથવા જેમનું વજન સરેરાશ કરતાં ઓછું હોય એવા લોકો પોતાના સવાર-સાંજના આહારમાં જો દૂધને સ્થાન આપે તો તેમનું શરીર સારું થાય છે અને વજન વધે છે. ફ્રિજના ઠંડા કે ચૂલા પરથી ઉતારેલા ગરમ ગરમ દૂધ કરતાં ઊભરો આવ્યા પછી થોડીવારે સાધારણ ગરમ એટલે હૂંફાળું થયેલું દૂધ વધુ ગુણકારી મનાયું છે. સ્તનપાન કરાવતી માતાનું દૂધ સાધારણ ઉષ્ણ હોય છે. દોહરાવતી ગાય-ભેંસના દૂધની ધારા ઉષ્ણ અથવા હૂંફાળી હોય છે. આવું હુંફાળું દૂધ બહુ ગુણકારક મનાય છે. આવું હૂંફાળું દૂધ એક સામટું ગટગટાવવાને બદલે એક એક ઘૂંટડો મોઢામાં થોડી વાર રાખી ધીમે ધીમે ગળામાં નીચે ઉતારતા રહેવાથી અમ્લપિત્ત વગેરે રોગોમાં લાભકારક બને છે. આપણે ત્યાં યોગવિદ્યા અને આયુર્વેદમાં એવા પ્રયોગો નોંધાયેલા છે કે જો કોઈ માણસ બ્રાહ્મણમુહૂર્તમાં (સવારે સાડાચારની આસપાસ) ગાયનું તરત કાઢેલું ધારોષ્ણ દૂધ ટટ્ટાર ઊભા રહીને નાક વાટે થોડા દિવસ નિયમિત પીએ તો એની આંખોનું તેજ એટલું વધી જાય છે કે અંધારામાં પણ તે જોઈ શકે. એવી જ રીતે કોઈ માણસ દૂઝણી ગાયની બળી (ખીરું) રોજ ખાય (તે મળવી જોઈએ) તો થોડા વખતમાં એની આંખો ગીધ પક્ષીની આંખો જેવી તીક્ષ્ણ થાય છે. ગાયના દૂધનાં માખણ અને મલાઈનો ઉપયોગ યોગવિદ્યામાં બીજી એક વિશિષ્ટ રીતે પણ થાય છે. જે સાધકો ખેચરી મુદ્રા ધારણ કરે છે તેઓ પોતાની જીભ તળાવે સ્થિર રાખી ઉત્તરોત્તર ગળાના પાછળના ભાગમાં લઈ જાય છે. ત્યાં જીભ ચોંટેલી રાખવા માટે જીભના અગ્રભાગ પર મલાઈ અથવા માખણ ચોપડે છે. એ પછી જીભને “કપાલ-કૂહર'માં દાખલ કરી ત્યાં બ્રહ્મરંધ્ર પાસે અડાડી રાખી ધ્યાન ધરે છે ત્યારે ત્યાંથી ઝરતા સુધારસનું ચંદ્રામૃતનું પાન કરી શકે છે. આવી સાધના કરનારનું આરોગ્ય ઘણું સારું રહે છે એટલું જ નહિ તેઓ દેહ અને આત્માની ભિન્નતાનો સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ગામડાં છે ત્યાં ગાયભેંસના ઉછેરને અવકાશ છે. ત્યાં ડેરીના દૂધની આવશ્યકતા નથી. પરંતુ શહેરો જેમ જેમ વધતાં ગયાં અને મોટા થતાં ગયાં તેમ તેમ ત્યાં પાળેલાં પશુઓની સંખ્યા ઓછી થઈ ગઈ અને છેવટે ડેરીના દૂધની અનિવાર્યતા આવવા લાગી. વીસમી સદીમાં ડેરીના દુગ્ધામૃત - પપ Page #96 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી. દૂધને જંતુરહિત બનાવી તેની જાળવણી કરવા માટે લઈ પાશ્વરે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી. ડેરી વિજ્ઞાન ઘણા અખતરા કરતું રહ્યું છે. એનાં કેટલાંક સારાં પરિણામ આવ્યાં છે, તો Mad Cow જેવા ભયંકર અખતરા પણ થયા છે. કૃત્રિમ ગર્ભાધાન દ્વારા ગાયને દૂધ માટે ઝટઝટ ગર્ભવતી બનાવવી, એને ઓક્સિટોસિનનાં ઈજેશન આપી એનું દૂધ જલદી જલદી ખેંચી લેવું એમાં નરી નિર્દયતા છે. છેલ્લા થોડા દાયકાઓમાં આંતરરાષ્ટ્રિય વિમાન વ્યવહાર ઘણો વધી ગયો છે. એથી એક રાષ્ટ્રમાંથી બીજા રાષ્ટ્રમાં ઘણી ચીજવસ્તુઓ થોડા કલાકમાં પહોંચી જાય છે તેમ દૂધ તથા પાઉડરમાંથી બનાવેલી ચીજવસ્તુઓ ચીઝ, માખણ, ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરેની આયાત પણ થવા લાગી છે. એના લાભ અને ગેરલાભ ઘણા છે, પણ એ વિશે સાવચેતીથી આગળ વધવા જેવું છે અને બહુરાષ્ટ્રિય કંપનીઓની રમતના ભોગ ન બની જવાય એ વિશે સાવધાની રાખવી આવશ્યક છે. યુરોપ, અમેરિકા અને બીજા ઘણા દેશોમાં ચરબીરહિત, ઓછી ચરબીવાળાં, અમુક ટકા ચરબીવાળાં એમ ભાતભાતનાં દૂધ-દહીં મળે છે. લોકો પણ પોતાને માફક આવતું હોય તે પ્રમાણે ખરીદે છે. Full Fat, low Fat, Fat Free જેવા શબ્દો ત્યાં બહુ પ્રચલિત છે. નાનાં બાળકો પણ એ સમજે છે અને બોલે છે. અમેરિકામાં એક વખત હતો ત્યારે મારી ચાર વર્ષની પૌત્રી અચિરાને અમે કહેલું કે કૃષ્ણ ભગવાનને દહીં બહુ ભાવતું. એ વખતે એણે સાવ નિર્દોષ ભાવે પ્રશ્ન કર્યો, ‘But Dadaji, Krishna Bhagawan was eating Full Fat yogurt or Low Fat yogurt ?' તે સાંભળીને અમે બધા હસી પડેલાં. જ્યારથી દૂધની ડેરીઓ થઈ અને દૂધમાં વિવિધ પ્રકારનાં રસાયણો, ખનીજ તત્ત્વો વગેરેનું મિશ્રણ થવા લાગ્યું ત્યારથી ડેરીના દૂધને કારણે જાતજાતના રોગો પણ પેદા થવા લાગ્યા છે. કેટલાકને દૂધની એલર્જી હોય છે. કેટલાક તો એવો પ્રચાર કરવા લાગ્યા છે કે દૂધથી હૃદયરોગ, ક્ષયરોગ, દમ અને કેન્સર પણ થાય છે. Milk-The Deadly Poison નામના પુસ્તકમાં એના લેખક Robert Cohen લખે છે કે The Fountain of youth and cure to illness can be obtained by giving up milk.' દૂધ અને પાણીની મૈત્રી આદર્શરૂપ ગણાય છે. દૂધ પાણીને પોતાના જેવું એકાકાર બનાવી દે છે. એટલે દૂધને ગરમ કરતી વખતે પાણી પહેલાં બળે છે. પરંતુ પોતાના મિત્ર પાણીને બળતું જોઈને દૂધ ઊભરારૂપે રડે પક ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #97 -------------------------------------------------------------------------- ________________ છે; તે વખતે તેને પાણી મળે તો ઊભરો શાન્ત થઈ જાય છે. દૂધમાં પાણી મેળવવાની લુચ્ચાઈ તો અનાદિ કાળથી ચાલતી આવે છે. દૂધ માટે શુદ્ધતામાપક સાધનો પ્રચારમાં આવ્યા પછી ભેળસેળનું પ્રમાણ ઘટ્યું છે, તો પણ જ્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધુ હોય ત્યાં દૂધમાં ભેળસેળ કરવાના કિસ્સા બનતા જ રહેવાના. દૂધમાં તરત બગડી જવાનું લક્ષણ રહેલું છે. દૂધમાંથી દહીં બનાવવામાં આવ્યું હોય તો તે પણ વધુ વખત રહે તો તીવ્ર દુર્ગધ ફેલાવે છે. માખણ પણ તરત બગડવા લાગે છે. આથી ભારત જેવા ઉષ્ણ દેશોમાં પ્રાચીન સમયમાં દૂધમાંથી દહીં, માખણ અને છેવટે ઘી બનાવવાની પ્રક્રિયા પ્રચલિત થઈને આજ પર્યત ચાલુ છે. ઘી લાંબા સમય સુધી બગડતું નથી. યુરોપના ઠંડા દેશોમાં દૂધ, દહીં, માખણ જલદી બગડતાં નથી. એટલે ત્યાં માખણ ખાવાનો અને લાંબા સમય સુધી બગડે નહિ એવી પનીર (ચીઝ) બનાવવાનો રિવાજ પ્રચલિત થયો. હવે તો દુનિયામાં બધે જ રેફ્રિજરેટરો આવ્યાં એટલે દૂધ અને એની બનાવટો બગડવાનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું. કેટલાક સમય પહેલાં જાપાનના એક વિસ્તારમાં દસ હજારથી વધુ માણસોને અચાનક ઝાડાઊલટી થયાં હતાં. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એક ડેરીના દૂધને કારણે આ ઘટના બની હતી. ડેરીએ કબૂલ કરી લીધું હતું કે વધેલું જૂનું વાસી દૂધ નવા દૂધમાં ભેળવ્યું હતું માટે આમ થયું છે. ડેરીએ પોતાનું નહિ વેચાયેલું દૂધ પાછું ખેંચી લીધું હતું. ભારતમાં વખતોવખત લગ્નપ્રસંગે દૂધની વાનગી કે કોઈ ઉત્સવ વખતે પ્રસાદીનાં પેંડા ખાધા પછી કેટલાયે લોકોને ખોરાકીનું ઝેર (Food Poisoning) ચડી ગયું હોય અથવા ઝાડા ઊલટી થઈ ગયાં હોય એવી ઘટનાઓ બને છે. દૂધ ઊકળતું હોય તે વખતે તેમાં ગરોળી કે કોઈ જીવડું પડ્યું હોય અને દૂધ બગડી ગયાની ખબર ન પડી હોય ત્યારે આવું બને છે. ક્યારેક દૂધની વાનગી વાસી થઈ ગઈ હોય અને અંદર ફૂગ વળી ગઈ હોય ત્યારે પણ આવું બને છે. સમૃદ્ધ દેશોમાં, સુખી ઘરનાં બાળકોમાં સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. કેટલાંયે બાળકોને મલાઈવાળું દૂધ ભાવતું નથી. ચોકલેટ અને સોડાવાળાં પીણાંઓના સ્વાદની ટેવથી બાળકોમાં તાજું સાદું દૂધ પીવાનો અભાવ વધતો જાય છે. એથી અમેરિકામાં એક મહિલાએ Milk Moustacheની ઝુંબેશ ચાલુ કરી છે. દૂધ પીતાં પીતાં બાળકના ઉપલા હોઠ ઉપર દૂધ ચોંટી જાય અને તે સફેદ મૂછ જેવું લાગે તો એને બાળકોની દુગ્ધામૃત - ૫૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ ફૅશન તરીકે ગણાવી, એવી દૂધાળી મૂછના ફોટા પડાવવાની પ્રવૃત્તિનો પ્રચાર વધતો ચાલ્યો છે કે જેથી બાળકોમાં દૂધ પીવાનો ઉત્સાહ વધવા લાગે અને બાળકોનું આરોગ્ય સારું રહે. પ્રાણીઓમાં દૂધ જેને સૌથી વધુ પ્રિય હોય એવા પ્રાણી તરીકે બિલાડીને ઓળખાવવામાં આવે છે. એને ઘણે દૂરથી દૂધની ગંધ આવે છે. રાત્રે અંધારામાં પણ તે જોઈ શકે છે અને દૂધના વાસણ સુધી પહોંચી જાય છે. એટલે તો ગામડાંઓમાં શીકાંની પ્રથા હતી કે જેથી બિલાડી કૂદીને પણ ત્યાં પહોંચી શકે નહિ. ચાંદની રાતે દૂધ અને પૌઆ ભેળવીને ચાંદનીમાં ઠરવા મૂક્યાં હોય તો બિલાડીથી સાચવવું પડતું. કવિઓએ તો કલ્પના કરી છે કે પૂર્ણિમાના ચંદ્રની રેલાતી ચાંદની એવી સરસ શ્વેત અને શીતળ હોય છે કે બિલાડીને તે દૂધ હોવાને ભ્રમ થાય છે અને ચાંદનીને ચાટવા લાગે છે. ફક્ત પશ્ચિમના વેગન (Vegan) લોકો જ દૂધનો આહાર નથી લેતા એવું નથી. કેટલાયે જૈનો, વિશેષતઃ કેટલાક જૈન સાધુ-સાધ્વીઓ જીવનપર્યંત દૂધ કે એમાંથી બનેલી વાનગીઓ નથી લેતા. પરંતુ વેગન લોકોની દૃષ્ટિ જુદી છે અને જૈનોની દૃષ્ટિ જુદી છે. જૈનો સંયમની દૃષ્ટિએ દૂધને વિચારે છે. જેઓ બ્રહ્મચર્યવ્રતનું મન, વચન, કાયાથી સારી રીતે પાલન કરવા ઇચ્છે છે તેઓએ દૂધ અને દૂધની મીઠાઈ ન લેવાં જોઈએ અથવા અલ્પ પ્રમાણમાં લેવાં જોઈએ. તેઓ કઢેલું શર્કરાયુક્ત દૂધ અથવા દૂધની મીઠાઈ વધુ પ્રમાણમાં સાંજે લે તો સ્વપ્નદોષ થવાનો સંભવ રહે છે. જૈન ધર્મ પ્રમાણે ‘દૂધ’ અને એમાંથી બનતાં દહીં, છાશ, માખણ અને ઘીનો સમાવેશ ‘વિગઈ’માં થાય છે. ઘી, તેલ, ગોળ, ખાંડ પણ વિગઈમાં ગણાય છે. પ્રાકૃત ‘વિગઈ’ શબ્દ વિકૃતિ ઉ૫૨થી આવ્યો છે. દૂધ, ઘી, ગોળ, સાકર વગેરે પદાર્થો સ્નિગ્ધ અને પુષ્ટિકર મનાય છે. એ શક્તિવર્ધક છે, પરંતુ તેઓ બ્રહ્મચર્ય વ્રતનું બરાબર પાલન કરવા ઇચ્છતા હોય તેઓએ વિકૃતિ કરનાર આ વિગઈનો ત્યાગ કરવો જોઈએ અથવા અત્યંત અલ્પ પ્રમાણમાં તે લેવાં જોઈએ. જૈનોમાં આયંબિલનું વ્રત, તપ કરાય છે. આયંબિલ કરનાર વિગઈનો ઉપયોગ કરી ન શકે. એણે લુખ્ખો આહાર લેવો જોઈએ. કેટલાંક જૈન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસમાં અથવા કેટલાક તો જીવનપર્યંત એક-બે અથવા બધી વિગઈના ત્યાગના પચ્ચખાણ લે છે. કેટલાક સાધુ-સાધ્વીઓ તો સ્વાદેન્દ્રિય ઉત્તેજે એવા ખાટા અને તીખા રસના ૫૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #99 -------------------------------------------------------------------------- ________________ આહારનો ત્યાગ કરે છે અને પર્વતિથિએ, ચાતુર્માસમાં કે માવજીવન લીલોતરીનો ત્યાગ કરે છે. સાત્ત્વિક ગુણની વૃદ્ધિ માટે, સંયમના ત્રિકરણયોગે પાલન માટે આવી આહારશુદ્ધિની મર્યાદા સ્વીકારાઈ છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં દૂધને પવિત્ર માનવામાં આવ્યું છે. એટલે દૂધ ઢોળાય કે ઊભરાય તો એને અપશુકન માનવામાં આવે છે. કોઈને નાણાં પાછાં આપવાની વાત આવે તો પોતાની પ્રામાણિકતા દર્શાવવા માટે માણસ કહે છે કે, “મારે દૂધે ધોઈને નાણાં પાછાં આપવાનાં છે.” જૈનોમાં જિનપ્રતિમાને સ્નાન – (પ્રક્ષાલ) પ્રથમ દૂધથી કરવામાં આવે છે અને પછી જલથી, કારણ કે દેવો તીર્થકર ભગવાનના જન્મસમયે એમને સ્નાન કરાવવા માટે મેરુપર્વત પર લઈ જાય છે અને ક્ષીરસમુદ્રના દૂધ જેવા જળથી સ્નાન કરાવે છે. માણસ અનીતિ કરે અને પછી નુકસાન થાય ત્યારે “દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં' એવા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરે છે. આમ, દૂધ માનવજાત માટે અમૃત સમાન છે, પણ એને છંછેડવામાં આવે તો તે વિષ સમાન બનવાની ક્ષમતા ધરાવે છે. (સાંપ્રત સહચિંતન-૧૩) દુગ્ધામૃત * પ૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ જલ જીવન જગમાંહિ કવિ પદ્મનાભે “કાન્હડદેપ્રબંધમાં લખ્યું છે : જલ વિણ કો જીવઈ નહિ, જલ જીવન જગમાંહિ. પાણી વિના કોઈ જીવી શકતું નથી. એટલે પાણી એ જીવન છે. સંસ્કૃત ભાષામાં “જીવન' શબ્દનો એક અર્થ થાય છે : “પાણી'. એટલે જીવન” શબ્દ “જલ'ના પર્યાયરૂપ છે. જ્યાં જીવન છે ત્યાં જલ છે. જ્યાં જલ છે ત્યાં જીવન છે. જલમાં જીવસૃષ્ટિના અસ્તિત્વને ટકાવવાનું લક્ષણ છે. પાણી માટે નીર, વારિ, અંબુ, સલિલ, જળ ઈત્યાદિ શબ્દોનો પ્રત્યેકનો વિશિષ્ટ અર્થ પણ થાય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાનમાં થોડે થોડે વર્ષે અલ્પવૃષ્ટિને કારણે દુકાળ જેવી સ્થિતિ સર્જાય છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ વેળાસર પાણી, અનાજ ને ઘાસચારાનો પ્રબંધ ન કરે તો ભયંકર દુકાળના માઠાં પરિણામો જોવાનો વખત આવે છે. જૂના વખતમાં પણ છપ્પનની સાલમાં દુકાળ પડ્યો હતો. એટલે “છપ્પનિય’ શબ્દ જ દુકાળ માટે પ્રચલિત રહ્યો છે. ટ્રેનો, ટ્રકો, ટેંકરો વગેરે દ્વારા ખોરાકપાણીની હેરફેર ઝડપથી થઈ શકતી હોવાથી દુકાળની પરિસ્થિતિને હળવી બનાવી શકાય છે. જૂના વખતમાં આવાં સાધનો નહોતાં એટલે દુકાળમાં હજારો માણસો અને ઢોરો અનાજ-પાણી વિના ટળવળીને મૃત્યુ પામતાં હતાં. ભારતની સ્વતંત્રતા પૂર્વે, બ્રિટિશ શાસનકાળ દરમિયાન બિહાર- બંગાળના ૯૦ % સાંપ્રત સમાજ-દર્શન Page #101 -------------------------------------------------------------------------- ________________ દુકાળમાં લાખો માણસો મૃત્યુ પામ્યા હતા, જેના આંકડા બ્રિટિશ સરકારે બહુ જાહેર થવા દીધા નહોતા. વર્તમાન સમયમાં દુનિયાભરનાં પ્રચાર માધ્યમો દ્વારા, પત્રકારોની જાત-તપાસ દ્વારા વાસ્તવિક પરિસ્થિતિની જાહેરાત, દશ્યો સાથે, આખી દુનિયામાં થઈ જાય છે. એટલે સરકારો હવે કશું છુપાવી શકતી નથી. આફ્રિકા અને એશિયા જેવા ગરમ પ્રદેશોમાં જેવી દુકાળની પરિસ્થિતિ ઉદ્દભવે છે તેવી યુરોપ-અમેરિકામાં નથી થતી, કારણ કે ત્યાં પાંખી વસતિ અને બારેમાસ છૂટોછવાયો વરસાદ હોય છે. નદી બારેમાસ જલસભર રહે છે. ધરતી ત્યાં બહુ સૂકાતી નથી. એશિયા કરતાં આફ્રિકા ખંડના દેશોમાં ધરતી વધુ તપ્ત રહે છે. એથી અનાજનું ઉત્પાદન પ્રમાણમાં ત્યાં ઓછું થાય છે. ઇથિયોપિયા, સુદાન વગેરે દેશોમાં વારંવાર દુકાળ પડે છે. એશિયાના દેશોમાં, વિશેષત: ભારતમાં એકંદરે ધરતી ફળદ્રુપ છે. ઋતુ નિયમિત હોવાથી વરસાદ પણ નિશ્ચિત મહિનાઓમાં ઓછોવત્તો પડે જ છે. ગીચ વસતિ અને ખેતીપ્રધાન દેશ હોવાથી, ભારતમાં દર વર્ષે ચોમાસાના વરસાદ ઉપર લોકજીવનનો અને અર્થતંત્રનો ઘણો બધો આધાર રહે છે. એમાં ઉપરાઉપરી દુષ્કાળનાં વર્ષો આવે ત્યારે તો પ્રજાની નૈતિક હિંમત તૂટી જાય છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી બિહાર (મગધ)માં ઉપરાઉપરી બાર વર્ષ સુધી દુકાળ પડતાં અનેક માણસો અને પશુપંખીઓ મૃત્યુ પામ્યાં હતાં અને કેટલાયે લોકો અને સાધુ-સાધ્વીઓ સ્થળાંતર કરી ગયાં હતાં. જ્યારે પણ દુકાળ પડે છે ત્યારે ગરીબોને એ જેટલો નડે છે તેટલો શ્રીમંતોને નડતો નથી. દુકાળની શરૂઆત થાય એટલે અનાજ, પાણી, ઘાસચારો ઇત્યાદિની અછત શરૂ થાય. સંગ્રહખોરી થવા લાગે. ભાવો વધે. પોતાપોતાની ખરીદશક્તિ હોય ત્યાં સુધી માણસ તે મેળવવાનો પ્રયાસ કરે. અનુક્રમે મૃત્યુના ઓછાયા ગરીબો પર ઊતરવા લાગે. શ્રીમંતો લક્ષ્મીના બળે છેવટ સુધી ઝઝૂમી શકે. લોકશાહી, સામાજિક જાગૃતિ, સરકારની સાવચેતી, લોકકલ્યાણનાં કાર્યો કરતી સેવાભાવી સંસ્થાઓની રાહતકાર્યો માટેની નિષ્ઠા અને તત્પરતા, પ્રચાર માધ્યમોની સહાય, સખાવતી ધનિકોની ઉદારતા, રાહતનિધિ માટે ભંડોળ એકત્ર કરવા માટે લોકોની પ્રવૃત્તિઓ, આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સરકાર અને સંસ્થા તરફથી મળતી મદદ-આમ મૃત્યુના સંકટમાંથી માણસો અને પશુઓને બચાવી લેવાનું કાર્ય વરિત ગતિએ ટ્રકો, ટ્રેનો, જહાજ, વિમાનો ઇત્યાદિ દ્વારા પૂરજોશમાં થતું હોવાને લીધે દુકાળની જલ જીવન જગમાંહિ ક ઉ૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ ભયંકરતા હવે છપ્પનિયા જેટલી રહી નથી. છપ્પનિયો' આજે હોત તો તે એટલો ભયંકર ન હોત. પ્રજાનો એક વર્ગ જ્યારે આપત્તિગ્રસ્ત હોય ત્યારે બીજો વર્ગ ત્યાં જ જલસા કરતો હોય એવો વિસંવાદ લોકજીવનમાં વખતોવખત જોવા મળે છે. આવા આપત્તિના કાળમાં એ જ વિસ્તારોમાં લગ્નો, મેળાવડાઓ, મિજબાનીઓ, ધાર્મિક મહોત્સવો, ધાર્મિક અનુષ્ઠાનો ઇત્યાદિમાં અઢળક નાણાં ખર્ચવાં એમાં સામાજિક દ્રોહ રહેલો છે. પોતાના ફાળવેલાં નાણાંમાંથી યથાશક્તિ પ્રવાહ જીવદયા, અનુકંપા તરફ વાળવાથી કંઈક કર્તવ્ય કર્યાનો સંતોષ મળે છે, સામાજિક ચાહના મળે છે, લોકો વચ્ચેનો સમભાવ વધે છે ને વિસંવાદ દૂર થાય છે. આવે વખતે રાજકીય નેતાઓએ, સમાજના આગેવાનોએ, ધર્માચાર્યોએ લોકોને સાચું નેતૃત્વ અને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને સાચો દાખલો બેસાડવો જોઈએ. દુનિયામાં જ્યારથી પાણીની સુલભતા વધી છે ત્યારથી પાણીનો દુર્થય પણ વધ્યો છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં રોજ સરેરાશ દસથી પંદર ટકા પાણી ખોટી રીતે વેડફાઈ જાય છે. હાથ ધોવા માટે કે બ્રશ કરવા માટે, મોંઢું ધોવા માટે જેટલું પાણી જોઈએ તેના કરતાં, નળ આવ્યા પછી પાણીનો વપરાશ વધ્યો છે. નળ ઘડીએ ઘડીએ ઉઘાડબંધ કરવાની તકલીફ કોણ લે ? વહીવહીને કેટલું પાણી વહી જશે ? પાણીના ક્યાં બહુ પૈસા પડે છે ? પાણી વાપરવામાં પણ કંજૂસ થવું છે ? - આવા આવા વિચારો પાણી વાપરનારના મનમાં ચાલતાં હોય છે. જ્યાં નિશ્ચિત કલાકો માટે નળમાં પાણી આવે છે ત્યાં ભૂલમાં નળ ખુલ્લો રહી જવાને લીધે કેટલું બધું પાણી વેડફાઈ જાય છે ? નળ ખુલ્લો રાખીને જ કપડાં-વાસણ ‘બરાબર' ધોવાની નોકરને કડક સૂચના આપનાર શેઠાણીઓનો ક્યાં તોટો છે ? નળ બગડી ગયો હોય અને પાણી સતત ગળતું હોય, પાઈપ તૂટી ગઈ હોય, પાઈપલાઈન ફાટી ગઈ હોય, ટાંકીઓ ભૂલમાં ઊભરાતી હોય - રીઢા માણસોને આ બધી વસ્તુઓ જરા પણ ખટકતી નથી. એક લેખકે કહ્યું E : Water is fast becoming our most valuable, most prized, most critical resource. A blessing where properly used, but it can bring devastation and ruin when left uncontrolled. મહાત્મા ગાંધીજી સાબરમતી નદીમાંથી જેટલી લોટી પાણી પોતાને જોઈએ તેટલું જ વાપરતા. એમણે કહ્યું કે સાબરમતી નદી ફક્ત મારા એકલાને માટે વહેતી નથી. જૈન સાધુ- સાધ્વીઓ પાણીનો ખપ પૂરતો ૬૨ - સાંપ્રત સમાજ-દર્શન Page #103 -------------------------------------------------------------------------- ________________ જ ઉપયોગ કરે છે. પાણીનો જરા પણ બગાડ એમને હાથે થતો નથી. પાણીના ઉપયોગમાં તેઓ આદર્શરૂપ છે. પ્રાકૃતિક સંપત્તિને સાચવવામાં તેમનો ફાળો મોટામાં મોટો છે. ભારતમાં નાગરિક જાગૃતિ પૂરતા પ્રમાણમાં ન હોવાથી તળાવો, સરોવરો, નદીઓ, સમુદ્રકિનારો ઇત્યાદિ કચરો ઠાલવવાનું જાણે અધિકૃત સ્થાન હોય એમ ચાલે છે. ત્યાં કોઈ રોકટોક કરનારું હોતું નથી. ગામનો પ્લાસ્ટિકની કોથળીઓ સહિત ચાલુ કચરો જ નહિ, મકાનોના કાટમાળ પણ ત્યાં ઠલવાય છે. તળાવ જળાશય એટલે નધણિયાતું ક્ષેત્ર. ચારે બાજુથી દબાણ આવતાં તળાવો ક્ષીણકાય બને એમાં નવાઈ શી ? ભારતમાં અને દુનિયાના કેટલાયે દેશોમાં કારખાનાંઓનો દૂષિત, ક્યારેક ઝેરી પ્રવાહી કચરો સરોવરોમાં, નદીઓમાં કે સમુદ્રમાં ઠલવાય છે. એથી અચાનક લાખો માછલીઓ મૃત્યુ પામવાની ઘટનાઓ વારંવાર બને છે. જીવહિંસાની દૃષ્ટિએ, પર્યાવરણની દૃષ્ટિએ, નાગરિક આરોગ્યની દૃષ્ટિએ આવી ઘટનાઓ માત્ર માછલીઓ માટે જ નહિ, મનુષ્યો માટે પણ ખતરારૂપ છે. કેટલાક દેશો બીજા દેશોનું આંધળું અનુકરણ કરે છે. પાણીની બાબતમાં પણ એવું બને છે. કેટલાક દેશોની ભૌગોલિક રચના એવી છે અને ત્યાંની આબોહવા એવી હોય છે કે ત્યાં દુકાળ જેવી સ્થિતિ ક્યારેય ઉદ્દભવતી નથી. એથી એ દેશોને પીવા માટે, ખેતી, ઉદ્યોગ, વિદ્યુત ઇત્યાદિ માટે પૂરતા પ્રમાણમાં પાણી હંમેશાં મળી જ રહે છે. ભવિષ્ય માટે અનામત જલસંચય કરી રાખવાની આવશ્યકતા ત્યાં રહેતી નથી. જે દેશોમાં ગરમી સખત પડે, વસતી ઘણી હોય, ખેતીનું પ્રાધાન્ય હોય છે. ત્યાં બીજું ચોમાસું આવે ત્યાં સુધી પાણીનો સંગ્રહ કરી રાખવાની આવશ્યકતા રહે છે. ભૂગર્ભમાં પાણીની સપાટી વધુ નીચી ચાલી ન જાય એ માટે તકેદારી રાખવી જોઈએ. આપણી જૂની જીવનશૈલી પ્રમાણે તો કૂવા અને તળાવ વગરનું કોઈ ગામ ન હોવું જોઈએ. પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં કૂવાઓ કાલગ્રસ્ત બનતા ગયા ને તળાવો પૂરાવા કે સૂકાવા લાગ્યાં છે. એથી વરસાદનું પાણી જેટલું તળાવો અને સરોવરોમાં ભરી લેવું જોઈએ એટલું ભરાતું બંધ થયું. પરિણામે જમીનમાં પાણીની સપાટી નીચે ઊતરતી ગઈ છે. વસ્તુત: તળાવના પાણીનો કશો જ ઉપયોગ ન કરવો હોય તો પણ સુંદર વાતાવરણ માટે, મોકળાશ માટે, આબોહવા માટે, ગામની શોભા માટે, પ્રકૃતિના સૌન્દર્ય માટે પણ સ્વચ્છ તળાવો હોવાં જરૂરી છે. ગ્રામનગરોની વધતી જતી વસતિને લીધે જોઈતી જમીનની પ્રાપ્તિ માટે તળાવો જલ જીવન જગમાંહિ * ૬૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ પૂરાવા લાગ્યાં છે. ગુજરાતનાં અને અન્ય રાજ્યોનાં ગામડાંઓ પોતે પૂરી પૂરાવા લાગ્યાં છે. ગુજરાતનાં અને અન્ય રાજ્યોનાં ગામડાંઓ પોતે પૂરી નાખેલાં, ગુમાવેલાં તળાવોને યાદ કરે તો સેંકડોની સંખ્યા થાય. (મુંબઈમાં પણ ધોબી તળાવ, ગોવાળિયા તળાવ, કાવસજી પટેલ તળાવ, ગિલ્ડર તળાવ, મુંબાદેવી તળાવ વગેરે તળાવો પૂરાઈ ગયાં અને હવે માત્ર નામમાં જ રહ્યાં છે.) વસ્તુત: એક તળાવ પૂરવાની આવશ્યકતા ઊભી થાય તો બીજું એક તળાવ ખોદવાની પ્રથાનું આયોજન થવું જોઈએ. વળી બેદરકારી કે ઉપેક્ષાને લીધે કેટલાંયે તળાવો જે ન્યાનાં અને છીછરાં થઈ ગયાં છે, એવાં તળાવોની પુનરચના થવી જરૂરી છે. જે પ્રજા માત્ર ઉપયોગિતાવાદી બની જાય છે અને સૌન્દર્યદષ્ટિ ગુમાવી બેસે છે તેને પોતાની જડતાની કિંમત ભવિષ્યમાં ચૂકવવાનો વારો આવે જ છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એ પાંચ મહાભૂતોમાં જળનું મહત્ત્વ વિશિષ્ટ પ્રકારનું છે. ઠેઠ પ્રાચીનકાળથી ઋષિમુનિઓ દિવસે કે રાત્રે, અમુક માસે કે ઋતુમાં પડતા વરસાદનાં પાણીનું અધ્યયન કરતા. ભારતમાં વરાહમિહિરે અને યુરોપમાં હિપોક્રેટસે પાણી વિશે ગ્રંથ લખ્યા છે. આપણી ધરતીમાં આશરે એક ભાગ જમીન અને ત્રણ ભાગ પાણીના પ્રમાણને કારણે જીવસૃષ્ટિનાં અસ્તિત્વ અને નિર્વાહ શક્ય છે. આમ છતાં પાણીની સમસ્યાઓ જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા સ્વરૂપે વારંવાર ઊભી થાય છે. ક્યાંક પાણીની અછત, તો ક્યાંક પૂર, ક્યાંક અનાવૃષ્ટિ તો ક્યાંક અતિવૃષ્ટિ, ક્યાંક પીવાના પાણીની સમસ્યા, તો ક્યાંક દૂષિત પાણીથી થતા રોગચાળાના પ્રશ્નો ઊભા થતા રહે છે. - વર્તમાન સમયમાં જલસંચય માટેની જાગૃતિ આવકારકદાયક છે, કારણ કે દુનિયાની વધતી જતી વસતિને પહોંચી વળવા વધુ અને વધુ જલસંગ્રહની આવશ્યકતા ઊભી થતી જાય છે. કેટલાંયે રાષ્ટ્રોમાં સરકારી ખાતાઓ તરફથી વખતોવખત જળનીતિ જાહેર કરવામાં આવે છે. પાણીના પુરવઠા માટે વૈશ્વિક સ્તરે હવે વિચારણા થવા લાગી છે. ફક્ત એના આયોજન માટે બહુરાષ્ટ્રિય કંપનીઓ કાર્યરત બની છે. કેટલાયે દેશોમાં પાણીની વ્યવસ્થા ત્યાંની સરકારે ખાનગી કંપનીઓને સોંપી છે, એના મોટા લાભ છે અને ગેરલાભ પણ છે. એકવીસમી સદીમાં મોટા જલસંચયો નહિ હોય તો કેટલાયે માણસોને પાણી માટે ટળવળવાનો વારો આવી શકે છે. નદીઓ ઉપર વારિવારણ (બંધ) બાંધવાથી દુનિયાના ઘણા દેશો સમૃદ્ધ થયા છે. ઘણા સૂકા પ્રદેશો ફળદ્રુપ થયા છે. સિંચાઈની વિવિધ યોજનાઓ ૬૪ સાંપ્રત સમાજ-દર્શન Page #105 -------------------------------------------------------------------------- ________________ અમલમાં આવી છે. અલબત્ત, એનું આયોજન રાજકીય નહિ પણ પર્યાવરણ, લોકોનું સ્થળાંતર વગેરે પ્રશ્નોની વિચારણા સહિત વૈજ્ઞાનિક દૃષ્ટિથી થવું જોઈએ. તેમ ન થાય તો પાણીના સંચય અને વહેંચણીના પ્રશ્નો સંઘર્ષ, વિગ્રહ અને રાષ્ટ્રો વચ્ચેનાં યુદ્ધોના નિમિત્ત બની શકે છે. એક ચિંતકે કહ્યું છે કે, Either the world's Water needs will be met, or the inevitable result will be mass starvation, mass epidemic and mass poverty, greater then anything we know to-day. Belell g દુનિયાના કેટલાક દેશોમાં પાણીના અધ્યયન, સંશોધન, આયોજન માટે વિવિધ દૃષ્ટિકોણથી વિચારણા થઈ રહી છે. ભવિષ્યમાં પીવાનું પાણી પણ કંપનીઓ દ્વારા જુદાં જુદાં ઘટક તત્ત્વોવાળું અને ગુણવત્તાવાળું ભિન્નભિન્ન નામથી પ્રચારમાં આવશે. આધુનિક કાળમાં તો પાણીનું વૈકલ્પિક આયોજન પણ કરી રાખવું જોઈએ. પાણીની સમસ્યા યુદ્ધના વખતમાં અચાનક વિકટ બની જાય છે. સેનાને રણમોરચે પાણીનો પુરવઠો બરાબર મળવો જ જોઈએ. દુશમનોના બોમ્બમારાથી ઠેર ઠેર લાગેલી આગને ઓલવવા માટે પાણી જોઈએ જ. પરંતુ દુશમનની સેનાએ બોમ્બ કે રોકેટ દ્વારા, અજાણતાં કે ઇરાદાપૂર્વક પાણીની મોટી પાઈપોને તોડી નાખી હોય તો મોટા શહેરોમાં પાણીના પુરવઠાની ભયંકર સમસ્યા અચાનક ઊભી થઈ શકે છે. એ દૃષ્ટિએ કૂવા, કી વગેરેને પૂરતા પ્રમાણમાં સક્રિય રાખવાં જોઈએ એવો એક મત છે. પીવાના પાણી કરતાં પણ ખેતીવાડી અને ઉદ્યોગોમાં પાણીનો વપરાશ વધી ગયો છે. કોશનાં પાણી બંધ થયાં અને નીક-નહેરનાં પાણી ચાલુ થયાં. એથી ખેતી સુધરી છે. પાક સારો થાય છે. પણ પાણીનો વપરાશ પણ ઘણો જ વધ્યો છે. એ વધતા જતા વપરાશને પહોંચી વળવા માટે જો વ્યવસ્થિત આયોજન ન થાય તો અછત દ્વારા અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. દુનિયાભરમાં જે રીતે વસતિ વધતી રહી છે તે રીતે જોતાં ફક્ત પીવાના પાણીની જોગવાઈ પણ યોજનાબદ્ધ રીતે કરવાની આવશ્યકતા રહે છે. ગીચ વસતિ અને પાણીની ન્યૂનતાવાળા એશિયાઈ દેશોમાં દીર્ધકાલીન આયોજન હવે અનિવાર્ય બનતું જાય છે. કેટલાક દેશો સમુદ્રના પાણીને ક્ષારયુક્ત શુદ્ધ કરીને એનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ ઘણી ખર્ચાળ છે, પણ તેમ કરવા સિવાય ત્યાં છૂટકો નથી. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક સાધનો અને આધુનિક પદ્ધતિઓ વડે. જલ જીવન જગમાંહિ ઝ૯ ૯૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ હવે તો રણપ્રદેશને લીલો, રળિયામણો બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આરબ દેશો, ઇજિપ્ત, ઈઝરાયેલ વગેરેમાં ચાર-પાંચ દાયકામાં કેટલો બધો રણવિસ્તાર શીતળ, રહેવા લાયક આકર્ષક બનાવાયો છે એ તો ત્યાં ફરીએ તો નજરે જોવા મળે છે. આ ધરતી પાસે હજુ શતાબ્દીઓ સુધી વસવાટ વધારી શકાય એટલી બધી કોરી કુંવારી રેતાળ જમીન છે. જૂના વખતનાં ઘરોમાં પ્રવેશતાં જ પાણિયાળું હોય છે. પાણિયારું ઘરની શોભા ગણાય. મોટા ઘરોમાં મોટાં પાણિયારાં રહેતાં. પાણીથી ભરેલાં માટલાં-બેઠાં હારબંધ જોવા મળે છે. ઉનાળામાં દસ પંદર દિવસ પાણી ન મળે તો પણ ઘરના સભ્યોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે. પાણિયારું એટલે જીવનના અસ્તિત્વનો આધાર. દીવો પાણિયારે કરવામાં આવે. શ્રીમંત લોકો ઘરમાં ટાંકું કરાવે. ટાંકુ એટલે ભૂગર્ભ ટાંકી, નાના કૂવા જેવી પણ તે હોય. એમાં નેવાનાં ચોખ્ખાં નીર એકત્રિત કરી લેવામાં આવે. ટાંકુ ભરેલું હોય એટલે ઉનાળામાં નિશ્ચિતતા. આજે કૂવાની જેમ ટાંકુ પણ કાલગ્રસ્ત બની ગયું છે. પરંતુ એનો બોધપાઠ ભૂલવા જેવો નથી કે ભવિષ્યના કપરા દિવસોનો વિચાર કરી આજથી એનું આયોજન કરી લો. જીવનશૈલી બદલાઈ છે, આધુનિક સાધનોને લીધે રહેણીકરણીમાં પરિવર્તન આવ્યું છે એ ઈષ્ટ પણ છે, પણ બોધપાઠનું વિસ્મરણ થાય છે એ ઇષ્ટ નથી. કૂવા, સરોવર કે નળ દ્વારા મળતું પાણી ફિલ્ટર કર્યા વગર પીવું નહિ એવી સભાનતા દુનિયામાં વધતી જાય છે. સમગ્ર અમેરિકામાં, કેનેડામાં તથા અન્ય કેટલાક દેશોમાં કોઈ ઘરે પાણીનાં માટલાં હોતાં નથી. સીધું નળમાંથી જ પી શકાય એવું ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી ચોવીસ કલાક ત્યાં મળે છે. પરંતુ બીજા કાટલેકે દેશોમાં પાણીના શુદ્ધીકરણની યોજના એટલી સક્ષમ નથી કે નિશ્ચિતપણે નળનું પાણી ગટગટાવી શકાય. કેટલાયે રોગો પાણીના બેક્ટરિયા અને રસાયણો દ્વારા થાય છે. પાણી ત્યારે જીવનને બદલે મૃત્યુ બની રહે છે. એટલે હવે આખી દુનિયામાં “મિનરલ વોટરનો પ્રચાર ચાલ્યો છે. જો કે એ પણ કેટલા દિવસ સુધી તાજું અને સારું રહી શકે છે એ વિશે સંશોધનો ચાલે છે. મનુષ્યને જલ પૂરું પાડવાની કુદરતે જાણે જવાબદારી લીધી હોય તેમ ઓછોવત્તો વરસાદ બધે જ પડતો રહે છે. સમુદ્રનું પાણી વાદળાં રૂપે જમીન પર વરસે છે અને વધારાનું પાણી પાછું સમુદ્રમાં ચાલ્યું જાય છે. પાણીની બાબતમાં મનુષ્યની સંગ્રહવૃત્તિનો પ્રકૃતિએ ક્યારેય વિરોધ ૬૬ સાંપ્રત સમાજ-દર્શન Page #107 -------------------------------------------------------------------------- ________________ કર્યો નથી. જળસંચય માટે જમીન ખોદીને તળાવો કરવાની પદ્ધતિ પુરાણકાળથી ચાલી આવે છે. વર્ષાના પાણીથી કે ઓગળેલા બરફથી વહેતી નદીઓમાંથી નહેર કાઢવાની અને એ રીતે પાણીને સાચવી રાખવાની પ્રથા પણ સગર રાજા અને ભગીરથ રાજાના અતિપ્રાચીન કાળમાં આપણને લઈ જાય છે. એટલે જ ગંગાના એક પ્રવાહને આપણે ભાગીરથી કહીએ છીએ. માનવજાતે પ્રાગૈતિહાસિક કાળથી કૂવાની શોધ કરેલી છે. સમુદ્ર કિનારા પાસે થોડા ફૂટના ખોદાણથી પાણી નીકળતાં, છીછરા કૂવાથી માંડીને ચાલીસ-પચાસ કે તેથી વધારે ફૂટ ઊંડું ખોદીને પાણી કઢાતાં થતા ઊંડા કૂવા સુધીના અનેક પ્રકારના કૂવા, વાવ ઈત્યાદિ માનવજાત બનાવતી આવી છે. કૂવો ખોદવામાં વાર લાગે એટલે જ કહેવત પડી છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. કૂવો ઊંડો હોય ને બોખ ફાટેલી, કાણાંવાળી હોય તો ઉપર આવતાં સુધીમાં બધું પાણી ખલાસ થઈ જાય, મહેનત નકામી જાય. કૂવો ઉદાર છે એટલે જલદાન આપે છે, પરંતુ તે પાત્ર અનુસાર (વાસણમાં માય તેટલું) દાન આપે છે એટલે એ વિવેકી છે એમ કહેવાય છે. બધા જ કૂવામાંથી પીવાલાયક મીઠું પાણી ન નીકળે, કોઈમાંથી ખારું તો કોઈમાંથી મોળું પાણી પણ નીકળે. એટલે જ જ્યાં જ્યાં મીઠું પાણી નીકળે ત્યાં ત્યાં ગામો વસતાં રહ્યાં છે. - જૂના વખતમાં કોઈના પર વેર લેવું હોય તો એના પીવાના પાણીને અભડાવી દેવાતું. કિલ્લામાં માણસો સુરક્ષિત હોય, પણ દુમનો જ્યારે કિલ્લા પર આક્રમણ કરે ત્યારે બહાર અથવા અંદર જઈને એના જળાશયોમાં માંસના-ગોમાંસના ટુકડા નાખે. એથી પાણી અભડાય અને કોઈ પીએ નહિ. પરિણામે કિલ્લાને શરણે આવવું જ પડે. ગામડાં-નગરોમાં અમુક વિસ્તારના લોકોના કૂવામાં કરેલું કૂતરું, બકરી કે બિલાડી નાખીને વેર લેનારા એના પાણીને અભડાવતા. ત્રણ-ચાર દિવસ સુધી કૂવો બંધ રહે. મરેલું પ્રાણી બહાર કઢાય. પછી કૂવો ગણાય, એમાં ચૂનો નખાય અને પછી કેટલેક દિવસે કૂવાનું પાણી પાછું પહેલાં ધોવામાં અને પછી પીવાના કામમાં આવે. કૂવા ગયા ને નળ આવ્યા, પણ દુનિયાનાં કેટલાંયે શહેરોમાં નળમાં ચોવીસ કલાક પાણી આવતું નથી. ભારતના શહેરોમાં આ સ્થિતિ વધુ વિષમ છે કારણ કે શહેરોનો વિકાસ યોજનાબદ્ધ નહિ પણ આડેધડ થયો છે. ગઈ પેઢીના લેખક મંજુલાલ મઝમુદાર મજાકમાં કહેતા કે પ્રાચીન સમયમાં તો ફક્ત એક દમયંતી જંગલમાં પોતાના પતિ નળને શોધવા માટે જલ જીવન જગમાંહિ જ ૬૭ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઓ નળ ! ઓ નળ” એમ બૂમ મારતી હતી, પણ વર્તમાન સમયમાં તો સવારના પહોરમાં ઠેર ઠેર અનેક દમયંતીઓ “ઓ નળ ! ઓ નળ ! બોલતી, બીજો નહિ ઉચ્ચાર' જોવા મળે છે. એક કવિએ જળની પ્રશંસા કરતાં કહ્યું છે. शैत्यं नाम गुणस्तवैव सहज: स्वाभाविकी स्वच्छता ।। किं ब्रुमः शुचितां भवन्ति शुचय: स्पर्शेन यस्यापरे । किं वात: परमुच्यते स्तुतिपदं यज्जीवनं देहीनाम् । त्वं चेन्नीचपथेन गच्छसि पय: कस्त्वां निरोद्धं क्षम: ।। હિ જળ (પય) ! શીતળતા તારો સહજ ગુણ છે. તારામાં સ્વચ્છતા પણ સ્વાભાવિક છે. બીજા પવિત્ર પદાર્થો તારા સ્પર્શથી વળી પવિત્ર બને છે એ વિશે અમે શું કહીએ ? અમે તો એટલું જ કહીએ છીએ કે તું દેહધારીઓનું જીવન છે, માટે તું સ્તુતિપદને યોગ્ય છે. આમ છતાં નીચા માર્ગે તું જાય છે તો તેને રોકી શકવા કોણ સમર્થ છે ?]. આ શ્લોકમાં અન્યોક્તિ છે. જળના બહાને કોઈક વ્યક્તિને સંબોધન છે. એ વ્યક્તિ બીજી રીતે ઘણી સારી છે, પણ અધ:પતનના માર્ગે ગઈ છે. એના અધ:પતનને કોઈ અટકાવી શકે એમ નથી. પાણીમાં ગુણો ઘણા છે, પરંતુ નીચે જવું, નીચે ધોધ થઈને પડતું મૂકવું – અધ:પતિત થવું એ એનો મોટો દુર્ગુણ છે, એવી કવિકલ્પના છે. વાસ્તવમાં પાણીનું નીચે જવું એ પણ સાર્થક ઠરે છે. એમ ન થાય તો નદીઓ વહે નહિ. એમાં આવેલાં પૂર ઓસરે નહિ. જલનું અધ:પતન વાસ્તવિક રીતે માનવજાત ઉપર ઉપકારક છે. એનું અધ:પતન છે તો વિદ્યુતનું ઉત્પાદન થઈ શકે છે. પાણીની શુદ્ધિ અને અશદ્ધિ એવી બે અંતિમ કોટિની કેવી મોટી ખાસિયતો છે ! ગમે તેવી ગંદી વસ્તુ પાણીથી સાફ, સ્વચ્છ થઈ જાય. અરે, પાણીની સાથે માત્ર શુદ્ધિ નહિ, પવિત્રતા પણ સંકળાયેલી છે. અભડાયેલી વસ્તુ કે વ્યક્તિ ઉપર પાણી છાંટી દીધું એટલે તે પવિત્ર થઈ જાય છે. ભગવાનની પૂજા-ભક્તિ કરવી છે, દર્શન કરવા મંદિરમાં જવું છે, તો સ્નાન કરી લીધું કે પાત્રતા મળી ગઈ. પાણી ઔષધનું કામ કરી શકે છે. પાણીથી શરીરમાં રહેલા દોષ (toxins)નું ધોવાણ થઈ શકે, લોકોમાં ગંગામૈયાનું પવિત્ર પાણી ઔષધરૂપ મનાય છે. જ્યાં નાનવી તોય ” પરંતુ ગંગામૈયાને લોકો મેલી, ગંદી બનાવતા રહ્યા છે. વળી, પાણી ૬૮ ૪૯ સાંપ્રત સમાજ-દર્શન Page #109 -------------------------------------------------------------------------- ________________ પોતે કાદવ, કીચડ અને ગંદકી કરે છે. ગમે તેવી સારી વસ્તુને પાણી બગાડી નાખે છે. ગંદકી અને રોગચાળો પાણીથી સવિશેષ થાય છે. સરખી સપાટીએ રહેવું એ પણ પાણીનો એક મોટામાં મોટો સગુણ છે. (Water seeks its own level) જળ સ્વક્ષેત્રે સમાન થઈને રહે છે. ત્યાં કોઈ ઊંચનીચપણું કે ભેદભાવ નથી. જળનો આ બોધ ગ્રહણ કરવા જેવો છે. એકસરખી સપાટીએ રહેવાના, સમાનતાની ભાવનાના એના આ સદ્ગુણને લીધે જ કેટકેટલી વૈજ્ઞાનિક બાબતોમાં તે સહાયભૂત બને છે. મોટા મોટા બંધોના બાંધકામમાં આ સપાટી મહત્ત્વનો ભાગ ભજવે છે. ઈજિપ્તના પિરામિડોમાં કેવી વિશાળકાળ શિલાઓ એકબીજા ઉપર ગોઠવવામાં આવી છે ! છેક તળિયે અને પાયામાં એક છેડાથી બીજા છેડામાં, સામસામી સપાટીમાં થોડોક ફરક પડે તો શિલાઓનું સમતોલપણું ન રહે. એની ઊંચીનીચી જમીનમાં ચાર હજાર વર્ષ પહેલાં વૈજ્ઞાનિક સાધનો વિના તેઓ તળિયાની સપાટી એકસરખી કેવી રીતે કરી શક્યા હશે ? વર્તમાન વૈજ્ઞાનિક સાધનો દ્વારા નિશ્ચિત થાય, અડધા ફૂટનો પણ ફરક ન પડે એવી સપાટી ત્યાં જોવા મળે છે. એમ કહેવાય છે કે બાંધકામ શરૂ કરતાં પહેલાં, તેઓ પિરામિડ માટેની જગ્યાની ચારે બાજુ ખાઈ ખોદી નાખી હતી અને એમાં પાણી ભરવામાં આવ્યું. જમીન ભલે ઊંચી નીચી હોય, પાણીની સપાટી તો ચારે બાજુ એકસરખી જ હોય. એ સપાટીના આધારે પાયાના પથ્થરો ગોઠવવાનું નક્કી થયું. એટલે વિશાળ પથ્થરોવાળી આખી આકૃતિ સમતોલ બની ગઈ. આમ, વૈજ્ઞાનિક પ્રગતિ માટે પણ પાણીનો માનવજાત ઉપર ઓછો ઉપકાર નથી. તબીબી વિજ્ઞાને પણ પાણીના તત્ત્વોનું પૃથક્કરણ કરીને ઘણાં તારણો કાઢ્યાં છે. પાણીમાં માણસને, લાકડાને, વજનદાર જહાજોને તરતાં રાખવાનો સ્વભાવ છે અને ડૂબાડી દેવાનો પણ સ્વભાવ છે. પાણીમાં કચરો પોતાનામાં સમાવી લેવાનો ગુણ છે અને કચરો પોતાના ઉપર કે કિનારે મૂકી દેવાનો પણ ગુણ છે. પાણી જીવતા માણસને ડૂબાડે છે અને મડદાંને તરતું રાખે છે. પાણી સ્વભાવે શીતળ છે, પણ ગરમ થઈને ઉકળે છે ત્યારે માણસને દઝાડી પણ શકે છે. ઉકળતા પાણી વડે ચૂલો ઓલવી શકાય છે, આગ બૂઝવી શકાય છે. પાણીમાં પોતાનામાં અગ્નિને-ઉષ્ણતાને ધારણ કરવાની શક્તિ છે. પાણી ઉષ્ણતાની સપાટી વટાવી હાથમાં પણ ન પકડી શકાય એવી સૂક્ષ્મ વરાળ બની અદૃશ્ય થઈ શકે છે અને શીતળતાની સપાટી વટાવી હાથ-પગમાં ચાંદા પાડી શકે એવા સ્થળ હિમ કે બરફનું રૂપ ધારણ જલ જીવન જગમાંહિ ૪૯ ૯૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ કરી શકે છે. વાદળાનું પાણી લખોટા જેવા કરાનું રૂપ લઈને ખુલ્લામાં ચાલતા માણસો કે પશુને માથામાં સતત ઘડ ઘડ વાગીને ઈજા પહોંચાડીને મૃત્યુ સુધી લઈ જઈ શકે છે. જળમાં એક એવો સૂક્ષ્મ મોહક ગુણ છે કે જે ક્યારેક કોઈકમાં ઉન્માદ પ્રગટાવે છે. નાનાં બાળકોમાં જળનું આકર્ષણ ઘણું હોય છે. ઓસ્ટ્રેલિયામાં એક ભાઈએ મને કહ્યું હતું કે એમની ચારેક વર્ષની દીકરીને નળ ચાલુ કરીને પોતાનો હાથ નળ નીચે સતત ધરી રાખવાનું જાણે વ્યસન થઈ ગયું છે. નળ બંધ કરી એનો હાથ લઈ લઈએ તો ચીસાચીસ કરી મૂકે છે. જેમ ભેંસોને પાણીમાંથી બહાર કાઢવાનું અઘરું છે તેમ નદી, તળાવે કે તરણહોજમાં રમતાં બાળકોને પણ બહાર કાઢવાનું અઘરું છે. કેટલાક માણસોને વહેતી નદીના કિનારે જ રહેવું પ્રિય લાગે છે, કોઈકને ઘૂઘવાતા સમુદ્રના કિનારે ગમે છે, તો કોઈકને શાન્ત સરોવરનો કાંઠો વધુ પસંદ પડે છે. અંગ્રેજ કવિ શેલીને પાણીનું એટલું બધું ગાંડપણ હતું કે તે કલાકોના કલાકો સુધી પાણીને નિહાળતો બેસી રહેતો. પાછળથી એની આ વાત એટલી ઉત્કટ બની ગયેલી કે એણે સંકલ્પ કર્યો કે પોતે પાણી સાથે એકરૂપ થઈ જવા માટે “જળસમાધિ' લેવી એટલે કે ડૂબીને મરી જવું. એટલા માટે એ તરવાનું શીખ્યો નહિ અને છેવટે યુવાન વયે પાણીમાં ડૂબીને મૃત્યુ પામ્યો હતો. જૂના સમયની દંતકથા છે કે એક સાધુકવિને મહાસાગર ઉપર મહાકાવ્ય લખવાનું મન થયું. રાત-દિવસ સાગરના વિશાળ જળરાશિનો વિચાર કરતાં કરતાં એમણે પોતાની માનસિક સમતુલા ગુમાવી દીધી. આટલા બધા પાણીનું શું થશે ? ક્યારે એ ખૂટશે ? એમ કરતાં કરતાં એમના પેટનું પાણી વધી ગયું. જલોદરનો રોગ થયો. ઘણા ઉપચાર કરવા છતાં મચ્યું નહિ. પરંતુ કોઈક કુશળ વૈદે કારણ શોધી કાઢ્યું. એણે માનસિક ઉપાય અજમાવ્યો. એણે કહ્યું, “મહારાજ ! મહાસાગરનું ચિંતન ઘણું કર્યું. હવે મહાસાગરને તળિયે અનાદિ કાળથી વડવાનલ રહેલો છે. તે પાણીનું શોષણ કરે છે. તો વડવાનલ પર મહાકાવ્ય લખો.” સાધુને વિચાર ગમી ગયો. રાત-દિવસ તેઓ હવે વડવાનલનું ચિંતન કરવા લાગ્યા. એમ કરતાં કરતાં શરીરનું પાણી શોષાવા લાગ્યું. એમનો જલોદરનો રોગ મટતાં વૈદે એમને બીજી વ્યવહારુ વાતો પર વાળી દીધા. આપણે ત્યાં અગમ્ય મુનિની વાત છે કે એમને એટલી બધી તરસ લાગેલી કે ઘણું બધું પાણી પી જવાનો એમને ભાવ થયો. એમણે અંજલિમાં સમુદ્રનું પાણી લીધું અને ૭૦ % સાંપ્રત સમાજ-દર્શન Page #111 -------------------------------------------------------------------------- ________________ પીતા ગયા, પીતા ગયા. એમ કરતાં એટલું બધું પાણી પી ગયા કે છેવટે આખો સમુદ્ર શોષાઈ ગયો, સૂકાઈ ગયો. પછી લઘુશંકા પણ એટલી જ કરી. શીતલતા, સ્વચ્છતા, શુચિતા, પારદર્શકતા, રંગવિહીનતા, પવિત્રતા, ઇત્યાદિ કેટકેટલા ગુણો જલમાં છે. જલ પૃથ્વી પરનું અમૃત છે. નવજીવન આપવાની એનામાં શક્તિ છે ! એની અતિ સ૨ળતા અને અતિ સુલભતાનો ગેરલાભ ઉઠાવવાનું આપણે ક્યારે છોડીશું ? આપણને શુદ્ધ અને પવિત્ર રાખનાર જલને શુદ્ધ અને પવિત્ર રાખવાનું આપણે ક્યારે શીખીશું ? જલદેલતા વરુણની સાચી સ્તુતિ-આરાધના કરતાં આપણને ક્યારે આવડશે ? (સાંપ્રત સહચિંતન-૧૨) જલ જીવન જગમાંહિ * ૭૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા કેટલાક સમય પહેલાં મુંબઈમાં “The Legend of Rama' નામની રામકથાનો એક નવતર નાટ્યપ્રયોગ થયો. જૂના વખતમાં ભવાઈના કેટલાક પ્રયોગોમાં, ગામ બહાર રચવામાં આવેલાં દૃશ્યોમાં સમગ્ર પ્રેક્ષકવર્ગ ભવાઈના વેશનું એક દૃશ્ય જોઈ, ઊભા થઈ બીજું દશ્ય જ્યાં ભજવાતું હોય ત્યાં જોવા જતો. એમાં દશ્યો ત્યાં ને ત્યાં જ રહેતાં, પ્રેક્ષકવર્ગ ફરતો રહેતો. એમાં આકાશ, વૃક્ષો, તળાવ, ડુંગર વગેરેની કુદરતી ભૂમિકા મળતી. પડદા વગેરે કૃત્રિમ દૃશ્યોની જરૂર રહેતી નહિ. આધુનિક થિયેટરમાં ભજવાતાં નાટકોમાં રંગમંચ પર સજાવેલાં દૃશ્યો બદલાય છે, પરંતુ પ્રેક્ષકવર્ગ એના એ જ સ્થળે હોય છે. દશ્યો બદલવા માટે પણ વિવિધ આધુનિક તરકીબો યોજાય છે. “The Legend of Rama'માં વિશાળ કુદરતી જગ્યામાં બંને બાજુ દૃશ્યો ખુલ્લામાં સજાવીને રાખેલાં છે. પાછળ કુદરતી આકાશ છે. પ્રેક્ષકગૃહ રેલવેના પાટા જેવા પાટા ઉપર ખુલ્લું બાંધેલું છે. તે આઘુંપાછું કે ગોળ ફરતું ફરતું ભજવાનારા દૃશ્યની સામે આવીને ઊભું રહે છે. આમાં રંગમંચ નહિ પણ પ્રેક્ષકગણ ફરતું રહે છે. આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સમગ્ર નાટક પ્રેક્ષકગણ ફરતું રહે છે. આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સમગ્ર નાટક પ્રેક્ષકને આંજી દે એવી સરસ રીતે ભજવાય છે. રામાયણનો આ એક અપૂર્વ નાટ્યપ્રયોગ છે. નાટક અંગ્રેજીમાં ભજવાય છે એટલે અંગ્રેજી જાણનાર પ્રેક્ષકો એને ઘણી સારી રીતે માણી શકે છે. આ નાટ્યપ્રયોગ હિંદી કે અન્ય ભાષામાં ન થાય એવું નથી. ખરેખર, જોવા જેવો આ એક નાટ્યપ્રયોગ છે. ૭૨ સાંપ્રત સમાજ-દર્શન Page #113 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ નાટકની મને સૌથી વધારે સ્પર્શી ગયેલી વાત બીજી જ છે. આ નૂતન વિશાળ નાટ્યપ્રયોગની પરિકલ્પના એક મુસ્લિમ બિરાદરની છે. શ્રી અમીર ૨ઝા હુસૈને રામાયણનો અભ્યાસ કરી, આ નાટકના સંવાદો લખી એનું સરસ દિગ્દર્શન પણ પોતે જ કર્યું છે. નાટક ભજવતાં પાત્રો પણ માત્ર હિંદુ નહિ, પણ સર્વ ધર્મનાં છે. વસ્તુત: કલા જ્યારે એની ઊંચી સપાટીએ પહોંચે છે ત્યારે ધર્મ એમાં અંતરાયરૂપ બનતો નથી. કલાને માત્ર ધર્મ જ નહિ, કોઈપણ પ્રકારનાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક ઈત્યાદિ બંધનો નડતાં નથી. Art has no frontiers એમ એટલા માટે જ કહેવાય છે. બ્રિટન અને જર્મનીના યુદ્ધ વખતે પણ શેક્સપિયરના નાટકોનો અભ્યાસ જર્મન વિદ્વાનો કરતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે પણ રવીન્દ્રનાથનાં ગીતો પાકિસ્તાનમાં ગવાતાં હતાં. રાજકીય કક્ષાએ વૈમનસ્ય અને સાંસ્કૃતિક કક્ષાએ સંવાદિતાનાં આવાં તો ઘણાં ઉદાહરણો આપી શકાય. પરંતુ એ બધાંથી પણ ચડી જાય એવાં લક્ષણો રામકથામાં રહેલાં છે. રામકથામાં કેટકેટલી ઘટનાઓમાં રહેલાં માનવીય સ્પંદનો એવાં છે કે જે સૌને સ્પર્શી જાય. કેટકેટલી ઘટનાઓમાં જાણે આપણી પોતાની, પરિવારની કે સમાજની જ સંવેદનાઓ અનુભવાતી હોય એવું લાગે છે. એટલે જ રામાયણમાં સર્વસ્વીકૃત સંવેદનાઓનો, તત્ત્વોનો, વિચારોનો ભંડાર ભર્યો છે. આથી જ હજારો વર્ષ થયાં રામાયણની કથા આજે પણ એટલી જ જીવંત અને એટલી જ તાજી રહી છે. રામકથાનાં લક્ષણોને કારણે જ પ્રાચીન સમયથી વર્તમાન સમય સુધી જ્યાં જ્યાં એ ગઈ ત્યાં ત્યાં વ્યાપી ગઈ. સમગ્ર ભારતના લોકોના હૈયામાં તો એ વસેલી છે, પરંતુ ભારત બહાર તિબેટ, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન તથા પૂર્વમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા, કંબોડિયા, ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પણ તે વ્યાપી ગઈ હતી. આમ સર્વસ્વીકૃતતા અને વ્યાપકતા એ રામકથાનાં બે મોટાં લક્ષણો છે. રામકથાનો તો અનેક દૃષ્ટિબિંદુથી અનેક રીતે અભ્યાસ ચાલતો રહ્યો છે અને ચાલતો રહેશે, કારણ કે અનેક શક્યતાઓથી સભર એવો એ આકરગ્રંથ છે. કોઈ પણ કથા જનસમુદાયમાં ઉત્તરોત્તર પ્રસરતી પ્રસરતી સ્થળ અને કાળના પરિમાણમાં આગળ વધે ત્યારે એમાંનાં કેટલાંક કથાઘટકોમાં જાણતાં અને અજાણતાં ફેરફાર થાય એ સ્વાભાવિક છે. રામાયણની કથા સમગ્ર ભારતની બધી ભાષાઓમાં ગ્રંથરૂપે અવતરેલી છે. વળી એ કથા કહેવાની રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા ૬ ૭૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ મૌખિક પરંપરા પણ ચાલુ છે. કોઈ યુગ એવો નહિ પસાર થયો હોય કે જ્યારે ભારતમાં કોઈ ને કોઈ કથાકાર દ્વારા રામકથા ન કહેવાઈ હોય. ક્યાંક તો એ માટે સાત, નવ કે વધુ દિવસનું કથાપારાયણ પણ યોજાતું રહે છે. કેટલાયે કથાકારોએ પોતાનાં અને લોકોનાં હૈયાનું એ દ્વારા પરિવર્તન કર્યું છે અને કરાવ્યું છે. જમાને જમાને અસંખ્ય લોકોએ સહાનુભૂતિ અને હર્ષનાં આંસું વહાવ્યાં છે. ભારતમાં વાલ્મીકિ રામાયણ ઉપરાંત જૈન પરંપરાની રામકથા પણ જોવા મળે છે. વિમલસૂરિકૃત ‘પઉમચરિય’માં તથા ગુણભદ્રકૃત ‘ઉત્તરપુરાણ'માં તથા અન્ય ગ્રંથોમાં આ કથા વિસ્તારથી આપેલી છે. ભારતની જુદી જુદી ભાષાઓમાં અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જુદા જુદા પ્રદેશોમાં રામકથા વિશે ગુજરાતીમાં ગિરધરકૃત, મરાઠીમાં એકનાથકૃત, હિંદીમાં તુલસીદાસકૃત, તમિલમાં કંબનકૃત એમ ઘણી મહત્ત્વની કૃતિઓ લખાઈ છે. જૈન અને અજૈન પરંપરાની એ દરેકનો નામોલ્લેખ કરવાનું અત્રે શક્ય નથી, કારણ કે એની યાદી ઘણી મોટી છે. ભારત બહારના ઘણા દેશોમાં રામકથા ઠેઠ પ્રાચીનકાળથી પ્રસરેલી છે. એની વિગત છણાવટ ખ્રિસ્તી મિશનરી ફાધર ડૉ. બુલ્કેએ પોતાના ગ્રંથમાં કરી છે. અહીં અત્યંત સંક્ષેપમાં તેનું અવલોકન કરીશું. તિબેટમાં રામકથા તિબેટમાં જે રામકથા પ્રચલિત છે તેના ઉપર વાલ્મીકિના રામાયણ કરતાં જૈન પરંપરાના રામાયણનો પ્રભાવ વિશેષ જણાય છે. એની કથાનો આરંભ રાવણના જીવનથી થાય છે અને અંતે રામ અને સીતાના મિલનમાં કથાની પૂર્ણાહૂતિ થાય છે. તિબેટમાં પ્રચલિત રામકથા પ્રમાણે દશરથ રાજાને માત્ર બે જ રાણી હતી : (૧) જયેષ્ઠા અને (૨) કનિષ્ઠા. એમાં ભગવાન વિષ્ણુ કનિષ્ઠા રાણીના કુંવર ‘રામન' તરીકે અવતાર ધારણ કરે છે. ‘રામન’ના જન્મ પછી જયેષ્ઠાની કૂખે લક્ષ્મણ ત્રણ દિવસ પછી જન્મે છે. તિબેટના રામાયણ પ્રમાણે સીતા તે રાવણની દીકરી છે. પરંતુ પોતાને ત્યાં જન્મેલી આ દીકરી ભવિષ્યમાં પોતાના વધની નિમિત્ત બનશે એવી આગાહી સાંભળતાં રાવણ એનો ત્યાગ કરાવે છે. એ બાળકી ભારતના ખેડૂતોના હાથમાં આવે છે. તેઓ એ તેજસ્વી બાલિકાને ઉછેરે છે અને એનું નામ લીલાવતી રાખવામાં આવે છે. એનું અપર નામ ‘જીતા' (સીતા) પાડવામાં આવે છે. તિબેટના રામાયણ પ્રમાણે સરખી ઉંમરના બે ભાઈઓ રામ અને ૭૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #115 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મણમાંથી કોને રાજ્ય સોંપવું એની સમસ્યા દશરથ આગળ ઉપસ્થિત થાય છે, કારણ કે લક્ષ્મણ જ્યેષ્ઠા રાણીનો પુત્ર છે. આ ઝઘડાને કારણે રામ સ્વેચ્છાએ ગાદીનો અસ્વીકાર કરી વનવાસ સ્વીકારે છે. વનવાસમાં જતાં પહેલાં સીતાના પાલક પિતાના અનુરોધથી રામ સીતા સાથે લગ્ન કરે છે. પરંતુ તેઓ જ્યાં રાજધાની અયોધ્યાને છોડીને નગર બહાર અશોકવાટિકામાં આવે છે ત્યાં જ રાવણ સીતાનું હરણ કરી જાય છે. તિબેટની રામાયણ પ્રમાણે વાલી અને સુગ્રીવ વચ્ચે થયેલા દ્વંદ્વ યુદ્ધ વખતે, બંને ભાઈઓ એકસરખા દેખાતા હોવાથી સુગ્રીવને ઓળખવા માટે એના પૂંછડે દર્પણ બાંધવામાં આવે છે. તિબેટના રામાયણ પ્રમાણે લવ અને કુશનો જન્મ થયા પછી રામ સીતાનો ત્યાગ કરે છે. તુર્કસ્તાનમાં રામાયણ પ્રાચીન કાળમાં હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે પરંપરાના ધર્મપ્રવાહો, ઈસ્લામ ધર્મ હજુ ઉદયમાં આવ્યો નહોતો ત્યારે, જમીનમાર્ગે આગળ વધતાં વધતાં ઠેઠ અફઘાનિસ્તાન, તુર્કસ્તાન સુધી પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં વિશાળ બૌદ્ધ ગુફા છે એ એની એક મોટી સાબિતી છે. જૈન પુરાણોમાં પણ એ પ્રદેશમાં મુનિઓ વિચરતા હોવાનો ઉલ્લેખ મળે છે. રામકથા એ રીતે તુર્કસ્તાન સુધી પહોંચલી છે. તુર્કસ્તાનનું રામાયણ ‘ખોતેની રામાયણ' તરીકે જાણીતું છે. એની કથા ઉપર તિબેટના રામાયણનો તથા ભારતના બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ પડેલો છે. ખોતેની રામાયણમાં પણ દશ૨થ રાજાને બે જ પુત્રો રામ અને લક્ષ્મણ બતાવાયા છે. સીતા તે રાવણની દીકરી છે. રામ અને લક્ષ્મણ વનવાસ માટે નીકળે છે તે સમય દરમિયાન બંનેના સીતા સાથે વિવાહ થાય છે, એ આ રામાયણની એક વિચિત્રતા છે. આ રામાયણમાં રામકથાનો આરંભ કંઈક જુદી જ રીતે થાય છે. ધર્મપ્રચારાર્થે નીકળેલા શાક્યમુનિ ભગવાન બુદ્ધ પોતાના વ્યાખ્યાનમાં રામની કથા કહે છે. આ રીતે રામકથાની શરૂઆત થાય છે. આ રામાયણમાં કેટલીક ઘટના વાલ્મીકિ રામાયણ પ્રમાણે છે અને કેટલીક ઘટનામાં રામ અને પરશુરામની કથાની સેળભેળ થયેલી જણાય છે. સિયામમાં રામકથા સિયામમાં રામકથાનો ઘણો મોટો પ્રભાવ પ્રાચીનકાળથી પડેલો છે. સિયામમાં જૂના વખતમાં અયોધ્યા નામની નગરી હતી અને એના રાજાઓ રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા * ૭૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ રામ પહેલો, રામ બીજો એમ રામના નામધારી હતા. સિયામમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થયા પછી બંધાયેલાં કેટલાંક બૌદ્ધ મંદિરોમાં પણ બહારના ભાગમાં દીવાલોમાં રામકથા ચિત્રાંક્તિ કરવામાં આવી છે. સિયામમાં મુખ્યત્વે બે રામકથા પ્રચલિત છે. (૧) રામ-કિયેન અને (૨) રામજાતક. રામકિયેન વાલ્મીકિ રામાયણને અનુસરે છે. એમ છતાં એના ઉપર કંબોડિયાના “રામ-કેઅર'ની તથા જાવાના “સેરિ-રામની કેટલીક અસર જોવા મળે છે. “રામ-કિયેનમાં કેટલાક પ્રસંગો ભિન્ન છે અને કેટલાક નવા છે. જેમ કે વિભીષણની પુત્રી બેંજ કાયા, રામને ભ્રમમાં નાખવા માટે સીતાનું રૂપ ધારણ કરી નદીમાં મૃતદેહ તરીકે તરે છે; સેતુબંધનું કામ ચાલુ થાય છે તે વખતે રાવણ રામ પાસે જઈ યુદ્ધ ન કરવા વિનંતી કરે છે; રાવણ બ્રહ્મા પાસે જઈ રામની વિરુદ્ધ ફરિયાદ કરે છે ત્યારે બ્રહ્મા રામ-સીતાને બોલાવી સાચી વાત જાણે છે અને તે પછી બ્રહ્મા રાવણને આજ્ઞા કરે છે કે એણે રામને સીતા પાછી સોંપી દેવી. પરંતુ રાવણ સીતા રામને સોંપતો નથી એટલે પોતાની આજ્ઞાનો ભંગ થતાં બ્રહ્મા રાવણને શાપ આપે છે. રામકિયેન'નું ભારતીય દૃષ્ટિએ એક નબળું પાસું એ છે કે એમાં હનુમાનજીને સ્ત્રીલંપટ તરીકે ચીતરવામાં આવ્યા છે. વળી હનુમાનજી ગુપ્ત રીતે રાવણ પાસે જઈ એના પક્ષે રહી રામની સાથે યુદ્ધ કરવાની દરખાસ્ત મૂકે છે અને એના બદલામાં સંપત્તિ અને સ્ત્રીઓની માગણી કરે છે. યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી તે મંદોદરી સાથે પણ સંબંધ બાંધે છે અને બીજી સ્ત્રીઓ સાથે પણ પ્રણયક્રીડા કરે છે. આમ “રામકિયેન'માં હનુમાનજીના પાત્રને ઘણું હલકું ચીતરવામાં આવ્યું છે. - “રામજાતક’ - સિયામમાં સોળમા સૈકામાં “રામજાતક' નામનો રામકથા વિશે સમર્થ ગ્રંથ લખાયો છે. એમાં રામ અને રાવણ તે કાકા-કાકાના દીકરા છે. લક્ષ્મણ અને શાન્તા એક જ માતાનાં સંતાનો છે. આમાં રામને બહુ પત્નીવાળા બતાવ્યા છે. વનવાસ દરમિયાન સીતાની શોધ કરવા નીકળે છે ત્યારે રામ સુગ્રીવની બહેન સાથે તથા વાલીની વિધવા સાથે લગ્ન કરે છે. વળી સીતા સાથે રામનાં લગ્ન થયાં તે પહેલાંની પત્નીથી રામને ચાર પુત્રો હતા. એ પુત્રો પણ રાવણ સામેના યુદ્ધમાં રામ સાથે જોડાય છે. “રામજાતક' નામ સૂચવે છે તેમ બૌદ્ધ જાતકકથા અનુસાર આ ગ્રંથ ૭૬ ૬ સાંપ્રત સમાજ-દર્શન Page #117 -------------------------------------------------------------------------- ________________ લખાયો છે. એટલે એમાં રામ તે બુદ્ધ, લક્ષ્મણ તે આનંદ, દશરથ તે શુદ્ધોદન, સીતા તે ભિક્ષુણી ઉપ્પલવણા, રાવણ તે દેવદત્ત તરીકે બતાવાયાં છે. એ રીતે હિંદુ રામકથાને બૌદ્ધ રામકથા તરીકે વર્ણવાઈ છે. સિંહાલી રામાયણ - રાવણની ભૂમિ શ્રીલંકામાં રામકથા ન હોય એમ બને જ નહિ. સિંહલદ્વીપ શ્રીલંકામાં ‘સિંહલી રામાયણ’ પ્રચલિત હતું. એમાં રાવણ વિશે પ્રમાણમાં અલ્પ ઉલ્લેખ આવે છે. એમાં લંકાદહન હનુમાન દ્વારા નહિ પણ વાલી દ્વારા બતાવાયું છે અને વાલી સીતાને રામ પાસે લઈ આવે છે. બ્રહ્મદેશમાં રામકથા બ્રપ્રદેશમાં રામાયણની કથા સીધી ભારતમાંથી જવાને બદલે સિયામ દ્વારા પહોંચી છે, કારણ કે ડુંગરો અને ગાઢ જંગલોમાંથી બ્રહ્મદેશ સીધા પહોંચવાનો માર્ગ ત્યારે નહોતો. દરિયાઈ માર્ગે શ્રીલંકા અને વિશેષત: મલાયા દ્વારા સિયામ પહોંચવાનું જેટલું સહેલું હતું તેટલું જમીનમાર્ગે બ્રહ્મદેશ પહોંચવાનું સરળ નહોતું. અઢારમાં સૈકામાં બ્રહ્મદેશના રાજા સિયામના રાજ્ય ઉપર ચડાઈ કરીને જે કેટલાક યુદ્ધકેદીઓ બ્રહ્મદેશમાં લઈ આવેલો તે યુદ્ધકેદીઓએ રામાયણની કથા ઉપરથી નાટકના પ્રયોગો કર્યા હતા. એ રીતે બ્રહ્મદેશમાં રામકથા પ્રચલિત બની હતી. બ્રહ્મદેશના પૂતો' નામના કવિએ એ વખતે “રામયાગન' નામના સરસ કાવ્યની રચના કરી હતી ત્યારથી રામકથા ત્યાં વધુ પ્રચલિત બની હતી. રામકથા પરથી તૈયાર થયેલાં નાટકો કે જે ત્યાં “યામ-દ્વે’ નામથી ઓળખાય છે તે ઘણાં લોકપ્રિય છે. અભિનેતાઓ રામ, રાવણ, વગેરે રામાયણનાં પાત્રોનાં મહોરાં નાટક કરતી વખતે પહેરતાં. પરંતુ તે મહોરાં પહેરતાં પહેલાં એની પૂજાવિધિ કરતા. બ્રહ્મદેશની રામકથા ઉપર સિયામની રામકથા રામ-કેર'નો ઘણો બધો પ્રભાવ હોવાથી તે એને જ અનુસરે છે. જાવામાં રામકથા પૅસિફિક મહાસાગરમાં ભારતની નજીક આવેલા ટાપુઓમાં શ્રીલંકા, મલાયા, સુમાત્રા અને જાવા મુખ્ય છે. ત્યાં પ્રાચીન સમયથી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થયેલો હતો. જાવા અને અન્ય સ્થળે હિંદુ મંદિરો આવેલાં છે અને એમાં દીવાલો પર રામાયણની કથાનાં ચિત્રો દોરવામાં આવ્યાં હતાં, જેમાંનાં ઘણાં આજે પણ સુરક્ષિત છે. જાવાની રામકથા ઉપર વાલ્મીકિ રામાયણનો પ્રભાવ મુખ્ય છે. પ્રાચીન રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા * ૭૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ રામકથાનો જાવાનો બારમી સદીનો ગ્રંથ તે “કાકાવિન રામાયણ' છે. એના ઉપર સંસ્કૃત “ભટ્ટકાવ્યનો ઘણો મોટો પ્રભાવ પડેલો છે. એમાં શબરીના પૂર્વભવનું વૃત્તાન્ત, જટાયુ દ્વારા સીતાની વીંટી આપવી, માછલીઓ દ્વારા સેતુબંજનનો પ્રયાસ, ઈન્દ્રજિત સાથે એની સાત પત્નીઓનું પણ યુદ્ધમાં લડવા જવું વગેરે ઘટનાઓ એની વિશેષતા છે. જાવામાં અર્વાચીન યુગમાં પણ રામકથાની લોકપ્રિયતા રહેલી છે. હિકાયત સેરિરામ', “સેરતકાંડ', ‘હિકાયત મહારાજ રાવણ' વગેરે રામકથા વિશેના જાણીતા ગ્રંથો છે. એમાં “સરિરામ' વધુ લોકપ્રિય છે. અર્વાચીન કાળની આ કૃતિઓ ઉપર મુસલમાન સંસ્કૃતિની અસર પડેલી છે. એમાં રાવણને દુરાચાર માટે એના પિતા દેશનિકાલની સજા કરે છે. એટલે રાવણ સિંહલદ્વીપ પહોંચી, તપશ્ચર્યા કરી અલ્લાહ પાસેથી દેવલોક, નાગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એમ ચાર લોક પર રાજ્યાધિકાર મેળવે છે. અને ચારે લોકની એક એક કન્યા સાથે લગ્ન કરે છે. એ દરેકથી એને એક પુત્ર થાય છે. “સેરિરામ' પ્રમાણે દશરથને બે જ રાણીઓ છે અને પુત્રો ચાર છે. તથા એક પુત્રી શાન્તા છે. આ ઉપરાંત પણ એમાં ઘણી બધી ઘટનાઓ જુદી છે અને કેટલાંક નામો પણ જુદાં છે. ‘સરિરામ' ઉપરથી પાતાની રામકથા', “સેરતકાંડ' વગેરે રચનાઓ થયેલી છે. કંબોડિયામાં રામકથા કંબોડિયાની જૂની રાજધાની તે અંકોરવાટ. ત્યાં ૧૧મીથી ૧૨મી સદીમાં એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું. એની દીવાલો ઉપર રામાયણ, મહાભારત અને હરિવંશની કથાઓ ચિત્રાંતિ કરવામાં આવી હતી. કંબોડિયાની ખેર ભાષામાં “રેઆમ-કેર” (અર્થાતુ રામની યશગાથા) નામનું રામાયણ લખાયું છે. તેની ખંડિત હસ્તપ્રત મળે છે એટલે કેટલોક ભાગ એમાં નથી. એની કથાની શરૂઆત વિશ્વામિત્રના યજ્ઞથી થાય છે. વિશ્વામિત્રના આ યજ્ઞમાં એક અસુર કાગડા રૂપે ત્રાસ આપે છે એટલે એને મારવા વિશ્વામિત્ર રામલક્ષ્મણને બાણ આપે છે. રેઆમ-કેરમાં સીતા જનકરાજાની દત્તકપુત્રી છે. રામે સીતાના કરેલા ત્યાગ પછી તે વાલ્મીકિના આશ્રમમાં રહે છે અને પ્રતિજ્ઞા લે છે કે રામના મૃત્યુ પછી અંત્યેષ્ટિક્રિયા વખતે જ તે અયોધ્યા પાછી ફરશે. પરંતુ ખોટી ચિતા તૈયાર કરાવી રામ, હનુમાન દ્વારા સીતાને સંદેશો મોકલાવે છે. એથી સીતા અયોધ્યા આવે છે અને ચિંતા નજીક જતાં જતાં વિલાપ કરતી મૂછિત થઈ જાય છે. ૭૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #119 -------------------------------------------------------------------------- ________________ ત્યારે રામ એને ખોળામાં લઈ સાંત્વન આપે છે. જાગૃત થયેલી સીતા જાણે છે કે આ તરકટ કરવામાં આવ્યું છે ત્યારે તે રામને બહુ ઠપકો આપે છે. ચીનમાં રામકથા ભારત અને ચીન વચ્ચે દરિયાઈ માર્ગે પરસ્પર સંપર્ક પ્રાચીનકાળથી ચાલતો હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર પછી, વિશેષત: રાજા કનિષ્કના વખતમાં બૌદ્ધ ધર્મ ચીન, કોરિયા, જાપાન સુધી પહોંચ્યો હતો. “મહાવિભાષા” નામના એક બૌદ્ધ ધર્મગ્રંથમાં વાલ્મીકિ રામાયણની કથા વર્ણવાઈ છે. એ રીતે એ ગ્રંથ દ્વારા ચીનમાં પણ રામકથા પ્રચલિત બની હતી. તદુપરાંત પ્રાચીનકાળના પ્રખ્યાત ચીની મુસાફર હ્યુએન સાંગ ભારતની યાત્રા કરીને ચીન પાછા ફર્યા સોળમા-સત્તરમાં સૈકામાં રામાયણના અનુવાદો અરબી-ફારસીમાં પણ થયા છે. બગદાદના હારુન-અલ-રશીદે ભારતીય પંડિતોને રોકીને રામાયણનો અનુવાદ અરબી ભાષામાં કરાવ્યો હતો. અકબર બાદશાહે અબ્દુલ કાદર બદૌની પાસે રામાયણનો ફારસીમાં અનુવાદ કરાવ્યો હતો. સોળમા-સત્તરમાં સૈકાથી યુરોપની જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી વગેરે ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને વિવેચકોએ એના ઉપર વિવિધ દૃષ્ટિકોણથી વિવેચનો કર્યા છે. એ બધાંના નામોની યાદી ઘણી મોટી છે. આમ, રામકથા એ માત્ર ભારતીય સાંસ્કૃતિક વારસો નથી, વિશ્વ સમસ્તની એ મૂડી છે. રામકથામાં એવું દૈવી તત્ત્વ છે કે જેણે એ કથાને હજારો વર્ષોથી જીવંત રાખેલી છે અને જીવંત રાખશે. રામકથાના આધુનિક નાટકમાં પ્રેક્ષકો સ્થળાંતર કરે છે. તેવી રીતે રામકથા આગળ પ્રજાની પેઢીઓ કાલાન્તર કરતી રહેશે, પણ રામકથા ચાલુ ને ચાલુ જ હશે. (સાંપ્રત સહચિંતન-૧૦) રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા » ૭૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ 90 દુરારાધ્ય દેવામાતા નર્મદા નદીનું બીજું નામ છે રેવા. નદીને લોકો માતા તરીકે પ્રાચીનકાળથી બિરદાવતા આવ્યા છે. કૂવો, વાવ, તળાવ, સરોવર, નદી, સાગર-એ બધાં જલક્ષેત્રોમાં નદીનું મહત્ત્વ સૌથી વિશેષ છે, કારણ કે સાગરમાં ખારાશ છે. અને કૂવો, વાવ, તળાવ વગેરે તો પોતાની આસપાસના થોડાક વિસ્તારના લોકોનું પોષણ કરે છે, જ્યારે પ્રાકૃતિક સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરનાર નદી પોતાના ઊગમસ્થાનથી તે અનેક માઈલોની પ્રવાહગતિ પછી સાગરને મળે ત્યાં સુધી બંને કાંઠે આવેલાં ગામો તથા નગરોનું ખેતી, પીવાનું પાણી, હવામાન વગેરે વિવિધ દૃષ્ટિએ માતાની જેમ પોષણ કરે છે. નદીના બંને રમ્ય કાંઠે અનેક પવિત્ર તીર્થો આવેલાં હોય છે. તીર્થ વડે નદી વધુ જીવંત બને છે. તીર્થ અનેક લોકોને સૌંદર્ય-સ્થાન તરફ ગતિ કરવાનું નિમિત્ત પૂરું પાડે છે. રૂઢિગત લોકમાન્યતા અનુસાર નદીના જળમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે અને પવિત્ર થવાય છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષથી ભાવનાની આવી પરંપરા ચાલી આવી છે. મનુષ્યના અંત્યેષ્ઠિ સંસ્કાર નદીકિનારે થાય છે, અથવા અન્યત્ર થયા હોય તો તેનાં અસ્થિફૂલ નદીમાં અથવા બે નદીઓના સંગમમાં પધરાવવાનો રિવાજ પણ છે. ભારતની જુદી જુદી નદીઓમાં નર્મદાનું સ્થાન વિશિષ્ટ છે. નર્મદા મોટી નદી છે, પરંતુ પાંચ હજાર ફૂટની ઊંચાઈએ આવેલા ઊગમસ્થાનથી ૮૦ * સાંપ્રત સમાજ-દર્શન Page #121 -------------------------------------------------------------------------- ________________ સમુદ્ર સુધી પહોંચવામાં તેને જોઈએ તેટલું લાંબું અંતર મળતું નથી. નૌકાવિહાર કરી શકાય એવો એનો લાંબો અને વિશાળ પટ તો છેલ્લા ચાલીસેક માઈલ જેટલો માંડ હશે. રેવાના કંકર એટલા શંકર એ કહેવત બતાવે છે કે રેવાનો પ્રત્યેક પથ્થર પૂજનીય છે. રેવાકાંઠે શંકર ભગવાનનાં ઘણાં બધાં મંદિરો આવેલાં છે. પરંતુ રેવામાતા બીજી માતાઓ કરતાં જલ્દી પ્રસન્ન નથી થતાં, દુરારાધ્ય છે એવી એક માન્યતા છે. રેવામાતાને પ્રસન્ન કરવાં હોય તો તપ વધારે કરવું પડે. રેવાના કાંઠે ભૃગુઋષિ અને બીજાઓએ ઘણું તપ કર્યાના પૌરાણિક ઉલ્લેખો મળે છે. વળી રેવામાતાને કિનારે યોગિનીઓનો વાસ છે. ભક્તિ કરતાં પણ યોગસાધના વધુ અઘરી છે. એટલે રેવામાતા- નર્મદા માતા જલદી પ્રસન્ન થતાં નથી એવી માન્યતા પ્રચલિત બની હશે. નર્મદા નર્મ અર્થાત્ આનંદ આપનારી માતા છે. નર્મદાને શર્મદા તરીકે પણ આળખાવવામાં આવે છે, કારણ કે જો તે પ્રસન્ન થાય તો શર્મ અર્થાત્ કલ્યાણ, સુખ આપનારી નીવડે છે. ભારતની તમામ નદીઓમાં પરિક્રમાનું સવિશેષ માહામ્ય માત્ર નર્મદા નદીનું જ છે. અન્ય નદીઓની પરિક્રમાનો બહુ મહિમા નથી. એ નદીઓના કિનારે ચાલતાં જઈને તેની પરિકમ્મા કરવાનું કિન રાની સપાટ જમીનને કારણે બહુ અઘરું પણ નથી. પરંતુ નર્મદા નદી જે રીતે રુદ્ર ભેખડો, ખડકો અને બિહામણાં જંગલોમાંથી વહે છે એ દૃષ્ટિએ એ પ્રદેશમાં બંને કિનારે ચાલવાનું બહુ અઘરું અને સાહસભર્યું છે. એથી જ એનો મહિમા વધુ મનાયો છે. નર્મદાની પરિક્રમા (પરકમ્મા) કરનારે નદીના કિનારે કિનારે પગે ચાલવાનું હોય છે. રોજ ઓછામાં ઓછી એક વાર નદીનાં દર્શન કરવાનાં હોય છે. પીવાના પાણી તરીકે અને રસોઈ બનાવવામાં નદીનું પાણી જ વાપરવાનું હોય છે. આ રીતે મધ્યપ્રદેશમાં અમરકંટકથી શરૂ કરી ભરૂચ-ઝાડેશ્વર પાસે સમુદ્ર સુધી પહોંચવાનું હોય છે. નદી જ્યાં સમુદ્રને મળે છે ત્યાં વહાણમાં બેસી સામે કાંઠે જવાનું હોય છે. અને ત્યાંથી ફરી પાછાં સામે કાંઠે કિનારે કિનારે ચાલતાં ચાલતાં છેક મૂળ સુધી - અમરકંટક સુધી પાછાં ફરવાનું હોય છે. લગભગ ૧૫૦૦ માઈલની આ પરિક્રમા થાય છે. નર્મદાની પરિક્રમા બીજી રીતે પણ કરાય છે. કેટલાક લોકો આ પરિક્રમામાં સમુદ્રને ઓળંગતા નથી, પરંતુ ઊગમસ્થાનથી બેય કિનારે સમુદ્ર સુધી જઈને પાછાં આવે છે. લગભગ ત્રણ હજાર માઈલની આ પરિક્રમા વધુ કઠિન છે. રેવા માતાને પ્રસન્ન કરવાં હોય તો આવી કઠિન પરિક્રમા દુરારાધ્ય દેવામાતા : ૮૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ કરવી જોઈએ. પ્રાચીન સમયથી આવી કષ્ટભરી પરિક્રમા અનેક લોકો કરતાં આવ્યા છે. દુરારાધ્ય રેવામાતાનો જો આવો મહિમા હોય તો એના ઉપર બંધ બાંધવાની વાત સહેલાઈથી કેમ પતી જાય ? સવાસો વર્ષ પહેલાં પણ રેવામાતાએ આવી જ કંઈક પરિસ્થિતિ ઊભી કરી હતી. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન જ્યારે બી. બી. એન્ડ સી. આઈ. રેલવે કંપની સ્થપાઈ ત્યારે તેણે મુંબઈથી શરૂ કરી અમદાવાદ અને દિલ્હી સુધીની રેલવે નાખવાનું ચાલુ કર્યું હતું. તે વખતે નર્મદા નદી ઉપર પૂલ બાંધવાનો પ્રશ્ન હતો. એ જમાનામાં નદી ઉપર પૂલ ન બાંધી શકાય અને ન બાંધવો જોઈએ એવી માન્યતા લોકોમાં પ્રવર્તતી હતી. પૂલ બાંધવાથી નદી માતા અભડાય અને કોપે ભરાય એવો વહેમ હતો. આથી નર્મદા ઉપર પૂલ બાંધવા સામે અંકલેશ્વર, ભરૂચ અને આસપાસનાં ગામોના લોકોએ ઘણો વિરોધ કર્યો હતો. એને લીધે નર્મદા ઉપરનું રેલવેના પૂલનું કામ વિલંબમાં પડી ગયું હતું. પરંતુ પૂલ જ્યારે બંધાઈ ગયો અને પ્રયોગ તરીકે પહેલું એન્જિન પુલ ઉપરથી પસાર થવાનું હતું ત્યારે તે સહીસલામત પસાર થાય એ માટે અનેક લોકોએ માનતા માની હતી. જ્યારે પહેલી ટ્રેન પૂલ ઉપરથી પસાર થઈ અને સામે કાંઠે સ્ટેશન પર પહોંચી ત્યારે હજારો લોકો તે જોવા એકત્ર થયા હતા. એન્જિનને ફૂલહારથી વધાવવામાં આવ્યું હતું. સ્ટેશન ઉપર લોકોએ શ્રીફળ વધેર્યા હતાં, અબીલ ગુલાલ ઉડાડ્યાં હતાં. એક ઉત્સવ જેવી ઘટના બની હતી. રેવાબાતા કોપે નથી ભરાયાં પણ પ્રસન્ન થયાં છે એ ઘટના ત્યારે ઘણી ચમત્કારભરેલી મનાઈ હતી. વરસાદ પછી નદીઓની વેડફાઈ જતી જલસંપત્તિને મોટા બંધ દ્વારા સંગ્રહી લેવાય તો દુકાળ-પૂર વગેરેનાં અનિષ્ટોને ટાળવા ઉપરાંત ખેતી, વીજળી, પીવાનું પાણી, હવામાન વગેરેની દૃષ્ટિએ તેને ઉપયોગમાં લઈ શકાય. વિજ્ઞાન અને ટેક્નોલોજિ દ્વારા યુરોપ-અમેરિકાએ આ બાબતમાં વર્ષો પહેલાં ઘણી પ્રગતિ લીધી છે. હુવર ડેમ દ્વારા અમેરિકાએ રણપ્રદેશને હરિયાળો બનાવી દીધો છે. કોઈ પણ મોટી યોજના થાય એટલે કેટલીક સમસ્યાઓ ઊભી થવાની. નદી ઉપર બંધ એટલે હેઠવાસનાં કેટલાંક ગામોને મળતું નદીનું પાણી બંધ થઈ જાય ને ઉપરવાસનાં કેટલાંક ગામો ડૂબી જાય. એટલે ત્યાંના લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે. વિકાસ યોજનામાં સરકાર આવા દરેક પ્રશ્નનું નિરાકરણ કરે છે, તેમ છતાં કેટલાક અસંતોષ રહી જાય છે. આવા પ્રશ્નોમાં રૂઢિગ્રસ્ત વિચારકો એક દષ્ટિએ વિચારે અને પ્રગતિશીલ ૮૨ - સાંપ્રત સમાજ-દર્શન Page #123 -------------------------------------------------------------------------- ________________ વિચારકો બીજી દૃષ્ટિએ વિચારે એમ બનવું સ્વાભાવિક છે, પરંતુ આ વૈચારિક મતાન્તર રાજકીય આંદોલનનું સ્વરૂપ ધારણ કરે ત્યારે પ્રશ્ન હોય તેના કરતાં વધુ ઉગ્ર બને છે. જે બંધનાં પાણી પોતાના જ રાજ્યમાં કે પોતાના રાષ્ટ્રમાં રહેતાં હોય તે બંધનાં પાણીમાં ડૂબતાં ગામોના લોકોના પુનર્વસવાટ અને તેમની આજીવિકાનો પ્રશ્ન મુખ્યત્વે તે રાજ્યનો કે રાષ્ટ્રનો પોતાનો જ રહે છે. એટલે તેમાં વિધવાનો અવકાશ પ્રમાણમાં ઓછો હોય છે. ભારતમાં નાનામોટા ઘણા બંધ બંધાયા છે, પરંતુ તેમાં આંદોલનો ખાસ થયાં નથી. નર્મદા બંધ એ એક આંતર-રાજ્ય બંધ છે. ગુજરાતની મોટામાં મોટી નદી નર્મદા છે, પરંતુ તેના ઉપર જો બંધ બાંધવામાં આવે તો તેનું પાણી ગુજરાતની હદમાં જેટલું રહે તેના કરતાં કુલ વધુ પાણી મધ્ય પ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં રહે. પોતાના રાજ્યની હદમાં પારકા રાજ્યના બંધનું પાણી આવી જાય તો સ્વાર્થનો પ્રશ્ન ઊભો થાય. બહુ મથામણને અંતે બંધની ઊંચાઈ, પાણીની વહેંચણી, વીજળીની વહેંચણી, ડૂબી જતાં ગામોનો પુનર્વસવાટ, પર્યાવરણ અને જંગલોના પ્રશ્નોનું નિરાકરણ થાય છે. તો પણ ભારતમાં લોકશાહી અને પ્રજા-પાકોરના નામે કેટલાંક આંદોલન વિકાસ યોજનાઓને વિલંબમાં નાખી દે છે. નર્મદા યોજના તેનું મોટું દષ્ટાંત છે. નિષ્ણાતોની સાથે બેસીને અભ્યાસ કર્યા વગર, હેતુ અને કાર્ય પૂરાં સમજ્યા વગર, આંદોલનો ઉપાડવાં તેમાં બહુ ડહાપણ રહેલું નથી. લોકશાહીમાં આંદોલનો વગર લોકજાગૃતિ આવતી નથી અને સરકારને પ્રજાના વલણની પૂરી સમજ મળતી નથી એ સાચું છે, તો પણ આંદોલનોમાં ઉપસ્થિત રહેનાર માનવસમુદાયની સંખ્યા ઉપરથી તેનું માપ કાઢવું એ કેટલીક વાર ગેરરસ્તે દોરનારું બની શકે છે. વસ્તુત: લોકશાહીને નામે આંદોલનોમાં ઘણી વાર લોકોનાં સમય અને શક્તિનો અકારણ ઘણો બધો દુર્વ્યય થાય છે. લોકોને પીવા માટે સારું પાણી મળી રહે, ખેતી માટે, વેપાર-ઉદ્યોગ માટે, વીજળી માટે, અન્ય વ્યવસાયો માટે, સરસ આબોહવા અને પર્યાવરણ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ કોઈ પણ બંધનું મુખ્ય પ્રયોજન હોવું જોઈએ. પાણીની વહેંચણી માટે આંતરસંઘર્ષ ન થાય, સંકુચિત દ્વેષયુક્ત રાજ્યવાદ કે જિલ્લાવાદ ન વધે અને ઉદાર રાષ્ટ્રવાદ તથા વૈશ્વિક માનવતાવાદની ભાવના પ્રસરી રહે તો બંધની સાર્થકતા વધુ લેખાય. રેવા માતાના આશીર્વાદ સમગ્ર વિશ્વ ઉપર વરસી રહો ! દુરારાધ્ય રેવામાતા = ૮૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧ अदीणमणसो चरे । - ભગવાન મહાવીર [ અદીનભાવથી વિચરવું] ભગવાન મહાવીરે સાધુઓ માટે, સંયમી માટે બાવીસ પ્રકારના પરીષહ બતાવ્યા છે. પરીષદ અને ઉપસર્ગ એમ બે શબ્દો સાથે બોલાય છે. ઉપસર્ગ ભયંકર હોય છે. ક્યારેક તું મારણાત્તિક એટલે કે મૃત્યુમાં પરિણમનાર હોય છે. પરીષહ ઉપસર્ગ કરતાં હળવા હોય છે. એમાં કષ્ટ સહન કરવાની વાત છે. એમાં તાત્કાલિક મૃત્યુનું કોઈ જોખમ હોતું નથી. સુધા, તૃષ્ણા, ટાઢ, તાપ, ડાંસમચ્છર, રોગ, માનાપમાન વગેરે પરીષહો સહન કરવાની ટેવ સાધુએ પાડવી જોઈએ. એ સહન કરતી વખતે સાધુએ મનમાં દીનતા, લાચારી, મજબૂરીનો ભાવ ન લાવવો જોઈએ, કારણ કે સાધુએ પરીષહો સ્વેચ્છાએ સ્વીકારેલા હોય છે. આવાં કષ્ટ વખતે સાધુના ચિત્તમાં પ્રસન્નતા હોવી જોઈએ. એ પ્રસન્નતા એમના ચહેરા પર પણ દેખાવી જોઈએ. જેમ સાધુ માટે તેમ શ્રાવક માટે પણ કહી શકાય. શ્રાવકે પણ કષ્ટો સ્વેચ્છાએ પ્રસન્નતાપૂર્વક સહન કરતાં શીખવું જોઈએ. ઉત્તરાધ્યયનસૂત્રના “પરીષહ” નામના બીજા અધ્યયનમાં ભગવાન મહાવીર સ્વામીએ સાધુને ભલામણ કરતાં કહ્યું છે : ૮૪ % સાંપ્રત સમાજ-દર્શન Page #125 -------------------------------------------------------------------------- ________________ काली पव्वंग संकासे, किसे धमणिसंतए । मायण्णे असण-पाणस्स अदीणमणसो चरे ।। શરીર કૃશ એટલે દુબળું-પાતળું થઈ ગયું હોય, આખા શરીરની નસો દેખાતી હોય, ધમણની માફક શ્વાસોચ્છવાસ ચાલતા હોય, અંગો કાગડાની જાંઘ જેવાં થઈ ગયાં હોય છતાં આહાર પાણીની મર્યાદાને જાણવાવાળો સાધુ મનમાં દીનતાનો ભાવ ન લાવે, અદીનભાવથી વિચરે. કોઈ માણસે તપશ્ચર્યા કરી હોય ત્યારે પોતે આહારનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય છે. એટલે પોતાને ખાવાનું મળી શકે એમ હોવા છતાં ખાવું નથી એ ભાવ રહે છે. એમાં પ્રસન્નતા ટકાવી રાખવી જોઈએ. એ અઘરી નથી. પરંતુ તપશ્ચર્યા ન કરી હોય અને કકડીને ભૂખ લાગી હોય, શરીર અશક્ત થઈ ગયું હોય તે વખતે ખાવાનું ન મળે તો દીનતાનો ભાવ આવે. ત્યારે ભૂખથી માણસ પરાભવ પામે છે અને ખાવાનું મળે તો પોતે રાજી રાજી થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં આહારપાણી ન મળે તો પણ સંયમી સાધકોએ પ્રસન્નતા રાખવી જોઈએ. દીનતા ન બતાવવી જોઈએ. કેટલાક તો એવા અજાચક વ્રતધારી હોય છે કે જેઓ પોતાની જરૂરિયાતની વસ્તુ માટે સામેથી ન કહે, ન માંગે, પણ પ્રેમથી ચલાવી લે. - સાધુ ભગવંતોને પોતાના સત્ત્વની કસોટી કરે એવી એક વાત તે ગોચરી વહોરવાની છે. કોઈ ઘરે વહોરવા જાય અને કશું વહોર્યા વગર પાછા ફરવું પડે ત્યારે પોતાના ચિત્તની દશાને તપાસી જોવા જેવી છે. જે ગ્રામ-નગરમાં ઘણાં ઘરો હોય ત્યાં તો મનમાં એમ થાય કે એક નહિ તો બીજે ઘરેથી ગોચરી વહોરવાની મળી રહેશે. પણ જ્યાં નાના ગામમાં કે મોટા શહેરના અમુક વિસ્તારમાં ઓછાં ઘર હોય ત્યારે સૂઝતો આહાર ન મળે તો મનમાં દીનતા ન આવવા દેવી જોઈએ. વળી જ્યાં ગોચરી વહોરવા જાય અને આદરસત્કાર ન મળે અથવા ઘરના સભ્યોનો ગોચરી વહોરાવવા માટે કોઈ ઉત્સાહ ન જોવા મળે ત્યારે પોતાના મનના ભાવ ન બગડવા જોઈએ. સંયમી શ્રમણો માટે અહીં ભૂખ અને આહારની વાત કરવામાં આવી છે. શ્રમણો ઉપરાંત શ્રાવકોના, તમામ મનુષ્યોના જીવનમાં દીનતાના પ્રસંગો આવે છે. માત્ર આહાર જ નહિ, બીજી અનેક બાબતો માણસને દીન બનાવી દે છે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ માણસ પાસે દીન વચનો ઉચ્ચાવરાવે છે. એટલા માટે જ કહેવાયું છે કે, ન મવિના તીર્થ મરી,મો ઘરે ૮૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ માણસે દીનતાનો વિચાર ન કરવો જોઈએ, મનમાં એવો ભાવ ન લાવવો જોઈએ. દીનતા છોડીને આધ્યાત્મિક સંપત્તિવાન થવાનું ધ્યેય જેઓ રાખે છે તેઓના જીવનમાં ત્યાગ, વૈરાગ્ય આવ્યા વિના રહેતાં નથી. જેટલી વસ્તુઓના મોજશોખ હોય એટલી તે મેળવવા માટેની ઝંખના રહે. તે માટે કમાવાનો પુરુષાર્થ કરવાની પરાધીનતા રહે અને પરાધીનતા એટલે દીનતા. એટલે જ જૈન મુનિઓ પાસે ઓછામાં ઓછાં ઉપકરણો, જીવનનિર્વાહ માટેનાં બાહ્ય સાધનો ઓછામાં ઓછાં હોય છે. બાહ્ય ચીજવસ્તુઓ માટે તેઓને કોઈની ગરજ ભોગવવાની ૨હે નહિ. દિગંબર મહાત્માઓને આહારપાણી સિવાય બીજી કશી આવશ્યકતા નહિ એટલે પરાધીનતા નહિ. માણસ દીન બને છે ત્યારે કેટલાક લોકો એની દયા ખાય છે. પોતાના પ્રત્યે કોઈ સહાનુભૂતિ બતાવે, કોઈ દયા ખાય તો માણસને હિંમત આવે છે. અંદરથી કંઈક બળ મળે છે. કોઈ દયા બતાવે, પોતાની તકલીફ દૂર કરે તો માણસને ગમે છે. પણ પછી કેટલાકને એવી દયા- સહાનુભૂતિ મેળવવાની ટેવ પડી જાય છે. એટલે એવા માણસોને પોતાનાં દુ:ખનાં રોદણાં રડવાનું ગમે છે. પછી તો દુ:ખ કંઈ કષ્ટ હોય કે ન હોય તો પણ તેઓને રોદણાં રડ્યા વગર ચેન નથી પડતું. કલ્પિત કોનો આશ્રય લેવાય છે. કાયર અને નિ:સત્ત્વ માણસોને તો પોતાની સાચી કે કૃત્રિમ દીનતા લાભકારક લાગે છે. માણસને લાચાર બનાવી દેનારી બીજી એક મહત્ત્વની ઘટનાને ગંભીર બીમારી છે. ગમે તેવો સશક્ત અને મગરૂબીવાળો માણસ, વડના વાંદરા ઉતારે એવો હોય તો પણ અસાધ્ય, ગંભી૨ ૨ોગ આવે ત્યારે અસહાય, દીન બની જાય છે. એના અવાજમાં એની દીનતા વરતાય છે. ક્યારેક તો પોતે જ ઇચ્છે તો પણ એનાં નયનોમાં આર્દ્રતા ઉભરાય છે. કેટલાક એવા સમર્થ માણસો હોય છે કે જેઓ કહેતા હોય કે પોતાને મૃત્યુનો જરાય ડર નથી. પોતે એને માટે તૈયાર બેઠા છે. પરંતુ એવા માણસો જ્યારે કૅન્સરમાં અથવા એવા કોઈ ગંભીર રોગમાં સપડાયા હોય અને જાણી લીધું હોય કે હવે પોતે થોડા દિવસના જ મહેમાન છે, ત્યારે વાતવાતમાં તેઓ રડી પડતા હોય છે. માણસ ખૂબ, ચોરી, વ્યભિચાર, ખોટા દસ્તાવેજ, દાણચોરી વગેરે કોઈક અપકૃત્ય કરે અને પકડાઈ જાય ત્યારે તે અત્યંત દીન બને છે. તેનો ચહેરો મ્લાન બની જાય છે. લોકોને ત્યારે તે મોંઢું બતાવી શકતો ૮૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #127 -------------------------------------------------------------------------- ________________ નથી. પોતાની અપકીર્તિથી તે ઝાંખો પડી જાય છે. એથી કોઈકને માનસિક રોગ થાય છે. કોઈકને આપઘાત કરવાનું મન થાય છે, કેટલાક ખરેખર આપઘાત કરી બેસે છે. દીનતાનાં આ પરિણામ છે. - દીનતા પણ બધાંની એક સરખી હોતી નથી. કોઈકની સામાન્ય, તો કોઈકની તીવ્રતર, તીવ્રતમ હોય છે. કેટલાકને દીનતા આરંભમાં કઠે છે, પણ પછી ગમે છે અને કેટલાકને દીનતાની ટેવ પડી જાય છે. એમના જીવનમાં એ ઘર કરી બેસે છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે “મા બૂટં હીન વવ ... દીન વચન બોલો નહિ. સકારણ કે અકારણ દિન વચન બોલવું નહિ. ક્યારેક અતિશય લાચાર બનેલા માણસથી દીન વચન બોલાઈ જાય છે. “મારે માથે તો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે;” “અમે તો સાવ પાયમાલ થઈ ગયા'; “આ દુનિયામાં અમારું કોઈ નથી'; “અમે અનાથ થઈ ગયા”; “અમે ક્યાં હતા અને આજે ક્યાં આવી પડ્યા ?'; “અમે તો રસ્તા પરના થઈ ગયા'; “મારે દેવું એટલું થઈ ગયું છે કે મરવાનું મન થઈ જાય છે'; “મેં ધારેલું નહિ કે મારી સાથે આવો દગો રમાશે ! હવે તો આપઘાત સિવાય છૂટકો નથી.' ઇત્યાદિ દીનતાનાં વચનો વખતોવખત સાંભળવા મળે છે. પરંતુ એવાં નિરાશાવાદી વચનથી કંઈ ઉકેલ આવતો નથી. માણસે સરળતા; લઘુતા, વિનમ્રતા, સહિષ્ણુતા વગેરે ગુણો જીવનમાં કેળવવા જોઈએ કે જેથી દીનતા ન આવે, પરંતુ એનું પરિણામ એવું ન આવવું જોઈએ કે જેથી પોતાનામાં લઘુતાગ્રંથિ જન્મે, અથવા તો દીનતા હીનતાનો ભાવ જ રહ્યા કરે અને સત્ત્વહીન બની જવાય. વસ્તુત: સરળતા, લઘુતાદિ સગુણોથી પોતાનું સત્ત્વ વધુ ખીલવું જોઈએ. બીજી બાજુ સરળતા, લઘુતા વગેરે પોતાના ગુણો માટે માણસે એટલા બધા સભાન પણ ન રહેવું જોઈએ કે જેથી એ સગુણો માટે અભિમાન પ્રગટે અને પરિણામે એ ગુણો પણ ચાલ્યા જાય. માણસને દીનતાનો પણ અહંકાર થાય છે. સોક્રેટિસ વિશે એક કિંવદન્તિ છે કે એમનો એક મિત્ર કાણા-કાણાવાળો ઝભ્ભો પહેરીને નીકળતો. સોક્રેટિસે આવો ઝભ્ભો પહેરવાનું કારણ પૂછયું તો એણે કહ્યું કે, “મારી લઘુતા, દીનતા બતાવવા માટે હું આવો ઝભ્ભો પહેરું છું.' સોક્રેટિસે કહ્યું કે, “ભાઈ, તને કાણાવાળો ઝભ્ભો પહેરેલો જોઈને લોકોને પહેલાં એમ લાગે કે તું કેટલો બધો ગરીબદીન છે, પરંતુ પછીથી તારા વર્તન પરથી લોકોને સમજાય છે કે હકીકતમાં તો તારા ઝભ્ભાના પ્રત્યેક કાણામાંથી દીનતા માટેનું તારું અભિમાન ડોકિયું अदीणमणसो चरे * ८७ Page #128 -------------------------------------------------------------------------- ________________ કર્યા કરે છે.' દીનતા જાય તો સમતા આવવી જોઈએ, મિથ્યાભિમાન નહિ. પરંતુ ભૂખે મરતો દીન માણસ જ્યારે તવંગર બને છે ત્યારે સંપત્તિ માટેનું એનું અભિમાન છલકે છે. પોતાના દુઃખના દિવસોની સ્મૃતિ બીજા દીનદુઃખી પ્રત્યેની સહાનુભૂતિમાં પરિણમવી જોઈએ, નહિ કે એમને સતાવવામાં. મનુષ્ય દીન, નિર્ધન, મજબૂર નથી એ દર્શાવવા એક પ્રસંગ કહેવાય છે. એક વખત એક મહાત્મા એક ગરીબ વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે એમની નજર એક મકાનના ઓટલા પર એક સશક્ત, બેકાર અને નિષ્ક્રિય બેઠેલા યુવાન ૫૨ ગઈ. એમણે યુવાનને આમ બેસી રહેવાનું કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે, ‘પોતાની પાસે પૈસા નથી, એટલે બેસી રહ્યો છે.’ મહાત્માએ કહ્યું કે, ‘ભાઈ, મજાક નથી કરતો, સાચી વાત કહું છું. મને કહે કે કોઈ માણસ એક આંખે અથવા બેય આંખે આંધળો હોય અને એને નવી આંખ બેસાડવા ઑપરેશન કરાવવું છે તો કેટલું ખર્ચ થાય ? પંદર, પચીસ હજાર રૂપિયા થાય ને ? તારી બંને આંખ સાજી છે તો એની કિંમત પચીસ હજાર જેટલી ન મૂકી શકાય ? બહેરો માણસ કાને ઑપરેશન કરાવે તો કેટલું ખર્ચ થાય ? તારા બંને કાન સાજા છે. એની કિંમત મૂક. એ રીતે તારે જો બે હાથ ન હોત કે બે પગ ન હોત તો શું થાત ? આમ આખા શરીરની કિંમત મૂકે તો સહેજે દોઢ-બે કરોડ રૂપિયા જેટલી થાય. તું જાતને નિર્ધન માને છે, પણ વસ્તુત: તો તું કોટ્યાધિપતિ છે. માટે તું તારી નિર્ધનતાની, દીનતાની વાત છોડી દઈને બહાર જા, પહેલાં કંઈક શારીરિક મજૂરીનું કામ શોધી લે અને એમ કરતાં તું આગળ વધશે.' યુવાને મહાત્માની શિખામણ માની અને એનું જીવન સુધરી ગયું. દીનતાની સાથે ભય રહેલો છે. સદાચારી હંમેશાં નિર્ભય હોય છે. સદાચારી બનવા માટે માણસે સંતોષી બનવું પડે. લોભાદિ વૃત્તિઓ, તીવ્ર કામનાઓ, મોટી અપેક્ષાઓ માણસને સદાચારમાંથી ચિલત થવા લલચાવે છે. સંતોષી એક દિવસમાં નથી થવાતું. એનો સતત મહાવરો રાખવો જોઈએ. વળી કસોટી આવે ત્યારે જ પોતાના સંતોષીપણાની ખબર પડે છે. અદીન રહેવું એટલે કે પોતાના સત્ત્વની ખુમારીથી રહેવું. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ માણસે પોતાની પ્રતિભા, ચિત્તની પ્રસન્નતા ઝાંખી ન થવા દેવી જોઈએ. જ્યારે જીવનમાં વિપરીતતા, પ્રતિકૂળતા આવે ત્યારે લાચાર ન બનતાં, સંસારમાં જે કંઈ બને છે તે પોતપોતાનાં શુભાશુભ કર્માનુસા૨ બને છે ૮૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #129 -------------------------------------------------------------------------- ________________ એવી દૃષ્ટિ કેળવી સાંત્વન, સમાધાન મેળવવું જોઈએ અને પોતાનાં અશુભ કર્મોના ક્ષયોપશમ માટે પ્રબળ પુરુષાર્થ કરવા પગલું ઉપાડવું જોઈએ. જ્યાં સાચી સમજણ છે, તત્ત્વદૃષ્ટિ છે ત્યાં દીનતા હોતી નથી, ટકતી નથી. સગુદર્શનની પ્રાપ્તિ પછી જીવને સંસારમાં ક્યાંય દીનતા દર્શાવવા જેવું રહેતું નથી. જીવ એટલા ઊંચા આત્મભાવમાં આવી જાય છે કે બાહ્ય પ્રતિકૂળતાઓનું એની પાસે કશું ચાલતું નથી. એટલા માટે જ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે શ્રી શાન્તિનાથ ભગવાનના જાણીતા સ્તવન ‘હમ મગન ભયે પ્રભુ ધ્યાન મેં'માં કહ્યું છે : ગઈ દીનતા સબહી હમારી, તુજ સમક્તિ દાન મેં; ગુણ અનુભવકે રસ આગે; નહિ કોઉ પ્રભુ ! પ્રભુ આવત માનમેં. अदीणमणसो चरे * ८८ (સાંપ્રત સહચિંતન-૧૫) Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे । - ભગવાન મહાવીર [જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે.] ભગવાન મહાવીર સ્વામીએ “આચારાંગસૂત્ર', “ઉત્તરાધ્યયન સૂત્ર', “દસવૈકાલિક સૂત્ર' વગેરેમાં ઠેર ઠેર નિગ્રંથ મુનિ-જૈન સાધુનાં વિવિધ પ્રકારનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એમાં એમનાં ભાત પાણી-આહારની પણ વિગતે વિચારણા કરવામાં આવી છે. સમગ્ર સંસારમાં સર્વ જીવોને આહારસંજ્ઞા અનાદિ કાળથી વળગેલી છે. જીવો પોતાની આ સંજ્ઞાને રસથી પોષે છે અને વિકસાવે છે. જગતમાં નવ્વાણુ ટકાથી વધુ મનુષ્યો પોતાની આ આહારસંજ્ઞાથી રાજી થાય છે. ભોજન માટે ઉત્સવ યોજાય છે. પાકશાસ્ત્ર એ પણ શિક્ષણનો વિષય છે અને સરસ રસોઈ, વાનગીઓ બનાવનારનું બહુમાન થાય છે. દુનિયામાં જેમ જેમ હોટેલ-રેસ્ટોરાંની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સારા રસોઈયાની માંગ વધતી જાય છે. દુનિયામાં વિભિન્ન દેશો વચ્ચે વ્યવહાર-વિનિમય જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ કેટલી બધી વાનગીઓનો આંતરરાષ્ટ્રિય પ્રચાર વધતો જાય છે ! એક બાજુ આખી દુનિયા ખોરાક-ભોજનની બાબતમાં નિપુણ બનતી જાય છે ત્યારે બીજી બાજુ દુનિયામાં અડધા ટકા કરતાં પણ ઓછા લોકો ૯૦ % સાંપ્રત સમાજ-દર્શન Page #131 -------------------------------------------------------------------------- ________________ આહાર સંજ્ઞાને તોડવાનો પ્રચંડ પુરુષાર્થ કરતા હોય છે. અનશન, ઊણોદરી, રસત્યાગ વગેરે પ્રકારની તપશ્ચર્યા કરીને આહારસંજ્ઞાને તેઓ નિષ્ફળ બનાવે છે. તાવવાળા માંદા માણસને ભોજન અરુચિકર લાગે છે. કોઈ તીવ્ર આઘાત લાગે એવા સમાચાર આવતાં માણસને ખાવાનું ભાવતું નથી. આગ, ધરતીકંપ, બોમ્બમારો જેવી આપત્તિ વખતે માણસ જીવ બચાવવા ખાવાનું છોડીને ભાગે છે. આ સર્વનો આહારત્યાગ અલ્પકાલીન હોય છે, પરંતુ સાધુ મહાત્માઓ અને તપસ્વી ગૃહસ્થો સ્વેચ્છાએ, સંયમપૂર્વક, કોઈ પણ પ્રકારના આઘાત-પ્રત્યાઘાત વિના, હોંશથી, ઉલ્લાસપૂર્વક, ઉચ્ચત્તર ધ્યેયને માટે નિશ્ચિત સમય માટે આહારનો અથવા આહારના રસનો ત્યાગ કરે છે. ગમે તેટલો સ્વાદિષ્ટ આહાર નજર સામે હોય તો પણ તેઓને તે વિકારના ભાજન જેવો, અરુચિકર લાગે છે. જેઓનું લક્ષ્ય ત્યાગવૈરાગ્ય, આત્મજ્ઞાન અને પરંપરાએ કેવળજ્ઞાન, મુક્તિનું છે તેઓ સ્વાદિષ્ટ આહારથી લુબ્ધ થતા નથી. ઊણોદરી વ્રત એ સાધુ ભગવંતોનું લગભગ કાયમનું વ્રત હોવું જોઈએ. સારા આરોગ્યની એક સાદી ચાવી છે : “પેટ ન ભરીએ ચારે ખૂણ.” પેટ ભરીને જમવાથી જેટલી રોગોની શકયતા છે તેટલી ઊણોદરી વ્રતથી નથી. પેટ દબાવીને વધારે પડતું ખાવાથી જેટલા રોગો થાય છે અને જેટલા માણસો મૃત્યુ પામે છે એટલા રોગો કે મૃત્યુ થોડુંક ઓછું ખાવાથી નથી થતાં. આરોગ્યની વાત તો ખરી જ, પણ સંયમની આરાધના માટે, ધર્મક્રિયાઓ માટે ઊણોદરી વ્રત આવશ્યક મનાયું છે. ઊણોદરી વ્રત ઉપરાંત વૃત્તિસંક્ષેપ વ્રત પણ લેવાય છે, જેમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં અમુક જ વાનગીઓ લેવાની હોય છે. રસલાલસા ન થાય એ માટે આવાં આવાં વ્રતો છે. જૈન સાધુઓએ (“સાધુ' શબ્દમાં સાધ્વી આવી જાય છે.) સામાન્ય રીતે દિવસમાં એક વખત જ આહારપાણી લેવાં જોઈએ. દિગંબર મહાત્માઓ એક જ વખત ઊભા ઊભા આહારદાન સ્વીકારે છે. તેઓ ઠામચોવિહાર કરતા હોય છે. જે યુવાન મુનિઓ સ્વાધ્યાય વગેરે કરતા હોય, જેમનું સ્વાચ્ય બરાબર ન રહેતું હોય અથવા એક વખતના આહારથી ચાલતું ન હોય તેઓ બે વખત આહાર લે છે. સામાન્ય રીતે સાધુઓએ સવારના નવકારશીના સમયનાં ચા-પાણી, દૂધ ઇત્યાદિ પણ ન લેવાં જોઈએ. જો કે એનો ચુસ્ત આગ્રહ નથી. અલબત્ત, સાધુઓ છૂટે મોંઢે આખો દિવસ કંઈક ને કંઈક ખાતા હોય એવું તો ન જ બનવું જોઈએ. બનતું પણ બાપુનત્ત પણ મન મોડ સે નિચે I * ૯૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ નથી. કહ્યું છે કે - जा य लज्जासमावित्ती एगभत्तं च भोयणं । (સંયમાનુકૂળ જીવન માટે દિવસમાં એક વાર ભોજન હિતકારી છે.) કહેવાય છે કે, “સપુરુષના તુચ્છ (અલ્પ) આહાર.' આહાર સંયમની આરાધના માટે છે. એક વખત જીવનની દિશા બદલાય છે, સાધના તરફ લક્ષ જાય છે, આત્મસ્વરૂપની રમણતામાં રસ પડે છે, પછી ભોજનનો રસ અનુક્રમે છૂટી જાય છે. કોઈ સાધુ મહારાજને ડાયેટિંગ કરવાની જરૂર ન હોય. કારણ કે એમનું શરીર જ એવું એકવડું હોય. હૃષ્ટપુષ્ટ, તગડા, ખાધેપીધે ખબરદાર ભોજનના રસિયા એવા સાધુ મહારાજ જૈન ધર્મમાં ન શોભે. એકંદરે એવા જોવા પણ નહિ મળે. (સિવાય કે જન્મથી એવો બાંધો હોય કે એવા પ્રકારનો રોગ થયો હોય.) રાત્રિ દરમ્યાન એટલે કે સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય સુધી જીવનપર્યત જેઓને ભોજન અને પાણી એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય એવા જૈન સાધુ જેવા સાધુ દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. (કોઈ વ્યક્તિગત રૂપે કરે તે જુદી વાત છે.) અનેક શ્રાવકો પણ આવું વ્રત ધરાવતા હોય છે. સાધુઓ જે ગોચરી વહોરી લાવ્યા હોય તે પોતાના વડાને બતાવ્યાં પછી જ વાપરવાની હોય છે. સાધુથી ખાનગીમાં કશું વહોરી લાવીને ખવાય નહિ. સાધુઓએ ગોચરીના બેતાલીસ પ્રકારના દોષો અને માંડલીના પાંચ પ્રકારના દોષોથી મુક્ત રહેવું જોઈએ. ૧૦ પ્રકારના ઉદ્ગમ દોષો, ૧૬ પ્રકારના ઉત્પાદના દોષો, ૧૦ પ્રકારના એષણા દોષો અને પાંચ પ્રકારના માંડલીના દોષોની વિગતે છણાવટ શ્રી મહાનિશીથસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. મુનિઓને માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : कारणं वेयण वेयावच्चे इरियाट्टए य संजमट्ठाए । तह पाणवत्तियाए छटुं पुण धम्मचिंताए । વેિદના, વૈયાવૃત્ય, ઇર્યાસમિતિ, સંયમ, પ્રાણવૃત્તિ અને ધર્મચિંતા એ આહાર માટેનાં છ કારણો છે.] વેદના એટલે સુધા-વેદનીયનો ઉદય હોય અને ભૂખ સહન ન થતી હોય તો આહાર લેવો જોઈએ. સુધાને કારણે અતિશય ભૂખ્યા પેટે ગ્લાન મુનિઓની વૈયાવચ્ચ માટે શક્તિ ન રહેતી હોય, ઈર્યાસમિતિનું પાલન બરાબર ન થતું હોય, સંયમની આરાધના, સ્વાધ્યાય વગેરેમાં ચિત્ત ન ૯૨ સાંપ્રત સમાજ-દર્શન Page #133 -------------------------------------------------------------------------- ________________ ચોંટતું હોય, પ્રાણ તૂટતા હોય એમ લાગતું હોય અથવા શુભ ધર્મચિંતન ન થઈ શકતું હોય તો એ છે કારણોને લીધે અથવા એમાંના મુખ્ય ક્ષુધાવેદનીય કર્મના ઉદયને કારણે આહાર લેવાની જરૂર રહેતી હોય તો આહાર લેવો જોઈએ. સાધુઓએ સ્વાદના શોખ માટે આહાર લેવાનો ન હોય. માંડલીના પાંચ દોષોમાં મુખ્ય દોષ તે “સંયોજના દોષ' છે. વિશિષ્ટ રસના આસ્વાદ માટે અમુક વાનગીઓનું પાત્રામાં અથવા મુખમાં સંયોજન અર્થાત્ મિશ્રણ કરવું એ સંયોજના દોષ છે. રસત્યાગને ચુસ્ત રીતે અનુસરનારા મુનિ મહારાજ ભોજનની વાનગીઓ બધી ભેગી કરીને વાપરે છે કે જેથી કોઈ પણ એક વાનગીનો જુદો સ્વાદ માણવાનું મન ન થાય. જે વાનગી છૂટી ખાવાની હોય તેને તેઓ ભેળવીને ખાય છે અને જે વાનગી ભેળવીને (જેમ કે દાળ- ભાત, ખીચડી-કઢી) ખાવાની હોય તેને તેઓ છૂટી વાપરે છે. ગત શતકના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ પોતે આહારની બાબતમાં અત્યંત સંયમિત હતા અને પોતાના શિષ્યોને પણ એ રીતે તૈયાર કરેલા. સ્વ. પ્રેમસૂરિદાદાએ પોતાના પચાસથી અધિક વર્ષના દીક્ષા પર્યાયમાં રોજ ઘણું ખરું એક જ વખત ગોચરી વાપરી છે અને ગોચરીમાં પણ ઘણુંખરું તેઓ બે જ વાનગી-દાળ અને રોટી અથવા ક્યારેક શાક અને રોટી વાપરતા. એમનું સૂત્ર હતું. દાળ અને રોટી, બીજી વાત ખોટી. ભોજનમાં ફક્ત દાળ અને રોટી વાપરવાની વાત આવી એટલે ફક્ત દાળ અને રોટી ખાનાર બીજા એક સંન્યાસી મહારાજની વાત યાદ આવે છે. અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં સંન્યાસીઓ ગૃહસ્થના ઘરે જઈ ભોજન કરે એવી પ્રથા હોય છે. એક વખત એક બહેને એક સંન્યાસી મહારાજને પોતાને ત્યાં ભોજન લેવા માટે નિમંત્રણ આપ્યું. સંન્યાસી મહારાજ ખાવાના શોખીન હતા, પણ દેખાવ સાદાઈનો કરતા. જ્યારે બહેને પૂછ્યું, “મહારાજ ! આપને માટે શું બનાવું ?” મહારાજે કહ્યું, “અમારે તો બીજું કાંઈ ન જોઈએ. દાળ અને રોટી મળે એટલે બસ.' બહેને કહ્યું, બસ, મહારાજ ! આટલું જ ? નહિ ?' “ના. બસ આટલું જ, પણ દાળ સફેદ બનાવજો અને રોટી કાળી બનાવજો.... બસ, બે જ વાનગી બનાવજો - કાળી રોટલી અને ધોળી દાળ.' VISIT TT મોથા મો સે નિષથે | - ૯૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ બહેન કશું સમજી નહિ. એ તો મૂંઝાઈ ગઈ. એણે પડોશણને પૂછ્યું. પડોશણે કહ્યું, “ધોળી દાળ એટલે દૂધપાક અને કાળી રોટલી એટલે માલપુવા.” સંન્યાસી મહારાજ આ બે વાનગી જ બરાબર ઝાપટે છે. પછી ત્રીજી વાનગીની જરૂર નહિ. એ બહેને મહારાજને બે જ વાનગીનું સાદું (?) ભોજન કરાવ્યું તો ખરું, પણ પછી બીજી વાર નિમંત્રણ ન આપ્યું. કેટલાક ધર્મોમાં ભોજનનો થાળ એ ગુરુ મહારાજનો સૌથી પ્રિય વિષય હોય છે. ભાતભાતની વાનગી પોતે આરોગે અને ભક્તોએ પોતાને ધરાવેલા થાળામાંથી વિવિધ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે ખવડાવે. કેટલીક વાર તો ભક્તભક્તાણીના મોંઢામાં તેઓ સ્વહસ્તે મૂકે છે. ધાર્મિક આનંદોત્સવ સાથે મિષ્ટ વાનગીઓ સંકળાયેલી છે. ભક્તો-ભક્તાણીઓ ગુરુજીને ખવડાવે અને ઉચ્ચ સ્વરે તાળીઓ સાથે ગાય : હસતાં, હસતાં ખાય, ગુરુજી મારા, હસતાં હસતાં ખાય ! મનભાવતી વાનગીઓથી ધરાઈને પેટ ભરવું એ કેટલાક સંપ્રદાયોના ઉત્સવોનું - ગુરુમહિમાનું એક લક્ષણ છે. આવા પંથોમાં ભક્તો જ ગુરુજીને ખવડાવી ખવડાવીને અતિશય હૃષ્ટપુષ્ટ બનાવી દે છે, એટલું જ નહિ, મધુપ્રમેહના રોગનો ભોગ પણ બનાવી દે છે. વળી વારંવાર મિષ્ટાન્ન આરોગવાને કારણે ગુરુજીની વાસનાઓ પણ બહેકવા લાગે છે અને એમાંથી કેટલાક અનર્થો સર્જાય છે. - શરીરમાં ગયેલો અન્નનો દાણો એનું કાર્ય કર્યા વગર રહેતો નથી. કેટલાક પ્રકારનું ભોજન તામસી ગણાય છે. એ ખાવાથી તામસી પ્રકૃતિ વધે છે, એટલે કે કામ, ક્રોધ, દ્વેષ, પ્રમાદ ઇત્યાદિ વધે છે. આથી સંયમના સાધકો માટે એવી ભોજનસામગ્રી વર્ય ગણાય છે. સાંજનું મિષ્ટાન્નયુક્ત ભારે ભોજન વાસનાને ઉશ્કેરી શકે છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓએ તો સાંજના ભોજન ન કરવું જોઈએ અથવા હળવું ભોજન લેવું જોઈએ. ગરિષ્ઠ ભોજન જમ્યા પછી ધ્યાન સારું થઈ શકતું નથી. ધ્યાન નિદ્રામાં પરિણમે છે. સ્નિગ્ધ ભોજન કામવિકારનું, પ્રમાદનું કારણ બની શકે છે. એટલા માટે જૈન મુનિઓ એવા પ્રકારના આહારનો યથાશક્તિ ત્યાગ કરે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, પૂર્વ વન, ર | સ્નિગ્ધ રસનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (કડાઈમાં તળેલી વાનગી) એ છને વિગઈ (વિકૃતિ પરથી) કહેવામાં આવે છે. કેટલાક મુનિ મહાત્માઓ આજીવન આ છએ વિગઈનો ત્યાગ કરે છે, તો કેટલાક અમુક સમયમર્યાદા ૯૪ ૬ સાંપ્રત સમાજ-દર્શન Page #135 -------------------------------------------------------------------------- ________________ માટે ત્યાગ કરે છે. દરેક સાધુ- સાધ્વીએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા અનુસાર નિશ્ચિત સમય માટે ઓછામાં ઓછી એક કે બે વિગઈનો ત્યાગ કરવાનો રહે છે. રસત્યાગ અને સંયમપાલન એ એનો મુખ્ય ઉદ્દેશ છે. રસત્યાગ માટે જૈન ધર્મમાં આયંબિલની જે તપશ્ચર્યા છે તેવી અન્ય કોઈ ધર્મમાં નથી. આયંબિલની વાનગીઓ દિવસમાં એકને બદલે બે વાર આરોગે તો પણ કેટલાકને તે અરુચિકર થાય છે. પરંતુ જૈન ધર્મમાં વર્ષમાં બે વાર આયંબિલની ઓળીમાં ગામે ગામ સેંકડો, હજારો માણસો આયંબિલ કરે છે. કેટલાક સાધુ મહાત્માઓ વર્ધમાન તપની એકસો સુધીની આયંબિલની ઓળી કરે છે. કેટલાક તો બે કે ત્રણ વાર એવી ઓળી કરે છે. આહારસંજ્ઞાને જીતવાનો તથા કર્મની નિર્જરાનો આ એક અમૂલ્ય ઉપાય અને અવસર ગણાય છે. આહારસંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે છે અને કાયાની મમતા ઘટતાં તપધર્મની આરાધનામાં રસ પડે છે, આરાધના સારી રીતે થાય છે. ભોજન કરવાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) સિંહ ભોજન - ભોજન સામગ્રીમાંથી સિંહની જેમ કોઈ પણ એક બાજુથી ધીમે ધીમે ખાવું. (૨) વાનર ભોજન - જેવું હાથમાં આવ્યું કે તરત અધીરાઈથી ખાવા મંડી પડવું. (૩) હસ્તિ ભોજન - હાથીની જેમ ઉપેક્ષાથી કે ઉદાસીનભાવથી ખાવું. (૪) કાક ભોજન - કાગડાની જેમ ચૂંથી ચૂંથીને ખાવું. (૫) શૃંગાલ ભોજન - શિયાળની જેમ ઘડીકમાં એક બાજુથી અને ઘડીકમાં બીજી બાજુથી ખાવું. આ પાંચ પ્રકારોમાંથી સિંહની જેમ અથવા હાથીની જેમ ભોજન કરવાની મુનિઓને ભલામણ કરવામાં આવે છે. મનુષ્યની પાંચ ઇન્દ્રિયોમાં જીભ સૌથી વધુ બળવાન છે. જીભ ક્યારેય થાકતી નથી. ખાવાનું મળ્યું કે તરત તૈયાર. તરત તે રસ ઝરતી બની જાય છે. માણસને આંખથી કોઈ પણ એક વસ્તુ ધારી ધારીને સતત જોવાનો કે કાનથી અમુક ધ્વનિ સાંભળવાનો થાક લાગે છે. વાંચતા વાંચતાં માણસ ઊંઘી જાય છે. સંગીત સાંભળતાં પણ ઝોલાં ખાય છે. પણ આહાર મળતાં જીભ સક્રિય થઈ જાય છે. વળી એને માત્ર ગળ્યો કે એવા એક રસમાં ત્તિ જ મોજ મોડુ જે નિચે જ ૯૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ જ નહિ, ખાટો, તીખો, તુરો કે કડવા જેવા રસમાં પણ રસ પડે છે. જીભ જેમ થાકતી નથી તેમ ઘરડી પણ થતી નથી. માણસ આંખે આંધળો કે કાને બહેરો થઈ જાય છે, પણ ખાવાના ચટકા તો સો વર્ષની ઉંમરે પણ હોય છે. દાંતનો વિરહ થાય તો પણ જીભને વૈરાગ્ય ઊપજતો નથી. આ જીભ ઉપરના અસંયમને કારણે જ કેટલાયે લોકોને આખો દિવસ કંઈક ને કંઈક ખાવા જોઈએ છે. દુનિયામાં, વિશેષત: અમેરિકામાં કેટલાયે લોકો Compulsive Eaters હોય છે. ખાવાનું એમને વ્યસન થઈ જાય છે. ખાવાનું ન મળે તો અસ્વસ્થ, ગાંડા જેવા અને ક્યારેક તો તોફાન મચાવતા થઈ જાય છે. અમેરિકામાં (અને બીજા કેટલાક દેશોમાં પણ) રસવૃત્તિને સતેજ કરે એવા વિવિધ પ્રકારના નવા નવા આહાર બજારમાં મૂકવામાં આવે છે. માણસો એક પછી એક વાનગી ખાધે રાખે છે. પરિણામે સૌથી વધારે જાડા માણસો અમેરિકામાં છે. એટલે જ જીભને વશ રાખવાનું કામ ઘણું દુષ્કર છે. એક બહેન કહેતાં કે “મારે જો જીભ ન હોત તો ક્યારની દીક્ષા લીધી હોત.” એમને દીક્ષા લેવી હતી, પણ એમની સ્વાદેન્દ્રિય બળવાન હતી. બધી જ ધર્મક્રિયાઓમાં એમને રસ પડે. પૂરી નિષ્ઠાથી એ ક્રિયાઓ કરે પણ ખરાં, પરંતુ સ્વાદની વાત આવે, ભાવતા ભોજનની વાત આવે ત્યાં તેઓ હારી જાય. ભોજનમાં કશું જ ઓછું કે નબળું ન ચાલે. વળી એમની સ્વાદવૃત્તિ પણ એવી કેળવાયેલી કે મરીમસાલા બરાબર પડ્યા છે કે નહિ તેની તરત પરખ થાય, વળી તરત જાતે વિવિધ પ્રકારની સરસ રસોઈ બનાવી શકે. એમની સાથે વાત કરીએ તો એમની પાકશાસ્ત્રની જાણકારીથી આશ્ચર્યચક્તિ થઈ જવાય. દુનિયાના ભોજન-વ્યવહારથી તદ્દન વિભિન્ન દિશામાં જૈન ધર્મ સાધુઓના આહારની ગવેષણા કરી છે. અલ્પ આહારે જૈન સાધુઓ જે સુખાનંદ અનુભવે છે તે કેટલો ઉત્કૃષ્ઠ કોટિનો છે તે વિશેષ તો અનુભવે જ સમજાય એવો છે. (સાંપ્રત સહચિંતન-૧૫) ૯૬ સાંપ્રત સમાજ-દર્શન Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩ मायन्ने असणपाणस्स શ્રવણ ભગવાન મહાવીરે જૈન સાધુઓના બાવીસ પરીષહ (કષ્ટ) સહન કરવા વિશે ઉત્તરાધ્યયન સૂત્રમાં સચોટ ઉપદેશ આપ્યો છે. આ બાવીસ પરીષહમાં સૌથી પ્રથમ સ્થાન સુધા પરીષહને આપવામાં આવ્યું છે. સુધા પરીષહ સહન કરનારા સાધુઓને માટે તેમણે કહ્યું છે કે તેઓ ખાનપાનની માત્રાના, મર્યાદાના જાણકાર હોવા જોઈએ. ક્ષુધા પરીષહની ગાથા આ પ્રમાણે છે : कालीपबंगसं कासे किसे धमणिसंतए । मायन्ने असणपाणस्स अदीणमणसो चरे ।। [ ભૂખથી સૂકાઈને શરીર કાકજંધા (એક પ્રકારનો છોડ અથવા કાગડાની ટાંગ) જેવું પાતળું થઈ જાય, શરીરની ધમનીઓ ઢીલી પડી જાય તો પણ ખાનપાનની માત્રાના જાણકાર (માયન અથવા માત્ર એટલે માત્રજ્ઞ) એવા મુનિઓ અદનભાવથી વિચરે. ] જે મુનિઓ પોતાના ખાનપાનની મર્યાદાને જાણે છે તેઓને દીનતાનો, લાચારીનો, પરવશતાનો અનુભવ થતો નથી. જે માણસો પોતાના ખાનપાનને બરાબર જાણતા નથી તે માણસો રોગ વગેરે થતાં પરવશ, દીન, લાચાર બની જાય છે. એકાદ ગંભીર રોગ થતાં ભલભલા બહાદુર, અભિમાની માણસો ગરીબડા થઈ જાય છે, ક્યારેક રડી પણ પડે છે. પોતાના તનના કે ધનના જોરે ઘાંટો પાડીને બીજાને ધ્રુજાવનારા પણ તીવ્ર શારીરિક પીડા થતાં ચીસાચીસ કરવા લાગે છે. તે વખતે તેમની સ્થિતિ मायन्ने असणपाणस्स * ८७ Page #138 -------------------------------------------------------------------------- ________________ જોવા જેવી હોય છે. જે સાધક પોતાનાં આહાર-પાણીને બરાબર જાણે છે અને તે અનુસાર આહાર લે છે તે સાધકને માંદા પડવાનો અવસર જવલ્લે જ આવે છે. કેટલાયે સાધુ મહાત્માઓ એવા હોય છે કે જેમને આખી જિંદગીમાં કોઈ દિવસ તાવ આવ્યો હોય કે માથું દુ:ખ્યું હોય એવી નાની સરખી બીમારી પણ આવી નથી હોતી. કેટલાંક એવા મહાત્માઓ છેલ્લે અન્નપાણીના ત્યાગ દ્વારા દેહનું વિસર્જન પણ સ્વેચ્છાએ સમાધિપૂર્વક કરે છે. આવા મહાત્માઓને જીવનમાં કોઈ પણ પ્રકારની દીનતા, લાચારી, પરવશતા વગેરે અનુભવવાં નથી પડતાં. એટલે જ એવી દશા જેઓને પ્રાપ્ત કરવી છે તેઓએ આહારની બાબતમાં સજાગ અને સભાન રહેવાની જરૂર છે. આહારની અને એની માત્રાની શરીર અને ચિત્ત ઉપર સારી કે માઠી અસર થયા વગર રહેતી નથી. આહારનું પણ સત્ત્વ, રજસું અને તમસું એ ત્રણ ગુણોની દૃષ્ટિએ વર્ગીકરણ કરવામાં આવે છે. માણસ ધારે તો સતત અવલોકન કરીને ક્યા પ્રકારના આહારથી પોતાના ચિત્ત ઉપર કેવો પ્રભાવ પડે છે, તેનો નિર્ણય કરી શકે અને પોતાને માટે પથ્યાપથ્ય શું છે તે સમજી શકે, સાધકો માટે એ બહુ જરૂરી છે. બ્રહ્મચર્યનું સંનિષ્ઠ પાલન કરનાર માટે એ સવિશેષ જરૂરી છે. કોઈ વ્યક્તિ પોતાના ખાનપાનની બરાબર જાણકાર છે અને એ પ્રમાણે જ આહારાદિ લે છે એની કસોટી કઈ ? સામાન્ય નિયમ એવો છે કે પોતાના શરીરનો બાંધો અને પોતાની શારીરિક પ્રકૃતિ અનુસાર જેઓ યોગ્ય ખોરાક, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં લે છે તેને ક્યારેય માંદા પડવાનો વખત આવતો નથી. પરંતુ આથી પણ ચડિયાતી અને કઠિન કસોટી પણ છે. હિમાલયમાં એક યોગી મહાત્માએ કહ્યું હતું કે માણસ યોગ્ય આહાર લે છે કે કેમ એની કસોટી એના નિહાર (શૌચ) ઉપરથી થઈ શકે છે. માણસની ઉત્તમ નિહારક્રિયા છે કે જે વધુમાં વધુ પાંચ સેકન્ડમાં પતી જાય અને જે માટે એને પાણી, કાગળ કે હાથનો ઉપયોગ કરવો ન પડે અને છતાં એનું શરીર સ્વચ્છ, શુદ્ધ અને દુર્ગંધરહિત હોય. કેટલાયે યોગી મહાત્માઓનાં શરીર આ પ્રકારનાં હોય છે. ખાનપાનની સામાન્ય જાણકારી ભિન્નભિન્ન કક્ષાના લોકોની ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુથી ભિન્ન ભિન્ન હોઈ શકે. કોઈ સ્વાદની દૃષ્ટિએ, કોઈ આરોગ્ય અને તાકાતની દષ્ટિએ, કોઈ ઈન્દ્રિય સંયમની દૃષ્ટિએ, કોઈ ધ્યાન અને અધ્યાત્મની દષ્ટિએ એનો વિચાર કરી શકે. સામાન્ય માણસો ૯૮ સાંપ્રત સમાજ-દર્શન Page #139 -------------------------------------------------------------------------- ________________ ખાનપાનના જાણકાર હોય, વૈદ ખાનપાનના જાણકાર હોય અને સાધુ સંન્યાસીઓ ખાનપાનના જાણકાર હોય એ દરેકમાં ઘણો તફાવત રહેલો છે. જૈનો, વિશેષત: જૈન મુનિઓ માટે ઇન્દ્રિયસંયમ, જીવદયા, કર્મ સિદ્ધાંત ઇત્યાદિની દૃષ્ટિએ ખાનપાનનો, ભક્ષ્યાભઢ્યનો ઝીણવટપૂર્વક વિચારવિમર્શ થયો છે. એ દૃષ્ટિએ તેઓ મીન હોવા જોઈએ. મનુષ્ય અને ઇતર પ્રાણીસૃષ્ટિ વચ્ચે એક મોટો તફાવત એ છે કે પશુપક્ષીઓ આહારને સુંધીને ખાય છે; પોતાની આહારસંજ્ઞા અનુસાર પોતાને પથ્ય હોય તેવો અને પોતાને પાચન થાય તેટલો જ આહાર તે કુદરતી ક્રમે ગ્રહણ કરે છે. પોતાને યોગ્ય આહાર ન મળે એવી દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પ્રાણીઓ પણ અપથ્ય આહાર ગ્રહણ કરે એવું કેટલીકવાર બને છે ખરું, પરંતુ એકંદરે તો પશુ-પક્ષીઓ કુદરતી સંજ્ઞાને કારણે પોતાની આહારમર્યાદાને જાણે છે અને તેને અનુસરે છે. મનુષ્યના આહારનું ક્ષેત્ર અત્યંત વિશાળ છે, વિરાટ છે. પશુપક્ષીઓ તથા જીવજંતુઓનું આહારનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે. મનુષ્યનું આહારક્ષેત્ર એટલે તમામ પ્રકારની વનસ્પતિ અને તમામ પ્રકારનાં પશુ પક્ષીઓ. ઉદર, દેડકાં, સાપ અને ઢેડગરોળી ખાનારા માણસો પણ દુનિયામાં છે. મરેલા પ્રાણીઓની ચરબી ખાનારા અને ગાયભેંસનું તાજું દૂધ નહિ પણ તાજું લોહી પીનારા આદિવાસીઓ પણ છે. મનુષ્યના આહારને કોઈ સીમા નથી. દુનિયામાં સમયે સમયે નવી નવી ખાદ્ય વાનગીઓ શોધાતી આવે છે. પ્રેમાનંદ કે શામળના સમયમાં ચા-કૉફી નહોતાં. નર્મદ કે દલપતરામના સમયમાં કોકોકોલા જેવાં પીણાં નહોતાં. છેલ્લા ચાર-પાંચ દાયકામાં તો ખાદ્ય વાનગીઓના ક્ષેત્રે દુનિયાએ મોટી હરણફાળ ભરી છે. રેફ્રિજરેટર, મિક્ષર, અવન, માઈક્રોવેવ અને એવાં બધાં ઇલેક્ટ્રિક સ્વયંસંચાલિત સાધનોના પ્રચાર પછી જુદા જુદા ખાદ્ય પદાર્થોનાં સંમિશ્રણ અને તેના વધતા-ઓછા પ્રમાણ અનુસાર અનેક જાતની વાનગીઓ બજારમાં આવી છે. અમેરિકામાં યોગર્ટ (દહીં), આઈસક્રીમ, બિસ્કિટ વગેરે પચાસથી અધિક જાતનાં મળે છે. તે દરેકના સ્વાદ પણ જુદા જુદા. પચાસ કે સો વર્ષ પછી કેવી કેવી નવી વાનગીઓ આવશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. ઝડપી વિમાનવ્યવહારને કારણે જુદા જુદા દેશની પ્રજાઓની અવરજવર ઘણી વધી ગઈ છે. દરેક પ્રજાની પોતાની ખાદ્ય પદાર્થની એક લાક્ષણિકતા હોય છે. તેની સાથે તેની આત્મીયતા જડાયેલી હોય છે. ઘણા લાંબા દિવસ સુધી પોતાનો ખોરાક ન મળ્યો હોય તો તો માણસ તેને मायन्ने असणपाणस्स * ८८ Page #140 -------------------------------------------------------------------------- ________________ માટે ઝંખે છે. એથી દુનિયાનાં મોટાં મોટાં શહેરોમાં બીજા દેશોની ખાદ્ય વાનગી પીરસતી રેસ્ટોરાંઓ વધતી જાય છે. જાપાનમાં પિઝા ખાનાર, લંડનમાં દાળ-ભાત, રોટલી ખાનાર, અમેરિકામાં જાપાની ટેમ્પરા કે સુકીયાકી ખાનાર, રશિયામાં મેક્સિકન તાકો-બરીતો ખાનાર, કેનેડામાં ઇડલી-ઢોસા ખાનાર, ફિલિપાઈન્સમાં સ્પગેટી ખાનાર માણસોની હવે જરા પણ નવાઈ નથી, કારણ કે વિભિન્ન દેશોની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવનારી રેસ્ટોરાં દુનિયામાં ઉત્તરોત્તર વધુ પ્રચલિત બનવા લાગી છે. વિવિધ ખાદ્ય પદાર્થોનું વિવિધ ઉષ્ણતામાન સાથે વિવિધ પ્રકારનું સંમિશ્રણ કરીને નવી નવી વાનગીઓ બનાવવા સાથે વિવિધ પ્રકારનાં સાધનોની એવી એવી શોધ થતી રહી છે કે ઓછા સમયમાં ઓછા શ્રમે વ્યવસ્થિત રીતે તૈયાર થયેલી વાનગી માણસો આરોગવા લાગ્યા છે. બાવીસમી સદીમાં તો કયૂટરાઈઝડ કિચન આવી જતાં માણસ એક બટન દબાવીને પોતાની મનપસંદ તાજી બનેલી વાનગી પાંચ-પંદર મિનિટમાં મેળવી શકશે. છેલ્લા થોડા સૈકા દરમિયાન દુનિયાભરમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ ભોજનની બાબતમાં ઘણું મોટું પરિવર્તન આવ્યું છે. દુનિયાભરમાં દિવસે દિવસે રેસ્ટોરાંમાં વધતાં ચાલ્યાં છે. એથી માણસની ઘરની બહાર ખાવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. બીજી બાજુ રહેઠાણો શૌચાદિની સગવડવાળાં બનતાં રહ્યાં છે. જૂની પરંપરા પ્રમાણે લોકો ઘરમાં આહાર લે અને શૌચાદિ માટે ઘરની બહાર દૂર દૂર સુધી જાય. (જંગલે જવું જેવો રૂઢપ્રયોગ એ દર્શાવે છે.) નવી પરંપરા પ્રમાણે લોકો ખાવા માટે બહાર દૂર દૂર સુધી જાય છે અને શૌચાદિ ઘરમાં કરે. આહાર-વિહારની બાબતમાં સાંસ્કૃતિક દૃષ્ટિએ આ એક મોટો વિપર્યાય છે. આહાર-વિહારની એટલી બધી સગવડો થઈ ગઈ છે કે માણસ દિવસોના દિવસો સુધી ઘરે ન આવે અથવા ઘરની બહાર ન જાય તો પણ એ સુખેથી જીવી શકે. જેટલી જેટલી ખાદ્ય અને પેય વાનગીઓ છે તે બધી જ દરેક વ્યક્તિને ભાવે એવું નથી. કેટલાય લોકોને બોલતા સાંભળીએ છીએ કે અમુક વાનગી પોતાને બહુ ભાવે છે. અથવા અમુક વાનગી પોતાને બિલકુલ ભાવતી નથી. કોઈ જમણવારમાં પીરસનારા જો બરાબર અવલોકન કરે તો કઈ વ્યક્તિ કઈ વાનગી વધારે ઝાપટે છે અને કઈ વ્યક્તિ કઈ વાનગીને બિલકુલ અડતી નથી તે તેને તરત જણાઈ આવે. આરોગ્યના નિયમોને કારણે કે ૧૦) સાંપ્રત સમાજ-દર્શન Page #141 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ તપશ્ચર્યાના નિયમને કારણે કોઈક વ્યક્તિ કોઈ વાનગી ન ખાય તે જુદી વાત છે. પરંતુ પોતાને બધા જ પ્રકારની વાનગી ભાવે એવી વ્યક્તિઓ ઓછી હોય છે. તેમાં પણ મસાલાના વત્તાઓછાપણું હોય તો પણ બધી વાનગી પોતાને ભાવે એવી વ્યક્તિઓ તો એથી પણ ઓછી હોય છે. જેની સ્વાદેન્દ્રિય વધુ ઉત્તેજિત રહેતી હોય, ખાવા-પીવાના જેને બહુ ચટકા હોય અને ખાવાપીવાની બાબતમાં બહુ ચીકણા અને વાંધા-વચકાવાળા માણસો હોય તેઓને અજાણી જગ્યાએ ઘણી તકલીફ પડે છે. દેશ-વિદેશમાં પોતાની પ્રિય વાનગી ક્યાં મળે છે તે શોધવા માટે ઘણા પ્રવાસીઓ રખડતા હોય છે અને પોતાની ઇચ્છા પ્રમાણે પોતાની પ્રિય વાનગી ખાવા ન મળે તો અતિશય નિરાશ થઈ જાય છે. જે માણસે દુનિયામાં ઘણો પ્રવાસ કરવો હોય એ માણસ આહાર વિશેની પોતાના ધર્મની મર્યાદા અનુસાર “બધું જ ભાવે અને બધું જ ફાવે' એ સૂત્રને પોતાનું સૂત્ર બનાવી લેવું જોઈએ. આહારનો પ્રશ્ન માનવજાતનો એક સનાતન પ્રશ્ન છે. દરેક જીવની ઘણીખરી પ્રવૃત્તિ આહારની આસપાસ ગોઠવાયેલી હોય છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનું આહારક્ષેત્ર અત્યંત વિશાળ છે. એથી જ માનવજાતના કેટલા બધા કલાકો રોજેરોજ આહાર પાછળ વપરાય છે. જીવવા માટે ખાવાથી માંડીને ખાવા માટે જીવવું ત્યાં સુધીમાં કેટલી બધી કક્ષા હોય છે! ઘરે ઘરે જુદાં જુદાં રસોડાને બદલે સ્થળે સ્થળે મોટાં સ્વચ્છ, સુઘડ, સુંદર સામુદાયિક રસોડાં ચાલતાં હોય તો કેટલા બધા માનવકલાકો ઈતર સર્જનાત્મક, સંશોધનાત્મક, મનોરંજક કે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વાપરી શકાય. પરંતુ માનવજાતિના ભાગ્યમાં એ લખાયું નથી, કારણ કે મનુષ્યની પ્રકૃતિ તેને અનુરૂપ નથી. વળી જો તેમ થાય તો પણ બચેલા કલાકો મનુષ્ય સર્જનાત્મક પ્રવૃત્તિમાં વાપરશે કે સંહારાત્મક, ખંડનાત્મક પ્રવૃત્તિમાં તેની કોઈ ખાતરી નથી. પોતાના ઘરે રાંધીને ખાવું કે બહાર જાહેર સ્થળમાં કોઈકના હાથનું રાંધેલું ખાવું એ પ્રશન સમૃદ્ધ દેશો કરતાં અવિકસિત દેશોને વધારે મૂંઝવનારો છે. સમૃદ્ધ દેશોમાં મોટી સારી સારી સ્વચ્છ રેસ્ટોરાં અને હાટેલોમાં ભેળસેળ વગરની, સારી રીતે પકાવેલી મનપસંદ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસાય છે. એથી રોગચાળો થવાનો સંભવ ઓછો રહે છે. માણસ જુદી જુદી વાનગી માટે વખણાતી જુદી જુદી રેસ્ટોરાંમાં જઈને ખાવાનો પોતાનો શોખ સંતોષે છે. એવી રીતે ખાવું તે ઘર કરતાં મોંઘું પડતું હોવા છતાં લોકોને તે પોસાય માયને સજવાબરૂ જ ૧૦૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ છે અને પોતાની મહેનત બચે છે એમ માને છે. અવિકસિત દેશોમાં બહારનું ખાઈને માણસો માંદા પડ્યા હોય એવી ફરિયાદો વારંવાર સાંભળવા મળે છે. એકસાથે ઘણા લોકો માટે વાનગી રાંધનારાઓ પોતે સ્વચ્છ હોતા નથી. તેમનાં કપડાં સ્વચ્છ નથી હોતાં. તેમના હાથ અને નખ સ્વચ્છ હોતા નથી. તેમનું રસોડું સ્વચ્છ હોતું નથી (ક્યારેક તો રસોડા જેવું પણ કશું હોતું નથી). તેમનાં વાસણો સ્વચ્છ હોતાં નથી. તદુપરાંત કમાવાની વૃત્તિને કારણે આહારની અંદર ભેળસેળ થાય છે. સડેલાં શાકભાજી વપરાય છે. વાસી જૂની વાનગીઓ ફેંકી ન દેતાં નવી વાનગીઓ સાથે તે ભેળવાય છે. રસોઈયાની બેદરકારીને કારણે, તેવા પ્રકારના જરૂરી જ્ઞાનના અભાવને કારણે ઊઘાડાં રાખેલાં વાસણોમાં માખી, કીડી, વાંદા, જીવડાં વગેરે પડે છે. ક્યારેક તો ઢેડગરોળી પડે છે અને એને કારણે એ વાનગી ખાનાર અનેક લોકોને ઝાડા-ઊલટી થાય છે. એથી કેટલાંક મૃત્યુ પણ પામે છે. ખુલ્લામાં રખાયેલી રસોઈમાં ધૂળ કે કચરો પણ ઊડીને પડતો હોય છે. એકંદરે જાહેર લૉજ, વશી, ખાનાવળ વગેરેમાં સતત વધુ દિવસ ખાવાથી માણસ માંદો પડે છે; મરડો થાય છે; પેટ કે આંતરડાનાં દરદો થાય છે. બહારનું ખાવાથી આરોગ્ય સચવાતું નથી એવી ફરિયાદ અવિકસિત દેશોમાં એકંદરે સાચી ઠરે છે. કેટલાક માને છે કે રાંધનાર વ્યક્તિના મનના ભાવો અશુભ હોય તો તેની અસર રસોઈ ઉપર થાય છે. રજસ્વલા સ્ત્રીઓ રસોઈ કરે તો તેની માઠી અસર પણ થાય છે. કેટલાંક મરજાદી લોકો બીજાના ઘરનું રાંધેલું ખાતા નથી. કેટલાંક પુરુષો ઘરમાં પત્ની હોવા છતાં જીવનભર સ્વયંપાકી રહ્યા હોય એવા દાખલા ભારતમાં સાંભળ્યા છે. માણસની ખાવાની શક્તિ અને વૃત્તિ અમર્યાદ છે. માણસ રોજ રોજ વધારે ખાતો જાય તો તેની હોજરી મોટી થતી જાય છે અને તેનું પેટ ગાગર જેવું ગોળ મટોળ બનતું જાય છે. સ્વાદવૃત્તિ ઉત્તેજિત થાય એવી વાનગીઓનું વૈવિધ્ય હોય તો માણસ રોજ કરતાં વધુ ખાઈ લે છે. “શાકે સવાયું, દૂધ દોટું અને મિષ્ટાન્ન બમણું ખવાય છે એવી માન્યતા જૂના વખતમાં પ્રચલિત હતી. વળી - ‘દૂધ અને રોટલા, દહીં અને ભાત, લાડવા અને વાલ, ખાવા મારા લાલ.” આવી લોકોક્તિઓ કઈ વાનગી સાથે કઈ વાનગી વધારે ભળે અને ભાવે તે દર્શાવે છે. ૧૦૨ - સાંપ્રત સમાજ-દર્શન Page #143 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ પ્રજાની આર્થિક સમૃદ્ધિ વધતી ચાલે છે તેમ તેમ ખાનપાનના એના શોખ વધવા લાગે છે. આજે ધનાઢ્ય દેશોમાં સરખેસરખા માણસોની મંડળી જામી હોય તો તેમની વાતચીતના વિષયોમાં Food અને Motorcar એ બે વિષયો અગ્રસ્થાને હોય છે. નવરા શ્રીમંત માણસોને નવું નવું ખાવાનો શોખ જાગે છે અને તેમને પોસાય પણ છે. પરંતુ વખત જતાં તેમનું જીવન પ્રમાદી અને નિષ્ક્રિય બની જાય છે. આવા વધુ પડતા શોખને કારણે જ એવી સંસ્કૃતિઓનું કાળક્રમે પતન થાય છે. લોકોની પ્રતિકારશક્તિ ઓછી થઈ જાય છે. જીવન બેઠાડુ બની જાય છે. અને પાડોશી દુશ્મનોનું આક્રમણ થતાં તેઓ પરાજિત થઈ જાય છે. પ્રાચીન સમયમાં સમૃદ્ધ રોમન લોકોનો ખાવાપીવાનો શોખ એટલી હદ સુધી વધી ગયો હતો કે પેટ ભરીને ખાધા પછી ફરી જલદી ભૂખ લાગે એટલા માટે તેઓ ખાધેલું વમન થઈ જાય એવાં ચૂર્ણ લેતા. વૈજ્ઞાનિકો એમ માને છે કે માણસના શરીરના પોષણ માટે બહુ આહારની જરૂર નથી. માણસ પેટ ભરીને જે ખાય છે તેના કરતાં થોડું ઓછું ખાય તો પણ એના આરોગ્યને અને આયુષ્યને વાંધો આવે નહિ. ઊલટાનું વૈજ્ઞાનિકો, તબીબો કહે છે કે વધુ ખાવાથી માણસના આરોગ્ય ઉપર માઠી અસર થાય છે. દિગમ્બર સાધુઓ જીવન પર્યન્ત દિવસમાં ફક્ત એક જ વાર આહાર લેતા હોય છે અને તે પણ બત્રીસ કોળિયા જેટલા મર્યાદિત પ્રમાણમાં. તો પણ તેઓના સરેરાશ આયુષ્યને કોઈ વાંધો આવતો નથી. એટલું જ નહિ, આવી દિનચર્યાને કારણે કેટલાંક તો એંશી, નેવું કે સો વર્ષ સુધી જીવે છે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવાથી, ઊણોદર રહેવાથી આરોગ્ય એકંદરે સારું રહે છે એ તો સર્વસ્વીકૃત મત છે. શરીરને જોઈએ તેના કરતાં વધુ આહાર જો લેવામાં આવે તો પાચનમાં તકલીફ ઊભી થાય છે, શરીરમાં તે ચરબીરૂપે જમા થાય છે અને ચરબીને કારણે માણસને બીજા ઘણા રોગો થાય છે. માણસ વધુ પૌષ્ટિક, ચરબીયુક્ત આહાર લે અને તે પચાવવા માટે તેની સાથે વધુ વ્યાયામ કરે તો તે આહારનું પાચન થઈ જાય છે, પરંતુ શરીરમાં ચરબી તો જમા થાય જ છે. જાપાનમાં “સુમોના નામથી જાણીતા કુસ્તીબાજો રોજેરોજ ઘણું બધું ખાય છે. તેની સાથે ઘણી બધી કસરત કરે છે. તેમના શરીરમાં ઘણી તાકાત હોય છે. આમ, તેઓ શરીર જમાવતા જાય છે. એટલે એક “સુમો કુસ્તીબાજ સરેરાશ પાંચ-છ માણસના કુલ વજન કરતાં વધુ વજનવાળો હોય છે. આમ છતાં વધુ પડતી ચરબી અને માયને મસાપારા એક ૧૦૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ વધુ પડતા વજનને કારણે સુમો કુસ્તીબાજનું સરેરાશ આયુષ્ય ૪૫-૫૦ વર્ષથી વધુ નથી હોતું. ઓછું ખાવું એ વ્યક્તિના હિતની વાત છે. મજાકમાં એમ કહેવાય છે કે માણસ પેટ ભરીને રોજ જમે છે તેમાં બે તૃતીયાંશ ખોરાક એના પોતાના પોષણ માટે હોય છે અને એક તૃતીયાંશ ખોરાક વૈદ કે ડૉક્ટરોના પોષણને માટે હોય છે. જે માણસો પોતાના પથ્ય આહારને જાણતા નથી તેઓ, અને જાણ્યા પછી જેઓ એને અમલમાં મૂકતા નથી તેઓ મોટા રોગોને નોતરે છે. જન્મથી માંડીને મૃત્યુ પર્યન્ત વધતી જતી વય અનુસાર માણસના ખોરાકમાં ફરક પડતો જાય છે. ત્રણ મુખ્ય સ્વાદનું પાચન જીવન પર્યન્ત એક સરખું તો બહું ઓછા માણસોને રહે. કોઈક ગળપણને ન પચાવી શકે અને મધુપ્રમેહ થાય, કોઈ ખટાશને ન પચાવી શકે અને અમ્લપિત્ત થાય અને કોઈક ઉષ્ણ પ્રકૃતિના હોય. વૈદો માણસની નાડ જોઈને કફ, પિત્ત અને વાયુનો કેટલો પ્રકોપ છે તે વિચારીને પથ્યાપથ્ય આહાર દર્દીને સૂચવે છે. અપથ્ય આહાર દર્દી છોડી ન શકે તો એને પ્રેમથી સમજાવે. એમ કહેવાય છે કે કોઈ એક યુવાન દર્દી વૈદ્ય પાસે આવ્યો. એનો દમનો વ્યાધિ ઘણો ઉગ્ર થઈ ગયો હતો. ખાંસી ખાતાં તે બેવડ વળી જતો. વાત કરતાં તે હાંફી જતો. વૈધે એને પડીકી આપી અને શું શું ન ખાવું તે સમજાવ્યું. યુવાન યુવાનીના તોરમાં હતો. એણે કહ્યું, “જુઓ વૈદરાજ, બધી વાત સાચી, પણ તમે કહેલી એક પણ વાનગી હું છોડી શકું એમ નથી. એ મારી પ્રિય વાનગીઓ છે અને મને એના વિના જરા પણ ચાલતું નથી.” વૈદે કહ્યું, “એમ છે ? તો તારા જેવો કોઈ સુખી માણસ નહિ !' યુવાને કહ્યું “વૈદરાજ, તમે કટાક્ષમાં કહો છો ?' વૈદે કહ્યું, “ના સાચું કહું છું. તને કુદરતનાં ત્રણ મોટાં વરદાન મળશે.' યુવાને જિજ્ઞાસાથી પૂછયું, “કયાં વરદાન ?' વૈદે કહ્યું. “જો ભાઈ. પહેલું વરદાન એ કે તને જિંદગીમાં કોઈ દિવસ કૂતરું કરડશે નહિ. બીજું વરદાન એ કે તારા ઘરમાં કોઈ દિવસ ચોરી થશે નહિ. અને ત્રીજું વરદાન એ કે તારા વાળ ધોળા નહિ થાય.” યુવાને કહ્યું, “વૈદરાજ, આ તો તમે ગપ્પાં મારો છો.' વૈદે કહ્યું, “ના ભાઈ, સાચું કહું છું. જો તારો રોગ એટલો બધો આગળ વધી ગયો છે કે હવે થોડા દિવસમાં જ તારે લાકડીને ટેકે ચાલવું પડશે. જેના હાથમાં લાકડી હોય તેનાથી કૂતરાં આઘાં ભાગે; કરડે નહિ. ૧૦૪ ન સાંપ્રત સમાજ-દર્શન Page #145 -------------------------------------------------------------------------- ________________ વળી દમને લીધે આખી રાત તું સૂઈ નહિ શકે. બેઠાં બેઠાં આખી રાત કાઢવી પડશે. તું જાગતો બેઠો હોય તો તારા ઘરમાં ચોર કેવી રીતે આવે ? અને તારા વાળ ધોળા થાય તે પહેલાં તો તારું આયુષ્ય પૂરું થઈ ગયું હશે. કાળા વાળ સાથે તું જશે.' વૈદે માર્મિક રીતે મીઠાશથી યુવાનને સમજાવ્યું. યુવાને તરત જ વૈદરાજે કહ્યું તે પ્રમાણે ચરી પાળવાનું સ્વીકારી લીધું. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં હિન્દુ ધર્મમાં અન્નને આધારે આખું વિશ્વ ચાલ્યા કરે છે. અન્ન ન હોય તો પ્રજોત્પત્તિ ન હોય, અન્ન ન હોય તો જીવન ન હોય, શક્તિ ન હોય અને શક્તિ ન હોય તો સાધના ન હોય. શરીરમાદ્યમ્ અતુ ધર્મ સાધનમ્ । ધર્મ સાધના માટે શરીરની પહેલી આવશ્યકતા છે. શરીર માટે આહારની પહેલી આવશ્યકતા છે. માટે અન્નનું મહત્ત્વ આધ્યાત્મિક ક્ષેત્રે પણ સ્વીકારાયું છે. આહારના વિવિધ પ્રકારના પ્રયોગો થાય છે. અમુક પ્રકારની વિશિષ્ટ શક્તિ આહાર દ્વારા મેળવાય છે. કેટલીક લબ્ધિ-સિદ્ધિ પણ આહાર ઉપર આધારિત છે. ભગવાન મહાવીરે ગોશાલકને તેજોલેશ્યા કેવી રીતે પ્રાપ્ત ક૨વી તેની જે વિદ્યા શીખવી હતી એમાં બાફેલા અડદના દાણાનું મહત્ત્વ ઘણું હતું. ચોવીસ કલાકમાં અનાજનો ફક્ત એક જ રાંધેલો દાણો લઈને એનો વિધિપૂર્વક આહાર કરવાની તપશ્ચર્યા (એક સિત્થ તપ) પણ વિશિષ્ટ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ જન્માવે છે. અકબર પ્રતિબોધક શ્રી હીરવિજ્યસૂરિ મહારાજે આવી ‘એક સિત્થ'ના પ્રકારની કેટલીક તપશ્ચર્યા કરી હતી. વળી આહાર અંગે અનશન, ઊણોદરી, આયંબિલ, વૃત્તિસંપેક્ષ, રસત્યાગ વગેરે વિવિધ પ્રકારની તપશ્ચર્યા પણ બતાવવામાં આવી છે. જેઓ આવી તપશ્ચર્યા ન કરી શકે તેઓ એક વધુ વાનગી અમુક સમય સુધી ન ખાવાની બાધા લઈ શકે છે. જેઓને ઊંડી આધ્યાત્મિક સાધના કરવી છે તેઓને આહાર ઉપર વિજય મેળવ્યા વિના છૂટકો નથી. જે માણસની સ્વાદેન્દ્રિય લોલુપ હોય તે માણસ ઊંડી આધ્યાત્મિક સાધના કરી શકે નહિ. આહાર કરતી વખતે સાચા જૈને નીચે પ્રમાણેની પાંચ પ્રકારની ભાવના ભાવવી જોઈએ. (૧) મારા આહાર માટે જે કોઈ એકેન્દ્રિય જીવની હિંસા-વિરોધના થઈ છે તે સર્વજીવોની ક્ષમા માંગું છું. (૨) આ આહાર મારા મુખ સુધી પહોંચાડવામાં જે કોઈ જીવોને જે કોઈ પ્રકારનું કષ્ટ માયને અસળપાળસ * ૧૦૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ પડ્યું હોય તે માટે તે જીવોની ક્ષમા માંગું છું. (૩) હું આહાર લઉં છું, પરંતુ મારા આત્માના અણાહારી પદનું મને ક્યારેય વિસ્મરણ ન થશો. (૪) મેં લીધેલો આહાર મારા દેહમાં એવી શુભ રીતે પરિણામો કે જેથી મારા અધ્યવસાયો શુભ રહે અને સંયમની વિરાધના ન થાય. (૫) વિશ્વમાં સર્વત્ર ક્ષુધા વેદનીય કર્મનો જ્યાં જ્યાં ઉદય હોય ત્યાં ત્યાં તે શાંત થાવ. (તપસ્વીને શાતા અને ભૂખ્યાને ભોજન મળી રહો.) આહારથી અનાહારી પદ સુધીનું સ્થૂલ અને સૂક્ષ્મ ક્ષેત્ર કેટલું વિરાટ અને કેટલું વિસ્મયજનક છે ! (સાંપ્રત સહચિંતન-૫) ૧૦૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪ दुक्करं करेउं तारुण्णे समणत्तणं । - ભગવાન મહાવીર (યૌવનમાં સાધુપણાનું પાલન દુષ્કર છે.) છેલ્લા એક બે દાયકામાં જૈનોના જુદા જુદા સંપ્રદાયોમાં સાધુઓના શિથિલાચારની, દીક્ષાત્યાગની, આપઘાતની, નાણાંની ઉચાપતની બનતી ઘટનાઓએ સમાજને વારંવાર સંક્ષુબ્ધ કરી મૂક્યો છે. વર્તમાન સમયમાં પ્રચાર માધ્યમો વધ્યાં છે અને સનસનાટભરી ઘટનાઓ પ્રસિદ્ધ કરી યશ ખાટી જવાની તેઓની વૃત્તિ પણ વધતી જાય છે. એથી ક્યારેક ઘટના નાની હોય તો પણ તેને બહુ મોટું સ્વરૂપ આપવામાં આવે છે. ક્યારેક તો ઉતાવળે ખોટી કે અધૂરી માહિતી અપાઈ જાય છે. અલબત્ત, પ્રચાર માધ્યમોને ક્યારેય અટકાવી નહિ શકાય. જો કે બીજી બાજુ ક્યારેક તો તેઓ એ દ્વારા સમાજને માહિતગાર અને જાગ્રત કરવાની ઇષ્ટ સમાજસેવા પણ બજાવે છે. પરંતુ જે સાવધ રહેવા જેવું છે તે તો સાધુ સમાજે જ છે. - સાધુઓના શિથિલાચારની ઘટનાઓ આજકાલની નથી. વિશ્વામિત્રથી પણ વધુ પ્રાચીન કાળની છે. વસ્તુત: જેમ ખોટા દાક્તરો હોય છે, લેભાગુ ઈજનેરો હોય છે, અપ્રામાણિક અધ્યાપકો હોય છે, લુચ્ચા વેપારીઓ હોય છે, ભ્રષ્ટ ન્યાયાધીશો હોય છે તેમ સમાજમાં વખતોવખત શિથિલાચારી સાધુઓના દાખલા પણ બનતા રહેવાના. એવી ઘટનાઓ દરેક ક્ષેત્રે કેવી રીતે ઓછી બને તે જ સમાજે વિચારવાનું રહે છે. તુવર રેવું તારુને સમાન | ક ૧૦૭ Page #148 -------------------------------------------------------------------------- ________________ જેમ સૌથી ઊંચી અને કઠિન પરીક્ષાઓમાં પાસ થનારની સંખ્યા અલ્પ હોય છે તેમ સાધુતાની પરીક્ષામાં સારી રીતે પસાર થનારાઓ અલ્પસંખ્ય જ રહેવાના. એમાં પણ દુનિયાના જુદા જુદા ધર્મોમાં ગૃહત્યાગી સાધુસંન્યાસીઓના જે નિશ્ચિત આચાર હોય છે તેમાં સૌથી વધુ કઠિન સાધ્વાચાર જૈન ધર્મમાં ગણાયો છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અને પાંચ મહાવ્રતનું મન, વચન અને કાયાથી કરવું, કરાવવું અને અનુમોદવું એમ ત્રિવેધે ત્રિવિધ અર્થાત્ નવ કોટિએ નિરતિચાર પાલન કરવું ઘણું જ દુષ્કર છે. આ પાલન પણ કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જેટલું દુષ્કર નથી તેટલું દુષ્કર યૌવનાવસ્થામાં છે. એટલે જ ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે : जहा अग्गिसिहा दित्ता, पाई होइ सुदुक्करा तहा दुक्कर करेउ जे तारुण्णे समणत्तणं (જેમ અગ્નિની શિખાનું પાન કરવું દુષ્કર છે તેમ તરુણ વયમાં સાધુપણાનું પાલન કરવું દુષ્કર છે.) ઘરબાર છોડી, માતાપિતા અને સગાંસંબંધીઓને છોડી દીક્ષા લેવાનું ઘણું અઘરું છે, પરંતુ દીક્ષા લીધા પછી તેને સાદ્યંત નિભાવવાનું એથી પણ ઘણું બધું અઘરું છે અને નિભાવવા કરતાં એને સાચી રીતે શોભાવવાનું તો દુષ્કરમાં દુષ્કર છે. સમાજની કુલ વસતિમાંથી દીક્ષિત થનારની સંખ્યા અડધા ટકાથી પણ ઓછી હોય છે અને દીક્ષિત થયેલાઓમાંથી સંયમધર્મનું સાચી રીતે પાલન કરનારાઓની સંખ્યા તો એથી પણ ઘણી ઓછી રહે છે. દીક્ષા લીધા પછી કલંકરહિત, પરંતુ ગતાનુગતિકતાપૂર્વક યંત્રવત્ દીક્ષાનો ભાર વહન કરીને જીવન જેમ તેમ પૂરું કરનારાઓની સંખ્યા પણ ઓછી નથી હોતી. આમ બનવું અસ્વાભાવિક નથી, કારણ કે આ માર્ગ જ એવો કઠિન છે. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયનસૂત્રના ઓગણીસમાં અધ્યયનમાં કહ્યું છે : वालुयाकवले चेव निरस्साए उ संजमे । असिधारागमणं चैव दुक्करं चरिउं तवो ।। (સંયમનું પાલન રેતીના કોળિયા જેવું નીરસ છે. તેવી જ રીતે તપશ્ચર્યાનો માર્ગ પણ તલવારની ધાર ઉપર ચાલવા જેટલો દુષ્કર છે.) अहिवेगंतदीट्ठीए चरिते पुत दुक्करे जवा लोहमया चेव चायेयव्वा सुदुक्करं ।। ૧૦૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #149 -------------------------------------------------------------------------- ________________ (જેમ લોઢાના જવ ચાવવા દુષ્કર છે તેમ સર્ષની જેમ એકાન્તદૃષ્ટિથી - એકાગ્રતાથી ચારિત્રનું પાલન કરવું દુષ્કર છે.) ઠેઠ પ્રાચીન કાળથી વર્તમાન સમય સુધી દુનિયાના દરેક ધર્મમાં એવા માણસો જોવા મળે છે કે જેઓ ઘરબાર છોડી સાધુ-સંન્યાસી થઈ ગયા હોય. કેટલાક માણસો પ્રકૃતિથી ભોગોપભોગથી વિમુખ હોય છે. પરંતુ જેટલા સાધુ-સંન્યાસી, ભિખુ, પાદરી, ફકીર ઈત્યાદિ થયા હોય તે બધા જ ત્યાગ-વૈરાગ્યની સાચી ભાવનાથી પ્રેરાઈને સંયમના માર્ગ સાચી રીતે પ્રવર્યા હોય એવું નથી. કેટલાયે અજ્ઞાનથી, લાચારીથી દુ:ખથી મુક્ત થવા, તેવો માર્ગ સ્વીકાર્યો હોય છે. કેટલાકને ભોળવીને લઈ જવામાં આવ્યા હોય છે. કેટલાકે પોતે આજીવિકા મેળવવાને અસમર્થ હોવાથી કે મંદબુદ્ધિવાળા હોવાથી, કે કોઈ શારીરિક ખોડ હોવાથી કે પોતે તરંગી વિચિત્ર સ્વભાવના હોવાથી આવો માર્ગ ગ્રહણ કરેલો હોય છે. વેશથી તેઓ સાધુ હોય છે, પણ તેમના હૃદયને વૈરાગ્યનો અને સંયમનો પાકો રંગ લાગ્યો નથી હોતો. તેઓ માત્ર દ્રવ્યલિંગી જ હોય છે. કેટલાક સાધુઓમાં તત્કાલ પૂરતો દુ:ખગર્ભિત વૈરાગ્યનો ઉદ્રક હોય છે, પરંતુ તે શમી જતાં અને ભોગોપભોગની સામગ્રી સુલભ બનતા ફરી તેમનામાં સાંસારિક ભાવો જાગ્રત થાય છે. યૌવનાવસ્થામાં એ વિશે પ્રબળ બને છે. વિવિધ ઇન્દ્રિયોની અતૃપ્તિ એમને સતાવે છે અને માનસિક પરિતાપ કરાવે છે. બધા સાધુ એક જ સરખી કોટિના ન હોઈ શકે. કોઈકની એક પ્રકારની શક્તિ હોય તો કોઈકની અન્ય પ્રકારની. તેવી રીતે કેટલાક સાધુઓમાં જોવા મળતી શિથિલતાઓ પણ એક સરખી ન હોતાં જુદા જુદા પ્રકારની હોય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ તથા અશુભ યોગ મોટા સાધુઓને પણ પતનના માર્ગે લઈ જાય છે. વિષય અને કષાય એ સાધુજીવનના મોટા શત્રુઓ છે. શિથિલતાની દૃષ્ટિએ એવા પાંચ પ્રકારના સાધુ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે જે અવંદનીય ગણાય છે : (૧) પાર્થસ્થ (પાસત્થા), (૨) અવસન (ઓસનો), (૩) કુશીલ, (૪) સંસક્ત અને (૫) યથાછંદ (જહાછંદો). આ પાંચ પ્રકારના દરેકના પેટા પ્રકાર પણ બતાવવામાં આવ્યા છે. “ગુરુવંદન ભાષ્ય'માં કહ્યું છે : पासत्थो ओसन्नो कुसील संसत्तओ जहाछंदो પુર - યુગ - તિ - ૬ - ન - વિદા વંશના નિયમ | યુવેર વર૪ તારુને મળત્તi | = ૧૦૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ (પાર્શ્વસ્થ, અવસગ્ન, કુશીલ, સંસક્ત અને યથાછંદ - આ પાંચેના અનુક્રમે બે, બે, ત્રણ, અને અનેક – એવા પેટા પ્રકાર છે. આ પાંચેયને જૈન દર્શનમાં અવંદનીય કહ્યા છે.) પાસસ્થા (પાર્થ0) એટલે બાજુમાં રહેલા. જેઓ આત્મામાં નહિ પણ બહાર કે બાજુમાં રહે છે, જેઓ ધર્મમાં નહિ પણ ધર્મની બહાર રહે છે, જેઓ જ્ઞાન, દર્શન અને ચરિત્રરૂપી રત્નત્રયીમાં નહિ, પણ એની બહાર રહે છે તે પાસ્થ. પાર્શ્વસ્થના બે પ્રકાર છે - સર્વ પાર્શ્વસ્થ અને દેશ પાર્શ્વસ્થ. અવસગ્ન એટલે જે સાધુઓ પોતાના આચારના પાલનમાં શિથિલ, પ્રમાદી કે અનુત્સાહી હોય છે. એમના બે પ્રકાર છે - સર્વ અવસગ્ન અને દેશ અવસગ્ન. કુશીલ એટલે ખરાબ આચરણવાળા. જેઓ જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના પાલનમાં ઘણા દોષવાળા હોય છે. કેટલાક સાધુઓમાં કેટલાક સારા ગુણ હોય અને કેટલાક દોષો હોય તો તેને સંસક્ત' કહેવામાં આવે છે. યથાછંદ એટલે પોતાની મરજી મુજબ વર્તનારા, ગુરુની આજ્ઞામાં ન રહેનારા, ઉસૂત્ર પરૂપણા કરનારા, એશઆરામનું જીવન જીવવાવાળા શિથિલાચારી સાધુઓ. તેઓ અનેક પ્રકારના હોય છે. આ પાંચ પ્રકારના સાધુઓને જૈન ધર્મમાં અવંદનીય કહ્યા છે. સાધુઓમાં શિથિલતા આવવાના અઢાર સ્થાન દશવૈકાલિકસૂત્રમાં બતાવ્યાં છે. એમાં પાંચ મહાવ્રતનું પાલન મુખ્ય છે અને એમાં પણ કઠિન વ્રતનું પાલન કરવાને અસમર્થ બને છે ત્યારે તેમનામાં આચારની શિથિલતા અને વિવિધ પ્રકારના દોષો ઉદ્ભવવા લાગે છે. બ્રહ્મચર્ય વ્રત એટલું દુષ્કર છે કે, તેના યોગ્ય અને યથાર્થ પાલન માટે શીલની નવ વાડ બતાવવામાં આવે છે. એ વાડ સાચવવાથી વિકાર કે પતનનાં દ્વાર બંધ રહે છે. જેઓ આ વાડની બાબતમાં પ્રમાદ સેવે છે તેઓનું ક્યારે પતન થઈ જાય છે તે કહેવાતું નથી. હિંદુ, બૌદ્ધ, ઈસ્લામ કે યહૂદી વગેરે ધર્મોમાં પણ વિજાતીય સાથે દેહસંબંધ ન થયો હોય તો પણ સજાતીય સંબંધો કે સ્વયંમ્બલનાના પ્રસંગો પ્રાચીન કાળથી બનતા આવ્યા છે. અલબત્ત, આવો વર્ગ બહુ નાનો હોય છે, પણ નથી હોતો એમ નથી. વર્તમાનકાળમાં દરેક ધર્મના સાધુસાધ્વીઓને જ્યાં એકાંતમાં રહેવાની અને વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ કરવાની સગવડતા વધતી જાય છે ત્યાં શિથિલાચારનો અવકાશ વધવા લાગ્યો છે. જે ધર્મમાં સાધુ સાધ્વીજીઓને ફોટા, ટી.વી. કે ફિલ્મ જોવાનો પ્રતિબંધ હોતો નથી તેવાં સાધુ-સાધ્વીઓ એકાંતમાં અશ્લીલ દશ્યો પણ ૧૧૦ * સાંપ્રત સમાજ-દર્શન Page #151 -------------------------------------------------------------------------- ________________ નિહાળી શકે છે. અન્ય ધર્મના સાધુ-સાધ્વીઓમાં પણ આ દુરાચાર વધવા લાગ્યો છે. દુનિયામાં અશ્લીલ ફોટાઓ, ચલચિત્રો વગેરે પ્રકારની સામગ્રી પ્રતિદિન વધતી લાગી છે. વિદેશોમાં કમ્યુટર ઉપર પોતાના ઘરમાં સુલભ થવા લાગી છે. વિદેશોમાં કોમ્યુટર ચલાવતાં કુમળી વયનાં બાળકો અજાણતાં આવાં દૃશ્યો ન નિહાળી લે એ માટે માબાપ બહુ સચિંત રહે સાધુપણામાં યૌવન વયનું એક મોટામાં મોટું જોખમ તે કામવાસનાનું છે. દરેક મનુષ્યમાં (અને પશુઓમાં પણ) કાળક્રમે કામવાસનાનો ઉદય થાય છે. કિશોરાવસ્થા વટાવતાં શરીરમાં જે પ્રકારના ફેરફારો થવા લાગે છે તેથી માણસ કૌતુકવશ બને છે અને કુદરતી આવેગો આવતાં તે સંતોષવાના ઉપાયો શોધે છે. છેલ્લા થોડા વખતથી અમેરિકામાં ખ્રિસ્તી પાદરીઓ સામેના તહોમતનામાના દાખલાઓ વધતા જાય છે. અમેરિકા જેવા વિશાળ દેશમાં પાંચ હજારથી વધુ દેવળો છે અને તેમાં એથી પણ વધુ સંખ્યામાં પાદરીઓ ફરજ બજાવે છે. ખ્રિસ્તી ધર્મમાં પણ સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં “ફાધર'ની દીક્ષા બાળ બ્રહ્મચારીને જ અપાય છે. ક્યારેય પરિણીત ન હોય એવી વ્યક્તિઓ પાદરી બની હોય તો તેમાંથી કોઈકની અતૃપ્ત સુષુપ્ત કામવાસના જાગ્રત ન થાય એવું નથી. એવી વાસના જાગ્રત થાય અને તે અદમ્ય બની જાય ત્યારે તેવી વ્યક્તિ પોતાની વાસના સંતોષવા વિવિધ ઉપાયો અજમાવે છે. દેવળમાં શીખવા આવતા કે ધર્મક્રિયા કરવા આવતા કુમળી વયના દસબાર કે વધારે ઓછા વર્ષના છોકરાઓ સાથે સજાતીય વ્યવહાર આવા પાદરીઓથી થઈ જાય છે. પછી ટેવ પડે છે અને પકડાય છે ત્યારે તેમની સામે ખટલો ચાલે છે અને તેમને સજા થાય છે. છેલ્લા દાયકામાં એવા કેટલાક પાદરીઓ જેલજીવન ભોગવે છે. આપણે ત્યાં જૈન અને અન્ય ધર્મમાં તથા દુનિયાના બીજા દેશોમાં અને બીજા ધર્મોમાં પણ ઘણા આવા દાખલા બને છે. પણ ત્યાં કાયદો અને લોકમત એટલા પ્રબળ નથી. પરિણામે ગુપ્ત રીતે કામભોગ ભોગવતા સાધુઓ ઉપર કોર્ટમાં કેસ ચલાવવા અને સાક્ષી થવા બહુ ઓછા તૈયાર હોય છે. યૌવનાવસ્થા એ સાધુતાની કસોટી કરનારો કપરામાં કપરો કાળ ગણાય છે. ગૃહસ્થોનાં વૈભવી જીવન જોઈને તેવું જીવન જીવવાની ઇચ્છા થવી, કામવાસના જાગૃત થવી અને તેના આવેગોને શાંત કરવા અસમર્થ દુર કરેલું તારુને સમજ . * ૧૧૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ થવું, પ્રસિદ્ધ પુરુષ થવાના કોડ જાગવા અને લોકેષણાથી પરાજિત થવું એ યૌવનવયમાં સાધુઓ સામે મોઢું ફાડીને બેઠેલા મોટા દુષ્ટ અસુરો છે. એમના ઉપર વિજય મેળવવા માટે અપૂર્વ પરાક્રમની અપેક્ષા રહે છે. યુવાન વયે મહાન તેજસ્વી સાધુઓએ સંયમની અને અધ્યાત્મની ઉત્તમ આરાધના કરી હોય એવા અનેક દૃષ્ટાન્તો જૈન શ્રમણ પરંપરામાં જોવા મળશે. જંબુસ્વામી, સ્થૂલિભદ્ર, વજસ્વામી, હેમચંદ્રાચાર્ય, યશોવિજયજી વગેરે બેચાર નહિ, પણ અનેક નામો ગણાવી શકાય. અન્ય ધર્મોમાં પણ એવાં અનેક ઉદાહરણ વિશે જાણવા મળે છે. કેટલાયે મહાત્માઓ થઈ ગયા છે કે જેમનાં નામની આપણને જાણ નથી. કેટલાયે મહાત્માઓ પોતાની આરાધનાની અને આધ્યાત્મિક ઉચ્ચતાની વાત કોઈને જણાવા દેતા નથી કે જાતે પ્રસિદ્ધિમાં આવવા ઇચ્છતા નથી. એટલે સંયમની આરાધનાનો માર્ગ દુષ્કર છે, પણ અશક્ય નથી. મનુષ્યના ભોગોપભોગની અન્ય ઘણીખરી પ્રવૃત્તિઓ પ્રગટ હોય છે, પરંતુ કામભોગની પ્રવૃત્તિ ગુપ્ત હોય છે એટલે તે જલદી નજરમાં આવતી નથી, પણ એની વ્યાપકતા સમગ્ર સૃષ્ટિમાં પ્રસરેલી રહે છે. - બ્રહ્મચર્યવ્રતને અસિધારા વ્રત તરીકે ઓળખાવવામાં આવે છે. ખાંડાની ધાર પર ચાલવાનું કદાચ એટલું કઠિન નથી જેટલું કઠિન બ્રહ્મચર્યવ્રતનું પાલન છે. ઇન્દ્રિયોનાં બીજાં ક્ષેત્રો કરતાં કામવાસનાનું ક્ષેત્ર અત્યંત બળવાન છે. એના ઉપર વિજય મેળવવાનું ઘણું જ અઘરું છે, કારણ કે કામવાસનાને સ્પર્શેન્દ્રિય સાથે સંબંધ છે અને સ્પર્શેન્દ્રિયના સંસ્કાર જીવમાં અનાદિકાળથી છે. એકેન્દ્રિય જીવોમાં અન્ય કોઈ ઇન્દ્રિયો નથી હોતી, પણ સ્પર્શેન્દ્રિય તો હોય જ છે. આ અનાદિના સંસ્કારમાંથી નિવૃત્ત થવા માટે ઘણા મોટા પૂરુષાર્થની અપેક્ષા રહે છે. આહારને કામવાસના સાથે અવશ્ય સંબંધ છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરનારા સાધુ કે ગૃહસ્થો જો સ્નિગ્ધ, પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં લેવા લાગે તો એમનામાં વાસનાઓ જાગ્યા વગર રહે નહિ. વચનથી કે કાયાથી કદાચ તે ચલિત ન થાય તો પણ પોતાને ખબર પણ ન પડે એ રીતે વિકારો એમના ચિત્તમાં દાખલ થઈ જાય છે. એવા વિકારી વિચારો હજારો પ્રકારના હોય છે. જૈન ધર્મમાં દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સાકર એ દ્રવ્યોને “વિગઈ” તરીકે ઓળખાવવામાં આવે છે. “વિગઈ' શબ્દ વિકૃતિ પરથી આવેલો છે. આ પદાર્થોમાં શરીરમાં વિકૃતિ જન્માવવાની શક્તિ રહેલી છે. એટલે એનો ૧૧૨ જ સાંપ્રત સમાજ-દર્શન Page #153 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ અત્યંત મર્યાદિત પ્રમાણમાં જ કરવાનો હોય છે. એની અતિ માત્રા વિકાર જન્માવ્યા વગર રહેતી નથી, કારણ કે એથી સપ્ત ધાતુના રૂપાંતરમાં ફરક પડે છે. અને એવો ફરક શરીર ઉપર અથવા છેવટે ચિત્તની વિચારધારા ઉપર પ્રબળ અવળી અસર કરી જાય છે. જેઓ પોતાની વિચારધારાનું દિનરાત સતત અવલોકન કરતા રહે છે. તેઓને આ વાત તરત સમજાય એવી છે. આથી જ કેટલાયે જૈન સાધુઓ વિગઈનો ઉપયોગ કરતા નથી અને કેટલાક તો જીવનપર્યંતનાં પચ્ચખાણ લે છે. વિગઈનો ઓછો ઉપયોગ થાય તો શરીર કુદરતી રીતે જ કૃશ રહે. સાધુ કૃશકાય હોય તો જ શોભે. સાધુ હોવું અને અલમસ્ત તગડા રહેવું એ બંને સાથે હોઈ ન શકે. (સિવાય કે જન્મજાત કોઈ ખોડ હોય). ‘તમારી તબિયત બહુ ફાંકડી થતી જાય છે.” એવું વચન સાધુ માટે શોભે નહિ. જે સંન્યાસીઓ રાત પડ્યા પછી મિષ્ટાન્ન સહિત ભારે ભોજન પેટ ભરીને કરે છે તેઓને નિદ્રાવસ્થામાં વિકાર અને સ્કૂલનના પ્રસંગો પ્રાપ્ત થાય છે. વારંવાર બનતા એવા આકસ્મિક પ્રસંગો ચિત્તને અવળી દિશામાં ધકેલે છે અને પછી પોતે પણ એમાં રાચવા લાગે છે. સંયમના પાલનને માટે સૂર્યાસ્ત પહેલાં અસ્નિગ્ધ, અમિષ્ટ આહાર અને તે પણ મિત પ્રમાણમાં હિતાવહ મનાયો છે. જૈન ધર્મમાં ઊઠવા-બેસવાની કે સુવાની ક્રિયાઓ વિશે પણ બહુ સૂક્ષ્મતાથી વિચાર કરવામાં આવ્યો છે. સાધુઓની બેસવાની મુદ્રા પણ સંયમિત હોવી જોઈએ. જૈન ધર્મમાં સાધુઓ અને ગૃહસ્થો માટે પંચાંગ પ્રણિપાત સ્વીકારાયો છે. દંડવત્ પ્રણામનો નિષેધ છે, કારણ કે પોતે કરેલા દંડવત્ પ્રણામ કે અન્ય સ્ત્રી કે પુરુષે કરેલા દંડવત્ પ્રણામનું અભદ્ર દર્શન ઉત્તેજનાનું નિમિત્ત બની શકે છે. જેઓ વિજાતીય વ્યક્તિનું મુખદર્શન પણ કરવા ઇચ્છતા નથી તેઓ દંડવત્ પ્રણામ ન કરે એ જ ઉચિત છે, કારણ કે એમાં પતનનાં સૂક્ષ્મ ભયસ્થાનો છે. સાધુઓએ પગ સંકોડીને પડખે જ સૂઈ જવું જોઈએ જેથી કુદરતી રીતે શારીરિક સંયમ જળવાય અને એથી મન પણ નિર્મળ રહે. દિગંબર મુનિઓ તો એક જ પડખે નિદ્રા કરી લેતા હોય છે. પડખું બદલવાનું થયું કે તરત બેઠા થઈ ધ્યાનમાં બેસી જવાનું હોય છે. વ્રતપાલનમાં શરીરની ક્રિયાઓ અને અવસ્થાઓનો પૂર્વાચાર્યોએ અભ્યાસ કરીને સંયમની દૃષ્ટિએ યોગ્ય નિયમો બતાવ્યા છે. દરેક ધર્મમાં તેજસ્વી સાધુઓ પ્રત્યે મહિલા વર્ગનું આકર્ષણ પરાપૂર્વથી ફુ ૩ તારુને સમળત્તિi | ૪ ૧૧૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ ચાલતું આવ્યું છે. પરંતુ જેઓ પોતાની સાધનામાં સ્થિર છે તેઓ એ વિશે ઉદાસીન રહે છે. કેટલાક મહાત્માઓ યુવતીજનવલ્લભ બને છે. રૂપાળી લલનાઓથી તેઓ વિટળાયેલા રહે છે. ભક્ત મહિલાઓ તેમનો ચરણસ્પર્શ કરવા ઝંખે છે. ભોળી અને વેવલી ભક્તાણીઓ ગુરુમુખે પોતાનાં જરાક વખાણ થતાં રાજી રાજી થઈ જાય છે અને તેમને રાજી કરવા ગમે તે હદ સુધી જવા તૈયાર થઈ જાય છે. એમાં તેઓ એમના નામની માળા ફેરવવા લાગે છે. કંઈક કાકાલીય ન્યાયથી બનતી કે ઉપજાવી કાઢેલી ચમત્કારિક ઘટનાઓને તેઓ ગુરુએ કરેલા ચમત્કાર રૂપે માનવા લાગે છે. પરંતુ આવી ઘટનાઓ ગુરુ માટે લપસણી ભૂમિકા તૈયાર કરે છે અને પોતાને અત્યંત સાવધ માનવા છતાં એવા ગુરુઓ ક્યારે લપસી પડે છે તે અગાઉથી પોતે કળી શકતા નથી. પતન પણ જ્યાં સુધી ગુપ્ત હોય ત્યાં સુધી રોચક બને છે. સારી વસ્તૃત્વશક્તિ એ સાધુના જેમ ગુણપક્ષે છે તેમ એમને માટે ભયસ્થાન પણ છે. એથી સાવધ રહેવાનું છે. સારી વસ્તૃત્વશક્તિથી ઘણો પ્રભાવ પડે છે. અનેકના જીવનને માટે તે પ્રેરણારૂપ બને છે. પરંતુ સારી વસ્તૃત્વશક્તિ મોટા ટોળાને ખેંચી લાવે છે. એમાં દુષ્ટ માણસો પણ ખેંચાઈને આવે છે. સારી વાછુટા ક્યારેક સાધુવક્તાના મનમાં સૂક્ષ્મ માન કષાય જન્માવે છે. એ વખત જતાં મદિરાનું કામ કરે છે. તે વખતે કોઈનાં, પોતાના ગુરુનાં સુદ્ધાં, હિતવચન ગમતાં નથી. શ્રોતાભક્તો પાસે ધાર્યું કરાવવાની શક્તિ ખીલતાં આત્મવિશ્વાસ વધે છે, સ્વતંત્ર થવાના વિચારો ચાલે છે, એમ થાય તો નિર્વાહની જવાબદારી ઉઠાવી લેનારા ભક્તો મળી જ આવે છે અને એમ થતાં એક દિવસ સંયમત્યાગનો નિર્ણય લેવાય છે. સાધુ તરીકે પોતે જે જે લોકહિતનું કાર્ય કરે છે તે ગૃહસ્થ તરીકે વધારે સારી રીતે કરી શકશે એવો ભ્રમ પછી સેવાય છે. સૂક્ષ્મ આધ્યાત્મિક સ્વહિતના ભોગે લોકહિતની ભ્રામક પ્રવૃત્તિ થઈ રહી છે એવું ભાન મોહનીય કર્મ પોતાને થવા દેતું નથી અને એક ઉત્તમ જીવન પોતાનું સંસારપરિભ્રમણ વધારી દે છે. એમ થવાનું હતું માટે થયું એવી માન્યતાનું પછી સમર્થન કર્યા વગર છૂટકો નથી રહેતો. સારી વક્તત્વશક્તિને લીધે મળતી મોટાઈ ક્યારેક યુવાન મુનિને આત્મવંચના તરફ ધકેલે છે. બહારથી ધર્મની વાત ચાલે, પણ અંતરમાં માયાચાર વધવા લાગે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ લખ્યું છે : ૧૧૪ સાંપ્રત સમાજ-દર્શન Page #155 -------------------------------------------------------------------------- ________________ માચે મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પરૂપક ગુણ વિણ ન ઘટે, તસ ભવ અહટમાલા. નિજ ગણ સંચે, મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; ઉંચે કેશ, ન મુંગે માયા, તો વ્રત ન રહે પંચે. યુવાન શિષ્યોને સંયમના માર્ગે કેળવવાની જવાબદારી ગુરુભગવંતની ઘણી મોટી રહે છે. ગુરુ-પાતંત્ર્ય ઉપર જૈન ધર્મમાં ઘણો ભાર મૂકાયો છે. એક આચાર્ય ભગવંતે કહ્યું હતું કે ડૉક્ટર કે એન્જિનીઅરિંગની પરીક્ષા પ્રથમ વર્ગમાં પાસ કરી અને ડિગ્રી મળી એટલે તે સારામાં સારા દાક્તર કે એન્જિનિઅર થઈ જાય એવું નથી. એ માટે ક્ષેત્રના વડીલ અનુભવીની સાથે કામ કરવાથી સારું માર્ગદર્શન અને સારો અનુભવ મેળવીને સારા દાક્તર કે ઈજનેર થઈ શકાય છે. તેવી રીતે ચેલાને દીક્ષા આપવાથી તે ઉત્તમ સાધુ થઈ જશે એવા ભ્રમમાં ગુરુએ ન રહેવું જોઈએ પણ પોતાની પાસે રાખીને સંયમના સુંદર પાઠ એને ભણાવવા જોઈએ. નાની ઉંમરનાં છોકરાઓ કે છોકરીઓ માબાપને મૂકીને આવ્યાં હોય તો તેને સતત પાસે રાખીને એટલું વાત્સલ્ય આપવું જોઈએ કે માબાપની યાદ તેઓને ન આવે કે ઘરે જવાનું નામ પણ લે. તેવી જ રીતે ચેલાઓને એવી તાલીમ આપવી જોઈએ કે જેથી ભૌતિક વૈભવમાં જે ટલું સુખ છે તેના કરતાં ત્યાગમાં ઘણું ચડિયાતું સુખ છે એવી સાચી શ્રદ્ધા એનાં જન્મ અને ભૌતિક વૈભવ માટે ચિત્તમાં જરા સરખી પણ આસક્તિ ન રહે. તેવી જ રીતે બ્રહ્મચર્યના પાલન માટેનો એનો રસ એવો સરસ કેળવવો જોઈએ કે કામભોગ એને સાવ તુચ્છ, નીરસ, ધૃણાસ્પદ અને હાનિકારક તથા સંસારનું પરિભ્રમણ વધારનાર લાગે. પરંતુ આ બધું બેચાર દિવસ કે બેચાર મહિનામાં થતું નથી. શિષ્યને ચારપાંચ વર્ષ સતત પાસે રાખી, વાત્સલ્યપૂર્વક એની દેખરેખ રાખવાથી થાય છે. શિષ્યને ક્ષતિઓ માટે વારંવાર કડક શિક્ષા કરવાથી પરિણામ એટલું સારું નથી આવતું જેટલું વાત્સલ્યભાવથી પ્રસન્નતાપૂર્વક વશ રાખ્યાથી આવે છે. પરંતુ એમ કરવા માટે ગુરુ ભગવંતે પોતે પણ એટલી જ ઉચ્ચ પાત્રતા કેળવવાની રહે છે અને એટલો સમય આપવાનો રહે છે. જે ગુરુ ભગવંતમાં પોતાનામાં જ શિથિલતા હોય તે ચેલાને બહુ રોકી ન શકે. ગુરુમહારાજને પોતાને જ ભોજનની વાનગીઓમાં રસ પડતો હોય ને તેવી વહોરી લાવવા માટે સૂચના અપાતી હોય, પોતાની યોજના માટે શ્રીમંતોએ લખાવેલી રકમોના અને યોજનામાં થતા ખર્ચના હિસાબો રાતદિવસ ચાલ્યા કરતા હોય, અન્ય સમુદાયના સાધુઓની નિંદા ચાલતી તુવ રે તારુને સમળત્તf I ૯ ૧૧૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ હોય, શ્રીમંત ગૃહસ્થો કે રાજદ્વારી પુરુષોની ખુશામત થયા કરતી હોય, વિજાતીય વર્ગની ઉપસ્થિતિ ગમતી હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારની સ્વભાવગત નિર્બળતા હોય તો રાતદિવસ સાથે રહેનાર ચેલાઓથી એ વાત અજાણ રહેતી નથી. ક્યારેક તો આવી ગુપ્ત વાતના સાક્ષી ચેલાઓ પોતાનું કાર્ય કરાવવા માટે ગુરુને “બ્લેક મેઈલ” પણ કર્યા કરતા હોય છે. માટે જ દીક્ષા આપવી જેટલી સહેલી છે તેથી વધુ કઠિન ગુરુ તરીકેની પોતાની પાત્રતા કેળવવાની છે. જે ગુરુ ભગવંતો પોતે લૌકિક પ્રસિદ્ધિની ઘણી બધી પ્રવૃત્તિઓમાં પડી જાય છે અને અનેક ચાહકોથી વીંટળાયેલા રહે છે તેઓ પોતાના ચેલાઓનું બરાબર ધ્યાન રાખી શકતા નથી. એ માટે સમય રહેતો નથી. વખત જતાં એક બે ચેલાઓ માંહોમાંહે મળી જાય છે અને શિથિલાચારના વિચારો પોષાવા લાગે છે અને એમાંથી અનર્થ ઉદ્દભવે છે. જે મહાત્માઓ ચેલા વધારવાની ધૂનમાં યોગ્યાયોગ્યતા કે પૂરી પાત્રતા જોયા વગર જેને તેને નાની વયમાં મુંડી નાંખે છે તેવા ચેલાઓ જ્યારે તારુણ્યમાં આવે છે ત્યારે પોતાના દેહમાં ઉત્પન્ન થતી વિકૃતિઓને વશ થઈ જાય છે અને અંગત રીતે શિથિલાચારી બની જાય છે. અસંયમની ગુપ્ત તક શોધવા માટે તેઓ ફાંફા મારે છે. જ્યારે તેઓનો લજ્જાભાવ નીકળી જાય છે, પ્રતિષ્ઠાહાનિનો ભય ચાલ્યો જાય છે, અપકીર્તિની પરવા રહેતી નથી ત્યારે તેઓ દીક્ષા છોડી દે છે. એમાં પણ ચતુર દીક્ષિતો પૂરો આર્થિક પ્રબંધ કરીને તથા ગૃહસ્થ જીવન માટે સાથી માત્ર બનવા તત્પર વ્યક્તિ સાથે પાકું કરીને, જરૂર પડયે ક્ષેત્રાંતર કરીને દીક્ષા છોડી દે છે. મોહાંધ ગુરુઓની ત્યારે આંખ ખૂલે છે. યુવાન સાધુઓને સંયમમાં સ્થિર રાખવાના જે વિવિધ ઉપાયો છે તેમાંના મુખ્ય બે છે : (૧) તપથી કૃશ શરીર અને ઉચિત આહાર તથા (૨) સતત સ્વાધ્યાય અને શ્રુતજ્ઞાનનો ઉછળતો રસ. સાચા આરાધક ગુરુ મહારાજો યુવાન ચેલાઓના આહાર પર ચાંપતી નજર રાખતા હોય છે. તેમનામાં રસગારવ ન આવી જાય તે માટે ચીવટ રાખે છે જે ગુરુ મહારાજો સવારના પહોરમાં છાપું વાંચવા બેસી જતા હોય છે. તેઓ પછી ચેલાઓને છાપું વાંચતા અટકાવી શકતા નથી. છાપાંઓમાં વિવિધ મસાલેદાર માહિતી સછવિ આવતી હોય છે. એક વખત છાપાંઓ, ચોપાનિયાઓ વાંચવાનો અને ખૂન, અપહરણ, વ્યભિચાર, બળાત્કાર વગેરેના વૃત્તાંતો જાણવાનો ચટકો લાગે છે, પછી શ્રુતજ્ઞાનમાં એટલો રસ નથી પડતો. આપણું શ્રુતજ્ઞાન ૧૧૩ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #157 -------------------------------------------------------------------------- ________________ સાગર જેવું અગાધ છે. એ એટલું વિપુલ છે કે માણસ એક જિંદગીમાં પૂરું ન કરી શકે. એમાં પણ પસંદગી કરવી પડે. પણ એક વખત જો એમાં ઉત્કટ રસ પડવા લાગ્યો, અને મોક્ષાભિલાષા દૃઢ બનતી ગઈ તો પછી સંસારનાં ભૌતિક સુખો સાવ તુચ્છ, ક્ષણિક અને ભારે કર્મબંધ કરાવનારાં લાગશે. એટલે જે ગુરુમહારાજો પોતાના યુવાન ચેલાઓના વિષયમાં સતત સચિંત રહેતા હોય છે તેઓ તેમને સુતગંગામાં સતત સ્નાન કરાવતા હોય છે. સાધુપણામાં, સંયમમાં સ્થિર રહેવાના વિવિધ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્રના આ ઓગણીસમાં અધ્યયનનું જ ફક્ત જો ભાવપૂર્વક વારંવાર પરિશીલન થયા કરે તો પણ સાધુ ભગવંતો પોતાના સંયમમાં-ચારિત્રની આરાધનામાં હોંશપૂર્વક સ્થિર અને દઢ રહી શકે. જે યુવાન સાધુઓને પોતાનું ઘર યાદ આવતું હોય તેઓએ બનારસીદાસની નીચેની પંક્તિઓનું સ્મરણ કરવા જેવું છે : ધીરજ-તાત, ક્ષમા-જનની, પરમારથ-મિત, મહારુચિ-માસી; જ્ઞાન-સુપુત્ર, સુતા-કરુણા, મતિ-પુત્રવધૂ, સમતા-પ્રતિભાસી; ઉદ્યમ-દાસ, વિવેક-સહોદર, બુદ્ધિ-કલત્ર, શુભોદય-દાસી; ભાવ-કુટુંબ સદા જિનકે ઢિગ, યો મુનિ કો કહિયે ગૃહવાસી. આમ તારુણ્યમાં શ્રામય દુષ્કર છે, પણ જેઓ એને સુકર બનાવી શકે છે તેઓના આનંદની તોલે જગતમાં બીજો આનંદ નથી. કહેવાય છે : સાધુમારગ સાંકડા, જેસા પેડ ખજૂર; ચડે તે ચાખે પ્રેમરસ, પડે તો ચકનાચૂર. | (સાંપ્રત સહચિંતન-૧૧) ૩ તરુને સમજીને . * ૧૧૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ પંજાબમાં શીખ આતંકવાદીઓએ અમૃતસરમાં સુવર્ણમંદિરનો કબજો લઈને, સશસ્ત્ર સામનો કરીને જે પરિસ્થિતિનું નિર્માણ ૧૯૮૪માં અને ૧૯૮૮માં કર્યું હતું તે ઘટનાઓએ કોઈ એક ધાર્મિક સ્થળનો કેટલો બધો દુરુપયોગ થઈ શકે છે તેનું દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. ધર્મસ્થળના દુરુપયોગની આવી ઘટના માત્ર સુવર્ણમંદિરમાં જ બની છે એવું નથી. ઇતિહાસે અગાઉ પણ આવી ભિન્ન ભિન્ન પ્રકારની ઘટનાઓ નિહાળી છે. પોતાના ધર્મસ્થળને વિધર્મીઓથી બચાવવા માટે તેમાં સશસ્ત્ર તૈયારી કરવામાં આવી હોય એવું ભૂતકાળમાં મંદિરોમાં અને મસ્જિદોમાં પણ થયું છે. વિભિન્ન ધર્મવાળી જાતિ કે પ્રજા વચ્ચેના સંઘર્ષે પણ આવું ઉગ્ર સ્વરૂપ નિહાળ્યું છે. મધ્યપૂર્વના દેશોમાં યહૂદીઓ અને મુસલમાનો વચ્ચે, ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે તથા મુસલમાનોમાં શિયા અને સુન્ની વચ્ચે જે સશસ્ત્ર સંઘર્ષો થયા હતા તેમાં પણ ધાર્મિક સ્થળોનો દુરુપયોગ થયો હતો. પોતાના જ રાષ્ટ્રમાં થોડાક ઝનૂની માણસો ધર્મસ્થળનો કબજો લઈ પોતાની સરકારનો સશસ્ત્ર સામનો કરે એ પ્રકારની ઘટના ભારતમાં અમૃતસરના સુવર્ણ મંદિરમાં બની હતી. કેટલાકને આવું કાર્ય ગેરકાયદે અથવા અનૈતિક લાગે છે. બીજે પક્ષે કેટલાક લોકોને આવું કાર્ય પવિત્ર ધાર્મિક ફરજરૂપ લાગે છે. ધર્મનો વિષય બહુ સંવેદનશીલ છે. પોતાનો ધર્મ અથવા પોતાનું ધાર્મિક સ્થળ જોખમમાં છે અથવા એના ઉપર ભયંકર ૧૧૮ ૬ સાંપ્રત સમાજ-દર્શન Page #159 -------------------------------------------------------------------------- ________________ આક્રમણનો ભય છે એવું જણાતાં તટસ્થ માણસો પણ ઘણીવાર પોતાનું તાટધ્ધ જાળવી શકતા નથી. સ્વરક્ષણ માટે પોતાના ધાર્મિક સ્થળનો શસ્ત્રાદિ રાખવા માટે ઉપયોગ થાય તો તેમાં કશું અયોગ્ય નથી, બલકે તે પવિત્ર કર્તવ્યરૂપ છે એમ તે ધર્મના શાણા, વિચારશીલ માણસોને પણ લાગે છે. વિષમ પરિસ્થિતિમાં પોતાના ધર્મને તટસ્થ, પરલક્ષી નિરપેક્ષ દૃષ્ટિથી જોવાનું સહેલું નથી. બીજાં ક્ષેત્રો કરતાં ધર્મના ક્ષેત્રે અભિનિવેશ પ્રગટ થવાનું પ્રમાણ વિશેષ રહે છે. માત્ર ધાર્મિક સ્થળ જ નહિ, કોઈ પણ જાહેર સ્થળનો ઉપયોગ અન્ય હેતુ માટે ન જ થઈ શકે કે નથી જ થતો એવું નથી. આવા પ્રકારની ઘણી ઘટનાઓ બને છે, બનતી આવી છે અને બનતી રહેશે. માણસ પોતાના રહેવા માટે ઘર બાંધે છે. ભાડૂતી હોય કે માલિકીનું હોય, બારી-બારણાં વગરનું ઝૂંપડું હોય કે આલીશાન રાજમહેલ હોય, તેનો ઉપયોગ પોતાને માટે તે કરે છે, તદુપરાંત બીજા સાથે જોડાઈને સમાન પ્રવૃત્તિ કરવા માટે તેને અન્ય સ્થળની પણ જરૂર રહે છે. સમાજવ્યવસ્થા, શિક્ષણવ્યવસ્થા, રાજ્યવ્યવસ્થા, અર્થવ્યવસ્થા વગેરેને માટે માનવજાતનો સાંસ્કૃતિક દૃષ્ટિએ જે વિકાસ થતો આવ્યો છે તે જોતાં જાહેર ઉપયોગ માટેનાં વિવિધ સ્થળોનું નિર્માણ કરવાની પરંપરા અત્યંત પ્રાચીન સમયથી ચાલી આવે છે. જેમ પ્રજાની સામુદાયિક જરૂરિયાત વધારે તેમ લોકોને એકત્ર થવા માટે જાહેર સ્થળોનાં નિર્માણ વધારે થવાનાં. માણસ અંતર્મુખ છે અને બહિર્મુખ પણ છે, પ્રવૃત્તિશીલ પણ છે, મળતાવડો છે અને એકલવાયો પણ છે, અશિક્ષિત છે અને શિક્ષિત પણ છે. મનુષ્યજીવનમાં રહેલાં આવાં પરસ્પર ભિન્ન લક્ષણોને કારણે તેની જરૂરિયાત અનુસાર વિવિધ પ્રકારનાં જાહેર ક્ષેત્રોનું અને જાહેર સ્થળોનું વખતોવખત નિર્માણ થયા કરે છે. ધર્મશાળા, કૂવા, વાવ, તળાવ, નદીના ઘાટ, આરામવાટિકા, ઉદ્યાન, મંદિરો, મઠ, ઉપાશ્રય, પ્રાર્થના સ્થળ, ગઢ, કિલ્લો, પ્રાણીબાગ, પુસ્તકાલયો, ગુરુકુળ, શાળા, કૉલેજ, યુનિવર્સિટી, સંશોધન કેન્દ્ર, સંગ્રહસ્થાનો, દવાખાનાં, વ્યાયામશાળા, થિયેટરો, સ્ટેડિયમ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટેલ, ઍરપૉર્ટ - આમ અનેક પ્રકારનાં જાહેર સ્થળોનું નિર્માણ જરૂરિયાત અને આર્થિક સગવડ અનુસાર સરકાર તરફથી કે સમાજના પોતાના પૈસાથી થયા કરે છે. જેમ જેમ વૈજ્ઞાનિક પ્રગતિ વધતી ગઈ છે તેમ તેમ મનુષ્યની સામુદાયિક જરૂરિયાતો પણ વધતી ગઈ છે અને તેમ તેમ લોકોની સામાન્ય સુવિધા માટે નાનાં-મોટાં નવાં નવાં, પંદર ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ ૧૧૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ પચીસ હજાર કે લાખ માણસ બેસી શકે એવાં જાહેર સ્થળો અસ્તિત્વમાં આવી રહ્યાં છે. સ્થળોનાં વિભિન્ન ઉપયોગ અથવા રૂપાંતર કામચલાઉ કે કાયમી ધોરણે થાય છે. કેટલાંક સ્થળોનું એકથી વધુ (multipurpose) ઉપયોગ માટે નિર્માણ થાય છે. ક્યારેક જે હેતુ માટે નિર્માણ થયું હોય તે હેતુ પૂરો થતાં અન્ય હેતુ માટે ઉપયોગ થાય છે. કબ્રસ્તાનમાં બાલઉદ્યાન, શાળાના મકાનમાં હૉસ્પિટલ, હૉસ્પિટલમાં થિયેટર કે પુસ્તકાલય, પુસ્તકાલયના મકાનમાં દુકાનો અને ઑફિસો એવું એવું રૂપાંતર ઘણે ઠેકાણે થયેલું જોવા મળશે. વળી જ્યાં જ્યાં જે જે જાહેરસ્થળ હોય છે ત્યાં ત્યાં તે તે સ્થળનો હંમેશાં સર્વાશે તે જ હેતુ માટે ઉપયોગ થાય એ ઇષ્ટ પણ છે. શાળાના મકાનમાં રજાઓમાં નેત્રયજ્ઞ થાય કે નાના ગામમાં લગ્નની જાનને ઉતારો અપાય તેમાં અયોગ્ય કેટલું ? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બમારા વખતે લોકો થિયેટરોમાં, દેવળોમાં, અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનોમાં આશ્રય લેતા. એટલે જાહેર સ્થળોનો ઇતર ઉપયોગ ન થઈ શકે એવું નથી; પણ એનો દુરુપયોગ હંમેશાં ટીકાપાત્ર રહ્યો છે. ધાર્મિક સ્થળો વિશાળ હોવાથી જાહેર પ્રવૃત્તિઓ માટે પણ વધુ અનુકૂળ ગણાય છે. એવાં વિશાળ સ્થળોમાં ધાર્મિક કે અધાર્મિક, જાહેર કે ગુપ્ત પ્રવૃત્તિઓ, ગેરકાયદે કે સત્તાવાર રીતે, સંજોગાનુસાર થાય છે. ધાર્મિક સ્થળોનું નિર્માણ શાંતિમય આરાધના માટે થાય છે, પરંતુ ત્યાં પણ ઝઘડા અને મારામારી નથી થતાં એવું નથી. દુનિયામાં કોઈ ધર્મ એવો નથી કે જેના કોઈકને કોઈક ધર્મસ્થળમાં વખત જતાં ઝઘડો કે મારામારી ન થયાં હોય. યુવક-યુવતીઓનાં ગુપ્ત પ્રેમમિલન માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ છેક પ્રાચીન કાળથી બધા જ ધર્મોમાં થતો આવ્યો છે. પરંતુ વર્તમાન સમયમાં તો દાણચોરીની વસ્તુઓ ગુપ્ત રીતે સંતાડી રાખવા માટે પણ મંદિરમસ્જિદોનો ઉપયોગ ભારતમાં અને ભારત બહાર થયો છે. ધર્મસ્થળ એક એવી જગ્યા છે કે જે માટે કોઈને બહુ જલદી શંકા આવે નહિ, શંકા આવે તો પણ તેમાં પોલીસને દાખલ થતાં વાર લાગે, માલ પકડાય પછી તેના ગુનેગારને પકડવાનું અઘરું બને અને ધર્મસ્થળની માલિકી સાર્વજનિક હોવાથી વ્યક્તિગત જવાબદારી ઓછી આવે. જાહેર સ્થળોનો ઉપયોગ સમાચારોની લેવડદેવડ માટે, ચાડીચૂગલી માટે કે કાવતરાંઓ ઘડવા માટે પણ થાય છે. કેટલાંક સ્ત્રીપુરુષો નદી ૧૨૦ જ સાંપ્રત સમાજ-દર્શન Page #161 -------------------------------------------------------------------------- ________________ કવે, મંદિર કે બગીચામાં એ હેતુ માટે જ જતાં હોય છે. જાહેર સ્થળોનો ઉપયોગ રાજદ્વારી જાસૂસી માટે પણ પ્રાચીન સમયથી થતો આવ્યો છે. લશ્કરમાં જાસૂસીની તાલીમ આપવામાં આવે ત્યારે ગુપ્ત વેશે જાહેર સ્થળે ટોળામાં ભળી જઈ કેવી રીતે માહિતી મેળવવી તેની ખાસ તાલીમ અપાય છે. જ્યાં રોકટોક વિના, અજાણ્યા હોવા છતાં સહેલાઈથી જઈ શકાય એવું કોઈ સ્થળ હોય તો તે ધાર્મિક સ્થળ છે. જૂના સમયમાં ગુપ્તચરો ધાર્મિક સ્થળનો ઘણો ઉપયોગ કરતા અને વર્તમાન સમયમાં પણ જાસૂસીના હેતુ માટે દુશ્મન રાજ્યનાં ધાર્મિક સ્થળોનો વધુ ઉપયોગ થયો છે. ભારતમાં હિન્દુ-મુસલમાનનાં કોમી હુલ્લડો વખતે નાનાં-મોટાં શહેરોમાં કેટલીયે મસ્જિદોનો ઉપયોગ શસ્ત્રો અને લડવા માટેની અન્ય સામગ્રી ભરવા માટે થયો છે. કેટલાયે સશસ્ત્ર હુમલા મસ્જિદમાંથી નીકળેલાં ટોળાંઓએ કરેલા છે. તેવી રીતે હિન્દુ મંદિરોનો પણ ઉપયોગ થયેલો છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન, ફ્રાંસ, ઇટલી, બ્રિટન વગેરે કેટલાક દેશોએ પણ પોતાના ચર્ચની અંદર શસ્ત્રસરંજામ ગોઠવેલાં હતાં. ચર્ચ ઉપર બોમ્બમારો ન કરવાની નીતિ ઘણે અંશે અપનાવાઈ હતી, તો પણ ચર્ચનો દુરુપયોગ કેટલાયે દેશોએ યુદ્ધ વખતે કર્યો હતો. પોતાના શસ્ત્રાગારને બચાવવા માટે ક્યાંક ક્યાંક તેના ઉપર રેડ ક્રોસનો વાવટો પણ ફરકાવવામાં આવ્યો હતો. તો બીજી બાજુ બોમ્બમારો કરતી વખતે ચર્ચ કે હૉસ્પિટલને પણ ન છોડવાં એવું ઝનૂન કેટલાયે સૈનિકોએ બતાવ્યું છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે યુરોપમાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ યુદ્ધ માટે ઠીક ઠીક પ્રમાણમાં થયો હતો. શસ્ત્ર સહિતની અથડામણ માટે ધાર્મિક સ્થળોનો ઉપયોગ એક જ રાષ્ટ્રના વિભિન્ન પક્ષો વચ્ચે પણ થયો છે. દુશ્મન રાષ્ટ્રની સામે પણ થયો છે અને પોતાની સરકારની સામે પણ થયો છે. જ્યારે કોઈ પણ પ્રજામાં સશસ્ત્ર આંતરવિગ્રહ શરૂ થાય છે ત્યારે આવા ધાર્મિક અને ઇતર પ્રકારનાં જાહેર સ્થળોનો ઉપયોગ અધાર્મિક હેતુઓ માટે થયો છે એમ ઇતિહાસ કહે છે. ઈરાનમાં મસ્જિદની અંદર જ મુલ્લાંઓને શસ્ત્રો ચલાવવાની તાલીમ અપાઈ હતી. શ્રીલંકામાં બૌદ્ધ ભિખ્ખઓ પણ પોતાના મઠમાં રાખેલાં શસ્ત્રો લઈને તામિલ ટાઈગર સામે યુદ્ધે ચડ્યાના બનાવો બન્યા છે. ક્યારેક ધર્મને નામે જ યુદ્ધ થતું હોય ત્યારે આવી અધાર્મિક પ્રવૃત્તિને ન્યાયયુક્ત ઠરાવવાનો ધાર્મિક સ્થળોનો અધાર્મિક ઉપયોગ * ૧૨૧ Page #162 -------------------------------------------------------------------------- ________________ કે ધાર્મિક કર્તવ્ય તરીકે ગણાવવાનો પ્રયાસ એ ધર્મના ધર્માચાર્યો દ્વારા થયો છે. જેમ જેમ સમય પલટાતો જાય છે તેમ તેમ આધુનિક શસ્ત્રો ઉપયોગમાં લેવાતાં જાય છે. ઓટોમેટિક રાઈફલો, મશીનગનો, હાથબોમ્બ વગેરે ઘાતક શસ્ત્રોનો પ્રચાર દિન પ્રતિદિન વધતો ચાલ્યો છે. શસ્ત્રો, ગોળીઓ, ગોળાઓ વગેરેનું ઉત્પાદન દુનિયાભરમાં એટલું બધું ઝડપથી વધી રહ્યું છે કે એ બનાવનાર સરકારી કે બિનસ૨કા૨ી કંપનીઓને ક્યાંક તો એ વેચવું પડે. મારામારી કે લડાઈ થાય, શસ્ત્રોનો અને દારૂગોળાનો ઉપયોગ થાય તો જ એવી કંપનીઓના માલનું વેચાણ થાય, તો જ તેનું ઉત્પાદન ચાલુ રહે અને તેનું અસ્તિત્વ ટકી શકે. એટલે નાના કે મોટા પાયા ઉપર યુદ્ધ એ આવી કંપનીઓનું સ્થાપિત હિત બની જાય છે. એટલા માટે તેઓ પોતાના ગુપ્ત એજન્ટો દ્વારા એક અથવા બીજા દેશમાં પોતાની કે સરકારની ગુપ્ત સહાય સહિત કે સહાય વગર ક્યાંકને ક્યાંક કોમી, ધાર્મિક કે ઈતર પ્રકારના પ્રશ્નો સળગાવીને લોકોના વિભિન્ન પક્ષો વચ્ચે અથવા પ્રજા અને સરકાર વચ્ચે અથડામણો ઊભી કરાવે છે. અથડામણ અને યુદ્ધ એ એનો રોટલો છે. આ દૂષણ દિવસે દિવસે એટલું બધું વધતું જાય છે કે શાણા રાજદ્વારી પુરુષો પણ તે અટકાવવા બહુ સમર્થ રહી શકે એમ નથી. ગમે તેવા નબળા માણસના હાથમાં પણ એક વખત શસ્ત્ર આવ્યા પછી તે જોરમાં આવી જાય છે અને તરત શસ્ત્રનો આશ્રય લે છે. ઝનૂની યુવાનો તેનો જલ્દી ભોગ બને છે અને ધાર્મિક નેતાઓ આવા સંવેદનશીલ યુવાનોને હાથા બનાવવામાં કુશળ હોય છે. કોઈ પણ દેશમાં કોઈપણ સામાજિક, રાજકીય કે ધાર્મિક જૂથ પોતાની સરકારની સામે બહારવટે ચડે અને તે માટે ધાર્મિક સ્થળનો દુરુપયોગ કરે ત્યારે સરકારને સશસ્ત્ર પગલાં લેવાં પડે છે, લેવાં પણ જોઈએ. પરંતુ એમાં પણ જેટલી કુનેહથી કામ લેવાય તેટલું પરિણામ સારું આવે, કારણ કે ધાર્મિક ક્ષેત્ર વધુ સંવેદનશીલ હોય છે અને તેના બહોળા પ્રત્યાઘાત લાંબા સમય સુધી પડે છે. (સાંપ્રત સહચિંતન-૧) ૧૨૨ * સાંપ્રત સમાજ-દર્શન Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વગોવાતી સાધુસંસ્થા કેટલાક સમય પહેલાં બે સંન્યાસીઓની સ્ત્રીઓ સાથેના વ્યભિચારની કેટલીક ઘટનાઓએ ચકચાર જગાવી હતી. અદાલત સુધી તેવી વાત પહોંચી હતી. પ્રચારમાધ્યમોના આ જમાનામાં આવી ઘટનાઓની વાતો ફોટાઓ સહિત દેશવિદેશમાં પહોંચી જાય છે. એથી સાધુસમાજની ઘણી વગોવણી થાય છે. આ બનતી ઘટનાઓમાં માત્ર સાધુસમાજ જવાબદાર હોય છે એવું નથી, ગૃહસ્થો પણ એટલા જ જવાબદાર હોય છે. ઉભય પક્ષે વિશેષ જાગૃત થવાની જરૂર છે. ભારતીય જનજીવનમાં સાધુ-સંતમહાત્માઓ પ્રત્યે આદરની ઊંચી ભાવના રહેલી છે. ગૃહસ્થજીવનનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરવો એ ઘણી કપરી વાત છે. સંન્યાસ ધારણ કરનાર સાધુમહાત્માઓને ભારતીય સંસ્કૃતિમાં ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં રાજાઓ પણ ધર્મગુરુઓ પ્રત્યે અતિશય વિનય અને આદરથી વર્તતા. રાજ્યસત્તા કરતાં પણ ધર્મસત્તાને વધુ પ્રભાવશાળી અને ચડિયાતી ગણવામાં આવી છે. સાધુ થવું અઘરું છે, પરંતુ સાચા સાધુ તરીકે જીવન જીવવું એ એથી પણ ઘણી ઘણી અઘરી વાત છે. ખાંડાની ધાર ઉપર ચાલવા બરાબરા સાધુજીવનને, સંયમવ્રતને સરખાવવામાં આવે છે. “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના' એ પંક્તિ પ્રમાણે હૃદયમાં જો સાચો વૈરાગ્ય ન હોય તો ત્યાગીઓનું જીવન પણ કેટલીક વાર ખાનગીમાં ભોગી જેવું કે એથી પણ વધુ ખરાબ બની જાય છે. જ્યાં હૃદયમાં સાચો વૈરાગ્ય જન્મે છે ત્યાં ત્યાગ કુદરતી રીતે આવી જાય છે, આવ્યા વગર રહેતો નથી. હૃદયમાં એક વખત વૈરાગ્ય જભ્યો એટલે તે જીવનના અંત સુધી વગોવાતી સાધુસંસ્થા * ૧૨૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ દરેકની બાબતમાં એવો ને એવો ટકી રહે એમ હંમેશાં બનવું સંભવિત નથી. મનુષ્યના ચંચલ ચિત્તને પ્રમાદમાં લપસી પડતાં વાર નથી લાગતી. ત્યાગ અને વૈરાગ્યનું જો સતત પોષણ- સંવર્ધન થતું રહે તો જ સ્થિતિ ઉત્કૃષ્ટ બને છે. સાધુજીવનમાં ભૂલો કે સ્ખલનો ક્યારેય ન થાય એવું નથી. પરંતુ સાધુઓએ કેવા નિયમો અપનાવવા જોઈએ કે જેથી ઓછામાં ઓછી ભૂલ થાય અને થયેલી ભૂલમાંથી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત વડે નીકળી જઈને ફરી પાછા ત્યાગ-વૈરાગ્યમાં કેવી રીતે સ્થિર થઈ શકાય તેનો વિચાર ભારતીય પરંપરામાં, જૈન, હિન્દુ અને બૌદ્ધ એ ત્રણેય ધર્મમાં બહુ ઊંડાણથી થયેલો છે. બે-ચાર ખોટા દાખલા અને એથી સમસ્ત સાધુસંસ્થાને વગોવવી તે યોગ્ય નથી. સમાજમાં કોઈ વર્ગ એવો નથી કે જેમાં કાયમને માટે બધા જ સારા અને સાચા માણસો હોય. વેપારી વર્ગમાં બે-પાંચ ખોટા અપ્રામાણિક વેપારીઓ નીકળવાના, દાક્તરના વ્યવસાયમાં કોઈક લોભી, લુચ્ચા અને બેદ૨કા૨ દાક્તરો પણ હોવાના. શિક્ષણના વ્યવસાયમાં કેટલાક અપાત્ર શિક્ષકો પણ રહેવાના; સામાજિક કાર્યકર્તાઓમાં કેટલાક અપ્રામાણિક, દંભી અને પ્રસિદ્ધિની લાલસાવાળા અભિમાની કાર્યકર્તાઓ પણ રહેવાના; રાજકારણી નેતાઓ અને પ્રધાનોમાં લાયકાત વગરનાં માણસો પણ નીકળવાનાં. આમ દરેક ક્ષેત્રમાં, દરેક વર્ગમાં કેટલાંક માણસો ખોટાં હોવાનાં; પરંતુ તેથી તે તે ક્ષેત્ર કે વર્ગનાં બધાં જ માણસો ખરાબ કે ખોટાં છે એમ ન કહી શકાય. જીવન પોતે અપૂર્ણ છે. એટલે અનેક મનુષ્યોના સમુદાય દ્વારા થથી સમાજવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા ક્યારેય સંપૂર્ણ અને આદર્શમય બની ન શકે. એટલે આવી અપૂર્ણતા સાધુસમાજમાં પણ જોવા મળે એ સ્વાભાવિક છે. જેવી પ્રજા તેવા સાધુઓ એમ પણ કોઈક કહે. તેમ છતાં સાધુઓનું સ્થાન સમાજમાં ઊંચું છે. સાધુ બનવું સ્વૈચ્છિક છે. તેમના ભરણપોષણની જવાબદારી સમાજે ઉપાડેલી હોય છે, એટલે સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાની સાધુ-સમાજની જવાબદારી સવિશેષ છે. આથી જ અન્ય વર્ગ કરતાં સાધુસંસ્થા પાસેથી ઘણી વધુ અપેક્ષા રહે છે. સાધુસંસ્થામાં થોડી પણ ત્રુટિ જણાતાં તે જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. થોડાક ખોટા સાધુઓને કારણે સમગ્ર સાધુસંસ્થા નાબૂદ ન કરી શકાય. નાબૂદ કરવાનું સરળ નથી અને નાબૂદ કરવાનું સમાજના હિતમાં પણ ૧૨૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #165 -------------------------------------------------------------------------- ________________ નથી. ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ, ગૃહસ્થ-જીવનના ભોગોપભોગ વગેરેમાં પોતાને બિલકુલ રસ ન પડે અને પોતાનું જીવન તપ, ત્યાગ અને સંયમપૂર્વક શાંતિથી પસાર કરવાનું ગમે એવાં માણસો દુનિયાના દરેક ધર્મમાં હંમેશાં હોવાનાં અને રહેવાનાં, પછી ભલે તેઓએ સાધુનો વેશ ધારણ કર્યો હોય કે ન કર્યો હોય. વેશ સાધુતા માટે ઉપકારક છે, રક્ષક છે. વેશનો પણ મહિમા છે; પતન તરફ ઘસડાતાં વેશ અટકાવે છે. ત્યાગ-સંયમની સતત યાદ અપાવનાર એવો વેશ જરૂરી છે. એવા વેશનો ગેરલાભ ઉઠાવવો એ સ્વ પ્રત્યે, સાધુતા પ્રત્યે, સમાજ પ્રત્યે દ્રોહ છે. - સાધુઓના પતનની વાત એ આજની નથી. માનવજાતનો ઇતિહાસ જ્યારથી મળે છે ત્યારથી પ્રસાદી સાધુઓના પતનનાં ઉદાહરણો સાંપડે છે. કેટલાક સાધુ-સંન્યાસીઓ પતિત થઈ પાયમાલ થઈ ગયા હોવાના દાખલા સાંપડે છે, તો કેટલાક સાધુઓ થોડાક પતન પછી ફરી પાછા બમણા વેગથી સાધુત્વમાં ઊંચે ચડ્યાનાં ઉદાહરણો પણ સાંપડે છે. દુનિયાનો કોઈ ધર્મ એવો નથી કે જેમાં સાધુઓના પતનના દાખલા ન મળતા હોય. અહિંસા, સત્ય, અસ્તેય કે બ્રહ્મચર્ય જેવાં વ્રતો ધારણ કરનાર સાધુસંન્યાસીઓએ ખૂન કર્યા હોય, જુઠ્ઠાણાં ચલાવ્યાં હોય, ચોરી કરી કે કરાવી હોય, પરસ્ત્રી સાથે ભોગવિલાસ ભોગવ્યા હોય એવા કેટલાય દાખલાઓ વખતોવખત જોવા- સાંભળવા મળે છે. અલબત્ત, તેવા દાખલાઓની સંખ્યા અલ્પતમ હોય છે, પરંતુ તેની ચકચાર ઘણી થાય છે, કારણ કે સાધુઓનું જીવન જાહેર જીવન છે અને તેમની પાસે ઉત્કૃષ્ટ વર્તનની અપેક્ષા રખાય છે. હિન્દુધર્મ હોય, જૈનધર્મ કે બૌદ્ધધર્મ (શ્રીલંકા અને અગ્નિ એશિયામાં) હોય, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, પારસીધર્મ કે શીખધર્મ હોય : દરેક ધર્મના કે એના પેટાસંપ્રદાયોમાં અથવા નવા નવા નીકળતા ધાર્મિક ફાંટાઓમાં અનેક સાચા સાધુ-મહાત્માઓ જેમ જોવા મળે તેમ છે તે દરેકમાં વખતોવખત કોઈક ને કોઈક ખૂની, દંભી, ચોર, વિલાસી, લાલચુ એવા સાધુઓ પણ જોવા મળશે. સાધુ નામને પાત્ર ન હોય અને માત્ર વેશથી જ સાધુ હોય એવા અપાત્ર કે કુપાત્ર સાધુઓ તે તે દરેક ધર્મ કે સંપ્રદાયમાં રહેલા હોય છે. આ પ્રશ્ન સનાતન છે અને સનાતનકાળથી તેની મીમાંસા થતી આવી છે. સાધુસંસ્થાને ગૌરવપૂર્ણ, મહિમાવંત રાખવાના ઘણા ઉપાયો વિચારાયા છે. અયોગ્ય વ્યક્તિને દીક્ષા ન આપવી એ એક મુખ્ય ઉપાય છે, પરંતુ શિષ્ય-સમુદાયની સ્પર્ધાના કારણે, ગુરુની વૃદ્ધાવસ્થાની એકલતાને કારણે, વગોવાતી સાધુસંસ્થા - ૧૨૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેનાર વ્યક્તિના અનિષ્ઠ આશયની ખબર ન પડવાને કારણે કે એવા બીજા કોઈક કારણે દરેકે દરેક ધર્મ અને સંપ્રદાયમાં કેટલાક ખોટા સાધુઓ તો અવશ્ય જોવા મળવાના. મફતનું ખાવા મળશે, સુખચેનમાં રહેવાનું મળશે અને માનપાન મળશે એવી લાલસાથી ખોટાં માણસો સાધુસંસ્થામાં ઘૂસી જાય છે. પ્રચલિત લોકોક્તિ કહે છે : શિર મુંડનમેં તીન ગુણ, મિટ જાયે શિર કી ખાજ; ખાને કો લડુ મિલે, ઓર લોક કહે મહારાજ ! સાધુઓ પ્રત્યે લોકો આદરભાવથી જુએ છે. તેમના ત્યાગ અને તપશ્ચર્યાને વખાણે છે. તેમનાં શીલ અને સંયમનો મહિમા કરે છે. તેમનામાં પૂરો વિશ્વાસ મૂકે છે. પરંતુ સાધુઓને પક્ષે સતત નિરાસક્ત, નિસ્પૃહ, નિરાડંબર, નિર્દોષ જીવન જીવવું ઘણું કઠિન છે. શરણે આવેલા ભક્તો અને ભક્તાણીઓ પડ્યો બોલ ઝીલવા તત્પર હોય ત્યારે ધન અને સ્ત્રીની લાલસા કયે વખતે જાગશે તે કહેવું સરળ નથી. કેટલીક વાર તો ખુદ સાધુ-સંન્યાસીઓને પોતાને પણ તેની ખબર હોતી નથી. - બહુધા જનસમાજ સાધુ પાસે ધર્મતત્ત્વ પામવાના આશયથી જેટલો જાય છે તેના કરતાં પોતાની ઇચ્છાઓની પૂર્તિ અર્થે અથવા દુ:ખનિવારણ અર્થે વધુ જાય છે. તેઓનું શરણું શોધે છે. મહિલા વર્ગ સાધુ-સંન્યાસીઓથી સહેલાઈથી દોરવાઈ જાય છે. તેમના ભોળપણનો લાભ શયતાની સાધુઓ ઉઠાવે છે. સામાન્ય સ્ત્રીઓને કોઈક ને કોઈક પ્રકારનું દુ:ખ, વસવસો, અસંતોષ ઇત્યાદિ હોય છે. સંતાન ન થતાં હોય અથવા જીવતાં ન રહેતાં હોય, પોતાનો ધણી સારી રીતે ન બોલાવતો હોય અથવા બીજી સ્ત્રીના ફંદામાં ફસાયેલો હોય, સાસુ સાથે ઝઘડા ચાલતા હોય, દેરાણી-જેઠાણી કે નણંદનાં મહેણાં સાંભળવાં પડતાં હોય, ઘરમાં પૈસાની તકલીફ હોય, દીકરો સામો થઈ જતો હોય, દીકરાની વહુ કહ્યામાં રહેતી ન હોય, આડોશીપાડોશી સાથે ઝઘડા ચાલતા હોય આવાં કોઈક ને કોઈક પ્રકારનાં દુ:ખ હોય અને હૃદય ખોલીને કોઈકની આગળ વાત કરી શકાતી ન હોય ત્યારે એવા કોઈક સાધુ-સંન્યાસી પાસે જઈને તેઓ વિશ્વાસપૂર્વક હૃદય ખોલે છે. પોતાની વાત ક્યાંય જવાની નથી, પોતાને સાચું માર્ગદર્શન મળશે અને સંન્યાસી મહારાજની કૃપાથી પોતાનું દુ:ખ ટળી જશે એમ માનીને સ્ત્રીઓ એવા સાધુ-સંન્યાસીઓ તરફ ખેંચાય છે. કેટલાક સાચા સંતમહાત્માઓ ૧૨૯ ક સાંપ્રત સમાજ-દર્શન Page #167 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય માર્ગદર્શન આપી તેઓનાં દુ:ખને હળવું કરે છે. તેમના કૃપાપ્રસાદથી કેટલીક સ્ત્રીઓના પ્રશ્નો સરળતાથી ઊકલી જાય છે. પરંતુ સાધુના વેશમાં રહેલા કેટલાક દાનવો આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનું ચૂકતા નથી. ભોળી સ્ત્રીઓને ક્રમે ક્રમે ભરમાવે છે; દોરાધાગા કરે છે; તેના ધન અને શરીરનો ઉપભોગ કરે છે. અને એક વખત ફસાઈ ગયેલી સ્ત્રીને ખુલ્લી પાડવાની ધમકીઓ આપીને કાયમને માટે વશ કરી દે છે. આવું માત્ર અભણ સ્ત્રીઓની બાબતમાં જ બને છે એવું નથી. પોતાની જાતને ભણેલી, હોશિયાર અને ચતુર ગણતી સ્ત્રીઓ પણ આવા લેભાગુ સાધુઓની કળા કે લીલાને તરત પારખી શકતી નથી. તેઓ મોહાંધ બની જાય છે. જાણે વશીકરણ મંત્રની અસર તેના પર થઈ હોય તેમ વર્તે છે. કેટલીક સ્ત્રીઓ એકવાર ફસાય છે અને તેમાંથી નીકળી જાય છે, પરંતુ પોતાની અપકીર્તિ થશે એમ સમજીને એ વાતને જાહેરમાં મૂકતી નથી. જેમ કેટલાક સાધુસંન્યાસીઓ પાસે સ્ત્રીઓને વશ કરવાની કળા હોય છે તેમ કેટલીક સ્ત્રીઓ સારા, સાચા સાધુઓને પણ પોતાનાં મોહક રૂપ અને વાણીવિલાસથી વશ કરવામાં કુશળ હોય છે. મોટા મહાત્માને પણ પાડ્યાનો કે પોતાના કર્યાનો સૂક્ષ્મ ગર્વ અને આનંદ એવી સ્ત્રીઓને હોય છે. જાણે પોતે કોઈ મોટી સિદ્ધિ મેળવી હોય તેવી રીતે તેઓ રાચે છે અને અભિમાનપૂર્વક વર્તે છે. બીજી કોઈ સ્ત્રી ન કરી શકી તેવું પોતે કરી શકી છે એનો પ્રગટ કે અપ્રગટ ગર્વ તેના મનમાં ને વર્તનમાં રહ્યા કરે છે. કેટલાય ગૃહસ્થ પુરુષોને જાતજાતની ઉપાધિ હોય છે. ધંધામાં અચાનક ખોટ આવવી, ભાગીદારો સાથે અણબનાવ થવો, ભાઈ-ભાંડુઓની સાથેના સંબંધો બગડવા, દીકરો કહ્યું માનતો ન હોય, સ્વજનનું અચાનક અવસાન થયું હોય, પત્નીનો કોઈની સાથે ગુપ્ત પ્રેમ વ્યવહાર ચાલતો હોય, મા અને પત્ની (સાસુ-વહુ) વચ્ચે મોટા ઝઘડા ચાલતા હોય ત્યારે કોનો પક્ષ લેવો તેની બહુ મૂંઝવણ હોય - આવી આવી અનેક પ્રકારની સાંસારિક ઉપાધિઓમાંથી બચવા, કોઈ ચમત્કાર થાય અને પોતે સુખી થઈ જાય એવા આશયથી કોઈ સાધુબાવાઓની મહેરબાની માટે ભટકવા લાગે છે. બીજા કોઈકના જીવનમાં એવી ઘટના બનેલી સાંભળી હોય તો પોતે પણ તેનાથી દોરવાઈ જાય છે. આવી ઉપાધિવાળા માણસોનો લાભ લેવાનું કેટલાક સાધુ-સંન્યાસીઓ ચૂકતા નથી. પોતાની જાળમાં તેને ફસાવે છે અને કહ્યું ન માને તો પોતાની કહેવાતી મંત્રશક્તિ વડે કે પોતાના ઇષ્ટ દેવદેવીઓની સહાય વડે તેને પરચો બતાવવાની ધમકી આપે છે. એવે વગોવાતી સાધુસંસ્થા : ૧૨૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગે વિવશ બનેલો, મૂંઝાયેલો માણસ પોતાની પત્નીને એવા બાવાના હાથમાં સોંપતાં અચકાતો નથી અથવા પત્ની સાથે બાવાના ગેરવર્તન સામે હેતુ પૂર્વક આંખમીંચામણાં કરે છે. ક્યારેક બહુ મોટો આર્થિક લાભ થતો હોય અથવા પોતાની ભારે મૂંઝવણ ટળી જતી હોય તો પત્નીને સોંપીને રાજી પણ થાય છે. એક પક્ષે સાધુ-સંન્યાસીઓ અને અન્ય પક્ષે મહિલા વર્ગ એમ ઉભય પક્ષે કશો જ અનિષ્ટ આશય ન હોય, કેવળ ધર્મતત્ત્વની વિચારણા જ હોય તો પણ પરસ્પર સતત સહચારને કારણે કોના સૂક્ષ્મ મનમાં ક્યારે વાસના જાગી જશે તે કહી શકાય નહિ. સાધુ-સંન્યાસીઓ માત્ર ગૃહસ્થ સ્ત્રીઓથી જ બગડે છે એવું નથી. સાધુ-સંન્યાસીઓ સાધ્વીઓના કે સંન્યાસિનીઓના સતત સહચારથી પણ પતન તરફ ઘસડાઈ જાય છે. સાધુને કારણે સાધ્વીઓ બગડી હોય કે સાધ્વીના કારણે સાધુ બગડ્યા હોય એવી ઘટનાઓ પણ બને છે. તેના મૂળમાં સતત સહચાર કે સહવાસ રહેલા હોય છે. સાધુ-સાધ્વીઓના વિહાર, સ્થિરવાસ, આવાગમન, ઊઠબેસ, સહવાસ જ લાંબા સમય સુધી સાથે ને સાથે રહે તો સાધુ-સાધ્વીઓનાં મન પણ વિચલિત થયા વગર રહે નહિ. મહિલા વર્ગ સાથે વારંવાર એકાંતમાં મળવા હળવાનું થાય, નર્મમર્મયુક્ત ગોઠડી થાય, નાનાં નાનાં અડપલાં થાય અને સ્થળ મજાકમશ્કરી, ટોળટપ્પાં કે ખડખડાટ હસવાનું થાય તો તેવી ચેષ્ટાઓ એકબીજામાં ક્યારે વાસનાને જાગૃત કરી જાય તે કહેવું સરળ નથી. ભગવાન મહાવીરે તો ત્યાં સુધી કહ્યું છે કે સો વર્ષની ઘરડી ડોશી હોય, નાક છેદાઈ ગયેલું હોય એવી કદરૂપી સ્ત્રી હોય તો પણ તેની સાથે યુવાન સંન્યાસીએ એકાન્તવાસ ન સેવવો જોઈએ. હિન્દુ ધર્મ, જૈનધર્મ અને બૌદ્ધધર્મમાં સાધુ-સંન્યાસીઓ માટે ઘણા કડક નિયમો એટલા માટે આપવામાં આવ્યા છે. જૈનધર્મમાં શીલની નવ વાડ બતાવવામાં આવી છે. પ્રથમ દૃષ્ટિએ કોઈકને એમ લાગે કે આટલી બધી કૃત્રિમતાની શી જરૂર છે ? પરંતુ માનવીના મનનો સૂક્ષ્મ અભ્યાસ જેમણે કર્યો હોય તેવી વ્યક્તિ તેનું સમર્થન કર્યા વગર રહે નહિ. સ્ત્રીના મુખનું દર્શન ન કરવું, સ્ત્રીનો ફોટો કે ચિત્ર ન જોવાં, સ્ત્રીના હાથના લખેલા અક્ષરો ન વાંચવા એટલી ચુસ્ત રીતે સંયમ પાળવા-પળાવવા માટેનો આગ્રહ કેટલાક સંપ્રદાયમાં હોય છે. એમાં વધુ પડતું દબાણ છે અને દબાણ છે ત્યાં પ્રતિક્રિયા છે. એવી દલીલ કરાય છે, એ દલીલમાં કેટલુંક તથ્ય પણ છે, પરંતુ જ્યાં સ્વેચ્છાએ ૧૨૮ જ સાંપ્રત સમાજ-દર્શન Page #169 -------------------------------------------------------------------------- ________________ સાચી અને ઊંડી સમજણપૂર્વક સંયમ સ્વીકારાયો છે ત્યાં આવી વાત પોતાને માટે કૃત્રિમ કે દબાણવાળી છે એવું લાગવાનો સંભવ નથી. વસ્તુત: સંયમની સાધના જો ઊંચા પ્રકારની હોય તો સ્ત્રીઓ વિશેની આવી આવી બાબતો પ્રત્યે સ્વાભાવિક રીતે જ અરુચિ થવા સંભવે છે. બ્રહ્મચર્યવ્રતની એવી સાધના તેમને માટે કૃત્રિમ કે કષ્ટ સાધ્ય નથી હોતી, પરંતુ નૈસર્ગિક અને સ્વયંસ્કૂર્તિ હોય છે. આ વાત સ્વાનુભવે જેટલી સમજાય છે તેટલી તર્ક અને બુદ્ધિથી સમજાય એવી નથી. અખંડ બ્રહ્મચર્યની સાધના કરનારા કોઈ મહાત્મા અચાનક ક્યાંક કોઈ અજાણી ખાલી જગ્યાએ બેસવા જાય અને તે જગ્યાએ જો થોડી વાર પહેલાં કોઈ સ્ત્રી બેઠી હોય તો વગર જોયે પણ એ મહાત્માને વહેમ પડી જાય છે અને ત્યાં બેસવાની એમને રૂચિ રહેતી નથી. ખોટા દંભી સાધુઓને સમાજે વારંવાર વખતોવખત ઉઘાડા પાડ્યા છે અને પાડવા જોઈએ. એમ જ્યાં નથી થતું ત્યાં એક બાજુ વધુ સાધુસંન્યાસીઓ અને બીજી બાજુ વધુ ગૃહસ્થ સ્ત્રી-પુરુષો બગડતાં જાય છે. સાધુ-સંન્યાસીનું સ્થાન સમાજમાં ઊંચું છે એટલે એમને ઉઘાડા પાડવામાં કેટલુંક સાહસ પણ રહેલું છે. તેમના અનુયાયીઓ તરફથી ભય કે જોખમ આવી પડવાનો સંભવ રહે છે. કેટલાક સાધુઓ બધી વાતે પૂરા અને પહોંચેલા હોય છે. ખૂન સુદ્ધાં તેઓ કરાવી શકે છે. લોકમત જાગૃત રહે, દંભી, દુરાચારી સાધુઓને સાધુપણામાંથી મુક્ત કરાવવાની વ્યવસ્થા રહે, નબળા સાધુઓને સંયમમાં દૃઢ કરવા માટે કુશળ આયોજન હોય, શિથિલાચારી સાધુઓને સાધુવેશનો ત્યાગ કરાવી ગૃહસ્થ જીવનમાં આજીવિકા સહિત પ્રસ્થાપિત કરવાની યોજના રહે, સાધુઓ સાથેનો ગૃહસ્થ સ્ત્રીઓનો કે સાધ્વી-સંન્યાસિનીઓનો સંસર્ગ ઓછો રહે, તેઓને સાચું માર્ગદર્શન અપાય અને તેઓના પરસ્પર વ્યવહાર ઉપર ચાંપતી નજર રખાય તો તેથી સરવાળે સાધુસમાજને અને ગૃહસ્થોને બંનેને લાભ છે. સાધુસમાજ જેટલો તેજસ્વી રહે તેટલી તેજસ્વિતા સમાજની વધે છે. (સાંપ્રત સહચિંતન-૩) વગોવાતી સાધુસંસ્થા = ૧૨૯ Page #170 -------------------------------------------------------------------------- ________________ લગ્નોત્સવ લગ્ન એક ઉત્સવ છે અને ઉત્સવનો આનંદ અવશ્ય માણવો જોઈએ. પોતાના આનંદમાં બીજા ઘણા બધાને સહભાગી પણ બનાવવા જોઈએ. ગૃહસ્થ જીવન જીવનાર વ્યક્તિ સતત નીરસ, લૂખું જીવન લાંબો સમય જીવી ન શકે; જીવવું પણ ન જોઈએ. ઉત્સવનો આનંદ જીવનમાં બળ પૂરનારું મોટું પ્રેરક, ચાલક તત્ત્વ છે. ઉત્સવપ્રિયા: અતુ મનુષ્ય: I એમ જ કહેવાયું છે કે સાચું જ છે. સામાજિક, ધાર્મિક ઇત્યાદિ ઉત્સવો નિશ્ચિત સમયે આવે છે. લગ્નનો ઉત્સવ સ્થળ, કાળની પોતાની અનુકૂળતા અનુસાર ઊજવી શકાય છે. હજારો વર્ષથી સમગ્ર દુનિયામાં માનવજાત લગ્નનો ઉત્સવ માણતી આવી છે. યુવક-યુવતી મહાજનની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડે એ સમાજવ્યવસ્થા અને જીવન વ્યવસ્થાની દૃષ્ટિએ જરૂરી છે. આમ છતાં બીજી પ્રથાની જેમ લગ્નની પ્રથામાં અને એની ઉજવણીમાં સમય જતાં અતિશયતા કે વિકૃતિ આવ્યા વગર રહે નહિ. કશો ખોટો આશય ન હોય તો પણ કેટલાક રીતરિવાજ સહજ ક્રમે જૂના અને કાલગ્રસ્ત થયા વગર રહે નહિ. એટલે લગ્નના કેટલાક રિવાજોમાં ફેરફાર કરવાની આવશ્યકતાઓ હવે ઊભી થઈ છે. ચાંલ્લો, પહેરામણી, દહેજ, વાંકડો, ધર્માદાની રકમની આગ્રહપૂર્વક જાહેરાત વગેરે પ્રકારના રિવાજો જ્યારે ચાલુ થયા હશે ત્યારે તે શુભોપયોગી અને જરૂરી હશે, પરંતુ જ્યાં જ્ઞાતિનાં બંધનો હવે રહ્યાં નથી. ત્યાં આવા કેટલાક રીતરિવાજો નિરર્થક બનવા લાગ્યા છે એટલું ૧૩૦ જ સાંપ્રત સમાજ-દર્શન Page #171 -------------------------------------------------------------------------- ________________ જ નહિ, પણ પરસ્પર અસંતોષ, મહેણાંટોણાં, વૈમનસ્ય વગેરેનાં નિમિત્ત બની રહ્યાં છે. ક્યારેક બહુ ધામધૂમથી ઊજવાયેલા લગ્ન આવા રીતરિવાજોના સંઘર્ષમાંથી લગ્નવિચ્છેદમાં પરિણમે છે. કાલગ્રસ્ત બનેલા એવા રિવાજોને વહેલી તકે સમાજે તિલાંજલિ આપવી ઘટે. એની શરૂઆત પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી થાય તો સમાજ ઉપર એનો વધુ પ્રભાવ પડે. કેટલીકવાર એક પક્ષને ફેરફાર કરવો હોય છે, પણ પક્ષની અસંમતિ થતાં લાચાર થઈ જવાય છે. વર, કન્યા, વરનાં માતા- પિતા અને કન્યાનાં માતા-પિતા એમ ચારેની સમજણપૂર્વકની સહકારભરી સંમતિ સધાય તો સુધારાનું કાર્ય સરળ થાય છે. સગાઈ પૂર્વે જ આવી કેટલીક સ્પષ્ટતા થાય તો એથી પણ વધુ સરળતા રહે છે. મોટાં શહેરોમાં કોઈ કોઈ વખત એવું જોવા મળે છે કે લગ્નપ્રસંગે લગ્નવિધિનું કોઈ ગૌરવ સચવાતું નથી. પધારેલા મહેમાનો ટોળે મળીને વાતો કરવામાં મગ્ન હોય છે, કારણ કે દૂર દૂર રહેતા હોવાને લીધે લગ્નમંડપ એમને માટે મિલનસ્થાન બની જાય છે. લગ્નની વિધિમાં ગોર મહારાજ વધુ કે ઓછા શ્લોકો બોલીને વિધિ ઝડપથી પતાવી આપે છે. દક્ષિણા લેવાની ઉતાવળમાં તેઓ હોય છે, કારણ કે કેટલીક વાર એક દિવસમાં બીજાં કેટલાંક લગ્નો પણ એમને કરાવવાનાં, બીજી બાજું કેટલીક વાર વિધિકારને પોતાને સરસ વિધિ કરાવવી હોય છે, પરંતુ વરકન્યા કે તેમનાં માતાપિતાને તેમાં બહુ રસ હોતો નથી. બોલાતી વિધિમાં શું ચાલી રહ્યું છે તેની પણ તેમને સમજણ કે ખબર નથી હોતી. વરકન્યા વતી સપ્તપદી પણ ગોર મહારાજ જ બોલી જતા હોય છે. કોઈ કોઈ સ્થળે તો વિધિ દરમિયાન વર અને એના મિત્રો તથા કન્યા અને એની સાહેલીઓ સામેસામે એકબીજાની સાથે ટીખળકટાક્ષ વગેરે કરવામાં એટલાં બધાં મગ્ન હોય છે કે વિધિમાં શું ચાલી રહ્યું છે તેની પણ તેમને ખબર કે પરવા હોતી નથી. આવી ગૌરવહીન પરિસ્થિતિને લીધે જ કેટલાક દૃષ્ટિસંપન્ન, સુશિક્ષિત, સંસ્કારી યુવક- યુવતીઓ હવે સજાગ બનવા લાગ્યાં છે. જૈનોમાં શાસ્ત્રીય, ગૌરવભરી જૈન લગ્નવિધિથી લગ્ન કરાવવાની ભાવના હવે વધવા લાગી છે. કેટલાક સમય પહેલાં એક કચ્છી ઉદ્યોગપતિ મિત્રે પોતાની પુત્રીનાં લગ્ન જૈન લગ્નવિધિથી કરાવ્યાં હતાં. એ મંગળમય પવિત્ર વાતાવરણમાં સૌએ એકાગ્ર ચિત્તે એ વિધિ નિહાળી હતી. બીજા એક મિત્રની પુત્રીનાં લગ્નપ્રસંગે સાદાઈ સહિત સુશોભિત અને લગ્નોત્સવ : ૧૩૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ મંગલ વાતાવરણમાં સંગીત સાથે લગ્નવિધિ એવી રીતે ગોઠવવામાં આવી હતી કે સૌ કોઈ ધ્યાનથી એ લગ્નવિધિ જોતા-સાંભળતા હતા. એક પવિત્ર વાતાવરણ અનુભવાતું હતું. વરપક્ષ પણ સુખી અને સંપન્ન હતો. છતાં બંને પક્ષે સાથે મળીને, ખાસ તો વર અને કન્યાએ દૃઢ નિર્ણય કરીને આ રીતે લગ્નવિધિ યોજવાનું નિર્ધાર્યું હતું. ચાંલ્લો, ભેટ, પગે લાગ્યાનાં કવર, પહેરામણી વગેરે ન લેવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો. એક નવો ચીલો પાડવા માટે વરકન્યા અને તેમનાં માતા-પિતા અભિનંદનના અધિકારી બન્યાં હતાં. જૂનાં ચીલાચાલુ લગ્નની વાત કરીએ તો થોડા સમય પહેલાં બીજા એક શ્રીમંતને ત્યાં લગ્નપ્રસંગે અમે ગયાં હતાં જ્યાં લગ્નમંડપ માટે ઘણી વિશાળ જગ્યા રાખવામાં આવી હતી. ઠેર ઠેર સુશોભનો હતાં. રંગબેરંગી લાઈટો કરવામાં આવી હતી. સત્કાર-સમારંભ માટેના મંચની જગ્યા તે કોઈ રજવાડી મહેલ જેવું દૃશ્ય બનાવ્યું હતું. કલાકો સુધી સતત વિડિયો ફિલ્મ ઊતરતી હતી. છ સાત ફોટોગ્રાફરો ફોટાઓ લીધે જ રાખતા હતા. ભાતભાતની વાનગીઓ જમવામાં હતી. જાણે કોઈ મોટો મેળો ભરાયો હોય એવું દૃશ્ય લાગતું હતું. જમવામાં સંસ્કારી ધક્કાધકીનો પાર નહોતો. બધું મળીને બે-ત્રણ કરોડ રૂપિયા ખર્ચાયા હશે એવી વાત સાંભળવા મળતી હતી. લોકોને યાદ રહી જાય એવી રીતે લગ્ન કરવાની એમની મહત્ત્વાકાંક્ષા પાર પડી હતી. પરંતુ એકાદ વર્ષમાં જ એ બે ધનાઢ્ય વેવાઈઓ વચ્ચે એવું અંતર પડી ગયું કે વરકન્યાને તેઓએ છૂટાછેડા લેવડાવ્યા. - આજકાલ મોટાં શહેરોનાં શ્રીમંતોમાં લગ્નપ્રસંગે ધનનું વરવું પ્રદર્શન કરવાની એવી ચડસાચડસી વધતી ચાલી છે કે કોઈએ કર્યું ન હોય એવું પોતાને ત્યાં થવું જોઈએ. લગ્નની વાડીમાં આલીશાન રાજમહેલ, કિલ્લો, મંદિર જેવી વિશાળ રચના ફિલ્મી દુનિયાના કોન્ટ્રાક્ટરો પાસે કરાવવામાં આવે છે. એક મિત્રના મજાકમાં કહેવા પ્રમાણે રાણી એલિઝાબેથ જો સંમતિ આપે તો એક ધનપતિની મહેચ્છા પોતાની પુત્રીના લગ્નપ્રસંગે બકિંગહામ પેલેસ જેવી રચના કરવાની અને ચાર્ટર વિમાન દ્વારા લંડનથી પેલેસના ગાડર્સને બોલાવવાની છે. લગ્નપ્રસંગે ખાદ્ય વાનગીઓનું વૈવિધ્ય ઉત્તરોત્તર વધતું જાય છે. વાર્તામાં આવતી બત્રીસ પકવાનની વાતો હવે વાસ્તવિક બનવા તરફ છે. શ્રીમંતોના અહંકારને પોષવા કેટરર્સ નવી વાનગીઓ બનાવવા લાગ્યા છે. થોડા વખતમાં મરચાંની બરફી, રીંગણાની બાસુંદી, કારેલાંનો આઈસક્રીમ, ૧૩૨ સાંપ્રત સમાજ-દર્શન Page #173 -------------------------------------------------------------------------- ________________ ચોકલેટનાં ભજિયાં, સંતરાની છાલની કઢી, જેવી નવી નવી વાનગીઓ શોધી કેટરર્સ ધનપતિઓને આકર્ષે તો નવાઈ નહિ ! મોટાં શહેરોમાં શ્રીમંત વર્ગ વચ્ચે મોંઘી લગ્નપત્રિકા કાઢવાની સ્પર્ધા દિવસે-દિવસે વધતી ચાલી છે. પત્રિકા બનાવવાના વ્યવસાયમાં પડેલા માણસો નવી નવી કલ્પના દોડાવીને નવા નવા પ્રકારની મોંઘીદાટ લગ્નપત્રિકાઓ તૈયાર કરીને ધનાઢયોને આકર્ષે છે. કોઈ કોઈ લગ્ન માટે તો એક એક લગ્નપત્રિકા સો-દોઢસો રૂપિયાની કિંમતની થતી હોય છે. હજારો રૂપિયાનો ધુમાડો માત્ર મોંઘી લગ્નપત્રિકા પાછળ થાય છે. લગ્ન પૂરાં થાય એટલે ઘણીખરી લગ્નપત્રિકાઓ, ભલે ગમે તેટલી મોંઘી હોય તો પણ સરવાળે કચરામાં, ગટરમાં જ જાય છે, કારણ કે તેની બીજી કોઈ ઉપયોગિતા હોતી નથી. કેટલાક શ્રીમંત માણસ પાસે એટલી અઢળક સંપત્તિ હોય છે કે એક દિવસનો લગ્નોત્સવ એમને માટે ઓછો પડે છે. સામાજિક પ્રતિષ્ઠા પણ તેમને સતાવે છે. જૂના વખતમાં જાનને સાત દિવસ જમાડવામાં આવતી. એ ઘટતાં ઘટતાં એક દિવસ અને એક ટંક ઉપર વાત આવી ગઈ. પરંતુ એ પ્રથા હવે નવા સ્વરૂપે આવી છે. શ્રીમંત માણસો પોતાને આંગણે આવેલ લગ્નપ્રસંગને એક દિવસના નહિ પરંતુ પાંચ-છ કે તેથી વધુ દિવસના ઉત્સવ તરીકે ઊજવે છે. કેટલાક માટે આ અઠ્ઠાઈ (આઠ દિવસનો) મહોત્સવ બની જાય છે. સંગીતની, નૃત્યની, રાસ-ગરબાની, ડાયરાની શાયરીની એવી જાતજાતની મહેફિલો લગ્ન પહેલાં ગોઠવાય છે અને તેમાં ચઢતા-ઊતરતા ક્રમે ઓછી કે વધુ નિમંત્રણ-પત્રિકાઓ મોકલાય છે. ફક્ત સગાંસંબંધી સહિત મિત્રવર્તુળ, જ્ઞાતિજનો, વેપારીવર્ગ અને અપરિચિત આમવર્ગ સુધી નોંતરા પહોંચાડાય છે. કોઈકને એક, કોઈકને બે, કોઈકને ત્રણ-ચાર એમ જુદા જુદા કાર્યક્રમોના નોતરાનાં કાર્ડ મળે છે. ધાર્યા કરતાં પોતાને ઓછાં કાર્ડ મળ્યાં છે અને બીજાને વધુ કાર્યક્રમોનાં કાર્ડ મળ્યાં છે એની ખબર પડતાં તેવા લોકોનો કચવાટ લગ્ન અગાઉ જ ચાલુ થઈ જાય છે. જ્યારે એક લગ્ન નિમિત્તે જાતજાતના ઉત્સવો યોજાય છે ત્યારે તેમાં હાજરી આપનારા બધા જ દરેક વખતે ઉત્સાહપૂર્વક પહોંચી જતા હોય એવું બનતું નથી. ફરજરૂપે પરાણે હાજરી આપવી પડતી હોય એવું પણ કેટલાંકની બાબતમાં બને છે. ઘણાબધા દિવસના ઉત્સવો રાખીને કેટલાક શ્રીમંત માણસો તો પોતાના સગાંસંબંધી અને મિત્રવર્તુળ ઉપર ત્રાસ ગુજારતા હોય છે. તેમના પોતાને કાને એવી વાત આવતી નથી હોતી. મોંઢે તો માત્ર પ્રશંસા અને લગ્નોત્સવ અંક ૧૩૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ અહોભાવના ઉદ્ગારો જ નીકળતા હોય છે, પરંતુ પોતપોતાના અંગત વર્તુળોમાં તેની ઘણી ટીકા થતી હોય છે. જે કેટલાક ધનપતિઓ લગ્નપ્રસંગે એકસાથે ઘણા બધા ઉત્સવો ઊજવે છે તેઓ કેટલીક વાર એક પ્રકારની માનસિક તાણમાંથી પસાર થાય છે. પોતાના ઘરે લગ્નોત્સવ છે એટલે અપાર આનંદ તો હોય જ, પરંતુ નાની નાની વ્યવસ્થાઓની ચિંતાનો ભાર ઘણો મોટો હોય છે. તે તરત જણાતો નથી. થોડીક ગેરવ્યવસ્થા ઊભી થતાં માનસિક તાણ ચાલુ થાય છે. સગાંસંબંધીઓના ઉતારા અને ભોજનની વ્યવસ્થા, કેટલાકનાં રિસામણાં, ડેકેટર - ડેકોરેટરની લુચ્ચાઈ, કે અપ્રામાણિકતા, ઇન્કમટેક્ષના માણસોની તપાસ, ખૂટી જતી ખાદ્ય વાનગીઓ કે એવી બીજી સમસ્યાઓને લીધે કોઈક વાર તો એવા પણ કિસ્સા બન્યા છે કે લગ્નોત્સવની તાણને લીધે વર કે કન્યાના પિતાને હૃદયરોગનો હુમલો થયો હોય અથવા મૃત્યુ પણ થયું હોય. આવા ઉત્સવો યોજવાનું વિચારતી વખતે ઉમંગ ઘણો હોય છે, પરંતુ જેમ જેમ દિવસ નજીક આવતા જાય છે તેમ તેમ ચિંતા, વ્યગ્રતા, ઉજાગરા વધતાં જાય છે અને તેની માઠી અસર શરીર ઉપર થાય છે. વર-કન્યાનાં મા-બાપ સામાન્ય રીતે એવી પ્રૌઢ ઉમરે પહોંચેલાં હોય છે કે જ્યારે તેમનું શરીર અને મન આ માનસિક બોજો સહેલાઈથી ઉઠાવી શક્યું નથી. એનાં માઠાં પરિણામ પછીના વખતમાં ચાલુ થવા લાગે છે. એટલે કેટલીક વાર કેટલીક વ્યક્તિઓની બાબતમાં લગ્નોત્સવ આશીર્વાદરૂપ નહિ, પરંતુ શાપરૂપ નીવડે છે. આજ કાલ કેટલીક વ્યક્તિઓના દેશ-વિદેશના અનેક લોકો સાથે વેપાર-ઉદ્યોગના સંબંધો વધ્યા છે. વિદેશની અવરજવર પણ વધી છે. ભારતીય લોકો આખી દુનિયામાં પથરાયેલા છે એટલે સગાંસંબંધીને હિસાબે પણ વ્યાવહારિક પ્રસંગે વિદેશમાં જવાનું સામાન્ય બની ગયું છે. કેટલાક ધનાઢય લોકો માત્ર લગ્નપ્રસંગે હાજરી આપવા કે કોઈકની ખબર કાઢવા કે અન્ય પ્રકારના સારા-માઠા પ્રસંગે એકાદ દિવસ માટે પણ વિદેશમાં આંટો મારી આવતા હોય છે. તેમને તે પરવડે છે. આવા કેટલાય લોકોને પોતાને ત્યાં જ્યારે લગ્નપ્રસંગ આવે છે ત્યારે વિદેશથી ભારતીય ઉપરાંત વિદેશી મહેમાનો પણ નોતરવામાં આવ્યા હોય છે. આવા માંસાહારી વિદેશી મહેમાનોને લગ્નપ્રસંગે જે હોટલમાં ઉતારવામાં આવ્યા હોય છે તે હોટલમાં તેઓ માંસાહાર કરતા હોય છે. વિદેશના મહેમાનોને નિમંત્રણ આપતી વખતે ધર્મપ્રેમી ગૃહસ્થોએ આ બાબતનો ગંભીરપણે વિચાર કરવો ઘટે. ૧૩૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #175 -------------------------------------------------------------------------- ________________ આમાં કશું અનુચિત નથી એવું માનવાવાળો પણ એક વર્ગ છે. લગ્નપ્રસંગે જમણવારમાં મોટી પંચતારક હોટલોમાં કેટલાક ધનાઢ્યો વિદેશીઓ માટે માંસાહારનો કાઉન્ટર થોડે દૂર રાખે છે. આ પણ એક વિચારણીય ગંભીર બાબત છે. આવું જવલ્લે જ બને છે, પરંતુ સર્વથા નથી બન્યું કે નથી બનતું એમ નહિ કહી શકાય. વિદેશીઓ માટે કેટલાક મર્યાદિત સંખ્યામાં શરાબની મહેફિલો પણ યોજે છે. માંસાહાર કરતાં શરાબની મહેફિલોનું પ્રમાણ ઘણું વધારે છે. વિદેશી મહેમાનો ન હોય તો પણ પોતાનાં મિત્રો અને સગાંસંબંધીઓ માટે સીમિત સ્વરૂપની શરાબની મહેફિલો કેટલાક ધનાઢ્યો લગ્નનિમિત્તે યોજે છે. (અન્ય પ્રસંગે યોજાતી મહેફિલોની વાત તો વળી જુદી જ છે.) આવી મહેફિલોમાં ઘણુ ખરું શરાબ પીનારને જ નિમંત્રણ અપાય છે. મહિલા વર્ગ પણ એમાં સામેલ હોય છે. આજકાલ શરાબ પીવો એ પહેલાં જેટલું ધૃણાસ્પદ ગણાતું નથી. શરાબ પીવાની છૂટવાળી વ્યક્તિઓની સંખ્યા સમાજમાં પણ દિવસેદિવસે વૃદ્ધિ પામતી જાય છે. આ સંજોગોમાં વ્યક્તિગત શરાબ પીવો એ એક બાબત છે અને લગ્નપ્રસંગે શરાબની મહેફિલ યોજવી તે બીજી બાબત છે. એમાં કોઈને કદાચ મોટો અનર્થ ન દેખાતો હોય તો પણ પરંપરાથી સાચવેલા સંસ્કારનું જે ઉલ્લંઘન થતું જાય છે. તે સમય જતાં અનાચાર તરફ ન દોરી જાય એ પ્રત્યે લક્ષ્ય રાખવું જરૂરી છે. માત્ર મોટાઈના, આધુનિકતાના કે પ્રગતિશીલતાના દેખાવો કરવા માટે આવી મહેફિલો યોજાતી હોય તો તેમાં બહુ ઔચિત્ય રહેલું નથી. કેટલાક મોટા ધનપતિઓને લગ્નપ્રસંગે ગમે તેટલું ખર્ચ થાય તેનો પ્રશ્ન હોતો નથી. લાખો રૂપિયા તેમને ખર્ચી જ નાખવાના હોય છે. સમાજને પોતાની મોટાઈ બતાવી શકે એ માટે પોતાને ઘરે આવેલા લગ્નપ્રસંગે વધુમાં વધુ માણસો હાજ૨ ૨હે એ એમનો શોખનો વિષય બની જાય છે. વ્યવસાયમાં પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતાં પોતાના પ્રસંગે વધુ માણસો પધાર્યા હતા એ બતાવવા માટે શક્ય તેટલી વધુ નિમંત્રણ-પત્રિકાઓ તેઓ પહોંચાડે છે. મોટાં શહેરોમાં સારો રસ્તો તો એ હોય છે કે પોતે જેટલી જેટલી સંસ્થાઓ સાથે સંકળાયેલા હોય તે બધી સંસ્થાઓના સભ્યોને સાગમટે નોતરવામાં આવે. આ કામ તો એમના કર્મચારીઓએ જ કરવાનું હોય છે. જુદી જુદી સંસ્થાઓની છાપેલી તૈયાર યાદીઓ મંગાવીને તે પ્રમાણે નિમંત્રણ-પત્રિકાઓ કર્મચારીઓ દ્વારા રવાના થાય છે, પછી એમાંની કેટલીય વ્યક્તિઓને પોતે ઓળખતા હોય કે ન ઓળખતા હોય. આવા લગ્નોત્સવ * ૧૩૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગે જે ભાઈ-બહેનો પાંચ-છ સંસ્થામાં સભ્ય હોય કે કમિટિમાં હોય તેમને આવા મહાનુભાવ તરફથી ટપાલમાં પાંચ-છ કે વધુ નિયંત્રણ-પત્રિકા મળે છે, છતાં વ્યક્તિગત ઓળખાણ કે સંબંધ જેવું કશું જ હોતું નથી. એથી એમને કૌતુક જેવું થાય છે. મફતનું મહાલવા મળતું હોય તો જતું શા માટે કરવું ? એવી પ્રકૃતિના ઘણા લોકો લગ્નના માંડવે મિત્રમંડળ સહિત ધસી જતા હોય છે અને મિજબાની ઉડાવી, વર-કન્યા કે એનાં માતા-પિતાને મળ્યા વગર (કારણ કે કોઈ ઓળખાતું હોતું નથી) પેટ પર હાથ ફેરવતા ફેરવતા પાછા ફરે છે. માણસ ધનવાન હોય અને આવા લગ્નપ્રસંગે એ હોંશથી ધન વાપરે અને પોતાના ઘરે આવેલા પ્રસંગને યાદગાર બનાવે તેમાં ખોટું શું છે ? આવો પ્રશ્ન કેટલાક કરતા હોય છે. કેટલાય લોકો આવા પ્રસંગે હાજર રહીને, મહાલીને ધન્યતા અનુભવે છે અને શ્રીમંતોની પ્રશંસામાં સરી પડે છે. બહુ મોટા શ્રીમંત માણસ ભલે પોતાને ન ઓળખતા હોય તો પણ પોતાને મોટા ઘરનું નિમંત્રણ મળ્યું છે એથી કેટલાક લોકો ધન્યતા અનુભવે છે. અને બધે કહેતા ફરતા હોય છે. પરંતુ આ આનંદ અને અભિમાનનું મૂલ્ય થોડા વખતમાં જ વિસરાઈ જાય છે. વળી આવું ધનપ્રદર્શન સમગ્ર દેશની સામાજિક અને આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં સર્વથા અનુચિત છે. જે સમાજે અને જે રાજ્ય-વ્યવસ્થાએ પોતાને આટલું બધું ધન કમાવા માટે અનુકૂળતા કરી આપી છે એ સમાજ પ્રત્યે ધનિકોનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું છે, સમાજમાં અસંખ્ય લોકો ગરીબીની રેખા નીચે જીવતા હોય એવે વખતે લગ્નપ્રસંગે ભોગ- વિલાસના આવા ભારે જલસા યોજવા એ નર્યો સમાજ દ્રોહ છે. એક રીતે કહીએ તો, ભલે કાનૂની નહિ તો પણ એ સામાજિક પ્રકારનો ગુનો (Social Crime) છે. આવી ઘટનાઓની તાત્કાલિક પ્રતિક્રિયા અને પરિણામો જણાતાં નથી હોતાં, પરંતુ લાંબે ગાળે સમાજ ઉપર વિશેષત: સમાજના ગરીબ વર્ગ ઉપર એની અવળી અસર પડ્યા વગર રહેતી નથી. શ્રીમંતો ગરીબોના છૂપા ધિક્કારને પાત્ર વધુ અને વધુ બનતા જાય છે. સમગ્ર ભારતમાં ગરીબ લોકોમાં વધતી જતી ગુનાખોરીના મૂળમાં કે એકલદોકલ શ્રીમંતોનાં થતા ખૂનમાં કે અપહરણમાં અજાણપણે આવો સામાજિક વિસંવાદ રહેલો છે. સમાજમાં શ્રીમંતોની વધતી જતી સામાજિક ગુનેગારીને કોણ અટકાવશે ? વડીલો રૂઢિચુસ્ત હોય એટલે એમની પાસેથી એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે. આ દિશામાં યુવાનોએ પહેલ ક૨વાની જરૂ૨ છે. શ્રીમંતોનાં ૧૩૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #177 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક અલ્પશિક્ષિત કે દૃષ્ટિહીન સંતાનો તો એ જ જૂની ઘરેડમાં તણાવાના. સુશિક્ષિત યુવક-યુવતીઓએ દૃઢ પ્રતિજ્ઞાપૂર્વક ધનના આવા વરવા પ્રદર્શનને અટકાવી પોતાની લક્ષ્મીને સામાજિક કલ્યાણના માર્ગે વાળવાનો સમય હવે આવી પહોંચ્યો છે. આવતી પેઢીના સ્વપ્નશીલ યુવાનોમાં આવાં ક્રાન્તિકારી પગલાં માટે આપણને અખૂટ શ્રદ્ધા અને આશા હોવી ઘટે. (સાંપ્રત સહચિંતન-૪) લગ્નોત્સવ * ૧૩૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૮ લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન કેટલાક સમય પહેલાં પશ્ચિમના દેશની એક સુવિખ્યાત અભિનેત્રીએ આઠમી વાર લગ્ન કર્યાંની ઘટનાને દુનિયાનાં કેટલાંયે સમાચારપત્રોએ બહુ ચમકાવી હતી. અભિનેત્રીનાં આઠમી વારનાં લગ્ન તે વિધિસરનાં લગ્ન હતાં. ફિલ્મની દુનિયામાં પડેલાં કેટલાંયે નરનારીઓનાં લગ્નબાહ્ય શરીરસંબંધો હોય છે તે તો જુદા. છેલ્લા કેટલાક દાયકાઓથી લગ્નવિચ્છેદ અને પુનર્લગ્નની પ્રવૃત્તિ આખી દુનિયામાં વધતી ચાલી છે. લગ્નવિચ્છેદ હવે સરળતાથી થઈ શકે છે અને છૂટાછેડા લીધેલી મહિલા સાથે લગ્ન કરવા માટે સંમત થના૨ પુરુષપાત્રો પણ હવે જલદી સુલભ બનવા લાગ્યા છે. સામાન્ય રીતે પહેલી વારના લગ્નમાં જેને ન ફાવ્યું તે બીજા લગ્નમાં જો પોતે સુમેળ નહિ રાખે તો સ્વજનોમાં અને સમાજમાં પોતાનો જ વાંક ગણાશે એવી ભીતિથી પણ કેટલાંક સ્ત્રી-પુરુષો બીજા લગ્નને નભાવી લે છે. પરંતુ બીજા લગ્નની ઘટનાનું પ્રમાણ દુનિયામાં જેમ જેમ વધતું ચાલ્યું છે તેમ તેમ હવે ત્રીજા ચોથા લગ્નની વાતો પણ આશ્ચર્યકારક રહી નથી. પુરુષનાં ત્રીજી, ચોથી કે પાંચમી વારનાં લગ્નની વાત તો ઠેઠ પ્રાચીન સમયથી ચાલી આવી છે. પરંતુ સ્ત્રીનું ઊર્મિતંત્ર એવું છે કે એને વારંવાર લગ્ન કરવાનું ગમતું નથી. વર કે કન્યાની પસંદગી એ કંઈ શાકભાજી ખરીદવા જેટલી સહેલી બાબત નથી. બીજી બાજુ ગમે તેટલી ખાતરી અને ચકાસણી કર્યા પછી ૧૩૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #179 -------------------------------------------------------------------------- ________________ ખરીદેલી વસ્તુ ટકાઉ ન નીકળે એવું પણ બને છે. લગ્ન એ બે જુદાં જુદાં કુટુંબમાં ઊછરેલી વ્યક્તિઓ વચ્ચેનું જોડાણ છે. ઉછે૨, કેળળણી, સ્વભાવ, ટેવો, વિચારો, રસના વિષયો, પોતાનાં માતા-પિતા કે ભાઈભાંડુઓ પ્રત્યે પક્ષપાત વગેરે કેટકેટલી બાબતમાં પરસ્પર ભિન્નતા હોય તો તેને ગૌણ બનાવીને પ્રસન્ન સહજીવન જીવવા જેઓ સજ્જ થાય છે તેઓનું દામ્પત્યજીવન નભે છે, જેઓ તેમ નથી કરી શકતા તેમના દામ્પત્યજીવનમાં સ્થૂલ કે સૂક્ષ્મ સંઘર્ષ ચાલુ થાય છે. કેટલાંકનાં જીવનમાં આ સંઘર્ષ લગ્નવિચ્છેદમાં પરિણમે છે. લગ્નને એક ગંભીર બાબત તરીકે ન લેનારાં કે જોનારાં માણસોની સંખ્યા દુનિયામાં વધતી જાય છે. ‘લગ્ન એ તો બે વ્યક્તિ વચ્ચેનું પરસ્પર ફાવે ત્યાં સુધીનું સહજીવન છે. એને એથી વધુ મહત્ત્વ ન આપવું જોઈએ.’ એમ માનનારો વર્ગ વધતો જાય છે. ન ફાવતા કે ડંખતા જોડા જેટલી સહેલાઈથી બદલી શકાય છે એટલી સહેલાઈથી અન્ય પાત્ર બદલી શકાવું જોઈએ. દુઃખી લગ્નજીવનને ચલાવ્યા કરીને બેયની જિંદગી બરબાદ કરવાનો કશો અર્થ નથી - એવા એવા વિચારો વધુ પ્રચલિત થતા જાય છે. પોતાના વ્યક્તિગત ઐહિક જીવનને, બીજાનો વિચાર કર્યા વગર, સુખી કરવાની સ્વાર્થી, સંકુચિત વ્યવહારુ દૃષ્ટિ વધુ પ્રચલિત બનતી જાય છે. જ્યાં જન્મજન્માં તરની, ઋણાનુબંધની વાત નથી અને જ્યાં પોતાના વર્તમાન ભૌતિક જીવનને સુખી બનાવવા પૂરતી જ દૃષ્ટિ સીમિત છે ત્યાં આવા વિચારો વધુ પ્રસરતા જાય છે. ફાવશે ત્યાં સુધી ઠીક છે, નહિ તો પછી છૂટાછેડા ક્યાં નથી લઈ શકાતા ? એવા વિચારે જે વ્યક્તિ લગ્ન કરે છે તે વ્યક્તિ આરંભથી જ એક જુદી ભૂમિકા ઉપર ગોઠળાઈ જાય છે અને નજીવું કારણ મળતાં જ વિચ્છેદની વૃત્તિ એના ચિત્તમાં જોર કરે છે. એમાં પણ વિદેશોમાં અત્યંત ધનાઢચ સ્ત્રી-પુરુષોને જે વકીલો ઘણી મોંઘી ફી લઈને લગ્નના કરાર કરી આપતા હોય ચે તે જ વકીલો છૂટાછેડાનાં કાગળિયાં પણ પહેલેથી તૈયાર જ રાખતા હોય છે ? ચલચિત્રમાં ક્ષેત્રમાં કાર્ય કરતી વ્યક્તિઓ માટે જાતીય સંયમ રાખવાનું દુષ્કર ગણાય છે. જેનો દેહ તંદુરસ્ત અને સમપ્રમાણ હોય અને ચહેરો અત્યંત આકર્ષક હોય એવાં યુવાન સ્ત્રી-પુરુષોની એ ક્ષેત્રમાં અભિનય માટે પસંદગી થાય છે. આકર્ષક રૂપ ઉપરાંત, સ્પર્શની છૂટછાટ અને વખતવખત થતા પ્રણયના મુક્ત રિહર્સલને કારણે સ્ત્રી-પુરુષ પરસ્પર આકર્ષાય એ લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન * ૧૩૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ તે ક્ષેત્રની સ્વાભાવિક ઘટના છે. પરિણામે એ ક્ષેત્રમાં પડેલી પરિણીત કે અપરિણીત વ્યક્તિઓનો એક કરતાં વધારે વ્યક્તિઓ સાથે દેહસંબંધ કે લગ્નસંબંધ થાય તે સ્વાભાવિક છે. એમાં પડેલી વ્યક્તિઓમાં આવી ઘટના બહુ ટીકાપાત્ર ગણાતી વાત નથી. અભિનય- કલામાં કુશળ બનેલાં નટનટીઓ આ બાબતમાં પણ એકબીજાને રીઝવવા માટે સારો અભિનય કરી શકતાં હોય છે. એટલે લગ્ન અને વિચ્છેદની ઘટના એમાં બહુ ઝડપથી બને છૂટાછેડા લેવાશે તો પોતાનું શું થશે ? તેની ફિકર સંપત્તિ અને કીર્તિના કારણે તેમને બહુ રહેતી નથી. લોકનિંદાની તેમને પરવા હોતી નથી. ક્યારેક કોઈક તો એમ માનતા હોય છે કે આવી કંઈક વિવાદાસ્પદ વાતો પોતાના માટે વહેલી થાય અને લોકોમાં ચકચાર જાગે તો એથી ચલચિત્રના ક્ષેત્રે પોતાને લાભ થાય એમ છે. યુરોપમાં અને વિશેષત: અમેરિકામાં, ચલચિત્રોમાં કામ કરનારાઓની દુનિયા બહુ અનોખી છે. મન ફાવે ત્યારે પરણવું અને મન ફાવે ત્યારે છૂટાછેડા લેવા એવી પ્રવૃત્તિ ત્યાં બહુ વેગથી ચાલતી હોય છે. એમ કહેવાય છે કે હોલિવૂડમાં વસતિના પ્રમાણમાં લગ્નો ઘણાં વધારે નોંધાય છે. પરંતુ હજી સુધી ત્યાં કોઈએ, એકાદ અપવાદ સિવાય, પોતાનાં લગ્નજીવનની રજતજયંતિ ઊજવી નથી. આઠ-દસ વર્ષનું દામ્પત્યજીવન તો થકવી નાખે એટલું લાંબું તેમને લાગતું હોય છે. મહિલાઓ ત્યાં પોતાના પહેલા પતિનાં, બીજા પતિનાં કે ત્રીજા પતિનાં સ્મરણોની વાત સાવ સરળતાથી કરતી હોય છે. કેટલીક વાર તો વર્તમાન પતિની સાથે જીભાજોડી કરતી વખતે પૂર્વ પતિઓના દાખલા ટાંકતી હોય છે. - સ્ત્રી કે પુરુષ ગમે તેટલામી વાર લગ્ન કરે તો પણ નવાં લગ્નમાં ઉત્સાહપૂર્વક એકબીજાને અનુકૂળ થઈ જવાની અને એકબીજાને રાજી રાખવાની વૃત્તિ આરંભમાં તો અવશ્ય રહેતી હોય છે. કેટલોક સમય વીત્યા પછી પરસ્પરનું આકર્ષણ થોડું ઘટવા લાગે છે, સ્થિતિસ્થાપકતા આવે છે, અને સમય જતાં જ્યારે પ્રત્યેકની સ્વભાવગત નબળાઈઓ પ્રગટ થવા લાગે છે, ત્યારે વિસંવાદ અને ઘર્ષણ ચાલુ થાય છે, અને એકબીજાથી છૂટા થવાની વાત થવા લાગે છે. અમેરિકામાં સહુથી વધુ સરળતાથી છૂટાછેડા આપનારું શહેરને રિનો ગણાય છે. “પત્ની નસકોરાં બોલાવે છે', “પતિ જે લોશન મોઢે લગાડે છે તેની વાસ ગમતી નથી”, “પત્ની ટેલિફોન ઉપર લાંબી વાત કર્યા કરે ૧૪૦ - સાંપ્રત સમાજ-દર્શન Page #181 -------------------------------------------------------------------------- ________________ છે', ‘એવાં એવાં નજીવાં બાલિશ કારણોસર પણ ત્યાં તત્ક્ષણ છૂટાછેડા આપી દેવાય છે ! નજીવી બોલાચાલી થતાં ‘લે તારાં બલોયાં અને આજથી તું મારો નાથોકાકો' એવું તુચ્છકાર વચન પોતાના પતિ નાથાલાલને સંભળાવીને તરત ફારગતિ લઈ આક્રોશ દર્શાવનારી એ કહેવતવાળી કોઈક ગુજરાતણને સમદુઃખી સખીઓ રિનોમાં ઘણીબધી મળી રહે. પશ્ચિમના દેશોમાં મા-બાપે ગોઠવેલાં લગ્ન કરતાં યુવક-યુવતીએ પરસ્પર અનુરાગ અનુભવ્યા પછી પોતાની પસંદગીથી કરેલાં સ્નેહલગ્ન સવિશેષ હોય છે. તેમ છતાં ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધુ હોય છે. એનો અર્થ એ થયો કે જેને પ્રેમ માનવામાં આવ્યો હતો તે ક્ષણિક પ્રેમહતો અથવા માત્ર યૌવનસહજ દેહાકર્ષણ હતું. પશ્ચિમના દેશોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ થવા માટે યુવક અને યુવતીની કેટલીક સ્વભાવગત અસાધારણ ખાસિયતો કારણરૂપ હોય છે, જે એકબીજાને બહુ ગમી જાય છે; પણ લગ્નજીવનનો તરવરાટ શમી જતાં યુવાનીમાં ગમી ગયેલી એકબીજાની ખાસિયતો ક્યારેક પાછળથી અસહ્ય થઈ પડે છે અને જે ખાસિયતોએ લગ્નજીવન જોડી આપ્યું એ જ ખાસિયતો છૂટાછેડાનું નિમિત્ત બને છે ! સ્ત્રી જ્યારથી કમાતી થઈ અને પોતાની કમાણી ઉપર સ્વતંત્ર રીતે પગભર રહી શકતી થઈ ત્યારથી પશ્ચિમના દેશોમાં દામ્પત્યજીવનનાં બંધનો શિથિલ થવા લાગ્યાં છે. વ્યક્તિનાં સુખ-ચેન અને વિકાસની દૃષ્ટિએ કેટલાંકને આ પરિસ્થિતિ ઇષ્ટ લાગે છે, તો બીજી બાજુ સંતાનોના વિકાસ અને પ્રેમની દૃષ્ટિએ કેટલાંકને આ પરિસ્થિતિ વિઘાતક લાગે છે. એશિયા અને આફ્રિકા કરતાં યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જ્યાં ગોરી પ્રજા વસે છે ત્યાં લગ્નવિચ્છેદ અને પુનર્લગ્નનું પ્રમાણ વધુ છે. સ્ત્રી કે પુરુષ એક કરતાં વધુ લગ્ન કરે એની આપણને જેટલી નવાઈ લાગે તેટલી નવાઈ ત્યાંની પ્રજાને લાગતી નથી. અલબત્ત, છૂટાછેડા લઈ, પુનર્લગ્ન કરી વધુ સુખી થયાં હોય એવાં દંપતીઓના દાખલા પણ ત્યાં ઘણા જોવા મળે છે. જે લોકો માત્ર ભોગોપભોગમય, ઇન્દ્રિયાર્થ જીવન જીવવા ઇચ્છતા હોય છે, જેઓ પરહિતચિંતાથી નિવૃત્ત છે અને જેઓ અહંકેન્દ્રી છે તેઓ પુનર્લગ્ન કરીને નવી તાજગી અને નવો ઉલ્લાસ અનુભવતાં હોય છે. ક્યારેક કેટલાંકને લગ્ન પણ બંધનરૂપ લાગતું હોય છે. પરિણામે પાશ્ચાત્ય દેશોમાં સ્ત્રી-પુરુષો વચ્ચે લગ્નનાં બંધન વિનાનો મુક્ત સહચાર વધતો લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન * ૧૪૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ જાય છે. અનેક દાખલાઓમાં દામ્પત્યજીવનનું ઊંડાણ કેવું અતલ હોય છે અને એનું મૂલ્ય કેટલું બધું હોય છે તેની કલ્પના, આવું સપાટી પરનું જીવન જીવનારાઓને ક્યારેય આવી શકતી નથી. દામ્પત્યજીવન અને ગૃહસ્થ જીવન ઉપર ધર્મનો પ્રભાવ પણ ઘણો મોટો હોઈ શકે. ભારતની પ્રજા જન્મ જન્માંતરમાં અને ઋણાનુબંધમાં માને છે. ભારતમાં લગ્ન સંસ્થાના પાયામાં ધર્મની સ્થાપના બહુ પ્રાચીન સમયથી છે, વેદો, ઉપનિષદો, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કયસ્મૃતિ, ગુહ્ય સૂત્ર, મહાભારત, રામાયણ ઇત્યાદિ ગ્રંથોમાં દામ્પત્યજીવનનો મહિમા સપેરે ગવાયો છે. પ્રીતિયોગ તરીકે એને બિરદાવવામાં આવ્યો છે. અગ્નિની સાક્ષીએ થતાં લગ્નમાં બોલાતી સપ્તપદીમાં અનેરી ભાવનાઓ પણ ગૂંથી લેવામાં આવી છે. બીજી બાજુ પાશ્ચાત્ય જીવનમાં સામાન્ય રીતે જન્મ જન્માંતરની વાત નથી. પ્રાપ્ત થયેલા જીવન પૂરતી જ વાત ત્યાં હોય છે. એ જીવનને સ્થૂળ દૃષ્ટિએ વધુમાં વધુ સુખસગવડભર્યું અને આનંદપ્રમોદમય કેમ બનાવી શકાય તેની વિચારણા રહેલી છે. ત્યાં કેટલાંયે દંપતી, સુખી દામ્પત્યજીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે; તો પણ જ્યાં માત્ર ભૌતિકવાદી જીવન જિવાય છે ત્યાં કષ્ટમય દિવસો ન વીતાવતાં, છૂટાછેડા લઈ પોતાનો રસ્તો પોતે કરી લઈને સુખમય દિવસો પસાર કરવા એવી વૃત્તિ વિશેષ રહેલી હોય છે. એવા સમાજમાં પણ શરીરે જ્યારે ઉપભોગને લાયક રહેતું નથી ત્યારે વખતોવખત જીવનસાથી બદલનારની સ્થિતિ કરુણ બને છે. આપણા શાસ્ત્રકારોએ લગ્નજીવનનાં ત્રણ હેતુ બતાવ્યા છે : (૧) રતિ, (૨) પ્રજોત્પત્તિ અને (૩) ધર્મસંપત્તિ. આ ત્રણમાં પહેલા કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો હેતુ ચઢિયાતો છે. કોઈકના જીવનમાં કોઈ પણ એકને, કોઈકના જીવનમાં બને અને કોઈકમાં એ ત્રણેયને સ્થાન હોઈ શકે. સામાન્ય લોકોના જીવનમાં માત્ર રતિને સ્થાન હોય છે, પ્રજોત્પત્તિ તો એની મેળે થાય તો થાય અને ધર્મસાધનાની તો એમને સ્વપ્નેય કલ્પના હોતી નથી. એમનાથી ઉચ્ચતર કક્ષાનાં દંપતીઓમાં ત્રણેય હેતુઓને સ્થાન હોય છે. પરંતુ કોઈક વિરલ ઉચ્ચતર દંપતીઓનાં જીવનમાં રતિ અને પ્રજોત્પત્તિ નહીં, પહેલેથી માત્ર ધર્મ સાધનાને જ સ્થાન હોય છે. આપણા શાસ્ત્રકારોએ પત્નીને માટે “સહધર્મચારિણી' શબ્દ પ્રયોજ્યો છે તેમાં સ્કૂલ જીવન- વ્યવહારથી માંડીને સૂક્ષ્મતમ આધ્યાત્મિક સાધના સુધીનો અર્થ રહેલો છે. ૧૪૨ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #183 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ, સંયમ, સહકાર, સહિષ્ણુતા ઇત્યાદિની ભાવના વિના દામ્પત્યજીવન લાંબો સમય આનંદમય રહી ન શકે. કામભોગ-રહિત દામ્પત્યજીવન પણ ઉલ્લાસમય હોઈ શકે એવું દુનિયાના બહુ ઓછા દેશના લોકોને પ્રતીત થતું હોય છે. લગ્નની પ્રથમ રાત્રિથી જ પોતાની આઠેય પત્ની સાથે દીક્ષા લેનાર જબ્રૂકુમાર અથવા એકબીજાની જાણ વિના એકથી શુકલ પક્ષની અને બીજાથી કૃષ્ણ પક્ષની બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લેવાઈ જતાં તે સાચી નિષ્ઠાથી જીવનભર નિભાવનાર વિજય શેઠ અને વિજયા શેઠાણીના ઉલ્લાસમય અને આરાધનામય દામ્પત્યજીવનની અને એવાં બીજાં કેટલાંયે દંપતીઓની વાત તો પશ્ચિમના જગતને ગળે ન ઊતરે તેવી છે. અલબત્ત, ભારતમાં બધાંનું લગ્નજીવન બહુ સુખી હોય છે, એમ તો ન જ કહી શકાય. ભારતમાં છૂટાછેડા જલદી લેવાતા નથી. કાયદાની દૃષ્ટિએ યુરોપઅમેરિકા જેટલું સહેલું પણ નથી, પરંતુ જો એ સરળ બને તો અને લોકનિંદાનું કારણ ઓછું થાય તો સહેજે પાંચ-પંદર ટકા એવાં દંપતીઓ હોઈ શકે કે જે છૂટાછેડા લઈને વધુ સુખી થઈ શકે. ધણી અને સાસુનો ત્રાસ, આર્થિક પરતંત્રતા, એકલાં રહેવાની હિંમતનો અભાવ, લોકનિંદાનો ડ૨, કેટલીક સામાજિક પ્રતિકૂળતાઓ - ઇત્યાદિ કારણે સ્ત્રી છૂટાછેડા લેતી નથી અને લાચારીથી જીવન પૂરું કરે છે. કેટલીક કાયમ માંદી રહેતી સ્ત્રીઓની, વિધવા બન્યા પછી તબિયત સુધરતી જાય છે તેમાં પણ આવું એક કારણ રહેલું હોય છે. દામ્પત્યજીવનમાં પતિ-પત્ની બંનેના પક્ષે કેટલીક સહિષ્ણુતાની અપેક્ષા ૨હે છે. પતિ અને પત્ની વચ્ચે વય-ભેદ, શિક્ષણ-ભેદ, રુચિ-ભેદ, દૃષ્ટિભેદ, લક્ષ્ય-ભેદ વગેરેના કારણે મતમતાંતર અવશ્ય હોઈ શકે. એમાં પરસ્પર સહકાર, સહિષ્ણુતા અને સમભાવ હોય તો દામ્પત્યજીવન નજીવાં મતમતાન્તર હોવા છતાં સુખી અને સંવાદી બની શકે. સમગ્ર દામ્પત્યજીવન એક પણ ઉગ્ર શબ્દ વિના સુસંવાદી રહ્યા કરે અને પ્રેમમય ચાલ્યા કરે એવું તો સામાન્ય રીતે અસંભવિત ગણાયું છે. લગ્નજીવનમાં સંઘર્ષ કે વિસંવાદ, બકરીના યુદ્ધ, ઋષિના શ્રાદ્ધ અને પ્રભાતની મેઘગર્જનાની જેમ અલ્પજીવી હોય છે : अजायुद्धमृषिश्राद्धं प्रभाते मेघडम्बरम् । स्त्री भर्तुः कलहश्चैव चिरकालं न तिष्ठति । વિસંવાદનું ક્ષણિક વાદળ પસાર થઈ જાય એટલે ફરી પાછું લગ્નવિચ્છેદ અને પુનર્લગ્ન * ૧૪૩ Page #184 -------------------------------------------------------------------------- ________________ દામ્પત્યજીવન સુસંવાદી બને છે. માટે જ જે ડાહ્યા સ્ત્રી-પુરુષો મતભેદ કે તકરારની નજીવી બાબતોને બહુ મોટું રૂપ આપતાં નથી, તેમનું દામ્પત્યજીવન સરળતાથી ચાલે છે. સુખી દામ્પત્યજીવન એ પણ એક કળા છે. જેને એ હસ્તગત છે તેને આવા કોઈ પ્રશ્નો નડતા નથી. (સાંપ્રત સહચિંતન-૨) ૧૪૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #185 -------------------------------------------------------------------------- ________________ લગ્નસંસ્થાનું ભાવિ બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં લગ્નવિચ્છેદ કે છૂટાછેડાનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. આડા વ્યવહારો માટે વધતી જતી સગવડો અને ઘટતી જતી લોકનિંદાને કારણે સ્ત્રી કે પુરુષના લગ્નબાહ્ય સંબંધોનું પ્રમાણ પણ વધતું જાય છે. સજાતીય સંબંધોની ફેશન પાશ્ચાત્ય દેશોમાં વધવા લાગી છે. (જેને કારણે એઈડ્રેસ AIDS - નામના રોગે જગતને ચોંકાવી દીધું છે.) મૈત્રી કરારો થવા લાગ્યા છે. ટેસ્ટ-ટ્યુબમાં બાળકોની ઉત્પત્તિ શરૂ થઈ ગઈ છે. લગ્નબંધનરહિત મુક્ત પ્રેમનો પ્રચાર વધતો જાય છે. - ભારત પાછાં ફરતાં પહેલાં મુક્ત પ્રેમમાં માનનાર રજનીશે અમેરિકામાં પોતાનાં સંન્યાસીઓને કહ્યું હતું : We will work, we will do things, but that does not mean that you don't have any time to dance and sing and compose music and love your woman or somebody else's woman. If you don't have much time left for yourself, you can at the most love your own woman. To love somebody else's woman takes longer time - to persuade her, to talk all kinds of nonsense. But it is perfectly good just for change - good for you, good for other man's woman, good for the other man, because he will be having a chance with somebody else also. લગ્નસંસ્થાનું ભાવિ અ ૧૪૫ Page #186 -------------------------------------------------------------------------- ________________ લગ્નબંધનમાંથી જગતને મુક્ત કરવાની ભાવનાના નામે કેટલાક લોકો મુક્ત પ્રેમની આવી વાતો કરે છે. પરંતુ આ મુક્ત પ્રેમનો ઉપદેશ નથી, વ્યભિચારનો કુબોધ છે. લગ્નની પ્રથાને અર્થાતુ લગ્નસંસ્થાને નબળી પાડે એવી ઘટનાઓનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. એને કારણે કેટલાક વિચારકોને ચિંતા થાય છે કે ભવિષ્યમાં લગ્નસંસ્થા ટકી શકશે કે કેમ ? લગ્નસંસ્થા એ માનવજાતિએ હજારો વર્ષના અનુભવ અને પ્રયોગોને આધારે વિકસાવેલી એક પવિત્ર વ્યવસ્થા છે. કેટલાક વિચારકોને લગ્નની પ્રથા બંધનરૂપ લાગે છે. દલીલ કરતાં તેઓ કહે છે કે એથી માનવી મુક્તપણે હરીફરી શકતો નથી. પોતાની લાગણી અને ઇચ્છા અનુસાર, અન્ય વ્યક્તિ સાથે પ્રેમ કરી શકતો નથી. લાગણીઓને દબાવવાના પરિણામે એનું વ્યક્તિત્વ કચડાઈ જાય છે. એનો વિકાસ અટકી જાય છે. માનવી ગુલામ જેવો નિસ્તેજ બની જાય છે. લગ્નનું બંધન ન હોય તો માનવી મુક્ત વિહાર કરી શકે, મુક્ત સહચાર માણી શકે, યથેચ્છ પ્રેમસંબંધ બાંધી શકે. એનામાં રહેલા વ્યક્તિત્વને ઉચ્ચતમ કોટિ સુધી તે પહોંચાડી શકે. પતંગિયું કે ભમરો ઇચ્છા મુજબ જુદા જુદા ફૂલ પર બેસીને રસ માણી શકે છે. એના એ કાર્ય માટે નથી ફૂલને વાંધો હોતો કે નથી બીજાં પતંગિયાં કે ભમરાને વાંધો હોતો. જો પ્રકૃતિમાં આ પ્રમાણે સહજ સ્થિતિ હોય તો પ્રકૃતિના શિખરે બેઠેલા માનવી માટે આવી સ્થિતિ કેમ ન હોવી જોઈએ ? વસ્તુત: માનવી તો સૃષ્ટિબાગનું સર્વોત્તમ પુષ્પ છે. એટલે એને માટે તો એથી વધુ મુક્ત અને સહજ સ્થિતિ હોવી જોઈએ. બંધનરહિત મુક્ત સહચારમાં માનનારાઓની આવી દલીલો પ્રથમ દૃષ્ટિએ કેટલાકને ગમી જાય એવી હશે, પરંતુ તેમાં માનવપ્રકૃતિના અભ્યાસની ન્યૂનતા જણાયા વગર રહેશે નહિ. પશુ-પંખીઓમાં લગ્નની પ્રથા નથી. અમુક નરપ્રાણી અમુક માદાપ્રાણી સાથે કાયમ રહેવાનું પસંદ કરે અને એ બંનેનો પોતાની જાતિનાં બીજાં કોઈ પ્રાણીઓ સાથે જાતીય સંબંધ ન હોય એવું અપવાદરૂપ ક્યાંક જોવા મળશે. પરંતુ એકંદરે તો પશુસૃષ્ટિમાં નિબંધ જાતીય જીવન છે. પોતાની ઇચ્છાનુસાર નર કે માદા જુદે જુદે વખતે જુદા જુદા પ્રાણી સાથે જાતીય જીવન માણે છે. ભાઈ-બહેન, પિતા-પુત્રી, માતા-પુત્ર જેવા જાતીય સંબંધો પણ એમાં સંભવી શકે છે. પશુસૃષ્ટિમાં મુક્ત સહચાર, મુક્ત પ્રેમ જોવા મળે છે. પરંતુ મુક્ત પ્રેમ છે માટે તે ઉત્તમ છે એવા ભ્રમમાં પડવું ન ૧૪૬ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #187 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. બલ્લું મુક્ત છે માટે તે નિમ્ન કોટિનો છે એમ માનવાને વધારે કારણ છે. પશુપક્ષીઓ પાસે મનુષ્ય જેવો બૌદ્ધિક વિકાસ નથી કે મનુષ્ય જેટલી પ્રારાત્મક શક્તિ નથી. માટે તેમનું જીવન બાહ્ય દૃષ્ટિએ કલહરહિત, શાંત અને સુખી દેખાય છે. પરંતુ તેમાં વિકાસ નથી. હજારો વર્ષ પછી પણ પશુ જીવનનું એવું જ પ્રાથમિક કક્ષાનું જીવન રહે છે. સ્ત્રીપુરુષના મુક્ત જાતીય સંબંધ માટે કુદરત તરફ પાછાં ફરવું એનો અર્થ એ કે ધ્યેયવિહીન, અર્થહીન, પ્રાથમિક કક્ષાના પશુજીવન તરફ પાછાં ફરવું. પશુસૃષ્ટિમાં સંતાનોની સંભાળ ઝાઝો સમય રાખવાની હોતી નથી. અલ્પ કાળમાં બચ્ચાંઓ માતાપિતાની જેમ સ્વતંત્ર જીવન જીવતાં થઈ જાય છે. એવું જીવન શરૂ થયા પછી માતૃસ્નેહ, પિતૃસ્નેહ, સંતાનવત્સલતા, ઇત્યાદિ ભાવો તેમનામાંથી ઝડપથી ચાલ્યા જાય છે. એક જ સ્થળે કુટુંબ કરીને રહેવાનું પણ પશુસૃષ્ટિમાં બહુ જ ઓછું જોવા મળશે. પ્રેમ, સ્વાર્થત્યાગ, સ્વાર્પણ, દયા, ન્યાય, નીતિ ઇત્યાદિ ઉચ્ચતમ કોટિના ભાવો મનુષ્ય જીવનમાં જેમ જોવા મળે છે તેવા પશુસૃષ્ટિમાં જવલ્લેજ જોવા મળશે. વસ્તુત: એનો એમાં અવકાશ જ બહુ હોતો નથી. માનવ-બાળકને ઊછરતાં અને વિકસતાં ઝાઝો સમય લાગે છે. સવાદોઢ વર્ષ પછી તો માનવશિશ બોલતાં શીખે છે. પોતાના વિચારને વ્યક્ત કરતાં ઠીક ઠીક વાર લાગે છે. પાંચ-સાત કે એથી પણ વધુ વર્ષ સુધી બાળકની સંભાળ લેવાની જરૂર રહે છે. એટલે કે પ્રાણીઓ કરતાં મનુષ્યનેપતિપત્નીને બાળકના ઉછેર નિમિત્તે વધુ સમય સાથે રહેવું પડે છે. એને કારણે જ પતિ-પત્ની અને સંતાન વચ્ચે કુટુંબભાવ વિકસે છે. એથી જ કુટુંબના નિર્વાહની વ્યવસ્થા માટે પ્રાણીઓ કરતાં મનુષ્યને વધુ સમય અને શક્તિ આપવાં પડે છે. એટલે જ પશુસૃષ્ટિ કરતાં મનુષ્યજીવન સ્વેચ્છાએ, હર્ષથી વ્યવસ્થાના બંધનમાં મુકાવાનું પસંદ કરે છે. ઘણાંખરાં પ્રાણીઓમાં જાતીય જીવન માટે ઋતુકાળ નિશ્ચિત હોય છે. સંતાનોત્પત્તિનો કાળ પણ નિશ્ચિત હોય છે. મનુષ્યના જાતીય જીવનને પાંગરવાને પશુઓએ કરતાં વધુ સમય લાગે છે અને પાંગર્યા પછી ઋતુઓના બંધન વિના તે સતત ચાલ્યા કરે છે. આથી પણ પ્રાણીઓ કરતાં વસ્ત્રધારી મનુષ્યની સ્થિતિનો અલગ દૃષ્ટિકોણથી વિચાર કરવો આવશ્યક થઈ પડે હજારો કે લાખો વર્ષ પૂર્વે મનુષ્યજીવન જ્યારે પ્રાકૃતિક દશામાં જંગલી લગ્નસંસ્થાનું ભાવિ ૧૪૭ Page #188 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવતો હશે ત્યારે પશુ જેવું જ જીવન તે જીવતો હશે ! પરંતુ પ્રાણીઓ કરતાં ચડિયાતી પોતાની દૃષ્ટિશક્તિને અનુલક્ષીને તેણે પોતાના જીવનને વિશેષપણે વિકસાવ્યું છે. પશુસૃષ્ટિની જેમ મનુષ્યમાં પણ પુરુષ કે સ્ત્રીને એક કરતાં વધારે વ્યક્તિ સાથે જાતીય જીવન જોડવાની સંવેદના નથી થતી એમ નહિ, આદિકાળના એ સંસ્કારો છે. પરંતુ એ પ્રાકૃતિક સંસ્કારો ઉપર માનવજાતિ ક્રમે ક્રમે વિજય મેળવતી આવી છે. અનેક પેઢીઓએ પોતાની જાતને પોતાની પરિણીત વ્યક્તિ સાથેના જાતીય જીવનમાં મર્યાદિત અને સંયમિત રાખળાનું કપરું કાર્ય કર્યું છે. પોતાના પૂર્વજોએ ઘણો ભોગ આપ્યો હશે ત્યારે મનુષ્ય આ સંયમિત દશાએ પહોંચ્યો છે. બહુ પત્નીવાળી કે બહુ પતિવાળી સ્વીકૃત અને અધિકૃત લગ્નપ્રથાનો પણ માનવજાતે ઘણે અંશે ત્યાગ કર્યો છે. આજનાં પતિપત્ની એકબીજાનાં સાહચર્યમાં જ જીવનપર્યત આનંદ અને સંતોષને અનુભવી શકે છે તેની પાછળ હજારો પેઢીઓએ ક્રમે ક્રમે વિકસાવેલું સંયમ અને સંસ્કારનું બળ રહેલું છે. પતિવ્રતાપણું અને સ્વદારાસંતોષ એ લગ્નજીવનનો આદર્શ છે. ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો આ સંયમ સંસ્કાર બીજી કેટલીક પ્રજાઓ કરતાં સવિશેષ ચડિયાતા છે. આપણા પૂર્વજોએ સગોત્ર લગ્નનો નિષેધ કરીને માનવજાતિના સૂક્ષ્મ વિકાસ માટેનું એક દીર્ઘદર્શી પગલું ભર્યું હતું. સામાન્ય ભારતીય હિન્દુ કે જૈન યુવકયુવતીને કાકા-મામાના કે ફોઈમાસીના દીકરા-દીકરી પ્રત્યે કામવાસના થતી નથી એવી સહજ સ્થિતિ જે પ્રવર્તે છે તેની પાછળ પણ હજારો પેઢીઓએ સ્વેચ્છાએ સ્વીકારેલાં ત્યાગસંયમ રહેલાં છે. નવું લોહી ન આવે અને એક જ પેઢીનું લોહી અંદર અંદર ફર્યા કરે તો એ પેઢી સમય જતાં નિસ્તેજ અને શક્તિહીન થતી જાય એવું આજના વૈજ્ઞાનિકો પણ કહે છે. ભારતમાં બહારથી આવેલી અથવા વટલાયેલી કેટલીક જાતિઓમાં અથવા દુનિયાની કેટલીક આદિવાસી જાતિઓમાં માંહોમાંહે લગ્નને કારણે પ્રજોત્પત્તિનું પ્રમાણ ઘટી ગયું છે. ભગવાન ઋષભદેવના સમયમાં યુગલિક જીવન હતું. ભાઈ-બહેન પરસ્પર પરણતાં, પરંતુ માનવજીવનના વિકાસ માટે તેમ ન કરવા ભગવાન ઋષભદેવે ઉપદેશ આપ્યો હતો. મુક્ત વિહાર, મુક્ત સહચાર કે મુક્ત પ્રેમ એ વ્યભિચારનું રૂપાળું નામ છે. જેઓ એકલવિહારી છે, સ્વચ્છંદી છે, વિલાસી છે, લંપટ છે, વકરેલા છે, દાંપત્યજીવનના દુઃખી છે તેને માટે મુક્ત સાહચર્યની વાત મનગમતી છે. પરંતુ જેઓ સ્વસ્થ છે, સ્થિર ૧૪૮ સાંપ્રત સમાજ-દર્શન Page #189 -------------------------------------------------------------------------- ________________ છે, સંયમી છે, દામ્પત્યજીવનના સુખી છે તેમને મુક્ત સાહચર્યની વાત રુચશે નહિ. કેટલાક લોકો Free sexમાં માને છે, પણ ફક્ત પોતાને માટે; પોતાની પત્ની, માતા, બહેન કે પુત્રી માટે નહિ. આવાં બેવડા ધોરણોવાળા કેટલાંક માણસો સમાજમાં જોવા મળશે. પરંતુ તેમનું કશું મૂલ્ય નથી. વેશ્યાના બજારોમાં કેવળ મુક્ત સાહચર્ય છે, પણ તેને ક્યારેય કોઈએ આદર કર્યો નથી. જેઓ મુક્ત જીવનનો બોધ આપે છે તેઓ જાતીય જીવન પૂરતી જ કેમ વાત કરે છે? જેની સાથે જ્યારે પણ જાતીય પ્રેમ કરવાની ઇચ્છા થાય ત્યારે તેની સાથે તેમ કરવાની મનુષ્યને સ્વતંત્રતા હોવી જોઈએ એવું જો માનીએ તો પછી જેને જ્યારે ચોરી કે ખૂન કરવાની ઇચ્છા થાય ત્યારે તેને તેમ કરવાની પણ સ્વતંત્રતા હોવી જોઈએ, એમ પણ સ્વીકારવું નહિ પડે ? એ બાબતોમાં પણ એને કોઈ બંધન કેમ હોવાં જોઈએ ? પરંતુ એવી દલીલ સ્વીકારીએ તો મનુષ્ય જીવનની વ્યવસ્થા જ ટકી ન શકે. મનુષ્ય ઘર કરીને કુંટુમ્બ સાથે, સમાજની અંદર રહેવાનું પસંદ કર્યું તેનો અર્થ જ એ કે તેણે સ્વેચ્છાએ, સમજણપૂર્વક, ડહાપણપૂર્વક વ્યવસ્થાનું બંધન સ્વીકાર્યું છે. નિયમો જેમ વિકાસની આડે આવી શકે છે, તેમ નિયમો વિકાસમાં મદદરૂપ પણ થઈ શકે છે. મનુષ્યજાતિએ સ્વેચ્છાએ સ્વીકારેલું લગ્નનું, કુટુંબનું અને સમાજની વ્યવસ્થાનું બંધન એના વિકાસમાં અવશ્ય ઉપકારક નીવડ્યું છે. લગ્નસંસ્થાનાં અનિષ્ઠો ઘણાં હશે. કેટલાંક અનિષ્ટો વિવાદાસ્પદ પણ હશે. એ બધાં અહિતકર અનિષ્ટો દૂર કરવાની બાબતમાં સંમતિ સાધી શકાય. પરંતુ લગ્નસંસ્થા એ અનિષ્ટ બંધન છે એમ વિચારીને એ સંસ્થાનો જ જો ઉચ્છેદ કરવામાં આવે તો તેથી અનેક ગણાં બીજાં અનિષ્ટો પ્રવર્તશે, મનુષ્યનાં સુખશાંતિ અને સ્વસ્થતા ચાલ્યા જશે, પુરુષોની આક્રમકતા વધશે અને સ્ત્રીઓની સલામતી જોખમાશે. - લગ્નજીવનનું બંધન એટલું બધું કડક ન હોવું જોઈએ કે જેથી વ્યક્તિ કચડાઈ જાય અને છતાં એમાંથી બહાર ન નીકળી શકે. તો બીજી બાજુએ બંધન એટલું ઢીલું પણ ન હોવું જોઈએ કે નજીવી વાતે, જરાક પ્રયત્ન વ્યક્તિ તેમાંથી બહાર નીકળી જઈ શકે. અતિશય કડક લગ્નબંધનને કારણે ભારતમાં કે અન્યત્ર કેટલાય લોકોની, વિશેષત: સ્ત્રીઓની, જિંદગી વેડફાઈ ગઈ હોય એવું બન્યું છે. કડક લગ્નબંધનની સમસ્યાઓ પણ ઘણી છે. બીજી બાજુ શિથિલ લગ્નપ્રથા અને સરળતાથી મળતા છૂટાછેડાને કારણે લગ્નસંસ્થાનું ભાવિ = ૧૪૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ અનેક કુટુંબો ભાંગી પડ્યાં હોય, સંતાનો રઝળી પડ્યાં હોય કે ગુનાહિત માનસવાળાં થઈ ગયાં હોય એવા પણ ઘણા દાખલા છે. વસ્તુત: કાયદાની દૃષ્ટિએ લગ્નજીવનનો મહિમા એવો ગૌરવવાળો હોવો જોઈએ કે જેથી વ્યક્તિને સ્વેચ્છાએ એ બંધન સ્વીકારવું ગમે. લગ્ન-બંધન મનુષ્યના સર્વાગી વિકાસમાં નિમિત્તરૂપ બનવું જોઈએ. લગ્નજીવન એટલે માત્ર જાતીય જીવન એવો મર્યાદિત અર્થ ન કરી શકાય. વસ્તુત: અશારીરિક દામ્પત્યપ્રેમનો મહિમા ભારતમાં જેટલો દર્શાવાયો છે તેવો અન્યત્ર જોવા નહીં મળે. લગ્નજીવન એટલે જીવનને એના વ્યાપક સ્વરૂપમાં જાણવા-સમજવાની વિદ્યાશાળા. લગ્નજીવન એટલે વિભિન્ન પ્રકૃતિની, વિભિન્ન રુચિભેદવાળી વ્યક્તિઓ પણ સહકાર અને સામંજસ્યપૂર્વક એક સાથે રહી શકે એવું સિદ્ધ કરી બતાવતી એક પ્રયોગશાળા. લગ્નજીવન એટલે એકાન્તવાદ નહિ, પણ અનેકાન્તવાદ. લગ્નજીવન એટલે પશુસહજ સ્થૂળ વાસનાઓ કે વૃત્તિઓનું ઊર્ધ્વકરણ. લગ્નજીવન એટલે સ્વાર્થત્યાગ અને સંયમ. એટલા માટે જ લગ્નજીવન એ બંધન નથી પણ સ્વેચ્છાએ સ્વીકારેલી સીમા છે. હજારો વર્ષના અનુભવ પછી માનવજાતિએ વિકસાવેલી એ દઢમૂલ વ્યવસ્થા ઉપર વખતે વખતે ઘણા પ્રહારો થયા છે, પરંતુ માનવજાતિ પાસે જ્યાં સુધી અનુભવ છે, ડહાપણ છે, સ્વહિતની વિચારણા છે, દીર્ઘદૃષ્ટિ છે, પરસ્પર પ્રેમ છે, સહાનુભૂતિ છે ત્યાં સુધી લગ્નસંસ્થા નિર્મૂળ થવાની નથી. (સાંપ્રત સહચિંતન-૧) ૧૫૦ ૬ સાંપ્રત સમાજ-દર્શન Page #191 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વારસદારો કેટલાક સમય પહેલાં ગુજરાતમાં એક નાના ગામડામાં નેત્રયજ્ઞ પ્રસંગે જવાનું પ્રાપ્ત થયું હતું. એ ગામના એક વયોવૃદ્ધ ધનિક શેઠે પોતાની હયાતીમાં જ પોતાનાં ઘર, જમીન, મિલકત બધું ગામને સમર્પિત કરી દીધું હતું અને પોતે અકિંચન થઈને રહેતા હતા. એમના ભોજન વગેરેની જવાબદારી ગામના લોકોએ ઉપાડી લીધી હતી. પોતાની હયાતીમાં જ પોતાનું સર્વસ્વ બીજાઓને આપી દેવું એમાં કેટલી ઊંચી ત્યાગભાવના અને કેટલી દઢ શ્રદ્ધા રહેલી છે ! જે ગામમાં પોતે જન્મ્યા, મોટા થયા અને કમાયા એ ગામને એમણે પોતાની સર્વ મિલકતનું વારસદાર બનાવી દીધું હતું. કુદરતની વ્યવસ્થામાં કેટલું બધું ઔચિત્ય રહેલું છે કે માણસ જ્યારે જીવન પૂરું કરી આ દુનિયામાંથી સદાને માટે વિદાય લે છે ત્યારે પોતાની સાથે કોઈ પણ ભૌતિક પદાર્થ લઈ જઈ શકતો નથી. અરે, પોતાનો સૌષ્ઠવયુક્ત રૂપાળો દેહ પણ લઈ જવાતો નથી. માણસ પોતાની સાથે પોતાની ઇચ્છા પ્રમાણે જો બધું લઈ જઈ શકતો હોત તો આ દુનિયાનું સ્વરૂપ ઘણું જુદું હોત. માનવ અને માનવ વચ્ચેના સંબંધોનું સ્વરૂપ ઘણું જુદું હોત. વિવિધ પ્રકારના તર્ક અને કલ્પના એ વિષયમાં ચલાવી શકાય. જૂના વખતની એક જાણીતી દંતકથા છે. એક રાજાને પોતાના કેટલાક કિંમતી રત્નો અત્યંત પ્રિય હતાં. તે ચોવીસ કલાક પોતાની પાસે જ રાખતા વારસદારો ૯ ૧૫૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ અને પેટીમાંથી કાઢીને જોઈજોઈને રાજી થતા. એ રત્નો તેઓ પોતાના કુંવરને પણ આપતા નહિ. રાજા વૃદ્ધ થયા અને મરણપથારીમાં પડ્યા, પણ રત્નો છૂટતાં નહોતાં. રાજાને સમજાવવા માટે એક દિવસ દીવાને રાજાના હાથમાં એક સોય મૂકતાં કહ્યું, “મહારાજ! ગઈ કાલે સ્વપ્નમાં મને આપણા નગરનો પેલો દરજી આવ્યો. મરીને એ સ્વર્ગમાં ગયો છે. પણ ત્યાં એનું સીવવાનું કામ થતું નથી, કારણ કે એ પોતાની સોય સાથે લેવાનું ભૂલી ગયો છે. તો એ સોય આપની સાથે મોકલવા માટે એણે મને ભલામણ કરી. એથી એને ઘરે જઈને હું આ સોય લઈ આવ્યો છું. આ સોય આપ આપનાં રત્નોની સાથે સ્વર્ગમાં લેતા જજો. એ દરજી ત્યાં આપની પાસે આવીને સોય લઈ જશે.” દીવાનની વાતથી રાજાની આંખ ખૂલી ગઈ. ૨ત્નો માટેની તેમની આસક્તિ છૂટી ગઈ. માણસ પોતાની સાથે કશું નથી લઈ જઈ શકતો, પણ પોતાનાં માલમિલકત, જર-જમીન, ઘરેણાં વગેરે પોતાની ઇચ્છા પ્રમાણે બીજાને આપી જવાનો ભાવ તે જરૂર રાખે છે. બીજી બાજુ વિદાય લેતી વ્યક્તિનો વારસો મેળવવાની ઇચ્છા ધરાવનાર લોકો પણ સર્વત્ર હોય છે. ક્યારેક તો વારસો આપનારી વ્યક્તિ જલદી વિદાય લે તો સારું એવી સ્વાર્થી વૃત્તિ ધરાવનારા માણસો પણ જોવા મળે છે. આમ, પોતાનો વારસો આપવાની અને કોઈકની પાસેથી વારસો મેળવવાની એમ ઉભય પ્રકારની વૃત્તિ માનવજાતમાં રહેલી છે. પરંતુ દરેક વખતે દરેકની ઇચ્છા સર્વથા સંપૂર્ણપણે ફળીભૂત થાય છે એવું નથી હોતું. મોટા સારા વારસાની લાલચ આપી બીજા પાસે યુક્તિપૂર્વક કામ કરાવી લેનારા લુચ્ચા અપ્રામાણિક માણસો હોય છે અને માત્ર વારસાની લાલચે વડીલની સેવા-ચાકરી કરનાર વ્યક્તિ વારસો મેળવતાં પહેલાં જ ગુજરી જવાના કિસ્સા પણ બને છે. પોતાની મિલકતના કાયદેસરના વારસદારોનાં નામ અને હિસ્સા જીવનની અંતિમ ક્ષણ સુધી ગુપ્ત રાખવાની કે બદલવાની કાનૂની છૂટ આપવામાં આવે છે. એમાં મનુષ્ય - સ્વભાવની વિચિત્રતા અને વિલક્ષણતાનું ઘેરું પ્રતિબિંબ પડેલું જોઈ શકાય છે. જૂના વખતમાં સંયુક્ત કુટુંબની પ્રથા હતી ત્યારે અને કરવેરાના કાયદાઓ ખાસ બહુ નહોતા ત્યારે માણસ પાંચ-સાત પેઢી સુધી ચાલે એટલું ધન કમાવાની ઇચ્છા રાખતો. પરંતુ પાંચ સાત પેઢી સુધી ધન પહોંચે એવા કિસ્સાઓ તો જવલ્લે જ બનતા. સાત માળની હવેલીમાં સાતમે માળે પાંચમી પેઢીના પુત્રને સોનાના પારણામાં હિંચોળવાનું વરદાન દેવ-દેવી પાસે માગતી સ્ત્રીનું ચિત્ર એ તો નરી કવિ-કલ્પના જ છે ! ૧૫૨ જ સાંપ્રત સમાજ-દર્શન Page #193 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક માણસોને પોતાની મિલકતના વા૨સા માટે ઘણી ચિંતા રહેતી હોય છે. એક કરતાં વધારે સંતાનો હોય ત્યારે વારસાની વહેંચણી સરખી રીતે અને સમાંતર કરવાનું ઘણું અઘરું બની જાય છે. મા-બાપને પણ સંતાનોમાં કેટલાંક વધારે કે ઓછાં વહાલાં હોય છે. અગાઉથી વારસો જાહેર કરવામાં વારસદારોમાં માંહોમાંહે ઝઘડા થવાની અને કુટુંબમાં કલેશકંકાસ થવાની ઘણી શક્યતા રહે છે. કેટલાંક માતા-પિતા પોતાના વારસાની વિગતો છેવટ સુધી ગુપ્ત રાખે છે. પોતાના વસિયતનામામાં એ બધી વિગતો લખે છે. કેટલાંક નિ:સંતાન માણસોને પણ પોતાની માલ-મિલકતના વારસા માટે ઘણી ચિંતા રહે છે. ક્યારેક અયોગ્ય ખુશામતખોરો તેમનો વારસો પડાવી જવામાં સફળ નીવડે છે. કેટલીક વખત તેમણે કરેલા વિલ પ્રમાણે બધું બનતું નથી હોતું, જેમના હાથમાં તેના મોંમાં એવી ઘટના પણ બને છે. કોર્ટના કાવાદાવામાં પડવાનું કેટલાંકને ગમતું નથી. વિલ કરનારાને તો લાગે છે કે પોતાની માલ-મિલકતના વારસાની વહેંચણી માટે બધું જ વ્યવસ્થિત વિચારીને યોગ્ય કર્યું છે. પરંતુ તેમના ગયા પછી તેનું પરિણામ કંઈક જુદું જ આવે છે. કેટલાંક માણસો પોતાના વિલમાં કોને શું શું આપવું તેની વિગત લખી લે છે, પણ પછી પોતે એટલું બધું લાંબું જીવે છે કે વા૨સદારો વારસો મેળવતાં પહેલાં જ વિદાય લઈ લે છે ! તેઓ એવા વડીલની સેવાચાકરી કરીને પોતાની જિંદગીને નિચોવી નાખે છે. કેટલીક વ્યક્તિઓ ઘણું લાંબું જીવે છે, પરંતુ સંજોગાનુસાર વિલને સુધા૨વાની અર્થાત્ નવું વિલ બનાવવાની ફુરસદ તેમને મળતી નથી. આપણા ગઈ પેઢીના એક નિ:સંતાન ધનિક સાક્ષરે પોતાની નિષ્ઠાપૂર્વક ચાકરી કરનાર નોકરને માટે પોતાના વિલમાં રૂપિયા બારસોની રકમ લખી હતી. દસેક વર્ષના પગાર જેટલી એ રકમ ગણાય. એ ૨કમ જ્યારે લખાઈ ત્યારે ઘણી જ મોટી હતી. નોકર પણ એ જાણીને રાજી રાજી થઈ ગયો હતો. પરંતુ લેખક ઘણું લાંબું જીવ્યા. નવું વિલ બન્યું નહિ અને અંતે અવસાન પામ્યા ત્યારે તેમની લાખોની મિલકતમાંથી એમના છેલ્લા શ્વાસ સુધી ચાકરી કરનાર નોકરને ફક્ત બારસો રૂપિયા જ મળ્યા ત્યારે શેઠે પોતાની આટલી જ કદર કરી એવો આઘાત અનુભવીને એ નોકર ખૂબ રડ્યો હતો. કેટલાંક માણસો પ્રકૃતિએ બહુ કૃપણ હોય છે અને એથી પોતાની વારસદારો * ૧૫૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ હયાતીમાં બીજાને ખાસ બહુ આપી શકતાં નથી. કેટલાંક ચતુર માણસો પોતાના વિલમાં પોતાનાં વારસા માટે કોઈકનાં નામ લખીને તેમની પાસે ઘણું કામ કરાવી લે છે, પણ હકીકતમાં તેમને પોતાનો વારસો આપવાનો ઇરાદો નથી હોતો અને પછીથી કરેલા બીજા વિલમાં તેમનાં નામ કાઢી નાખેલાં હોય છે. કેટલાક માણસોએ નાનપણમાં ઘણું દુ:ખ વેક્યું હોય છે. બહુ કષ્ટથી તેઓ અર્થોપાર્જન કરતાં હોય છે. કુટુંબનું ગુજરાન માંડ માંડ ચલાવી શકતાં હોય છે. પરંતુ સતત પુરુષાર્થ અને નસીબની મારીને કારણે અચાનક ધનવાન થઈ જાય છે. એક-બે દાયકામાં તો તેઓ મોટા ધનપતિ થઈ જાય છે. સમાજમાં ઠેર ઠેર માનપાન મેળવે છે. તેમને એક જ લગની લાગે છે કે જે દુ:ખ પોતાને પડ્યું તેવું દુઃખ પોતાનાં સંતાનોને ભોગવવાનું ન આવે. એટલા માટે તેઓ પોતાનાં સંતાનોને બહુ લાડકોડમાં ઉછેરે છે. તેમને માટે વધુમાં વધુ ધનસંપત્તિ મૂકી જવાની ભાવના સેવે છે. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી શ્રીમંત થયેલા દીકરાઓ જોતજોતામાં ધનસંપત્તિ ઉડાવવા લાગે છે. વાર-તહેવારે મહેફીલો જામે છે. દારૂ, જુગાર, પરસ્ત્રીગમન વગેરે વ્યસનોમાં તેઓ રાચે છે અને પુરુષાર્થહીન નિ:સત્ત્વ જીવન પસાર કરે છે. વારસો મૂકી જનાર વ્યક્તિ આવું દૃશ્ય જો કદાચ જોઈ શકે તો તેને થાય કે “અરેરે ! મારી સંપત્તિની આ દુર્દશા ! મેં આ કેવી મોટી ભૂલ કરી !” પોતાનાં સંતાનોને અઢળક ધનસંપત્તિનો વારસો આપવામાં ઘણાં ભયસ્થાનો રહેલાં છે. સંપત્તિ સાથે ભોગ-વિલાસ અને ઉડાઉપણું આવ્યા વિના રહેતાં નથી. અભિમાન, સ્વચ્છંદીપણું, મનસ્વીપણું, ક્રોધાદિ ઉગ્ર કષાયો, વેર લેવાની વૃત્તિ વગેરે ધનના જોરે વધે છે અને પોષાય છે. માણસ જાગ્રત ન હોય તો ધનના અનર્થો તરફ ઘસડાય છે અને ખોટા મિત્રોની સોબતે ચઢી જાય છે. માટે પોતાનાં સંતાનોને વારસામાં અઢળક સંપત્તિ આપતાં પહેલાં વિચારવાન માણસે બહુ જાગ્રત રહેવાની જરૂર છે. કેટલાક દીર્ઘદૃષ્ટિવાળા માણસો સંતાનોના હાથમાં સંપત્તિ ન સોંપતાં તેનું ટ્રસ્ટ કરી નાખે છે, પરંતુ એવાં ટ્રસ્ટોને પણ ધોઈ પીનારા માણસો છે. સરવાળે તો સંતાનોને વધુ પડતી સંપત્તિનોં વારસો ઘણી વાર શક્તિહીન, એદી અને તામસી બનાવવામાં જ પરિણમે છે. જે માણસને એક કરતાં વધુ પત્ની હોય કે પત્ની તથા રખાત હોય અને તેનાં સંતાનો હોય તેવા માણસે તો પોતાની સંપત્તિનું વેળાસર વિભાજન ૧૫૪ ઝ સાંપ્રત સમાજ-દર્શન Page #195 -------------------------------------------------------------------------- ________________ કરી લેવું જોઈએ. જેઓ એમ કરતાં નથી તેઓ અંતે તો પોતાનાં સંતાનોને વધારામાં વેરઝેરનો વારસો આપીને જ જાય છે. પોતાને એકનો એક દીકરો હોય અને છતાં પિતાને પોતાની સંપત્તિના વારસદાર તરીકે અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને નીમવાની ઇચ્છા થાય એ કંઈ જેવું તેવું દુ:ખ નથી. પિતા-પુત્ર વચ્ચે ક્યારેક એટલું બધું વૈમનસ્ય થઈ જાય છે કે બોલવા-વ્યવહાર પણ રહેતો નથી. એમાં એક પક્ષે જ વાંક હોય છે એવું નથી. તો પણ આવી વિષમ પરિસ્થિતિ પ્રત્યેક સમાજમાં વખતોવખત સર્જાય છે. જેઓને પોતાનાં સંતાનોના ભાવિની ચિંતા નથી હોતી અને જેઓ પોતાની માતબર સંપત્તિમાંથી લોકકલ્યાણ અર્થે કંઈક ધનરાશિ વાપરવાની ભાવના રાખતા હોય તેઓએ તો પોતાનાં સંતાનો ઉપર આધાર રાખવાને બદલે પોતાની હયાતીમાં જ એવાં શુભ કાર્ય પતાવી દેવાં જોઈએ. મનુષ્યનું ચિત્ત ઘણું સંકુલ છે. વાતને વિલંબમાં મૂકવા માટેનાં વાજબી કારણો ઘણાં મળી રહે. પરંતુ એવે વખતે દૃઢ મનોબળ રાખીને પોતાના સંકલ્પો સવેળા પાર પાડવા જોઈએ. ભાવિ અનિશ્ચિત હોય છે અને સંતાનોના સંજોગો અને મતિ બદલાતાં વાર નથી લાગતી. પિતાના અવસાન પછી ધંધામાં અચાનક નુકસાની આવતાં કે ભાઈઓ-ભાઈઓ માંહોમાંહે પોતાના ભાગ માટે કોર્ટે ચડતાં પિતાના સંકલ્પને પાર પાડવાની દરકાર કોઈને ન રહી હોય એવા કેટલાક કિસ્સા જોવા મળે છે. વ્યાવસાયિક ક્ષેત્રે કેટલાક માણસો પોતાના વ્યવસાયનો વારસો પોતાનાં સંતાનોને આપવામાં સફળ નીવડે છે. તેજસ્વી સંતાનો પોતાના પિતાના વારસાને સવાયો કે બમણો કરીને દીપાવે છે. ડૉક્ટર, એન્જિનીયર, સોલિસિટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા કેટલાક વ્યવસાયકારો પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત વગેરે દ્વારા પોતાનાં સંતાનોને તૈયાર કરે છે. ઘરનું વાતાવરણ પણ તેને પોષક નીવડે છે. વળી પિતાના અનુભવો અને સંબંધો પણ પુત્રને કામ લાગે છે. પુત્રની કારકિર્દી ઘડવામાં પિતા સતત સહાયરૂપ માર્ગદર્શક બની રહે છે, એટલું જ નહિ પણ તે ક્ષેત્રમાં થયેલી છેલ્લામાં છેલ્લી પ્રગતિથી પોતાનાં સંતાનોને વાકેફ રાખે છે. એથી સંતાનો પિતાના વારસાને સારી રીતે શોભાવી શકે છે. દુનિયાભરમાં એવાં અસંખ્ય ઉદાહરણો જોવા મળશે કે જેમાં ડૉક્ટરનો દીકરો સારો ડોક્ટર થયો હોય, વકીલનો દીકરો વકીલ થયો હોય, વૈજ્ઞાનિકનો દીકરો વૈજ્ઞાનિક થયો હોય. ડૉક્ટરી વ્યવસાયમાં પણ જુદી જુદી શાખાઓના નિષ્ણાતોમાં આંખના ડૉક્ટરનો વારસદારો ૪ ૧૫૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ દીકરો આંખનો ડૉક્ટર બન્યો હોય, ઈ. એન. ટી. ડૉક્ટરનો દીકરો એ વિષયમાં પ્રસિદ્ધ ડૉક્ટર થઈ શક્યો હોય, કોઈ નામાંકિત સંગીતકારનો દીકરો સુપ્રસિદિદ્ધ સંગીતકાર બન્યો હોય એવાં ઉદાહરણ પણ જોવા મળે છે. પોતાનાં જ ક્ષેત્ર અને વિષયનો વારસો સંતાનને સોંપવામાં ક્યારેક વૈમનસ્ય થવાનો સંભવ પણ રહે છે. એમાં વ્યવસાયની પ્રગતિ તો ખરી, પરંતુ પિતા અને પુત્ર વચ્ચેના સ્વભાવનો કે વિચારોનો મેળ ન હોય તો સંઘર્ષ થાય છે અને એક જ વ્યવસાયમાં હોવા છતાં પિતા અને પુત્ર એકબીજાના પ્રતિસ્પર્ધી જેવા બની જાય છે. કેટલાક વ્યવસાયો સ્વરૂપે એવા હોય છે કે પોતાનો પુત્ર પોતાના વ્યવસાયનો વારસો ન સ્વીકારે એવું પિતા ઇચ્છતા હોય છે. જે વ્યવસાયમાં બહુ કસ રહ્યો ન હોય અથવા પોતાને ઘણાં વિપરીત વ્યાવસાયિક અનુભવો થયા હોય તેવા માણસો પોતાના વ્યવસાય પોતાના સંતાનને ન સોંપતાં તેમને જુદી જ દિશામાં વાળે છે. શિક્ષક કે અધ્યાપક કે પંડિત પોતાનાં સંતાનો શિક્ષક કે અધ્યાપક કે પંડિત બને એવું ઇચ્છે એવા કિસ્સા એકંદરે ઓછા બને છે. બૌદ્ધિક અને આર્થિક એમ બંને પ્રશનો એમાં સંકળાયેલા છે. છેલ્લા પાંચેક દાયકામાં કૉલેજોના ગુજરાતી વિષયના અધ્યાપકોમાંથી કેટલાનાં સંતાનો ગુજરાતી વિષયના અધ્યાપક થયાં ? ખાસ કોઈ નહિ. તેવી રીતે સંસ્કૃત, હિંદી, મરાઠી વગેરે ભાષામાં પણ જોવા મળશે. પત્રકારોમાંથી બહુ ઓછાનાં સંતાનો પત્રકાર બને છે. પોતાનો વ્યવસાય રસિક હોય પણ તેમાં આર્થિક બરકત ઓછી હોય તો એવા વ્યવસાયકારો પોતાનો વ્યાવસાયિક વારસો સંતાનોને આપવાની ઇચ્છા ઓછી રાખે છે. સંજોગોવશાત્ લાચારીથી તેમ કરવું પડે તે જુદી વાત છે. અધ્યાપકોના વ્યવસાયમાં ગ્રંથોનું મૂલ્ય ઘણું મોટું હોય છે. ગ્રંથો તેમની મહત્ત્વની મૂડી બની જાય છે. કેટલાક અધ્યાપકોની આર્થિક સ્થિતિ બહુ સારી નથી હોતી, પરંતુ તેમનું ઘર ગ્રંથોથી સમૃદ્ધ હોય છે. કેટલાયે અધ્યાપકોને પોતાના અવસાન પછી પોતાના ગ્રંથો બીજા કોને આપવા તેનો વિચાર થતો રહે છે. ગ્રંથો માટેનું અધ્યાપકોનું મમત્વ ઘણું મોટું હોય તે સમજી શકાય તેવી વાત છે. પરંતુ કેટલાયે અધ્યાપકોના અવસાન પછી એમના ગ્રંથસંગ્રહ વેરવિખેર થઈ ગયાનું સાંભળ્યું છે. અમારા એક વડીલ અધ્યાપકને ગ્રંથો વસાવવાનો ઘણો મોટો શોખ હતો. પોતાનો ગ્રંથ બીજા ૧૫૬ એક સાંપ્રત સમાજ-દર્શન Page #197 -------------------------------------------------------------------------- ________________ કોઈને વાંચવા માટે આપવામાં તેઓ ઘણી આનાકાની કરતા. પરંતુ તેમનું અકાળે અવસાન થતાં તેમનો પુત્ર એ બધા ગ્રંથો એક ગ્રંથાલયને ભેટ તરીકે આપી આવ્યો. પરંતુ ગ્રંથાલય પાસે એટલાં બધાં પુસ્તકો રાખવાની જોગવાઈ નહોતી એટલે ગ્રંથાલયે પોતાનાં કામનાં થોડાંક કીમતી પુસ્તકો રાખીને બાકીનાં બધાં જ પુસ્તકો વાચકોને મફત લઈ જવા માટે આપી દીધાં. એક અઠવાડિયામાં તો આખો ગ્રંથસંગ્રહ વેરવિખેર થઈ ગયો. કેટલાક માણસો સામાજિક કાર્યકર્તા કે રાજદ્વારી નેતા તરીકે પોતાના ક્ષેત્રમાં જે સ્થાન અને સત્તા ધરાવતા હોય છે તે સ્થાન અને સત્તા પોતાના પછી પોતાનાં સંતાનને પ્રાપ્ત થાય એવી ભાવના રાખતા હોય છે. કેટલીક વાર એ ભાવનાને તેઓ સ્પષ્ટપણે વ્યક્ત કરે છે અથવા બીજા પાસે વ્યક્ત કરાવે છે, તો કેટલીક વાર પોતાની એ ભાવનાને અંતરમાં રાખે છે અને સાનુકૂળ સમય જોઈ, તક મળતાં તે વ્યક્ત કરે છે. પોતાના સંતાનની એવા સત્તાસ્થાન માટે યોગ્યતા ઓછી હોય તો પણ પિતાની નજરમાં તે આવતી નથી. અપત્ય-સ્નેહને કારણે તેમને પોતાનાં સંતાનો ખરેખર હોય તે કરતાં વધારે મોટાં અને શક્તિશાળી લાગે છે. આવી રીતે પદ અને સત્તાનો વારસો સંતાનને સોંપવાથી કેટલીક વાર સારું પરિણામ આવે છે, તો કેટલીક વાર એથી અનર્થો પણ સર્જાય છે. ૫. જવાહરલાલ નેહરુ વૃદ્ધ થયા ત્યારે “જવાહર પછી કોણ ?' એવી ઘણી ચર્ચા ચાલતી હતી. પોતાના ઉત્તરાધિકારી તરીકે કોઈકનું નામ જવાહરલાલજીએ જાહેર કરવું જોઈએ એવી માગણી કેટલાય રાજદ્વારી નેતાઓએ વારંવાર કરી હતી. પરંતુ જવાહરલાલજીએ તે અંગે કોઈ શબ્દ ઉચ્ચાર્યો નહોતો. પરંતુ એમના અંતરમાં ઇચ્છા પડેલી હતી કે પોતાની પુત્રી ઇન્દિરા પોતાના પછી ભારતના વડાપ્રધાનનું પદ મેળવે. એ દૃષ્ટિએ એમણે પોતાની હયાતીમાં જ ઇન્દિરાને કેટલાંક મોટાં અને મહત્ત્વનાં સ્થાન અપાવ્યાં હતાં અને એમને સારો અનુભવ મળે તે માટે સતત પોતાની પાસે રાખ્યાં હતાં. અલબત્ત ઇન્દિરા ગાંધીએ સત્તા મળ્યા પછી વડાપ્રધાનના પદ માટેની કાબેલિયત દાખવી હતી, પરંતુ જવાહરલાલજીના વારસાને તેમણે શોભાવ્યો હતો એમ ન કહી શકાય. ધનસંપત્તિના વારસા ઉપરાંત પોતાનાં સંતાનો અને એમનાં સંતાનો પોતાના જેવાં જ ધાર્મિક, સદાચારી, સેવાભાવી, પ્રામાણિક થાય એવી ભાવના ઘણા રાખે છે. પરંતુ તેમાં પોતાની ઇચ્છાનુસાર જ બધું થાય છે એવું નથી. છેલ્લા કેટલાક સમયથી દુનિયાની વિભિન્ન પ્રજાઓની હેરફેર વારસદારો ૯ ૧૫૭ Page #198 -------------------------------------------------------------------------- ________________ સતત વધતી રહી છે. કેટલાંયે ભારતીય લોકો દેશવિદેશમાં જઈને વસ્યાં છે. કેટલાંક સ્થાનિક લોકો સાથે લગ્નસંબંધો પણ બાંધી લીધા છે. એમની વર્ણસંકર પ્રજા પણ ઉત્તરોત્તર વધુ વર્ણસંકર થતી રહી છે. ભારતના કોઈ ' હિંદુ ડૉક્ટર કેનેડામાં જઈ ત્યાંની યુવતી સાથે લગ્ન કરે એવા એવા કિસ્સા ઉત્તરોત્તર વધુ બનવા લાગ્યા છે. ત્રીજી, ચોથી પેઢીના પોતાના વારસદાર સંતાનો પોતાની કલ્પના, ઇચ્છા પ્રમાણે જ હશે એવા ભ્રમમાં માણસે રહેવું ન જોઈએ. જૂના વખતમાં બનતું હતું તેના કરતાં વર્તમાન સમયમાં વર્ણસંકર પ્રજાનો સંભળ ઉત્તરોત્તર વધતો ચાલ્યો છે. માત્ર ભાષા કે પ્રાદેશિક લાક્ષણિકતા જ નહિ, ધર્મ અને જાતિનાં વર્ણસંકર ઉદાહરણો પણ ઘણાં જોવા મળે છે. ગઈ સદીના આપણા એક સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક જૈન ધર્મ અને જૈન સંસ્કાર તેમજ સંસ્કૃત, અર્ધમાગધી અને ગુજરાતી ભાષા માટે ઘણું અભિમાન ધરાવતા. તેઓ આંગ્લ ભાષા માટે ભારે અણગમો બતાવતા. આંગ્લ સંસ્કાર માટે તેમને બહુ અપ્રીતિ હતી. પરંતુ તેમનો સુશિક્ષિત પુત્ર વધુ અભ્યાસ અર્થે સ્વિત્ઝરલેન્ડ ગયો. અભ્યાસકાળ દરમિયાન ત્યાંની યુવતી સાથે લગ્ન કર્યા. પછી કાયમ માટે તેણે સ્વિઝરલેન્ડમાં વસવાટ સ્વીકારી લીધો. તેમને બે સંતાનો થયાં. એ સંતાનોને નહોતી જૈન ધર્મ સાથે કશી નિસ્બત કે નહોતી નિસ્બત ભારતીય ભાષા સાથે. વસ્તુત: ભારત જેવા પછાત, ગરીબ અને ગંદકીવાળા દેશને તો તેઓ ધિક્કારતા હતા. એક જ પેઢીના અંતરમાં કેટલું બધું વિપરીતપણું આવી ગયું હતું ! કેટલાક સમય પહેલાં અમેરિકામાં મારા એક વિદ્યાર્થીને ત્યાં જવાનું થયેલું. એણે પોતાના એક મિત્રનો મને પરિચય કરાવ્યો. એ મિત્રે એક અમેરિકન યુવતી સાથે લગ્ન કર્યા હતાં. એ મિત્રની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે એના દાદા તો ગુજરાતના એક મોટા સામાજિક કાર્યકર્તા હતા. તેઓ ચુસ્ત જૈન ધર્મ પાળતા હતા. તેઓ બારવ્રતધારી શ્રાવક હતા. કંદમૂળ વગેરે અભક્ષ્ય અને અનંતકાયની તેમને આજીવન બાધા હતી. તેઓ રાત્રિભોજન કરતા નહિ. જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ વગેરે. એમના ધર્મમય જીવનમાં પૂરાં વણાઈ ગયાં હતાં. એમણે ખૂબ લાડકોડથી પોતાના આ પૌત્રને સારી રીતે ઉછેર્યો હતો. નાનપણમાં એને સૂત્રો, સ્તવનો વગેરે કંઠસ્થ કરાવ્યાં હતાં. તેઓ પોતાના એ પૌત્રના ખૂબ વખાણ કરતા અને પોતાનો ધાર્મિક વારસો સાચવશે એમ સમજી ગર્વ અનુભવતા. પરંતુ મોટો થતાં પૌત્ર અમેરિકા ભણવા ગયો. ત્યાં અમેરિકન યુવતી સાથે લગ્ન ૧૫૮ % સાંપ્રત સમાજ-દર્શન Page #199 -------------------------------------------------------------------------- ________________ કર્યા. જીવનનું વહેણ બદલાયું. દારૂ અને માંસાહાર સહજ રીતે એના જીવનમાં વણાઈ ગયા. ધર્મમાંથી પોતાની શ્રદ્ધા ઊડી ગઈ, એટલું જ નહિ પણ પોતાને જેન તરીકે ઓળખાવતાં પણ એને શરમ લાગતી હતી. સદ્ભાગ્યે પોતાના આ પૌત્રનું ભાવિ જીવન જોવા દાદા હયાત રહ્યા ન હતા. જે તેઓ હયાત હોત તો પોતાના એ વારસદારને માટે એમને પારાવાર દુ:ખ થયું હોત. આ તો પૌત્રની વાત થઈ. પણ ખુદ પુત્ર પણ શત્રુ જેવો નીવડે એવી ઘટનાઓ પણ બને છે. એક હિંદુ મંદિરના ટ્રસ્ટી પોતે માત્ર શાકાહારી જ નહિ, મરજાદી પણ હતા. એમનો પુત્ર જર્મનીમાં ભણીને આવ્યો અને જર્મન પત્નીને પણ લાવ્યો. એક જ બંગલામાં માતાપિતા સાથે રહેતો એ યુવાન ઘરમાં જ. મરઘી લાવીને રાંધતો. માતાપિતાની પાછલી જિંદગીને એણે ધૂળધાણી કરી નાખી અને બંગલાનો માલિક થઈને બેસી ગયો. ગઈ પેઢીના એક કલાવિવેચક પોતાના લેખોમાં મરાઠીઓએ ગુજરાતને સાહિત્ય-સંગીત કલાના ક્ષેત્રમાં ઘણો મોટો અન્યાય ભૂતકાળમાં કર્યો છે એવો દ્વેષભર્યો આક્ષેપ વખતોવખત ઉચ્ચારતા. તેમની સાથેની અંગત વાતચીતમાં પણ એમનાં મરાઠીઓ પ્રત્યેનાં દ્વેષભર્યા કટુ વચનો સાંભળ્યાં હતાં. પરંતુ કુદરતની વિચિત્રતા કેવી કે એમનાં ત્રણ સંતાનોએ મરાઠીભાષી વ્યક્તિ સાથે પ્રેમલગ્ન કરી લીધાં. પોતાના દીકરા કે દીકરી પોતાના શત્રુના દીકરા કે દીકરી સાથે ભાગી જઈને લગ્ન કરે એવી ઘટનાઓ હેઠ પ્રાચીનકાળથી બનતી આવી છે. રોમિયો અને જુલિયેટની વાત પણ જાણીતી પોતાની પાંચમી-છઠ્ઠી પેઢીનાં કે તે પછીનાં વારસદાર સંતાનો પોતાનાં ભાષા, ધર્મ, જીવનશૈલીને કે ભાવનાને અનુસરતાં રહેશે. એવું માનવું અવાસ્તવિક છે. કોઈક વિરલ અપવાદરૂપ કિસ્સાઓમાં એવાં “વારસદાર' સંતાન કે સંતાનો એથી અધિક સંતોષકારક હોઈ શકે, પરંતુ ઘણા કિસ્સાઓમાં તો પરિણામ વિપરીત કે અપયશ અપાવનારું પણ હોઈ શકે. એક વાવ બંધાવનારના વારસદારે તો પીવાના પાણીના પૈસા માગ્યા એટલે તો વિમલ મંત્રીએ પોતાને સંતાન ન હોય એવું વરદાન અંબામાતા પાસે માગ્યું હતું. ત્રણ-ચાર કે આઠ-દસ પેઢીએ માણસના વારસદારો તદ્દન બેહાલ દશામાં હોય એવું પણ બને છે. કવિ મલબારીએ ગાયું છે કે, “સગાં દીઠાં મેં શાહઆલમનાં, ભીખ માગતાં શેરીએ.” વારસદારો એક ૧૫૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ જે રાજા રાજ્યની સર્વોચ્ચ સત્તા ધરાવતો હોય અને રાજ્યની અઢળક સમૃદ્ધિ ભોગવતો હોય, સુખચેનમાં જીવન પસાર કરતો હોય એ જ વ્યક્તિનાં સંતાનો અને સગાંસંબંધીઓ માટે રાજ્યનો પરાજ્ય થથાં ભીખ માગવાનો વખત આવે એમાં કશું આશ્ચર્ય નથી. રાજ્યસત્તાના ક્ષેત્રે પણ ચડતી-પડતીનો ક્રમ ચાલ્યા જ કરે છે. વળી રાજા એક હોય પણ એના કુંવરો ત્રણચાર કે વધુ હોય તો તે દરેકને સરખી રાજસત્તા કે મિલકત મળતી નથી. એવા સત્તાવિહીન રાજકુંવરોના ઉત્તરોત્તર વધતા જતા વંશજોમાં વારસામાં મળેલી સંપત્તિ વહેંચાતી વહેંચાતી ગામગરાસ સુધી આવે છે. એમ કરતાં કરતાં એક વખત એવો આવે છે કે જ્યારે મૂળ રાજવંશી કુટુંબના વારસદારોને ભીખ માંગવાનો વખત આવે છે. પોતાનો ધાર્મિક, સાંસ્કારિક વારસો પોતાની ઘણી પેઢી સુધી ચાલ્યા કરે એવી ભાવના રાખવી તે ઉત્તમ વાત છે, પણ તેવો આગ્રહ રાખવા જતાં દુઃખી થવાનો વખત આવે એવો સંભવ રહે છે. ઝડપથી બદલાતા જતા જીવનવ્યવહારમાં વારસદારો પણ એવો ધાર્મિક કે સાંસારિક વારસો સાચવવા અંગે વિવશ બની જાય છે. વસ્તુત: મનુષ્ય પોતાના જીવનને જ ઉત્તમ રીતે કૃતાર્થ કરવા તરફ લક્ષ આપવું જોઈએ અને ભાવિ પેઢીમાંથી મમત્વભાવને પાછો ખેંચી લેવો જોઈએ. કેટલીક ગુપ્ત વિદ્યાઓ ધરાવનાર મહાપુરુષો યોગ્ય ઉત્તરાધિકારી સિવાય બીજા કોઈને પોતાની વિદ્યા સોંપતા નથી. પોતાનાં સંતાનોમાં જો એવી પાત્રતા ન હોય તો વિદ્યાની પરંપરા ભલે વિચ્છિન્ન થઈ જાય, પરંતુ અપાત્રને વિદ્યાનો વારસો આપવામાં ઘણું જોખમ છે. એમ તેઓ સમજે છે. મંત્રવિદ્યા વગેરે કેટલીક ગૂઢ રહસ્યમય વિદ્યાઓની બાબતમાં આમ બનવું સ્વાભાવિક છે. જ્યોતિષ, આયુર્વેદ વગેરે કેટલીક વિદ્યાઓ માટે યોગ્ય ઉત્તરાધિકારી મેળવવાનું અઘરું નથી. પરંતુ બીજી બાજુ મંત્રવિદ્યા, યોગવિદ્યા, અધ્યાત્મિવિદ્યા જેવી કેટલીક ગૂઢ વિદ્યાઓ સરળથાથી બીજાને આપી શકાતી નથી. જેમ કૌટુંબિક ધનસંપત્તિનો વારસો હોય છે તેમ પ્રજાકીય ભૌતિક અથવા સાંસ્કારિક સમૃદ્ધિનો વારસો પણ હોય છે. ભારતીય સંસ્કૃતિ દુનિયામાં પ્રાચીનતમ સંસ્કૃતિ છે. અને ભાષા, ધર્મ, તત્ત્વજ્ઞાન, વિવિધ કલાઓ, જીવનવ્યવહારની વિવિધ પ્રથાઓ ઇત્યાદિ વિષયમાં અત્યંત સમૃદ્ધ રહી છે. એના એ વૈભવશાળી વારસાએ માત્ર થોડીક વ્યક્તિઓના નહિ, સમયે સમયે અનેક લોકોનાં જીવનને ધ્યેય ઉજ્જવળ બનાવવામાં ઘણું મોટું ૧૬૦ * સાંપ્રત સમાજ-દર્શન Page #201 -------------------------------------------------------------------------- ________________ યોગદાન આપ્યું છે. સ્થળ ભૌતિક પદાર્થો કરતાં સૂક્ષ્મ સાંસ્કારિક વારસો વધુ ચિરંજીવી રહે છે. જીવ અને જગત વિશે તત્ત્વજ્ઞાન અને એના રહસ્યનો વારસો તો હજારો વર્ષ સુધી સતત વહેતો રહે છે. આ વારસો એવો છે કે જે વાપરવાથી ખૂટતો નથી, પણ વધતો ચાલે છે. માનવજાતને ટકાવી રાખવા અને ઉન્નત બનાવવા માટે એ ઘણું મોટું પ્રેરકબળ બની રહે છે. જેઓએ પોતાના જીવનને કૃતાર્થ કરવું છે તેઓએ આવો અમૂલ્ય અને અવિનાશી વારસો મેળવવાની અને મળ્યા પછી તે બીજા સુધી પહોંચાડવાની ભાવના સેવવી જોઈએ. | (સાંપ્રત સહચિંતન-૭) વારસદારો શક ૧૬૧ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પુત્રીતિ હમણાં હમણાં પાશ્ચાત્ય દેશોમાં, વિશેષત: અમેરિકામાં કિશોર વયના દીકરાએ માતાપિતાની કે બેમાંથી કોઈ એકની હત્યા કરી હોય એવા કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. અજ્ઞાન, ઉશ્કેરાટ, શાળા-કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વેર, માદક દ્રવ્યોનું વ્યસન, જુગાર, નાણાંની જરૂ૨, ઇચ્છા ન સંતોષાવી, ખોટી ચડવણી કરનાર મિત્રોની સોબત અથવા એકલવાયાપણું વગેરે કારણો ઉપરાંત ગનરિવોલ્વરની સુલભતા એ પણ એક મહત્ત્વનું કારણ આવા કિસ્સામાં કાર્ય કરી જાય છે. કિશોરો ઉપરાંત યુવાન કે તેથી મોટી વયના પુત્રે પિતાનું ખૂન કર્યું હોય એવા બનાવો ત્યાં તથા અન્ય દેશોમાં પણ બનતા રહે છે. પુત્રે પોતાનાં માતા કે પિતાનો વધ કર્યો હોય એવા બનાવો ઇતિહાસમાં પણ જોવા મળે છે. નાનાંમોટાં રાજકુટુંબોમાં ગાદી માટે અથળા ગરાસ માટે આવી કેટલીયે ઘટનાઓ બની હશે જેની નોંધ ઇતિહાસના પાને લેવાઈ હોય એ સ્વાભાવિક છે. દીકરા તરફથી પોતાની હત્યા થવાનો ડર બિલકુલ ન હોય, પણ એ સામે બોલશે, અપમાન કરશે, ધમકી આપશે, વઢ વઢ કરશે, સગાં સંબંધીઓમાં વગોવણી કરશે, પોતાની સંપત્તિ પચાવી પાડશે કે ઉડાવી દેશે, મિલકતના ભાગ માટે કોર્ટે ચડશે, માનસિક ત્રાસ આપશે, ક્યાંક જતાંઆવતાં કે દાનાદિમાં નાણાં આપતાં અટકાવશે, ભૂખે મારશે ઇત્યાદિ વિવિધ પ્રાકરની ચિંતા કેટલાંયે માતાપિતાને વૃદ્ધાવસ્થામાં રહે છે. એમાં પણ શારીરિક માંદગી કે પરાધીનતા પછી એવી ચિંતા વધી જાય છે. પુત્રની ૧૯ર જ સાંપ્રત સમાજ-દર્શન Page #203 -------------------------------------------------------------------------- ________________ (તથા પુત્રવધૂની પણ) સતામણીથી ત્રાસીને કોઈ માતાપિતાએ ઝેર ખાઈને, બારીમાંથી પડતું મૂકીને, ગળે ફાંસો ખાઈને, બળી મરીને પોતાના જીવનનો અંત આણ્યો હોય એવા સમાચાર અવારનવાર છાપાંઓમાં વાંચવા મળે છે. કેટલાક પોતાની વેદના પોતાના મનમાં જ સમાવીને બેસી રહે છે, હવે પોતાનો ખરાબ વખત આવ્યો છે એવું સમાધાન મેળવે છે, મૌન જાળવીને ધર્મધ્યાન તરફ વળી જાય છે અથવા માનસિક વેદનાની અભિવ્યક્તિના અભાવે ડિપ્રેશનને કારણે સૂનમૂન બની જાય છે અથવા ગાંડા થઈ જાય છે. જે પુત્રના જન્મ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય, જન્મ વખતે ઉત્સવ થતો હોય, લાડકોડથી એને ઉછેરવામાં આવતો હોય, ભણાવીગણાવી વેપારધંધે લગાડવાના અથવા અન્ય કોઈ પ્રકારની તેજસ્વી કારકિર્દીવાળો બનાવવામાં સ્વપ્નાં સેવ્યાં હોય, જેની પાછળ પોતાની જાત નિચોવી નાખવામાં આવી હોય એવા પુત્ર કે પુત્રો જ્યારે કૃતઘ્ન બને છે, માતાપિતાને માનસિક સંતાપ કરાવે છે કે હત્યા કરવાની હદ સુધી પહોંચી જાય છે ત્યારે સંસારની વિષમતા કેવી ભયંકર છે તે સમજાય છે. વસ્તુત: વૃદ્ધાવસ્થામાં તો પુત્ર માતાપિતાનો સહારો બનવો જોઈએ. નીતિશાસ્ત્રકારો કહે છે : पूर्वे वयसि पत्राः पितरमुपजीवन्ति । अन्तिमे वयसि पुत्रान् पितोपजीवती ।। [ પૂર્વ વયમાં એટલે બાલ્યકાળમાં પુત્ર પિતાના સહારે જીવે છે અને અંતિમ વયમાં પિતા પુત્રોને સહારે જીવે છે. ] સંસારમાં માતાપિતા અને સંતાનો વચ્ચેનું ઉગ્ર કોટિનું વૈમનસ્ય પ્રમાણમાં તો નહિ જેવું જ જોવા મળે છે. આમ છતાં એ સંબંધોમાં વિવિધ પ્રકારની તરતમતા રહે છે. આમ છતાં એ સંબંધોમાં વિવિધ પ્રકારની તરતમતા રહે છે. સ્નેહભર્યા, વાત્સલ્યભર્યા ગાઢ સંબંધો જીવનપર્યત ટકી રહેતા હોય એવાં સદૂભાગી માતાપિતા અનેક જોવા મળશે. શ્રવણની પિતૃભક્તિ તો અજોડ છે. આમ છતાં બે પેઢી વચ્ચેનો વેરભાવ પણ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. સોહરાબ અને રૂસ્તમ જેવી દશા ઘણે ઠેકાણે પ્રવર્તે છે. એ માટેનાં શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક એવાં ઘણાં કારણો છે. પુત્ર ગમે તેટલો મોટો થયો હોય છતાં માતાપિતાને તે નાનો જ લાગે છે અને એવા વ્યવહારનો અતિરેક થતાં પુત્રનું સ્વમાન ઘવાય છે. એક કરતાં વધુ સંતાનો હોય તો સંપત્તિની પુત્ર ભીતિ * ૧૬૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ વહેંચણીનો પ્રશ્ન ઊભો થાય છે. માતાપિતા વહાલા પુત્રના પક્ષપાતી બને છે. પુત્રવધૂઓ ઘરમાં આવતાં દીકરાઓ માતાપિતા સાથે મન મૂકીને વાત નથી કરી શકતા. બેય પક્ષ સાચવવા જતાં પુત્ર કફોડી સ્થિતિમાં મૂકાય છે. માતાપિતા અશક્ત છે, એમની માનસિક ગ્રંથિઓ અને વહેમો બંધાઈ ગયા છે. હવે તેઓ ઝાઝું જીવવાના નથી. તેઓ બોજારૂપ બને છે. પત્ની સાથે આખી જિંદગી કાઢવાની છે. આવા આવા વિચારે બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે, વિનય અને લજ્જા લોપાતાં જાય છે. એમાં પણ મોટો સંઘર્ષ થતાં હત્યા કે આપઘાતની ઘટનાઓ બને છે. ક્યારેક પુત્રે પિતાની કે પિતાએ પુત્રની હત્યા કરી હોય એવી ઘટનાઓ પણ બને છે. પોતાનાં કર્મનો ઉદય અને ઋણાનુબંધ અનુસાર બધું બને છે એવું સમાધાન કેટલાક કેળવે છે. બદલાતા જમાનામાં આપણને લાગે છે કે આપણાં માતાપિતા કરતાં આપણે વધુ ડાહ્યા, સમજદાર છીએ, પરંતુ થોડાં વર્ષોમાં જ આપણાં સંતાનો પણ આપણા માટે એવા જ વિચાર કરતા થઈ જાય છે. કહ્યું છે : We think our fathers fool so wise we grow; Our wiser sons, no doubt will think us so. માણસને પોતાના દીકરાઓ તરફથી જેટલો ડર હોય છે તેટલો દીકરી તરફથી નથી હોતો. વસ્તુત: પોતાને દીકરીનો ડર લાગે એવા કિસ્સા જવલ્લે જ બને છે. માતા-પિતાને દીકરી માટે પ્રેમભરી લાગણી એકંદરે વધુ રહે છે અને જે સમાજમાં દીકરી માતાપિતાનું ઘર છોડી સાસરે જાય છે એ સમાજમાં દીકરીને માતાપિતા માટે ઉષ્માભરી સાચી લાગણી, ઝંખના, ઉમળકો, દરકાર વગેરે વધુ રહે છે. જમાઈના ચડાવ્યાથી કે ભાભીઓના મહેણાં-ટોણાંથી ત્રાસેલી દીકરી માતાપિતાથી વિપરીત થઈ ગઈ હોય એવી ઘટનાઓ નથી બનતી એવું નથી, પરંતુ એમાં પણ અપ્રીતિ સવિશેષ હોય છે, ડર નહિ. પિતાએ પુત્રનો ઉછેર એટલે જૂની પેઢી અને નવી પેઢીનો ઉછેર. બંને વચ્ચે તફાવત હંમેશાં રહેવાનો. દુનિયા સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને એની જીવનશૈલી હોય છે. યુવાનો પોતાની રીતે આગળ ચાલવા ઇચ્છે છે. વૃદ્ધો હવે અશક્ત બન્યા હોય છે. તેઓ સ્થિરતા ઝંખે છે. તેમનામાંથી સાહસિકતા ચાલી જાય છે. સંતાનો જુવાન છે, તરવરાટવાળાં ૧૬૪ - સાંપ્રત સમાજ-દર્શન Page #205 -------------------------------------------------------------------------- ________________ છે, સાહસિક છે, સ્વપ્નશીલ છે. એમની આગળ લાંબો ભવિષ્યકાળ છે. આથી બે પેઢી વચ્ચેના અંતરમાં જ્યારે પરસ્પર વૈમનસ્યની ગ્રંથિઓ પાકી થઈ ગઈ હોય છે ત્યારે સંઘર્ષ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. પુત્ર પચીસપાંત્રીસની ઉંમરનો થાય એ પછી એને પોતાના પિતા તરફ સંપૂર્ણ આદર જ રહ્યો હોય એવા પ્રસંગોનું પ્રમાણ ઘણું ઘટી જાય છે. ઓસ્કર વાઈલ્ડ sej 9, 'Children begin by loving their parents. After a time they judge them. Rarely, if ever, do they forgive them.' બાલ્યકાળમાં અને કિશોરકાળમાં બાળકોને પોતાનાં માતાપિતાનો વિશેષત: પિતાનો ડર રહે છે. કંઈક ભૂલ કરી હોય, ખોટું બોલ્યા હોય કે ખોટું કર્યું હોય તો મેથીપાક મળશે એવી મનમાં ભીતિ રહે છે. નાનું બાળક ગભરાય છે. આકુળવ્યાકુળ બની જાય છે. એમાં પણ પિતાનો સ્વભાવ જો કડક અને ક્રોધી હોય, હાથનો છૂટો હોય તો બાળખને વધુ ડર લાગે છે. બાપના એક ઘાંટાથી બાળક ચૂપ થઈ જાય છે. પણ પછી બાળકના મનમાં પિતા માટે એક પ્રકારની ગ્રંથિ બંધાઈ જાય છે. યૌવનમાં આવેલા દીકરાઓ પિતાની સાથે વિચારવિનિમય કરે છે. ક્યારેય દલીલબાજી પણ થાય છે. પણ ઘણાખરા પોતે સાચા હોય તો પણ પિતાની સામે બોલતા નથી. એમનું અપમાન કરતા નથી. પરંતુ પિતા જ્યારે અતિશય કડક બને છે ત્યારે દીકરા ઉદ્ધત જવાબ આપતા થઈ જાય છે. એમાંથી જ પછી સંઘર્ષ થાય છે અને છૂટા પડવાનું બને છે. વૃદ્ધાવસ્થા આવે, શારીરિક નિર્બળતા વધે, કામ ન થાય, પરાવલંબી જીવન બની જાય ત્યારે સશક્ત, યૌવનના તરવરાટવાળા દીકરાઓને એમ લાગે કે બધી વાતો બાપા આડા આવે છે. ત્યારે નિકટના મિત્રવર્તુળમાં તે પોતાના માટે પણ ‘ડોસલો', “બુઢો' જેવા તોછડાઈભર્યા શબ્દો વાપરવા લાગે છે. ક્યારેક તો એમ બોલતાં પણ અચકાતા નથી કે ‘હવે આ બુઢો મરે તો અમે છૂટીએ.” અથવા “ડોસો મરતો ય નથી ને માચી મૂકતો ય નથી.” અથવા “ડોસાના મરવાની રાહ જોઉં છું. તે પહેલાં મને સંપત્તિ મળશે નહિ.” વૃદ્ધ પિતાએ બધી જ લગામ પોતાના હાથમાં રાખી હોય ત્યાં દીકરાઓની લાગણી બુટ્ટી થઈ જાય છે. પુત્રના પ્રકારો જુદી જુદી રીતે દર્શાવવામાં આવે છે. એમાંનો એક પ્રકાર “વૈરાનુબંધી પુત્રનો છે. આવો પુત્ર નાનો હોય ત્યારે લાડકોડમાં પણ માતાપિતાને મારતો હોય છે અને પછી મોટો થતાં માતાપિતાને જાનથી મારી નાખે છે. જાણે પૂર્વ ભવનું વેર લેવા માટે જ પુત્રનો જન્મ ન થયો પુત્રભીતિ ૧૬૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ હોય ! એમ કહેવાય છે કે, There are times when parenthood seems nothing but feeding the mouth that bites you. પોતાના પુત્રનો જ જેમને ભય લાગતો હોય એવા લોકો જીવનમાં સુખશાન્તિ મળતાં નથી કહ્યું છે : पुत्रादपि भयं यत्र तत्र सौख्यं हि किद्दशम् । (જ્યાં પુત્ર તરફથી ભય હોય ત્યાં સુખ કેવું ?) મિલકત અને એની વહેંચણી એ સંતાનો સાથેના વૈમનસ્યનું મોટું કારણ બને છે. માબાપને બેચાર દીકરાઓ હોય ત્યારે તે દરેકને સરખે ભાગે મિલકત વહેંચી આપવામાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. માબાપનો એકાદ દીકરા પ્રત્યેનો પક્ષપાત એમાં ભાગ ભજવી જાય છે. મિલકતના વિભાજનથી સંતાનોને સર્વથા સાચો સંતોષ થયો હોય એવું જવલ્લે જ બને છે. ભાઈભાઈ વચ્ચેનો તનાવ ચાલુ થઈ જાય છે. મહેણાં-ટોણાં દ્વારા અભિપ્રાયો છતા થાય છે. પોતાને અન્યાય થાય છે એવું લાગે ત્યારે દીકરાઓ પિતાની સામે થાય છે. ઉગ્ર કે અયોગ્ય વચનો બોલે છે, મર્યાદા તૂટે છે. પછી માબાપને સંતાનો પાસે ડરીને, સાચવીને બોલવાનો, કશુંક છુપાવવાનો વખત આવે છે. માણસની મિલકત બધી જ રોકડ રકમરૂપે નથી હોતી. એમ હોય તો ભાગાકાર સહેલા બને છે. પણ ઘર, જમીન, ઘરેણાં, દુકાન, વેપારઉદ્યોગ વગેરેના રૂપમાં રહેલી મિલકતના મૂલ્યાંકનમાં મતભેદ ઊભા થાય છે. પોતે એવો ભાગ લેવો કે ન લેવો એના પ્રશ્નો ઊભા થાય છે. એમાંથી ઉગ્ર અસંતોષ પ્રગટ થાય છે. પછી કુટુંબકલેશ ચાલુ થાય છે. હસતા વૃંદાવનમાં બાવળિયા ઊગવા લાગે છે. માતાપિતાની પ્રસન્નતા હણાઈ જાય છે. વાણી- વ્યવહારમાં ફરજિયાત સંયમ લાવવો પડે છે. પુત્ર માતાપિતાને કેવો ત્રાસ આપે તેની સાચી બનેલી એક ઘટનાનો હું સાક્ષી છું. માબાપને ચાર દીકરા હતા અને ચારે પરણ્યા ત્યાં સુધી આનંદ-કલ્લોલમાં તેઓનું જીવન એક જ ઘરમાં વીત્યું. પણ પછી તેઓને સંતાનો થતાં, કુટુંબનો વિસ્તાર થતાં ઘર નાનું પડ્યું એટલે છૂટા થવાની વાત આવી. મિલકતની વહેંચણીમાં ભાઈઓમાં મન ઊંચાં થયાં. માતાપિતાએ પોતાના સૌથી નાના લાકડા દીકરાને પોતાના ઘરમાં સાથે રાખવાનું ઠરાવ્યું અને મોટા દીકરાઓ બીજે રહેવા ગયા. એક વખત માએ પોતાના ઘરેણાંમાંથી એક ઘરેણું મોટી વહુને લગ્ન પ્રસંગે પહેરવા આપ્યું અને એ પાછું ન આવ્યું. એમાંથી ઝઘડા ચાલુ થયા અને વધ્યા. નાના દીકરાએ ૧૯૬ સાંપ્રત સમાજ-દર્શન Page #207 -------------------------------------------------------------------------- ________________ માના ઘરેણાંના કબાટ ૫૨ કબજો જમાવી દીધો. રોજ સાથે મંદિરે દર્શન કરવા જનાર માતાપિતાને એક દિવસ નાના દીકરાએ ત્યાં મોટી વહુ સાથે ખાનગી વાત કરતાં જોયાં અને એનો વહેમ વધી ગયો. રખેને માતાપિતા કોઈને ઘર લખી આપે તો પોતાને ફૂટપાથ પર રખડવાનો વારો આવે. એણે માતાપિતા પર કબજો જમાવી દીધો. ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી દીધી. માબાપ બહુ કરગર્યા ત્યારે માતાપિતા વારાફરતી મંદિરે જાય અને તે પણ નોકર સાથે જાય એવી છૂટ મળી. એકે દિવસ દીકરાને કહ્યા વિના પિતા બહાર ગયા. તે દિવસે સાંજે ધમાલ મચી ગઈ. ઉશ્કેરાયેલા દીકરાએ ધમકી ઉચ્ચારી દીધી કે ‘હવેથી ઘરમાંથી જો બહાર પગ મૂકશો તો જાનથી મારી નાખીશ.' પછી મંદિરે જવાનું પણ બંધ કરાવ્યું. માતાપિતાને સૌથી લાડકો દીકરો હોય અને તેના તરફતી આવી ગંભીર ધમકી મળે તો કેટલું વસમું લાગે ! માતાપિતા સૂનમૂન બની ગયાં. પોતાના પાપનો ઉદય છે એમ મન મનાવી વૃદ્ધાવસ્થામાં શાન્તિથી દિવસો પસાર કરવા લાગ્યાં. પણ પછી બન્યું એવું કે એ નાના દીકરાને એક દિવસ કમળો થયો. એમાંથી કમળી થઈ અને ભરયુવાનીમાં જ અકાળે એનું અવસાન થયું. સતત ભયમાં રહેતા કૃશકાય બની ગયેલાં માતાપિતાએ એ દિવસે આંસું ન સાર્યાં, પણ ભયમાંથી મુક્ત થયાની રાહત અનુભવી. પાશ્ચાત્ય દેશોમાં યુવાન કે કિશોર દીકરા સાથે અણબનાવ કે ઝઘડો થતાં માતાપિતાને મૃત્યુનો ડર લાગે છે. ઉશ્કેરાયેલો દીકરો ક્યારે અચાનક ગન લઈને ધસી આવશે એ કહેવાય નહિ. જ્યાં ધાતક શસ્ત્રો સુલભ છે ત્યાં આવો ડર વિશેષ રહે છે. આવી ઘટનાઓ પોતાના દેશ-પ્રદેશમાં વારંવાર બનતી હોવાથી પણ મનમાં ડર પેસી જાય છે. અમેરિકા અને બીજા ઘનાઢ્ય દેશોમાં માતાપિતાનું ખૂન કરનાર દીકરાઓ ઘણું ખરું કિશોરાવસ્થાના હોય છે. એમને સાચી સલાહ કે સાંત્વન આપનાર કોઈ હોતું નથી. તેઓ માનસિક સમતુલા ગુમાવી દે છે. એટલે જ્યારે અચાનક ઝનૂન ચડી આવે ત્યારે હત્યાની દુર્ઘટના બની જાય છે. પાશ્ચાત્ય દેશોમાં છૂટાછેડા અને પુનર્લગ્નનું પ્રમાણ વધતું જાય છે. એટલે માતાપિતા અને સંતાનો વચ્ચે લાગણી રહેતી નથી. સાવકો દીકરો કે સાવકી મા અથવા સાવકા બાપને એકબીજા પ્રત્યે મનમાં જ ઘૃણા હોય છે. વેર લેવાની વૃત્તિ જોર પકડે છે. દોસ્તારોનો ટેકો મળી જાય છે અને કાવતરું રચાય છે. મોટાં ઘરો, એકાંત અને શસ્ત્રની સુલભતાને લીધે હત્યાની ઘટના બનતાં વાર નથી લાગતી. પુત્રભીતિ * ૧૬૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન સમયમાં વિડિયો ગેમના પ્રકારના જુગારનું વ્યસન વધતું જાય છે. જુગારમાં મોટી રકમ હારેલા કિશોરો પૈસા કઢાવવા માતાપિતાને મારી નાખવાની ધમકી આપે છે. દારૂ અથવા માદક પદાર્થોના વ્યસનને લીધે ઉન્માદી બનેલો દીકરો પણ ઘેનમાં ભાન ભૂલી પિતાનું કાસળ કાઢી નાખે છે. આવી ઘટનાઓનું પ્રમાણ પાશ્ચાત્ય દેશોમાં વધુ બને છે. એમાં ટી.વી. પર વાસ્તવિકતાના નામે બતાવાતી આવી ઘટનાઓની અસર પણ થાય છે. વૃદ્ધાવસ્થામાં માણસને એકની એક વાત વારંવાર કહેવી કે વાગોળવી ગમે છે. વૃદ્ધાવસ્થાની આ એક માનસિક નબળાઈ છે. પરંતુ તે પ્રત્યે સહાનુભૂતિ ભર્યું સહનશીલતાનું વલણ અપનાવવું જોઈએ. એક વડીલ જૂના વખતનું દૃષ્ટાન્ત આપે છે. એક બાપા પોતાને ત્યાં હિસાબના ચોપડામાં ઘરની બીજી વિગતો પણ લખતા. એમનો દોઢેક વર્ષનો દીકરો જ્યારે બોલતાં શીખ્યો ત્યારે એક વખત બારીઓ, કાગડો આવીને બેઠો. નાના બાળકે પૂછુયું, “બાપા, આ શું છે ?” બાપાએ કહ્યું, “કાગડો'. થોડીવાર પછી છોકરાએ ફરીથી પૂછુયું અને ફરીથી બાપાને કહ્યું, “કાગડો'. એમ નાના બાળકે આઠદસ વાર પૂછ્યું અને જેટલી વાર પૂછ્યું એટલી વાર બાપાએ ચોપડામાં નોંધી લીધું. આમ રોજ કાગડો આવે અને રોજ બાળક આઠદસ વખત પૂછે અને જેટલી વાર બાળકે પૂછ્યું હોય એટલી વાર બાપા ચોપડામાં લખી લે. પછી તો બાળક મોટું થયું અને પૂછવાનું બંધ થયું. દીકરો મોટો થયો અને લગ્ન થયાં. હવે વૃદ્ધ પિતાની વાતો એને અળખામણી લાગવા માંડી. કોઈ વખત સમજ ન પડે કે યાદ ન રહે તો બાપા બીજી વાર પૂછતા, પરંતુ ત્યારે દીકરો અપમાનજનક અવાજે કહેતો, “એકની એક વાત કેટલી વાર પૂછો છો ?” એક વખત બાપાએ જૂનો ચોપડો મંગાવી દિકરાને વંચાવ્યું અને કહ્યું : “તું નાનો હતો ત્યારે કાગડા માટે “બાપા આ શું છે ?” એમ રોજ કેટલી વાર પૂછતો હતો ? એની સરખામણીમાં હું તો કંઈ જ પૂછતો નથી. માટે મારી સાથે આવી ઉદ્ધત રીતે વર્તતાં તને શરમ આવવી જોઈએ.” દીકરો ચૂપ થઈ ગયો. કેટલાક વખત પહેલાં ગુજરાતના એક શહેરમાં એક ભાઈની સાથે એમના એક મિત્રને ત્યાં મારે જવાનું થયું હતું. મિત્ર બહાર ગયા હતા. દરમિયાન મિત્રના વયોવૃદ્ધ પિતાશ્રી અમને મળવા પોતાના રૂમમાંથી બેઠકના ખંડમાં આવ્યા. તેઓ વિધુર થયા હતા એટલે પોતાના ગામમાંથી ૧૩૮ સાંપ્રત સમાજ-દર્શન Page #209 -------------------------------------------------------------------------- ________________ શહેરમાં દીકરાને ત્યાં રહેવા આવવું પડ્યું હતું. પોતે એક કોલેજમાં આચાર્ય હતા અને નિવૃત્ત થયા ત્યાં સુધીમાં પોતાની યશસ્વી કારકિર્દીને લીધે ઘણું માનપાન પામ્યા હતા. પોતાના એ સુખી દિવસો વાગોળતાં તેઓ બેત્રણ વાર બોલ્યા કે, “Those were the golden days of my life.' આ વાતચીત ચાલતી હતી તેવામાં એમના દીકરા આવી પહોંચ્યા. આવતાંની સાથે પોતાના વૃદ્ધ પિતા ઉપર તૂટી પડ્યા, “ગોલ્ડન, ગોલ્ડન, ગોલ્ડન.. જે આવે તેની આગળ બસ ગોલ્ડન, ગોલ્ડન કર્યા કરો છો ? બીજું કંઈ સૂઝે છે નહિ? જાવ તમારા રૂમમાં બેસો.' આ સાંભળી અમે તો ડઘાઈ ગયા. વયોવૃદ્ધ પિતા ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. મેં પિતાશ્રીનો બચાવ કરવા પ્રયત્ન કર્યો, પણ એ મિત્રને મારી વાત રુચિ નહિ. વૃદ્ધ માતાપિતાની આવી ટેવની ઘટના ઘેર ઘેર બનતી હશે ! માતા અને પિતા બેમાંથી એકની વિદાય થાય તે પછી પરિસ્થિતિ વધુ કરુણ બને છે. હવે દીકરો કે દીકરાઓ જોરમાં આવી જાય છે. પુત્રવધૂઓ તેમાં સાથ આપે છે. સાચી ખોટી ભંભેરણી થાય છે. અસત્યનો આશ્રય લેવાય છે. વડીલની હવે ગરજ રહેતી નથી. ભૂતકાળ ભુલાઈ જાય છે. એમાં પણ વડીલ વ્યક્તિ માંદી પડે છે ત્યારે તેમની લાચારી વધી જાય છે. એકવાર ગુજરાતના એક નાના ગામમાં અમારે એક સંસ્થાની મુલાકાત પછી ગામના મુખ્ય વેપારીને ત્યાં જમવા જવાનું હતું. પરસ્પર ઓળખાણ નહોતી, પણ સંસ્થાના તેઓ હોદ્દેદારો હોવાને નાતે એમને ત્યાં જમવાનું હતું. અમે એમને ત્યાં ગયા. મકાનમાં નીચે વિશાળ મોટી દુકાન હતી. ખાસ્સી ઘરાકી હતી. વેપાર ધમધોકાર લાગ્યો. ઉપરના માળે એમનું વિશાળ ઘર હતું. દાદર ચડી ઉપર ગયા ત્યાં બહાર પરસાળમાં બાથરૂમ-સંડાસ પાસે એક મેલી ગોદડી પર એક વયોવૃદ્ધ સજ્જન બેઠા હતા. અમે જમવા બેઠા ત્યારે એક થાળી એમને પણ પહોંચાડવામાં આવી. મારાથી સહજ પુછાઈ ગયું, “વડીલ કોણ છે ?' યજમાને શરમાઈ જતાં ધીમા અવાજે મને કહ્યું, “મારા ફાધર છે. ખાંસીને લીધે આખો દિવસ ખોં ખોં કરે છે. છોકરાંઓનું ભણવાનું બગડે છે અને ઘરમાં હોય તો કટકટ કરે છે. વાઈફથી એ સહન થતું નથી. એટલે બહાર જગ્યા કરી આપી છે. એમને ય શાન્તિ અને અમને ય શાન્તિ.” જમીને અમે બધાં નીચે ઊતરતાં હતાં. હું છેલ્લે હતો. મેં વડીલને ભાવપૂર્વક નમસ્કાર કર્યા. તેઓ કોઈ સાંભળતું નથી એની ખાતરી કરી પુત્રભીતિ - ૧૯૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ ધીમેથી ગળગળા અવાજે એટલું જ બોલ્યા, “કાઠિયાવાડથી હાથપગે અહીં પંચમહાલમાં આવી આખી દુકાન મેં એકલે હાથે જમાવી. દીકરાને તો તૈયાર ભાણે બેસવા મળ્યું છે. હવે હું લાચાર છું. ડરીને જીવું છું. દિવસો ઝટ પૂરા થાય એની રાહ જોઉં છું. આજે મારો વારો છે. કાલે એનો વારો આવશે.” પિતાપુત્ર વચ્ચે પરસ્પર પ્રેમની કોઈ લાગણી રહી નહોતી; બલકે લાગણી હવે ધિક્કારની હતી. પોતાનાં સંતાનોમાં દીકરો હોય કે દીકરી, એ વચ્ચેનો ભેદ હવે ઘણા દેશોમાં ઓછો થતો જાય છે. જેમને સંતાનોમાં ફક્ત એક જ દીકરી હોય તેને પુત્ર ન હોવાથી કેટલોક ડર રહેતો નથી. એક અથવા વધારે દીકરા ધરાવનારને વૃદ્ધાવસ્થામાં જે સમસ્યાઓનો ભોગ થવું પડે છે તેનો ખયાલા અપુત્ર માણસોને ઓછો આવે છે. જેમ નિ:સંતાન રહેવાથી કેટલીક ઉપાધિઓમાંથી બચી જવાય છે તેમ કેટલાક આનંદથી વંચિત પણ રહેવાય છે. દીકરાએ ખૂનની ધમકી આપી હોય, ઝનૂની સ્વભાવનો હોય અને ઘાતક હથિયાર સુલભ હોય એવાં માતાપિતાએ સતત ચિંતા કે ધ્રુજારી જે અનુભવી હોય તેનો ખયાલ નિ:સંતાન પતિપત્નીને હોતો નથી. તે તો અનુભવે જ સમજી શકાય એવી વાત છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે તો પુત્ર સોળ વર્ષની ઉમરનો થતાં પિતાના મિત્ર જેવો ગણાય છે. કહ્યું છે : लालयेत पंच वर्षाणि दशवर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे पुत्रे मित्रवदाचरेत् ।। બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એનું લાલનપાલન કરવું એને લાડ લડાવવા, પછીનાં દસ વર્ષ એને રીતભાત વગેરે શીખવવા, જોખમમાંથી બચાવવા ધાક રાખવી જોઈએ, જરૂર પડે તો મારવું પણ જોઈએ જ. પરંતુ દીકરો સોળ વર્ષનો થાય ત્યારે સમજણો થાય છે. સ્વતંત્ર રીતે વિચારતો થાય છે. કેટકેટલી બાબતમાં એનાં સલાહ-સૂચન કામ લાગે છે. સોળ વર્ષ પછી દીકરાને મારવાથી તે સામે થઈ જાય છે. હવે એનામાં શારીરિક તાકાત પણ આવી હોય છે. એટલે માબાપે મારવાનું છોડી દેવું જોઈએ. બહુ શિખામણ આપવાનું પણ છોડી દેવું જોઈએ. એની પાસેથી સારામાં સારું કામ લેવું હોય તો એને મિત્ર જેવો ગણવો જોઈએ. વૃદ્ધાવસ્થામાં માતાપિતાએ પોતાની શારીરિક અને સ્વભાવગત મર્યાદા સમજી લેવી જોઈએ. જીવન સતત પરિવર્તનશીલ છે. નવી પેઢીને પોતાના ૧૭૦ જ સાંપ્રત સમાજ-દર્શન Page #211 -------------------------------------------------------------------------- ________________ જમાનાની ફૂટપટ્ટીથી માપવી ન જોઈએ. “અમે આવા હતા અને તમે આવા થઈ ગયા' એમ કહી નવી પેઢીને ઉતારી પાડવાની વૃત્તિને સંયમમાં રાખવી જોઈએ. જૂની આંખે નવા તમાશા ઉદારતાપૂર્વક જોવા જોઈએ. અનિવાર્ય લાગે તો સૂચન કરવું, પણ આગ્રહ ન બનવું જોઈએ. નવી પેઢીના વિકાસમાં ઇરાદાપૂર્વક આડખીલીરૂપ ન થવું જોઈએ. સંઘર્ષના વિષયો ટાળતાં શીખવું જોઈએ અને વાત્સલ્ય અને ઉષ્માથી જીવનને સુસંવાદી બનાવવાની કલા હસ્તગત કરવી જોઈએ. “આજના જુવાનિયાઓ બગડી ગયા છે.” એવા ભ્રામક ખયાલોમાંથી મુક્ત બનવું જોઈએ. જ્યાં આવું થાય છે ત્યાં પુત્રનો ડર રહેતો નથી. એવા ઘરોમાં પુત્ર ઘડપણમાં લાકડીરૂપ બને છે. પિતાના બધા જ વિચારો સાથે પોતે સંમત ન હોવા છતાં એમને એમનું જીવન એમની રીતે જીવવા દેવું જોઈએ એમ સાચી રીતે માનીને એમને સર્વ પ્રકારની અનુકૂળતાઓ કરી આપનાર સંતાનો પણ અનેક સ્થળે જોવા મળે છે. માતૃભક્તિ અને પિતૃભક્તિનાં જવલંત ઉદાહરણો પણ કેટકેટલાં જોવા મળે છે ! જેમને ડર જોઈતો નથી એમણે બીજાને ડરાવવાનું પહેલાં બંધ કરવું જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૨) પુત્રભીતિ - ૧૭૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બાળકો: ઉપેક્ષા અને દુર્વ્યવહાર કેટલાક સમય પહેલાં કોલકાતાની એક હોસ્પિટલમાં બે-ચાર દિવસમાં જ સંખ્યાબંધ બાળકોનાં મૃત્યુ થયાં હતાં. એવી જ રીતે, થાણા જિલ્લાનાં કેટલાંક ગામોમાં કોઈક રોગને કારણે ઘણાં બાળકો અવસાન પામ્યાં હતાં. વળી, દિલ્હીની એક શાળામાં પીવાના ગંદા પાણીને લીધે ૬૦ જેટલાં બાળકોને ઝાડા-ઊલટી થયાં હતાં. બાળકો પ્રત્યેની આપણી ઉપેક્ષાનું જ આ પરિણામ છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે એ લક્ષમાં લઈને આરોગ્યની દૃષ્ટિએ જે સાવચેતીના પગલાં લેવાવાં જોઈએ તે લેવાતાં નથી. તે અંગે વિચાર સુદ્ધાં થતો નથી. ઘટના બન્યા પછી દોડધામ થાય છે. વિરોધના મોરચા નીકળે છે, તોફાનો થાય છે. તપાસના આદેશ અપાય છે. પછી બધું શૂન્ય. ભારત ગીચ વસ્તીવાળો દેશ છે. આર્થિક દૃષ્ટિએ પછાત છે. ગામડાંઓના અસંખ્ય લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી. આરોગ્ય માટે સરકારી સુવિધાઓ પાંખી છે. અજ્ઞાન અને બેદરકારીનો પાર નથી. આ બધું તો ખરું જ, પણ જેમની સત્તાવાર જવાબદારી છે એવો અધિકારી વર્ગ પણ પ્રમાદી, બેદરકાર અને આવડત તથા સતર્કતાના અભાવવાળો છે. શહેરો અને ગામડાંઓના કેટલાયે લોકો પણ ગરીબ, ગંદા અને અશિક્ષિત છે. શારીરિક અને સામાજિક સ્વાથ્યની તેમને કશી સમજણ કે ગતાગમ નથી. આપણા દેશમાં સ્વચ્છતાના અભિયાનની મોટી જરૂ૨ છે. ગાંધીજીએ ૧૭૨ જ સાંપ્રત સમાજ-દર્શન Page #213 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર ભારતનું જાતે ફરીને નજરે અવલોકન કર્યા પછી રચનાત્મક કાર્યક્રમોમાં સ્વચ્છતાને પણ મહત્ત્વનું સ્થાન આપ્યું હતું. જેમાં કશું જ ખર્ચ થતું નથી અને લોકો સ્વેચ્છાએ ફાજલ સમય આપીને પોતપોતાના વિસ્તારમાં સારી સ્વચ્છથા જાળવી શકે એમ હોય છે એવા સ્વચ્છતાના અભિયાનનું આયોજન સામાજિક સ્તરે થવું જોઈએ. અજ્ઞાન, આળસ અને જાગૃતિના અભાવે લોકો ગંદકીમાં રહેવાને ટેવાઈ ગયા છે. ગંદકી તેમને ખૂંચતી નથી. એટલું જ નહિ, ગંદકી તેમને ગંદકી લાગતી નથી. પરિણામે ગંદકીના કારણે વારંવાર રોગચાળાની અને મૃત્યુની ઘટનાઓ બનતી રહે છે. બાળકો ઉપર એની વધુ અસર થાય છે. શરમજનક વાત તો એ છે આપણી કેટલીયે સરકારી કે બિનસરકારી હોસ્પિટલો પોતે જ ગંદી હોય છે. કોઈક ચેપી રોગની શરૂઆત હૉસ્પિટલમાંથી જ થાય છે. આ દિશામાં સક્રિય પગલાં લેવાવાં જોઈએ. વળી પ્રાથમિક શાળાનાં બાળકોમાં જો સ્વચ્છતાના અને આરોગ્યના શિક્ષણ ઉપર ઘણો બધો ભાર આપવામાં આવે તો આવા કિસ્સા ઓછા બને. એ માટે કરેલું ખર્ચ અવશ્ય લેખે લાગશે. કેટલાંયે બાળકો મા-બાપની આર્થિક સ્થિતિને કારણે, તેઓમાંના આપસના ઝઘડાને પરિણામે, દોસ્તારોની ખોટી સોબતને કારણે, ચલચિત્રોટી.વી ની માઠી અસરના પરિણામે ઘર છોડીને ભાગી જાય છે અને ગુનાઓમાં સંડોવાય છે. પછાત દેશોમાં આવા બાળગુનેગારોનું પ્રમાણ વધુ હોય એ દેખીતું છે. બાળકોની ઉપેક્ષાનું એ પરિણામ છે. કેટલાંક મા-બાપ કે ઘરનાં વડીલો નાનાં બાળકોને નાની-મોટી પરચૂરણ નોકરીમાં જોડી દે છે. એથી કુટુંબની આર્થિક ચિંતા થોડી હળવી થાય છે, પણ બાળકનું શોષણ થાય છે અને એક તેજસ્વી કારકિર્દી રગદોળાઈ જાય છે. વિશ્વમાં બાળમજૂરોની સમસ્યા પણ ઘણી મોટી છે. એના નિરાકરણ માટે સમાજહિતચિંતકો વિવિધ ઉપાયો યોજે છે. પરંતુ બેચાર વર્ષમાં સંપૂર્ણ ઉકેલ આવી જાય એવી આ સમસ્યા નથી. એનાં મૂળ ઘણાં ઊંડાં છે અને સ્થાપિત હિતો જબરાં છે. - ઘરમાં વડીલો અને શાળામાં શિક્ષકો દ્વારા બાળકોને માર મારવાના બનાવો ઘણા બને છે. મારની ધાક વગર બાળક સુધરે નહિ એ ખયાલ હવે જુનવાણી થઈ ગયો છે. “બુધે છોકરું છાનું રહે' અથવા “સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ' જેવી કહેવતો હવે કાલગ્રસ્ત થઈ છે. કેટલાયે પ્રગતિશીલ દેશોમાં આવી શિક્ષા પર હવે પ્રતિબંધ છે. બાળમાનસ (Child Psychology)નો અભ્યાસ દુનિયાભરમાં થવા લાગ્યો છે બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર ૧૭૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ અને બાળકોને સુધારવાના, માર સિવાયના, વિવિધ ઉપાયો સૂચવાય છે અને એનો અમલ થાય છે. વસ્તુત: મા-બાપ અને વડીલો બાળકની ઉપેક્ષા કરે તો જ બાળકને માર મારીને સીધા કરવાનો પ્રશન ઉપસ્થિત થાય છે. જ્યાં પ્રેમપૂર્વક બાળકની સંભાળ લેવાય છે ત્યાં એને મારની શિક્ષા કરવાનો પ્રસંગ ઊભો થતો નથી. અતિશય દુઃખ કલેશકંકાસ વગેરેને કારણે કેટલાંક સ્ત્રીપુરુષો પોતે આપઘાત કરે છે અને તે ક્ષણ પહેલાં પોતાનાં નિર્દોષ બાળકોને પણ મારી નાખે છે. સમાજમાં સમજ અને સંસ્કારિતાનું પ્રમાણ વધે તો જ આવા કિસ્સા બનતા અટકે. એ માટે કેળવણી ઉપર વધુ લક્ષ અપાય એ આવશ્યક છે. આપણા દેશમાં સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રત્યે જેટલું લક્ષ અપાય છે તેટલું પ્રાથમિક શિક્ષણ પ્રત્યે નથી અપાતું. દેશ પણ વિશાળ અને કાર્ય પણ ઘણું મોટું છે. તો પણ આ દશામાં નિષ્ઠાથી વધુ કાર્ય કરવાની જરૂર છે. એથી સરવાળે દેશને જ લાભ થશે. જાતે પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી કરીને અનુભવ લીધા પછી તક મળતાં ઉદ્યોગમાં ઝંપલાવીને ઘણું ધન કમાનાર એક ધનાઢ્ય ભાઈએ પોતાના દાનની બધી ૨કમ પ્રાથમિક શાળાઓ માટે જ વાપરવાનો સંકલ્પ કર્યો છે એવી જ્યારે એમણે મને જાણ કરી હતી ત્યારે મેં એમને એ માટે ખૂબ ધન્યવાદ આપ્યા હતા. છેલ્લાં કેટલાંયે વર્ષોથી બાળકોની જાતીય સતામણી (sexual harassment 24419 Sexual abuse)ll ELBIL 152241 48181Hİ 24194l જાય છે. નાની ઘટનાને પણ પ્રચાર માધ્યમો મોટું સ્વરૂપ આપી સૌનું ધ્યાન ખેંચે છે. એક રીતે એ બહુ જરૂરી છે અને લોકહિતની દૃષ્ટિએ ઉપકારક છે. બદમાશોને એનો ડર પણ રહેવો જોઈએ. અલબત્ત, પ્રચાર માધ્યમો ક્વચિત્ વાતનું વતેસર પણ કરતાં રહે છે. કુમળી વયનાં બાળકોની ચામડી સુંવાળી હોય છે. એમનામાં એક બાજુ અજ્ઞાન અને બીજા બાજુ કૌતુક હોય છે. વળી મોટી ઉંમરની વ્યક્તિ એને ભોળવીને પોતાનો દુરુપયોગ કરે છે એવી બાળકને ખબર પડતી નથી. ખબર પડે છે તો લાભ, લાલચ અને ભયને કારણે વશ થઈ જાય છે. પ્રતિકાર કરવાની એનામાં શારીરિક શક્તિ નથી હોતી. ઘટના બન્યા પછી બાળક એ વાત કોઈકને કહે છે અથવા નથી કહેતું. જ્યારે વાત બહાર નથી આવતી ત્યારે એવી જાતીય સતામણીનો દુરુપયોગ વારંવાર થાય છે. કેટલાક કિસ્સા તો જાહેરમાં ક્યારેય આવતા નથી. એ બે વ્યક્તિ ૧૭૪ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #215 -------------------------------------------------------------------------- ________________ જ મનોમન જાણતી હોય છે. બાળકની જાતીય સતામણીની ઘટના આજકાલની નથી. અનાદિ કાળથી એ ચાલી આવલે છે અને ભવિષ્યમાં પણ એ રહેવાની. માણસની અતૃપ્ત કે વિકૃત કામવાસનાનો ભોગ બાળકો બનતાં રહેવાની. સારા સુશિક્ષિત, સાધનસંપન્ન માણસો પણ આવા દુરાચાર તરફ ઘસડાય છે. ફરજિયાત અપરિણીત રહેલા એવા કુશીલ સાધુબાવાઓ, ભિખ્ખુઓ, પાદરીઓ વગેરે પણ આવો લાગ શોધતા રહે છે. સજાતીય દુરુપયોગમાં જોખમ ઓછું રહેલું છે એમ તેમને લાગે છે. વારંવાર હળવામળવાને કા૨ણે અને ધર્મસ્થાનકોના એકાન્તને કારણે આવા કિસ્સા વધુ બને છે. સમાજમાં પૂજ્ય કે પ્રતિષ્ઠિત ગૃહસ્થ વ્યક્તિ પણ મદમાં, નશામાં આવી ગઈ, ઉત્તેજિત કામવાસનાને વશ થઈ અકૃત્ય ક્યારે કરી બેસે તે કહેવાય નહિ. આપણા દેશમાં આવા ગુનેગારો સામે અદાલતી કાર્યવાહી એકંદરે સામાન્ય રીતે થતી નથી. ઘટના ઓછી જાહેર થાય, ધર્મ ન વગોવાય અને ચકચાર ન ફેલાય એ માટે સાચી કે ખોટી રીતે સમાજહિતચિંતકો પ્રવૃત્ત બને છે. પરંતુ વિદેશોમાં આવી ઘટના જો બને અને જાહેરમાં આવે તો તરત અદાલતી કાર્યવાહી થાય છે. ગુનો સાબિત થતાં વાત વર્તમાનપત્રોમાં, સામયિક વગેરેમાં છપાય છે અને અદાલત ગુનેગારોને સજા પણ કરે છે. અમેરિકાના Department of Social Services તરફથી પ્રતિવર્ષ દરેક રાજ્યના આવા આંકડાઓ પ્રકાશિત કરવામાં આવે છે. કુમળી વયનાં બાળકોનો જાતીય દુરુપયોગ કરવાના ત્યાં સેંકડો કિસ્સાઓ બને છે અને ત્યાં ન્યાય સુયોગ્ય, ઝડપી અને વ્યવસ્થિત હોવાથી સજા થાય છે. સેંકડો મોટી ઉંમરના પુરુષો જેમાંના કેટલાક પાદરીઓ છે તેઓ આવા ગુના બદલ જેલમાં સજા ભોગવે છે. આપણે ત્યાં અને અન્યત્ર પણ વિકૃત માનસ ધરાવતા પુરુષો, વિશેષત: નોકર-ચાકરો ઘરની બેપાંચ વર્ષની બાળકી સાથે જાતીય અડપલાં કરે છે. એના કુસંસ્કાર બાળક ઉપર ઘણા વખત સુધી, ક્યારેક તો જીવનભર રહે છે. એવી ઘટનાઓ જાહેરમાં બહુ આવતી નથી. પણ માતાપિતા અને સ્વજનો નાની બાળકીઓની વ્યવસ્થિત સંભાળ લે તો એવું ઓછું બને. માણસોએ યુવાન નોકરોનો વધુ પડતો વિશ્વાસ ન કરવો જોઈએ. કન્યાશાળાઓમાં કામ કરતા શિક્ષકો દ્વારા બાળકન્યાઓની જાતીય સતામણીના કિસ્સા પણ વારંવાર બને છે. એ ક્ષેત્રે જ એવું છે કે ક્યારેક આવી ઘટનાઓ બનતી રહેવાની. કેટલીક પ્રકાશમાં આવે છે, કેટલીક બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર * ૧૭૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ નહિ. પરંતુ વર્તમાન સમયમાં પુરુષ વર્ગની જાતીય વૃત્તિને ઉશ્કેરે એવાં દૃશ્યો ચલચિત્રો-ટી.વી.માં વધતાં જાય છે. સસ્તા મનોરંજન દ્વારા ઝાઝી કમાણી કરવા માટે નિર્માતાઓ - કલાકારો વગેરે વાસ્તવિકતાને નામે આવી અધમ વૃત્તિનો આશ્રય એ છે અને એથી અર્ધનગ્ન પ્રણયચેષ્ટાઓ અને બળાત્કારોનાં દશ્યો વધતાં જાય છે. આની ખરાબ વિકૃત અસર બાળકો, યુવક-યુવતીઓ પર પડે છે અને પછી ભાન ભૂલીને તેઓ અપકૃત્ય કરી બેસે છે. આવા ગુના ન બને એ માટે કાયદેસરની સજા ઉપરાંત લોકમતની જાગૃતિ અને માબાપની સાવચેતીની પણ એટલી જ આવશ્યકતા છે. પોતાનાં કુમળી વયનાં પાંચપંદર વર્ષનાં સંતાનો ક્યાં ક્યાં જાય છે, કોની સાથે રમે છે, ત્યાં અપરિણીત વાસના-ભૂખ્યા પુરુષો કે દુરાચારી માણસો કોણ કોણ કામ કરે છે કે બહારથી આવે છે એનું સાવચેતીપૂર્વક ધ્યાન રાખતા રહેવું જોઈએ. આવી એકાદ ઘટનાથી બાળકનું જીવન વેડફાઈ જાય છે. કોઈક માનસિક રોગથી પીડાય છે, કોઈક મૃત્યુ પામે છે, કોઈક આપઘાત કરે છે. છોકરીના જીવનમાં એવી ઘટના બને તો જીવન ધૂળધાણી થઈ જાય છે. કોઈક વેશ્યાવૃત્તિ તરફ ઘસડાય છે. એને ઘસડી જનારા દલાલો પણ હોય છે. વર્તમાન સમયમાં કૅમેરા-વીડિયો આવતાં પ્રલોભનો વધ્યાં છે અને ભયસ્થાનો પણ વધ્યાં છે. બાળકોના જાતીય શોષણ કે સતામણીની સમસ્યા વધુ વિકટ બનતી જાય છે. એમાં માતાપિતાની કાળજી અને જાગૃતિ ઘણું કામ કરી શકે. સાચો પ્રેમ આપી, વિશ્વાસમાં લઈ પોતાનાં સંતાનોને વખતોવખત પૂછતા રહેવાથી આવાં જોખમોથી વેળાસર બચી જવાય છે. બાળકો પ્રભુના પયગંબર છે. બાળકો પ્રભુનાં પ્યારાં છે. આજનાં બાળકો આવતી કાલના નાગરિકો છે. બાળકોનાં સમય અને શક્તિનું સુંદર, વ્યવસ્થિત આયોજન પ્રત્યેક ગ્રામ- નગરમાં જો થાય તો ભાવિ ઘણું ઉજ્જવળ બને. એ માટે વાત્સલ્યસભર નિવૃત્ત માણસો પોતાના સમયનો ભોગ આપવા તત્પર હોય એવા અવશ્ય મળી રહે જ. બાળકોની ઉપેક્ષા એ આપણી પોતાની જ ઉપેક્ષા છે. બાળકો પ્રત્યેનો દુર્વ્યવહાર સમાજને પોતાને જ નુકસાનકારક નીવડવાનો છે. સામાજિક તકેદારી જેટલી વધશે એટલો સમાજને પોતાને જ લાભ થવાનો છે. આપણા દેશમાં ચારે બાજુ સમસ્યાઓ છે. ભ્રષ્ટાચારનો પાર નથી. ૧૭૬ - સાંપ્રત સમાજ-દર્શન Page #217 -------------------------------------------------------------------------- ________________ નિષ્ઠાનો અભાવ ઠેર ઠેર જોવા મળે છે. સરકારી તંત્રોની કાર્યદક્ષતા ઉત્તરોત્તર ઘટતી જાય છે. રાજકારણીઓની ખેંચતાણો હિંસક બની જાય છે. લોકસેવાની ભાવના ઘસાતી જાય છે. આવી વિષમ સ્થિતિમાં ફક્ત બાળકોની સમસ્યા વિચારવાથી શો લાભ એવો પ્રશ્ન કોઈકને અવશ્ય થાય. પરંતુ પોતાની રુચિ અને નિષ્ઠા અનુસાર કોઈક લોકસેવકો ફક્ત બાળકોની સમસ્યા પૂરતું પોતાનું લક્ષ કેન્દ્રિત કરે તો પણ કેટલુંક સંગીન કાર્ય આ દિશામાં અવશ્ય થઈ શકે. આપણી ભાવિ પેઢીના ઉજ્વળ નિર્માણ માટે આપણે હંમેશાં સચિંત રહેવું જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૪) બાળકો : ઉપેક્ષા અને દુર્વ્યવહાર ૪ ૧૭૭ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૩ બાલહત્યા થોડાક સમય પહેલાં સ્કૉટલૅન્ડના એક ગામમાં કોઈ એકલવાયા, જાતીય વિકૃતિ ધરાવનારા, નિષ્ફળતાપીડિત માણસે રોષે ભરાઈને એક શાળાના વ્યાયામ વિભાગમાં જઈને એકસાથે ત્રીસ કરતાં વધુ બાળકોને ગોળીએ વીંધી નાખ્યાં હતાં. બીજા કેટલાંક બાળકો ઘવાયાં હતાં. બાળકોની આટલી મોટી સામુદાયિક હત્યાએ માત્ર ઇંગ્લેન્ડમાં જ નહિ, સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. આ ઘટનાની તપાસને પરિણામે એમ જણાયું હતું કે જાતીય વિકૃતિ ધરાવનાર, એકલવાયું જીવન જીવનાર એ માણસ કોઈક બહાને શાળામાં જઈ બાળકોને ફોસલાવી એમનો પોતાની જાતીય વાસના સંતોષવા ઉપયોગ કરતો હતો. એ વાત જાણીતી થતાં એને શાળામાં આવતો બંધ કરવામાં આવ્યો હતો અને એનો સામાજિક બહિષ્કાર ચાલુ થયો હતો. એનું વેર લેવા એ માણસે અચાનક શાળામાં જઈ પોતાની ગનથી એકસાથે આટલાં બધાં બાળકોનાં શબ ઢાળી દીધાં. આખું ગામ શોકમાં ડૂબી ગયું, કેટલાંય ઘરોમાં રોકકળ થઈ ગઈ. માણસ જ્યારે લગ્નજીવનમાં નિષ્ફળ નીવડે છે, વ્યવસાયમાં હતાશ થઈ જાય છે, દેવાદાર બની જાય છે, મિત્રો અને પડોશીઓ સાથે અણબનાવ થાય છે અને એને આસ્વાસન આપનાર કોઈ હોતું નથી તથા પોતાના એકાંત ઘરમાં એકલો એકલો રહે છે ત્યારે વિચારવાયુનો તે ભોગ થઈ પડે છે. વખત જતાં જ્યારે તે માનસિક સમતુલા ગુમાવી બેસે છે ત્યારે ૧૭૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #219 -------------------------------------------------------------------------- ________________ પોતે કેવું ભયંકર અપકૃત્ય કરી બેસે છે એનું એને પોતાને પણ ભાન રહેતું નથી. બાલહત્યાની એક જુદા જ પ્રકારની ઘટના અમેરિકામાં કેલિફોર્નિયામાં કેટલાક વખત પહેલાં બની હતી. એક છ વર્ષના છોકરાએ પોતાના દોસ્તારના ઘરમાં જઈ એક મહિનાના નવજાત શિશુના માથામાં લાકડી ફટકારી એની ખોપરી તોડી નાખી હતી. નાનાં છોકરાંઓ જ્યારે માતાપિતા વિનાનાં બની જાય છે, દેખરેખ રાખનારું કોઈ હોતું નથી અને જંગલીપણાના સંસ્કાર એવા રખડુ છોકરાંઓમાં આવે છે અને જ્યારે તેઓની ટોળકી બંધાય છે ત્યારે અંદરઅંદરની અદાવતને કારણે વેર વાળવા બાલહત્યાનું અવિચારી પગલું ભરાઈ જાય છે. પોતાના ગુનાની ગંભીરતા કેટલી બધી છે એની એ બાળકોને પોતાને પણ સમજ નથી હોતી. કેટલાક વખત પહેલાં લંડનમાં એક એવો બનાવ બન્યો હતો કે એક મહિલા એક સ્ટોરમાં ખરીદી કરતી હતી ત્યારે પાછળ પાછળ ચાલતા એના નાના બાળકને ભોળવીને અને ફોસલાવીને બીજો એક સગીર વયનો છોકરો લઈ ગયો હતો અને પછી એણે એ બાળકને મારી નાખ્યું હતું. એ છોકરો પકડાયો, અદાલતમાં કેસ ચાલ્યો અને ગુનો પુરવાર થયો. ગુનો એટલો ગંભીર હતો કે છોકરો સગીર વયનો હોવા છતાં અદાલતે એને જન્મટીપની સજા કરી હતી. છેલ્લા કેટલાક દાયકાથી રિવૉલ્વર, ગન વગેરે ઘાતક શસ્ત્રો સરળતાથી મળતાં હોવાથી હત્યાનું પ્રમાણ દુનિયાભરમાં વધી ગયું છે. એમાં બાળકોને મારી નાખવાની વૃત્તિ-પ્રવૃત્તિ પણ, વિશેષત: પાશ્ચાત્ય દેશોમાં ઉત્તરોત્તર વધુ જોર પકડતી જાય છે. - બાળકોના અપમૃત્યુમાં ગર્ભહત્યાનો વિષય એક જુદો જ ગંભીર વિષય છે. બાળકોના સામુદાયિક આકસ્મિક મૃત્યુનો વિષય પણ જુદો છે. અહીં તો આપણે બાળકની હત્યા કરવાની ઘટના વિશે વિચારીશું. બાળકની હેતપૂર્વકની હત્યા કરવાની ઘટના આદિકાળથી ચાલી આવે છે. પ્રાચીન ધર્મગ્રંથોમાં એવા કેટલાયે ઉલ્લેખો મળે છે. બાળકની હત્યા કરનાર તરીકે પૌરાણિક ધર્મકથાઓમાં રાજા કંસનું નામ કલંકિત છે. એટલે બાળકની હત્યા કરવાનું વૃત્તિને “કંસવૃત્તિ' તરીકે ઓળખાવવી હોય તો ઓળખાવી શકાય. પોતાની બહેનનું સંતાન પોતાનો વધ કરશે એવી આકાશવાણી સાંભળી કેટલાં બધાં બાળકોને તે મરાવી નાખે છે અને છતાં છેવટે કૃષ્ણના હાથે એનો વધ થાય છે અને આકાશવાણી સાચી પડે છે. બાલહત્યા : ૧૭૯ Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન વખતમાં બે જુદી જુદી આનુવંશિક જાતિઓ વચ્ચે વૈરવૈમનસ્ય રહેતું હોય અને જ્યારે જ્યારે તેમની વચ્ચે અથડામણ થતી ત્યારે કેટલીક વાર દુશ્મન જાતિનાં બાળકોને પહેલાં મારી નાખવામાં આવતાં. એથી કેટલીયે નાની નાની ટોળીઓનું આ રીતે વખત જતાં અસ્તિત્વ જ મટી જતું. ભારતીય આર્ય પરંપરામાં બાળહત્યા, સ્ત્રીહત્યા, ગૌહત્યા અને બ્રહ્મહત્યા એ ચાર મોટાં પાતિક મનાય છે. સ્ત્રીઓ અને બાળકોમાં શારીરિક પ્રતિકારની શક્તિ ઓછી હોય છે. એમાં નાનાં નિર્દોષ બાળકમાં પ્રતિકાર કેવી રીતે કરી શકાય એટલી પણ સૂઝ હોતી નથી. નાના બાળખની હત્યા કરવા માટે શસ્ત્રની પણ જરૂર ન પડે એટલું કોમળ એનું શરીર હોય છે. માણસે બાથ ભીડવી હોય તો પોતાના સમોવડિયા સાથે ભીડવી જોઈએ. એમાં બહાદુરી છે. પોતાનાથી નબળાને પરાજિત કરવામાં બહાદુરી નથી. એટલા માટે જૂના વખતમાં ખૂની, ચોર, ડાકુઓ વગેરે વેર લેવું હોય તો પણ બાળહત્યા તથા સ્ત્રીહત્યા ન કરવાની નૈતિક પ્રણાલિકાને ધર્મરૂપ માનીને સાચવતા. બાળકૃષ્ણના નાગદમનના પ્રસંગમાં નાગણો એમને વિનવે છે : જળકમળદળ છાંડ બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળહત્યા લાગશે.' આમ, નાગણો પણ બાળહત્યાના પાપથી ડરે છે. સામાન્ય રીતે કોઈ સંકટ આવી પડે, આગ લાગી હોય, જહાજ ડૂબતું હોય, રોગચાળો ફેલાતો હોય, યુદ્ધ ફાટી નીકળ્યું હોય ત્યારે બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો, અપંગો વગેરેને પહેલાં બચાવી લેવાની પ્રથા છે. એમાં માનવતાની દૃષ્ટિ તથા પોતાના પ્રાણના ભોગે પણ તેમને બચાવવાની સમર્પણની ઉચ્ચ ભાવના રહેલી છે. બાળકનું ઇરાદાપૂર્વક ખૂન કરવું અને બાળકનું ખૂન કરવાનો આશય ન હોવા છતાં ખૂન થઈ જાય એવી ઉભય પ્રકારની બાલહત્યાની ઘટનાઓ બને છે. કોઈક વ્યક્તિનો આશય બાળકનું ખૂન કરવાનો નહિ પણ એને શારીરિક શિક્ષા કરવાનો હોય છે. પરંતુ એ શિક્ષારૂપે પડેલો માર સહન કરવાની શક્તિ બાળકમાં ન હોય, અથવા શરીરના એવા મર્મભાગ ઉપર પ્રહાર થાય છે કે એ બાળકનું મૃત્યુ થાય. બાળકોનું શરીર બહુ કોમળ ૧૮૦ જ સાંપ્રત સમાજ-દર્શન Page #221 -------------------------------------------------------------------------- ________________ હોય છે. અમુક હદથી વધુ ભાર તે સહન નથી કરી શકતું. તેથી તેનું મૃત્યુ થાય છે. કોઈ કોઈ વાર એવી ઘટના બને છે કે નાની સરખી ભૂલ માટે બાપ નાના કુમળા બાળકને એટલું બધું મારે કે બાળક તમ્મર ખાઈ નીચે પડે અને પછી મૃત્યુ પામે. ઘણાં વર્ષો પહેલાં વાંચેલી એક ઘટના યાદ આવે છે કે જેમાં બિહારના એક ગામમાં એક અત્યંત ગરીબ પિતાને, સાત-આઠ વર્ષના દીકરાએ પાંચ રૂપિયાની નોટ ખોઈ નાખી એથી એટલો બધો ગુસ્સો ચડેલો કે દીકરાને ખૂબ માર્યો અને છેવટે રડતો રડતો છોકરો મૃત્યુને શરણે થયો. કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતના બનેલા બનાવ પ્રમાણે માએ ચીંધેલું ઘરકામ કરવાને બદલે પોતાની સામે અતિશય બોલબોલ કરતી દીકરીને અટકાવવા, માએ ગુસ્સામાં દીકરીને પકડીને એનું મોઢું જોરથી દબાવી દીધું અને કહ્યું, “લે, હવે બોલ જોઈએ ?” પણ એ મોટું એટલી હદ સુધી દબાવી રાખ્યું કે દીકરી ગૂંગળાઈને મરી ગઈ. આવી રીતે સ્વજનોને હાથે જ, ઇરાદો ન હોવા છતાં, અતિશય મારઝૂડને કારણે બાળકો મૃત્યુ પામે છે અને મારનારને જિંદગીભર પસ્તાવો કરવાનો રહે છે. આવા પ્રસંગ બને છે ત્યારે કાયદેસર એ ગુનો બને છે. એવી વ્યક્તિને સજા થાય છે, ક્યારેક જેલમાં જવાનો વખત પણ આવે છે. ભારત અને બીજા કેટલાક દેશોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ઘણું છે. ધર્મને નામે બાલહત્યાનું પ્રમાણ હવે ઘટ્યું છે તો પણ સદંતર બંધ થઈ ગયું છે એમ ન કહી શકાય. દેવદેવીને બલિ ધરાવવા માટે જેમ પશુઓની હત્યા થાય છે તેમ ક્યાંક ગુપ્ત રીતે બાળકોને પણ વધેરવામાં આવે છે. પોતાની માનતા પૂરી કરવા, દેવદેવીને પ્રસન્ન કરવા બાળકનો ભોગ ધરાવવા માટે કોઈકના બાળકનું અપહરણ થાય છે અને એવી અજાણી એકાંત જગ્યાએ લઈ જઈ બાળકનો ભોગ આપવામાં આવે છે. કાયદેસર આ ગુનો હોવા છતાં આવી ઘટનાઓ હજુ ક્યારેક બને છે. કેટલાક મેલી વિદ્યાના ઉપાસક બાવાઓ પણ આવી રીતે બાલબલિ ધરાવે છે. જૂના વખતમાં સવિશેષ અને વર્તમાન સમયમાં પણ હજુ ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે પોતાનાં સંતાન જીવતાં ન રહેતાં હોય તો એક સંતાન જન્મે કે થોડા વખતમાં બલિ તરીકે પોતાના ઇષ્ટ દેવ કે દેવીને ધરાવવાથી પછીનાં સંતાનો જીવી જાય છે. તબીબી વિજ્ઞાનની આધુનિક સગવડો હવે સર્વત્ર ઉપલબ્ધ થવાથી એ પ્રકારના બાળમરણનું પ્રમાણ ઘણું બધું ઘટી ગયું છે. એથી દેવદેવીને એક બાળક ધરાવવાની પ્રથા લુપ્તપ્રાયઃ થઈ ગઈ છે. દેવદેવીઓ જુદું રૂપ લઈને ભક્તની કસોટી કરવા માટે બાળકનું બાલહત્યા ક ૧૮૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ બલિદાન માગે એવી કથાઓ કથા તરીકે જ રહી છે. પોતાના સંતાન ચેલૈયાને ખાંડણિયામાં ખાંડ્યા જેવી ધર્મકથા વર્તમાન સમયમાં અવાસ્તિવક ભાસે છે. કેટલીક વહેમી સ્ત્રીઓ પોતાના નિ:સંતાનત્વના ઉપાય તરીકે પોતાની દેરાણી, જેઠાણી કે પડોશણના નાના નિર્દોષ બાળકને ડામ દેવાનું કે મારી નાખવાનું અધમ કાર્ય ગુપ્ત રીતે કરે છે. એવું કાર્ય અંધશ્રદ્ધાપ્રેરિત પણ હોય છે અને ઇર્ષ્યાજનિત પણ હોય છે. જૂના વખતમાં કાયદાનો ડર ઓછો હતો અને સમૂહ-માધ્યમો નહોતાં ત્યારે આવી ઘટનાઓ વધુ બનતી અને જલદી પ્રકાશમાં આવતી નહિ. સામાજિક કુરૂઢિઓ અને આર્થિક સમસ્યાઓને કારણે માતાપિતાને હાથે જ સંતાનની હત્યાની બનતી ઘટનાઓનું પ્રમાણ અલ્પતમ બની ગયું છે. દીકરી જન્મે તે ભારે ચિંતાનો વિષય બની જતો. જૂના જમાનામાં કેટલીક જ્ઞાતિઓમાં ગરીબ કુટુંબોમાં દીકરી ન જન્મે તો સારું એવો ભાવ રહેતો. દીકરી જન્મે તો એને “દૂધ પીતી' કરી નાખવામાં આવતી. દૂધમાં એનું મોટું ડુબાડી દેવામાં આવતું કે જેથી તરફડીને એ મરી જાય. અથવા દૂધમાં ઝેર ભેળવીને એ દૂધ એને પિવડાવી દેવામાં આવતું. માબાપને સંતાન વહાલું ન હોય એમ નહિ, અને માતાનો જીવ તો આવું કરતાં કકળી ઊઠે, તો પણ ભવિષ્યના આર્થિક અને સામાજિક ત્રાસની ચિંતામાં આવું અપકૃત્ય કરવા તેઓ લાચાર બની જતાં. ક્યારેક મંદબુદ્ધિવાળા કે મોટી ખોડખાંપણવાળા અપંગ બાળકની બાબતમાં પણ આવું બને છે. ગરીબી, નિર્ધનતા, છૂટાછેડા, દેવું, નિષ્ફળતા, નિરાધારતા વગેરેને લીધે પોતાને માટે જીવન અસહ્ય થઈ પડે ત્યારે સ્ત્રી કે પુરુષ કે પતિપત્ની બંને આપઘાત કરી પોતાના જીવનનો અંત આણવાનો વિચાર કરે, પરંતુ પોતે ચાલ્યા જાય ત્યારે પોતાનાં નાનાં બાળકોને કોણ રાખે ? એની વિમાસણમાં એવા નિર્ણય ઉપર આવે કે પોતે બાળકોની સાથે જ આપઘાત કરવો. બાળકોને ઝેર પિવડાવી પોતે પીધું હોય, બાળક સહિત ઊંચા માળેથી કે નદી, તળાવ કે કૂવામાં પડતું મૂક્યું હોય કે બાળકો સાથે સળગી મરવાનો પ્રયત્ન થયો હોય અથવા વિદેશોમાં બને છે તેમ પહેલાં બાળકોને ઠાર કરી પછી પોતાની જાતને પણ ઠાર કરી હોય એવા એવા પ્રસંગો બને છે, આવી સ્થિતિમાં સ્ત્રી કે પુરુષનો પોતાનાં સંતાનો પ્રત્યે નિર્દયતાનો પ્રગટ ભાવ નથી હોતો, પણ તેમને લાચાર પરિસ્થિતિમાંથી મુકત કરવાનો આશય હોય છે. પરંતુ વાસ્તવમાં તો એ નિર્દયતા જ છે અને એ ગુનો ૧૮૨ * સાંપ્રત સમાજ-દર્શન Page #223 -------------------------------------------------------------------------- ________________ જ બની રહે છે. તેઓ જીવતાં ન રહેવાથી તેમને શિક્ષા થઈ શકતી નથી. સ્ત્રી કે પુરુષ અન્ય લગ્ન કરે અને પૂર્વપતિ કે પૂર્વપત્નીથી થયેલાં નાનાં સંતાન હોય તેમજ તેને પોતાની સાથે રાખવાનો વખત આવે અથવા એના નિમિત્તે ઉપદ્રવ થવાનો સંભવ હોય ત્યારે છૂપી રીતે એવાં સાવકાં સંતાનોનો કાંટો કાઢી નાખવાનો પ્રયત્ન એક અથવા બીજા દ્વારા થાય છે. બે-ચાર વર્ષના નિર્દોષ બાળક તરફથી કશી જ અમનગમતી પ્રવૃત્તિ ન થતી હોય તો પણ પૂર્વપાત્રની યાદરૂપે એ હોવાને કારણે ઈર્ષ્યા અને દ્વેષની ઉગ્રતાથી પ્રેરાઈને એકાંતનો લાભ લઈ તેને મારી નાખવાનો પ્રયત્ન થાય છે. ત્યારે બાળક કુદરતી આકસ્મિક રીતે મૃત્યુ પામ્યું છે એવો દંભ કરવાનો પ્રયત્ન પણ થાય છે. કેટલાક જાતીય વિકૃતિ ધરાવનારા પુરુષો એકાંતનો લાભ લઈ નાની બાળકી ઉપર બળાત્કાર કરે છે, પરંતુ બાળકી ભયભીત થવાને કારણે, ગૂંગળામણ અનુભવવાને કારણે કે એવા બીજા કોઈ કારણે મૃત્યુ પામે છે. બળાત્કારનો ગુનો બાળહત્યામાં પરિણમે છે. કેટલાક આવા માણસો પોતે જ બળાત્કાર પછી બાળકીને ગુંગળાવીને મારી નાખે છે કે જેથી કોઈ સાક્ષી ન રહે. ખૂન, ધાડ, લૂંટ કે એવી બીજા મોટા ગુનાઓ કરનારી વ્યક્તિઓ એવો ગુનો જ્યારે કરે છે ત્યારે સાક્ષીઓને પણ નાશ કરવાનો ઇરાદો ધરાવતા હોય છે. આવો બનાવ ઘરમાં કે બહાર જ્યારે બને ત્યારે આસપાસ બાળકો હોય તો તેમને પણ મારી નાખવાનો પ્રયાસ થાય છે કે જેથી ભવિષ્યમાં ગુનેગારને ઓળખવામાં તેઓ પોલીસને સહાયરૂપ ન થાય. આમાં બાળકો પ્રત્યે કોઈ વેરભાવ નથી હોતો. આશય માત્ર સાક્ષીને નષ્ટ કરવાનો જ હોય છે. પરંતુ એમાં નિર્દોષ બાળકોનો ભોગ લેવાઈ જાય છે. ક્યારેક બાળકોનું અપહરણ કરી એને બાનમાં રાખવામાં આવે છે અને બાનની રકમ ન મળતાં કે એની શરત ન પળાતાં બાળકને મારી નાખવામાં આવે છે. વર્તમાન જગતમાં યુદ્ધ સમયે મોટાં સંહારક શસ્ત્રોનો ઉપયોગ થાય છે ત્યારે એકસાથે અનેક લોકોનો સંહાર થાય છે. એમાં સ્ત્રીઓ અને બાળકો પણ આવી જાય છે. આવા સંહાર વખતે વિવેક રખાતો નથી અને બાળકોનો સંહાર ન થવો જોઈએ એવી નીતિ અપનાવાતી નથી. (અલબત્ત, બીજા વિશ્વયુદ્ધ વખતે ધર્મસ્થાનકો, હૉસ્ટિલો, શાળાઓ વગેરે ઉપર બોમ્બમારો ન કરવાની નીતિનો થોડેક અંશે અમલ થયો હતો.) બાલહત્યા ૧૮૩ Page #224 -------------------------------------------------------------------------- ________________ આમ, યુદ્ધના વખતમાં થતા બાળકોના મૃત્યુનો પ્રશન ગંભીર બની રહે છે. આધુનિક સમયમાં યુદ્ધ વખતે આંતરરાષ્ટ્રિય સ્તરે આર્થિક અને અન્ય પ્રકારની નાકાબંધીનો ભોગ બાળકો પહેલાં બને છે. ઇરાક અને કુવૈતના યુદ્ધ વખતે અમેરિકાની આગેવાની હેઠળ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા લાદવામાં આવેલી નાકાબંધીને કારણે ઇરાકને ખોરાક, દવાઓ, શુદ્ધ પાણી માટેનાં સાધનો વગેરે બહારથી મળતાં બંધ થઈ ગયાં. આ પ્રતિબંધનો ભોગ બાળકો વધુ પ્રમાણમાં બન્યાં. પાંચ વર્ષના પ્રતિબંધને કારણે ઇરાકમાં પાંચ લાખ ક૭ હજાર બાળકો મૃત્યુ પામ્યાં. યુદ્ધનીતિ આડકતરી રીતે બાળકોની ક્રમિક સામુદાયિક હત્યામાં કેવી રીતે પરિણામે છે તેનું આ એક મોટું દુખદ ઉદાહરણ છે. - સરકારી સ્તરે બાળકોની સત્તાવાર રીતે હત્યા કરવામાં આવે એ તો નરી નિર્દયતા જ ગણાય. બ્રાઝિલમાં ચોરી, લૂંટ, ખૂન વગેરે પ્રકારના ગુનાઓમાં રસ્તે રખડતાં બાળકો પણ ઠીક ઠીક સંખ્યામાં સંડોવાય છે. આથી મધરાતે શંકાસ્પદ રીતે રખડતાં બાળકોને ઠાર મારવાની સત્તા પોલીસને અપાય છે. કેટલાક વખત પહેલાં એક જ રાતમાં નવ બાળકોને પોલીસે મારી નાખ્યાં હતાં. એ ઘટનાએ ઘણો વિવાદ જગાવ્યો હતો. કોઈ કોઈ માણસો એવા માનસિક રોગથી પીડાતા હોય છે કે કશુંક સુંદર જુએ તો તેને કચડી નાખવાની કે નષ્ટ કરવાની અદમ્ય પાશવી વૃત્તિ તેમનામાં ઉછાળા મારે છે. કોઈક સુંદર પુષ્પ જુએ તો તેની સુગંધ અને તેના રંગને માણવાનું એમને મન થતું નથી, પણ તેને મસળી-ચોળી નાખવાનું મન થાય છે. આ એક પ્રકારનો માનસિક રોગ છે. કેટલાંક નાનાં બાળકને પોતાનું સરસ રમકડું જો તે જુએ તો તે જ્યાં સુધી પોતે તોડી ન નાખે ત્યાં સુધી એને જંપ વળતો નથી. નિર્દોષ નાનાં ફૂલગુલાબી બાળકોને જોતાં જ કેટલાંકને તેને મારી નાખવાનું મન થાય છે. આવા માનસિક રોગમાં વિવિધ પ્રકારની ગ્રંથિઓ અને ભૂતકાળનો ઇતિહાસ કામ કરે છે. પોતાનામાં એવી કોઈ ગ્રંથિ પડેલી છે એવું પણ તેમને સમજાતું નથી. - બાળકોને વાનરસેના કહેવામાં આવે છે. કોઈ એક બાળક એક પ્રકારનું તોફાન કરે તો બીજાં બાળકો પણ તેમ કરવા લાગે છે. કોઈ એક વ્યક્તિને એક બાળક વિચિત્ર નામ પાડી ચીડવે તો એનાં સાથીદાર બાળકો પણ એ પ્રમાણે કરવા લાગે છે. મોટી કોઈ વ્યક્તિ આવી ચીડવણીનો જ્યારે ભોગ બને છે અને પોતાના મન પરનો કાબૂ ગુમાવી બેસે છે ત્યારે બાળકોને ૧૮૪ - સાંપ્રત સમાજ-દર્શન Page #225 -------------------------------------------------------------------------- ________________ ડરાવે છે, મારે છે, જોરથી ફટકારે છે. જે દેશોમાં રિવૉલ્વર જેવાં સાધનો સુલભ છે ત્યાં આવી વ્યક્તિ અચાનક બાળકનું ખૂન કરી નાખે છે. સુધરેલા ધનાઢ્ય દેશોમાં આવી રીતે થતી બાળહત્યાના કિસ્સા વધુ નોંધાયા છે. (અન્ય પક્ષે છંછેડાયેલા કોઈ બાળકે મોટી વ્યક્તિની રિવૉલ્વરથી હત્યા કર્યાના કિસ્સા પણ બને છે.) બાળકોને મારી નાખવાની પુખ્યવયના ગુનેગારોની વૃત્તિને હજુ સમજી શકાય, પરંતુ નાના છોકરાંઓમાં કોઈક બાળકને મારી નાખવાની વૃત્તિ (Killer Instinct) હોય એ તરત ન સમજી શકાય એવો વિષય છે. સારા ગણાતાં બાળકોમાં પણ અચાનક આવી વૃત્તિ ક્યાંથી આવે છે અને તેવું દુષ્કૃત્ય કેમ કરી બેસે છે એ વિશે પાશ્ચાત્ય દેશોમાં મનોવૈજ્ઞાનિકો અભ્યાસ કરી રહ્યા છે. ટી.વી. પર મારામારી અને ખૂનનાં દૃશ્યો વધુ પડતાં બતાવાય છે તેની માઠી અસર કે પોતાના ઘરમાં જ માતાપિતા કે ભાઈભાડું કે બીજા કોઈ વચ્ચે થયેલું ખૂન નજરે નિહાળ્યું હોય એની અસર પણ થાય છે. પાશ્ચાત્ય દેશોમાં જ્યાં પતિ અને પત્ની બંને કમાવા માટે કંઈક વ્યવસાયમાં જોડાયેલાં હોય અને સવારથી સાંજ સુધી કે અમુક કલાક ઘરમાં બાળકને એકલું રાખવામાં આવતું હોય અને બાળકને માટે રમતગમત, ટી. વી., ખાવાનું વગેરેની બધી વ્યવસ્થા કરેલી હોય કે જેથી બાળક રોકાયેલું રહે તો પણ ઘરમાં એકલા રહેલા બાળકમાં એકલતાને કારણે કેવી ગ્રંથિઓ જન્મે છે અને દઢ થાય છે એ કહી શકાય નહિ. આવાં બાળકો જ્યારે એકાદ અપકૃત્ય કરી બેસે છે ત્યારે જ માતાપિતાને સમજાય છે. નાનાં છોકરાંઓમાં કોઈક વાર અંદરઅંદર ઝઘડા જ્યારે થાય છે ત્યારે બેચાર જણનું એક જૂથ એકાદ છોકરાને ટીપી નાખે છે કે ગળચી દબાવી દે છે. તેઓને એના ભયંકર પરિણામનો અંદાજ હોતો નથી. પરંતુ માર ખાનાર છોકરો મરી જાય છે ત્યારે તેઓ ગભરાઈ જાય છે. તરવાના હોજમાં આવી ટોળકીએ કોઈક છોકરાને પાણીમાં ગૂંગળાવી માર્યો હોય એવા બનાવો પણ બને છે. કોઈ એક બાળકને બહુ ચીડવવામાં આવે કે એની બહુ સતામણી થાય ત્યારે વેર લેવા એ બીજા બાળકની હત્યાનો આશ્રય લે એવાં બનાવો પણ બને છે. દુનિયાભરમાં બાલહત્યાના વધતા જતા પ્રમાણ અંગે સચિત થવાની જરૂર છે. બાળકોમાં આવી ગુનાખોરી વધતી અટકાવવા માટે તેનો અભ્યાસ કરી તેના ઉપાયો વિચારવાની જરૂર છે. પુખ્તવયનાં સ્ત્રીપુરુષો દ્વારા થતી બાલહત્યા ૪૯ ૧૮૫ Page #226 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પ્રકારની બાલહત્યાના પ્રસંગો બતાવે છે કે કેવા કેવા પ્રકારની આર્થિક, સામાજિક કે અન્ય પ્રકારની સમસ્યાઓ માણસને બાલહત્યા તરફ ઘસડી જાય છે. શાસ્ત્રોની સુલભતા એ પણ એક મોટું કારણ છે. જે દેશોમાં વ્યક્તિગત ધોરણે બહુ સહેલાઈથી શસ્ત્રો અપાય છે ત્યાં આવા ગુના બનવાનું પ્રમાણ વધતું રહેવાનું. સૌથી મહત્ત્વની વાત તો સંસ્કારઘડતરની છે. વર્તમાન સમયમાં શિક્ષણની આગેકૂચ ઘણી મોટી છે. વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિની પ્રગતિ આશ્ચર્યકારક છે. પરંતુ સાંસ્કારિક કેળવણીના ક્ષેત્રે ઘણી મોટી ઊણપ છે. સાંસ્કારિક કેળવણી દ્વારા એવું વાતાવરણ અવશ્ય પેદા થઈ શકે કે જેમાં આવા ગુનાઓને અલ્પતમ અવકાશ રહે ! (સાંપ્રત સહચિંતન-૮) ૧૮૬ સાંપ્રત સમાજ-દર્શન Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અપહરણ છેલ્લાં કેટલાક સમયથી મુંબઈ, દિલ્હી, કલક્તા વગેરે મોટાં શહેરોમાં, પંજાબ, કાશ્મીર, આસામ, આધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં તથા દુનિયાના કેટલાક દેશોમાં અપહરણના વધુ ગંભીર પ્રકારના કિસ્સા બની રહ્યા છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો અપહરણની ઘટના વગર કોઈ જમાનો બાકી રહ્યો નથી. મૂળ શબ્દ “હરણ' છે. “અપ' એટલે ખરાબ. ખરાબ રીતે થયેલું હરણ તે અપહરણ એમ કહી શકાય. વસ્તુત: હરણ પોતે જ ખરાબ છે. સંસ્કૃત “હૃ' ધાતુ ઉપરથી હરણ શબ્દ આવ્યો છે. હરણ એટલે ઉપાડી જવું, ચોરી જવું, સંતાડી દેવું, સંસ્કૃત શબ્દકોશમાં મૂળ ધાતુ તરીકે શબ્દ જોવા મળે છે એનો અર્થ જ એ કે માનવજાતના આદિકાળથી ચીજવસ્તુઓના, પ્રાણીઓના કે વ્યક્તિઓના હરણની ઘટનાઓ બનતી રહી છે. બાળકો, કિશોર, વિદ્યાર્થીઓ, રૂપવતી સ્ત્રીઓ, રાજદ્વારી પુરુષો, વેપારીઓ, સાધુસંન્યાસીઓ વગેરેનાં હરણના કિસ્સાઓ ઇતિહાસમાં નોંધાયેલ છે. કેટલાંક અપકૃત્યો જાહેર પ્રકારનાં હોય છે તો કેટલાંક ગુપ્ત પ્રકારનાં હોય છે. ઓછી શક્તિ હોય, નૈતિક હિંમતનો અભાવ હોય અને તાત્કાલિક પરિણામનો કે કાયદેસરની શિક્ષાનો ડર હોય ત્યારે માણસ જાહેરમાં અપકૃત્ય કરતાં ડરે છે. ચોરી, ખૂન, વ્યભિચાર વગેરે પ્રકારનાં અપકૃત્યો કરવામાં માણસને જ્યારે પોતાના શરીરની દૃષ્ટિએ જોખમ લાગે છે, કાયદાની દૃષ્ટિએ ડર રહે છે અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ ભય રહે છે ત્યારે તેવા ગુનાઓ અપહરણ ૯ ૧૮૭ Page #228 -------------------------------------------------------------------------- ________________ તે ગુપ્ત રીતે કરે છે. પોતે ઓળખાય નહિ કે પકડાય નહિ તેવી રીતે રહેવાનો કે ભાગવાનો પ્રયત્ન કરે છે. કેટલાક સશક્ત, શસ્ત્રયુક્ત ભારાડી માણસો બીજાઓનાં દેખતાં લૂંટફાટ કરે છે કે કોઈનું ખૂન કરીને ભાગી જાય છે. તાત્કાલિક કોઈ સામનાનો તેમને ડર નથી હોતો, કારણ કે તેમની પાસે હથિયારો કે રિવોલ્વર વગેરે પ્રકારના શસ્ત્રો હોય છે. કદાચ કોઈ સામનો કરે તો તેઓ તેને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. પોલીસ તથા કાયદાનો ડર તો જો તેઓ પકડાઈ જાય તો જ હોય છે. એટલે એવા લોકો છડેચોક ગુનો કરતાં અચકાતા નથી. એક બાજુ એકલદોક્ત વ્યક્તિ હોય અને બીજી બાજુ કેટલાક માણસોનું જૂથ હોય, ત્યારે એકલદોકલ વ્યક્તિ પ્રગટ રીતે કશું કરતાં ડરે છે પણ તક મળે તો ગુપ્ત રીતે વેર લેવા અપકૃત્ય કરે છે. તેવી જ રીતે એક બાજુ નાનું જૂથ હોય અને બીજા બાજુ સૈન્ય હોય ત્યારે ઓછી શક્તિવાળા જાહેરમાં સામનો ન કરતાં ગુપ્ત રીતે અપકૃત્ય કરે છે. જ્યારે પૂરું વેર લઈ શકાતું નથી ત્યારે મોટા જૂથને છાનીછાની રીતે સતાવ્યાનો સંતોષ લેવાય છે. એવા પ્રકારનાં કિસ્સાઓમાં અપહરણ કરવું એ પણ એક મહત્ત્વનો પ્રકાર છે. પ્રેમના ક્ષેત્રમાં યુવક કે યુવતીનું અપહરણ કરવાના કે કરાવવાના કિસ્સાઓ તો હજારો વર્ષથી થતા આવ્યા છે. રાવણે સીતાનું હરણ કર્યું એ પૌરાણિક ઘટના તો જગજાહેર છે. સુભદ્રાહરણ, રુકિમણીહરણ, લક્ષ્મણાહરણ જેવી પૌરાણિક ઘટનાઓ કે સંયુક્તાહરણ જેવી મધ્યકાલીન ઘટનાઓ જાણીતી છે. માત્ર સ્ત્રીનું જ અપહરણ થાય છે એમ નથી. ઓખાએ અનિરુદ્ધનું અપહરણ કરાવ્યું હતું. આવા કેટલાંક હરણોમાં યુવક કે યુવતીની સંમતિ પણ હોઈ શકે છે. કેટલાંક હરણો લગ્નમાં પરિણમે છે, તો કેટલાંક હરણોના કિસ્સાઓમાં યુવક કે યુવતીને પાછાં મેળવાય છે. અપહરણ કરીને, ભગાડીને કરેલા લગ્નમાં બધા જ સુખી થાય છે તેવું નથી. તો પણ યુવક યુવતીને ભગાડી જઈને લગ્ન કરવાની ઘટનાઓ, માતાપિતાની સંમતિ ન મળવાને કારણે બનતી આવી છે અને બનતી રહેવાની. પ્રાણીઓનાં અપહરણ અને તેમાં પણ પાણીદાર ઘોડો, ઘોડી કે સાંઢણીના અપહરણની ઘટનાઓ પ્રાચીન લોકકથાઓમાં આવે છે. જાતિવંત તેવાં પ્રાણીઓ બળજબરીથી અપહરણ થયા પછી પોતાના માલિક પાસે પાછાં ભાગી આવ્યાની ઘટનાઓ પણ બનતી. પૈસાની લેવડદેવડનો હિસાબ ચૂકતે ન થાય તો દૂઝાળાં ઢોર ઉઠાવી જવાના કિસ્સા હજુ પણ ગામડાંઓમાં બને છે. ૧૮૮ સ સાંપ્રત સમાજ-દર્શન Page #229 -------------------------------------------------------------------------- ________________ સાધુ-સંન્યાસીઓની એક મોટી સમસ્યા તે ચેલાઓ મેળવવાની છે. સ્વેચ્છાએ સંન્યાસ લેનારા માણસો સંસારમાં ઓછા હોય છે. વૃદ્ધાવસ્થા આવે ત્યારે સાધુ-સંન્યાસીને પોતાની સેવા-ચાકરી કરનાર માણસની જરૂર પડે છે. અથવા પોતાની ગાદીના વારસ શોધવાની જરૂર પડે છે. તેને વખતે જો કોઈ યોગ્ય પાત્ર ન મળે તો નાના છોકરાઓને ઉઠાવી લાવવાની ઘટનાઓ પણ બને છે. સમજણનો અભાવ, સામનો કરવાની હિંમતનો અભાવ, ખાવાપીવાની લાલચ વગેરેને કારણે બાળકો કે કિશોરો બાવાઓને તાબે થઈ જાય છે અને વખત જતાં, મોટા જતાં પોતે પણ પોતાના ગુરુ જેવા જબરા થઈ જાય છે. સાધુ- સંન્યાસીઓ દ્વારા છોકરાઓને ભગાડી જવાની ઘટના માત્ર ભારતમાં જ બને છે એવું નથી, દુનિયાના બધા જ દેશોમાં અને બધા જ ધર્મોમાં થોડેવત્તે અંશે આવી ઘટનાઓ બનતી આવી છે. વળી સાધુસંસ્થાઓમાં બીજા ગુરુના તેજસ્વી શિષ્યને, શિષ્યની સંમતિથી કે સંમતિ વગર, ઉપાડી જવાના કિસ્સા પણ બનતા રહ્યા છે. ક્યારેક શિષ્યો પોતે ઇચ્છે કે પોતાનું હરણ થાય તો સારું કે જેથી ગુરુના જુલમમાંથી છૂટાય. શિષ્યહરણ કે શિષ્યચોરીના નિર્દેશો પ્રાચીન ગ્રંથોમાં મળે છે. દેવદેવીઓને બલિ તરીકે ચડાવવા માટે નાનાં છોકરાંઓનાં અપહરણની ઘટનાઓ આજ દિવસ સુધી બની રહી છે. પ્રસૂતિગૃહમાંથી તાજાં જન્મેલાં બાળકોના અપહરણના કિસ્સા દેશવિદેશમાં બનતા રહ્યા છે. પોતાની સાધના માટે અઘરો બાવાઓ સ્મશાનમાંથી શબનું અપહરણ કરતા રહ્યા છે. ચીજવસ્તુઓના અપહરણના કિસ્સા પણ આખી દુનિયામાં બનતા રહ્યા છે. મોંઘી, પ્રાચીન અવશેષરૂપ વસ્તુઓ એન્ટિક ઉઠાવી જવાના કે ઉઠાવી જઈને તેની જગ્યાએ બનાવટી, નવી ચીજવસ્તુઓ મૂકી દેવાની ઘટનાઓ ઓછી નથી બનતી. પોતાની હોંશિયારી બતાવવા, માત્ર મજાકને ખાતર પણ ચીજવસ્તુઓનું કામચલાઉ અપહરણ કરાય છે. વર્ષો પહેલાં કેટલીક જ્ઞાતિઓમાં લગ્નમાં પરગામ ગયેલા જાનૈયા ઓ ઉતારેથી તાંબાપિતળનાં મોટાં વાસણોનું અપહરણ કરીને લઈ આવે તો તેમની હોંશિયારીનાં વખાણ થતાં. - જૂના વખથમાં પગપાળા કે ગાડામાં પ્રવાસ કરવો પડતોત્યારે રસ્તામાં જંગલ-ઝાડીમાં છુપાઈને ડાકુઓ અચાનક છાપો મારતા અને કિંમતી ચીજવસ્તુઓ લૂંટી જતા. દરિયાઈ સફરમાં એકલદોકલ વહાણને ચાંચિયાઓ ઉઠાવી જતા અથવા તેનો માલસામાન લૂટી લેતા. આથી જમીન માર્ગે જેમ વણઝારો નીકળતી તેમ દરિયાઈ માર્ગે વહાણોના કાફલા નીકળતા અપહરણ : ૧૮૯ Page #230 -------------------------------------------------------------------------- ________________ કે જેથી કોઈ એવા મોટા સમુદાયને લૂંટવાની હિંમત કરી શકે નહિ. વિમાનવ્યવહાર ચાલુ થયા પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વિમાનોનાં અપહરણ એટલે કે હવાઈ ચાંચિયાગીરીના બનાવો નોંધાયા છે. ઘણું ખરું એવા બનાવ રાજદ્વારી કારણોસર બનતા રહ્યા છે. અમુક રાજદ્વારી કેદીઓની મુક્તિ માટે અથવા વેર લેવા માટે આવી ઘટનાઓ બનતી રહે છે. જે દેશો વચ્ચે દુશ્મનાવટ હોય તે દેશના કેટલાક આતંકવાદીઓ વિમાનોના અપહરણ કરે છે. ક્યારેક તેમનો હેતુ ફળે છે. તો ક્યારેક મુસાફરોનો પ્રાણ જાય છે. હવાઈ અપહરણ કરનારને બરાબર બોધપાઠ ભણાવ્યો હોય તો તે ઇઝરાયલે. યુગાન્ડાના ઍરપૉર્ટમાં નાટકીય ઢબે ઘૂસી જઈને પોતાના વિમાનને તેઓ બહાદુરીપૂર્વક અને યુક્તિપૂર્વક છોડાવી લાવી શક્યા હતા. અપહરણની સમસ્યા ભારતમાં અને વિદેશોમાં દિવસે દિવસે વધુ ગંભીર બનતી જાય છે. સામાજિક ક્ષેત્રે અને વેપારઉદ્યોગના ક્ષેત્રે બનતી વ્યક્તિના અપહરણની ઘટનાઓ બનવાની સાથે એનો ચેપ રાજદ્વારી ક્ષેત્રને પણ લાગ્યો છે. તેનાં પરિણામો અને પ્રત્યાઘાતો હવે વધુ ભયંકર સ્વરૂપ ધારણ કરવા લાગ્યાં છે. ધારાસભામાં, લોકસભામાં કે પક્ષની બેઠકમાં અગત્યનું મતદાન થવાનું હોય તે દિવસે કોઈક સભ્યોનું એકબે દિવસ માટે અપહરણ થાય છે. જેથી મતદાનમાં ફરક પડે. ક્યારેક સભ્યો પેતે જ પૈસા લઈ પોતાનું અપહરણ કરાવતા હોય છે. ભારતમાં પંજાબ અને કાશ્મીરની સમસ્યાઓ ઘણી ગંભીર બની ગઈ છે. એ બંને રાજ્યોના આતંકવાદીઓને પાકિસ્તાન તરફથી તાલીમ અને શસ્ત્રોની સહાય એટલી બધી ખુલ્લી રીતે અપાય છે કે ભારતે એના નિરાકરણ માટે કોઈ આકરાં પગલાં લીધા સિવાય છૂટકો નથી. આતંકવાદીઓ ગમે ત્યારે ગમે તેનું ખૂન કરી નાખે છે, પોતાની બાતમી આપનારનાં કુટુંબીઓ ઉપર વેર લે છે, મહત્ત્વની વ્યક્તિઓનું અપહરણ કરવાની યોજનાઓ ઘડે છે. બાન પકડેલી વ્યક્તિઓને છોડાવવા માટે સરકાર તરફથી મોટી કિંમત ચૂકવવામાં આવે છે એટલે વાઘ જાણે લોહી ચાખી ગયો હોય એવી પરિસ્થિતિ પ્રવર્તે છે. આસામમાં પણ ઉલ્ફાવાદીઓને બંગલા દેશની ગુપ્ત સહાય મળ્યા કરે છે. અપહરણની ઘટના માત્ર રાષ્ટ્રિય સ્તરે જ નહિ, આંતરરાષ્ટ્રિય સ્તરે પણ બની રહી છે. ક્યું રાષ્ટ્ર સામે વેર લેવા ઇચ્છે છે અને તેના ઉપર બીજાં મોટાં સત્તાશાળી રાષ્ટ્રોનો કેટલો દબાવ છે એના આધારે અપહણની અને મુક્તિની ઘટનાઓ બને છે. ક્યારેક અપહરણ કરનાર ટોળકીના સભ્યો વચ્ચે મતભેદ ઊભા થાય છે ત્યારે ૧૯૦ * સાંપ્રત સમાજ-દર્શન Page #231 -------------------------------------------------------------------------- ________________ એક જૂથ અપહરણ કરે છે તો બીજું જૂથ મુક્તિ અપાવે છે. આવી વિચિત્ર ઘટનાઓ પણ અપહરણના ક્ષેત્રે બને છે. ઉચ્ચ કક્ષાના મહત્ત્વના રાજદ્વારી પુરુષનું કરાતું અપહરણ એક ગંભીર સમસ્યા બની જાય છે. તેને મરવા દેવાતા નથી. એટલે જ એની ઘણી ભારે કિંમત ચૂકવવી પડે છે. દુનિયાભરના આતંકવાદીઓને પોતાના સાથીઓને છોડાવવા માટે આ એક સારો કીમિયો જડી ગયો છે. કાયદો અને ન્યાય એની આગળ લાચાર થઈ જાય છે. કેટલીક વાર સરકારોને નમતું જોખવું પડે છે. કેટલાંક વર્ષ પહેલાં જાપાની સરકારે પોતાના આતંકવાદીઓને અપહરણ કરાયેલા વિમાનોને ચોડાવવા માટે ભારે નાણાં ચૂકવ્યાં હતાં. ભારતમાં રાજદ્વારી ક્ષેત્રે ભ્રષ્ટાચાર અને ગંદવાડ એટલો બધો વધી ગયો છે કે પ્રધાનો, સંસદસભ્યો વગેરેને રાજ્ય કરવા કરતાં ખુરશી મેળવવામાં અને સાચવવામાં અને એવી રીતે આર્થિક લાભો માટે ગેરરીતિઓ આચરવામાં વધુ રસ રહ્યો છે. આથી સમગ્ર દેશનું પોલીસતંત્ર ઘણું બધું નિષ્ક્રિય થઈ ગયું છે. પરિણામે વધતી જતી ગુનાખોરીને કારણે ભારતને લાંબે ગાળે ઘણું નુકસાન ભોગવવાનું રહેશે. વિદેશી રાજદૂતોને સરકાર જો સરખું રક્ષણ ન આપી શકે અને તેમનાં અપહરણના કિસ્સા બને તો બીજા દેશો સાથેના રાજદ્વારી સંબંધો ઉપર એની માઠી અસર અવશ્ય પડે છે. ભારતમાં એક બાજુ અતિશય શ્રીમંતાઈભર્યું રજવાડી જેવું અને ક્યારેક તો વરવા ધનપ્રદર્શનવાળું જીવન જીવાય અને બીજી બાજુ ઝૂંપડપટ્ટીઓમાં ચીંથરેહાલ દશામાં પશુ કરતાં પણ ભૂંડું જીવન જિવાય છે. સમાજના બે વર્ગ વચ્ચે જ્યાં આટલું બધું અંતર હોય ત્યાં નિર્દન લોકોને શ્રીમંતો પ્રત્યે દ્વેષ, ધિક્કાર ઈર્ષ્યા રહ્યા કરે, શ્રીમંતોનાં દુ:ખની વાત સાંભળી રાજી થવાય તેમ બનવું સ્વાભાવિક છે. એટલે શ્રીમંતોના અપહરણની વાતો સાંભળીને તેઓ ખુશ થાય તો તેમાં કંઈ નવાઈ નથી. શ્રીમંતો પ્રત્યે પોતાનું અંગત વેર વસૂલ કરવા માટે અપહરણના તુક્કા તેમને સૂઝે તો તેથી આશ્ચર્ય ન થવું જોઈએ. વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રે પોતાનો હિસાબ ચૂકતે કરવો હોય, તેણી નીકળતી મોટી રકમ બળજબરીથી વસૂલ કરવી હોય તો અપહરણ કરાવવાનો માર્ગ લેવાય છે. બીજી બાજુ પોતાને મોટી રકમ મેળવવી હોય તો ગુનેગારોને હવે શ્રીમંતોનાં કે તેમનાં સંતાનોનાં અપહરણ કરવાની અપહરણ : ૧૯૧ Page #232 -------------------------------------------------------------------------- ________________ સારી ફાવટ આવતી જાય છે. પકડાવાનો હવે ડર ઓછો થતો જાય છે કારણ કે પોલીસતંત્ર સડેલું અને ભળેલું હોય છે. વ્યાવસાયિક અપહરણના ઘણાખરા કિસ્સાઓમાં નાણાંની ચૂકવણી થાય છે. કોઈને નાણાં ચૂકવવું ગમતું નથી, પરંતુ ન ચૂકવે તો અપહરણ કરાયેલી વ્યક્તિનો જાન જોખમમાં હોય છે. એક બાજુ નાણાંની મોટી રકમ અને બીજી બાજુ પોતાના સ્વજનનું મૃત્યુ એ બેની વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે દેખીતી રીતે જ માણસ ગમે તે ભોગે પોતાના સ્વજનને છોડાવવાનો પ્રયત્ન કરે છે. અપહરણ કરાયેલી વ્યક્તિ જીવતી પાછી ફરે છે, પરંતુ કેટલીક વાર તેવી વ્યક્તિઓનું જીવન ધૂળધાણી થઈ જાય છે. આર્થિક પાયમાલી તો હોય છે, પરંતુ માનસિક ત્રાસમાંથી જે રીતે તેઓ પસાર થાય છે તેને પરિણામે તેવી કેટલીક વ્યક્તિઓ માનસિક રીતે ભાંગી પડે છે અને જીવનભર તેની વ્યથા ભોગવે છે. અપહરણ થયું ન હોય, થવાની શક્યતા પણ ન જણાતી હોય, તો પણ એક વખત અપહરણની ધમકીનો સંદેશો સીધી કે આડકતરી રીતે પોતાને મળે છે ત્યારે માણસ વિમાસણમાં મુકાઈ જાય છે. નીડરતાનો દાવો કરનારા કેટલાક માણસો પણ એવે વખતે અસ્વસ્થ થઈ જાય છે. . જો કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતાં હોય અને પોલીસતંત્ર સંનિષ્ઠ, ફરજ માટે તત્પર, નીડર અને જાગ્રત હોય તો અપહરણના કિસ્સા ઓછા બને. ગુપ્તચર સંસ્થા અનેક કાવતરાંઓની અગાઉથી ગંધ મેળવીને તેને વેળાસર નિષ્ફળ બનાવી શકે છે, પરંતુ આવી કાબેલ ગુપ્તચર સંસ્થાઓ દુનિયાના ઘણા ઓછા દેશોમાં રહી છે. ગીચ વસ્તીવાળા દેશોમાં તો તે બહુ સફળ થઈ શકતી નથી. આજે અપહરણ કરીને ભાગી જવા માટેનાં ઝડપી વાહનોની સુલભતા અને સંતાઈ જવાના આવાસો એટલા બધાં વધી ગયાં છે કે પોલીસતંત્ર પણ એને પહોંચી શકે તેમ નથી. ગુનેગાર સશસ્ત્ર હોય છે, એટલે શસ્ત્રરહિત માણસો તેમનો સામનો કરવાને કે પીછો પકડવાને અશક્ત હોય છે. પોલીસને માહિતી આપતાં પણ તેઓ ડરે છે. હવે તો એક દેશમાં ગુનો કરીને વિમાન દ્વારા ચૂપચાપ બીજા દેશમાં ભાગી જવું એટલું બધું સરળ બની ગયું છે કે કેટલાય એવા ગુનાઓને તો અટકાવી ? શકાશે નહિ. કેટલાય દુશ્મન દેશો આવા ગુનેગારોને રક્ષણ આપે છે, એટલું જ નહિ ઉત્તેજન પણ આપે છે. અપહરણના કિસ્સાઓ જેમ જેમ વધુ બનતા જાય છે અને સફળ થતા જાય છે તેમ તેમ ભારત સરકારની પ્રતિષ્ઠા હલકી પડતી જાય છે. ૧૯૨ * સાંપ્રત સમાજ-દર્શન Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રજાને સરકારની કાબેલિતમાંથી વિશ્વાસ ઊઠતો જાય છે. આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ભારતને નીચું જોવાનું થાય છે. આથી જ કેટલાક અપહરણના કિસ્સાઓમાં શ્રીમંતો ઇચ્છે છે કે સરકાર અમારી વાતમાં વચ્ચે ન પડે તો સારું. અમે અમારી રીતે અમારું કામ સરકાર કરતાં સારી રીતે પતાવી શકીશું. કેટલાક અપહરણના કિસ્સાઓ સરકારની દખલગીરીથી બગડ્યા છે કે વિલંબમાં પડી ગયા છે એ સાચું, તો પણ સરકાર વચ્ચે ન આવે તે કેમ ચાલે ? સરકારની એ જવાબદારી છે. જો શ્રીમંતોના કહેવાથી સરકાર ઢીલું મૂકે તો આ પ્રકારના ગુનાઓ વધતા જ જવાના. જેની પાસે ચૂકવવા માટે નાણાં નથી તેવી વ્યક્તિઓને વધુ સહન કરવાનું થાય. વસ્તુત: ભારતમાં સરકારે રાજ્ય કક્ષાએ અને કેન્દ્ર કક્ષાએ પોતાના પોલીસતંત્રને અને પોતાની ગુપ્તચર સંસ્થાને વધુ જાગ્રત અને કાર્યક્ષમ બનાવવાની જરૂર છે. દુનિયામાં સ્કૉટલૅન્ડ યાર્ડનું બ્રિટિશ પોલીસતંત્રનું નામ એટલું મશહુર હતું કે કોઈ પણ ગુનેગારને ચોવીસ કલાકમાં તે પકડી શકતું. એની શાખ પહેલાં જેવી હવે નથી રહી તો પણ એની ધાક તો રહી જ છે. ભારતના પોલીસતંત્રોની શાખ નથી રહી અને ગુનેગારોને તેની ધાક પણ નથી. રહી. પોલીસતંત્રની સાથે સાથે કાયદાની પરિસ્થિતિ પણ ઘણી વિચિત્ર છે. જ્યારે ન્યાયાધીશો અને વકીલો પ્રામાણિક હતા ત્યારે પણ ચુકાદો આવતાં અને ગુનેગારોને સજા થતાં વર્ષો નીકળી જતાં, તો હવે જ્યારે ખુદ ન્યાયાધીશો અને વકીલોની પ્રતિષ્ઠા ઝાંખી થઈ ગઈ છે ત્યાં ન્યાય માટે કેટલી આશા રાખી શકાય છે ? ગુનેગારોને હવે શરમ નથી રહી, ચિંતા નથી રહી ડર નથી રહ્યો... “તો પછી હું તને કૉર્ટમાં જોઈ લઈશ” એવી ધમકી ઉચ્ચારી ન્યાય મેળવવાનો પ્રયત્ન કરનાર હવે હાંસીપાત્ર ગણાવા લાગ્યો છે. માત્ર અપહરણના જ નહિ, બધી જાતના ગુનાઓની બાબતમાં પરિસ્થિતિને સુધારવી હોય તો સરકારે કાયદાઓમાં, વ્યવસ્થામાં અને પોલીસતંત્રમાં ધરખમ ફેરફાર કરવા પડશે. બીજાં અનેક ફાલતું ખાતાંઓના ફાલતુ ખર્ચા બંધ કરીને પોલીસતંત્રને વધુ સુદઢ કરીને પ્રજાજીવનને સુરક્ષિત બનાવવા તરફ સરકારે વધુ લક્ષ આપવાની જરૂર છે. અપહરણના કિસ્સાઓમાં તો સરકારે વધુ કડક કાયદાઓ કરવાની જરૂર છે કે જેથી ગુનેગારોને તેનો ડર રહે. અપહરણમાં છૂટ્યા પછી કેટલીક વિગતો અવશ્ય બહાર આવે છે. વ્યક્તિઓનાં નામ પણ બહાર આવે છે, પરંતુ તેવી કેટલીયે વ્યક્તિઓ અપહરણ : ૧૯૩ Page #234 -------------------------------------------------------------------------- ________________ બનાવટી નામ અને ફોટો ધરાવતી હોય છે. કેટલીક વ્યક્તિઓ તો ભાડૂતી હોય છે. મૂળ અપહરણ કરાવનાર વ્યક્તિ વળી કોઈ જુદી જ હોય છે. અપહરણ કરનારાઓ પકડાય અને તેમને કાયદેસર શિક્ષા થાય એવી ઘટનાઓ પ્રમાણમાં ઓછી બને છે. અપહરણ થયેલી વ્યક્તિને પોતાને ખબર પડી ગઈ હોય તો પણ કેટલીક વ્યક્તિઓ તેમનાં નામ જાહેર કરતાં ડરે છે. તેઓ અપહરણ કરનારાઓ ઉપર વેર લેતાં કે કાયદેસર પગલાં લેતાં પણ ડરે છે. એમ કરવા જતાં વળી પાછાં નવાં સંકટો ઊભાં થવાનું જોખમ રહે છે, કારણ કે વેરની પ્રતિક્રિયા જલદી શકતી નથી. કેટલાક લોકો પોતે કેટલાં નાણાં ચૂકવ્યાં તેની સ્પષ્ટ વાત કરતા નથી. કેટલાક લોકો ઘણી મોટી રકમ ચૂકવીને છૂટતા હોય છે, પરંતુ પોતે ઘણું મોટું પરાક્રમ અને યુક્તિ પ્રયુક્તિ કરીને બહાદુરીથી છૂટ્યા હોય એવું મિથ્યાભિમાન દર્શાવે છે. અપહરણના કેટલાક કિસ્સાઓનું એના આયોજકો એવું સરસ સ્વાભાવિક આયોજન કરતા હોય છે કે માણસને છેલ્લી ઘડી સુધી ગંધ ન આવે. ક્યારે, કેટલા વાગે કે ક્યા સ્થળે, કેવી રીતે અપહરણ કરવું, તેમને ક્યાં લઈ જવા, કેવી રીતે સંતાડવા, કેવી રીતે પૈસા માટે કોની મારફત સંદેશો કહેવડાવવો કેવી રીતે અને ક્યાં અપહૃત વ્યક્તિને છોડી મૂકવી એ બધી વિગતોનો એટલો સારો અભ્યાસ કરે છે અને એવી યોજનાબદ્ધ રીતે અપહરણ કરે છે કે બિલકુલ પકડાયા વગર તેઓ ધ્યેયને સફળ કરે છે. એટલે અપહરણ કરાયેલી કોઈ વ્યક્તિ છૂટીને પાછી આવે છે ત્યારે તેના અનુભવો જાણવા માટે સૌ ઉત્સુક રહે છે. કેટલાક અપહરણના કિસ્સાઓ તો વાર્તા જેવા રસિક બની રહે છે. અપહરણનું અપકૃત્ય એક કાયદેસરનો ગુનો છે અને સર્વ રીતે વખોડવાલાયક જ છે, તેમ છતાં કોઈક વખત આયોજકોએ જે રીતે પોતાનું ભેજું દોડાવ્યું હોય છે અને સીફતથી આખી યોજનાને પાર પાડી હોય છે એની વિગતો જ્યારે જાણવા મળે છે ત્યારે એની બુદ્ધિમત્તા માટે કોઈને પણ માન થાય. અપહરણના કિસ્સાઓની વાતો બહાર આવે છે ત્યારે તે કેટલીક રમૂજ પણ પૂરી પાડે છે. કેટલાક રમૂજી સ્વભાવના માણસો આખા વિષયને રમૂજી દૃષ્ટિથી જોતા હોય છે. જૂના વખતમાં જાતજાતની ચોરીઓ થતી. એ વિષય ઉપર હળવી શૈલીથી કોઈક લેખકને લખવાનું મન થયું એટલે એણે “ચૌર્યકલા' નામનો ગ્રંથ લખ્યો કહેવાય છે. (“મૃચ્છકટિક' - નાટકમાં એનો નિર્દેશ છે.) એમાં ચોરીના વિષયમાં કલાના સર્જનાત્મક અંશો કેવી ૧૯૪ ૬ સાંપ્રત સમાજ-દર્શન Page #235 -------------------------------------------------------------------------- ________________ રીતે ઉમેરી શકાય તેનું રમૂજી નિરૂપણ લેખકે કર્યું હતું. અપહરણના કિસ્સાઓમાં જાતજાતની નાટ્યાત્મક યુક્તિ-પ્રયુક્તિઓ યોજાવા લાગી છે. ભવિષ્યમાં કોઈક લેખક અપહરણના વિષયમાં નૃત્ય - નાટક - સંગીત - વેષભૂષા વગેરેના કલાત્મક અંશો કેવી રીતે ઉમેરી શકાય તે વિષે અપહરણ કલા' નામનો કોઈ ગ્રંથ લખે તો નવાઈ નહિ ! અપહરણની વિદ્યા તે વિજ્ઞાન છે કે કલા છે, એ શાસ્ત્ર છે કે લઘુ ઉદ્યોગ છે એવી ગંભીર - અગંભીર ચર્ચાઓ ભવિષ્યમાં કોઈક કદાચ કરે પણ ખરા. યુરોપ કે અમેરિકાની કોઈક યુનિવર્સિટી “The Science of Kidnaping' નામનો નવો અભ્યાસક્રમ દાખલ કરે તો પણ નવાઈ નહિ, એમ પણ કોઈક કહે ખરા. (અભિચિંતના) અપહરણ : ૧૯૫ Page #236 -------------------------------------------------------------------------- ________________ પ બળાત્કાર છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરમાં બળાત્કારના કિસ્સા વધવા લાગ્યા છે. મુંબઈ કે કોલકાતા જેવા શહેરોમાં બે-ચાર દિવસે આવી એકાદ ઘટના બન્યાના સમાચાર અખબારોમાં છપાય છે. વધતી જતી આ પ્રવૃત્તિ અંગે સરકારોએ અને સમાજધુરીણોએ સવેળા સચિત થવું ઘટે છે. પહેલાં બળાત્કારના એકલદોકલ કિસ્સાની બહુ જાહેરાત થતી નહિ. હવે તો પોલીસને ચોપડે કેસ નોંધાયો કે તરત અખબારોમાં એને પ્રસિદ્ધ મળી જાય છે. ક્યારેક તો અખબારો પણ આવા કિસ્સાઓને છાપવામાં રસ ધરાવતાં હોય એમ લાગે. લોકજાગૃતિની દૃષ્ટિએ એને પ્રસિદ્ધ મળે તો તે યોગ્ય ગણાય, પરંતુ અખબારનો ફેલાવો વધારવાની દૃષ્ટિથી કે વાચકોની અપરુચિને પોષવાની દૃષ્ટિથી એવા કિસ્સાઓને વિગતે ચમકાવવામાં આવે તો તે યોગ્ય નથી. પરંતુ એટલું તો નિશ્ચિત છે કે દુનિયામાં જેમ વસ્તી વધી છે તેમ બળાત્કારનું પ્રમાણ પણ વધ્યું છે. કોઈ ગુંડાઓએ મોડી રાતે રસ્તામાં એકલી જતી મહિલા ઉપર બળાત્કાર કર્યો હોય, તેને ફોસલાવીને તેનો લાભ લેવાયો હોય, કોઈ શાળાના શિક્ષકે લેસન શીખવવાના બહાને સગીર વયની વિદ્યાર્થિનીને શાળા છૂટ્યા પછી રોકી રાખીને એના ઉપર બળાત્કાર કર્યો હોય, કોઈ સિત્તેર વર્ષના ડોસાએ બે વર્ષની બાળકી સાથે ચેષ્ટા કરી હોય, કોઈ ડૉક્ટરે નર્સ ઉપર કે જેલરે કે પોલીસે મહિલા કેદી ઉપર, કોઈ ઘનાક્ય શેઠે મહિલા નોકરાણી ઉપર કે કોઈ નોકરે યુવાન શેઠાણી ઉપર કે શેઠની દીકરી ઉપર કુકર્મ કર્યું હોય ૧૯૬ સાંપ્રત સમાજ-દર્શન Page #237 -------------------------------------------------------------------------- ________________ એવા એવા ભાતભાતના કિસ્સાઓ વખતોવખત છાપાંઓમાં ચમકે છે. ભારતમાં અને વિદેશોમાં સાધુ સંન્યાસીઓ કે પાદરીઓએ બળાત્કાર કર્યો હોય એવા કિસ્સાઓ પણ છાપાંઓમાં વાંચવામાં આવે છે. બળાત્કાર એટલે બીજાના ઉપર બળ વાપરીને સંતોષેલી પોતાની ઇચ્છા. અન્ય વ્યક્તિની સદંતર અનિચ્છા અને અસહકાર હોવા છતાં પરાણે તેને પકડીને અને વશ કરીને પોતાની જાતીય ઇચ્છા સંતોષવાનો પ્રયત્ન કરવાની આવી અક્ષમ્ય ઘટનાઓ અનાદિકાળથી ચાલી આવે છે. બળનો ઉપયોગ માત્ર જાતીય વૃત્તિના સંતોષ માટે થાય છે એવું નથી. કુદરતમાં એક જીવ બીજા જીવનું જ્યારે ભક્ષણ કરે છે ત્યારે તેને સમજાવીને, વહાલ કરીને તેનું ભક્ષણ કરતો નથી. તેને બળથી પકડવા પ્રયત્ન કરવો પડે છે. જંગલમાં ચિત્તા, વાઘ કે સિંહ પોતાના શિકારને પકડવા માટે દોડે છે. ત્યારે તેઓ વચ્ચે થતી ઝપાઝપીમાં ચિત્તા, વાઘ કે સિંહને પોતાનું બધું જ બળ વાપરવું પડે છે અને હરણ, બકરી, ઘેટું, ગાય કે ભેંસ જેવાં પ્રાણીને પરવશ બનાવીને, મારી નાખીને તેઓ ખાઈ જાય છે. પાણીની અંદર મગર અને એવા મોટા જીવો નાના જલચરોનું ભક્ષણ કરતા રહે છે. કોઈ પ્રાણી સ્વેચ્છાએ પોતાનું ભક્ષણ થવા દેતું નથી. પોતાનો જીવ બચાવવા માટે તે દોડી જાય છે અને પકડાય છે ત્યારે પોતાની બધી જ શક્તિ વાપરીને તે ઝૂઝવાનો પ્રયત્ન કરે છે. શિકારી પક્ષીઓ પોતાની ચાંચમાં માછલું પકડવાનો પ્રયત્ન કરે છે. માખી અને બીજાં જીવડાંઓ ઉપર તરાપ મારી ગરોળી તેને ખાઈ જાય છે. ઉદર, દેડકા વગેરેની પાછળ સાપ દોડે છે અને એને પકડવા તથા ખાઈ જવા પોતાની બધી શક્તિ વાપરે છે. જળચરોમાં મત્સ્યગલાગલ ન્યાય પ્રવર્તે છે. એટલે કે મોટી માછલી નાની માછલીઓને ગળી જવાનો પ્રયત્ન કરે છે. જીવસૃષ્ટિમાં નીવો ની વચ્ચે નીવન” જોવા મળે છે. ભૂખની વાસના સંતોષવા માટે બળાત્કાર કરવાની આ કુદરતી વૃત્તિ માંસાહારી પ્રાણીઓમાં પડેલી હોય છે. એ શીખવવા માટે કોઈને પ્રયાસ કરવો પડતો નથી. જેમ આહાર સંજ્ઞા બળવાન છે તેમ ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞા પણ જીવોમાં બળવાન હોય છે. પ્રાણીસૃષ્ટિમાં પ્રથમ સહચાર, ત્યાર પછી પ્રેમ અને ત્યાર પછી કામભોગ એવો ક્રમ દરેક વખતે હોતો નથી. પોતાની મૈથુન સંજ્ઞા પ્રબળ બને ત્યારે તે માટે તેવાં પ્રાણીઓ. વિજાતીય પાત્રને વશ કરવા માટે બળનો ઉપયોગ કરે છે. કેટલાંક પ્રાણીઓની મૈથુન સંજ્ઞા ઋતુઓને આધીન હોય છે અને એવી ઋતુ ચાલુ બળાત્કાર ૪૦ ૧૯૭ Page #238 -------------------------------------------------------------------------- ________________ થતાં તે પ્રાણીઓ બહાવરાં બની જાય છે. તેઓ આમતેમ ભટકે છે અને તક મળે ત્યારે બળાત્કારે પોતાની વૃત્તિને સંતોષે છે. કામવાસનાનો આવેગ એકંદરે માદા કરતાં નરમાં વધુ હોય છે. તે જ્યારે અતિશય ઉગ્ર બની જાય છે ત્યારે તે પ્રાણી પોતાની જાતને અંકુશમાં રાખી શકતું નથી. પ્રાણીસૃષ્ટિ કરતાં મનુષ્યની વાત જુદી છે. સામાન્ય રીતે મનુષ્યને આહાર માટે બળાત્કાર કરવાની જરૂર પડતી નથી. મનુષ્યની કામવૃત્તિ કોઈ નિશ્ચિત ઋતમાં મર્યાદિત નથી. ગમે ત્યારે ગમે ત્યાં તે પ્રવર્તી શકે છે. તો બીજી બાજુ કેટલાંક પશુઓમાં બને છે તેવો કામવાસનાનો એવો ઉન્માદ મનુષ્યના જીવનમાં આવતો નથી કે જેથી ઘણાં માણસોની વચ્ચે તે પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દઈને ગમે ત્યારે ગમે ત્યાં અપકૃત્ય કરી બેસે. આમ એકંદરે સમાજની રચના કરીને રહેતો માણસ સમાજના નિયમોને સ્વીકારીને જીવન ગુજારી શકે છે, કારણ કે જાતીય વૃત્તિઓ ઉપર જાહેરમાં સંયમ રાખવાનું મનુષ્ય માટે અઘરું નથી. પરંતુ એકાંતમાં તક મળતાં કેટલીક વાર અજ્ઞાની, અસંસ્કારી, સ્વચ્છંદી કે શરાબનો નશો ચડેલો માણસ, પરિણામનો ખયાલ કર્યા વગર પોતાની વૃત્તિને વશ થઈ બળાત્કારનું અપકૃત્ય કરી બેસે છે. પરસ્પર સંમતિ અને સહકારથી થતી વ્યભિચારની ઘટનાનું પ્રમાણ ઓછુંવતું દુનિયાની દરેક પ્રજામાં દરેક કાળમાં રહેલું છે. માનવજાતનું એ સનાતન અપલક્ષણ છે. એ અનૈતિક છે, પણ દરેક વખતે એ ગેરકાયદે હોય યા ન પણ હોય. પોતપોતાની સરકારના કાયદા ઉપર તે અવલંબે છે. બળાત્કાર અનૈતિક પણ છે અને ગેરકાયદે પણ છે. બળાત્કારના કિસ્સાઓ એશિયાના દેશોમાં જેટલા બને છે તેટલી સંખ્યામાં બીજા દેશોમાં બનતા નથી. યુરોપ અને અમેરિકાના દેશોમાં લોકો એકંદરે સુશિક્ષિત હોય છે. સુશિક્ષિત સ્ત્રીઓ પોતાના હક્ક માટે અને કાયદેસરના રક્ષણ માટે ઘણી સભાન હોય છે. પરસ્પરની સ્વીકૃતિ અને સહકારથી થતા વ્યભિચારનું પ્રમાણ ત્યાં કદાચ ઘણું મોટું હશે, તો પણ સ્ત્રીની અનિચ્છા હોવા છતાં બળનો ઉપયોગ કરીને તેને વશ કરવાના કિસ્સાનું પ્રમાણ ત્યાં ઓછું જોવા મળે છે. વળી ત્યાં કાનૂની કાર્યવાહી ઝડપથી થતી હોવાને લીધે પણ ખોટું કરવામાં માણસને ડર વધુ રહે છે. મધ્ય પૂર્વના ઇસ્લામ દેશોમાં જૂનવાણીપણાનું અને રૂઢિગ્રસ્તતાનું પ્રમાણ ઘણું મોટું રહેલું છે. સ્ત્રીઓના ફરવા ઉપર ત્યાં ઘણાં નિયંત્રણો ૧૯૮ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #239 -------------------------------------------------------------------------- ________________ છે. વળી સ્ત્રી ઘરની બહાર નીકળે ત્યારે પોતાના માથાના વાળ ન દેખાય - એવી રીતે એને વસ્ત્રપરિધાન કરવાનું રહે છે. કેટલાક સમાજમાં તો બુરખાની પ્રથા પણ છે. બીજી બાજુ બળાત્કાર કે વ્યભિચાર માટે ત્યાંના કેટલાક પ્રદેશોમાં ફાંસીની અથવા જાહેરમાં ચાબખા મારવાની સજા થાય છે. આવી સજાનો પણ ત્યાં બહુ મોટો ડર રહે છે. આથી બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ એકંદરે ત્યાં ઓછું રહે છે. મુંબઈ, કોલકાતા જેવાં ભારતનાં શહેરોની એક મોટી સમસ્યા એ છે કે લાખો પુરુષો પોતાનાં ઘરબાર છોડીને આજીવિકા માટે ત્યાં એકલા આવીને રહે છે. ઘણાખરા તો આખું વર્ષ આ રીતે એકલા રહે છે. એમાંના ઘણા પુરુષો જાતીય જીવનના ભૂખ્યા હોય છે. પરિણામે આવાં મોટાં શહેરોમાં રૂપજીવીનીઓનો વ્યવસાય વ્યાપક પ્રમાણમાં ચાલે છે. તેમ છતાંય કેટલાય પુરુષો પોતાની પ્રબળ કામવૃત્તિને કારણે કોઈકના ઉપર બળાત્કાર કરી બેસે છે. વાસનાભૂખ્યો માણસ ક્યારે કેવું પાપ કરી બેસે એ કહી શકાય નહિ. બળાત્કારના કિસ્સાઓમાં આવા એકલા રહેતા માણસો જ સંડોવાય છે એવું નથી. કેટલાક તો એવી રીતે એકલા રહેવાને ટેવાઈ જાય છે. બીજી બાજુ ગૃહસ્થ જીવન ભોગવતા અસંયમી માણસો પણ શિકારની શોધમાં રખડતા હોય છે. બળાત્કારના કિસ્સાઓ વધવાનાં કારણો ઘણાં છે. એકાંત અને સહચારનું પ્રમાણ વર્તમાન જગતમાં ચારે બાજુ વધી રહ્યું છે. બદલાતી જતી જીવનપદ્ધતિ પ્રમાણે ઘરો હવે મોટાં થવા લાગ્યાં છે. અલગ ઓરડાઓની વ્યવસ્થા વધી છે. ઓરડાઓમાં એકાંતમાં મળવાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. મોટાં શહેરોમાં શ્રીમંતોનાં વિશાળ ઘરોમાં આખો દિવસ નોકર-નોકરાણી એકલાં હોય અથવા યુવાન નોકર અને શાળા કે કૉલેજમાં ભણતી દીકરી એકલાં હોય. આવી સ્થિતિમાં પુરુષમાં ક્યારે અચાનક કામવેગ ઊછળશે અને તે બળાત્કાર કરી બેસશે એ કહી શકાય નહિ. કેટલાયે વ્યવસાયોમાં પુરુષ અને સ્ત્રી સાથે કામ કરતાં થયાં છે. ક્યારેક તેઓને ફરજ પર એકાંતમાં એકલાં રહેવાનું બને છે. આવાં કારણે પણ અણઘટતી છૂટ લેવાની ઘટનાઓ બને છે. મોટાં શહેરોમાં મોટી મોટી હોટેલોની સંખ્યા વધતી જાય છે. એને કારણે એકાંતમાં મળવાની વ્યવસ્થા પણ વધતી જાય છે. પરિણામે બળાત્કાર # ૧૯૯ Page #240 -------------------------------------------------------------------------- ________________ દુનિયાભરનાં મોટાં શહેરોની મોટી મોટી હોટેલો વ્યભિચારને માટે સારી અનુકૂળતા કરી આપે છે. એવી જ રીતે એવી હોટેલોમાં બળાત્કારની ઘટનાઓ પણ બને છે. એવી કેટલીય ઘટનાઓની વાત અડધેથી અટકી જાય છે અને છાપાં કે પોલીસ સુધી પહોંચતી નથી. એ બે વ્યક્તિ જ મનોમન સમજી જાય છે અને વાત એટલેથી પૂરી થઈ જાય છે. છેલ્લા કેટલાક સમયથી આધુનિક દેખાવાના મોહમાં સ્ત્રીઓએ ધારણ કરેલા પોશાકો પણ પુરુષની ચંચળ વૃત્તિને ઉશ્કેરવાનું કામ કરે છે. ચલચિત્રોમાં ગીત અને નૃત્યનાં ઉત્તેજક દૃશ્યોમાં અશ્લીલ અભિનય બતાવવાનું વધતું જાય છે. ચલચિત્રોનું ખોટું અનુકરણ કરનાર, અસભ્ય પોશાક ધારણ કરનાર, ચેનચાળા અને લટકાં મટકાં કરનાર યુવતીઓને આરંભમાં તો ગર્વપૂર્વક એમ લાગે છે કે પોતે પુરુષોને પોતાની ઇચ્છા મુજબ કેવી નચાવી શકે છે. પરંતુ એવા જ પ્રસંગો જ્યારે મર્યાદા ઓળંગે છે અને યુવતી પુરુષોના આક્રમણનો ભોગ બને છે ત્યારે તેને સમજાય છે કે પોતાનાં નખરાંનું કેટલું મોટું મૂલ્ય પોતાને ચૂકવવું પડ્યું છે. પકડાયેલી અને વગોવાયેલી આવી કેટલીક યુવતીઓ આ આઘાત સહન ન થતાં આપઘાત કરી બેસે એવી ઘટનાઓ પણ બને છે. આજકાલ નોકરી માટેનાં અને પ્રસિદ્ધિનાં પ્રલોભનો એટલાં બધાં વધતાં જાય છે કે સારી નોકરી મેળવવા માટે કે નાટક કે ચલચિત્રમાં કામ કરવાની તક મળવાની લાલચે, યુવતીઓ એવી જાહેરખબરો આપી લલચાવનારી યુક્તિ કરનાર પુરુષના બળાત્કારની ભોગ બને છે. હવે તો ઝડપી ફોટા અને વિડિયો ફિલ્મનાં સાધનોના કારણે ગુપ્ત રીતે રખાયેલા કેમેરાઓ દ્વારા બળાત્કારમાં સપડાયેલી યુવતીના ફોટાઓ લેવાઈ જાય છે. પછી એ બ્લેકમેઈલનું મોટું સાધન બની જાય છે. ચલચિત્રમાં કામ કરવું હોય તો અર્ધનગ્ન શરીરનો ફોટો ડાયરેક્ટર કે પ્રોડ્યુસરને આપવો પડશે એવી શરતને મંજૂર કરનારી અને તે પ્રમાણે ફોટો પડાવનારી યુવતી પછી એના એજન્ટના બ્લેકમેઈલનો ભોગ બની જાય છે. એવા એજન્ટોના બળાત્કારને વશ બનવું પડે છે. ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે એવી સ્થિતિ આવી યુવતીઓની થાય છે. કેટલીક કિશોરીઓ કે યુવતીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાનું કામ કરાવી લેવા માટે પુરુષો આગળ ચેનચાળા કરે છે. અને નાટકીય ભાવ બતાવે છે, પરંતુ તેમ કરવા જતાં કોઈક વખથ આકર્ષાયેલા પુરુષના આક્રમણનો જ્યારે તેઓ ભોગ બને છે ત્યારે રોવાનો વખત આવે છે. ૨૦૦ % સાંપ્રત સમાજ-દર્શન Page #241 -------------------------------------------------------------------------- ________________ પરસ્પર આબરૂ સાચવવા આવા કિસ્સાઓની વાત બહાર આવતી નથી. આવે છે તો પણ તેનું સમર્થન થતું નથી અને વખત જતાં તે ભુલાઈ જાય છે. કેટલીક યુવતીઓ આવી ઘટના પછી જિંદગીનો પાઠ શીખી લે અને પુરુષથી હંમેશાં ડરીને ચાલે છે. શાળામાં ભણતી બાલિકાઓ ઉપર શિક્ષકો દ્વારા કે મોટા વિદ્યાર્થીઓ દ્વારા થતા બળાત્કારના કિસ્સાઓનું પ્રમાણ દુનિયાભરમાં એકંદરે વધુ રહે છે. શારીરિક ફેરફારો અને કુતૂહલ એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભોળી બાળાઓને જાતીય જીવનની કશી ખબર હોતી નથી અથવા ઔત્સુક્ય હોય છે અને કામાંધ શિક્ષકો દ્વારા થતાં અપકૃત્યનો ભોગ બની જાય છે તે પછી જ, એને ખયાલ આવે છે. મુગ્ધ વિદ્યાર્થિનીઓ પોતાના ચેનચાળાથી શિક્ષકને રાજી કરવામાં પોતાની આવડતનું અભિમાન ધરાવે છે, પરંતુ એમ કરવામાં શિક્ષકના શિકારનો તે ભોગ બની જાય છે ત્યારે એની આંખ ઊઘડે છે. બે-ચાર વર્ષની નાની બાળકી ઉપર બળાત્કાર કરવાનો વિચાર કેટલાક નરાધમોને સૂઝે છે. નાની બાળકીને તો કશી જ ખબર ન હોય. પરંતુ કામાંધ બનેલા બહાવરા માણસો એકાંતનો લાભ લઈ આવું અપકૃત્ય કરી બેસે છે. તેઓ પકડાય છે ત્યારે પસ્તાય છે. પોતાના ઘરના જ પુરુષની વિકૃત મનોદશાનો ભોગ બનતી મહિલાઓમાં ત્યાં સુધીના કિસ્સા બને છે કે ઘરની અંદર ભાઈએ પોતાની બહેન ઉપર, પિતાએ પુત્રી ઉપર કે દીકરાએ માતા ઉપર બળાત્કાર કર્યો હોય. દેશ-વિદેશમાં ક્યારેક બનતા એવા કિસ્સાઓમાં તો શરાબનું અતિ સેવન, વકરેલી જાતીય વૃત્તિ કે વિકૃત, મનોદશા જેવાં કારણો વધારે મહત્ત્વનો ભાગ ભજવે છે. એકાદ-બે વખત બળાત્કારનો ભોગ બનેલી અને સમાજમાં વગોવાઈ ગયેલી કન્યાઓ અનેતેમાં પણ ખાસ કરીને અનાથ કે ગરીબ કન્યાઓ કાયમને માટે વેશ્યાના વ્યવસાયમાં ધકેલાઈ જાય છે. કેટલીક વાર તો એવા વ્યવસાયમાં પડેલા આદમીઓ આવી કન્યાઓના શિકાર કરવા માટે જાતજાતની તરકીબો યોજીને હેતુપૂર્વક વારંવાર બળાત્કાર દ્વારા તેઓને આ વ્યવસાયમાં ઘસડી જાય છે. બળાત્કાર ક્યારેક પુરુષની માનસિક વ્યાધિરૂપ હોય છે. કેટલાક પુરુષોની પ્રકૃતિ જ એટલી બધી વિકૃત હોય છે કે પોતાની કામવૃત્તિ સહજ રીતે પોતાની પત્ની સાથે સંતોષાતી હોવા છતાં કોઈક યુવતીને બળથી વશ ન કરે ત્યાં સુધી પોતાને ચેન પડતું નથી. આવો અપરસ ધરાવનારાના બળાત્કાર ક ૨૦૧ Page #242 -------------------------------------------------------------------------- ________________ કિસ્સા મનોચિકિત્સકો પાસે પાશ્ચાત્ય દેશોમાં ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. એકલતા, એકાંત, નિરાશા, જીવનનો નિર્વેદ, જાતીય વૃત્તિનો જોરદાર આવેગ અને હલકી વૃત્તિને પરિણામે કેટલાક યુવાનો આવી વિકૃત મનોદશા ધરાવતા થઈ જાય છે. કોઈક વાર બળાત્કારની સાથે ખૂનની ઘટના પણ સંકળાય છે. લાચાર સ્ત્રીઓ પહેલાં બળાત્કારનો ભોગ બને છે અને પછી બળાત્કાર કરનાર પુરુષ પોતાની વાત જાહેર ન થાય એ માટે એવી સ્ત્રીનું ખૂન પણ કરી નાખે છે. સ્ત્રી જ્યારે બળાત્કાર કરનાર પુરુષની સામે અતિશય ઝૂઝે છે ત્યારે ભય, માનસિક તીવ્ર આઘાત અને થાકના કારણે મૃત્યુને શરણ થાય છે. કેટલીક વાર બળાત્કાર કરનાર પુરુષ સ્ત્રીને વશ કરવા બળનો એટલો બધો વધુ પડતો ઉપયોગ કરે છે કે સ્ત્રી ગૂંગળાઈને મૃત્યુ પામે છે. બળાત્કાર કરનારનો આશય ખૂન કરવાનો હોતો નથી, પરંતુ બળાત્કારની ઘટના ખૂનમાં પરિણામે છે. દુનિયામાં કોઈ કોઈ વખત અકથ્ય ભયંકર ઘટનાઓ પણ બને છે. કેટલાક નરપિશાચ જેવા પુરુષોની પાશવી, રોગિષ્ઠ, વિકૃત કામવૃત્તિ એટલી બધી ક્રૂર રીતે વકરેલી રહે છે અને તેની સાથે સાથે હિંસાનું ભયંકર તાંડવ એના ચિત્તમાં રમે છે કે જેને લીધે જ્યારે જ્યારે તક મળે ત્યારે તેવા રાક્ષસો મહિલા ઉપર એકાંતમાં બળાત્કાર ગુજારીને પછી તેને મારી પણ નાખે છે અને તેના શબને પોતે ન પકડાય એ રીતે ક્યાંક ફગાવી દે છે કે દાટી દે છે. મનોવૈજ્ઞાનિકો નોંધે છે કે બળાત્કારના લાખો કિસ્સાઓમાં કોઈક આવા કિસ્સા પણ બને છે. એ એક પ્રકારની ભયંકર માનસિક અને શારીરિક કામવિકૃતિ છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, લેટિન અમેરિકામાં એવી ઘટનાઓ બની છે કે જેમાં આવા નરરાક્ષસોએ એક બે નહિ, દસ પંદરથી પણ વધુ સ્ત્રીઓ ઉપર બળાત્કાર ગુજારી, પછી એને મારી નાખી પોતાના મકાનના કમ્પાઉન્ડમાં કે દૂર વગડામાં દાટી દીધી હોય. એકાદ કિસ્સામાં તો એવા પુરુષને વખતોવખત સ્ત્રી લાવી આપનાર ખુદ એની પત્ની જ હતી. - પશ્ચિમના દેશોમાં તથા આપણે ત્યાં ચલચિત્રોમાં બળાત્કારની ઘટના રસપૂર્વક બતાવાય છે. હળવી થતી સેન્સરશિપને કારણે બીજા દેશોમાં અને ભારતમાં પણ આવી ઘટનાઓ વધુ ઘેરા રંગે અમર્યાદપણે દર્શાવાય છે. ચલચિત્ર બનાવનાર તો કેવળ આર્થિક દૃષ્ટિએ જ વિચાર કરે છે. લોકોનાં મનને ગલગલિયાં થાય તેવી ઘટનાઓ બતાવીને પ્રેક્ષકોનું ધન તેઓ પડાવી ૨૦૨ ૬ સાંપ્રત સમાજ-દર્શન Page #243 -------------------------------------------------------------------------- ________________ લે છે. એથી ભોળા અજ્ઞાની પ્રેક્ષકોનાં ચિત્ત ઉપર આવા ખોટા સંસ્કારની ઊંડી છાપ પડે છે કે જેથી કોઈક વખત તેઓ પોતે પણ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવી અનાચાર કરી બેસે છે. છેલ્લા કેટલાક સમયથી કેટલાક પાશ્ચાત્ય દેશોમાં ચલચિત્રોમાં સામૂહિક બળાત્કાર (Gang Rape)ના કિસ્સા બતાવવામાં આવે છે. એવા કિસ્સાઓમાં પણ અશ્લીલતાની કોટિ સુધી ગણી શકાય એવાં દૃશ્યો બતાવવામાં આવે છે. ચારપાંચ યુવકો સાથે મળીને કોઈને ન ગાંઠનારી, પુરુષોને ઇરાદાપૂર્વક ટટળાવતી કોઈક જબરી યુવતીને એક પડકાર તરીકે વશ કરવાનો અને એને પણ જિંદગીનો પાઠ ભણાવવાનો આશય ધરાવીને એ યુવતી ઉપર વારાફરતી બળાત્કાર કરવાનો પ્રયત્ન કરે છે. આવાં દૃશ્યો જોનારને કમકમાટી ઉપજાવે એવાં હોય છે. પરંતુ વાસ્તવિકતાને નામે ચલચિત્રનો બનાવનારાઓ સનસનાટી ફેલાવી વધુ ધન કમાઈ લેવાનો આશય રાખે છે. આવાં દૃશ્યોનું અનુકરણ બીજા દેશોના ચલિચત્રકારો પણ કરવા લાગ્યા છે એ ઘણી ખેદની વાત છે. પુરુષો દ્વારા સ્ત્રીઓ ઉપર થતા બળાત્કારની અહીં વાત કરી છે. સજાતીય બળાત્કાર કે સ્ત્રી દ્વારા પુરુષ ઉપર થતા બળાત્કારની અહીં ચર્ચા કરી નથી. તેવી રીતે માનવજાતે છેલ્લા ચારેક દાયકામાં કુદરત ઉપર કરેલા બળાત્કારને કારણે પર્યાવરણની ઊભી થયેલી સમસ્યાનો વિષય પણ જુદો શિક્ષકો, ધર્માચાર્યો, સમાજહિતચિંતકો વગેરે દ્વારા જેમ જેમ શિક્ષણ અને સંસ્કારની વૃદ્ધિ થાય તેમ તેમ બળાત્કારની ઘટનાઓ ઓછી થવા સંભવ છે. જે દેશોમાં બળાત્કાર કરનારાઓને ઓછી સજા થાય છે અથવા ઘણે લાંબે ગાળે સજા થાય છે તેવા દેશોમાં પોતાનાં દુષ્કૃત્યો માટે ભયની લાગણી ઓછી રહે છે. આવાં કુકર્મ કરનારને જો ભય સતાવે તો તે કુદરતી રીતે એવાં ખોટાં કાર્યો કરતાં અચકાય. અલબત્ત, ભય કરતાં સાચી સમજણ વધુ આવકારદાયક છે. ચલચિત્રોમાં બતાવાતાં બળાત્કારનાં દશ્યો ઉપર સરકારી નિયંત્રણ વધુ કડક બને તો તેનું કંઈક સારું પરિણામ આવવાનો સંભવ છે. સમાજહિતચિંતકોએ આવાં ચલચિત્રો પ્રત્યે સંગઠિત જાહેર પ્રતિકાર અને બહિષ્કારમાં આંદોલનો જગાવવાં જોઈએ કે જેથી કેવળ ધનની લાલસાથી આવાં દૃશ્યો ઉતારનાર ચલચિત્રવાળાઓ પણ ચોંકી જાય. વ્યભિચાર, બળાત્કાર વગેરે પ્રકારની ઘટનાઓ પોતાના સમાજમાં બળાત્કાર ઝટ ૨૦૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ ઓછી થાય એ માટે સ૨કા૨ી કાયદાઓ કૌટુંબિક અને સામાજિક નિરામય વાતાવરણ, ઉપરાંત વ્યક્તિગત કક્ષાએ યોગ્ય શિક્ષણ અને સંસ્કાર ઘણું સારું કામ કરી શકે. પ્રચાર-માધ્યમો તેમાં સક્રિય ફાળો આપી શકે. બળાત્કારને હંમેશને માટે સર્વથાઃ નિર્મૂળ તો નહિ કરી શકાય, પરંતુ તેનું પ્રમાણ અને તેમાં રહેલી નિર્દયતા વગેરે તો અવશ્ય ઘટાડી શકાય. એ માટે કોટુંબિક, સામાજિક અને સરકારી સ્તરે યોગ્ય દિશામાં સાચાં પગલાં લેવાવાં ઘટે. (સાંપ્રત સહચિંતન-૮) ૨૦૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કેફી પદાર્થોનો વધતો પ્રચાર છેલ્લા કેટલાક વખતથી ભારતના અનેક સ્થળે હેરોઈન, કોકેન, મારીજુઆના, બ્રાઉન સુગર વગેરે કેફી પદાર્થોના મોટા જથ્થા પકડાતા હોવાનું છાપાંમાં વારંવાર વાંચવા મળે છે. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ કેફી પદાર્થોની હેરાફેરી મોટા પ્રમાણમાં ચાલી રહી છે. પાન અમેરિકાની એક વિમાની ઘટનામાં ચાંચિયાઓ કસ્ટમ્સના અધિકારીઓને, માદક પદાર્થ લઈ જવા માટે પોતે જવા માગે છે એમ કહીને ઘણી મોટી લાંચ આપીને વિમાનમાં ઘૂસ્યા હતા. માજી અમેરિકી પ્રમુખ રેગને અમેરિકાની હાલની સૌથી મોટી સળગતી સમસ્યા તે યુવાનોમાં થતા કેફી પદાર્થોના સેવનની છે એમ જણાવી તે સામે મોટી ઝુંબેશ ઉપાડી હતી. બ્રિટનમાં કેફી પદાર્થો સામે વિવિધ પ્રચારમાધ્યમો દ્વારા ઘણો મોટો પ્રચાર થઈ રહ્યો છે. ચીન, થાઈલેન્ડ, ભારત, પાકિસ્તાન, ઇરાન, તુર્કસ્તાન, બ્રાઝિલ, બોલિવિયા, પેરુ, કોલંબિયા વગેરે દેશોના ઘણા લોકો કેફી પદાર્થોના ઉત્પાદન અને હેરાફેરી દ્વારા ઘણી મોટી કમાણી કરી રહ્યા છે; એવી ટોળકીઓ બ્રિટન, અમેરિકા, કોલમ્બિયા, વગેરે પાશ્ચાત્ય દેશોમાં પણ ઘણી બધી છે. જેટ વિમાનોની અવરજવરને લીધે કેફી પદાર્થોની ગેરકાનૂની હેરાફેરી ઉત્તરોત્તર મોટા પ્રમાણમાં ઝડપથી વધતી રહી છે. સમગ્ર વિશ્વની આ એક મોટી ગંભીર સમસ્યા બની ગઈ છે. પોતાના દેશનો યુવાન વર્ગ વ્યસનોમાં સપડાય છે, પાયમાલ થતો જાય છે અને દેશનું યૌવનધન વેડફાઈ જાય છે એ ચિંતા દુનિયાનાં ઘણાં કેફી પદાર્થોનો વધતો પ્રચાર * ૨૦૫ Page #246 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રોને, ખાસ કરીને સમૃદ્ધ રાષ્ટ્રોને બહુ સતાવી રહી છે. વ્યસનથી મુક્ત થવા માટેની બોધ આપતી જાહેરખબર રેડિયો-ટી.વી. ઉપર પુષ્કળ પ્રમાણમાં આવી રહી છે. બ્રિટન, અમેરિકાની મહાન રાજદ્વારી વ્યક્તિઓને પણ આ પ્રચાર-ઝુંબેશમાં જોડાવું પડે છે. એ બતાવે છે કે આ સમસ્યા કેટલી બધી ગંભીર બની ગઈ છે. મનુષ્યનું જીવન નવી નવી વૈજ્ઞાનિક શોધોને લીધે જેમ જેમ વધુ સગવડવાળું થતું જાય છે તેમ તેમ વધુ ખર્ચાળ બનતું જાય છે. કુટુંબના ખર્ચને પહોંચી વળવાની સમસ્યા આખી દુનિયામાં ઉત્તરોત્તર ઘેરી બનતી જાય છે. એને પરિણામે તનાવ વધતો જાય છે. મોટાં શહેરોમાં સામાજિક જીવન તનાવથી વધુ ઘેરાયેલું રહે છે. બીજી કશી ચિંતા ન હોય તો પણ સમય સાચવવાની ચિંતા ઘણી મોટી રહે છે. આ બધાંની માઠી અસર ચિત્ત અને હૃદય ઉપર થાય છે. માનસિક અસ્વસ્થતા કે હૃદયરોગની બીમારી વર્તમાન જગતમાં ઘણી વધી ગઈ છે. એને ભૂલવા માટેનાં જાતજાતનાં શામક ઔષધુ (Tranquilizers) પણ બહુ પ્રચારમાં આવ્યાં છે. એવાં ઔષધો પણ સમય જતાં વ્યસનરૂપ બની જાય છે. - દુનિયાનાં બધાં મોટાં શહેરમાં દવાઓનું કે અન્ય પદાર્થોનું ગુપ્ત સેવન યુવાનોમાં દિવસે દિવસે વધતું જાય છે. સમયે સમયે નવી માદક દવાઓ બહાર આવતી જાય છે. ગુપ્ત રીતે તેનો પ્રચાર ઘણા દેશોમાં થઈ જાય છે. દવા બનાવનારી કંપનીઓને લાખો ડૉલરનો ફાયદો ઘડીકમાં કરી લેવો હોય છે. એટલે પોતાના પ્રચારક એજન્ટો દ્વારા આવી દવાઓ અનેક ઠેકાણે પહોંચાડવામાં આવે છે. શરૂઆતમાં એવી દવાઓ મફત પણ આપવામાં આવે છે, કારણ કે પછીથી યુવાનો એના બંધાણી થતાં એ દવાઓ વગર રહી શકવાના નથી એવું આ કંપનીઓ જાણે છે. આંતરરાષ્ટ્રીય ટોળકીઓ આમાં કામે લાગે છે. ક્યા દેશમાં કેવી રીતે માદક ઔષધો ઘુસાડી શકાય તેના રસ્તા વિચારાય છે. કસ્ટમમાં લાંચ-રૂશ્વત તો આખી દુનિયામાં રહેલાં છે. મોટા મોટા સરકારી અધિકારીઓ પોતે લાંચના અને એવા વ્યસનોના ભોગ થઈ પડે છે. જે માણસો આ વ્યવસાયમાં પડે છે તે ઘડીકમાં શ્રીમંત થઈ જાય છે. તેઓ અધિકારીઓને સ્વપ્ન પણ ન ધારેલી હોય એટલી મોટી રકમની લાંચ આપીને પોતાનું કામ પાર પાડે છે. લાલચ માણસને ભાન ભુલાવે છે. પરિણામે કેફી પદાર્થોની દાણચોરી એ વર્તમાન સમયનો ધીકતો ધંધો બની ગયો છે. અલબત્ત જે પકડાય છે એના હાલહવાલ બૂરા થઈ જાય છે. ૨૦૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #247 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ પ્રજા અતિશય સમૃદ્ધ બને છે ત્યારે તેનામાં ભોગ અને વિલાસિતા આવ્યા વગર રહેતાં નથી. આનંદનો અતિરેક માણવા મનુષ્યો નવા નવા નુસખા શોધે છે. એમાંના કેટલાક નુસખા સાદા હોય છે, તો કેટલાક ભયંકર હાનિકારક હોય છે. ભોગ અને વિલાસિતાની સાથે સ્વચ્છંદતા, શિથિલાચાર, સાહસ, અભિમાન વગેરે વ્યાપક બને છે. ભૌતિક સમૃદ્ધિમાંથી માણસ દુર્ગુણો તરફ ઘસડાય છે. ભયંકર વ્યસનોનો તે ભોગ બને છે. સમય જતાં પ્રજા પાયમાલ થાય છે. ક્યારેક તે વિદેશી રાજ્યના આક્રમણનો ભોગ બને છે. જેમ અતિશય સમૃદ્ધિમાંથી કેટલાક દુર્ગણો જન્મે છે અને વ્યસનો પ્રચલિત થાય છે તેમ અતિશય ગરીબીમાંથી પણ કેટલાક દુર્ગુણો જન્મ છે અને માણસ વ્યસનો તરફ ઘસડાય છે. એક પ્રાચીન કાળથી માનવજાત એક યા અન્ય પ્રકારના વ્યસનમાં સપડાયેલી અને દુર્ગુણોનો ભોગ બનેલી જોવા મળે છે. આપણા શાસ્ત્રકારોએ અને ધર્માચાર્યોએ છેક પ્રાચીન સમયથી સાત પ્રકારનાં વ્યસનોથી મુક્ત રહેવાનો બોધ આપ્યા કર્યો છે : द्यूतं च मांस च सूरा च वेश्या, पापर्द्रि-चोर्ये परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, धोरातिधोरं नरकं नयन्ति । જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચોરી અને પરસ્ત્રીગમન - આ સાત પ્રકારનાં વ્યસનો માણસને ઐહિક જીવનમાં પાયમાલ કરે છે અને એના આત્માને દુર્ગતિમાં ધકેલે છે. જુગાર રમતાં પાંડવોને અને નળ રાજાએ રાજ્ય ખોયું હતું. મદ્યપાનથી ભગવાન કૃષ્ણના યાદવ વંશનો નાશ થયો હતો. શિકારથી દશરથ રાજા દૂષિત થયા હતા. માંસલોલુપતાને કારણએ શ્રેણિક રાજાની નરકમાં ગતિ થઈ હતી. પરસ્ત્રીગમનને કારણે રાવણનું મૃત્યુ થયું હતું. વેશ્યાને લીધે કયવત્રા શેઠ નિર્ધન થઈ ગયા હતા. ચોરીથી વિનષ્ટ થયેલાનાં તો અનેક ઉદાહરણ છે. વ્યસનોથી ધન, કીર્તિ, પ્રીતિ, દયા, કુળ વગેરેનો નાશ થાય છે. આવૃત્તિ, આવર્તન - Repetition ફરીફરીને કરવું તે વ્યસનનું મુખ્ય લક્ષણ છે. શરૂઆતમાં વ્યસનના સેવનથી માણસને ઘણઓ આનંદ આવે છે; તાજગી અનુભવાય છે; ઉલ્લાસ પ્રગટ થાય છે; ચહેરા પર તેજ પ્રગટે કેફી પદાર્થોનો વધતો પ્રચાર ક ૨૦૭ Page #248 -------------------------------------------------------------------------- ________________ છે; ચબરાક દેખાવાય છે; વાચાળ થવાય છે; મગજમાં જાણે નવા નવા સરસ તરંગો ઉત્પન્ન થતાં અનુભવાય છે; શરમાળપણું ચાલ્યું જાય છે; તંગદિલી નીકળી જાય છે. માણસનું જાણે કે વ્યક્તિત્વ જ વધુ તેજસ્વી અને રૂપાળું થાય છે. વ્યસન માણસને ગમી જાય છે. પણ પછી એ વ્યસન શરીરના બંધારણમાં એવા ફેરફારો કરી નાખે છે કે જેથી સમય થતાં માણસને એ વ્યસન તરફ ગયા વગર ચાલતું નથી. ન જવા મળે તો બેચેની અનુભવાય છે. મિત્રોની સોબતમાં વ્યસન અને વ્યસની વધુ ખીલે છે. પણ ચડસાચડસીમાં ભાન ભુલાય છે. પછી અનેક માઠાં પરિણામોનો ભોગ બનાય છે. દ્રાક્ષ, કાજુ, મહુડાં, ચોખા, ગૉળ વગેરે મીઠાશવાળા પદાર્થો સડવા લાગે છે. ત્યારે એની દુર્ગધ અસહ્ય થઈ પડે છે. પરંતુ વારંવાર એ દુર્ગધ લેવાથી માણસ એનાથી ટેવાઈ જાય છે. પછીથી તો એ દુર્ગધ એને એટલી બધી ગમે છે કે એ વારંવાર લેવાનું એને મન થયા કરે છે. આસવ, અથવા દારૂ બનાવવાની પદ્ધતિ હજારો વર્ષથી ચાલી આવે છે. આસવનો ઔષધોપચાર જાણીતો છે. પરંતુ મદ્યપાન માણસને ભાન ભુલાવે છે. સોમરસ, સુરા, વારુણીનું પાન કરનારાનો ઉલ્લેખ ઠેઠ વૈદિક સાહિત્યમાં પણ મળે છે. ભગવાન બુદ્ધની સભામાં આવતી મહિલાઓમાંથી એક વખત પાંચસો જેટલી મહિલાઓ કોઈક મહેફિલમાં વધુ પડતું મદ્યપાન કરીને આવી હતી અને ભગવાનની ધર્મસભામાં બીભત્સ ચેનચાળા કરવા લાગી હતી. તે વખતે ભગવાન બુદ્ધે પોતાની યોગવિદ્યાથી તેમનો નશો ઉતારી નાખ્યો હતો. એવો ઉલ્લેખ બૌદ્ધ સાહિત્યમાં મળે છે. ભગવાન બુદ્ધ પંચશીલમાંના એક શીલમાં મદ્યપાન ન કરવા વિશે ફરમાવ્યું છે. વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સમૃદ્ધ દેશોમાં દવા બનાવનારી કંપનીઓ મગજ ઉપર અસર કરનારા પદાર્થોની નવી નવી શોધ કરી, તેનાં જાતજાતનાં મિશ્રણો કરી, તેમાંથી વિવિધ ઔષધો બનાવવા લાગી છે. દુ:ખનું વિસ્મરણ થાય, ચિંતા દૂર થાય, એકના એક વિચારોનું પુનરાવર્તન અટકે, સારી ઊંઘ આવે, મનની નબળાઈ (Nervousness, Depression) વગેરે નીકળી જાય, ઇટાદિ માનસિક દર્દી માટેનાં કેટલાંક ઔષધો માનવજાતને માટે ઉપકારક નીવડ્યાં છે, પરંતુ વૈજ્ઞાનિકોએ એથી પણ આગળ વધીને માનવજાતને બહેકાવે એવાં વિવિધ ઔષધો, પદાર્થો પણ શોધ્યાં છે. માણસ તરંગી બની જાય, જાતજાતનાં રંગબે ગી દશ્યો નિહાળે, પોતે હવામાં ઊડતો હોય કે પાણીમાં તરતો હોય તેવા કાલ્પનિક અનુભવો થવા લાગે, અલૌકિક ૨૦૮ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #249 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિનું દર્શન થાય એવા જાતજાતના અનુભવો આવાં ઔષધોથી થાય છે. યુવાનો એના પ્રયોગો તરફ આકર્ષાય છે, અને પછી તેમને એનું વ્યસન થઈ જાય છે. એ લીધા વગર ચેન પડતું નથી. પરંતુ એવાં ખર્ચાળ ઔષધો પાછળ અતિશય નાણાં વેડફાઈ જાય છે. યુવાનો, મા-બાપ પાસેથી ધાકધમકીથી પૈસા કઢાવે છે કે ચોરી-લૂંટ કરે છે, કારણ કે ઔષધોનું સેવન કર્યા વિના તેમનાથી રહી શકાતું નથી. દિવસે દિવસે ઔષધોનું પ્રમાણ તેઓને વધારતા જવું પડે છે, તો જ સંતોષ થાય છે. એમ કરતાં એ ચક્ર એવું ચાલે છે કે થોડા વખતમાં યુવક-યુવતી શારીરિક રીતે પાયમાલ થઈ જાય છે, તથા મગજની સમતુલા ગુમાવે છે. ખૂન, ચોરી બળાત્કાર વગેરે અનેક અપકૃત્યો તે કરે છે. કુટુંબ અને સમાજમાંથી તે હડધૂત થાય છે. વ્યસનીમાંથી ગંભીર દર્દી તે બની જાય છે. કેટલાક અકાળ મૃત્યુને વરે છે, કેટલાક આપઘાત કરે છે. વ્યસનમાંથી મુક્ત કરાવવાની તબીબી સારવાર ઘણી મોંઘી હોય છે. એવી સારવાર પછી સાજો થયેલો માણસ પહેલાં જેવો રહેતો નથી. એની બુદ્ધિ મંદ થઈ જાય છે. એની સ્ફૂર્તિ અને તાજગી ઓછી થઈ જાય છે. એક સરસ કારકિર્દી દવાનાં વ્યસનોને લીધે વેડફાઈ જાય છે. હેરોઈન, કોકેઈન વગેરેના બંધાણી થઈ ગયેલા માણસોને જ્યારે એ પદાર્થો મળતા નથી ત્યારે તેમનું શરીર તૂટવા લાગે છે; અસહ્ય વેદના થતાં તેઓ માથું પછાડવા લાગે છે. ચિત્તભ્રમ થયું હોય તેવા બેબાકળા બની જાય છે, વાતે વાતે ઉશ્કેરાઈ જાય છે, પશુ જેવા હિંસક બની જાય છે, માણસનાં લક્ષણો જાણે કે ગુમાવી દે છે. આવી સ્થિતિ વધુ સમય ચાલતાં તેઓ આપઘાત કરી બેસે છે અથવા શરીર લથડી જતાં અકાળે મૃત્યુ પામે છે. નશો કરવા ન મળતાં જ્યારે હાથ-પગ તૂટતા હોય ત્યારે અથવા મન લાચાર થઈ ગયું હોય ત્યારે પોતાનાં ઘરબાર વેચતાં, પત્નીનાં ઘરેણાં વેચતાં કે ખુદ પત્નીને પણ બીજાને ઉપયોગ માટે વેચી દેતાં આવાં વ્યસનીઓ અચકાતાં નથી. ચીનમાં કે ભારતમાં અફીણના બંધાણીઓના આવા ઘણા પ્રસંગો ભૂતકાળમાં ઇતિહાસના ચોપડે લખાયેલા છે. કેટલાંક ઔષધો જાતીય વૃત્તિને પ્રબળ કરનારાં, ઉશ્કેરનારાં હોય છે. કેટલાક યુવાનોને આરંભમાં એથી ફાયદો જણાય છે, પરંતુ થોડા સમયમાં જ તેઓ એના ગુલામ થઈ જાય છે અને થોડાં વર્ષોમાં જ તેઓ કામભોગના અતિ સેવનથી નિ:સત્ત્વ બની જાય છે, અકાળે વૃદ્ધ થઈ જાય છે, ક્ષય વગેરે રોગના ભોગ બની જાય છે. કેફી પદાર્થોનો વધતો પ્રચાર * ૨૦૯ Page #250 -------------------------------------------------------------------------- ________________ ભારતની કેટલીક યુનિવર્સિટીઓમાં માદક ઔષધોએ મોટો પગપેસારો કર્યો છે. મુંબઈ જેવાં શહેરની કેટલીક નામાંક્તિ કૉલેજોમાં બપોર પછી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ઔષધ લઈ કે એવા ઔષધની સિગારેટ બનાવીને તે પીને એદીની જેમ પડેલાં જોવા મળે છે. કેટલાંકની હજી શરૂઆત થાય છે. પરંતુ વેળાસર જો તેમને વાળી લેવામાં ન આવે તો તેમની કારકિર્દી થોડાંક વર્ષોમાં જ ધૂળધાણી થઈ જાય છે. શ્રીમંત વિદ્યાર્થીઓ ગરીબ મિત્રોને મફત ઔષધ આપી આવાં વ્યસનો પાછળ ઘસડે છે. પરંતુ એ ગરીબ વિદ્યાર્થીઓને વ્યસનમાંથી મુક્ત કરાવવાનું એમનાં માબપોને બહુ ભારે થઈ પડે છે. અફીણ, ચરસ, ગાંજો જેવા પદાર્થો ભારત, ચીન અને જાપાન જેવા દેશોમાં પ્રાચીન સમયથી પ્રચલિત છે. પરંતુ તેનો ઉપયોગ ત્યારે એટલો વ્યાપકપણે થતો ન હતો. બીજા વિશ્વયુદ્ધ પછી આ પદાર્થોનો ઉપયોગ પાશ્ચાત્ય દેશોમાં ચોરીછૂપીથી ઘણો વધી ગયો છે. કોકેન, હેરોઈન, મારીજુઆના, બ્રાઉન સુગર, વગેરે કેટલાય પદાર્થોની હેરાફેરી આંતરરાષ્ટ્રિય ધોરણે વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે. ભારતમાં કે અન્યત્ર વખતોવખત આવા પદાર્થોનો જે જથ્થો પકડાય છે તે નાનોસૂનો હોતો નથી. લાખો કે કરોડો રૂપિયાનો માલ એકસાથે પકડાય છે. જે પકડાય છે તેના કરતાં ન પકડાયેલા જથ્થાનું પ્રમાણ ઘણું મોટું છે. જર્મની, બ્રિટન કે અમેરિકામાં આ બાબતમાં ઘણી બધી સાવચેતી રાખવામાં આવે છે, અને અધિકારીઓની ભ્રષ્ટતા પ્રમાણમાં ત્યાં ઘણી ઓછી છે. તો પણ ત્યાં પુષ્કળ પ્રમાણમાં નશો થાય છે. એ બતાવે છે કે આવી ટોળકીના સભ્યો કેવી સિફતથી ગુપ્ત રીતે પોતાનો માલ વાપરનારા સુધી પહોંચાડી શકે છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં તેનો સૌથી વધુ પ્રચાર થાય છે. રમતગમતના ખેલાડી પોતાની તાકાત વધારવા તેનો પુષ્કળ ઉપયોગ કરે છે. દર વર્ષે કેટલાય ખેલાડીઓ (ઓલિમ્પિક રમતના ખેલાડીઓ સુદ્ધાં), લોહી અને પેશાબની તપાસમાં, ઔષધ વાપર્યાનું માલુમ પડતાં ગેરલાયક ઠરે છે. ઉત્સાહમાં આવી માદક ઔષધોનું વધુ પડતું સેવન કરવા જતાં કેટલાંક ખેલાડી મૃત્યુ પણ પામ્યા છે. વ્યસનનો ભોગ યુવાનો વિશેષ બને છે. પોતાની શક્તિ ઉપર વધુ પડતો વિશ્વાસ, પોતાને કંઈ અસર થતી નથી એવી ખોટી આત્મશ્રદ્ધા, નવી વસ્તુઓ અજમાવવાનું કૌતુક, મિત્રો સાથેની મૈત્રીમાં જુદા ન પડવાની ભાવના (સમાનશીન વ્યg મૈત્રી), ભાવિની બેપરવાઈ, અજ્ઞાન, આપવડાઈ ૨૧૦ સાંપ્રત સમાજ-દર્શન Page #251 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ પ્રકારનાં લક્ષણોને લીધે યુવાન માણસ વ્યસનનો ભોગ જલદી બને છે. કેટલાંક વ્યસનો અતિ ખર્ચાળ હોય છે. શ્રીમંત યુવાનો તેમાં વધુ ખેંચાય છે. એમની સાથેનો મધ્યમવર્ગી મિત્રવર્ગ પણ દેખાદેખાથી ઘસડાય છે. યુવાનો વ્યસનોમાં સપડાય છે ત્યારે સામાન્ય રીતે તેમનાં માતાપિતા કે અન્ય સ્વજનોને તેઓ જણાવા દેતા નથી. પરંતુ તેઓને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. વ્યસન થોડા સમય પછી માણસને લજ્જારહિત બનાવે છે. ખાનગીમાં સિગરેટ કે દારૂ પીનાર માણસ માતાપિતાને ખબર પડે પછી તે પીવાનું બંધ કરતો નથી. પણ તેનું પીવાનું દિવસે દિવસે વધુ જાહેર બનતું જાય છે. કેટલાક યુવક-યુવતી પોતાનાં સંતાનોથી ગુપ્ત રીતે બહાર જઈને વ્યસન સેવતાં હોય છે. સંતાનોને ખબર પડ્યા પછી તે બંધ કરતાં નથી, ઘરમાં પણ તેઓ વ્યસન સેવવા લાગે છે. વ્યસનોનો વારસો કેટલીક વાર આ રીતે બાળકને માતાપિતા તરફથી મળે છે. વ્યસનનું વર્ચસ્વ માણસના મન ઉપર જેવું તેવું નથી હોતું. આરંભમાં માણસ સરળતાથી એમાંથી કદાચ મુક્ત થઈ શકે, પરંતુ જેમ જેમ સમય જાય તેમ તેમ વ્યસનનું બંધન વધુ જબરું બનતું જાય છે. કોઈક અત્યંત દઢ, સંકલ્પબળવાળા માણસો તેમાંથી કાયમને માટે મુક્ત થઈ શકે છે. કેટલાક માણસો વ્યસનનું સેવન ન કરવાની પ્રતિજ્ઞા લઈને થોડા વખતમાં જ એનો ભંગ કરી નાખે છે. કોઈક માણસે એમ કહેલું કે, “સહેલામાં સહેલી પ્રતિજ્ઞા તે સિગરેટ ન પીવાની છે. મેં એ પ્રતિજ્ઞા ઘણી વાર લીધેલી છે.” (અર્થાતુ ઘણીવાર ભાંગી છે.) જેઓ ધર્માચાર્યો પાસે ધર્મ કે ભગવાનની સાક્ષીએ આવી પ્રતિજ્ઞા લે છે અને તેના પાલન માટે સ્વજનો દેખરેખ રાખે છે તો તે પ્રતિજ્ઞા પ્રમાણમાં કંઈક વધુ ટકે છે. કેફી પદાર્થોના સેવનની સમસ્યા માનવ-સંસ્કૃતિને પ્રગતિમાંથી બે ડગલાં પાછાં ભરાવે એવી છે. કેફી પદાર્થોનું સેવન કરનારા અને એની હેરાફેરી કરનારને કડકમાં કડક શિક્ષા રાજ્યસત્તા તરફથી થવી જોઈએ. પરંતુ એટલું જ પૂરતું નથી. શાળા-કૉલેજના અભ્યાસક્રમોમાં એના વિશેના જુદા જુદા પાઠો દ્વારા વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ અપાવું જોઈએ. પ્રચારમાધ્યમો દ્વારા એનો વખતોવખત પ્રચાર થવો જરૂરી છે. પરંતુ વિશેષ આવશ્યકતા છે. પ્રત્યેક કુટુંબમાં સંસ્કારી વાતાવરણ નિર્માણ થાય એની. વ્યસનનો ભોગ મુખ્યત્વે યુવાન વર્ગ બને છે. તેમાં પણ યુવતીઓ કરતાં યુવાનો વિશેષ બને છે. યુવા વર્ગને નશીલા પદાર્થોની માઠી અસરનું સાચું કેફી પદાર્થોનો વધતો પ્રચાર « ૨૧૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન આપવા માટે વ્યવસ્થિત અને સતત પ્રચાર થાય તો આ દૂષણને હળવું કરી શકાય. નશો કરવો એ માનવજાતની નબળી પ્રકૃતિ છે. માનવજાત નશામાંથી સદંતર મુક્ત બની હોય એવું ઇતિહાસે કદી જાણ્યું નથી. જ્યાં સુધી થાક છે, દુઃખ છે, ચિંતા છે, ગ્લાનિ છે, વ્યથા છે, શારીરિક કષ્ટ છે, ઉશ્કેરાયેલી જાતીય વૃત્તિઓ છે, કૌતુક છે, સાહસ છે, ભવિષ્યની બેપરવાઈ છે અને જ્યાં સુધી નશાકારક પદાર્થો અને તેના ઉત્પાદકો પૃથ્વી ઉપર છે ત્યાં સુધી માનવજાતને નશામાંથી સદંતર મુક્ત કરી શકાશે નહિ. પરંતુ અજ્ઞાનને કારણે વેડફાઈ જતી અનેક કીમતી જિંદગીને બચાવી લઈ માનવજાતનો આ શાપ હળવો કરી શકાય તો પણ ઘણું મોટું માનવસેવાનું કાર્ય કર્યું ગણાશે. (સાંપ્રત સહચિંતન-૧) ૨૧૨ સાંપ્રત સમાજ-દર્શન Page #253 -------------------------------------------------------------------------- ________________ લેડી નિકોટિન સાથે છૂટાછેડા કેટલાક સંબંધો લગ્નમાં પરિણમે તો તે વધુ સુખ આપનારા નીવડે છે. કેટલાક લગ્નસંબંધો છૂટાછેડામાં પરિણમે તો તે વધુ સુખ આપનારા નીવડે છે. લેડી નિકોટિન સાથે પ્રેમસંબંધ જેટલો સુખ આપનારો છે તેના કરતાં છૂટાછેડા વધુ સુખ આપનારા છે. જેઓએ લેડી નિકોટિન સાથે કોઈ પ્રેમસંબંધ બાંધ્યો નથી. તે તો વળી એથી પણ વધુ સુખી છે. કોણ છે આ લેડી નિકોટિન ? એ છે તમાકુ (તમાખ, તંબાકુ Tobacco). તમાકુને લાડમાં “લેડી નિકોટિન' કહેવામાં આવે છે અને એની રસિક દંતકથા છે. વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન તરફથી છેલ્લાં કેટલાંક વર્ષથી ૩૧મે (અથવા કેટલાક દેશોમાં પહેલી જૂન) “No Tobacco Day' (તમાકુવિહીન દિન - તમાકુ નિષેધ દિન) તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે દુનિયામાં તમાકુના પ્રચારનાં પાંચસો વર્ષ પૂરાં થયાં છે. આ પાંચ સૈકા દરમિયાન તમાકુનો ઉત્તરોત્તર પ્રચાર વધતો જ ચાલ્યો છે. આ વિષકન્યા જેવા ઘાતક પદાર્થથી આ પાંચ સૈકામાં પાંચ અબજથી વધુ માણસો અકાળે મૃત્યુ પામ્યાં છે, છતાં આ Silent Killerનું આકર્ષણ જેટલું ઘટવું જોઈએ તેટલું ઘટ્યું નથી. વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન તથા અન્ય દેશોની કેટલીક સંસ્થાઓ દ્વારા થતી એક દિવસની આવી ઉજવણીથી બહુ ફરક પડતો નથી. દુનિયાની * તમાકુ લેડી નિકોટિન સાથે છૂટાછેડા ૯ ૨૧૩ Page #254 -------------------------------------------------------------------------- ________________ પોણા ભાગની વસ્તીને આ દિનની ઉજવણીની ખબર જ પડતી નથી. તો પણ આ દિશામાં ઘણી જાગૃતિ આવતી જાય છે અને તમાકુના વપરાશને અટકાવવા જાહેર ખબરો, વ્યાખ્યાનો, પરિસંવાદો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં આવતી જાય છે એ સારી નિશાની છે. આ સિગરેટ-તમાકુ આવ્યાં ક્યાંથી ? વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ભગવદ્ગીતા, ભાગવત, કાલિદાસનાં નાટકો, જૈન આગમો, બૌદ્ધ ત્રિપિટકો, ગ્રીક નાટકો વગેરેમાં તમાકુનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. તમાકુ - Tobacco આવ્યું દક્ષિણ અમેરિકામાંથી, કેરિબિયન સમુદ્રના ટાપુઓમાંથી. ઈ. સ. ૧૪૯૨માં કોલંબસે અમેરિકાનો ખંડ શોધ્યો. તે વખતે કેરિબિયન સમુદ્રના હાઈટી, ક્યુબા વગેરે ટાપુઓ ઉપર ત્યાંના આદિવાસીઓને કેટલાક છોડનાં પાન ચાવતાં, તેનો ભૂકો સૂંઘતાં કે તેની ભૂંગળી બનાવી ધુમાડો મોઢામાંથી કાઢતાં જોયા. એથી તેઓનો થાક ઊતરી જતો હતો, શરીરમાં સ્ફૂર્તિ લાગતી હતી, મન તાજું થઈ જતું જણાતું. આથી કોલંબસને આવો સરસ છોડ યુરોપમાં લઈ આવવાનું મન થયું. બીજી વારની અમેરિકાની સફર દરમિયાન કોલંબસના સાથીદાર ફ્રાયર રોમાનો પાનેએ એ છોડનાં બી સાચવીને સ્પેન લઈ આવવાની વ્યવસ્થા કરી. પછી તો સ્પેન, પોર્ટુગલના ખલાસીઓ તમાકુની સાથે કોકા (કોકેઈન) પણ યુરોપમાં લઈ આવ્યા. સોળમા સૈકામાં તો સમગ્ર યુરોપને તમાકુનો નાદ લાગ્યો. દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ તમાકુનો ઉપયોગ દવા તરીકે કરતા તથા નશો કરવાનો પોતાનો શૉખ સંતોષવા માટે કરતા. એમના જીવનમાં તમાકુનું સ્થાન એક દૈવી ઔષધિ જેવું હતું. એટલે લગ્નપ્રસંગ કે અન્ય ધાર્મિક પ્રસંગોએ તમાકુનાં મોટાં પાનનો વિવિધ રીતે તેઓ ઉપયોગ કરતા. તેઓ તમાકુનો ધુમાડો એક નળી વાટે નાક દ્વારા લેતા. એ નળીને તેઓ ‘ટબાકો’ કહેતા. તમાકુ માટે તેઓમાં બીજો જ કોઈ શબ્દ વપરાતો હતો. પણ સ્પેનિયાર્ડ લોકોને એનો ઉચ્ચાર અઘરો લાગતો હતો, પરંતુ તેઓને ‘ટબાકો’ શબ્દનો ઉપયોગ ફાવી ગયો. એટલે તેઓ તમાકુને માટે ‘ટોબેકો’ (નળી) શબ્દ વાપરવા લાગ્યા. પછી તો તમાકુ માટેનો મૂળ આદિવાસી શબ્દ પણ લુપ્ત થઈ ગયો. સ્પેન અને પોર્ટુગલમાં તમાકુનો પ્રચાર વધતો ગયો એટલે આવી નવી અકસીર વસ્તુ માટેની ઉત્સુકતા યુરોપના બીજા દેશોમાં વધી ગઈ. ૨૧૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #255 -------------------------------------------------------------------------- ________________ સ્પેનનો ફ્રાન્સિકો તોલેજો નામનો વેપારી યુરોપના બીજા દેશોમાં તમાકુ લઈ ગયો અને ઘણું સારું ધન કમાયો. કેટલાક વખત પછી સર વોલ્ટર રેલિગે કાગળની ભૂંગળીવાળી સિગરેટની શોધ કરી. યુરોપમાં સોળમાં સૈકામાં તો તમાકુને માટે “માય લેડી નિકોટિન' જેવું હુલામણું નામ પ્રચલિત બની ગયું. એની કથા એવી છે કે સોળમાં સૈકામાં પોર્ટુગલનું પાટનગર લિસ્બન તમાકુના વેપારનું મોટું કેન્દ્ર બની ગયું હતું. તે વખતે પોર્ટુગલમાં ફ્રાન્સના એલચી તરીકે લૉર્ડ જિયાં નિકોટની નિમણૂક થઈ. પોર્ટુગલમાં આવ્યા પછી તમાકુની માદકતા એને એટલી આકર્ષવા લાગી કે જાણે એ એની વહાલી લેડી ન હોય ! પોતાની લેડી વગર થોડા દિવસ કદાચ ચાલે, પણ તમાકુ વગર એને એક દિવસ ચાલતું નહિ. એ તમાકુને My lady Nicotine કહેતો. એટલે લોકોએ મજાકમાં તમાકુનું નામ નિકોટિન (વૈકલ્પિક ઉચ્ચાર નિકોટાઈન) પાડી દીધું. તમાકુની બનાવેલી સિગરેટ, ચિરુટ, સિગાર વગેરે પણ નારીવાચક શબ્દો હોવાથી અને હોઠ સાથે એનો સંબંધ હોવાથી એને માટે “લેડી નિકોટિન' જેવો લાડકો શબ્દપ્રયોગ રૂઢ થઈ ગયો. લૉર્ડ નિકોટ તમાકુને ફ્રાન્સમાં લઈ આવ્યો. નિકોટ ઉપરથી હવે તમાકુ માટે નિકોટિન શબ્દ એટલો બધો પ્રચલિત થઈ ગયો કે વખત જતાં તમાકુના મુખ્ય રાસાયણિક પદાર્થને વૈજ્ઞાનિકોએ પણ નિકોટિન નામ આપ્યું. પોર્ટુગીઝ અને સ્પેનિયાર્ડ ખલાસીઓ ત્યાર પછી તમાકુને આફ્રિકા અને એશિયાના દેશોમાં લઈ ગયા. ભારત ઉપરાંત ઠેઠ ચીન, ફિલિપાઈન્સ અને ઇન્ડોનેશિયા સુધી તમાકુ પહોંચ્યું. આ નવી વસ્તુને દુનિયામાં ઠેર ઠેર આવકાર મળ્યો. લોકો તમાકુના વખાણ કરતાં થાકતા નહિ. એક અંગ્રેજ 4124} cluj }, Tobacco, divine, rare, super-excellent, tobacco, which goes far beyond all panaceas, potable gold & Philosopher's stone, a soverign remedy to all diseases. યુરોપમાંથી ભારતમાં પણ તમાકુ આવ્યું. સૂર્યપ્રકાશવાળી ભારતીય ગરમ આબોહવા તમાકુ સૂકવવા માટે વધુ અનૂકૂળ લાગી. તમાકુના વ્યવસાયે અનેક લોકોને શ્રીમંત કરી નાખ્યા. એટલું જ નહિ, ભારતીય પંડિતોએ પણ તમાકુને ઘણું બિરદાવ્યું. કોઈકે એને પૃથ્વીના સારભૂત તત્ત્વ તરીકે તો કોઈકે એને ભગવાન વિષ્ણુના ઉચ્છિષ્ટ તરીકે ઓળખાવ્યું. જુઓ : લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૧૫ Page #256 -------------------------------------------------------------------------- ________________ बिडौजा पुरा पृष्ठवान् पद्मयोनि धरित्रीतले सारभूतं किमस्ति । चतुर्भिर्मुखैरित्यवोचद् विरंचि - स्तमाखुस्तमाखुस्तमाखुस्तमाखु ।। (એક વખત ઇન્દ્ર બ્રહ્માને પૂછ્યું કે પૃથ્વીનું સારભૂત તત્ત્વ કહ્યું છે ? બ્રહ્માએ પોતાનાં ચારે મુખથી કહ્યું : તમાખુ, તમાખુ, તમાખુ, તમાખુ.) X X X श्रीकृष्ण पूतनायाः स्तनमलमपिबत् कालकूटेन पूर्ण । प्रस्कन्नं भूप्रदेशे किमपि च पिबतो यत्तदा तस्य वकत्रात् ।। तस्मादेषा तमाख्नुः सुरवरपरमोच्छिष्टमेतद् दुरापं । स्तुत्वा नत्वा मिलित्वा ह्यनिशमतिमुदा सेव्यते वैष्णवाग्रयैः ।। (શ્રીકૃષ્ણ જ્યારે પૂતના રાક્ષસીના સ્તન ઉપર લાગેલા કાલકૂટ વિષનું પાન કર્યું તે વખતે એમના મુખમાંથી થોડાં ટીપાં પૃથ્વી ઉપર પડ્યાં એમાંથી તમાકુ ઊગ્યું, એટલે તમાખુ ભગવાન વિષ્ણુનું ઉચ્છિષ્ટ છે એવું માનીને અગ્રગણ્ય વૈષ્ણવો તમાખની સ્તુતિ કરે છે અને તેનું આનંદ અને વિનયપૂર્વક સેવન કરે છે.) પંડિતયુગના હાસ્યરસિક નવલકથાકાર રમણભાઈ નીલકંઠે “ભદ્રંભદ્ર' નવલકથામાં ભદ્રંભદ્રની કેટલીક ખાસિયતો વિશે કટાક્ષ કર્યો છે. ધ્રુમપાન બ્રાહ્મણોને નિષિદ્ધ નથી બલકે ધૂમ્રપાન તો પુણ્યની મોટી પ્રવૃત્તિ છે અને એને શાસ્ત્રનો આધાર છે એમ સમજાવવા માટે કલ્પિત શ્લોક ભદ્રંભદ્રને કહેવામાં આવે છે કે ધૂમ્રપાન મહાપુણં ગોટે ગોટે ગૌલાન | ધૂમ્રપાન કરનારા ધુમાડાનો એક ગોટો મોઢામાંથી કાઢે તો એને એક ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ શાસ્ત્રકથન (જે હકીકતમાં નથી) વિશેના પોતાના અજ્ઞાનથી ભદ્રંભદ્ર આશ્ચર્ય અનુભવે છે. તમાકુથી મનુષ્યના ચિત્તને એક આવેગ મળે છે. થોડી વાર પ્રસન્નતા અનુભવાય છે. સિગરેટ મૈત્રી બાંધવાનું એક મોટું સાધન ગણાય છે. વાતચીતનો દોર આગળ ન ચાલતો હોય તો એકાદ સિગરેટ સળગાવવાથી ચાલવા લાગે છે. સિગરેટના બે-ચાર દમ ખેંચ્યા પછી કેટલાકની જીભ છૂટી જાય છે. સિગરેટ પીધા પછી પોતાની ચિંતન ધારા ચાલતી હોય એવો અનુભવ પણ કેટલાક લેખકો ચિંતકોને થાય છે. કવિઓને એમ કરવાથી કવિતા છૂરે છે. ક્યારેક એ માત્ર ભ્રમ જ હોય છે. એકલતામાં સિગરેટનો સહારો લેવાય છે અને માણસ વિચારે ચડી જાય છે. સમય ૨૧૬ - સાંપ્રત સમાજ-દર્શન Page #257 -------------------------------------------------------------------------- ________________ પસાર કરવાનું એ એક મોટું સાધન બની રહે છે. એટલું તો નક્કી છે કે સિગરેટના ધુમાડાની મગજ ઉપર અસર થાય છે. કોઈકે કહ્યું છે કે, ‘The man who smokes thinks like a sage and acts like a samaritan. તો ઈમર્સના કહે છે, “The believing we do something when we do nothing is the first illusion of tobacco.' તમાકુમાં કેટલાક ઔષધીય ગુણ છે એનો અસ્વીકાર નહિ કરી શકાય. તમાકુ જંતુઘ્ન છે અને માપસર જરૂર પૂરતો એનો ઉપયોગ કરવામાં આવે, અને વ્યસનમાં પરિણમે તે પહેલાં એને છોડી દેવામાં આવે તો કેટલાક ફાયદા જરૂર થાય છે. દિવસમાં બે-ચાર જ સિગરેટ કે સિગાર પીનારને આમ તો એંસી-નેવું વર્ષ સુધી ચર્ચિલની જેમ વાંધો આવતો નથી, પણ એવો સંયમ નિયમ સરળ નથી. વળી, એવાં બેચાર ઉદાહરણો તો અપવાદરૂપ જ ગણાય. એનો આધાર લેવા જતાં માણસ ક્યારે ભૂલથાપ ખાઈ બેસશે એ કહી ન શકાય. | સિગરેટ પીવી એ શ્રીમંતાઈના પ્રદર્શનનો કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની ગયો છે. જેને પરવડે તે પીએ. મોગલોના જમાનામાં હુકો બાદશાહ અને શ્રીમંતોના ઘરથી શરૂ થયો. તમાકુ નાખીને, તાજી વાળેલી બીડી કે બનાવેલી સિગરેટ પીવી એવો પ્રચાર પણ ચાલ્યો. બીજા કરતાં પોતે ઊંચી, મોંઘી સિગરેટ પીએ છે એવું દેખાડવાના પ્રયત્નો પણ થાય છે. એક વખત ઇંગ્લેન્ડમાં ટ્રેનમાં ત્રણ બહુ મોટા શ્રીમંત પ્રવાસીઓ એક જ ડબામાં સાથે થઈ ગયા. એક આઇરિશ હતા, બીજા બ્રિટિશ હતા અને ત્રીજા સ્કોટિશ હતા. ત્રણે સિગરેટના વ્યસની હતા. હવે એવું થયું કે તેઓને તે દિવસે સ્ટેશન ઉપરથી સંજોગવશાત્ સિગરેટ મળી નહિ. સિગરેટ ન મળે તો પોતાની પાસે સિગરેટ માટેનું તંબાકુ હતું. કાગળમાં સિગરેટની તંબાકુ ભરી પીવાનો વખત આવ્યો. આઈરિશ શ્રીમંત વેપારીને પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાનું મન થયું. તેણે પોતાની પાસેથી દસ પાઉંડની નોટ કાઢી અને તેમાં તંબાકુ ભરીને, સિગરેટ વાળીને સળગાવીને તે પીવા લાગ્યો અને ધુમાડાના ગોટેગોટા કાઢવા લાગ્યો. સિગરેટના વ્યસનમાં પોતે દસ પાઉન્ડની નોટ બાળી શકે છે એવા ગર્વથી તે આસપાસ જોવા લાગ્યો. બ્રિટિશ વેપારીથી આ ખમાયું નહિ. તેણે બધાના દેખતાં પોતાના ખિસ્સામાંથી સો પાઉન્ડની નોટ કાઢી. તેમાં તંબાકુ ભરીને સિગરેટ વાળીને, સળગાવીને તે પીવા લાગ્યો. આથી બધા મુસાફરો આશ્ચર્યચક્તિ થઈ ગયા. સ્કોટિશ શ્રીમંત વેપારી બુદ્ધિશાળી હતો. કસકસર અને કંજૂસાઈના સંસ્કાર એના લેડી નિકોટિન સાથે છૂટાછેડા - ૨૧૭ Page #258 -------------------------------------------------------------------------- ________________ લોહીમાં હતા. શ્રીમંત હતો એટલે તે પણ પોતાનો વટ પાડવા ઇચ્છતો હતો. તેણે બધાનાં દેખતાં પોતાના ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને હજાર પાઉન્ડનો સેલ્ફ-બે૨૨ ચેક લખ્યો એમાં વટથી સહી કરી. પછી તેમાં તંબાકુ ભરી સિગરેટ બનાવી પીવા લાગ્યો. આમ, સિગરેટ દ્વારા પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાની વૃત્તિ કેટલાક લોકોમાં અછતી રહેતી નથી. કેટલાક માણસો વિવિધ પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે અને એની જ્યારે પોતાના ચિત્ત ઉપર અસર થવાનો અનુભવ થાય છે ત્યારે તરત તેઓ બીડી-સિગરેટ સળગાવે છે. પોતાની કંપનીનો માલ દેશપરદેશમાં વેચવા માટે મથામણ કરનાર કેટલાયે સેલ્સમૅનોને બીજા વેપારીઓ સાથે વાતચીત કરતી વખતે તરત સિગરેટ સળગાવવાનું મન થાય છે. સિગરેટ એ સેલ્સમૅનોનું સામાન્ય વ્યસન છે. દુનિયાના ઘણા દેશોમાં અધ્યાપકોનું વર્ગ લેતાં પહેલાં સિગરેટના બે-ચાર દમ ખેંચી લેવાની ટેવ હોય છે. જે દેશોમાં અધ્યાપકોને વર્ગમાં સિગરેટ પીવાની છૂટ હોય છે તેવા અધ્યાપકોને વર્ગમાં વિદ્યાર્થી કોઈ અઘરો પ્રશ્ન પૂછે તો તરત સિગરેટ સળગાવવાનું મન થાય છે. કેટલાક ડૉક્ટરોને આપરેશન-થિયેટરમાં ઑપરેશન કરવા જતાં પહેલાં થોડી સિગરેટ પી લેવાની ટેવ હોય છે. કેટલાક અભિનેતાઓને સ્ટેજ ઉપર જતાં પહેલાં એકાદ-બે ફૂંકવાની (અથવા કોઈને શરાબ લેવાની પણ) આદત હોય છે. ઈન્ટરવ્યૂ આપવા માટે જનારા કેટલાયે ઉમેદવારને પણ સિગરેટની આવી ટેવ હોય છે. કેટલાક દેશોમાં જ્યાં વિદ્યાર્થીને વર્ગમાં સિગરેટ પીવાની છૂટ હોય છે ત્યાં તેઓ વર્ગમાં થાકી જાય ત્યારે અથવા તેઓ પરીક્ષાખંડમાં જતાં હોય ત્યારે પહેલાં સિગરેટ પી લે છે. કેટલાક પુરુષો પત્ની સાથેના સહચાર પહેલાં સિગરેટનો આશ્રય લે છે. કેટલાક માણસોને અચાનક મૂંઝવણનો કોઈ પ્રશ્ન ઊભો થાય કે તરત સિગરેટ સળગાવવાની જરૂર પડે છે. સિગરેટના ધુમાડાને માનસિક લઘુતાગ્રંથિ સાથે સંબંધ બંધાઈ જાય છે. ધૂમ્રપાનની ટેવ કેટલાક લોકોમાં વખત જતાં એવી માન્યતાઓ જન્માવે છે કે ભોજન પછી જો પોતે બીડી-સિગરેટ પીએ તો પોતાને ખાધેલું સારી રીતે હજમ થઈ જાય છે. આ કોઈ નિયમ નથી. પરંતુ કોઈક વ્યક્તિને બે-ચાર વખત એવો અનુભવ થાય પછી તે તેવે વખતે ધૂમ્રપાન કરવા લલચાય છે. કેટલાક લોકોને ધૂમ્રપાન પછી જ શૌચક્રિયા સારી રીતે થાય છે અને પેટ સાફ આવે છે. આથી તેઓના જીવનમાં ધૂમ્રપાન તેની સાથે ૨૧૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #259 -------------------------------------------------------------------------- ________________ વણાઈ જાય છે. આ પ્રકારની માનસગ્રંથિ ભારતમાં અને બીજા દેશોમાં ઘણા લોકોમાં જોવા મળે છે. ભારતમાં ઘણે સ્થળે જાહેર શૌચાલયોમાં દાખલ થતાં બીડી-સિગરેટના ધુમાડાની તીવ્ર વાસ આવતી હોય છે. તંબાકુના કેટલાક જૂના વ્યસનીઓને એનો સમય થાય અને તંબાકુવાળું પાન, સિગરેટ કે માવો વગેરે ન મળે તો બેચેની અનુભવે, માથું દુ:ખવા આવે કે કોઈકને ચક્કર પણ આવે. કેટલાકને ખાધા પછી છેલ્લે કોળિયો પૂરો થતાં જ બીડી-સિગરેટ પીવાની તલપ લાગે છે. કેટલાકને ચા પીધા પછી તરત જ તંબાકુવાળું પાન ખાવા જોઈએ છે કે બીડી-સિગરેટ જોઈએ. કેટલાક વર્ષ પહેલાં અમારા ઘરે અમારા એક વડીલ પ્રોફેસરને સહકુટુંબ જમવાનું નિમંત્રણ આપેલું. અમે બધા જમીને ઊઠ્યા અને દીવાનખાનામાં બેઠા તે વખતે એ પ્રોફેસરના દીકરા દેખાયા નહિ. એટલી વારમાં તેઓ ક્યાં ગુમ થઈ ગયા એની પૂછાપૂછ કરી પણ કોઈ કશું બોલ્યું નહિ. થોડી વારે દીકરા બહારથી આવ્યા અને પૂછતાં કહ્યું કે થોડું કામ હતું એટલે બહાર આંટો મારવા ગયો હતો. પછી એ વડીલ પ્રોફેસરે જ ખાનગીમાં ખુલાસો કરી દીધો કે એમના દીકરાને જમ્યા પછી તરત જ સિગરેટ પીવાની ટેવ પડી ગઈ છે અને પોતાની હાજરીમાં હજુ સિગરેટ પીતો નથી એટલે ઘરની બહાર ક્યાંક જઈને સિગરેટ પી આવે છે. તમાકુના પાનવાળા કેટલાક વ્યસનીઓ ચોવીસ કલાક પોતાની પાસે પાનનો ખજાનો અખૂટ રાખે છે. કેટલાકને તો અડધી રાતે ઊંઘમાંથી ઊઠવાનું થાય તો પાન ખાવા જોઈએ. સિગરેટના વ્યસનીને અડધી રાતે સિગરેટ પીવા જોઈએ. કેટલાક ઓશીકા નીચે બીડી-બાક્સ મૂકી સૂઈ જાય છે. અડધી રાતે ખાંસી (smoker's cough) ચડે ત્યારે તે શાંત પાડવા એકાદ બીડી-સિગરેટ પી લે. આ કેવી અજ્ઞાનમય કરુણ દશા ! કેટલાક વ્યસનીઓને સિગરેટની એટલી ભારે ટેવ પડી જાય છે કે એક સિગરેટ પૂરી થતાં બીજી સિગરેટ પીવા જોઈએ છે. બીજી સિગરેટ તેઓ દિવાસળી કે લાઈટરથી નથી સળગાવતા પણ પહેલી સિગરેટથી બીજી સિગરેટ સળગાવી લે છે. કેટલાક આવા Chain Smokers એવા પ્રમાદી હોય છે કે વાતચીત કરતી વખતે પણ તેઓને મોઢામાંથી સિગરેટ કાઢવાનું મન થતું નથી. સિગરેટ કાઢ્યા વગર બોલવાનું ફાવે નહિ. પરંતુ આવા વ્યસનીઓ એવી કુશળતા મેળવે છે કે હોઠના એક ખૂણામાં પડી પડી સિગરેટ પીવાતી જાય, નાક અને મોઢામાંથી ધુમાડા નીકળતા જાય અને સાથે સાથે વાતચીત પણ કરતા જાય. વ્યસનીઓમાં આ ઘણી અઘરી લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૧૯ Page #260 -------------------------------------------------------------------------- ________________ કળા છે, પરંતુ તે અશક્ય નથી. કેટલાક ભારે વ્યસનીઓને હાથમાંની સિગરેટ ઓલવાઈ ન જાય માટે થોડી થોડી વારે રાખ ખંખેરવા આંગળીઓ હલાવવાની ટેવ પડી જાય છે. એ ટેવ એવી સતત બની જાય છે કે પછી તેઓના હાથમાં લખવા માટે પેન્સિલ હોય તો પણ આંગળીઓ અજાણતાં તે પ્રમાણે જ હાલે છે. બે આંગળી વચ્ચે આખો દિવસ સિગરેટ રહેવાને કારણે કેટલાકને ત્યાં ઝીણો ખાંચો પડી જાય છે. કેટલાક આવા વ્યસનીઓ મંદિરમાં જાય તો ધૂપસળી પણ એ બે આંગળીઓ વચ્ચે ભરાવી ફેરવતા હોય છે. કુટેવ કેટલી ઊંડી ઊતરી છે તે આવે વખતે દેખાઈ આવે છે. તંબાકુનું જેને વ્યસન હોય એવી વ્યક્તિઓમાં સ્વચ્છતાની સભાનતા હોવા છતાં સંજોગવશાતુ કેટલીક એવી ટેવો પડી જાય છે કે જે અસ્વચ્છતામાં પરિણમે છે. જેઓ પાનમાં અથવા પાન વગર તંબાકુ ખાય છે તેઓને થોડી થોડી વારે ઘૂંકવું પડે છે. ઘણા માણસો તમાકુંવાળું પાન ખાઈ મોઢામાંથી લાલ રંગની પિચકારી મારતા હોય છે. ઘૂંકવાની તરત અનકૂળતા ન હોય તો માણસ દાદરામાં, બારી બહાર કે કોઈ ખૂણામાં થૂકી દે છે. બીડીસિગરેટ પીનારને તરત એશ-ટ્રે ન મળે તો ગમે ત્યાં નાખી પગ નીચે દબાવી દે છે અથવા જમીન કે દીવાલ ઉપર ઘસીને ઓલવી નાખે છે. અને ત્યાં જ ફેંકી દે છે. તપખીર સૂધનારને નાક સાફ કરતી વખતે રૂમાલ કે વસ્ત્રનો છેડો બગાડવો પડે છે. આમ તંબાકુના વ્યસનીઓમાં કુદરતી રીતે ગંદી ટેવો આવી જાય છે. આથી જ જૂના વખતમાં એવી લોકપ્રિયતા હતી કે : ખાય તેનો ખૂણો, પીએ તેનું ઘર; સુંઘે તેનાં લૂગડાં, એ ત્રણે બરાબર. સિગરેટ પીનારનું મોઢું ગંધાય છે, એના દાંત અને હોઠ કાળા પડી જાય છે. શરૂઆતમાં તો કડક સિગરેટ પીતાં કેટલાકને ચક્કર પણ આવે છે. પીવાથી ખાંસી ચાલુ થાય છે, ફેફસાં બગડે છે અને સિગરેટને કારણે ગળાના કે ફેફસાંના કેન્સરની જીવલેણ બીમારી ચાલુ થાય છે. કેટલાકને ક્ષયરોગ થાય છે. કેટલાકને હૃદયરોગની તકલીફ ચાલુ થાય છે. તમાકુમાં નિકોટિન તત્ત્વ સૌથી વધુ ખતરનાક છે. તે વધુ પ્રમાણમાં એક સાથે લેવામાં આવે તો ઝેર સમાન છે. એવા પ્રયોગ પણ થયા છે કે તમાકુનો પ્રવાહી સઘન અર્ક કાઢી એનું એક ટીપું ઝેરી નાગના મુખમાં નાખવામાં આવે તો નાગ મરી જાય છે. એવા અર્કનું ઇજેક્શન માણસને આપવામાં આવે તો માણસ બેભાન થઈ જાય અથવા મૃત્યુ પામે. નિકોટિન ૨૨૦ % સાંપ્રત સમાજ-દર્શન Page #261 -------------------------------------------------------------------------- ________________ ધીમું ઝેર છે એ તો સિદ્ધ થયેલું વૈજ્ઞાનિક સત્ય છે. તંબાકુમાં નિકોટિન ઉપરાંત બીજાં કેટલાંક ઝેરી તત્ત્વો પણ છે. સિગરેટ પીનારા વિશે સર્વેક્ષણ કરનારા સંશોધકોનો એવો અભિપ્રાય છે કે પોતાના જીવનકાળ દરમિયાન સિત્તેર હજારથી વધુ સિગરેટ પીનારને અવશ્ય કેન્સર થાય છે. રોજની દસ-પંદરથી વધુ સિગરેટ પીનારને કેન્સર વહેલું થાય છે. એમ કહેવાય છે કે જેટલી મિનિટો સિગરેટ પીવામાં વપરાય છે એટલી મિનિટો આયુષ્યમાંથી ઓછી થાય છે. સિગરેટથી થતા કેન્સરથી પ્રતિવર્ષ દુનિયામાં લાખો લોકો મૃત્યુ પામે છે. એક અંદજ પ્રમાણે તો આ આંકડો કરોડથી પણ વધુ છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશોમાં હવે મરનારની સરેરાશ સંખ્યામાં ઘટાડો થતો જાય છે, તો બીજી બાજુ ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, થાઈલૅન્ડ, ફિલિપાઈન્સ વગેરે દેસોમાં સંખ્યા વધતી જાય છે, કારણ કે એશિયાના દેશોમાં લોકો તમાકુનો ધૂમ્રપાન ઉપરાંત ખાવા તથા સૂંઘવા માટે ઉપયોગ પણ કરે છે, તેમાં વળી તમાકું સાથે ચૂનો ભેળવતાં તે મોઢાનું કેન્સર કરે છે. સિગરેટનો ધુમાડો પીનાર માટે તો નુકસાનકારક છે, પરંતુ એ પણ સિદ્ધ થયું છે કે ધુમાડો આસપાસના લોકોના નાક વાટે એમનાં ફેફસાં અને પેટમાં જાય છે તેમને પણ તે નુકસાન કરે છે. બંધ ઓરડામાં માણસો બેઠા હોય અને ધુમાડો બહાર જવાની શક્યતા ઓછી હોય છે ત્યારે તો તે વધુ નુકસાનકારક નીવડે છે. વૈજ્ઞાનિકોએ પ્રયોગ કરી જોયો છે કે એક બંધ ઓરડામાં સો જેટલી સિગરેટ સળગતી રાખવામાં આવે અને એમાં સિગરેટ ન પીનાર એવા દસ જેટલા માણસોને અડધો કલાક બેસાડવામાં આવે તો તેમના લોહીના હેમોગ્લોબિનમાં તરત ફરક પડે છે. અને તેમની નાડીના ધબકારા વધી જાય છે. પોતે સિગરેટ ન પીવી, પણ બીજા સિગરેટ પીતા હોય તેનો ધુમાડો નાક વાટે શરીરમાં લેવો એને હવે secondhand smoking (environmental smoking) કહેવામાં આવે છે. કેટલાક એને Passive smoking અથવા side-stream smoking પણ કહે છે. કેટલાક સિગરેટના વ્યસનીઓને દાક્તરની સલાહ અનુસાર કે અન્ય સંજોગોને કારણે સિગરેટ છોડવી પડે છે, પરંતુ આવી રીતે ધુમાડો સુંઘવા મળે તો તેમને ગમે છે, પરંતુ secondhand smoking પણ આરોગ્ય માટે નુકસાનકારક છે એ હવે નિર્વિવાદ હકીકત છે. વિમાનો, ઑફિસો, રેસ્ટોરાંઓ વગેરેમાં ઘણે ઠેકાણે લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૨૧ Page #262 -------------------------------------------------------------------------- ________________ હવે ધૂમ્રપાન કરનારનો જુદો વિભાગ રાખવામાં આવે છે. અમેરિકામાં હવે એવા કિસ્સા બન્યા છે કે પતિ-પત્નીએ છૂટાછેડા લીધા હોય અને નાનાં સંતાનો કોને સોંપવામાં આવે એ અંગે જો ચુકાદો આપવાનો હોય ત્યારે પતિ જો સિગરેટનો વ્યસની હોય તો secondhand smokingની બાળકના આરોગ્ય ઉપર અસર ન થાય માટે સંતાન માતાને સોંપવામાં આવે એવો ચુકાદો ન્યાયાધીશો આપવા લાગ્યા છે. કેટલાક દાખલાઓમાં તો સિગરેટ પીનાર વ્યસની પતિને કેન્સર થયું હોય તે પહેલાં secondhand smoking કરનાર પત્ની કે બાળકને કેન્સર ચાલુ થઈ ગયું હોય છે. સિગરેટ પીનારને થતા શારીરિક નુકસાનની અસરનો અભ્યાસ તો ઘણો થયો છે, પરંતુ સિગરેટ પીનાર પતિના અકાળ અવસાનને કારણે વૈધવ્યની માનસિક યાતના અને એની સાથે સંલગ્ન કૌટુંબિક તથા સામાજિક સમસ્યાઓનો પણ હવે સવિસ્તર સંશોધનાત્મક અભ્યાસ થવા લાગ્યો છે. લગ્ન પછી પતિ સિગરેટનો વ્યસની થઈ ગયો હોય તો એ કારણે છૂટાછેડા પણ સુધરેલા દેશોમાં સરળ બનવા લાગ્યા છે. કેટલાક વ્યસનીઓના જીવનમાં સિગરેટ એવી રીતે વણાઈ જાય છે કે તે તેઓ છોડી શકતા નથી અને છોડે તો તરત જ તેમને શારીરિક તકલીફ થવા લાગે છે. કોઈને માથાનો દુઃખાવો થાય, કોઈને ઊલટી થાય, કોઈને ચક્કર જેવું કે બેચેની, સુસ્તી લાગે. એક વડીલ સર્જનને હું જાણું છું કે જેમણે સાધુ મહારાજ પાસે સિગરેટ ન પીવાની બાધા લીધી, પરંતુ અઠવાડિયામાં જ એમને શરીર ઘણાં બધાં ગૂમડાં થવા લાગ્યાં. ડૉક્ટરને બતાવ્યા પછી ડૉક્ટરે કારણ શોધી કાઢ્યું કે સિગરેટ બંધ કરવાથી તેમને ગૂમડાં થવા લાગ્યાં છે. ડૉક્ટરે કહ્યું કે સિગરેટ અચાનક બંધ કરવી જોઈતી ન હતી. એટલે સાધુ મહારાજે પણ તેમને પ્રાયશ્ચિત્ત આપી સિગરેટ પીવાની છૂટ આપી સિગરેટ ચાલુ થતાં જ તે વડીલને ગૂમડાંનો રોગ મટી ગયો. ત્યાર પછી તેઓ સિગરેટ થોડી થોડી ઓછી કરતા ગયા અને છ-સાત મહિનામાં તેમણે સિગરેટ સાવ છોડી દીધી. ત્યાર પછી તેમને ગૂમડાં ક્યારેય થયાં નહિ. મુંબઈના ડૉક્ટર મણિલાલ બી. શાહ, સિગરેટના વ્યસની એવા અનેક દર્દીઓની તપાસ કર્યા પછી એવી થિયરી ઉપર આવ્યા છે કે સિગરેટનું વ્યસન એ માત્ર વ્યસન નથી, પરંતુ કેટલી વ્યક્તિઓની બાબતમાં એ રોગરૂપે પરિણામે છે અને એવા વ્યસનીઓની સારવાર રોગના ઉપચાર તરીકે જ કરવામાં આવે તો તેઓ તેમાંથી સારા થઈ શકે છે. આ અંગે ૨૨૨ - સાંપ્રત સમાજ-દર્શન Page #263 -------------------------------------------------------------------------- ________________ તબીબી દૃષ્ટિએ તેમણે ઘણો સારો અભ્યાસ કર્યો છે. એ ક્ષેત્રે કેટલુંક સારું સંશોધન થયું છે, પરંતુ હજુ તેમાં ઘણું વધુ સંશોધન થવાને અવકાશ છે. તમાકુનું વ્યસન છોડવું સહેલું નથી, પણ માણસ સંકલ્પ કરે તો ન છૂટે એવું એ વ્યસન પણ નથી. Minor Vices તરીકે એની ગણના થાય છે, તો પણ એની અસર ભયંકર હોય છે. તે છોડવા માટે પણ દરેક વ્યક્તિના સંજોગો અને પ્રકૃતિ ઉપર આધાર રહે છે. એક વખત એક સંત મહાત્મા પાસે એમના એક પરિચિત ભક્ત આવ્યા. ભક્ત ઉત્સાહમાં આવી જઈને ગુરુ મહારાજને કહ્યું, “ગુરુ મહારાજ, હું સિગરેટ ઘણી પીઉં છું, પરંતુ આજે સવારે જ વિચાર આવ્યો કે સિગરેટને હું જીવનભર તિલાંજલિ આપી દઉં. માટે મને જિંદગીભર સિગરેટ ન પીવાની પ્રતિજ્ઞા આપો.' ગુરુ મહારાજ એ સજ્જનની પ્રકૃતિ જાણતા હતા. એમણે કહ્યું, ભાઈ, જીવનભર સિગરેટ ન પીવાની પ્રતિજ્ઞા લેવાની ઉતાવળ કરો નહિ. આવું ભારે વ્યસન તમારાથી તરત છૂટશે નહિ અને થોડા વખતમાં જ તમે પ્રતિજ્ઞાનો ભંગ કરી સિગરેટ પીતા થઈ જશો. માટે તમે સિગરેટ જરૂ૨ છોડો, પરંતુ હું કહું તે રીતે છોડો. તમે રોજની કેટલી સિગરેટ પીવો છો ?” ભક્ત કહ્યું, “વીસ-પચીસ'. ગુરુએ કહ્યું, “તમે ત્રણ મહિના માટે પ્રતિજ્ઞા લો કે રોજ પંદરથી વધારે સિગરેટ નહિ પીઓ. રોજ સવારે પંદર સિગરેટ ખોખામાં જુદી કાઢી લેવી અને રાતે સૂતાં સુધીમાં બને તો એકાદ-બે સિગરેટ બચાવવાનો પ્રયત્ન કરવો.” ભક્ત એ પ્રમાણે બરાબર પાલન કર્યું. એટલે ગુરુએ બીજા ત્રણ મહિના માટે વધુમાં વધુ દસ સિગરેટની પ્રતિજ્ઞા લેવરાવી. એમ કરતાં એકાદ વર્ષમાં એ ભક્ત કાયમ માટે સિગરેટ છોડી દીધી. એ જ સંત-મહાત્મા પાસે બીજા એક સિગરેટના વ્યસની ભક્ત આવ્યા. એમણે ત્રણ મહિના સિગરેટ છોડવાની બાધા લેવાની વાત કરી. ગુરુ મહારાજે એમને બરાબર સમજાવીને એ જ વખતે જીવનભર સિગરેટ ન પીવાની પ્રતિજ્ઞા લેવરાવી અને એ ભક્ત પણ પ્રતિજ્ઞાનું પાલન સારી રીતે કર્યું. સંત-મહાત્માએ આ બે ભક્તોને જુદી જુદી રીતે પ્રતિજ્ઞા લેવડાવી, કારણ કે તેઓ બંનેની પ્રકૃતિના સારા જાણકાર હતા. કેટલાક લોકોનું મનોબળ એટલું તીવ્ર હોય છે કે ગમે તે નિર્ણયનું જીવનભર પાલન કરી શકે છે. કેટલાક માણસો પ્રકૃતિના એવા નબળા હોય છે કે ક્રમિક સંયમ દ્વારા તેમની પાસે મોટા નિયમો લેવડાવી શકાય છે. અચાનક ભારે નિયમો તેમની પાસે લેવડાવવામાં આવે તો વખત જતાં તેઓ ક્યારે લાલચને વશ લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૨૩ Page #264 -------------------------------------------------------------------------- ________________ થઈ નિયમ તોડી નાખશે તે કહેવાય નહિ. બીડી, સિગરેટ, તંબાકુ વગેરેનું વ્યસન એવું છે. કે જે એક દૃષ્ટિએ બહુ મોટું ભયંકર વ્યસન નથી. વળી એ વ્યસનને જુગાર, દારૂ, વ્યભિચાર વગેરે વ્યસનો જેટલી મોટી લોકલાજ પણ નથી. સિગરેટ પીનારને શરમ આવે તો પણ એ બહુ મોટી શરમની વાત નથી. એટલે માણસ નિયમ લીધા પછી ફરી પાછો ક્યારેક બીડી સિગરેટ પીતો થઈ જશે એ કહી શકાય નહિ. કોઈકે એક મિત્રને પૂછ્યું કે, “હું સિગરેટ પીવાનું છોડી દેવા ઇચ્છું છું તો તમારો શો અભિપ્રાય છે ?' મિત્રે કહ્યું, “એ તો બહુ આનંદની વાત છે. બધાં વ્યસનોમાં છોડવાની દૃષ્ટિએ સૌથી સહેલું વ્યસન એ બીડીસિગરેટનું છે.” મિત્રે પૂછ્યું, “તમે સાચું કહો છો ?' હા. મારા અનુભવ ઉપરથી ચોક્કસ સાચું કહું છું : મને લાગે છે કે બીડી-સિગરેટ છોડવા જેવી બીજી કોઈ સહેલી વાત નથી. મેં અત્યાર સુધીમાં દસેક વાર સિગરેટ છોડી દીધી હશે.” કહેવાનું તાત્પર્ય એ છે સિગરેટ છોડવાનું જેમ સહેલું છે તેમ સિગરેટ અચાનક અજાણતાં ફરી ચાલુ થઈ જવાનું પણ સહેલું છે., સરખેસરખા મિત્રો મળ્યા હોય અને કોઈ સિગરેટની ઓફર કરે તે વખથે પોતાના નિયમને વળગી રહેવું અઘરું થઈ પડે છે અને માણસનું મન કંઈક તર્કવિતર્ક અને બહાનું કાઢીને લાલચને વશ થઈ જાય છે અને નિયમ તોડીને પોતાના મનને મનાવી લેવાનો પ્રયત્ન કરે છે. સિગરેટ વગેરેનાં વ્યસનોની બાબતમાં જે પોતાના ચિત્તને સંયમમાં રાખી શકતા ન હોય તેવી વ્યક્તિઓ માટે જાતજાતના ઉપચારો, પ્રયોગો વગેરે બતાવવામાં આવે છે. કોઈકને ઉપવાસ, એકટાણું વગેરે વ્રત કરવાથી, કોઈકને યોગાસનો કરવાથી, કોઈકને ધ્યાનના પ્રયોગોથી, કોઈકને સ્વાધ્યાયસત્સંગ મંડળમાં જોડાવાથી, કોઈકને પત્ની, સંતાનો, મિત્રોની વારંવાર ટકોરથી આ વ્યસન છૂટી જાય છે. અંતે તો દૃઢ મનોબળ જ એમાં કામ લાગે છે. સિગરેટના કેટલાક ચાહકો પોતાની આર્થિક, સામાજિક કે આરોગ્યની મર્યાદાને લક્ષમાં રાખી સિગરેટ ફૂંકવાની ટેવને સંયમમાં રાખવા પ્રયત્ન કરે છે. કેટલાક એવી પ્રતિજ્ઞા લેતા હોય છે કે મફત સિગરેટ પીવા મળે તો જ પીવી. કોઈ ઓફર કરે તો ના ન પાડવી. ક્યારેક કોઈક પાર્ટીમાં છૂટથી સિગરેટ મળે તો તેઓ એક સાથે પાંચ-સાત સિગરેટ પી લેવા ૨૨૪ ૪સાંપ્રત સમાજ-દર્શન Page #265 -------------------------------------------------------------------------- ________________ લલચાય છે. કેટલાક વેઈટરો-બેરોને પણ પાર્ટી પતી ગયા પછી, બધાના વિખરાયા પછી, વધેલી સિગરેટ પડી હોય તો ત્યાં ને ત્યાં બે-પાંચ સિગરેટ પી લેવાની, શક્ય હોય એટલી ખિસ્સામાં નાખવાની ટેવ હોય છે. એક બાજુ નિયમ પાળવો અને બીજી બાજુ સિગરેટ પણ પીવી એ બે વચ્ચે માણસનું મન સંતાકૂકડી રમતું હોય છે. કેટલાક માણસો યુક્તિપૂર્વકના નિયમ લે છે. માર્ક ટ્રવેઈને મજાકમાં કહ્યું છે : “It has always been my rule never to smoke when asleep and never to refrain when awake. Moreover, I have made it a rule never to smoke more than one cigarat a time.' સિગરેટ તમાકુ વગેરે અશોભનીય વ્યસનો હોવાથી સમજુ માણસો એનાથી એકંદરે દૂર રહ્યા છે. સારું છે કે આરંભકાળથી ભદ્ર સ્ત્રીઓ સિગરેટના વ્યસનથી બહુ આકર્ષાઈ નથી. એટલે એકંદરે આ વ્યસન પુરુષોનું છે. અલબત્ત, સ્ત્રીઓને આકર્ષવા માટે લેડિઝ બ્રાન્ડની સિગરેટો પ્રચારમાં આવી છે, પરંતુ એથી તેઓમાં ખાસ વધારો થયો નથી. સમૃદ્ધ દેશોમાં જ્યાં સ્ત્રી અપરિણીત હોય અને પોતાની આજીવિકા પોતે મેળવતી હોય અને એને કોઈ રોકનાર- ટોકનાર ન હોય તો એવી સ્ત્રીઓમાં સિગરેટનું વ્યસન દાખલ થઈ જાય છે. સમૃદ્ધ દેશોમાં છૂટાછેડા લીધા પછી એકલી રહેતી સાધન-સંપન્ન સ્ત્રીઓ પોતાની એકલતાનો સમય પસાર કરવા અને માનસિક વ્યથા ભૂલવા સિગરેટનો આશ્રય લે છે. અનેક પુરુષોના સમાગમમાં આવનાર બજારુ સ્ત્રીઓને પણ આ વ્યસન લાગુ પડે છે. ભારતમાં બીજા કેટલાયે દેશોમાં નીચલા વર્ણની સ્ત્રીઓને બીડી પીવાની ટેવ પડે છે. ગંદા શૌચાલયો સાફ કરવાનો વ્યવસાય કરનારી સ્ત્રીઓ શૌચાલયની દુર્ગધથી બચવા બીડીનો આશ્રય લે છે. સમૃદ્ધ દેશોની આધુનિક ગણાતી અથવા પોતાને આધુનિક કહેવડાવતી શોખીન મહિલાઓ જ માત્ર સિગરેટ પીએ છે એવું નથી. નીચલા ઘરની ગરીબ મહિલાઓ પણ બીડી પીએ છે. અલબત્ત એનું પ્રમાણ ઘણું ઓછું છે અને હવે તો તે ઘટતું જાય છે. બીડી-સિગરેટ પીવાથી સગર્ભા મહિલાઓના પેટમાં રહેલા બાળકને નુકસાન થાય છે એ તો હવે જાણીતી હકીકત છે. વધુ પડતી સિગરેટ પીનારી મહિલાઓ જલદી સગર્ભા બની શકતી નથી એવી માન્યતાને પણ હવે સમર્થન મળતું જાય છે. દુનિયાના ઘણાખરા દેશના ઘણાખરા ધર્મગુરુઓ બીડી-સિગરેટ પીતા નથી. એ તો દેખીતું જ છે કે જેઓ પોતે ઉપદેશ આપતા હોય તેઓ લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૨૫ Page #266 -------------------------------------------------------------------------- ________________ પોતે વ્યસની ન હોઈ શકે અને હોય તો તેમનો પ્રભાવ ન પડે. યુરોપ અમેરિકામાં કોઈક કોઈક ખ્રિસ્તી પાદરીઓ સિગરેટ પીતા હોય છે. ભારતમાં કોઈ કોઈ હિન્દુ સંન્યાસીઓ કે મુસલમાન ફકીરો ચરસ-ગાંજા પીતા હોય છે. કોમ તરીકે શીખ અને પારસી લોકો ધર્મને કારણે સિગરેટને અડતા નથી. જૈનોમાં, વૈષ્ણવોમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોમાં એકંદરે સિગરેટનું વ્યસન નહિ જેવું જ જોવા મળે છે. લશ્કરમાં સૈનિકો અને લશ્કરી ઑફિસરોને એકંદરે સિગરેટ ન પીવાની ભલામણ કરવામાં આવે છે. હજુ ઑફિસરો તો કોઈ કોઈ ઠેકાણે સિગરેટ પીતા જોવા મળશે. અને તે પણ સિનીઅર ઑફિસરની હાજરીમાં નહિ, અથવા તેની પરવાનગી વિના તો નહિ જ. પરંતુ સૈનિકોને સિગરેટની ટેવ ન લાગુ પડે એ તરફ વધુ લક્ષ આપવામાં આવે છે, કારણ કે યુદ્ધના મોરચે ખોરાક અને શસ્ત્ર-સરંજામનો પુરવઠો માપી માપીને જ્યાં મોકલાય છે ત્યાં સિગરેટની તો વાત જ શી કરવી ? વ્યસની સૈનિકોને જો તલપ લાગે ત્યારે સિગરેટ ન મળે તો યુદ્ધના મોરચે બરાબર લડી શકે નહિ. આ એક કારણ તો ખરું જ, પરંતુ રાતને વખતે યુદ્ધના મોરચે કોઈ સૈનિક જો સિગરેટ પીતો હોય તો તેના લાલ અંગારાનો રંગ ઘણે દૂરથી દેખાઈ જાય છે અને એથી સૈનિકોની ટુકડીએ ક્યાં મોરચો લીધો છે તે સ્થળ અંધારામાં પણ દુશ્મનો તરત પકડી પાડે છે. તંબાકુનો ધુમાડો ભારે નુકસાન કરે છે. પરંતુ બધા જ પ્રકારનો ધુમાડો અલબત્ત, નુકસાનકારક નથી. કેટલાકથી લાભ પણ થાય છે. અગરબત્તી, લોબાન વગેરેના ધુમાડામાં એટલું નુકસાનકારક તત્ત્વ નથી, મારા પિતાશ્રીને એક ઔષધિનો ધુમાડો નાક વાટે લેતાં દમનો રોગ કાયમ માટે મટી ગયો હતો. આયુર્વેદ પદ્ધતિથી હાડકાંના દર્દીઓની સારવાર કરનાર ડૉક્ટર જમશેદ પીઠાવાલા પાસે એક વખતે હું માથાના એક બાજુના દુ:ખાવા માટે ગયો હતો. ત્યારે ડૉક્ટરે કહ્યું કે શરદી અને આધાશીશીના કારણે પણ એક બાજુનું માથું દુખતું હોય છે. તેમણે મને કહ્યું, “એક પ્રયોગ તમને બતાવું છું. એ માટે તમારે સિગરેટ પીવી પડશે.” મેં કહ્યું, “ડૉક્ટર, હું સિગરેટ પીતો નથી. આજીવન સિગરેટ ન પીવાની મારી શાળાના વખતની લીધેલી પ્રતિજ્ઞા છે.” ડૉક્ટરે કહ્યું, ‘પણ આ જુદી જાતની સિગરેટ છે. એ પીવાથી તમારા નિયમનો ભંગ નહિ થાય.” એમ કહી ડૉક્ટરે મને એક વનસ્પતિની ૨૨૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #267 -------------------------------------------------------------------------- ________________ ડાળખીનો ભૂંગળી કે નળી જેવો ટુકડો આપ્યો. ડૉક્ટરે કહ્યું કે, “આ સળગાવીને મોઢેથી નહિ પણ નાકેથી તમારે એનો ધુમાડો લેવાનો છે. એનો છેડો નાક આગળ ધરશો તો પણ એની અસર તમને થવા લાગશે.” ડૉક્ટર પીઠાવાલાએ બતાવેલી નળી સળગાવીને બીજે છેડેથી તેનો તીવ્ર ધુમાડો લેતાં મને પોતાને રાહત થઈ હતી. (આધાશીશી કે માઈગ્રેઈનનાં પ્રકારનો જેમને દુઃખાવો રહેતો હોય તેઓએ ડૉ. પીઠાવાલાનો આ મફત પ્રયોગ એકાદ વખત કરી જોવા જેવો છે.) - દુનિયાના ઘણાખરા દેશોમાં સિગરેટ ઉપર જ કાત કે અન્ય પ્રકારના કરવેરા ઘણા હોય છે. યુરોપ-અમેરિકાની પ્રખ્યાત સિગરેટ અમુક સંખ્યામાં પ્રવાસી બીજા દેશમાં લઈ જઈ શકે છે. આંતરરાષ્ટ્રિય પ્રવાસો દરમિયાન અનેક સ્થળે જોવા મળશે કે વિમાન ઊતરવાનું હોય તે પહેલાં વિમાનમાં કેટલાયે પ્રવાસીઓ કરમુક્ત સિગરેટના પાકિટો ખરીદવા લાગે છે. લોકોનું સિગરેટ માટેનું ગાંડપણ કેટલું છે તે આના ઉપરથી જોઈ શકાય છે. સિગરેટનું વ્યસન પોતાના રાષ્ટ્રના હિતમાં નથી એવું દુનિયાની ઘણી સરકારો સમજતી હોવા છતાં બજારમાં સિગરેટની તંગી થાય તો એ સરકારની ચિંતાનો વિષય બને છે. સિગરેટની અછત થતાં અચાનક એના ભાવ વધી જાય છે. સિગરેટના બંધાણીઓ મોં-માગ્યા ભાવ આપીને પણ તે વ્યસનને સેવે છે. અછતથી ક્યારેક ચોરી, દાણચોરી અને બીજા ગુનાઓ થાય છે. વ્યસનીઓના આરોગ્યના પ્રશ્નો, માનસિક પ્રશ્નો અને બીજા ગુનાઓ વધે છે. સિગરેટનો પુરવઠો નિયમિત ચાલતો રહે એ દૃષ્ટિ હોય કે ન હોય, સરકારની ચિંતાનો એ વિષય બને છે. ૧૯૯૦માં સોવિયેટ યુનિયનમાં સિગરેટની ભારે તંગી પેદા થઈ તો ગોર્બોચેવની સરકારને અમેરિકાને સિગરેટ મોકલવા વિનંતી કરવી પડી અને એ તકનો લાભ લઈ અમેરિકાની કંપનીઓએ થોડા દિવસમાં જ પચાસ અબજથી વધુ સિગરેટ સોવિયેટ યુનિયનમાં ઠાલવી દીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે અને ત્યાર પછી થોડાંક વર્ષ યુરોપના જર્મની, ફ્રાન્સ, ઇટલી, પોલેન્ડ વગેરે દેશોમાં સિગરેટની એટલી ભારે તંગી પ્રવર્તતી હતી કે બંધાણીઓ ભારે કિંમત આપીને કે કીમતી વસ્તુના બદલામાં સિગરેટ ખરીદતા હતા. કેટલીક ભારે વ્યસની સ્ત્રીઓ એકાદ સિગરેટ ફૂંકવા મળે એટલા ખાતર પોતાનું શરીર આપતાં અચકાતી નહિ. એશિયામાંથી જતા કેટલાક પ્રવાસીઓ પોતાના યુરોપના પ્રવાસ માટે અડધાથી તો વધુ સામાન સિગરેટના પાકિટથી ભરતા અને તે ત્યાં વેચીને પ્રવાસનો ખર્ચ કાઢી લેતા. માનવજીવન ઉપર લેડી નિકોટિન સાથે છૂટાછેડા ૪ ૨૨૭ Page #268 -------------------------------------------------------------------------- ________________ સિગરેટનું પ્રભુત્વ કેટલું બધું રહે છે એ આવા પ્રસંગે ઘણાને જોવા મળતું. માણસમાં જ્યારે કમાવાની ધૂન મચે છે ત્યારે લોકોના આરોગ્યની એને બહુ ચિંતા રહેતી નથી. તમાકુની ખેતી કરવાવાળા ખેડૂતો, તમાકુના વેપારીઓ, બીડી-સિગરેટ વેચનારા દુકાનદારો, બીડી-સિગરેટ બનાવનારા કારખાનાંઓ કે મોટાં મોટાં બહુરાષ્ટ્રીય ઉદ્યોગગૃહો - દરેકને કમાવાની લાલચ ઘણી મોટી છે. કોઈને નુકસાન કરવું ગમતું નથી અને સારું કમાવા મળતું હોય ત્યાં સુધી એ વ્યવસાય છોડવો ગમતો નથી. સિગરેટ બનાવતી મોટી મોટી કંપનીઓ તો એ માટે પ્રચારકાર્ય પાછળ ઘણાં નાણાં ખર્ચે છે. જરૂર પડે તો સરકારી સ્તરે મોટી લાંચ પણ અપાય છે. આવી કેટલીક કંપનીઓએ બરખાસ્ત થયેલા સોવિયેટ યુનિયનના દેશોમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો છે. સ્થાનિક બનાવટની સિગરેટ સસ્તી હોય અને પોતાની સિગરેટ મોંઘી હોય તો સ્પર્ધામાં ઊભા રહી ન શકાય. એનો રસ્તો એ કંપનીઓએ એવો શોધ્યો કે દરેક સ્થળે સિગરેટ બનાવતી સ્થાનિક કંપની મોંમાગ્યા ભાવ આપીને ખરીદી લેવી અને થોડા વખતમાં સ્થાનિક બ્રાન્ડ બંધ કરી પોતાની બ્રાન્ડ ચાલુ કરી દેવી. એના પ્રચાર પાછળ ઘણી મહેનત થાય છે અને અનેક લોકોને સિગરેટ પીતા કરી દેવાય છે. લોકોના આરોગ્યની એમને ચિંતા નથી હોતી. વધુમાં વધુ લોકો સિગરેટ પીતા થાય એ જ એનું લક્ષ્ય હોય છે સિગરેટ વિરુદ્ધ પ્રચાર થવાને લીધે પ્રતિવર્ષ દુનિયામાં લાખો માણસો બીડી-સિગરેટ પીવાનું છોડી દે છે. તેમાં પણ ઘણી વ્યક્તિઓ નછૂટકે ડૉક્ટરની સલાહને કારણે અને જીવલેણ રોગની ચિંતાને કારણે, સ્વેચ્છાએ કે અનિચ્છાએ સિગરેટ પીવાનું છોડી દે છે. પરંતુ બીજી બાજુ પ્રતિવર્ષ લાખો યુવાનો કુતૂહલને ખાતર, શોખને ખાતર, મોટા (adult તથા civiliged એમ બંને અર્થમાં) દેખાવાને ખાતર, દેખાદેખીથી મિત્રો સાથે અથવા ખાનગીમાં એકલા એકલા સિગરેટ પીતા થઈ જાય છે. શોખ ક્યારે વ્યસનમાં પરિણમે છે. તેની કેટલાકને ખબર પડતી નથી. દુનિયામાં વ્યસનીઓની સંખ્યામાં આમ સરવાળે ફરક ઓછો પડે છે. અમેરિકાના બીજા ગમે તેટલા દોષ બતાવવામાં આવે, પરંતુ એક બાબતમાં એને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા વિના રહી શકાતું નથી. એ છે સિગરેટનું વ્યસન દૂર કરવા માટે એણે કરેલો ભારે પુરુષાર્થ. એણે લોકમત કેળવીને તથા સરકારી કાયદાઓ કરીને સિગરેટને હાંકી કાઢવાનો જબરો પુરુષાર્થ કર્યો છે અને હજુ પણ એ ચાલુ જ છે. અમેરિકા ધનાઢ્ય ૨૨૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #269 -------------------------------------------------------------------------- ________________ દેશ છે અને દુનિયાની સારામાં સારી સિગરેટ બનાવતી કંપનીઓ પણ અમેરિકામાં ખરી. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં ધૂમ્રપાનનો પ્રચાર એટલો બધો વધી ગયો હતો કે પ્રતિવર્ષ લાખો અમેરિકનો સિગરેટને કારણે થતા કેન્સરને લીધે મરતા. અમેરિકાએ સિગરેટ વિરુદ્ધ ઝુંબેશ ઉપાડી, સિગરેટનાં ખોખાં ઉપર ચેતવણી લખવાનું ફરજિયાત બનાવ્યું, ટીવી અને રેડિયો ઉપર સિગરેટની જાહેરખબર ઉપર પ્રતિબંધ મૂક્યો, શાળા-કૉલેજો, હૉસ્પિટલો, થિયેટરો, ગ્રંથાલયો, સંગ્રહાલયો વગેરે કેટલાંયે જાહેર સ્થળોમાં, વિમાનોમાં, બસમાં સિગરેટ પીવા ઉપર મનાઈ ફરમાવી કે બે-અઢી દાયકામાં તો એણે અમેરિકાની પ્રજાને ઘણી સુધારી નાખી. ઘણાખરા ડોક્ટરો પોતે સિગરેટ પીતા બંધ થયા. કેટલીયે ઑફિસોમાં સિગરેટ પીવાની મનાઈ આવી ગઈ. કેટલીયે ઑફિસોમાં હવે નોકરી માટેની જાહેરખબરમાં સ્પષ્ટ શરત લખે કે “Our office is a non-smoking Zone.' આથી કેટલાયે લોકોને સારી નોકરીની ગરજને ખાતર સિગરેટની ટેવ છોડવી પડે છે. કેટલાક લંચ ટાઈમમાં ખુલ્લામાં, કાર પાર્કિંગ એરિયામાં જઈને સિગરેટ પી આવે, પણ બરફ વરસતા શિયાળામાં તો એ પણ તકલીફ ભર્યું. અલબત્ત, સિગરેટની બાબતમાં અમેરિકાની પ્રજા જેટલી સુધરી તેટલી તેની સિગરેટ બનાવતી કંપનીઓ સુધરી નથી. અમેરિકામાં એનું વેચાણ ઓછું થઈ ગયું તો દુનિયાના બીજા દેશોમાં પગપેસારો કરવાની એમની પ્રવૃત્તિ એટલી જ જોરથી ચાલે છે. સોવિયેટ યુનિયન બરખાસ્ત થતાં રશિયા ઉપરાંત હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, ઝેકોસ્લાવકિયા વગેરે દેશોમાં પોતાની સિગરેટ ઘુસાડવા માટે એ કંપનીઓએ ભારે જહેમત ઉઠાવી છે. બ્રિટિશ, ફ્રેન્ચ, ઑસ્ટ્રેલિયન સિગરેટ કંપનીઓ સાથે અમેરિકન કંપનીઓ પણ મોટી સ્પર્ધામાં ઊતરી છે. ઝેકોસ્લાવકિયાના પાટનગર પ્રાગમાં તો અમેરિકાની એક સિગરેટ કંપનીએ પોતાની જાહેરખબર માટે ટ્રામના ડબ્બા સિગરેટના ખોખાના આકારના અને એવા રંગવાળા તથા પોતાની બ્રાન્ડવાળા બનાવી આપ્યા છે કે જેથી ચોવીસ કલાક લોકોની નજર સામે સિગરેટનાં ખોખાં રહ્યા કરે. સિગરેટ વિશે દુનિયાભરમાં જાગૃતિ આવતી જાય છે. યુરોપનાં કેટલાંક નાનાં શહેરો તો પોતાને Non-smoking town બનાવવા પ્રયત્ન કરી રહ્યાં છે. એ ખરેખર પ્રશંસનીય ગણાય. સિંગાપુર જેવા city-stateમાં સિગરેટનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે. તેમ છતાં જેમ શરાબને દુનિયામાંથી ક્યારેય સદંતર નિર્મૂળ નહિ કરી શકાય, તેમ માદકતાના લક્ષણને કારણે લેડી નિકોટિન સાથે છૂટાછેડા ઃ ૨૨૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ સિગરેટને પણ સમગ્ર દુનિયામાંથી તિલાંજલિ આપવાનું અશક્ય છે. અમેરિકામાં સિગરેટનું પ્રમાણ ઝડપથી ઘટતું જાય છે એ સાચું અને એ દાવો કરે છે કે ઈ. સ. ૨૦૦૦ પહેલાં તો આખી દુનિયામાં અમેરિકા એક એવો દેશ હશે કે જ્યાં સિગરેટ લગભગ પીવાતી નહિ હોય. અમેરિકાનું એ સ્વપ્ન સાચું પડે એમ આપણે હૃદયપૂર્વક ઇચ્છીએ. પરંતુ આખી દુનિયામાંથી સિગરેટ નિર્મૂળ થવી શક્ય નથી, કારણ કે સિગરેટના અસ્તિત્વને ટકાવી રાખનારાં ત્રણ મોટાં પરિબળો છે : (૧) સિગરેટના વ્યવસાયમાં પડેલા દુનિયાના તમામ વેપારીઓ, ઉદ્યોગપતિઓ સારી કમાણી આપતો એ વ્યવસાય એકસાથે ક્યારેય નહિ છોડે. દુનિયાની બધી સરકારો તમાકુ-સિગરેટના વ્યવસાય ઉપર કાયદેસર પ્રતિબંધ લાવે (જે ક્યારેય થવાનું નથી) તો પણ વેપારીઓ - ઉદ્યોગપતિઓ ગેરકાયદે એ વેપાર ચલાવશે. (૨) જ્યાં સુધી તમાકુ-સિગરેટ ઉપરના કરવેરા દ્વારા કેટલાયે દેશોની સરકારોને પોતાના બજેટમાં ઘણી સારી આવક થાય છે ત્યાં સુધી તે તે દેશોની સરકારો એ વ્યવસાય ઉપર પ્રતિબંધ નહિ લાવે. એમ કરવા જતાં કરવેરાની આવક તો જાય. તદુપરાંત પોતાના રાષ્ટ્રના એ વ્યવસાયમાં પડેલા લાખો, કરોડો વેપારીઓ, મજૂરો, ડિસ્ટ્રિબ્યુટરો તથા તેને લગતી સામગ્રી બનાવનારા અને વેચનારા બેકાર બને તો એટલા વ્યવસાયો પૂરા પાડવાનું સરકારો માટે સહેલું નથી. (૩) જ્યાં સુધી યુવાનોમાં નવા નવા શોખની વૃત્તિ છે, જ્યાં સુધી તમાકુ- સિગરેટમાં માદકતાનું તત્ત્વ રહેલું છે ત્યાં સુધી દુનિયાના તમામ યુવાનો તમાકુ-સિગરેટને અડવાનું એક સાથે સદંતર બંધ કરી દે એ ક્યારેય બનવાનું નથી. પેઢી-દર-પેઢી તમાકુ સિગરેટનું વ્યસન ઊતરતું ચાલવાનું. આમ લેડી નિકોટિનનું વર્ચસ્વ દુનિયાના લોકો ઉપર રહ્યા કરવાનું એટલે લેડી નિકોટિન સાથે સામુદાયિક છૂટાછેડા સરળ નથી. અલબત્ત વ્યક્તિગત છૂટાછેડા અઘરા નથી. આપણે વ્યક્તિગત છૂટાછેડાની દિશામાં ભવ્ય પુરુષાર્થ કરતા રહીએ અને સામુદાયિક છૂટાછેડાની જ્યાં યોજના કે પ્રવૃત્તિ થતી હોય ત્યાં તેને પ્રોત્સાહન અને સહકાર આપતા રહીએ એ જ અત્યારે ઇચ્છવું રહ્યું. - તમાકુનું આગમન થયું ત્યારે એનાં પ્રશસ્તિવચનો લખાયાં તેમ તમાકુની હાનિકારકતા દેખાયા પછી એના નિષેધ માટે વચનો પણ લખાયાં. એક કવિએ શ્લેષપૂર્વકની રચના કરતાં કહ્યું છે : ૨૩૦ - સાંપ્રત સમાજ-દર્શન Page #271 -------------------------------------------------------------------------- ________________ तमाखुपत्रं राजेन्द्र ! भज मा-ज्ञानदायकम् । तमाखुपत्रं राजेन्द्र ! भज माऽज्ञानदायकम् । ઉપરની આ બે ઉદ્બોધનાત્મક પંક્તિનું ઉચ્ચારણ એક થાય છે, પરંતુ તે બે જુદી જુદી રીતે લખાય છે અને બંનેના જુદા અર્થ નીચે પ્રમાણે થાય છે. (૧) હે રાજન ! તમે આખુપત્ર (શ્રી ગણેશ)નું ભજન કરો (આશ્રય લો), કારણ કે તે મા (લક્ષ્મી) તથા જ્ઞાન આપવાવાળા છે. (૨) હે રાજન! તમે તમાખપત્રનું સેવન કરો નહિ, કારણ કે તે અજ્ઞાનમાં ઘસડી જનાર છે. આમ, દુનિયામાં દિવસે દિવસે તમાકુ વિરુદ્ધનો પ્રચાર વધતો જાય છે. અમેરિકાના પ્રશંસનીય પુરુષાર્થમાંથી દુનિયાના અન્ય દેશોએ પ્રેરણા લેવા જેવી છે. “No Tobacco Day' માત્ર એક જ દિવસની ઉજવણી પૂરતો મર્યાદિત ન રહેતાં રોજેરોજ પ્રાત:કાળનું એ સૂત્ર બની રહે એવું સ્વપ્ન વ્યકિતગત ધોરણે દુષ્કર નથી. (સાંપ્રત સહચિંતન-૪) લેડી નિકોટિન સાથે છૂટાછેડા ૯ ૨૩૧ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ક્રિકેટનો અતિરેક છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટ રમનારા દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ૨માતી ક્રિકેટ મેચનું પ્રમાણ વધી ગયું છે અને ટી.વી. ઉપર એના જીવંત પ્રસારણ કરવાના કલાકોનું પ્રમાણ પણ ઘણા દેશોમાં વધી ગયું છે. ક્યારેક તો આખી મેચ ઘરના ઓરડામાં બેસીને ટી.વી. ઉપર પ્રત્યક્ષ રમાતી હોય તેમ જોઈ-માણી શકાય છે. કરોડો લોકોના મનોરંજન માટે ટી.વી. આશીર્વાદ બન્યું છે. એને કારણે ક્રિકેટમાં લોકોનો રસ ઘણો વધ્યો છે. સમજ પડે કે ન પડે તો પણ ટી.વી. ઉપર મેચ જોનારાંઓની સંખ્યા વધી છે. ભારતે પણ ટી.વી. ઉપર ક્રિકેટ મેચના પ્રસારણના કલાકો ઘણા વધારી દીધા છે. નવા માણસોને માટે તો સમય પસાર કરવાનું એક સરસ સાધન મળી ગયું છે. Time Differenceને કારણે બીજા દેશોમાં રમાતી મેચ અડધી રાતે બતાવાય છે અને એ જોવા અનેક લોકો મીઠા ઉજાગરા પણ કરે છે. ક્રિકેટ મારી પ્રિય રમત છે. શાળા અને કૉલેજના દિવસોમાં વિદ્યાર્થી મિત્રો સાથે ક્રિકેટની રમત હું ઘણી રમ્યો છું. જુદી જુદી ટેસ્ટ મેચ પ્રત્યક્ષ જોવા માટે ઘણી વાર ગયો છું. પહેલાંનાં વર્ષોમાં રેડિયો ઉપ૨ ક્રિકેટ મેચની કોમેન્ટ્રી અને પછીથી ટી.વી. ઉપર મેચ જોવામાં ઘણો રસ લીધો છે. (અલબત્ત છેલ્લા કેટલાક સમયથી મારો એ રસ સહજ રીતે ઓછો થઈ ગયો છે.) મારા અનેક મિત્રોની જેમ ભારતના લાખો-કરોડો લોકો ક્રિકેટના રસિયા છે. આમ છતાં મને લાગે છે કે ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ૨૩૨ * સાંપ્રત સમાજ-દર્શન Page #273 -------------------------------------------------------------------------- ________________ ક્રિકેટની રમત માટે અનાવશ્યક અતિરેક થઈ રહ્યો છે. ક્રિકેટ એ ઇંગ્લેન્ડની રાષ્ટ્રિય રમત છે. અંગ્રેજોએ દુનિયાભરમાં જ્યાં જ્યાં પોતાનું સામ્રાજ્ય જમાવ્યું ત્યાં ત્યાં ગુલામ રાજ્યોમાં તેઓ પોતાની આ રાષ્ટ્રિય રમત લઈ ગયા. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ વગેરે દેશોમાં ક્રિકેટ અતિશય લોકપ્રિય રમત રહી છે. બ્રિટિશ સામ્રાજ્યવાદના અસ્ત પછી પણ ક્રિકેટનું આકર્ષણ ઘટ્યું નથી. બલકે ઝડપી વિમાન-વ્યવહાર, અનુકૂળ આબોહવાવાળાં સ્થળોની પસંદગી વગેરેની લીધે પાંચ-સાત દેશોની અંદરઅંદરની વારાફરતી સ્પર્ધાઓને લીધે પહેલાં કરતાં ક્રિકેટની રમતનું પ્રમાણ ઘણું વધી ગયું છે. દૂરદર્શન ઉપર આખો દિવસ-આખી મેચ એક અથવા બીજા દેશમાં રમાતી બતાવવાને કારણે જોનારાઓની સંખ્યા પણ ઘણી બધી વધી ગઈ છે. એક દૃષ્ટિએ આ ઘણી મોટી સગવડ થઈ છે, મનોરંજનનું મોટું સાધન પ્રાપ્ત થયું છે, અનેક વૃદ્ધો અને નવરા માણસોનો સમય આનંદમાં પસાર થાય છે, એ એના ગુણપક્ષે છે. વળી, ક્રિકેટ રસાકસી ભરી, ઉત્તેજનાભરી, રસમય રમત છે, પ્રેક્ષકની નજરને તે સતત પકડી રાખે છે. ખેલાડીઓ માટે તે ચપળતા, સ્કૂર્તિ, સમયસૂચકતા, દક્ષતા વગેરે ગુણોને ખીલવનારી રમત છે. મર્યાદિત પ્રમાણમાં તે રમાય તે અવશ્ય આવકારદાયક છે, પરંતુ વર્તમાન સંદર્ભમાં મને લાગે છે કે ભારતમાં ક્રિકેટનો અતિરેક થઈ રહ્યો છે. ચતુર અંગ્રેજોએ પોતાના સામ્રાજ્યમાં આવેલા દેશોમાં સામાન્ય પ્રજા માટે ક્રિકેટની રમત દાખલ કરી, પરંતુ એ દેશોમાં પોતાના લશ્કરના સૈનિકો માટે ક્રિકેટની રમત દાખલ ન કરી કે ન ફરજિયાત બનાવી. બીજી કેટલીક રમતો લશ્કરમાં ફરજિયાત બનાવવામાં આવી છે. સૈનિકો જો ક્રિકેટના રસિયા થઈ જાય તો બેઠાડું, પ્રમાદી થઈ જાય અને સંરક્ષણ નબળું પડી જાય એટલી દીર્ધદષ્ટિ એમણે ત્યારે પણ પોતાના સંરક્ષણાત્મક સ્વાર્થ માટે ધરાવી હતી અને બીજી બાજુ, એક મત પ્રમાણે, ગુલામ પ્રજાને બેઠાડું અને રોકાયેલી રાખવાની તરકીબ ક્રિકેટના પ્રચાર દ્વારા શોધી કાઢી હતી. ક્રિકેટની રમતમાં બંને પક્ષે મળીને ૨૨ ખેલાડીઓ હોય છે, પરંતુ કોઈ પણ વખતે સક્રિયપણે રમનાર તો માત્ર ત્રણ-ચાર કે પાંચ-સાત ખેલાડીઓ જ હોય છે. ઇંગ્લેન્ડના જ એક વિચારકે કહ્યું છે કે ક્રિકેટ એ બાવીસ મૂર્ખાઓની રમત છે. તે જોવા માટે સ્ટેડિયમમાં બાવીસ હજારથી વધુ મૂર્ખાઓ ભેગા થાય છે અને બાવીસ લાખથી વધુ મૂર્ખાઓ ટી. વી. પર તે જોવા માટે બેસી રહે છે. અંગ્રેજ કવિ રુડ્યાર્ડ કિપ્લિગે ક્રિકેટની ક્રિકેટનો અતિરેક ૯ ૨૩૩ Page #274 -------------------------------------------------------------------------- ________________ હાંસી ઉડાવતાં લખ્યું હતું. કે, “Criket is casting a ball at three straight sticks and defending the same with a fourth.' અંગ્રેજોએ કેટલાય દેશોને રાજદ્વારી ગુલામીની સાથે સાથે સાંસ્કૃતિક ગુલામી પણ આપી. અંગ્રેજી ભાષા, રમતગમત, તુમારશાહી વહીવટીતંત્ર, રહેણીકરણીના રીતરિવાજો વગેરેનો પ્રભાવ બ્રિટિશ સામ્રાજ્યવાદના દેશોમાં ઘણો પડ્યો છે. રાજદ્વારી ગુલામીમાંથી ઘણા બધા દેશો મુક્ત થઈ ગયા, પરંતુ સાંસ્કૃતિક ગુલામીના પ્રભાવમાંથી મુક્ત થવાનું સહેલું નથી. ભારત હજુ માનસિક રીતે બ્રિટનનું ગુલામ રહ્યા કર્યું છે એમ કેટલાય રાષ્ટ્રવાદી વિચારકો જે માને છે એમાં તથ્ય નથી એમ નહિ કહી શકાય. સ્વતંત્રતા મળ્યા પછી ભારતે પોતાની સાંસ્કૃતિક અસ્મિતાનો પ્રભાવ જેવો અને જેટલો આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પાડવો જોઈએ તેટલો પાડ્યો નથી. સ્વતંત્ર ચીન માટે એમ નહિ કહી શકાય. દુશ્મન રાજ્ય કે પ્રજાના ઉત્તમ ગુણો ન અપનાવવા જોઈએ એવી માન્યતા સાચી નથી. એ અપનાવવામાં પણ ભયસ્થાનો નથી હોતાં એમ પણ ન કહી શકાય. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. પરંતુ એને આઝાદીના આરંભથી એવી નેતાગીરી સરકારી સ્તરે સાંપડ્યા કરી કે જેને કારણે વહીવટી તંત્રમાંથી અંગ્રેજી ભાષાને તિલાંજલિ આપી શકાઈ નહિ. એવી જ રીતે ક્રિકેટને બદલે રાષ્ટ્રિય રમતોને જે ગૌરભર્યું સ્થાન અપાવવું જોઈએ તે પણ આપી શકાયું નથી. દુનિયાની અડધા કરતાં વધુ પ્રજાને ક્રિકેટમાં બિલ કુલ રસ નથી. કરોડો લોકો દુનિયામાં એવા છે કે જેમણે ક્રિકેટનું નામ સુધ્ધાં સાંભળ્યું નથી. અમેરિકા, રશિયા, જર્મની, ફ્રાન્સ, ઇટલી, ચીન, જાપાન, કોરિયા વગેરે દેશોમાં ક્રિકેટને જરા પણ સ્થાન મળ્યું નથી. એથી પોતાના દેશમાં રમતગમતના ક્ષેત્રે કશુંક મહત્ત્વનું ખૂટે છે એવું એ દેશોને હજુ સુધી લાગ્યું નથી. ત્યાં ફૂટબોલ, હોકી, બેઝબોલ, ટેબલ ટેનિસ વગેરે રમતો ઉપરાંત જીમખાનામાં અંદર રમવાની (Indoor) રમતો તથા તરવું, દોડવું, કૂદવું, વજન ઊંચકવું વગેરે પ્રકારની, વ્યાયામના પ્રયોગો તથા શરીર કસાય એવી રમતોને મહત્ત્વનું સ્થાન અપાય છે. એથી યુવાન પ્રજાનું શરીર-ઘડતર સારું થાય છે અને એ પ્રકારની પ્રવૃત્તિઓ તરફ તેનું મન આકર્ષાય છે. દેશની શરીર-સંપત્તિની દૃષ્ટિએ એ આવશ્યક છે. ભારતના યુવાનોની શરીર-સંપત્તિ એકંદરે જોઈએ તો જરા પણ પ્રશંસાપાત્ર રહી નથી. ભારત માટે તો ૨૩૪ X સાંપ્રત સમાજ-દર્શન Page #275 -------------------------------------------------------------------------- ________________ વ્યાયામવીરોને વધુ પ્રસિદ્ધિ અપાય અને એ માટે આંતરરાજ્ય સ્પર્ધાઓ વગેરે પ્રકારની પ્રોત્સાહક નવી નવી યોજનાઓ એમને માટે ઘડાય એ આવશ્યક છે. ભારતની આર્થિક સ્થિતિ જોતાં ઓછી ખર્ચાળ અને ગરીબમાં ગરીબ ઘરનાં છોકરાં પણ ભાગ લઈ શકે એવી ખોખો, હુતુતુતુ, આટાપાટા, મલ્લકુસ્તી, લાઠીદાવ, લેઝીમ, યોગાસન વગેરેને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે. શહેરી નબીરાઓ દ્વારા એનું જે ગૌરવ ઘટાડી દેવાયું છે તેને પુનર્પ્રસ્થાપિત ક૨વાનું કર્તવ્ય સ૨કા૨નું, શાળા-કૉલેજોનું, સામાજિક સંસ્થાઓનું છે. રાષ્ટ્રિય ચળવળ વખતે ગાંધીજી અને અન્ય નેતાઓ દ્વારા અખાડા પ્રવૃત્તિનો પ્રચાર આખા દેશમાં જે વધી ગયો હતો તે આઝાદી પછી તરત ઓસરી ગયો એ ખેદની વાત છે. છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટની ટેસ્ટ મેચોનું પ્રમાણ ઘણું વધી ગયું છે. ભારતમાં બહારથી ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા વગેરે દેશોને ટેસ્ટ મેચો માટે નિમંત્રણ અપાય છે. તેવી જ રીતે ભારતના ખેલાડીઓને તે તે દેશોમાં ક્રિકેટની ટેસ્ટ મેચો રમવા માટે મોકલવામાં આવે છે. પાંચ દિવસની ટેસ્ટ મેચ ઉપરાંત એક દિવસની ‘વર્લ્ડકપ' માટેની મેચ પણ હવે રમાવી શરૂ થઈ ગઈ. છે. આમ લગભગ જુદી જુદી મેચ મળીને ફક્ત ભારતના જ સૌથી વધુ દિવસ ક્રિકેટ માટે વપરાવા લાગ્યા છે. ફૂટબોલ, હોકી કે અન્ય રમતો થોડા કલાક માટેની હોય છે. ક્રિકેટ આખા દિવસની મેચ છે. એટલે અન્ય રમત ગમતો કરતાં ક્રિકેટ જોવામાં પ્રેક્ષકોનો કે કોમેન્ટ્રી સાંભળનારાનો લગભગ આખો દિવસ વપરાય છે. તેમાં ભારતના બધા નવરા માણસોનો ફૂ૨સદ કે નિરાંતનો સમય જ વપરાય છે એમ નહિ કહી શકાય. કામના કલાકોનો સમય પણ એમાં ઘણો વપરાય છે કે વેડફાય છે એ હકીકત છે. એક બાજુ લાખો કે કરોડો લોકોને આનંદ અનુભવવા મળે છે, તો બીજી બાજુએ લાખો- કરોડો લોકો (નવરા માણસો સિવાય) દ્વારા કામના જે કીમતી સમયનો દુર્વ્યય થાય છે તેનો હિસાબ મૂકવામાં આવે તો સમગ્ર દેશને સમયની દૃષ્ટિએ ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે તેમ નિષ્પક્ષપણે અને પ્રામાણિકપણે વિચારનાર લોકોને લાગ્યા વિના રહેશે નહિ. જેઓ ક્રિકેટના રસિયા, ઘેલા કે વ્યસની છે તેને ગળે આ દલીલ ન ઊતરે એ સ્વાભાવિક છે. ભારત, પાકિસ્તાન, શ્રીલંકા વગેરે દેશોની પ્રજાને ક્રિકેટનો રસ ગળથૂંથીમાંથી મળ્યો છે એટલે એ વિષયમાં તદ્દન નિરપેક્ષ વૈશ્વિક ક્રિકેટનો અતિરેક * ૨૩૫ Page #276 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિથી વિચારવાની એની શક્તિ કે ક્ષમતા પણ ઓછી રહેવાની. ક્રિકેટની મેચ જોવા-સાંભળવા લોકોનો જે સમય વપરાય એથી કેટકેટલી ઑફિસોના કામના કલાકો બગડે છે એ તો નિર્વિવાદ હકીકત છે. મેચ રસાકસીભરી હોય ત્યારે કેટલીક સરકારી કચેરીઓમાં, બેન્કોમાં, લિમિટેડ કંપનીઓની ઑફિસમાં, કારખાનાઓમાં માણસો ટ્રાન્ઝિસ્ટર લઈને કોમેન્ટ્રી સાંભળવા બેસી જાય છે અને પોતાના ફરજરૂપ કાર્યમાં ધ્યાન આપતાં નથી, અથવા નહિ જેવું જ ધ્યાન આપે છે. શાળા-કોલેજોમાં કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં હાજરી આપતા નથી. ચાલુ વર્ગે કાનમાં ઈઅરફોન ભરાવી કોમેન્ટ્રી સાંભળવાના પ્રયાસો થાય છે. અભ્યાસના કલાકો બગડે છે. આ રીતે આખા દેશમાં લાખો લોકોના કેટલા બધા કીમતી કલાકો વેડફાઈ જાય છે ! ઉપરાંત એથી કામચોરી અને અશિસ્તનું પ્રમાણ વધતું જાય છે. સરવાળે દેશની નિષ્ઠાનું ધોરણ જે બહુ ઊંચું નથી તે પણ ઘણું નીચું ઊતરે છે. આપણે ક્રિકેટ મેચની પરિસ્થિતિથી ઘણાં વર્ષોથી એટલા બધા ટેવાઈ થયા છીએ કે હવે આવી કોઈ ટીકાત્મક વાત આપણને ગમતી નથી કે એનું બહુ મહત્ત્વ આપણને સમજાતું નથી. પરંતુ જે દેશોમાં ઑફિસના કામના કલાકોનો પૂરેપૂરો હિસાબ આપવાનો રહે છે તેવા પ્રગતિશીલ લોકોની નજરે તો આપણે ત્યાં ભારે, Criminal સમય-બગાડ થઈ રહ્યો છે એમ લાગ્યા વગર રહેશે નહિ. ભારતમાં ક્રિકેટ માટેનો નાદ, ઘેલછા કે ગાંડપણ પહેલેથી જ વધુ પ્રમાણમાં રહ્યાં છે. છેલ્લા કેટલા સમયથી તો ક્રિકેટને સરકારી પ્રોત્સાહન અતિશય મળતું રહ્યું છે. પરિણામે ક્રિકેટમાં રસ લેનારની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. કેટલીક સંખ્યા તો દેખાદેખીથી, ગમાર ન ગણાવવાની બીકથી કે વાતનો કંઈક વિષય મેળવવાની વૃત્તિથી વધતી ગઈ છે. લોકોને રસ પડે છે માટે છાપાંઓ પણ ક્રિકેટના સમાચારોને વધુ પડતું મહત્ત્વ આપતાં રહ્યાં છે. એવું વધુ પડતું મહત્ત્વ સરકારી કે બિનસરકારી એવાં વિવિધ સ્તરે અપાય છે. તેથી અન્ય રમતગમતોને આડકતરી રીતે ઓછું પ્રોત્સાહન મળે છે એવું તે તે ક્ષેત્રોની રમતોમાં કે વ્યાયામપ્રવૃત્તિમાં પડેલા ઘણા વિચારકોને લાગે છે. જે રમતગમતને રેડિયો, ટી.વી., છાપાં, સામયિકો વગેરે માધ્યમો દ્વારા વધુ પ્રસિદ્ધિ અપાય તેવી રમતો તરફ કુદરતી રીતે નવો યુવાનવર્ગ વધુ આકર્ષાય. અન્ય રમતગમતોને વધુ પ્રાધાન્ય ન અપાતું હોવાના કારણે એ ક્ષેત્રોમાં સારા યુવાનો નથી આકર્ષાયા એ સરકારને માટે ચિંતાનો વિષય ૨૩૬ સાંપ્રત સમાજ-દર્શન Page #277 -------------------------------------------------------------------------- ________________ બનવો જોઈએ. સરકારે પોતાનાં માધ્યમો દ્વારા અન્ય રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓને વધુ પ્રસિદ્ધિ આપવી જોઈએ. દેશના લાડીલા રમતવીરોમાં માત્ર ક્રિકેટવીરો જ નહિ, અન્ય ખેલાડીઓને પણ સારું સ્થાન મળે એવી યોજનાઓ કરવી જોઈએ. રમતગમતની બધી જ હોશિયારી માત્ર ક્રિકેટના ખેલાડીઓમાં જ હોય છે એવો પ્રજાનો ભ્રમ દૂર થવો જોઈએ. બલકે ક્રિકેટ કરતાં પણ વધુ તાકાત અને હોશિયારીની જરૂ૨ અન્ય રમતવીરોમાં હોઈ શકે છે, એવું કોઈને પણ અન્યાય ન થાય એ રીતે દર્શાવી આપવું જોઈએ. ભારતમાં બીજા કેટલાક દેશોની જેમ અને ક્યારેક બીજા દેશો કરતાં પણ વધુ મહત્ત્વ ક્રિકેટને સરકાર દ્વારા અપાઈ રહ્યું છે. એટલે આટલા મોટા રાષ્ટ્રના રમતવીરો તે માત્ર ક્રિકેટના ખેલાડીઓ જ એવી છાપ સમગ્ર દેશોમાં ઊભી થઈ ગઈ છે. ખેલાડીઓના ફોટાઓ અને એમના જીવનની નાનીમોટી હકીકતો કે સિદ્ધિઓ છાપાંઓમાં, સામયિકોમાં વખતોવખત છપાયા કરે છે. છાપાંઓ અને દૂરદર્શનની જાહેરખબરોમાં પણ તેઓના ફોટા આવ્યા કરે છે. લોકો સમક્ષ આદરપાત્ર ખેલાડીઓ તે આ માત્ર ક્રિકેટરો જ છે, એવી જે અસમતુલ છાપ સમગ્ર દેશમાં સરકાર અને અન્ય માધ્યમો દ્વારા ઊભી થઈ છે, એને પરિણામે ફૂટબોલ, હોકી, ટેનિસ જેવી આંતરરાષ્ટ્રિય રમતો ઉપરાંત દોડવા-કૂદવા કે તરવાની રમતોના ભારતીય ખેલાડીઓને ઘણો અન્યાય થઈ રહ્યો છે. દૂરદર્શન તથા છાપાંઓ અને અન્ય માધ્યમોએ પણ પોતાના અભિગમને બદલવાની જરૂર છે. ક્રિકેટને વધુ પડતું મહત્ત્વ અપાવાને કારણે ઓલિમ્પિકની રમતોમાં ભારતનો દેખાવ ઘણો નિરાશાજનક રહ્યા કર્યો છે એ દુર્ભાગ્યની વાત છે. ભારત પાસે જે વિશાળ માનવસંપત્તિ છે તે જોતાં ઘણી બધી રમતોમાં તે શ્રેષ્ઠ ખેલાડીને મેળવી-કેળવી શકે એમ છે. ચીન, રશિયા કે અમેરિકા જેવા દેશો જેટલી સિદ્ધિ ૨મતગમતમાં મેળવી શકે છે તેથી વધુ મેળવવાની ક્ષમતા ભારત પાસે હોવી ઘટે છે. પરંતુ એ દિશામાં સરકારી સ્તરે લક્ષ અપાયું નથી. રાજ્યોની અને કેન્દ્ર સરકારની રમત ગમત માટેની સમિતિઓ છે, પરંતુ તેમાં ગતાનુગતિક વિચારણા અને સ્થાપિત હિતોનું વર્ચસ્વ વિશેષ ભાગ ભજવે છે. પાંચ દિવસની ટેસ્ટમેચનો જમાનો હવે ઘસાવા લાગ્યો છે. એની નિરર્થકતા રમનારાઓને પણ સમજાવા લાગી છે. બધા દેશોમાં પાંચ દિવસ રમાતી ટેસ્ટ મેચોનાં પરિણામનું બધી મેચોનું જો પૃથક્કરણ કરવામાં આવે તો પચાસ ટકા કરતાં વધુ મેચ ડ્રોમાં ગઈ હોય એવું જોવા મળશે. એમાં ક્રિકેટનો અતિરેક ૨૩૭ Page #278 -------------------------------------------------------------------------- ________________ ખેલાડીઓની ખેલદિલી પણ ઘટે છે. અને ઈરાદાપૂર્વક અપ્રમાણિક રીતે રમવું પડે છે. એ રીતે પણ પાંચ દિવસની ટેસ્ટ મેચની નિરર્થકતા હવે ઘણાને જણાવા લાગી છે. ભારત જો એ રમવાનું સદંતર બંધ કરે તો પણ બીજા દેશો ઉપર એની અસર પડશે. ક્રિકેટની ટેસ્ટ મેચો ખર્ચાળ પણ બનવા લાગી છે. ટેસ્ટ મેચોનું આયોજન કરનારને જાહેરખબર દ્વારા ઘણી મોટી આવક થાય છે તે સાચું, પણ તેની સામે જે સમય-નાણાનો સ્થૂળ-સૂક્ષ્મ ભયંકર દુર્વ્યય થાય છે તેની સરખામણીમાં તે લાભ ઘણો ઓછો છે. ક્રિકેટનો શોખ આપણા દેશમાં એટલો બધો વ્યાપી ગયો છે અને આપણ લોકમાનસ અને સુશિક્ષિત માનસ એટલું બધું રૂઢ અને વળગણવાળું થઈ ગયું છે કે એની વિરુદ્ધ રજૂ કરેલા વિચારો તરત જુનવાણી અને ગલત લાગ્યા વગર રહે નહિ. પરંતુ જે દેશોમાં ક્રિકેટની રમત બિલકુલ રમાતી નથી અને જે દેશોની સમગ્ર સામાન્ય પ્રજાને ક્રિકેટમાં બિલકુલ રસ નથી એવા અમેરિકા, રશિયા, જાપાન, ચીન જેવા પ્રગતિશીલ દેશોમાં ફરીએ અને ત્યાંના રમતગમતના નિષ્ણાતો સાથે મુક્ત મને વિચાર વિનિમય કરીએ ત્યારે ક્રિકેટ માટેની આપણી વધુ પડતી ઘેલછાનું આપણને ભાન થયા વિના રહે નહિ. એમ થાય કે નહિ તો પણ ભારતની વર્તમાન આર્થિક, સામાજિક અને શારીરિક પરિસ્થિતિને લક્ષમાં લઈને ક્રિકેટ પ્રત્યેના આપણા અભિગમને બદલવાની આવશ્યકતા છે એમ તટસ્થ અને પ્રામાણિકપણે વિચારનાર અનુભવી રાષ્ટ્રહિતચિંતકોને લાગ્યા વગર રહેશે નહિ. (સાંપ્રત સહચિતંન-૨) ૨૩૮ ૯ સાંપ્રત સમાજ-દર્શન Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૯ બહુસુરંગા વસુંધરા કહેવત તો છે “બહુરત્ના વસુંધરા', પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી માનવજાતે વસુંધરાની જે દશા કરી છે તે જોતાં “બહુસુરંગા વસુંધરા કહેવાનો વખત પણ ક્યારનોય આવી ગયો છે. બહુરત્ના વસુંધરા' કહેવત સ્થળ અને સૂક્ષ્મ એમ બંને અર્થમાં ઘટાવાય છે. આ પૃથ્વીમાં, ધરતી માતાના પેટાળમાં એટલાં બધાં રત્નો છે કે એનો ક્યારેય પાર પામી ન શકાય. એક જુઓ અને એક ભૂલો એટલાં બધાં કીમતી રત્નો ધરતીમાતા પાસે છે. હીરા, માણેક અને અન્ય પ્રકારનાં રત્નો ખાણોમાંથી નીકળતાં જ જાય છે. બીજી બાજુ ધરતી માતા પાસે મનુષ્યરૂપી રત્નો પણ અખૂટ છે. સમયે સમયે મહામાનવો આ જગતમાં જન્મ ધારણ કરતા જ રહે છે. એનો ક્યારેય અંત નહિ આવે. તદુપરાંત તત્ત્વરૂપી કે ગુણરૂપી રત્નોથી પણ આ વિશ્વ એટલું જ સભર છે. આમ, બહુરત્ના વસુંધરા કહેવત વિવિધ દૃષ્ટિએ યથાર્થ જ છે. બહુરંગા વસુંધરા' એટલે વિવિધ મનોહર રંગો ધરાવતી, પ્રકૃતિનાં વિવિધ રૂપો ખીલવતી વસુંધરા એવો એક અર્થ અત્યંત પ્રિય લાગે એવો છે, પરંતુ સુરંગ એટલે વિસ્ફોટક દ્રવ્ય ધરાવતી દાબડી-Mines એવો અર્થ કરીએ તો બહુ સુરંગા વસુંધરાનો કેટલો બધો કદરૂપો અર્થ થાય છે ! રત્નોથી શોભતી ધરતી માતા વર્તમાન સમયમાં સુરંગોથી આવી કદરૂપી બની છે. મનુષ્ય એને વધુ અને વધુ કદરૂપી બનાવતો જાય છે. ક્ષમા એ ધરતી માતાનો ગુણ છે એટલે એ માનવજાતનાં આવાં અપકૃત્યો સહન કરી લે બહુસુરંગા વસુંધરા ૪ ૨૩૯ Page #280 -------------------------------------------------------------------------- ________________ છે, પણ એથી અંતે તો માનવજાતનું જ અહિત થાય છે. બહુસુરંગા વસુંધરા એટલે અનેક સુરંગો – Mines- ધરાવતી વસુંધરા. સુરંગ એટલે કે Land Minesનો ઉપયોગ તો એક સૈકાથી પણ પહેલાં ચાલુ થયેલો છે. પથ્થરો ફોડવા, બુગદાઓ બનાવવા, રસ્તાઓ સીધા કરવા સુરંગોનો ઉપયોગ થાય છે. એક સુરંગ કેટલા બધા માણસોનું કેટલા બધા દિવસનું કામ થોડી મિનિટોમાં જ કરી આપે છે ! વિસ્ફોટક દ્રવ્યો તો ઠેઠ પ્રાચીન કાળથી જાણીતા છે. પોતાની સખત મજૂરી બચાવવા માટે મનુષ્ય તેનો ઉપયોગ કરતો આવ્યો છે. માનવની સુખાકારી માટે, મનુષ્યકલ્યાણ માટે સુરંગોનો ઉપયોગ થાય એની સાથે વાંધો ન હોઈ શકે, પરંતુ એ જ સુરંગ મનુષ્યના નાશ માટે વપરાય ત્યારે એનો વિરોધ કરવો પડે. યુદ્ધના વખતે પોતાની સરહદો સુરક્ષિત રાખવા માટે સરહદો પાસેના વિસ્તારોમાં અને મુકાબલો થવાની સંભવિત જગ્યાઓએ કાંટાળી વાડ અને સુરંગો સ્થાપવામાં આવે છે. ક્યારેક તો ઇલેકિટ્રક કરંટવાળી કાંટાળી વાડ હોય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની, ફ્રાન્સ વગેરે દેશોએ એવી લાંબી વાડો કરી હતી. જ્યાં યુદ્ધ કે આંતરવિગ્રહ જેવી સ્થિતિ હોય ત્યાં પોતાના આંગણામાં દુશ્મનો આવે નહિ એ માટે સુરંગો બિછાવવામાં આવે છે.” દુનિયામાં રાષ્ટ્રો વચ્ચે સરહદોના ઝઘડા અને રાજ્યસત્તા પર આરૂઢ થવા માટે આંતરવિગ્રહ – Civil War - જેવી ઘટનાઓ છેલ્લાં થોડા દાયકાઓમાં ઘણી વધી ગઈ છે અને એથી સુરંગોનો ઉપયોગ પણ વધતો ચાલ્યો છે. અત્યારે કુ0 કરતાં વધારે દેશોમાં સુરંગો પથરાયેલી છે. આ દેશો મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાં આવેલા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન તથા યુરોપમાં ફ્રાન્સ, જર્મની, સ્વિન્ઝરલેન્ડ વગેરે ઘણા દેશોને સુરંગોનો પ્રશ્ન સતાવતો નથી. સુરંગોનો સૌથી વધુ ગંભીર પ્રશ્ન બોસ્નિયા, ઈરાન, ઇરાક, અંગોલા, અફઘાનિસ્તાન, ઇજિપ્ત, કમ્બોડિયા, શ્રીલંકા ઇત્યાદિ દેશોમાં છે. આ ઉપરાંત લેટિન અમેરિકામાં મેક્સિકો, પેરુ, ઇકવેડોર, ગાઉટેમાલા, કોલંબિયા વગેરે દેશોમાં સુરંગો ઘણી બિછાવેલી છે. આફ્રિકામાં અંગોલા ઉપરાંત રવાન્ડા, ઇથિયોપિયા, લિબિયા, યુગાન્ડા, સોમાલિયા, ઝિમ્બાબ્લે, મોઝામ્બિક, નમિબિયા, સુદાન વગેરે ઘણાં દેશોમાં, મધ્ય પૂર્વમાં જ્યોર્જિયા, આર્મેનિયા, આઝરબૈનીન, ઈરાન, ઇરાક, ઈઝરાયેલ, જોર્ડન, સિરિયા, લેબનોન, લિબિયા, તુર્કસ્તાન વગેરે દેશોમાં તથા પૂર્વમાં પાકિસ્તાન, ભારત (કાશમીર, આસામ વગેરે સરહદોમાં) ૨૪૦ % સાંપ્રત સમાજ-દર્શન Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રીલંકા, વિયેટનામ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં વિગ્રહની સરહદો પરના વિસ્તારોમાં સુરંગો બિછાવવામાં આવેલી છે. આ યાદીમાં હજુ બીજા પંદર-વીસ દેશોનાં નામ ઉમેરી શકાય. એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે. ધરતી માતાના શરીરમાં અગિયાર કરોડ જેટલાં કાચાં ગૂમડાં છે એમ કહી શકાય. એ ક્યારે પાકશે અને ક્યારે ફાટશે એ કહી શકાય નહિ. આ અગિયાર કરોડ સુરંગથી વાતનો અંત નથી આવ્યો. દર વર્ષે હજારો નવી સુરંગો દટાતી જ જાય છે. ધરતીમાતાનું શરીર ઉત્તરોત્તર વધુ અને વધુ વરવું થતું જાય છે. સુરંગો ઉપરાંત બીજા ભૂગર્ભ ધડાકાઓની વાત તો જુદી જ છે. સુરંગની ભયાનકતાવાળો એક મુખ્ય દેશ તે અફઘાનિસ્તાન છે. છેલ્લા લગભગ બે દાયકાથી ત્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ ચાલ્યા કરે છે. એથી બંને પક્ષો પોતાના પ્રદેશના રક્ષણ માટે પોતાની સરહદો પર સુરંગો આજ દિવસ સુધી બિછાવતા રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે સુરંગો જમીનમાં દાટવામાં આવી છે. સુરંગો દાટનારને પણ યાદ નથી રહેતું કે ક્યાં સુરંગો દાટી છે. સુરંગો દાટવાનું કામ ગુપ્ત રાખવાનું હોય છે, એના નકશા ગુપ્ત રખાય છે. એટલે પોતાના પક્ષના કેટલાક સૈનિકો સિવાય બીજાને એની ખબર ન પડવા દેવાય. સામાન્ય નાગરિકો બિચારાઓને તો એની કશી જ ખબર ન હોય. તેઓ એ વિસ્તારમાં ખેતી કે કામધંધા માટે જાય ત્યારે પગ નીચે અચાનક સુરંગ ફૂટે અને તેઓ ઘાયલ થાય કે મૃત્યુ પામે. બોસ્નિયામાં પણ કેટલાય વખતથી જે વિગ્રહભરી સ્થિતિ છે એને લીધે ત્યાં ઠેર ઠેર સુરંગો બિછાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે એકલા બોસ્નિયામાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ સુરંગો દાટવામાં આવી છે. આફ્રિકામાં અંગોલામાં તો દોઢ કરોડ જેટલી સુરંગો છે. દેશની વસતિ છે એના કરતાં સુરંગોની સંખ્યા વધારે છે. એવી જ રીતે કમ્બોડિયા અને દક્ષિણ કોરિયામાં પણ પાર વગરની સુરંગો છે. શ્રીલંકામાં જાફના વિસ્તાર પણ સુરંગોથી ધરબાયેલો છે. ઈરાકની સરહદો પર, ચારે બાજુ સુરંગો જ સુરંગો છે, ઇજિપ્ત, ઈઝરાયેલ વગેરે મધ્યપૂર્વના દુશ્મનાવટભર્યા દેશોની સરહદો પર ભરચક સુરંગો છે, લેટિન અમેરિકામાં પેરુ અને ઇક્વેડોર વચ્ચેની સરહદ પર ઘણી સુરંગો છે, તદુપરાંત કેફી દ્રવ્યો અને માદક દવાઓનો ગેરકાયદે વેપાર કરનારા શ્રીમંતોએ પોતાપોતાના વિસ્તારોની બહુસુરંગા વસુંધરા ૪ ૨૪૧ Page #282 -------------------------------------------------------------------------- ________________ આસપાર સુરંગો પાથરેલી છે. ભારતમાં કર્ણાટકના જંગલમાં સંતાયેલો ચંદનચોર વીરપ્પન ઘણાં વર્ષો સુધી પોલીસોને સુરંગો વડે હંફાવી રહ્યો હતો. સરંગો વિવિધ પ્રકારની શક્તિવાળી નાની મોટી હોય છે. સુરંગ જમીનમાં ખાડો ખોદી દાટવામાં આવે છે. તેના ઉપરની માટી સરખી કરી દેવામાં આવે છે કે જેથી ખબર ન પડે કે ત્યાં સુરંગ દાટેલી છે. એના ઉપરથી કોઈ ચાલે તો એના પગના વજનથી દાટેલી સુરંગની સ્પ્રિંગ દબાય, બે વાયર ભેગા થાય અને એથી તરત એની ચાંપ છૂટે અને બાદમાં જોરથી મોટા ધડાકા સાથે વિસ્ફોટ થાય. એના અણીદાર ટુકડા ચારે બાજુ ઊડે. સુરંગ પર પગ પડતાં જ માણસ તત્કૃણ મૃત્યુ પામે અથવા ગંભીર રીતે ઘાયલ થાય. હાથપગ તૂટી જાય. આ સુરંગો નાની હોય છે. એના પર માણસ ચાલે કે તરત તે ફૂટે. એને Anti Personal Mine કહેવામાં આવે છે. આપણે એને “માણસ-માર’ સુરંગ કહી શકીએ. એનાથી ભારે પ્રકારની સુરંગો જમીનમાં એવી રીતે દાટવામાં આવે છે કે જેથી માણસ એ જમીન પર ચાલે તો ફૂટે નહિ. માણસનું વજન એ ઝીલી શકે. પરંતુ જીપ કે મોટરગાડી કે ટેન્ક પસાર થાય તો એના વજનથી એ તત્ક્ષણ ફૂટે અને વાહનનો કચ્ચરઘાણ થઈ જાય. એને Anti Tank Mines (ટૅક વિનાશક સુરંગ) કહેવામાં આવે છે. અલબત્ત, ચાલુ સુરંગો પર વાહનો ચાલે તો તો વિસ્ફોટ થાય જ, પણ ટેન્કને ભારે નુકસાન ન થાય. ચાલુ સુરંગો જ્યાં દાટવામાં આવી હોય અને એની ખબર હોય તો ત્યાં સાવ હળવા પગલે ચાલવાથી સુરંગ ફૂટતી નથી. એવી રીતે ચાલવાની સૈનિકોને તાલીમ આપવામાં આવે છે. (આ લખનારે પણ ૧૯૫૦માં બેલગામના લશ્કરી મથકમાં લશ્કરી તાલીમ લીધી હતી ત્યારે એવી રીતે ચાલવાની તાલીમ પણ લીધી હતી.) છેલ્લાં કેટલાંક વર્ષોથી તો વિમાન દ્વારા સુરંગો પાથરવાની ઘટનાઓ પણ બનવા લાગી છે. જમીનમાં ખાડો ખોદી હજારો સુરંગો દાટવા જેટલો સમય જ્યારે ન રહે અને અચાનક સુરંગો પાથરવાનો કટોકટીનો વખત આવે ત્યારે માટીના જ રંગ જેવી, પડી હોય તો નાના પથરા જેવી લાગે એવી હજારો સુરંગો વિમાન કે હેલિકોપ્ટરમાંથી નાખતા જઈને અડધા કલાકમાં કામ પતાવી દઈ શકાય છે. અલબત્ત, આવી સુરંગો પરખાઈ જાય છે અને દુશ્મન આવતાં અટકે છે. ત્યારે દુશ્મનોની ખુવારી ઓછી થાય છે, પણ તાત્કાલિક ભય ટળી જાય છે. ૨૪૨ ૬ સાંપ્રત સમાજ-દર્શન Page #283 -------------------------------------------------------------------------- ________________ સુરંગો જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં કોઈ ન દેખે એવી ગુપ્ત રીતે દાટવામાં આવે છે. દાટ્યા પછી એના ૫૨ની માટી સરખી કરી લેવામાં આવે છે અથવા ત્યાં ઘાસપાંદડાં નાખવામાં આવે છે કે જેથી કોઈને વહેમ ન આવે. દેખીતું જ છે કે ડામરવાળા અને અવરજવરવાળા શહેરી રસ્તાઓમાં સુરંગો દાટવાનું સહેલું નથી અને એનું પ્રયોજન પણ નથી. શહેરોથી દૂર, ગામ વિસ્તારોના પાદરના માટીવાળા ભાગોમાં, વિશેષત: વિગ્રહકારી પક્ષો વચ્ચેની પોતપોતાની સરહદોમાં દુશ્મન ઘૂસી ન આવે એ માટે સુરંગો ગોઠવાય છે. એ માટે ઘણી વાર ખેડૂતોના ખેતરોનો પણ ઉપયોગ થાય છે. ખુલ્લા ઇલાકામાં દુશ્મનોને આવતા અટકાવવા સુરંગો ગોઠવાય છે. દુશ્મનના પ્રદેશ પર આક્રમણ ક૨વા ધસી જતા સેંકડો સૈનિકો, અચાનક સુરંગવાળા વિસ્તારમાં ઘૂસી જવાથી મૃત્યુ પામે છે, ઘાયલ થાય છે. નાસભાગ ચાલે છે અને આક્રમણ કરવાને બદલે પરાજિત થવાય છે. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી એવા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરે છે. વટેમાર્ગુઓની અવરજવર બંધ થઈ જાય છે. સુરંગોનો ભોગ સૈનિકો તો થાય જ છે. પરંતુ ત્યાર પછી નાગરિકો, ખાસ કરીને ગામડાંઓના લોકો, વિશેષત: ખેડૂતો એનો ભોગ બને છે. ખેતી ન થઈ શકવાને લીધે તેઓની આજીવિકા ઝૂંટવાઈ જાય છે. ગરીબી વધે છે અને દેશનું ઉત્પાદન ઘટે છે. કંબોડિયા ચોખા ઉગાડનારો દેશ છે. કંબોડિયામાં ચોખા એટલા બધા થતા કે બીજા દેશમાં પણ વેચવા જતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી કંબોડિયાને દર વર્ષે હજારો ટન ચોખાની આયાત કરવી પડે છે, કારણ કે કંબોડિયાના કેટલાંયે ખેતરો સુરંગોથી ખીચોખીચ છે. યુદ્ધમાં વપરાતી સુરંગોથી સામાન્ય નાગરિકો તો આ સદીના આરંભથી મૃત્યુ પામતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ અને સોવિયેટ યુનિયને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરાવેલાં કોરિયા અને વિયેટનામના યુદ્ધમાં લાખો માણસો સુરંગોથી મૃત્યુ પામ્યા હતા. એવી રીતે અન્ય દેશોમાં પણ ઘણાં માણસો મૃત્યુ પામ્યા છે. એવા લોકો મુખ્યત્વે ગામડાંઓના સાધારણ સ્થિતિના માણસો હતા. પરંતુ જ્યારથી બોસ્નિયામાં સુરંગો ફૂટવાને કારણે Natoના સૈનિકો પામ્યા, યુરોપ-અમેરિકાના, ઊંચો હોદ્દો ધરાવનારા, નિરીક્ષક તરીકે કે શાન્તિદૂતનું કામ કરનારા કેટલાક સુખી, સુશિક્ષિત માણસો મૃત્યુ પામ્યા અને આજીવન અપંગ થઈ ગયા ત્યારથી આ પ્રશ્ન પાશ્ચાત્ય જગતમાં ઘણો ગંભીર બની ગયો છે. લોકમત ઘણો જાગૃત થયો છે. પ્રિન્સેસ ડાયેનાએ બોસ્નિયામાં સુરંગોથી ઘાયલ બહુસુરંગા વસુંધરા * ૨૪૩ Page #284 -------------------------------------------------------------------------- ________________ થયેલાને સેવા આપવાનું અને લોકમત જાગૃત કરવાનું અભિયાન ચાલુ કર્યું હતું. એથી પણ સુરંગ વિરોધી જનમત વધુ પ્રચલિત બન્યો છે. મોડે મોડે પણ પાશ્ચાત્ય રાજકીય નેતાઓ અને સામાજિચિંતકોમાં આ જાગૃતિ આવી છે અને યુનાઈટેડ નેશન્સ દ્વારા પણ કેટલાક વખતથી તેની ગંભીર વિચારણા થવા લાગી છે. સુરંગના વિષયમાં માનવતાવાદી સેવા કરનારને નોબેલ પારિતોષિક પણ અપાયું છે. શુભ દિશાનું આ એક સ્તુત્ય પગલું છે. સુરંગ દાટવી સહેલી છે, પરંતુ દટાયેલી સુરંગ કાઢીને નકામી બનાવી દેવાનું એટલું સહેલું નથી. વસ્તુત: ગમે તે સૈનિક (કે સામાન્ય નાગરિક પણ) ખાડો ખોદીને સુરંગ દાટી શકે છે. પરંતુ બધા જ સૈનિકો સુરંગ કાઢી શકે નહિ, કારણ કે કાઢતાં કાઢતાં સુરંગ ફૂટવાનાં જોખમો ઘણાં છે. જમીનમાં સુરંગ ક્યાં છે એ પહેલાં શોધવું જ પડે છે. જે વિસ્તારમાં સુરંગ હોય તે વિસ્તારમાં વજન ન પડે એવા ખાસ બનાવટના પોચા બુટ પહેરીને ચાલવાનું હોય છે. સુરંગ શોધવા માટેના લાંબા દાંડાવાળાં ઓજાર (Mine Detector) વડે હળવે હળવે જમીન તપાસતા જવું પડે છે. એમ છતાં અચાનક કોઈ સુરંગ ફૂટે તો પોતાને ઈજા ન થાય તે માટે મોઢે માથે તથા આખા શરીરે ખાસ બનાવેલો સુરક્ષિત વેશ પહેરવો પડે છે. આટલી સાવધાની રાખવા છતાં સુરંગશોધકો ઘણી વાર ઘાયલ થયાના બનાવો બને છે. સુરંગશોધક ટુકડીને - Mine Detecting Squad-ને ખાસ તાલીમ આપવામાં આવે છે. એક સુરંગની કિંમત પચીસ-પચાસથી સોબસો રૂપિયા જેટલી થતી હશે, પરંતુ એક દટાયેલી સુરંગને બહાર કાઢીને અત્યાધુનિક વૈજ્ઞાનિક ઓજારો વડે એને નકામી બનાવી દેવા માટે સરકારને સરેરાશ સહેજે હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ આવે છે. કયા દેશને આ કામ પરવડે ? એ કોણ કરાવે ? ક્યારે કરાવે ? જો વિગ્રહ ચાલુ જ હોય તો કઢાવવાનો અર્થ શો ? આવા ઘણા પ્રશ્નો આ વિષયમાં સંકળાયેલા છે. સુરંગો કાઢી, રસ્તાઓ, જમીનો સાફ કરવાનું કામ ઘણા દેશોમાં વખતોવખત ચાલતું જ રહ્યું છે, પરંતુ એક અહેવાલ પ્રમાણે દુનિયામાં સરેરાશ રીતે એક સુરંગ ઓછી થાય છે તો બીજી બાજુ તે જ વર્ષમાં ક્યાંક ને ક્યાંક સરેરાશ વીસ નવી સુરંગો નાખવામાં આવે છે. આમ સુરંગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. ૧૯૯૪ના વર્ષના અંદાજ પ્રમાણે દુનિયાના જુદા જુદા દેશોમાં મળીને આશરે વીસ લાખ જેટલી નવી સુરંગો બિછાવવામાં આવી હતી. ૨૪૪ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #285 -------------------------------------------------------------------------- ________________ સુરંગો ગોઠવવાથી દરેક વખતે દુશ્મનના સૈનિકો જ મરે છે એવું નથી. યુદ્ધના દિવસોમાં કેટલીયે વાર પોતાની સુરંગોના પોતે જ ભોગ બન્યા હોય એવા દાખલા પણ બને છે. સુરંગ ગોઠવનારે થોડોક રસ્તો પોતાને માટે સાફ રાખવો જ પડે છે કે જેથી પોતાની અવરજવર માટે, અણીને પ્રસંગે ભાગવા માટે કામ લાગે. પરંતુ સુરંગો ગોઠવ્યા પછી જો એનો નકશો બરાબર પોતાની પાસે ન રાખ્યો હોય, એમાં ભૂલચૂક થઈ હોય તો ગરબડ થઈ જાય છે. કેટલીક વાર તો યુદ્ધમાં આગળ વધ્યા પછી જ્યારે અચાનક પીછેહઠ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના જ સુરંગવાળા વિસ્તારમાંથી ભાગવા જતાં સૈનિકોએ જાન ગુમાવ્યા હોય એવા બનાવો બને છે. દુનિયાનો કોઈ દેશ એવો નહિ હોય કે જેની પાસે સુરંગ નહિ હોય. જ્યાં જ્યાં લશ્કર છે ત્યાં ત્યાં એના કોઠારમાં એને સુરંગો રાખવી જ પડે. વળી ભેખડો તોડવી, બુગદા બનાવવા, તૂટેલી ઈમારતનો કાટમાળ ખસેડવા સુરંગોનો વ્યાવસાયિક ઉપયોગ પણ થતો હોવાથી દરેક દેશ પાસે સુરંગો છે. પરંતુ જેટલા સુરંગ વાપરનારા દેશો છે તેટલા તેનું ઉત્પાદન કરનારા નથી. ગામઠી સુરંગો તો ગમે ત્યાં બનાવી શકાય, પરંતુ કારગત નીવડે એવી શક્તિશાળી સુરંગોનું મોટું ઉત્પાદન કરનારા દેશો ઘણા ઓછા છે. એમાં અમેરિકા, રશિયા બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, ચીન, ઈઝરાયેલ જેવા પ્રગતિશીલ દેશો બહુ જ મોટા પાયા પર ઉત્પાદન કરી આખી દુનિયાને તે વેચે છે. મોટા દેશો જેવા કે અમેરિકા, ચીન અને રશિયાના લશ્કરી ભંડારોમાં કરોડો સુરંગો છે. એટલી સુરંગો રાખવી તેમને માટે અનિવાર્ય વર્તમાન વૈજ્ઞાનિક પ્રગતિને કારણે સુરંગોને સાધક વડે શોધવાનું અશક્ય નથી. રડાર, માઈક્રોવેવ, લેસર વગેરે દ્વારા સુરંગો ક્યાં છે તે શોધી શકાય છે. પરંતુ જમીનમાં એક એક ફૂટે તપાસ કરવાનું કામ ખર્ચાળ, શ્રમ ભરેલું અને સમય ખાઈ જનારું છે. વળી એ કામ શાંતિના વખતમાં જ થઈ શકે, યુદ્ધ ચાલતું હોય ત્યારે નહિ, પરંતુ સુરંગ શોધ્યા પછી એને કાઢવાનું કામ ઘણું જોખમભરેલું છે. સુરંગને જમીનમાં જ નિરર્થક બનાવી નાખે એવાં સાધનો પણ અમલમાં નહિ આવે એમ નથી, પણ સુરંગ નિરર્થક થઈ ગઈ છે કે હજુ જીવંત રહી ગઈ છે એવી શંકા તો થવાની જ. અને માણસોને માથે ભય તોળાતો રહેવાનો. કેટલાક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓએ એવું સૂચન કર્યું છે કે કારખાનાં બહુસુરંગા વસુંધરા : ૨૪૫ Page #286 -------------------------------------------------------------------------- ________________ વાળાઓએ એવી સુરંગો બનાવવી જોઈએ કે જે મહિના કે બે મહિના પછી એની મેળે જ નાકામિયાબ બની જાય. સુરંગ ફોડવા માટે જેમ એમાં Timer મૂકવામાં આવે છે તેમ એને નકામી બનાવી દેવા માટે પણ Timer મૂકવામાં આવે. એમ કરવું અઘરું નથી. પણ એમ કરવામાં કારખાનાવાળા ઉત્પાદકોને કેટલો રસ પડે અને એવી સુરંગો ખરીદવાનું કેટલા પસંદ કરે અને એવી સુરંગો જ્યાં દાટવામાં આવી હોય ત્યાં એની તારીખો યાદ કોણ રાખે અને લોકો ક્યાં સુધી વહેમમાં રહ્યા કરે એવા ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે આ સૂચનને જેટલો આવકાર મળવો જોઈએ તેટલો મળ્યો નથી. શહેરી વિસ્તારોની નજીક જો સુરંગો હોય તો તે માટે પોલીસતંત્ર ખાસ તાલીમબદ્ધ માણસો પાસે તે ખોદાવીને તરત જ કઢાવી નાખે છે, કારણ કે એમાં લોકોની જાનહાનિનું જોખમ વધુ રહેલું છે. ખોટી અફવા હોય તો પણ એ માટે પોલીસતંત્રને સક્રિય બની પગલાં લેવાં જ પડે છે. પંજાબમાં આતંકવાદ ચાલતો હતો ત્યારે તે આતંકવાદીઓએ સુરંગો દાટેલી. એ અંગે કિંવદન્તિઓ પણ પ્રચલિત બનેલી. જેલમાં ગયેલા એક આતંકવાદીની પત્નીએ એને પત્ર લખ્યો કે, ‘આ વર્ષે તો તમે નથી એટલે આપણા ઘર પાસેનું ખેતર ખેડ્યા વગરનું રહ્યું છે. ઘરમાં પૈસા નથી, એટલે મજૂરો પાસે પણ એ કામ કરાવી શકાય એમ નથી.' એણે પત્ર લખ્યો પછી થોડા દિવસે પોલીસના માણસો આવ્યા. આખું ખેતર એક છેડાથી બીજા છેડા સુધી ખેડી નાખ્યું. પત્નીને આશ્ચર્ય થયું. એણે પતિને લખ્યું, ‘તમે તો ગજબના છો ! પોલીસ પાસે ખેતર ખેડાવી આપ્યું.' પતિ જ્યારે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારે એણે ખુલાસો કર્યો કે, ‘મેં તને પત્રમાં એવું લખ્યું હતું કે તારે સલામતી માટે ચિંતા કરવાની જરૂર નથી. હુમલો કરવા આવનાર જાન ગુમાવશે, કારણ કે આપણા ખેતરમાં મારા મિત્રે કેટલીક સુરંગો દાડી છે.' મને ખબર હતી કે મારો પત્ર સેન્સર થવાનો છે. એટલે એ પત્ર તને મળ્યો નહિ, પણ સુરંગો શોધવા પોલીસોએ ખેતર આખું ખોદી નાખ્યું. સુરંગો પર પ્રતિબંધ લાદવાની માગણી મુખ્યત્વે આંતરારાષ્ટ્રિય રેડ ક્રોસ સોસાયટીની છે, કારણ કે વધતી જતી સુરંગોને કારણે દુનિયામાં અપંગોની સંખ્યા ઘણી વધતી જાય છે. અને એથી રેડ ક્રોસ સોસાયટીનું કામ પણ વધતું જાય છે. દુનિયામાં વરસે સરેરાશ દસ હજાર માણસો સુરંગથી મૃત્યુ પામે છે, તો દસ હજારથી વધુ માણસો અપંગ બને છે. ૨૪૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #287 -------------------------------------------------------------------------- ________________ ટેન્કો વગેરે વાહનો માટે યુદ્ધકાળમાં વપરાતી સુરંગો તો યુદ્ધના જ એક ભાગ રૂપે ગણાય છે અને તેના પર પ્રતિબંધ લાદવાનો કોઈ પ્રશ્ન છે જ નહિ, પણ માણસમાર સુરંગોમાં તો યુદ્ધના સૈનિકો જેટલા માર્યા જાય છે તેથી વધુ સામાન્ય નાગરિકો, ગ્રામજનો ખેડૂતો વગેરે હોય છે. રમત રમતાં, દોડાદાડી કરતાં નાનાં નિર્દોષ બાળકો પણ મોટી સંખ્યામાં તેનો ભોગ બને છે. આથી જ માણસમાર સુરંગના ઉપયોગ પર આંતરરાષ્ટ્રિય સ્તરે કાયદેસર પ્રતિબંધ મૂકવો જોઈએ એમ ઘણાં રાષ્ટ્રોને લાગે છે. ૧૯૩૦માં રાસાયણિક શસ્ત્રો ૫૨ પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તે અંગે સર્વ સત્તાઓ સંમત થઈ હતી અને તેથી એ આંતરાષ્ટ્રિય કાયદાનું આજ લગભગ સાત દાયકાથી ચુસ્તપણે પાલન થતું આવ્યું છે. પરંતુ સુરંગ પર પ્રતિબંધ લાદવાનું અને તેમ કર્યા પછી તેનો અમલ કરવાનું એટલું સરળ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. દુનિયામાં શક્તિશાળી સુરંગો બનાવવાવાળા દેશોની સંખ્યા પાંત્રીસથી પણ પધારે છે. અમેરિકા, બ્રિટન, ઇટલી, ચીન, ઇઝરાયેલ, ઈરાક, ઈરાન વગેરે એમાં મોખરે છે. સુરંગોનું આટલું બધું ઉત્પાદન ચાલ્યા કરતું હોય તો એ ક્યાંક ને ક્યાંક તો વ૫રાવાની જ. કારણ ખાનાવાળાઓ તો પોતાને માલ યેનકેન પ્રકારે દુનિયામાં ગમે ત્યાં ઘુસાડવાના જ. સુરંગો બનાવવા માટે બહુ મોટી ટ્રૅક્સિકની કે જબરજસ્ત મોટા પ્લાન્ટની જરૂર નથી. એટલે ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવાનું પણ એટલું સરળ નથી, કારણ કે યુદ્ધનું એ ઓજાર છે. તેમ છતાં વિશ્વમત જાગ્રત કરવાથી ફરક તો જરૂર પડે જ. અમેરિકા જેવા મોટા દેશે એ માટે પહેલ કરવી પડે. કેટલાક દેશો સુરંગ વા૫૨વા પર પ્રતિબંધ મૂકવા ઇચ્છે છે પણ પોતાના દેશમાં સુરંગોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા ઇચ્છતા નથી. આવી બેવડી નીતિ જ્યાં હોય ત્યાં બધાં રાષ્ટ્રો એકમત ક્યાંથી થઈ શકે ? સુરંગોના વપરાશ પર પ્રતિબંધ લાદવાની વાત તો યુનાઈટેડ નેશન્સમાં કેટલાંયે વર્ષોથી ચાલે છે, પરંતુ તે અંગે બધાં રાષ્ટ્રોની સહમતિ મેળવવાનું સહેલું નથી. આમ છતાં સુરંગો વિશે વિચારણા કેટલાક સમયથી ચાલવા લાગી છે. એ આવકારદાયક છે. સુરંગો બનાવનાર મુખ્યત્વે સમૃદ્ધ દેશો છે અને સુરંગોનો ભોગ બનનારા તે મુખ્યત્વે પછાત દેશોના ગામડાંઓના ગરીબ લોકો છે. સુરંગ શહેરી લોકોની સમસ્યા નથી, પણ ગામડાંઓમાં ખેતી કરનારા, લાકડાં વીણનાર, ઢોર ચરાવનાર, પહાડોમાં કામ કરનાર વગેરે લોકોની સમસ્યા બહુસુરંગા વસુંધરા * ૨૪૭ Page #288 -------------------------------------------------------------------------- ________________ છે. તો પણ આ પૃથ્વી પર રોજેરોજ કેટલાય નિર્દોષ નાગરિકો મૃત્યુ પામે છે કે અપંગ થઈ જાય છે એ બાબત વિશે સમૃદ્ધ દેશો વિચારતા થયા છે એ એક સારી નિશાની છે. એમના હૃદયમાં પ્રગટેલી માનવતાની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહે અને આશય શુભ રહ્યા કરે તો એનું કંઈક પરિણામ તો અવશ્યક આવશે જ. બહુસુરંગા બનેલી વસુંધરા સાચા અર્થમાં સુરંગી, સુશોભિત, સુફલામ્ સુજલામ્ બની રહે એવી શુભકામના સર્વત્ર પ્રસરી રહો ! (સાંપ્રત સહચિંતન-૧૦) ૨૪૮ ૪૯ સાંપ્રત સમાજ-દર્શન Page #289 -------------------------------------------------------------------------- ________________ LIONS CLUB મુંબઈમાં લાયન્સ કલબમાં શ્રી પન્નાલાલ છેડાના અધ્યક્ષપદે, મુખ્ય મહેમાન તરીકે સંબોધન કરતા રમણભાઈ સૂરત - માંડવી પાસે કડોદમાં લાયન્સ કલબે મુંબઈ જૈન યુવક સંઘના સહકારથી યોજેલા નેત્રયજ્ઞમાં સંબોધન કરતા રમણભાઈ Jain Educator Teraturan Forevete & Personal use only Laihelibrary.org Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન સોશ્યલ ગ્રુપ, શ્રી પરમાનંદભાઈના પ્રમુખપદે મ યોજાયેલી સભામાં સામાજિક પ્રશ્નો પર વિચાર રજૂ કરતા રમણભાઈ. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં વૃક્ષારોપણ માટે જમીન તૈયાર કરતા રમણભાઈ. Page #291 -------------------------------------------------------------------------- ________________ વડોદરાના શ્રમમંદિરમાં કુષ્ઠરોગીઓની સંસ્થામાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘના સહકારથી બંધાતા મકાનનું ખાતમુહૂર્ત કરતાં રમણભાઈ અને તારાબહેન. નવ રાજેન્દ્રનગરના સંચાલક સહયોગ, કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ શ્રી સુરેશભાઈ સોની સાથે શ્રી રમણભાઈ અને અન્ય સભ્યો. www.jainlibrary.org Page #292 -------------------------------------------------------------------------- ________________ FREE EYE CAMP SPONSORED BY ROYAL COMMON WEALTH SOCIETY FOR THE BUND C A SIA REGIONAL OFFICE BOMBAY ‘રોયલ કોમનવેલ્થ સોસાયટી ફોર બ્લાઈન્ડને શ્રી જૈન યુવક સંઘ તરફથી મળેલી આર્થિક સહાયના કાર્યક્રમમાં, સંબોધન કરતા રમણભાઈ. શ્રી વિજય મર્ચન્ટ સ્થાપિત નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ સંસ્થા તરફથી સન્માન સ્વીકારતા રમણભાઈ. For D Jain Educatur international www.ainelibrary.org ate 8. Dersonall.lse. Only Page #293 -------------------------------------------------------------------------- ________________ LOVE | ' ની સાપુતારામાં આદિવાસી કન્યાકેળવણી માટે શ્રીમતી પૂર્ણિમાબેન પકવાસાની ઋતંભરા વિદ્યાપીઠમાં મુખ્ય મહેમાન તરીકે પ્રવચન તા. ૨૧-૨-૧૯૮૭ મુંબઈમાં લોહાણા જ્ઞાતિની શિક્ષણ સંસ્થા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સંબોધતા રમણભાઈ. om international ainelibrety.org Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ' પ્રસંગે સમેતશિખરમાં પછાત કોમને સહાય કરી તે સમયે ત્યાંના કાર્યકરોને મળતા. ચંદેરિયા ફાઉન્ડેશનના સહકારથી સંઘ યોજિત, ધરમપુરના પછાત વિસ્તારમાં કપડાં વિતરણ. કાર્યક્રમમાં કપુરભાઈ સાથે રમણભાઈ. jaimelihcanalg TOT Private Personal use only Page #295 -------------------------------------------------------------------------- ________________ બાળુ પોષક આહાર છું જાળ તા-૧૯ ટકી ! રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલ અને શ્રી જૈન યુવક સંઘના સહકારથી શરૂ થયેલા બાળપોષક આહાર કેન્દ્રમાં અભિવાદન ઝીલતા તા. ૧૯-૮-૧૯૯૭ JAIPUR WOOT PROJECT ROTARY CLIT OF NAIRORISONTE ‘રોટરી કલબ ઓફ નાયરોબી સાઉથ’ – કેનિયામાં જયપુર ફુટ બનાવતી નાયરોબીની સંસ્થાની મુલાકાતે રમણભાઈ, જયપુર ફુટ વિશે સમજ આપતા કાર્યકર. Lain Education International www.jainelibrery.org Page #296 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં વિશિષ્ટ વ્રત સ્વીકારી, વૃક્ષની સાથે સાથે વ્રતની પ્રતિજ્ઞાનું પણ જતન થાય એ નેમ સાથે વૃક્ષારોપણ કરતાં આશ્રમવાસીઓ સાથે તારાબહેન અને રમણભાઈ. રવિશંકર મહારાજ આંખની હૉસ્પિટલના સહકારથી યોજેલા નેત્રયજ્ઞમાં પૂ. દોશીકાકાના આશીર્વાદ મેળવતા રમણભાઈ. For Private & Personal use only wwwjamiibrary.org Page #297 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દાક્તર, તમે સાજી થાવ ! દાક્તરો આપણને સાજા થવાનું કહે કે આપણે દાક્તરોને સાજા થવાનું કહેવાનું હોય ? સામાન્ય રીતે દાક્તર આપણને સાજા થવાનું કહે એ જ યોગ્ય છે. તેઓ આપણને સાજા કરે કારણ કે દર્દીને સાજા કરવાનો દાક્તરનો વ્યવસાય છે. વસ્તુત: દાક્તરનું એ વ્યાવસાયિક કર્તવ્ય પણ છે, પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બને છે કે જેથી દાક્તરને સાજા થવા માટે ભલામણ કરવાનું આપણને મન થાય. દાક્તરને સાજા કરવાની આવડત કે શક્તિ આપણામાં ન હોય, તેમને આવી સલાહ આપવાનું નૈતિક બળ પણ આપણામાં ન હોય, અને વળી તે અનધિકાર ચેષ્ટા બને તો પણ ક્યારેક કોઈકના મનમાં એવો ભાવ ઊઠે પણ ખરો. વસ્તુતઃ મને પોતાને તો દાક્તરોનો ઘણો સારો અનુભવ છે. તો પણ દુનિયામાં બનતી ઘટનાઓનો પડઘો આપણા મનમાં પડે છે. દાંતના દાક્તરના દાંત દુખે નહિ કે પડે નહિ એવું બની શકે. આંખના દાક્તરને ચશ્મા કે મોતિયો ન જ આવે કે કાનના દાક્તર બહેરા ન થયા હોય એમ બને નહિ. એકંદરે તો દાક્તરો જે રોગના નિષ્ણાત હોય અને દર્દીઓની સારવાર કરતા હોય તેઓ પોતે તો એ બાબતમાં એટલી સંભાળ લઈ શકે. આમ છતાં હૃદયરોગના નિષ્ણાત દાક્તર હૃદયરોગથી મૃત્યુ પામ્યા હોય અથવા કેન્સરના રોગના દાક્તરનું અવસાન કેન્સરથી થયું હોય એવા કેટલાયે ઉદાહરણો જોવા મળશે. રોગ અને મૃત્યુમાંથી દાક્તરો પણ બચી દાક્તર, તમે સાજા થાવ! ઝ૯ ૨૪૯ Page #298 -------------------------------------------------------------------------- ________________ ન શકે. શેક્સપિયરે કહ્યું છે ; By medicine life can be prolonged, Yet death will seize the doctors too. અસાધ્ય રોગો દાક્તરને પણ થાય. એવા કુદરતી રોગો વિશે અહીં કશું કહેવાનું નથી. દાક્તરો અંગે જે ફરિયાદ છે તે તેઓના શારીરિક રોગ અંગે નહિ પણ તેમની માનસિક પ્રકૃતિ અને વિકૃતિ અંગે છે. દાક્તરને સાજા થવાનું કહેવામાં આવે છે તે આ સંદર્ભમાં. દુનિયાની વસતી ઉત્તરોત્તર વધતી જાય છે. એની સાથે રોગીઓની સંખ્યા પણ વધતી જાય છે. રોગીઓ વધે એટલે દાક્તરો વધે. કોઈ પણ ક્ષેત્રે આવો વધારો થાય ત્યારે, પૂર આવે અને જેમ કચરો વધે, તેમ કેટલાક ખોટા માણસો આ વ્યવસાયમાં પણ પ્રવેશી જાય. પ્રજાનો વિશાળ વર્ગ જ્યાં ગરીબ અને અશિક્ષિત હોય, કાયદાનું પાલન અધકચરું હોય અને નીતિમત્તાનાં ધોરણો શિથિલ હોય ત્યાં ખોટા માણસો ફાવી જાય છે. દાક્તરી વ્યવસાયના ક્ષેત્રે અર્ધવિકસિત દેશોમાં એનું પ્રમાણ વધુ હોય છે. દરેક વ્યવસાયમાં જેમ થોડાક માણસો અયોગ્ય, અપાત્ર (misfit) મળશે તેમ તબીબી ક્ષેત્રે પણ જોવા મળશે. એકંદરે તો સુપ્રતિષ્ઠિત દાક્તરો અનેક મળવાના, પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવનારા અનેક જોવા મળશે, પણ એક બે ટકા એવા પણ નીકળવાના કે જેમના થકી તબીબી ક્ષેત્ર વગોવાયા કરે. તબીબી વ્યવસાયની આચારસંહિતા કેટલી ઉમદા છે ! દુનિયાના બધા દેશોમાં એનું સારી રીતે પાલન થાય છે. એમ છતાં ઘણે ઠેકાણે ગેરરીતિઓ આચરાય છે. સુધરેલા સમૃદ્ધ દેશો પણ એમાં બાકાત નથી. અમેરિકામાં તાજેતરમાં એક વિવાદ ચાલ્યો છે કે છેલ્લાં દસ વર્ષમાં દાક્તર (કે હોસ્પિટલ)ની ભૂલ અથવા બેદરકારીને કારણે મૃત્યુ પામેલાઓની સંખ્યા કેટલી ? જુદા જુદા સર્વે પ્રમાણે ૪૫૦૦૦ થી ૯૮૦૮૦૦ની સંખ્યા થાય છે. કેવો મોટો આંકડો છે ! આ બધી પુરવાર થયેલી ભૂલોનો આંકડો છે. અમેરિકા જેવા સુશિક્ષિત અને અહેવાલોની ચોકસાઈ રાખનારા દેશમાં દાક્તરોની ભૂલ અથવા બેદરકારીને કારણે હજારો માણસો મૃત્યુ પામતા હોય તો દેખીતું છે કે દાકતરોને પક્ષે કંઈક ક્ષતિ છે. અમેરિકામાં તો દાક્તરની ભૂલ થાય તો તરત મોટો દાવો માંડી શકાય છે. દર્દીને કોર્ટ વળતર અપાવે છે. એટલે તો ત્યાં દાક્તરો પહેલેથી મોટી ફી પડાવી લે ૨૫૦ સાંપ્રત સમાજ-દર્શન Page #299 -------------------------------------------------------------------------- ________________ છે. પરિણામે આખી દુનિયામાં તબીબી સારવાર અમેરિકામાં સૌથી મોંઘી છે. એટલે જ માંદા પડવા કરતાં મરવું સસ્તું છે એમ ત્યાં કહેવાય છે. તબીબી વિજ્ઞાનનો વિકાસ માનવજાત માટે આશીર્વાદરૂપ બનતો હોવા છતાં એનાં સાધનો બનાવનાર કંપનીઓ એમાં બહુ નફો રળી લે છે. એવા મોંઘા સાધનો સવાવવાનો કારણે સારવાર પણ મોંઘી થતી જાય છે અને એમાંથી વધુ કમાણી કરી લેવાની લાલચ દાક્તરો રોકી શખતા નથી. દાક્તરો જ્યારે વ્યાવસાયિક અને સામાજિક કર્તવ્યનિષ્ઠા ચૂકીને ધનલાલસા તરફ પડી જાય છે ત્યારે દર્દીમાં એને ભગવાન નથી દેખાતો, ઘરાક દેખાય છે. એ ઘરાક પણ ભોળો હોય તો એના ભોળપણનો લાભ ઊઠાવી લેવાની તક તે એ જતી નથી કરી શકતા. એની જ્યારે ટેવ પડી જાય છે ત્યારે એ ધનપ્રાપ્તિ માટે તેઓ સરકારી કાયદાની પણ પરવા કરતા નથી. હોસ્પિટલમાં આપવાની રકમ જુદી અને ઘરે પહોંચાડવાની રકમ જુદી એમ ફીના ભાગ પડી જાય છે. કેટલાક દાક્તરોમાં એવી ગ્રંથિ બંધાઈ જાય છે કે ઓછી ફી રાખીશું તો આપણે સામાન્યમાં ગણાઈ જઈશું. કેટલાક નિષ્ણાત દાક્તરોને તો કેસ લાવનાર જનરલ પ્રેક્ટિશનરને ફીમાંથી હિસ્સો આપવાનો હોય છે. તો જ કામ મળે. આમ, તબીબી સારવાર દિવસે દિવસે અતિશય મોંઘી થતી જાય છે. અમેરિકા જેવા દેશ માટે રોબર્ટ કેનેડીએ કહ્યું છે : Some of the illness can be so serious that over a period of even a few weeks one's life savings could be wiped out. તબીબી અભ્યાસ લાંબો અને બહુ ખર્ચાળ છે. એમાં પણ મોટી રકમ દાનમાં આપીને મેડિકલ કોલેજમાં જગ્યા મેળવી હોય તો એવા કોઈક દાક્તરને ખર્ચેલા નાણાં ઝટ ઝટ મેળવી લેવાની ધૂન લાગે છે. એવી ધૂન ક્યારેક એને ગેરરીતિઓ તરફ દોરી જાય છે. દવાઓમાં ભેળસેળ કરવી, કમિશન મળયું હોય તે કંપનીની દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવી વગેરે ગેરરીતિઓ તબીબી વ્યવસાયમાં જોવા મળે છે. કેટલાક વેદો દવાઓની પડીકીમાં સ્ટેરોઈડ કે કોર્ટિઝન ભેળવીને દર્દીને તરત સાજો કરી દે છે અને પછી કાયમનો માંદો બનાવી દે છે. કેટલાક દાક્તરો પોતે જેને માનતા હોય એવા પેથોલોજિસ્ટ કે બાયોટેક્નિશિયનના રિપોર્ટનો જ આગ્રહ રાખે છે. રોગ પકડવા માટે અલબત્ત, ક્લિનિકલ રિપોર્ટની ચોક્કસાઈ બહુ જરૂરી છે, પરંતુ ઈરાદાપૂર્વક દાક્તર ફરીથી રિપોર્ટ કઢાવવાનો આગ્રહ રાખે ત્યારે દર્દીને એ સમજાઈ દાક્તર, તમે સાજા થાવ ! ઃ ૨૫૧ Page #300 -------------------------------------------------------------------------- ________________ જાય છે. એમાં દર્દીની સ્થિતિ સાધારણ હોય તો એનો આર્થિક બોજો વધી જાય છે. ધનલાલસા કોને ન હોય ? દાક્તરોને હોય તેમાં ખોટું શું છે ? આવી દલીલ પણ થાય છે. એ સાચી છે. પણ વ્યવસાયની નિષ્ઠા નીકળી જાય છે ત્યારે એ ખટકે છે. પેલો જાણીતો ટુચકો છે : એક દાક્તરે પોતાના દીકરાને ભણાવીને દાક્તર બનાવ્યો. દીકરો ઘણો તેજસ્વી અને ઉત્સાહી હતો પણ હજુ એણે પોતાના વ્યવસાયનો બહુ અનુભવ લીધો નહોતો. એક દિવસ એણે પોતાના પિતાને કહ્યું, “પપ્પા, જે દર્દીનો રોગ તમે વીસ વર્ષમાં મટાડી ન શક્યા તે મેં એક અઠવાડિયામાં મટાડ્યો.' દાક્તર પિતાએ કહ્યું, “બેટા, અઠવાડિયામાં મટાડતાં તો મને પણ આવડતું હતું, પણ મેં એ શ્રીમંત માણસનો રોગ તરત મટાડ્યો હોત તો તું દાક્તર ન થયો હોત. એની ફીમાંથી જ તને ભણાવ્યો અને દાક્તર બનાવ્યો છે.” એક દાક્તરને પૂછવામાં આવ્યું કે, “દર્દીને તપાસતાં પહેલાં એ ભોજનમાં શું શું લે છે એ જાણવાનો આગ્રહ તમે કેમ રાખો છો ?' દાક્તરે કહ્યું, “એ પૂછવાથી એના રોગનું કારણ કદાચ જડી આવે, પણ ખાસ તો મારે બિલ કેટલું બનાવવું એની મને સમજ પડે છે.” ઉત્તમ વૈદ્ય અને નિકૃષ્ટ વૈદ્ય ભારતમાં જ નહિ, દુનિયામાં સર્વત્ર રહેલા છે. આ એક એવો વ્યવસાય છે કે જેમાં ધનપ્રાપ્તિ માટે મન લલચાય અને દર્દી તથા એનો સ્વજનોની સ્થિતિ એવી લાચારી ભરી હોય કે વૈદ્યને પ્રસન્ન કરવા તેઓ તૈયાર હોય કે જેથી દર્દીની જિંદગી બચી જાય. આ વ્યવસાયમાં કેટલાયે ખોટા માણસો ભરાઈ જાય છે. જેને ઊંટવૈદ્ય અથવા Quack Doctor કહેવામાં આવે છે. આવા દાક્તરોને શાસ્ત્રકારોએ યમસહોદર' કહ્યા છે, પરંતુ યમરાજા તો સારા કે ફક્ત પ્રાણ હરી લે છે, પરંતુ વૈદ્ય તો પ્રાણ અને ધન બંને હરી લે છે. यमस्तु हरति प्राणाम्, वैद्यः प्राण-धनानि च । વારંવાર દર્દીના જીવનનો અંત આવતો પોતાને નજર સમક્ષ જોવા મળતો હોવાથી કેટલાક દાક્તરોમાં જેમ મૃત્યુ અંગે સ્વસ્થતા આવી જાય છે, તેમ કેટલાકમાં તે અંગે જડતા કે નિષ્ફરતા પણ આવી જાય છે. દાક્તરને એની ખબર હોય કે ન હોય, દાક્તર પોતે એ વિશે સભાન ન હોય તો પણ મરનાર દર્દીઓનાં સગાસંબંધીઓને એની ગંધ આવી જાય છે. ૨પર એક સાંપ્રત સમાજ-દર્શન Page #301 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી-પુરુષોને નગ્ન કરીને તપાસવાનું અગાઉના સમય કરતાં વર્તમાન સમયમાં વધતું રહ્યું છે. તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ એ માત્ર આવશ્યક જ નહિ, અનિવાર્ય પણ છે અને સારું પણ છે. એવું કાર્ય હવે દર્દી અને દાક્તર એમ ઉભય પક્ષે સહજ, સ્વાભાવિક અને લજ્જા-સંકોચ રહિત બન્યું છે. આમ છતાં કુમારિકા અને નાની યુવતીઓ માટે એ ક્ષોભનો પ્રસંગ બને એ શક્ય છે. આવા પ્રસંગે કોઈક દાક્તરોમાં - વિશેષત: યુવાન દાક્તરોના ચિત્તમાં કામુકતા ડોકિયું ન કરી જાય એવું નથી. એવા કિસ્સા જવલ્લે જ બને, પણ બને તો છે જ એ વાત તો દાક્તરો પણ સ્વીકારશે. કેટલીક સ્ત્રીઓ પણ એવા આશયથી વારંવાર દાક્તર પાસે દોડી જતી હોય છે. દાક્તરોની અંગત ખાનગી મંડળીઓમાં વિશ્વાસથી એકબીજાની આગળ આવી વાતો થતી પણ હોય છે. દાક્તરદર્દીના આવા સંબંધો વધે ત્યારે દાક્તરે પોતાની જાતને સાવધ અને સ્વસ્થ કરી લેવી જોઈએ. દાક્તરના દર્દી સાથે જ સંબંધ થાય છે એવું નથી, નર્સ-સિસ્ટરો સાથે પણ એવા સંબંધો થાય છે. રાતની ફરજ એકાંત, બંધ બારણે બેસવાની સગવડ વગેરે નિમિત્તો ચિત્તને ચલિત કરનારાં નીવડે છે. રોજેરોજ સતત નગ્ન દર્દીઓને તપાસવાને કારણે દાક્તરોની માનસિક સમતુલા પણ ખોરવાય છે. કેટલાક દાક્તરોને નગ્નતા પ્રત્યે ચીડ, અભાવ થઈ જાય છે. એક દાક્તરને ઘર માટે સરસ ચિત્ર પસંદ કરવું હતું. એક આર્ટ ગેલેરીમાં ખરીદવા જાય છે, ત્યારે વેચનાર દાક્તરના કાનમાં કહે છે, “Are you interested in nude ?' દાક્તરે ચીડાઈને કહ્યું, “What? I am fed up of nude. I am a Gynec.' સતત અશુચિમય નગ્નતાની તપાસ કરતા રહેવાને કારણે કેટલાક દાક્તરોને નિર્વેદ આવી જાય છે અને પોતાના જાતીય જીવનમાંથી રસ ઊડી જાય છે. કોઈક વાર આવા દાક્તરોનું વર્તન અસ્વાભાવિક બની જાય છે. પાશ્ચાતય દેશોનો એક સાચો કિસ્સો છાપામાં વાંચ્યો હતો કે રોજરોજ નગ્ન દર્દીઓને તપાસવાને કારણે નગ્નતા દાક્તરના પોતાના જીવનમાં દિગંબર મુનિની જેમ, સ્વાભાવિક બની ગઈ હતી. બાથરૂમમાંથી નાહીને બહાર નીકળે તો કપડાં પહેર્યા વગર જ નીકળે, ઘરમાં યુવાન દીકરા-દીકરી હતાં પણ દાક્તરને સંકોચ થાય નહિ, પરિવાજનોની ફરિયાદને દાક્તર ગણકારતા નહિ. - દુનિયામાં ગર્ભપાતનું દૂષણ અતિશય વધતું જાય છે. સામાજિક કે આરોગ્યની દૃષ્ટિએ કોઈક કિસ્સાઓમાં એનું સમર્થન કરી શકાય એમ હોય તો પણ એમાં પંચેન્દ્રિય જીવની હત્યા રહેલી છે એ નિ:સંશય છે. દાક્તરો દાક્તર, તમે સાજા થાવ ! = ૨૫૩ Page #302 -------------------------------------------------------------------------- ________________ દ્વારા આ અનૈતિક, હિંસક પાપ પ્રવૃત્તિને પોષણ મળે છે એ બહુ ખેદની વાત છે. દુનિયાભરમાં અને વિશેષત: ભારતમાં કેટલાયે દાક્તરો એ દ્વારા ભારે કમાણી કરી લે છે ! કેટલાક જૈન દાક્તરો જ્યારે આવા વ્યવસાયને અપનાવી લે છે ત્યારે તે વધુ શોચનીય બને છે. ભારતમાં અને અન્ય દેશોમાં કેટલાક દાક્તરો શરીરનાં અંગાંગો કાઢી લેવાના ગેરકાયદે વ્યવસાયમાં જોડાય છે. અજાણ્યા ગરીબ દર્દીઓને ખબર પણ ન પડે એ રીતે એમની કિડની કાઢી લેવામાં આવે છે. કિડની માટે ઘણી મોટી રકમ મળે છે. ક્યારેક ગરીબ દર્દીની સંમતિથી એને રકમ આપી એની લાચારીનો લાભ ઉઠાવી એની કિડની કાઢી લેવામાં આવે છે. આવાં કેટલાંક તરકટો પકડાય પણ છે અને દાક્તરોને સજા પણ થાય છે. દાક્તરી વ્યવસાયમાં જોડાયા પછી આવાં કાર્યો કરનાર દાક્તરનું ચિત્ત સ્વસ્થ નહિ પણ રોગિષ્ઠ ગણાય. વર્તમાન સમયમાં બદલાતી જતી જીવનરીતિને કારણે માનસિક રોગોનું પ્રમાણ અને વૈવિધ્ય વધતું જાય છે. તનાવયુક્ત પરિસ્થિતિ ઉપરાંત ભારે દવાઓના વપરાશને કારણે પણ માનસિક રોગો વધ્યા છે. એ શિયા, આફ્રિકા કરતાં પાશ્ચાત્ય દેશોમાં આવા દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે અને માનસચિકિત્સકોની સંખ્યા પણ વધતી જાય છે. માનસિક રોગના દર્દીઓની સારવારમાં અને અંગત જીવનનો ઇતિહાસ જાણવો જરૂરી છે અને બે પાંચ કે વધુ બેઠકો કરીને દાક્તર દર્દી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી વાત કઢાવે છે. આવી બેઠકો વખતે ત્રીજી કોઈ વ્યક્તિને હાજર રાખવામાં આવતી નથી. એને લીધે યુવાન, દેખાવડી મહિલા દર્દી સાથે દાક્તરો આશ્વાસન આપવાના નિમિત્તે શારીરિક છૂટ લેતા થઈ જાય છે. વિદેશોમાં આવા અનેક કિસ્સાઓ બને છે અને અવારનવાર છાપાંઓમાં આવે છે. સ્ત્રીપુરુષનું એકાંતમાં સાહચર્ય, દર્દી અને દાક્તરના રૂપમાં હોય તો પણ તેનાં માઠાં પરિણામ આવી શકે છે. જો માંદગી લંબાય તો દર્દીને દાક્તરને ત્યાં વારંવાર જવાનો અથવા દાક્તરને પોતાને ત્યાં બોલાવવાનો કંટાળો આવે છે. લાંબી બીમારીથી કંટાળીને દર્દીએ આપઘાત કર્યો હોય એવા દાખલા વખતોવખત બનતા રહે છે. પરંતુ દર્દીઓથી કંટાળીને દાક્તરે આપઘાત કર્યો હોય એવા કિસ્સા પણ ક્યારેક બને છે. વળી દાક્તરે દર્દીને મૃત્યુને શરણ ધકેલી દીધો હોય એવા બનાવ પણ ક્યારેક બને છે. આ કોઈ કલ્પના નથી. સાચી બનેલી ઘટનાઓ છે. અમેરિકામાં એક પકડાયેલા દાક્તરને સજા પણ થઈ છે. ૨૫૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #303 -------------------------------------------------------------------------- ________________ કેટલાક દાક્તરો પોતાની વિદ્યાનો દુરુપયોગ કરે છે. આવા બનાવો પાશ્ચાત્ય જગતમાં વધુ બને છે. વીમાયોજના હેઠળ દર્દીઓને મફત સારવાર આપવાની હોય છે, જેમાં વળતર કશું ન હોય અને દર્દી પજવતો હોય ત્યારે દાક્તર આવું કૃત્ય કરી બેસે છે. ક્યારેક દાક્તરની વિકૃત મનોદશા પણ એવી બની જાય છે. દાક્તરનો વ્યવસાય અન્ય વ્યવસાય કરતાં ચડિયાતો છે. એમાં સેવા અને આજીવિકા બંને રહેલાં છે. સંસારનાં શારીરિક અને માનસિક દુ:ખો દાક્તરો દ્વારા નિરંતર દૂર થાય છે. પૃથ્વી ઉપર એક દિવસ એવો પસાર નથી થયો કે જ્યારે કોઈકને અને કોઈકને પોતાના દર્દના નિવારણ માટે વિદ-દાક્તર પાસે જવું ન પડ્યું હોય. વૈદ-દાક્તરોનો એ રીતે જગત પર ઘણો મોટો ઉપકાર છે. તો પણ દાક્તરની આદર્શ ભાવના તો એ રહેવી જોઈએ કે કોઈ પણ માણસ માંદો ન પડે. રોગચાળો ફાટી નીકળે અને દાક્તર રાજી થાય કે હવે ઘણા દર્દી મળશે અને સારી કમાણી થશે એવું બનવું જોઈએ નહિ. વળી દવાઓનું ધ્યેય તો રોગને નિર્મળ કરવાનું છે. ધારો કે કોઈ રોગ દુનિયામાંથી સંદતર નીકળી ગયો તો પછી એ દવાની કશી જ કિંમત ન રહે. પણ એ જ એનું ધ્યેય છે. એટલે જ કોઈકે કહ્યું છે કે : Medicine is the only profession that labors incessantly to destroy the reason for its own existence. દાક્તરી સેવાના ક્ષેત્રે નિઃસ્વાર્થપણે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા કેટલા બધા દાક્તરોનાં નામ વખતોવખત ચમકે છે. ડૉ. આલ્બર્ટ સ્વાઇન્ઝરનું નામ મશહૂર છે. વર્તમાન ગુજરાતનો જ વિચાર કરીએ તો ડૉ. શિવાનંદ અધ્વર્યું, ડૉ. રમણીકલાલ દોશી, ડૉ. મેઘાવ્રત, ડૉ. નવનીતલાલ ફોજદાર, ડો. સુરેશ સોની, ડૉ. પ્રવીણ મહેતા, ડૉ. કીર્તિભાઈ ઇત્યાદિએ હજારો ગરીબ દર્દીઓની મફત સેવા કેટલી બધી કરી છે. ગુજરાતમાં બીજા આવા કેટલાયે દાક્તરો હશે કે જેમણે પોતાના નામને ઉજ્જવળ બનાવ્યું છે. ભારતમાં અન્ય રાજ્યોમાં પણ કેટલા બધા સેવાભાવી દાક્તરોનાં નામ ગૌરવ સાથે સાંભળવા મળે છે. ઠેઠ પ્રાચીન કાળથી ભારતમાં ચરક, સુશ્રુત, વાલ્મટ વગેરેએ અને પાશ્ચાત્ય દેશોમાં હિપોક્રિટિસે (Hippocrates) દાક્તરો માટે ઘણો ઊંચો આદર્શ મુક્યો છે. દુનિયામાં, વિશેષત: પાશ્ચાત્ય દેશોમાં દાક્તરી વિદ્યામાં પાસ થયા પછી જે સોગંદ લેવાય છે તેને Hippocratic Oath કહેવાય છે. જે દાક્તરો ચરક, સુશ્રુત અને હિપોઝિટિસની ભાવનાનુસાર પોતાનું દાક્તર, તમે સાજા થાવ ! = ૨૫૫ Page #304 -------------------------------------------------------------------------- ________________ તબીબી કર્તવ્ય બજાવે છે તેઓ તો ભારે અનુમોદના કરવા યોગ્ય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં સુયોગ્ય ઔષધોપચાર હજારો વર્ષથી થતો આવ્યો છે. વૈદ- દાક્તરનો આદર્શ પણ એમાં ઘમો ઊંચો બતાવાયો છે. ચરકસંહિતામાં કહ્યું છે : श्रुते पर्यवदानत्वं बहुशोदृष्टकर्मता । दाक्ष्यं शौचमिति ज्ञेयं वैद्यो गुणचतुष्टयम् । વૈદ્યમાં આ ચાર ગુણ હોય છે : (૧) દવાના શાસ્ત્રના સારા જાણકાર, (૨) વિવિધ પ્રકારનાં કાર્યોના (રોગ તથા દવાઓના) અનુભવી, (૩) દક્ષતાવાળા અને (૪) પવિત્ર આચરણવાળા. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના દાક્તરોમાં હોવી જોઈએ તે વિશે કહ્યું છે : __ मैत्रीकारुण्यमार्तेषु शक्ये प्रीतिरपेक्षणम् । प्रकतिस्थेषु भूतेषु वैद्यवृत्तिश्चतुर्विद्या । [ ચાર પ્રકારની ભાવના વૈદોમાં હોવી જોઈએ. દર્દીઓ પ્રત્યે મૈત્રી, દર્દથી પીડાતા પ્રત્યે કારુણ્ય, સાજા થવાની શક્યતાવાળા દર્દીઓ પ્રત્યે પ્રીતિ અથવા પ્રમોદ એટલે કે પ્રેમપૂર્વકનો વર્તાવ અને જીવનના અંત તરફ જોઈ રહેલા (બચવાની આશા ન હોય તેવા દર્દીઓ) પ્રત્યે ઉપેક્ષાભાવ અર્થાત્ સ્વસ્થતા. ] દાક્તરનો આદર્શ બતાવતાં કહેવાયું છે કે : गुरोरधीताखिलवैद्यविद्यः पीयूषपाणिः कुशलक्रियासु । गतस्पृहो धैर्य-धर; कृपालु शुद्धोऽधिकारी भिषगादश: स्यात् ।। [ જેઓએ પોતાના ગુરુ પાસે સમગ્ર વૈદકશાસ્ત્રનું અધ્યયન કર્યું છે, જેમના હાથમાં પીયુષ (અમૃત) છે, જેઓ ક્રિયાકુશળ છે, પૃહા (ધનની લાલસા)થી રહિત છે, પૈર્યવાન છે, કૃપાળુ છે તથા શુદ્ધ છે એવા વૈદ્ય આ વ્યવસાયના અધિકારી મનાય છે. ] વેદ, દાક્તરને “પીયુષપાણિ' તરીકે અહીં ઓળખાવ્યા છે. આ ઘણો ઊંચો આદર્શ છે. પીયૂષ અર્થાત્ અમૃત જેમના હાથમાં છે એટલે કે મરતા માણસને જીવાડવાની જેમનામાં શક્તિ અને ભાવના છે તે શ્રેષ્ઠ દાક્તર કહેવાય. તે જ સાચા “પીયૂષપાણિ' દાક્તર છે. ૨૫ક ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #305 -------------------------------------------------------------------------- ________________ વૈદ, હકીમ, દાક્તર વિશે અહીં તો માત્ર થોડીક વાતનો નિર્દેશ છે. ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી હજુ ઘમા મુદ્દાઓની છણાવટ થઈ શકે. દાક્તરોના બચાવમાં અને દાક્તરોની વિરુદ્ધમાં ઘણાને ઘણું કહેવાનું હોઈ શકે. દાક્તરોને દર્દીઓના કડવા અનુભવો થતા હોય છે અને દર્દીઓને દાક્તરના કડવા અનુભવો થાય છે. બીજી બાજુ બંનેને સારા અનુભવો પણ થાય છે. આમ વ્યક્તિગત અનુભવ ઉભય પક્ષે સારામાઠા હોવાના. દાક્તરોની અનિવાર્યતા સંસારમાં હંમેશાં રહેવાની અને રોગીઓને દાક્તરની ગરજ પણ રહેવાની. તેમ છતાં આ વ્યવસાયમાં જે શુભ તત્ત્વ છે તેમ જળવાઈ અને શુભતર બનતું રહે એ જ આ લખવા પાછળનો આશય છે. (સાંપ્રત સહચિંતન-૧૩) દાક્તર, તમે સાજા થાવ ! ર૫૭ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૩૧ દવાઓમાં ગેરરીતિઓ કેટલાક સમય પહેલાં અમેરિકામાં શરદી માટેની દવા SUDAFEDના કેપ્સ્યૂલમાં સાઈનાઈડ નામનું ઝેરી તત્ત્વ કોઈક દ્વારા ભેળવવાને કારણે કેટલાંક માણસો મૃત્યુ પામ્યાની ઘટનાએ ચકચાર જગાડી હતી. દવામાં આ તત્ત્વ કોણે ભેળવ્યું એ પ્રશ્ન છે. એ દેશમાં જાગૃતિ એટલી બધી છે કે ખુદ કંપનીએ પોતે જાહેરાત આપીને બજારમાંથી પોતાની દવા પાછી ખેંચી લીધી હતી. જેમણે એ દવા ખરીદી હોય પણ ન વાપરી હોય તેમને એ ન વાપરવા માટે ભલામણ કરવામાં આવી હતી તથા તે પાછી આપીને નાણાં પાછાં મેળવવા માટે પણ સૂચના આપીને હતી. એવો વહેમ પડ્યો હતો કે કોઈક ચક્રમ માણસે કેટલાક લોકોને મારી નાખવાનો આશય વેરભાવનો નહિ પણ એ પ્રકારની પોતાની માનસિક વિકૃતિને સંતોષવાનો હશે એમ મનાયું હતું. અગાઉ પણ કેટલીક દવાઓમાં બીજાઓ દ્વારા ઇરાદા પૂર્વક ભેળસેળ કરવાના કેટલાક બનાવો પશ્ચિમના દેશોમાં બન્યા હતા. પોતાની પ્રતિસ્પર્ધી કંપનીની દવા વધુ લોકપ્રિય બની હોય અને પોતાની દવા બરાબર ન ચાલવાને કારણે પોતાની કંપની ખોટમાં ધંધો કરતી હોય ત્યારે પ્રતિસ્પર્ધી કંપનીની જામેલી પ્રતિષ્ઠા બગાડી નાખવાના આશયથી એમ કરવામાં આવ્યું હોવાનું કેટલાક કિસ્સામાં જમાયું હતું. કેટલીક વાર દવાના કેપ્સ્યૂલની અંદર કે ઇન્જેક્શન માટેની બાટલીની અંદર ઈન્જેક્શન દ્વારા બીજી દવા ભેળવી દેવાય છે. કેટલીક વાર ખરાબ બનાવટી દવા બનાવીને એ કંપનીના ૨૫૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #307 -------------------------------------------------------------------------- ________________ નામથી પૅકિંગ કરીને બજારમાં મૂકી દેવાય છે. સમૃદ્ધ વિકસિત દેશોમાં પણ આવી મેલી રમતો રમાય છે અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતાં કૌભાંડો થાય છે એ વિશેષ દુ:ખદ અને આશ્ચર્યકારક ઘટના લાગે છે. વર્તમાન જગતમાં કોઈ પણ એક દેશના સંશોધનનો લાભ સમગ્ર દુનિયાને મળતો થયો છે. એથી દવાઓના ક્ષેત્રે પણ દુનિયાભરમાં ઘણીબધી પ્રગતિ થઈ છે. આયુર્વેદ, યુનાની, હોમિયોપથી, એલોપથી વગેરે પ્રકારની દવાઓ બનાવવાની ભિન્ન ભિન્ન પદ્ધથિઓનો નવાં સંશોધનો માટે પરસ્પર લાભ લેવાય છે. આયુર્વેદમાં અનેક પ્રકારની વનસ્પતિઓની રસાયણોના ગુણધર્મ અનુસાર ઉપચારો બતાવવામાં આવ્યા છે. એનો લાભ લઈ આધુનિક પ્રયોગ શાળામાં નવી પદ્ધતિથી નવા નવા પ્રયોગો કરીને નવી દવાઓ બનાવવાનું કાર્ય પણ ઘણું થઈ રહ્યું છે. હિમાલયમાં રહેતા કેટલાક વેપારીઓ દર વર્ષે હિમાલયમાં થતી વનસ્પતિઓની લાખો-કરોડો રૂપિયાની નિકાસ જર્મની, સ્વિટ્ઝરલૅન્ડ કે યુરોપના અન્ય દેશોમાં કે અમેરિકામાં કરે છે. પાશ્ચાત્ય દેશોના કેટલાક સંશોધકો આધારે આયુર્વેદના આધારે નવી દવાઓ તૈયાર કરી રહ્યા છે. નવાં વૈજ્ઞાનિક સ્વયંસંચાલિત સાધનોને કારણે કોઈ વનસ્પતિનાં પાંદડાં, મૂળિયાં, ડાળી, ફૂલ, ફળ વગેરેનો અર્ક મેળવવાનું કે બીજા અર્ક સાથે અમુક ડિગ્રીનું ઉષ્ણતામાન આપીને ભેળવવાનું કે અન્ય તત્ત્વમાં રૂપાંતરિત કરવાનું ઘણું સરળ બની ગયું છે. વળી, દુનિયાના લગભગ બધા દેશોમાં પ્રાચીન સમયથી કેટલાક ઘરગથ્થું ઉપચારો ચાલ્યા આવે છે. ડોશીમાનું વૈદુંના પ્રકારના આવા ઉપચારો ઉપરથી પણ આધુનિક સંશોધનો થાય છે. આથી સમગ્ર જગતમાં લોકોના આરોગ્યમાં સુધારો થતો જાય છે. વળી તબીબી વિજ્ઞાનના ક્ષેત્રે તપાસ અને નિરીક્ષણ માટેનાં નવાં નવાં ઝડપી અને ચોકસાઈભર્યાં સાધનો શોધાતાં જાય છે. એથી મનુષ્યનું સરેરાશ આયુષ્ય પણ વધતું ગયું છે. આવાં નવાં નવાં સંશોધનોને લીધે દવાઓના ક્ષેત્રે છેલ્લા ત્રણચાર દાયકામાં સેંકડો-હજારો નવી નવી દવાઓ પ્રચલિત બની છે. એક જ રોગ ઉપર એક જ પ્રકારના ઉપચારની જુદી જુદી કંપનીઓએ બનાવેલી એકસરખી પણ જુદા જુદા નામવાળી ઘણી દવાઓ બજારમાં આવે તો તેમાંથી કોઈક વધુ ખપે અને કોઈક ઓછી ખપે, આથી ગે૨૨ીતિઓને અવકાશ મળે. કેટલાંક ઔષધોમાં માંદા માણસને સાજો અને તાકાતવાળો બનાવવાનો દવાઓમાં ગે૨૨ીતિઓ * ૨૫૯ Page #308 -------------------------------------------------------------------------- ________________ જેમ ગુણ રહેલો છે તેમ સાજા માણસને માંદો પાડવાની, મારી નાખવાની શક્તિ પણ રહેલી છે. ઔષધોનું સંશોધન કરનારાઓ એકંદરે તો મનુષ્યના કલ્યાણને લક્ષમાં રાખીને સંશોધન કરે છે. ક્યાં ક્યાં ઔષધો કેવી કેવી રીતે માણસને નુકસાન કરી શકે છે તેની ચેતવણી પણ સંશોધકો આપતા હોય છે. ઔષધિઓનું સંશોધન કરનારાઓ માત્ર કમાણીની સ્વાર્થી વૃત્તિથી તેમ કરે એ યોગ્ય ન ગણાય. એમના હૃદયમાં મનુષ્યના જીવનને બચાવવાનો કે એની પીડાનું નિવારણ કરી એને સાજો કરવાનો શુભ આશય રહેલો હોય એ વધુ ઇષ્ટ ગણાય. એવો આશય જ્યાં નથી હોતો અને લોકોની લાચારીનો ગેરલાભ ઊઠાવીને ધન કમાઈ લેવાની સંકુચિત સ્વાર્થી વૃત્તિ હોય એવા સંશોધકોની સામાજિક પ્રતિષ્ઠા બહુ જામતી નથી. ઉમરગામવાળા સ્વ. જગજીવન બાપુ સમર્થ યોગી હતા અને વનસ્પતિઓ તથા ઔષધોના અચ્છા જાણકાર હતા. એમણે એક વખત અમને કહેલું કે પોતે જંગલમાં જાય અને કોઈ અપરિચિત વનસ્પતિ જુએ તો એને પ્રથમ પ્રણામ કરી ભક્તિભાવપૂર્વક એની પાસે બેસે. એની સાથે જીવંત આત્મીયતા કેળવીને જાણે એની સાથે મૌન વાર્તાલાપ કરે. એની પાસે ધ્યાનમાં બેસે એટલે વનસ્પતિ પોતાના ગુણધર્મ એમની આગળ છતા કરતી. એ વનસ્પતિનો ઉપયોગ પોતે લોકોની સુખાકારી માટે જ ક૨શે અને લોકોને મા૨વા, પરેશાન કરવા નહિ કરે એવું એને મનોમન વચન આપતા. એમ કરવાથી એવી વનસ્પતિના વિવિધ ઔષધોપચાર પોતે કરી શકેલા. ભારતીય આયુર્વેદનું આ એક મહત્ત્વનું શુભ લક્ષણ રહેલું છે. એટલે જ આયુર્વેદમાં વનસ્પતિના અને ઇતર પદાર્થોના ઉપચારો જ મુખ્યત્વે બતાવવામાં આવ્યા છે. પશુપંખીઓ વગેરેને મારીને તેનાં માંસ, રુધિર વગેરેમાંથી ક૨વામાં આવતી ઔષધિઓના પ્રયોગોની કદાચ જાણ કારી હોય તો પણ તેનો પ્રચાર કે હિમાયત નથી. અલબત્ત, ગોમૂત્ર, ઉંદરની લિંડી, ઘોડાની લાદ, ગાયનું છાણ, હાથીની પૂંછડીના વાળ વગેરેના નિર્દોષ પ્રયોગો છે; જીવહિંસા થતી હોય એવા ઉપચારોનો પ્રચાર નથી. પાશ્ચાત્ય દેશોમાં એકંદરે પ્રજા માંહાહારી છે. એટલે પશુપક્ષીઓને, જળચરોને, જીવડાંઓને મારીને એના જુદા જુદા અવયવોનાં અર્કનું મિશ્રણ કરીને ઔષધિઓ બનાવવામાં તેમને કોઈ બાધ હોતો નથી. ભાવનાઓનું આવું વૈવિધ્ય-વૈષમ્ય દવા બનાવવાના ક્ષેત્રે રહેલું છે. મરવા પડેલો માણસ જીવતદાન મળતું હોય તો ગમે તેવા ઉપચાર કરવા તૈયાર થાય છે, પરંતુ કેટલાક મહાત્માઓ કે ઉદ્દાત મહાનુભાવો પ્રાણના ભોગે પણ આવા ૨૭૦ * સાંપ્રત સમાજ-દર્શન Page #309 -------------------------------------------------------------------------- ________________ ઉપચારનો સ્વીકાર કરતા નથી. વર્તમાન સમયમાં દવાઓના ક્ષેત્રે એક મોટું અનિષ્ટ તે પોતાની પેટન્ટ દવાઓમાંથી અઢળક ધન કમાઈ લેવાની વૃત્તિ છે. કેટલાક અસાધ્ય ગંભીર રોગો કે દર્દીની ગંભીર સ્થિતિને માટે શોધાયેલી નવી દવા તેના પેટન્ટ હકને લીધે અમુક જ કંપનીને તે બનાવવાનો હક હોય છે. એવી કેટલીક કંપનીઓ તેમાં એટલો બધો નફો કમાઈ લેવાની વૃત્તિ રાખતી હોય છે કે પોતાની પડતર કિંમત કરતાં પચાસ કે સો ગણા કે તેથી પણ વધુ ભાવ રખાય છે. લાચાર દર્દીઓને એ દવા લેવી જ પડે છે. સંશોધન કરનાર અને દવા બનાવનાર કંપનીઓને પોતાના સંશોધન પાછળ કરેલા ખર્ચને, વહીવટી તથા પ્રચારખર્ચને પહોંચી વળવા માટે તથા નવા સંશોધનના બજેટ માટે કોઈક દવાની વધુ કિંમત રાખવી પડે એ સમજી શકાય એવી વાત છે. પરંતુ જે કંપનીઓ વધુ પડતું ધન કમાઈ લેવાની વૃત્તિ રાખે છે એ અવશ્ય ટીકાપાત્ર છે. કેટલાક સંશોધકો પણ પોતાની નવી શોધને લાખો-કરોડો રૂપિયામાં દવા બનાવતી કંપનીને વેચે છે. જેમ આવા સંશોધકો હોય છે તેમ બીજી બાજુ ઈયન ફલેમિંગ જેવા માનવતાવાદી સંશોધક પણ હોય ચે કે જેમણે પોતાની પેનિસિલિનની શોધના કોઈ હક ન રાખતાં બધાંને તે બનાવવાની છૂટ આપી હતી કે જેથી સસ્તા દરે એ દવા બધાંને મળી શકે. પાશ્ચાત્ય દેશોમાં દવા બનાવતી કેટલીક કંપનીઓ પોતાની પેટન્ટ દવામાંથી મોટી કમાણી કરી લીધા પછી નવી નવી દવાઓ બનાવવા તરફ જ્યારે વળે છે અથવા દવાની નકલ થવાનો ભય હોય છે ત્યારે કે અન્ય કારણે પોતાની પેટન્ટ દવાની ફોર્મ્યુલા બીજી કંપનીઓને વેચે છે. આવી રીતે બનાવાતી દવાઓને ત્યાં Generic Drugs તરીકે ઓળખવામાં આવે છે. તેના ભાવ ઘણા ઓછા છે. કારણ કે સ્પર્ધાને કારણે નફાનું પ્રમાણ ઓછું રાખવું પડે છે. પરંતે એવી Generic Drugs બનાવતી કેટલીક કંપનીઓ ફોર્મ્યુલા પ્રમાણે દવા ન બનાવતાં, કંઈક તત્ત્વો ઓછાં નાખીને કે ન નાખીને, ખર્ચ બચાવી સસ્તા ભાવે દવા વેચે છે. એથી દર્દીને દવા બનાવવા તરફ વળે છે. દુનિયાના કેટલાક દેશોમાં નશીલી દવાઓનું કાયદેસર કે ગેરકાયદે ઉત્પાદન વધતું ચાલ્યું છે. રમતગમતમાં ભાગ લેનારાઓમાં સ્ટેરોઈડ્યુક્ત દવાઓ લેવાનું વલણ વધ્યું છે કે જેથી પોતે વધુ તાકાત અનુભવે અને વિજયી બની શકે. એવા પકડાયેલા ખેલાડીઓને અપાત્ર ઠરાવવામાં આવે દવાઓમાં ગેરરીતિઓ - ૨૬૧ Page #310 -------------------------------------------------------------------------- ________________ છે. આવી દવાઓથી વ્યક્તિના આરોગ્યને ઘણું નુકસાન પહોંચે છે, કેટલાકની જિંદગી બરબાદ થઈ જાય છે, પરંતુ ધન કમાવા નીકળેલી કંપનીઓ માનવતાની દૃષ્ટિએ ક્યાંથી વિચારી શકે ? વધુ દુ:ખદ વાત તો એ છે કે આવી નશીલા દવાઓ બનાવનારા કેટલાક એમાં પણ ભેળસેળ કરે છે. માણસ કેટલી હદ સુધી ભેળસેળ કરે છે એનો જૂનો ટુચકો જાણીતો છે કે એક માણસનો આપઘાતનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો, કારણ કે એણે લીધેલી ઝેરી દવા ભેળસેળવાળી હતી. દવામાં ભેળસેળ કરીને કમાઈ લેવાની વૃત્તિ કાયદેસર ગુનો તો છે જ, પણ તે અધમ મનોદશાની પણ સૂચક છે. નવી દવાઓમાં જ ભેળસેળ થાય છે એવું નથી. આયુર્વેદ પદ્ધતિથી ઉપચાર કરનારા કેટલાક વૈદરાજોમાં પણ આવી ગેરરીતિઓ ચાલુ થઈ ગઈ છે. તેઓ પોતાની પડીકીઓમાં કોર્ટિઝોન કે એવી બીજી ભારે પીડાશામક દવાઓનું મિશ્રણ કરીને દર્દીના દર્દને તરત શમાવી દે છે અને જલ્દી મટાડવા માટે પોતે ખ્યાતિ અને નાણાં મેળવી લે છે, પરંતુ દર્દીની તબિયતને લાંબા ગાળાનું મોટું નુકસાન પહોંચાડી દે છે. કેટલાંક વર્ષ પહેલાં ગુજરાતના એક વૈદરાજે કુદરતના ઇન્સાફની વાત નીકળતાં પોતાના જીવનનો એકરાર કરતાં અમને કહ્યું હતું કે લાકડાનો વેર ભેળવી પોતે ઘરે બનાવટી શિલાજિત બનાવીને વેચતા. એક રૂપિયાના ખર્ચમાં દસ રૂપિયા કમાતા. એ રીતે બહુ પૈસા કમાયા. આશય એ હતો કે પૈસા કમાઈ પોતાના એકના એક પુત્રને કોઈકની સીટ વેચાતી લઈને મેડિકલ કૉલેજમાં દાખલ કરાવીને ડૉક્ટર બનાવવો. એ પ્રમાણે મેડિકલ કોલેજમાં પુત્રને દાખલ કરાવ્યો. પરંતુ દીકરો દાક્તર બને તે પહેલાં એક મોટર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. ત્યારથી વૈદરાજના હૃદયનું પરિવર્તન થયું. બનાવટી શિલાજિત બંધ થયું અને ગરીબ લોકોને મફત દવા આપવાનું ચાલુ કર્યું. દવાના ક્ષેત્રે પાશ્ચાત્ય દેશો કરતાં પણ ભારતમાં અને બીજા પછાત દેશોમાં ઘણી ગેરરીતિઓ ચાલે છે. કેટલીક નકલી દવાઓ પકડાય છે. સરકારી ઈસ્પિતાલોમાં કોન્ટ્રાક્ટ મેળવવા માટે સાચો નમૂનો અપાય છે અને પછી લાગતાવળગતા અધિકારીઓ અને દાક્તરોને લાંચ આપી હલકી દવાઓ પૂરી પાડવામાં આવે છે. જૂની દવાઓ, ઊતરી ગયેલી દવાઓ નવા પેકિંગમાં અપાય છે. સરકારી ઇસ્પિતાલોમાં આવી ઘટનાઓ વિશેષ બને છે, કારણ કે ત્યાં દર્દીની તબિયત સુધરી કે ન સુધરી એ બહુ મહત્ત્વનો ચિંતાનો પ્રશ્ન હોતો નથી. ૨૬૨ - સાંપ્રત સમાજ-દર્શન Page #311 -------------------------------------------------------------------------- ________________ આમ, દવાઓના ક્ષેત્રે વિવિધ પ્રકારની ગેરરીતિઓ પ્રવર્તે છે. તબીબોમાં પ્રવર્તતી ગેરરીતિઓની તો વાત જ જુદી. આરોગ્યના પ્રશ્નો સનાતન પ્રશ્નો છે અને સનાતન રહેવાના. મનુષ્યના શરીરને સ્વસ્થ અને નિરામય રાખવા માટે કુદરતમાં જ તત્ત્વો પડેલાં છે. એ શોધીને એના ઉપચારો કરવાના પ્રયાસો માનવજાત આદિકાળથી કરતી આવી છે. કેટકેટલાં દર્દોમાં વધુ ત્વરિત, અસરકારક ઉપચારો શોધાતા ગયા છે. આધુનિક સમયમાં આંતરરાષ્ટ્રીય ધોરણે પોતાના જ્ઞાનવિજ્ઞાનનો લાભ ઘણા દેશોને પરસ્પર મળતો રહ્યો છે. એથી પ્રતિવર્ષ સેંકડો નવી દવાઓ પ્રચલિત બનવા લાગી છે. આથી દવાના ઉત્પાદન અને વેપારનું ક્ષેત્ર દુનિયાભરમાં ઘણુંબધું વિકસ્યું છે. પરંતુ જ્યાં વેપાર આવે ત્યાં ગેરરીતિઓ આવ્યા વગર રહે નહિ. પરંતુ તેમાં જ્યારે બીજાના પ્રાણ લેવા સુધીની નિર્દયતા કે અધમતા પ્રવેશે ત્યારે તે વધુ શોચનીય બની રહે છે. એના નિવારણમાં કાયદાની સાથે પ્રખર લોકમત પણ સારું કાર્ય કરી શકે. (અભિચિંતના) દવાઓમાં ગેરરીતિઓ - ૨૬૩ Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નવી દવાઓ, નવી સમસ્યાઓ કેટલાક સમય પહેલાં છાપાંઓમાં નીચેની કેટલીક ઘટનાઓ વાંચવામાં આવી હતી : (૧) ન્યુઝીલૅન્ડની ઍરલાઈન્સના અમેરિકા જતા એક વિમાનમાં એક ઍર હૉસ્ટેસ ટોઈલેટમાં જઈ બધાં કપડાં કાઢી નાખી નગ્ન થઈને બહાર આવી અને સૂતેલા એક પેસેન્જ૨ને વળગી પડી હતી. તાત્કાલિક તપાસ કરતાં ઍ કંપનીના અધિકારીઓને એમ જાણવા મળ્યું હતું કે ઍરહૉસ્ટેસના આ અસભ્ય વર્તન માટે, પ્રવાસનો થાક ન લાગે અને સારો ‘મૂડ’ રહે એ માટે એણે લીધેલી દવાની ગોળીઓ જવાબદાર છે. (૨) અમેરિકાની એક વિમાન કંપની પાસેથી લાંચ લેવાના આરોપસર જાપાનના તે સમયના ભૂતપૂર્વ વડાપ્રધાન તનાકા સામે કોર્ટમાં કેસ ચલાવનાર જાપાનના એક ન્યાયાધીશ પોતે એક સ્ટોરમાંથી ચોરી કરતાં પકડાઈ ગયા હતા. ભૂલનો એકરાર કરતાં તેમણે કહ્યું હતું કે પોતે જે દવાની ગોળીઓ લીધી હતી તેની અસરને કારણે આવું અપકૃત્ય પોતાનાથી થઈ ગયું હતું. (૩) લોસ એન્જલસમાં યોજાયેલી ઓલિમ્પિક્સ સ્પર્ધાઓમાં ચન્દ્રકવિજેતા એવા ચારેક રમતવીરોના ચંદ્રક પાછા લઈ લેવામાં આવ્યા હતા, કારણ કે રમત પછી તરત જ લેવાયેલા તેમના પેશાબની દાક્તરી તપાસમાં જણાયું હતું કે તેઓએ શરીરમાં વધુ તાકાત આવે તે માટે કેટલીક પ્રતિબંધિત દવાઓ લીધી હતી. તેઓ કુદરતી શારીરિક તાકાતથી નહીં પણ દવાઓની ૨૬૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #313 -------------------------------------------------------------------------- ________________ તાકાતથી જીવ્યા હતા. વર્તમાન સમયમાં પ્રતિ વર્ષ નવી નવી દવાઓની શોધ ચાલ્યા કરે છે. આપણું શરીર અને આપણું ચિત્ત એક યંત્ર જેવું છે. એમાં વિવિધ રસાયણો વિવિધ રીતે કામ કરતા હોય છે. કેટલાક રસાયણો ખૂટતાં કે વધી જતાં એક અથવા બીજા પ્રકારની બીમારી શરૂ થાય છે. આપણા શરીરમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ હોય છે. એમાં વૃદ્ધિ થતાં પણ કેટલાંક રોગો થાય છે. આધુનિક સાધનો વડે શરીરની સૂમ તપાસ કરી શકાય છે. બીમારીનું યોગ્ય નિદાન પણ થઈ શકે છે. અનેક પ્રકારની સુવિધા થતાં દુનિયાનું તબીબી વિજ્ઞાન ઝડપથી આગળ વધી રહ્યું છે. ભૂતકાળમાં જીવલેણ ગણાતા કેટલાક રોગો સર્વથા નાબૂદ થઈ ગયા છે. બીજી બાજુ, અગાઉ જે વિશે સાંભળ્યું નહોતું એવા કેટલાક નવા રોગો ઉત્પન્ન પણ થયા છે. અલબત્ત કેટલાક રોગો અગાઉ કદાચ અસ્તિત્વમાં હશે, પરંતુ તેનું ચોક્કસ નિદાન ત્યારે નહીં થતું હોય. - શારીરિક અન્ય રોગોની વાત બાજુ પર રાખીએ, પરંતુ વર્તમાન જગતમાં વિવિધ પ્રકારના માનસિક રોગોનું પ્રમાણ વધતું જાય છે. એને માટે કેટલીક દવાઓ તથા વર્તમાન જીવનવ્યવસ્થા પણ ઘણે અંશે જવાબદાર છે. જે દેશો ભૌતિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ ઘણા આગળ વધવા લાગ્યા છે, તે દેશોમાં સગવડોને કારણે શારીરિક શ્રમ તદ્દન ઘટ્યો છે અને માનસિક શ્રમ ઘણો વધ્યો છે. મગજના વધુ પડતા ઉપયોગ અને બોજને કારણે માનસિક રોગો વધવા લાગ્યા છે, અને તે મટાડવા માટે લેવાતી અને એવી બીજી દવાઓને કારણે પણ એવા કેટલાક રોગો થવા લાગ્યા છે. વર્તમાન સમયમાં ચિત્તશામક (ટ્રાન્ફિવલાઈઝર) એવી વિવિધ પ્રકારની દવાઓ બનવા લાગી છે. તેથી અનેક લોકોને ચિત્તની કૃત્રિમ શાંતિ મળે છે, સરખી ઊંઘ આવે છે, અને રોગ કાબૂમાં રહે છે. વર્તમાન સંકુલ અને વ્યગ્ર જીવનમાં અનેક પ્રકારના માનસિક પ્રશ્નો વ્યાપક પ્રમાણમાં ઉદ્દભવે છે. બેકારી, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, શેઠ-નોકર વચ્ચેના ઝઘડા, વેપારમાં ખોટ અથવા લક્ષ્યાંક પૂરું કરવા માટેની તાલાવેલી, માનઅપમાનના પ્રસંગો, કૂડકપટ પકડાઈ જવાની બીક, હિંસક વેરભાવના, લજ્જા, ક્ષોભ, વ્યગ્રતા, અનિદ્રા, અતિશય માનસિક શ્રમ, સતત ઉજાગરા કરાવે એવી વ્યાવસાયિક પરિસ્થિતિ, અકારણ કે સકારણ ભય, એકના એક વિચારોનું વારંવાર ઘોળાવું, સતત એકલતા, અસહ્ય વિયોગ, સમય સાચવવાની ચિંતા, શક્તિ કરતાં વધુ જવાબદારીઓ વગેરેને કારણે માનસિક નવી દવાઓ, નવી સમસ્યાઓ ઃ ૨૬૫ Page #314 -------------------------------------------------------------------------- ________________ રોગો ઉત્પન્ન થાય છે. તેને માટે જાતજાતની દવાઓ શોધાઈ છે અને નવી નવી દવાઓ શોધાતી રહે છે. ઊંઘવા માટેની દવાઓ પણ નીકળી છે, અને જાગવા માટેની દવાઓ પણ નીકળી છે. અનુત્સાહ કે ક્ષોભ (depression)ના નિવારણની દવાઓનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. એથી અસંખ્ય લોકોને રાહત થઈ છે. પરંતુ આ દવાઓના અકારણ કે વધુ પડતા સેવનને કારણે જે બીજી કેટલીક માનસિક અસમતુલા સરજાય છે તેનું સર્વેક્ષણ જેટલું થવું જોઈએ તેટલું થતું નથી. તાત્કાલિક ઝાઝો નફો કરવા માટે કંપનીઓ દવાઓ ઉતાવળે પ્રચારમાં મૂકી દે છે. આવી કેટલીક દવાઓની વિપરીત અસરને કારણે ડાહ્યા માણસો પણ ક્યારેક અસભ્ય કે અણછાજતું વર્તન કરી બેસે છે. અન્ય સ્ત્રી-પુરુષો પાસે અસભ્ય વર્તન કરાવવાને માટે અથવા તેમનો ગેરલાભ લેવાને માટે અથવા જાહે૨માં તેમને અપકીર્તિત કરવા માટે દુષ્ટ માણસો દ્વારા ગુપ્ત રીતે દારૂમાં કે ખાવાપીવામાં એવી દવાઓનું મિશ્રણ કરાય એ ભયસ્થાન જેવું તેવું નથી. શરાબની મોટી પાર્ટીઓમાં એવા કિસ્સા બનવા લાગ્યા છે. દવા બનાવનારી કંપનીઓ વચ્ચે તીવ્ર રસાકસીભરી સ્પર્ધા ચાલે છે. પોતાની પેટન્ટ દવા ઝટઝટ બજારમાં મૂકી વધુમાં વધુ પૈસા કમાઈ લેવાની આકાંક્ષા કેટલીક કંપની ઓ રાખે છે. એને લીધે પ્રયોગો પૂરતા પ્રમાણમાં કરવામાં આવતા નથી અને દવાની લાંબે ગાળે શીશી માઠી અસર થાય છે તેનું નિરીક્ષણ કરવાની બહુ પરવા હોતી નથી. વળી, દવાના થોકબંધ વેચાણને માટે દવાના વેપારીઓ અને સેલ્સમૅનો દ્વારા એવો જબરો અને લલચાવનારો પુરુષાર્થ થાય છે કે કેટલાક ડૉક્ટરો જાણતાં-અજાણતાં તેનો શિકાર બને છે. એવા કેટલાક ડૉક્ટરો દ્વારા એવી દવાઓનાં પ્રિસ્ક્રિપ્શન લખાય છે. પરિણામે અનેક લોકો આવી દવાઓની માઠી અસરના ભોગ બને છે. દવા બનાવતી કંપનીઓ વચ્ચે કેવી ખતરનાક સ્પર્ધા ચાલતી હોય છે તેનો એક કિસ્સો થોડા સમય પહેલાં અમેરિકામાં બન્યો હતો. પોતાની કંપનીની એક પેટન્ટ દવા અકસીર અને લોકપ્રિય નીવડી અને એનું વેચાણ વધવા માંડ્યું, પરંતુ પછીથી એ દવાની માઠી અસર થાય છે ફરિયાદો ચારે બાજુથી આવવા લાગી. એથી દવાની કંપનીને અને દવા બનાવનાર વૈજ્ઞાનિકને ઘણું આશ્ચર્ય થયું. દવાના બધા સ્ટોરોમાંથી તાબડતોબ એ દવા પાછી ખેંચી લેવામાં આવી. પાછી ખેંચી લીધેલી એ દવાઓમાંથી નમૂનારૂપે ૨૬૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #315 -------------------------------------------------------------------------- ________________ કેટલીકનું ફરીથી લેબોરેટરીમાં પૃથક્કરણ કરતાં કંપનીના વૈજ્ઞાનિકોને આશ્ચર્ય સાથે જાણવા મળ્યું કે જે કંપનીએ દવા બનાવવામાં વાપર્યું નથી એવું એક રસાયણ તેમાં હતું. આવું નુકસાનકારક રસાયણ દવામાં આવ્યું ક્યાંથી ? તપાસ કરતાં માલુમ પડ્યું કે કોઈક હરીફ કંપનીએ એવી જ દવા કોઈક નુકસાનકારક રસાયણ ભેળવીને એ જ નામથી એવા જ પેકેટમાં બજારમાં વહેતી કરી દીધી હતી. બીજી કંપનીને ન ફાવવા દેવાના આશયથી લાખો માણસોના આરોગ્યને નુકસાન પહોંચાડવામાં મોટી કંપનીઓ જરા પણ અચકાતી નથી. ભારતમાં તો પ્રચલિત નફાકારાક નામાંક્તિ દવાઓની બનાવટી નકલ કરી વેચવા માટે વખતોવખત વેપારીઓ અને આવી દવા બનાવનારાઓ પકડાય છે. ટી. બી., બ્લડ-પ્રેશર, ડાયાબીટીસ, હૃદયરોગ વગેરે મોટા શારીરિક રોગો મટાડવા માટે અનેક અકસીર દવાઓ છેલ્લા ત્રણ-ચાર દાયકાઓમાં શોધાઈ છે. ઈસ્યુલિન, ટેરામાઈસિન, પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઈસીન, કોર્ટિઝોન વગેરે દવાઓ એના યોગ્ય ઉપયોગમાં લેવાય તો માનવજાત માટે આશીર્વાદરૂપ નીવડી છે. બીજા કેટલાયે રોગો માટે પણ ઘણી અક્સીર દવાઓ નીકળી છે. દવાઓના ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં અદ્ભુત પ્રગતિ થઈ છે, અને થતી રહી છે. અનુભવી ડૉક્ટરો એ વિશે ઘણો પ્રકાશ પાડી શકે. એવી જ રીતે વિવિધ પ્રકારની શારીરિક તપાસ માટેનાં સાધનો અને પ્રયોગો ખૂબ ખૂબ વિકાસ થયો છે. કપ્યુટરની મદદ પણ તબીબી ક્ષેત્રે ઘણી કામિયાબ નીવડી છે. આયુર્વેદી, યુનાની વગેરે પ્રાચીન વૈદિક પદ્ધતિ ઉપર આધારિત નવાં સંશોધનો પણ ઉપયોગી પુરવાર થયાં છે. જેમ શારીરિક રોગો માટે તેમ માનસિક રોગોને માટે પણ ઘણી નવી નવી દવાઓ નીકળી છે. કોઈ માનસિક આઘાતને કારણે અચાનક ગાંડા કે ચક્રમ થઈ જતા કેટલાક માણસો આધુનિક દવાઓથી ફરી પાછા સાવ સાજા થઈ ગયા હોય એવા કેટલાય કિસ્સા જોવા મળશે. જન્મથી મંદબુદ્ધિવાળા બાળકો પણ દવાથી હોશિયાર થાય છે. નવી દવાઓ કેટલું સરસ કામ કરે છે તે આવા દાખલાઓ પરથી જોઈ શકાય છે. શારીરિક રોગો માટેની કેટલીક દવાઓની શરીર ઉપર વિપરીત અસર ક્યારેક થાય છે. પ્રસૂતિની વેદના ન થાય એ માટે બીજા વિશ્વયુદ્ધ પછી એક કંપનીએ બનાવેલી દવાની વિપરીત અસરને કારણે ટૂંકા હાથ - પગ વાળાં અનેક બાળકો પશ્ચિમની દુનિયામાં જન્મ્યાં છે. હવે એ દવા બંધ થઈ છે. આવી બીજી કેટલીક દવાઓની માઠી અસર પણ થઈ છે. નવી દવાઓ, નવી સમસ્યાઓ સર ૨૭૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ કેટલીક દવાઓ અમુક રોગ મટાડે છે. પરંતુ પછી બીજા કયા રોગ ઉત્પન્ન કરે છે. તેની ઝાઝી તપાસ થતી નથી. જે તપાસ થાય છે તે બહુ ટૂંકા ગાળાની અને ઉપરઉપરની હોય છે. ગંભીર ફરિયાદો ઘણી બધી આવવા માંડે ત્યારે તેવી દવાઓ પાછી ખેંચી લેવાય છે. શરીરની કે મનની તાકાત અતિશય વધી જાય એવી આશ્ચર્યકારક દવાઓ પણ શોધાઈ છે. એટલા માટે તો એવી દવાઓ ઉપર રમતગમતના ક્ષેત્રે પ્રતિબંધ મુકાય છે. ચિત્તની વિવિધ અપાર શક્તિઓની અનુભૂતિ માટે પણ કેટલીક દવાઓ શોધાઈ છે, અને યુવાન વર્ગ તેના વ્યસનનો ભોગ થઈ પડે છે. અમેરિકાને સૌથી વધુ સતાવનાર યુવાનોની સમસ્યા તે તેઓમાં વ્યાપક બનેલા દવાઓના વ્યસનની છે. ઘણા દેશોની યુનિવર્સિટીના કેમ્પસમાં નશાકારી દવાનો ગેરકાયદે વપરાશ પુષ્કળ વધ્યો છે. દુનિયાના અનેક તેજસ્વી યુવાનની કારકિર્દી આવી નશાકારક દવાના વ્યસનને કારણે બરબાદ થઈ છે. કેટલાકે એથી પ્રાણ પણ ગુમાવ્યા છે. એલ. એસ. ડી. વગેરે કેટલીક ઉન્માદક દવાઓ ચિત્તને દીવાસ્વપ્નની એવી ભૂમિકાએ લઈ જાય છે કે જેમાં માણસને અત્યંત તેજસ્વી રંગો અને આકૃતિઓ દેખાય છે. માણસને એ દુનિયામાં વિલીન થઈ જવાનું મન થાય છે. સાથે સંભાળ રાખનાર જો કોઈ ન હોય તો એવા માણસો મૃત્યુ પામ્યાના દાખલા પણ બન્યા છે. માણસને સહજ રીતે ઊંચાઈએથી પડતું મૂકવાની હોંશ થાય છે, પરંતુ વાસ્તવમાં તે જીવલેણ નીવડે છે. એલ. એસ. ડી. વગેરે પ્રયોગાત્મક દવાઓ દ્વારા ચિત્તની કેટલી અપાર શક્તિ છે અને તેના સેવનથી કેવી કેવી અપાર્થિવ અનુભૂતિઓ થાય છે તેનો અંદાજ નીકળે છે. પરંતુ એકંદરે તો એવી દવાઓ ભયંકર અને સમાજહિતવિરોધી ગણાઈ છે. યુવાન માણસો આવી દવાઓના અને એવી જ બીજી ચરસ-ગાંજો, કોકેઈન વગેરે ઉત્સાહક, કામોત્તેજક દવાના વ્યસનના જ્યારે ભોગ થઈ પડે છે ત્યારે તેમાંથી તેમને છોડાવવા તે ઘણી કપરી અને અતિશય ખર્ચાળ બાબત થઈ પડે છે. શારીરિક રોગો કરતાં પણ માનસિક રોગો માટેની દવાની વિપરીત અસર વધુ ભયંકર હોય છે, કારણ કે એથી માણસનું વ્યક્તિત્વ જ તદ્દન બદલાઈ જાય છે. ચિત્તશક્તિ ઉપર કે જ્ઞાનતંતુઓ ઉપર થતી માઠી અસરને પરિણામે એ દવા લેનાર વ્યક્તિ વિચિત્ર રીતે વર્તવા લાગે છે. એની માનસિક સમતુલા ખોરવાય છે. એથી સમાજમાં એની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે. ૨૧૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #317 -------------------------------------------------------------------------- ________________ એવી દવાની અસર હેઠળ ગુનાહિત અપકૃત્ય કરનાર માણસની સામે અદાલતમાં કામ ચલાવવામાં આવે તો તે અંગે પણ ભવિષ્યમાં કેટલાક પ્રશ્નો ઊભા થશે. ડૉક્ટરની સલાહ અનુસાર દવા લીધી હોય અને તે પછી ગુનાહિત કાર્ય થયું હોય, ડૉક્ટરને પૂછ્યા વગર પોતાની મેળે વધુ કે ઓછા પ્રમાણમાં દવા લીધી હોય અને તેની અસર હેઠળ ગુનો થયો હોય, ખરેખર ગુનેગાર હોય અને પોતે દવાની અસર હેઠળ ગુનો કર્યો છે તેવો ખોટો બચાવ કરે, (એના લોહી અને પેશાબનો રિપોર્ટ પણ ગેરમાર્ગે દોરવનારો હોય) તો આવા બધા કિસ્સાઓમાં એકસરખો ન્યાય તોળવાનું અઘરું થઈ પડશે. આ તો જાહેરમાં નોંધાય એવા કિસ્સાઓની વાત થઈ, પરંતુ અંગત જીવનમાં, ઘર અને કુટુંબોમાં. પડોશીઓ સાથે, મહેમાનોની સાથે, નોકર-નોકરાણી સાથે ખાનગીમાં અણછાજતું વર્તન કરી દેવાનું બહાનું કાઢનાર માણસની વાત તો જાહેરમાં કદાચ ન પણ આવે. આ અને આવી બીજી ઘણી સમસ્યાઓ આ નવી દવાઓ ઊભી કરતી જશે. શરાબના અતિ સેવનથી માણસ અસંબદ્ધ. બેહૂદું કે અસભ્ય વર્તન કરે છે, પરંતુ તે પહેલાં તેનો ચહેરો ચાડી ખાય છે. દવાઓના સેવનમાં તેવું બનશે ભવિષ્યની દવાઓ માણસ પાસે બિલાડી, કૂતરું, વાંદરો કે વાઘસિંહ જેવાં વાણી, વર્તન કે નરપિશાચ જેવું વર્તન નહીં કરાવે એમ કેમ કહી શકાય ? દવા બનાવનારી કંપનીઓ માત્ર કમાણી કરવા તરફ જ લક્ષ્ય ન રાખતાં, લોકોના શારીરિક અને માનસિક આરોગ્ય પ્રત્યેની પોતાની નૈતિક, સામાજિક જવાબદારી પણ લક્ષ્યમાં રાખે એવી આશા વધુ પડતી ન ગણાય. (સાંપ્રત સહચિંતન-૧) નવી દવાઓ, નવી સમસ્યાઓ ૯ ૨૭૯ Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બાળમજૂરોની સમસ્યા કેટલાક વખતથી જગતના સમાજશાસ્ત્રીઓ બાળકો માટે વધુ જાગ્રત અને ચિંતિત થવા લાગ્યા છે. યુનાઈટેડ નેશન્સ તરફતી બાળકો માટેના કન્વેન્શનમાં બાળકોના રક્ષણ માટે જે નીતિનિયમો ઘડવામાં આવ્યા છે. તેમાં ઘણા દેશોએ સહકાર આપવાની ખાતરી આપી છે. દુનિયાના ઘણા દેશોમાં બાળકલ્યાણ કેન્દ્રોની સરકારી સ્તરે સ્થાપના થઈ છે. દુનિયાના કેટલાયે દેશોમાં બાળમજૂરી અંગે કાયદાઓ ઘડાયા છે. તેમ છતાં સમગ્ર દુનિયામાં મળીને કરોડો બાળમજૂરો મજૂરી કરી રહ્યા છે. અને એમાં કેટલાંકની પાસે પશુની જેમ કામ કરાવવામાં આવે છે. વાસ્તવિકતાનો અસ્વીકાર થઈ શકે તેમ નથી. અનાજ, કપડાં, રહેઠાણ, વાહનવ્યવહાર ઇત્યાદિની બાબતમાં માત્ર સ્વાવલંબી જ નહિ, સમૃદ્ધ બનેલાં રાષ્ટ્રો વૃદ્ધો, અપંગો, બાળકો, મહિલાઓ વગેરેની વિવિધ પ્રકારની સુવિધાઓ માટે જાગ્રત બને એ સ્વાભાવિક છે. એટલે પાશ્ચાત્ય દેશો બાળમજૂરોના વિષયમાં જેટલા સજાગ અને સક્રિય હોય એટલા કદાચ અન્ય રાષ્ટ્રોના સામાજિક કે રાજકીય કાર્યકર્તાઓ ન હોય એ દેખીતું છે. અવિકસિત રાષ્ટ્રોને માટે બીજા ઘણા વિષયો એથી પણ વધુ ગંભીર હોય છે. બાળકોની સમસ્યા વિવિધ પ્રકારની છે. કોઈ યુગ એવો નથી પસાર થયો કે જ્યારે બાળકોની કોઈક ને કોઈક સમસ્યાએ સમાજને સચિંતન કર્યો હોય. આરોગ્ય, શિક્ષણ, ગુનાખોરી, મજૂરી, આજીવિકા વગેરે ઘણી ૨૭૦ % સાંપ્રત સમાજ-દર્શન Page #319 -------------------------------------------------------------------------- ________________ જુદી જુદી દૃષ્ટિએ બાળકોની સમસ્યાઓનું નિરાકરણ વિચારાય છે. વર્તમાન જગતમાં બાળકોના આરોગ્ય માટે ઘણા ઉપાયો અમલમાં આવ્યા છે, જો કે કેટલાક ગરીબ દેશોમાં અંતરિયાળ વિસ્તારોમાં એ બધી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં હજુ સુલભ થઈ નથી. બાળકોની બીજી જે ગંભીર સમસ્યાઓ છે તેમાં રસ્તે ૨ઝળતાં બાળકો, બાળકોમાં ગુનાખોરી અને બાળમજૂરી એ ત્રણ બાબતો મહત્ત્વની છે. એ વિશે ઠીક ઠીક જાગૃતિ ઘણા દેશોમાં આવી છે. આ બધી સમસ્યાઓમાંથી આપણે હાલ અહીં મજૂર કે નોકર તરીકે બાળકોનો જ ઉપયોગ થાય છે તેની માત્ર વિચારણા કરીશું. આ વિષય ઉપર કાયદાની દૃષ્ટિએ, અર્થશાસ્ત્રની દૃષ્ટિએ, સમાજશાસ્ત્રની દૃષ્ટિએ એમ વિવિધ દૃષ્ટિકોણથી વખતોવખત પરામર્શ થાય છે. એમાંથી કેટલાક મુદ્દા વિચારીશું. જ્યાં સુધી માણસને પેટ છે ત્યાં સુધી ખાવા માટે એણે કંઈક પ્રવૃત્તિ કરવાની રહે છે. પોતાની આજીવિકા પોતે રળવાની રહે છે. દરેક માણસ માટે કમાવાનાં સાધનો અને ઉપાયો એકસરખાં હોતાં નથી. પોતપોતાની શક્તિ અને સંજોગાનુસાર, સામાજિક અને આર્થિક દૃષ્ટિએ જીવન ગોઠવાઈ જાય છે. પોતાનું ગુજરાન ચલાવવા માટે માણસ પોતે પોતાના ગામ કે નગરમાં પોતાની આજીવિકાનું સાધન શોધી લે છે. કેટલાક એમાં સફળ થાય છે, કેટલાક નિષ્ફળ જાય છે. કેટલાક પોતાની શક્તિ અને સૂઝ અનુસાર એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જાય છે. કેટલાક પોતાનું ગામ છોડી બીજે જાય છે અને એમ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે છે. યુરોપ અને અમેરિકાના સમૃદ્ધ દેશો કરતાં મધ્ય પૂર્વ, એશિયા અને આફ્રિકાના પછાત દેશોમાં લોકોનું સરેરાશ જીવનધોરણ ઘણું નીચું છે. બીજી બાજુ જીવનનિર્વાહ માટે માણસને ઘણો શ્રમ કરવો પડે છે. ગરીબ દેશોની અર્થવ્યવસ્થા જુદા પ્રકારની છે. ત્યાં અસંખ્ય કુટુંબો માટે તો રોજનો રોટલો રોજ કમાવા જેવી સ્થિતિ છે. એવાં કુટુંબોમાં દરેક સભ્ય કંઈક ને કંઈક કામ કરવું પડે છે કે જેથી કુટુંબનિર્વાહ બરાબર થઈ શકે. આવાં કુટુંબોમાં નાનાં બાળકોની આજીવિકાની પણ ગણતરી થાય છે. કેટલાક સમૃદ્ધ દેશોમાં બાળમજૂરી ઉપર કાયદેસર પ્રતિબંધ હોવા છતાં કેટલાંય સ્થળે, અલબત્ત નાના પ્રમાણમાં, બાળકો થોડી ધનપ્રાપ્તિ અર્થે કંઈક કામધંધો કરતાં જોવા મળે છે. અમેરિકા, કેનેડા અને બીજાં રાષ્ટ્રોમાં કેટલાક છોકરાઓ છાપાની ફેરી કે છૂટક ઘરકામ વગેરે કરે છે. એનું કુટુંબ સુખી હોય છે. પરંતુ પોતાની કહી શકાય એવી કંઈક બાળમજૂરોની સમસ્યા - ૨૭૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ કમાણી પ્રાપ્ત કરવામાં એને આનંદ હોય છે. ઘણું ખરું તે પોતાના અભ્યાસના ભોગે આવું કામ કરે છે. એ એની મનગમતી પ્રવૃત્તિ છે, એમાં શોષણ નથી. કેટલાક વ્યવસાય એવા છે કે જેમાં પિતા પોતે જ પોતાના નાના દીકરાને પોતાની સાથે લઈ જઈને પોતાનું કામ શિખવાડે છે. ઘરમાં તે પજવે નહિ કે ઘરની બહાર રખડી ન ખાય એ માટે પણ તેઓ પોતાની સાથે લઈ જાય છે. ખેડૂતો ખેતરમાં અને ભરવાડો વગડામાં પોતાના છોકરાઓને લઈ જાય છે અને જેવું આવડે એવું કામ તેમને સોંપે છે. સુથાર, લુહાર, દરજી, કુંભાર, કડિયા વગેરે જુદા જુદા વ્યવસાયવાળા કારીગરો પોતાના નાના છોકરાઓને પોતાના વ્યવસાયની તાલીમ નાની ઉંમરથી જ આપે છે. આદિવાસી વિસ્તારોમાં આવી પ્રવૃત્તિ સવિશેષ જોવા મળે છે. છોકરાઓ હોશિયાર થતા જાય છે અને મોટા થતાં પિતાનો ભાર હળવો કરે છે અને લાંબે ગાળે તેઓ પિતાનો વ્યવસાય સંભાળી લે છે. ખેડૂતનો દીકરો ખેડૂત થાય, સુથારનો દીકરો સુથાર થાય, લુહારનો દીકરો લુહાર થાય કે દરજીનો દીકરો દરજી થાય એવો વ્યવહાર હજુ ઘણા મોટા પ્રમાણમાં દુનિયામાં ઘણે સ્થળે જોવા મળે છે. એમ થવું અનિવાર્ય નથી અને વધુ તેજસ્વી બાળકો પોતાની બુદ્ધિશક્તિ અનુસાર અન્ય વ્યવસાયમાં જાય તેમાં કશું ખોટું પણ નથી. એકંદરે તો તે સમજના હિતમાં છે. પરંતુ બીજી બાજુ પોતાનો દીકરો અન્ય વ્યવસાયમાં ચાલ્યો જાય અને પિતાનો વ્યવસાય ભાંગી પડે એ પણ એક મોટી સમસ્યા બની રહે છે. આથી જ કેટલાયે પિતા પોતાનો દીકરો અન્ય વ્યવસાયમાં ન ચાલ્યો જાય એટલે માટે તેને શાળા કે કૉલેજમાં વધુ ભણાવતા નથી. જે પ્રદેશમાં વસ્તી ઘણી છે અને વ્યવસાય ઓછા છે અને એને લીધે સમાજની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી રહે છે એ પ્રદેશોમાં નાના નાના પરચુરણ વ્યવસાયો દ્વારા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. સમગ્ર જગતમાં માંગ (Demand) અને પુરવઠો (Supply) અનુસાર વેપારધંધો અને બીજા વ્યવહારો ચાલે છે. આવા વ્યવહારમાં બાળમજૂરોની પણ એક આગવી સમસ્યા છે. જે બાળકોને શાળાઓમાં અભ્યાસ કરવાની તક કે સુવિધા નથી એ બાળકો ફાજલ સમયમાં જો રોકાયેલાં ન રહે તો તેઓ માબાપને કે પડોશીઓને સતાવે છે, રખડી ખાય છે, ખરાબ સોબતે જો ચઢી જાય તો ચોરી, મારામારી, ગુંડાગીરી વગેરે કરવા લાગે છે. એવું કરવાનો એમનો ૨૭૨ * સાંપ્રત સમાજ-દર્શન Page #321 -------------------------------------------------------------------------- ________________ તરત ઇરાદો નથી હોતો પરંતુ તેઓ આવી પ્રવૃત્તિઓમાં જાણતા-અજાણતાં ઘસડાય છે. અસામાજિક તત્ત્વો તેમનો લાભ ઉઠાવે છે અને વખત જતાં એવા કિશોરો પોતે અસામાજિક તત્ત્વ બની જાય છે. પછીથી તેઓ સમાજ માટે એક સમસ્યારૂપ બની રહે છે. આવું જ્યાં થતું હોય ત્યાં બાળકો કોઈક વ્યવસાયમાં રોકાયેલાં રહે તે સમાજના હિતમાં છે. અલબત્ત એવાં બાળકોનું નિર્દય રીતે શોષણ ન થાય એ જોવાની ફરજ સરકારની અને સમાજના આગેવાનોની છે. બાળક મોટું થાય એટલે એને કંઈક ને કંઈક કામ કરવું ગમે છે. નવરાં બાળકોને કંઈક કામ સોંપીને રોકી રાખવાં એ વધુ સલાહભર્યું છે. કેટલાંક બાળકોને આજીવિકાને અર્થે નહિ, પરંતુ કંઈક નવું શીખવાના અર્થે આવું કામ કરવું ગમે છે. કોઈ પણ કામ પોતાને આવડે તો બાળક તેથી રાજી રાજી થાય છે. ગામડાંઓમાં નાનાં કુટુંબોમાં વડીલો, બાળકો પાસે ઝાડું કાઢવું, ચીજવસ્તુઓ આઘી-પાછી મૂકવી, લેવડ-દેવડના ધક્કા ખવરાવવા, બજારમાંથી વસ્તુઓ લઈ આવવી વગેરે નાનાંમોટાં કામો કરાવે છે અને બાળક તે ઉત્સાહથી કરે છે. પાડોશીઓ કે સગાસંબંધીઓ માટે પોતે કરેલાં કામના બદલામાં જો કોઈ નાની મોટી રકમ મળે છે તો તે બાળખને વધુ પ્રોત્સાહિત કરે છે. બાળખ લાલચુ થઈ જાય એવું પણ બને, પણ એની હોંશિયારી તો વધવા લાગે છે. જે કુટુંબમાં આજીવિકા મેળવતો પુરુષ નાનાં બાળકોને મૂકીને અકાળે અવસાન પામે છે એ કુટુંબની વિધવાને કંઈક કામ કરીને કમાવું પડે છે. તેને પોતાના નાના છોકરાઓ દ્વારા પણ નાનુંમોટું કામ કરાવીને પૂરક આજીવિકા મેળવવી પડે છે. નિરાધાર કુટુંબમાં બાળકોની નજીવી કમાણી પણ સહાયરૂપ બને છે. મહાન ચીની ફિલસૂફ કફ્યુશિયસને એમની માતા વિધવા થતાં બાળવયથી જ જાતજાતની મજૂરી કરવી પડી હતી અને એથી એમની હોશિયારી ઘણી વધી ગઈ હતી. બીજી બાજુ કેટલાય એવા ગરીબ લોકો છે કે જેમની પાસે આજીવિકાનું કોઈ મોટું સાધન નથી. એવા લોકોએ નાનું-સરખું કામ કરીને રોજનું પેટિયું રોજ રળવાનું રહે છે. આવા લોકો પોતાનાં કામ માટે નોકર તરીકે નાના છોકરાઓને રાખે છે કે જેથી તેમને પગાર ઓછો આપવો પડે અને પોતે પોતાનો નાનો-સરખો ધંધો સરખી રીતે ચલાવી શકે. એશિયાના કેટલાય દેશોમાં કેટલાય માણસો રસ્તા ઉપર નાની હાટડી માંડીને કે રેકડી રાખીને પોતાનો ધંધો ચલાવે છે. તેઓ બાળમજૂરોની સમસ્યા ૪ ૨૭૩ Page #322 -------------------------------------------------------------------------- ________________ પોતાના મદદનીશ તરીકે બાળમજૂરોને રાખે છે. જો તેઓ બાળમજૂરોને ન રાખે અને પુખ્ત વયના નોકરોને રાખે તો તેમને પોષાય નહિ અને તેઓ પોતાનો વ્યવસાય ચલાવી ન શકે. પોતાને પગભર રહેવા માટે બાળમજૂરોની જરૂર પડે. એમાં કોઈ શોષણનો ઇરાદો નથી હોતો, પરંતુ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો જ પુરુષાર્થ હોય છે. એની એવી પ્રવૃત્તિથી બે કુટુંબોને રાહત મળે છે : ધંધો કરનારના કુટુંબને અને નોકરી કરનાર બાળમજૂરના કુટુંબને. કેટલાંક તીર્થસ્થળોમાં ચા-પાણીની રેકડી ચલાવનારાઓ આઠ-દસ વરસની ઉંમરના છોકરાઓને નોકરીમાં રાખે છે. “આવા કુમળા છોકરા પાસે તમે કેમ મજૂરી કરાવો છો ?' એવો પ્રશ્ન કોઈ કરે તો તેઓનો જવાબ હોય છે કે મોટા માણસો આવા કામ માટે મળતા નથી. મળે તો મને પોષાય તેમ નથી. આ છોકરાઓની કમાણીથી એમના કુટુંબને રાહત મળે છે. હું જો તેઓને નોકરીમાં રાખવાનું બંધ કરી દઉં તો અમારા બેઉનું બગડે. હું મારું ગુજરાન ન ચલાવી શકું અને છોકરાઓ પોતાનું ગુજરાન ન ચલાવી શકે.' આવી રીતે બાળપણમાં નોકરી કરનાર છોકરાઓ હોશિયાર જલદી થાય છે. કેટલાકમાં લુચ્ચાઈ, પક્કાઈના અંશો પણ જલદી આવે છે. પોતાના માલિકની ધંધાની કુનેહ અને છેતરપિંડીની રસમોના તેઓ માહિતગાર થાય છે. માનવસ્વભાવના તેઓ પારખુ બને છે. કેટલાક કિસ્સાઓમાં તો વખત જતાં તેઓ પોતાના માલિકના હરીફ બનીને ઊભા રહે છે. પિતાના કે માતાના અતિશય ક્રોધી સ્વભાવને કારણે અથવા માતાપિતાનું તકરારી, વિસંવાદી, સંઘર્ષમય જીવન જોઈને એ ત્રાસમાંથી મુક્ત થવાને માટે અથવા મિત્રો, સોબતીઓનો આગ્રહભર્યો સાથે મળવાને લીધે કેટલાયે છોકરાઓ ઘર છોડીને ભાગી જાય છે. કુમળી વયના એવા છોકરાઓ ગુજરાન માટે મોટાં શહેરો તરફ ધસે છે. ત્યાં તેઓને કંઈક ને કંઈક કામ મળી રહે છે. તેઓ ગમે ત્યાં ખાયપીવે છે, અને ગમે ત્યાં સૂઈ રહે છે. આવી વિષમ પરિસ્થિતિમાં પણ પોતાના ઘર કરતાં પોતે વધુ સુખી છે એવું તેઓને લાગે છે. એમાં પણ સરખેસરખી વયના દોસ્તારો મળી જતાં તેઓ એક જુદી જ દુનિયામાં વસવા લાગે છે. માતાપિતા કે ભાઈભાડુંઓની તેમને ચિંતા હોતી નથી. તેઓ યાદ પણ ભાગ્યે જ આવે છે. આવી રીતે ભાગી નીકળેલા છોકરાઓને સગવડ મળે, સારી તક મળે તો પણ ઘરે પાછા ફરવાનું ગમતું નથી એવો અભિપ્રાય એ ક્ષેત્રમાં સેવાનું કામ કરતા સામાજિક કાર્યકર્તાઓનો છે. ૨૭૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #323 -------------------------------------------------------------------------- ________________ આવા દોસ્તારોની સોબત એકંદરે સારી નીવડતી નથી. તેઓ તરત બીડી-સિગરેટ પીતા થઈ જાય છે. ચલચિત્રો જોવાનો તેમને નાદ લાગે છે. કેટલાક તો વળી ચરસ-ગાંજો પીવા લાગે છે, કેટલાક દારૂ અને જુગારના અડ્ડા તરફ આકર્ષાય છે, કેટલાક ચોરી-દાણચોરીમાં સંડોવાય છે, અને ગુજરાન કરતાં વધુ પૈસા કમાવાના મળતાં કેટલાક નાની કાચી વયથી જ વેશ્યાવાડા તરફ ખેંચાય છે. કેટલાક જાતજાતના રોગનો ભોગ થઈ અકાળે મૃત્યુ પામે છે. ઘર છોડીને ભાગી નીકળેલા એવાં દુનિયાનાં અસંખ્ય બાળકોનું જીવન અંતે કરુણાંતિકા જેવું બની રહે છે. એક અંદાજ પ્રમાણે દુનિયાભરના બાળમજૂરોના પચીસ ટકા જેટલા બાળમજૂરો ઘરનોકર તરીકે કામ કરે છે. ઝાડુ કાઢવું, વાસણ માંજવા, કપડાં ધોવાં વગેરે પરચૂરણ પ્રકારનાં ઘરકામ કરવા માટે બહુ મોટી આવડતની જરૂર પડતી નથી. આ બાળમજૂરોમાં છોકરીઓનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. ઘરકામ કરવા માટે બાળમજૂરોને રાખવામાં કાયદાનો પ્રશ્ન બહુ નડતો નથી, કારણ કે એવી નોકરીમાં કોઈ કાયદેસરનું લખાણ હોતું નથી. મજૂરીની રકમ માટે લેખિત પહોંચ લેવાતી નથી. વળી એવાં ઘરોમાં એક-બેથી વધારે બાળકો જવલ્લે જ કામ કરતાં હોય છે. એટલે તેવા બાળમજૂરો કે તેમનો સમુદાય નજરે ચડતો નથી, કેટલાંય કુટુંબોમાં બાળમજૂરને કુટુંબના સભ્યની જેમ સારી રીતે રાખવામાં આવે છે. કેટલાંક કુટુંબોમાં તો દિવસ-રાત ત્યાં જ રહેવાનું હોય છે. તેમને ખાવા-પીવાનું અને કપડાં અપાય છે. કેટલાંય ઘરોમાં તો નાની છોકરીઓ કામ કરતી હોય છે. અલબત્ત બીજી બાજુ કેટલાંક ઘરોમાં બાળનોકરો પાસેથી નિર્દય રીતે કામ લેવામાં આવે છે. કેટલાંય ઘરોમાં લાચાર બાળકોને માલિકનાં ગાળ અને માર સહન કરવો પડે છે. માનવતાવિહોણું વર્તન હોવા છતાં બાળક કશું કહી શકતું નથી, કારણ કે નોકરી છોડવા જતાં ભૂખે મરવાનો વખત આવે છે. સામાન્ય સરેરાશ બાળક સહેલાઈથી મજૂરી કરી શકે એવો અને જેમાં બુદ્ધિચાતુર્યની બહુ જરૂર ન હોય એવો બીજો વ્યવસાય તે ખાનપાનનો, હોટેલ, રેસ્ટોરાં, લૉજવશી વગેરેનો છે. નાનાં ગામડાંઓની નાની નાની હોટલો, રેસ્ટોરાંઓમાં ચોકરાઓ કામ લાગી જાય છે. આવી નોકરીમાં છોકરાઓને ખાવા-પીવાનું મળે છે એ એક મોટું આકર્ષણ બાળમજૂરોમાં હોય છે. ભલે વધ્યઘટ્યું ખાવાનું મળતું હોય તો પણ પોતાના પેટની ચિંતા બાળકને રહેતી નથી. નોકરીમાંથી પગાર મળે છે તેનો ઉપયોગ પોતાને બાળમજૂરોની સમસ્યા - ૨૭૫ Page #324 -------------------------------------------------------------------------- ________________ માટે અથવા પોતાનું કુટુંબ માટે તે કરી શકે છે. કુટુંબને પણ એ બાળકને ખવડાવવામાંથી રાહત મળે છે. આથી ગરીબ દેશોમાં બાળમજૂરોનું મોટું પ્રમાણ આવા ખાવાપીવાના વ્યવસાય તરફ ખેંચાયેલું રહે છે. મધ્યમ વર્ગનાં કેટલાંક કુટુંબોનાં બાળકો ઘરે રહીને મજૂરીનું કામ કરી લે છે. બાળકો માટે સરળતાથી કામ કરીને થોડીક કમાણી કરી લેવા માટે અનેક જાતના વ્યવસાય પ્રવર્તે છે. ગુજરાત, સૌરાષ્ટ્રમાં કપાસની ઋતુમાં કાલાં ફોલવાની પ્રવૃત્તિ ઘેર ઘેર ચાલતી હોય છે. (આ લખનારે પોતે જ દસ-બાર વર્ષની ઉંમરે કાલાં ફોલવાનું, દિવાળી વખતે કૅલેન્ડરોમાં ચિત્રો ચોંટાડવાનું, તારીખ-તિથિના દટ્ટા લગાડવાનું, કાગળની કોથળીઓ બનાવવાનું એમ જુદું જુદું કામ કરેલું છે.) કેટલાક વ્યવસાયો બાળમજૂરો માટે બહુ થકવનારા અને જોખમભરેલા હોય છે. ગરીબી અને બેકારીને કારણે બાળકોને તેવા વ્યવસાયમાં જોડાવું પડે છે. ભારતમાં આંધ્રપ્રદેશના પોચમપલ્લીમાં તથા વારાણસીનાં સાડીઓનાં કારખાનાંઓમાં, કાશ્મિર, મિરઝાપૂર, વારાણસી વગેરે સ્થળે આવેલાં ગાલીચાનાં કારખાનાંઓમાં, ફિરોઝપુરમાં કાચની બંગડીઓનાં કારખાનાંઓમાં, ગુજરાતમાં ચરોતરમાં બીડી-તમાકુનાં કારખાનાંઓમાં, દક્ષિણમાં શિવાકાશીમાં દીવાસળી અને ફટાકડાનાં કારખાનાંઓમાં એમ ઘણાં શહેરોનાં કારખાનાંઓમાં કામ કરતાં બાળમજૂરોની દશા દયાજનક હોય છે. ભારતમાં ગાલીચા બનાવનારી કેટલીક કંપનીઓમાં મજૂર તરીકે બાળકોનો ઉપયોગ થાય છે, કારણ કે બાળકો તેવું કામ સારી રીતે કરી શકે છે અને બાળકોને ઓછી મજૂરી આપવાથી ગાલીચા બનાવનારાઓની પડતરિકંમત ઓછી રહે છે અને વેપારીઓ પોતાનાં ધંધામાં હરીફાઈનો સામનો કરી શકે છે. પરંતુ થોડા સમય પહેલાં પાશ્ચાત્ય દેશોની કેટલીક કંપનીઓએ ભારતીય કંપનીઓ પાસેથી ગાલીચા ખરીદવા અંગે એવી ધમકી આપી હતી કે જો તેઓ બાળમજૂરો પાસે કામ કરાવશે તો તેઓના ગાલીચા ખરીદવાનું બંધ ક૨વામાં આવશે. આ ધમકીને પરિણામે કેટલીક કંપનીઓએ બાળમજૂરોને છૂટા કરીને તેની જગ્યાએ પુખ્ત વયનાં મજૂરોને રોક્યા છે. આવી કેટલીક ઘટનાથી બાળમજૂરોની સમસ્યા વિશેષ પ્રકાશમાં આવે છે. ઇજિપ્તમાં ગાલીચા બનાવવાનાં ઘણાં કારખાનાંઓમાં બાળમજૂરો કામ કરે છે. સરકારની પરવાનગી લઈને આવી મજૂરી કાયદેસર કરાવાય છે. વળી સરકાર તરફથી જ બાળમજૂરો માટે ગાલીચા બનાવવાની તાલીમ આપનારી સંસ્થાઓ ચાલે છે. તેઓનો અનુભવ છે કે ગાલીચાના ૨૭૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #325 -------------------------------------------------------------------------- ________________ વણાટકામમાં નાનાં બાળકોની કુમળી પાતળી આંગળીઓથી ડિઝાઈન પ્રમાણે આગળપાછળથી તાણાવાણા ખેંચવાનું કામ વધારે સારી રીતે થઈ શકે છે. હજારો બાળમજૂરો ત્યાં આવું કામ કાયદેસર કરે છે. ઈરાન, ઇરાક વગેરે દેશોમાં પણ ગાલીચાનાં કારખાનાંઓમાં બાળમજૂરો હોય છે. કેટલાકને એમ લાગે છે કે પાશ્ચાત્ય દેશોની કંપનીઓને ભારત, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ વગેરે એશિયાના દેશોના બાળમજૂરો માટે કોઈ હમદર્દી ઉભરાતી નથી, પરંતુ આવા બાળમજૂરો દ્વારા થયેલા ઉત્પાદનને કારણે તેઓને વેપાર ધંધામાં તીવ્ર હરીફાઈનો સામનો કરવો પડે છે. એટલે બાળમજૂરોના શોષણને નામે તેઓ ઊહાપોહ મચાવે છે. જો કે એવી રીતે તેઓએ ઊહાપોહ મચાવ્યો હોય તો પણ બાળમજૂરોના શોષણનું સમર્થન થઈ શકે નહિ. કેટલાક વ્યવસાયો બાળકોને માટે આરોગ્યની દૃષ્ટિએ પણ બહુ જોખમકારક ગણાય છે. સિમેન્ટનાં કારખાનાં, ઇંટ-ભઠ્ઠી, દીવાસળી, રંગ, ફટાકડા, કાચ વગેરેનાં કારખાનાં - એવા પંદરેક પ્રકારના જોખમકારક વ્યવસાયોમાં મજૂર તરીકે બાળકોની ભરતી કરવા ઉપર પ્રતિબંધ ઘણા દેશોમાં છે. ભારતમાં પણ એવો પ્રતિબંધ છે, પરંતુ તેનો અમલ જેટલો કડક રીતે થવો જોઈએ તેટલો થતો નથી. એને પરિણામે શહેરોમાં અને ખાસ કરીને દૂરદૂરનાં નાનાં નાનાં ગામડાંઓમાં આવેલાં કારખાનાંઓમાં બાળમજૂરોનું નિર્દય રીતે શોષણ થાય છે. કેટલાંયે કારખાનાંઓનાં માલિકોને આ અંગેના કાયદાઓની પૂરી જાણકારી હોતી નથી. કેટલાકને જાણકારી હોય છે, પણ સરકારી અધિકારીઓ સાથે સંબંધ સાચવી લેવાની આવડત તેમનામાં હોય છે. બાળમજૂરોને તો પોતાના હકની ખબર જ ક્યાંથી હોય ? બાળમજૂરોના ક્ષેત્રે દલાલીનું કામ કરનારા પણ ઘણા છે. તેઓ અતિશય ગરીબ પ્રદેશોમાંથી બળકોને, માબાપની જાણ સાથે કે જાણ વગર મજૂરી માટે દૂરના સ્થળે લઈ જાય છે કે જ્યાંથી બાળક ભાગીને પાછું ઘેર આવી ન શકે. એવા બાળકોની મજૂરીમાંથી અડધી પોતાની દલાલી તરીકે પડાવી લે છે. કેટલીક વાર બાળકને ફક્ત જેવું તેવું ખાવાનું જ અપાય છે અને ગુલામની જેમ એની પાસે કામ કરાવાય છે. ક્યારેક આવા દલાલો બાળકોની ઉઠાંતરી પણ કરે છે. અનાથ બાળકોનું તેમાં ઘણું શોષણ થાય છે. બાળમજૂરોને નોકરીમાં રાખવાનો સરકારી સ્તરે કાયદેસર ત્યારે વિચાર કરાય છે કે જ્યારે કોઈ દેશ લાંબા સમય સુધી યુદ્ધમાં સંડોવાયેલો બાળમજૂરોની સમસ્યા ૨૭૭ Page #326 -------------------------------------------------------------------------- ________________ રહે. યુદ્ધમોરચે લાખો સૈનિકો મૃત્યુ પામે અને પુરુષોની સંખ્યા ઘટી જાય ત્યારે ચૌદ-પંદર વર્ષના છોકરાઓને લશ્કરી તાલીમ આપી યુદ્ધમોરચે ધકેલાય છે. અને બીજાં કામો માટે પણ બાળમજૂરોને કામે લગાડાય છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે કેટલાક દેશોમાં એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. બાળમજૂરોની એક મોટી સમસ્યા તે જાતીય સતામણીની હોય છે. જે વ્યવસાયમાં બાળમજૂરોને ખાવાપીવા સાથે રહેવાનું પણ તે જ સ્થળે હોય છે અને તે સ્થળે મોટી ઉંમરના નોકરો પણ હોય છે તેવે સ્થળે નાના છોકરાઓની આ મોટા નોકરો જાતીય સતામણી કરતા હોય છે. કુમળા છોકરાઓ તેનો ભોગ બને છે, પરંતુ પૈસા મળતા હોવાના કારણે કે નોકરી છૂટી જવાના ભયને કારણે કે માર ખાવાની બીકને લીધે તેઓ કશું બોલી શકતા નથી અને આ જાળમાંથી છૂટી પણ શકતા નથી. કેટલેક સ્થળે કુમળી વયની છોકરીઓ, આવું કામ જ્યાં કરતી હોય છે ત્યાં આવી જાતીય સતામણીનો ભોગ બને છે. ક્યારેક આવી ઘટનાઓનાં ઉગ્ર પરિણામો આવે છે. કુમળાં બાળકો ભયંકર રોગના ભોગ બને છે. દુનિયાનાં ઘણાં મોટાં શહેરોમાં બજારુ સ્ત્રીઓના વ્યવસાયમાં પણ બાળકોને નોકરીએ રાખવામાં આવે છે. તેઓની પાસે જાતજાતનાં કામો કરાવવામાં આવે છે. ક્યારેક તેઓ દલાલ તરીકે પણ કામ કરે છે. ક્યારેક તેઓ પોતે પણ જાતીય સતામણીનો ભોગ બને છે. આવાં કેટલાંક બાળકોમાં ખુદ બજારુ સ્ત્રીઓનાં બાળકો પણ હોય છે. આવાં બાળકો ઉપર કુમળી વયથી જ એવા કેટલાક ખરાબ સંસ્કાર પડે છે કે ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બની શકે એવી સંભાવના ઘણી જ ઓછી રહે છે. પુખ્ત વયનાં ઘણાંખરાં પોતે એવા હલકા વ્યવસાયમાં જ ઘસડાય છે. જેટલાં બાળકો મજૂરી કરે છે એટલાં બાળકો જો મજૂરી ન કરે તો પુખ્ત વયની ઉંમરના માણસોને તેટલો નોકરી ધંધો મળી રહે એવી દલીલમાં સત્ય રહેલું હોય તો પણ વ્યવહારમાં તે ઓછી કારગત નીવડે એવી છે, કારણ કે દરેક ઠેકાણે ફક્ત ઉંમરનો જ વિચાર નથી કરાતો. એની સાથે બીજી ઘણી આર્થિક અને સામાજિક સમસ્યાઓ સંકળાયેલી રહે છે. જ્યાં અસ્તિત્વ માટે જ સંઘર્ષ (struggle for existence) ક૨વો પડે છે ત્યાં નાનામોટાનો ભેદ રહેતો નથી. દરેક પોતાના અંગત સ્વાર્થથી જ દોરવાય છે. જે દેશમાં પુખ્ત વયના બેકાર લોકોનું પ્રમાણ વધુ હોય અને બાળમજૂરોનું પ્રમાણ પણ મોટું હોય તે દેશની આર્થિક અને સામાજિક ૨૭૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #327 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિનો ઊંડાણથી અભ્યાસ કર્યા પછી જ સુધારાઓ સૂચવી શકાય. બાળમજૂરોને દૂર કરવાથી તરત પુખ્ત વયના બેકારોને એટલી રોજી રોટી મળી જશે એવા ભ્રમમાં રહેવાય નહિ. ઊલટાનું એમ કરવા જતાં તો બેકારોનું પ્રમાણ વધી જવાનું જોખમ પણ રહે છે. જે વેપાર-ઉદ્યોગમાં પચીસ, પચાસ કે સો બાળમજૂરોને રાખવામાં આવે છે એવા વેપારીઓની બાળમજૂરો માટે એક દલીલ એવી હોય છે કે બાળમજૂરો પાસે પોતે ધાર્યું કામ કરાવી શકે છે. એથી વેપારમાં પરિણામ સારું આવે છે. જો પુખ્ત વયના મજૂરો રાખવામાં આવે છે તો તેમાં કોઈક માથાભારે અને અવળચંડા પણ આવી જાય છે. તેઓ પોતે તો સરખું કામ કરતા નથી, પરંતુ તેઓ બીજા નોકરોને બગાડે છે અને કેટલીક વાર તો ચીજવસ્તુઓને જાણી જોઈને નુકસાન પહોંચાડે છે. વળી પુખ્ત વયના મજૂરો સંપી જઈને ધીમું કામ કરે છે, હડતાલ પર ઊતરે છે, યુનિયનમાં જોડાઈને કાયદેસરની સમસ્યાઓ ઊભી કરે છે અને ધંધાને ઘણું નુકસાન પહોંચાડે છે, ધંધો બંધ કરવાનો વખત આવે છે. બાળમજૂરો રાખવામાં આવી કોઈ ચિંતા રહેતી નથી. આવા વેપારીઓની દલીલ પોતાના સ્વાર્થ પૂરતી હોય છે. વસ્તુત: તેઓ બાળમજૂરોને ઓછું વેતન આપી તેમની પાસેથી વધુ કલાક કામ કરાવી શોષણ કરવાનું લક્ષ્ય રાખતા હોય છે. બાળમજૂરોની સમસ્યાઓનું કાયદાની દષ્ટિએ ગમે તેટલું નિરાકરણ કરવામાં આવે અને ગમે તેટલા પ્રતિબંધ ફરમાવવામાં આવે તો પણ જ્યાં સુધી ગરીબી છે અને બેકારી છે ત્યાં સુધી આ સમસ્યા સારી રીતે હલ કરી શકાશે નહિ. જ્યાં પેટનો ખાડો પૂરાય નહિ ત્યાં બાળકો આવી મજૂરી કરવા તરફ અવશ્ય દોડવાનાં. ક્યારેક તો કાયદાનો ભંગ કરીને પણ તેઓ તેમ કરવાનાં અને તે માટે તેમનાં માતાપિતાની સંમતિ પણ રહેવાની. - બાળમજૂરી ઉપર કાયદા દ્વારા પ્રતિબંધ લાવી શકાય છે. પરંતુ એ કાયદાનું પાલન કરવું એટલું સહેલું નથી. જે દેશની આર્થિક સ્થિતિ નબળી હોય અને બેકારીનું પ્રમાણ ઘણું મોટું હોય એ દેશમાં બાળકોને મજૂરી કરતાં અટકાવવાથી સમસ્યા હળવી થતી નથી. સરકાર પાસે સરખી યોજના ન હોય અને તે માટે પૂરતા પ્રમાણમાં નાણાં ન હોય તો એવા કાયદાઓ અને એવી અવાસ્તવિક યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહે છે. તેનું ધાર્યું પરિણામ આવી શકતું નથી. બાળમજૂરી ઉપરનો પ્રતિબંધ તો જ અસરકારક નીવડી શકે જો સરકાર પાસે ગરીબ કુટુંબોના જીવનનિર્વાહ બાળમજૂરોની સમસ્યા ઝઃ ૨૭૯ Page #328 -------------------------------------------------------------------------- ________________ માટે પૂરી જોગવાઈ હોય. બાળમજૂરી અટકાવી દેવાથી તેવાં બાળમજૂરો શાળામાં જઈને હોંશે હોંશે અભ્યાસ કરવા લાગશે એમ માનવું ભૂલભરેલું છે. એવું કરવા માટે તો સામાજિક, આર્થિક અને શૈક્ષણિક દૃષ્ટિએ તેવું સરસ વાતાવરણ ઊભું કરવું પડે, નહિ તો ઊલટી સામાજિક સમસ્યાઓ વધી પડે. જ્યાં ગરીબી, બેકારી છે ત્યાં ત્યાં બાળમજૂરોની સમસ્યા રહેવાની. ઝારના વખતમાં રશિયામાં બાળમજૂરો હતા. સોવિયેટ યુનિયન થતાં બાળમજૂરો રહ્યા નહિ. હવે સોવિયેટ યુનિયનના વિસર્જન પછી રશિયા અને અન્ય રાષ્ટ્રોની આર્થિક પરિસ્થિતિ બગડતાં બાળમજૂરોનું વત્તેઓછું પ્રમાણ ચાલુ થઈ ગયું છે. ગરીબી, બેકારી અને આર્થિક પછાતપણાને કારણે જે જે દેશોમાં બાળમજૂરોની પ્રથા નિર્મળ થઈ શકે એમ નથી તે તે દેશોમાં ત્યાં સુધી સરકાર દ્વારા તેમજ બાળકલ્યાણ માટે કાર્ય કરતી સામાજિક સંસ્થાઓ દ્વારા એટલું તો થવું જોઈએ કે જ્યાં જ્યાં બાળકો મજૂરી કરતાં હોય ત્યાં ત્યાં તેમનું શક્તિ ઉપરવટ, વધુ પડતા કલાકો કામ કરાવીને શોષણ કરવામાં ન આવે, તેમને મજૂરીની યોગ્ય રકમ નિયમિત મળે, તેમને વાસી એઠું ખાવાનું આપવામાં ન આવે, તેમના રહેઠાણની વ્યવસ્થા સ્વચ્છ હોય, એમના પ્રત્યે નિર્દય, અમાનુષી વર્તન ન થતું હોય અને એમની પાસે જોખમકારક વ્યવસાયનાં કાર્યો ન કરાવાતાં હોય. બાળમજૂરોના વિષયમાં ભારતમાં અને બીજા દેશોમાં સ્થપાયેલી કેટલીયે સામાજિક સંસ્થાઓ બાળમજૂરોના હિત માટે, કલ્યાણ માટે સંગઠિત, સંગીન કાર્ય કરી રહી છે. આંતરરાષ્ટ્રિય સંગઠનો પણ સ્થપાયાં છે. દુનિયામાં આ વિષયમાં જાગૃતિ ઘણી આવી છે. તો પણ એક ફક્ત ભારતમાં જ જ્યાં કરોડો બાળકો મજૂરી કરતાં હોય ત્યાં સમગ્ર એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા તથા અન્ય પ્રદેશોમાં કામ કરતાં બાળમજૂરોનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આ દિશામાં હજુ તો ઘણું બધું કાર્ય કરવાની આવશ્યકતા છે એવી પ્રતીતિ થયા વગર નહિ રહે. બાળકો મજૂરી કરે એટલે દેખીતું છે કે અભ્યાસ તરફ તેનું પૂરતું લક્ષ ન હોય. વળી એથી શિક્ષણ પ્રત્યે એકંદરે તેઓમાં રુચિનો અભાવ રહે છે. બાળમજૂરો વચ્ચેનું વાતાવરણ પણ એવી રુચિને પોષક હોતું નથી. આથી એકંદરે દુનિયાભરમાં બાળમજૂરોમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘણું મોટું રહે છે. જ્યાં આર્થિક પરિસ્થિતિ મધ્યમ પ્રકારની હોય એ દેશમાંથી શાળાએ જતાં બાળકો રજાના દિવસોમાં અને રોજેરોજના ફાજલ સમયમાં કંઈક ૨૮૦ * સાંપ્રત સમાજ-દર્શન Page #329 -------------------------------------------------------------------------- ________________ નોકરી કરીને કુટુંબ માટે થોડી વધુ આવક મેળવવા પ્રયત્ન કરે એવું બનવું અનિવાર્ય છે. ઘણાં માતાપિતાને પણ એની સામે વિરોધ હોતો નથી. બલ્ક થોડી મજૂરી કરીને પોતાનું બાળક હોશિયાર થાય છે અને થોડી કમાણી કરી લાવે છે એ જોઈને તેઓ રાજી થાય છે. બાળમજૂરી અટકાવવાનો એક સારો ઉપાય તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ફરજિયાત બનાવવાનો છે. વળી જ્યાં એ ફરજિયાત હોય ત્યાં તેનો અમલ પણ કડક રીતે થવો જરૂરી છે. બાળશિક્ષણને મફત અને ફરજિયાત બનાવવા માટે કોઈ પણ સરકાર પાસે પૂરતાં નાણાં હોવાં જરૂરી છે. આઝાદી પૂર્વે ભારતમાં ગાયકવાડ રાજ્યમાં બાળશિક્ષણ મફત અને ફરજિયાત હતું અને એ કાયદાનો અમલ પણ કડક રીતે થતો. એટલે શાળામાં અભ્યાસ કરવાને લાયક હોય એવાં બાળકો દિવસ દરમિયાન નોકરી કરવા જતાં હોય એવા કિસ્સા ગાયકવાડી રાજ્યમાં જવલ્લે જ બનતા. કોઈ પણ દેશની આબાદી જેમ જેમ વધતી જાય તેમ તેમ તેની શૈક્ષણિક સુવિધાઓ પણ વધવા લાગે છે. લોકોની સમજદારી પણ વિકસે છે. પોતાનાં સંતાનોનો સારો વિકાસ થાય એવી ભાવના માતાપિતાને અવશ્ય થાય છે. કુટુંબની આર્થિક ચિંતા જો ન રહે તો બાળકો પાસે કોઈ મજૂરી કરાવવાની આવશ્યકતા રહેતી નથી. એને પરિણામે બાળકો શાળાઓમાં સારી રીતે અભ્યાસ કરે છે અને ફાજલ સમય રમત-ગમત, હરવું ફરવું, ઇતર વાંચન કરવું, મિત્રોને મળવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી વગેરે સારી રીતે વિતાવે છે. તેથી શારીરિક વિકાસની સાથે સાથે તેમનો બૌદ્ધિક વિકાસ પણ ઘણો સારો થાય છે. તેઓની પ્રતિભા વધુ તેજસ્વી બને છે. યુરોપ અને અમેરિકામાં બાળમજૂરોનો પ્રશ્ન ખાસ નથી. એશિયામાં જાપાન અને સિંગાપુરમાં પણ બાળમજૂરોનો પ્રશ્ન નથી. એવા દેશોમાં નાનાં તંદુરસ્ત બાળકોની વિકસેલી બૌદ્ધિક પ્રતિભા જોઈને આ વાતની પ્રતીતિ થશે. જીવન સતત વિકાસશીલ છે, પરંતુ તેમાં પણ બાળખ જન્મે ત્યારથી તે દસ-પંદર વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના વિકાસ માટે ઘણો બધો અવકાશ રહે છે. શાળાના સરસ અભ્યાસ સાથે ઘરે રમકડાં, રમત-ગમતનાં સાધનો, ચિત્રો વગેરેના ઉપયોગ દ્વારા તથા હરવા-ફરવાની ઇતર પ્રવૃત્તિ દ્વારા પોતાને લાયક ચલચિત્રો, નાટક, સરકસ અને રમતો જોવા દ્વારા તથા એમને લાયક સચિત્ર પુસ્તકો દ્વારા વિકાસ થઈ શકે છે. વર્તમાન જગતમાં ટી.વી. અને વિડિયોના માધ્યમ દ્વારા એનો યોગ્ય અને ઉચિત ઉપયોગ કરીને પણ બાળમજૂરોની સમસ્યા ૨૮૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ બાળકની હોંશિયારી, જાણકારી ઘણી સારી રીતે વધારી શકાય છે. તેમનો ફાજલ સમય આનંદમાં, ઉલ્લાસમાં, કિલ્લોલમાં પસાર કરી શકાય છે. આજનું બાળક એ આવતી કાલનું નાગરિક છે. સારા નાગરિકો જોઈતા હોય તો આજનાં બાળકોને સુશિક્ષિત, સંસ્કારી, ચંપળ અને તેજસ્વી બનાવવા જોઈએ. કોઈ પણ દેશના તમામ બાળકોને એક સાથે સુધારવાનું કાર્ય એટલું સહેલું નથી, તો પણ વ્યક્તિગત કુટુંબકક્ષાએ કેટલાંય કુટુંબો વિષય સામાજિક પરિસ્થિતિમાં પણ પોતાનાં બાળકોને વધુ તેજસ્વી બનાવી શકે છે. બાળકોના વિકાસમાં માતાપિતાનું ઉત્તરદાયિત્વ પણ ઓછું નથી. અલબત્ત, પોતાના ઉત્તરદાયિત્વ વિશે માતાપિતાને પણ સભાન કરવા માટે એવા પ્રકારના શિક્ષણની આવશ્યકતા રહે છે. - બાળકોને પ્રભુના અવતાર તરીકે ઓળખાવાય છે. એમની પાસે અકાળે પશુ જેવી મજૂરી કરાવવી પડે તે હરકોઈ સમાજ માટે લાંછનરૂપ છે. વસ્તુત: બાળકોના વિકાસમાં માતાપિતા ભાઈ-ભાડુંઓ, સગાં અને પાડોશીઓ, શિક્ષકો, સમાજ શાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, રાજકીય નેતાઓ, સાધુ-સંથી એમ બધાં ઘણું મૂલ્યવાન યોગદાન આપી શકે છે. એ દરેક જો બાળકો પ્રત્યેના પોતાના કર્તવ્યને સારી રીતે સમજે અને નિષ્ઠા અને દૃષ્ટિપૂર્વક તેનો અમલ કરે તો બાળમજૂરોનો પ્રશન એટલો ગંભીર રહે નહિ, આવતી કાલના નાગરિકો ઉત્તમ થાય તથા તેમના દ્વારા જગત વધારે આશાસ્પદ બની શકે. (સાંપ્રત સહચિંતન-૭) ૨૮૨ એક સાંપ્રત સમાજ-દર્શન Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શેરીનાં સંતાનો કેટલાક સમય પહેલાં મુંબઈમાં તસ્વીરોનું એક લાક્ષણિક પ્રદર્શન યોજાયું હતું. એનો વિષય કોઈ ચીલાચાલુ નહિ, પણ વિભિન્ન અને વિલક્ષણ હતો. એ વિષય હતો : 'The wonderful world of street children.' આ પ્રદર્શનમાં તસવીરો Street children શેરીનાં સંતાનોની હતી. ઘરબાર વિનાના, રસ્તે રઝળતા છોકરાઓનું જીવન કેટલું કપરું ગણાય ! પરંતુ એમના આવા કષ્ટમય જીવનમાં થોડીક મોજની, આનંદની, મસ્તીની ક્ષણો પણ રહેલી હોય છે. એવી ક્ષણોને કચકડામાં ઝડપી લેવા માટે ઈનામી સ્પર્ધા રાખવામાં આવી હતી. વૈવિધ્યસભર એવી આશરે બસો તસ્વીરોનું અવલોકન કરીએ તો બેહાલ સ્થિતિમાં પણ આનંદની છોળો અનુભવનાર શેરીનાં સંતાનો માટે અને એવી વિલક્ષણ ક્ષણને ઝડપી લેનારા તસ્વીરકારો માટે માન થાય. આ પ્રદર્શનનું આયોજન મુંબઈની રોટરી કલબના ઉપક્રમે યોજાયું હતું. મારા મિત્ર રોટેરિયન શ્રી મહેન્દ્રભાઈ જી. મહેતાનાં ઉત્સાહ, ધગશ, દૃષ્ટિ અને ચીવટે આ પ્રદર્શનના આયોજનમાં મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પ્રદર્શનની આ વાસ્તવિક તસ્વીરો સમજદાર જાગૃત માણસને વિચાર કરી મૂકે એવી હતી. પ્રત્યેક તસવીરને જાણે કશુંક કહેવાનું હતું. તસવીરો ભારતનાં અમુક શહેરોના થોડાક વિસ્તારોનાં રઝળતાં સંતાનોની હતી, પણ એની વાત સમગ્ર વિશ્વને સ્પર્શે એવી હતી. જીવનનો આનંદ માત્ર ધનાઢ્ય માણસો જ માણી શકે એવું નથી. શેરીનાં સંતાનો * ૨૮૩ Page #332 -------------------------------------------------------------------------- ________________ ક્યારેક તો ધનાઢ્ય માણસો વધુ ચિંતિત અને વ્યથિત દેખાય છે. આનંદ એ જીવનું લક્ષણ છે. એટલે કપરી પરિસ્થિતિમાં પણ માણસ પોતાની કક્ષાનો, પોતાના સ્વરૂપનો નિર્દોષ આનંદ એકલા કે સમૂહમાં માણી શકે છે. નાના છોકરાઓને ભૂતકાળ કે ભવિષ્યકાળ કરતાં વર્તમાનકાળ જ વધુ વહાલો હોય છે. તેઓ પોતાની નિર્દોષ રમતગમતનો, તોફાનમસ્તીનો આનંદ માણતાં હોય છે. કંઈક નવું જોવા, જાણવા મળે તો તેઓ પણ પ્રસન્નતા અનુભવી શકે છે. વિપરીત સંજોગોમાં પણ તેઓ જીવનનો રસ લૂંટી શકે છે. એક લેખકે યોગ્ય જ કહ્યું છે કે, - 'Children think not of what is past nor what is to come, but enjoy the present time, which few of us do.' જેનું કોઈ માલિક ન હોય, જેને માથે કોઈ ઘણીઘોરી કે દેખભાળ રાખવાવાળું ન હોય. જેની પાસે રહેવા માટે નિશ્ચિત વ્યવસ્થિત આશ્રયસ્થાન ન હોય, જે હરાયાં હોય, જે શેરીમાં, ખુલ્લાં રસ્તાનો આશ્રય લઈ ગમે ત્યાં સૂઈ રહેતાં હોય એવાં કૂતરાં, બિલાડાં, ગાય, ઘોડા વગેરે માટે અંગ્રેજીમાં જૂના વખતથી street'નું વિશેષણ વપરાતું આવ્યું છે, જેમ કે street dog, street cow વગેરે. દુ:ખની અને શરમની વાત એ છે કે હવે એ વિશેષણ શેરીઓમાં રખડતા, આશ્રય વિહોણા છોકરાઓ માટે પણ વપરાવા લાગ્યું છે. Street children માટે હવે ઘણી ચર્ચાવિચારણા અને યોજનાઓ રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્તરે થવા લાગી છે. દુનિયાના ઘણાં દેશોમાં શેરીમાં રખડતા રહીને પોતાનું ગુજરાન ચલાવતા છોકરાઓ નજરે જોવા મળશે. આવા છોકરાઓ આર્થિક દૃષ્ટિએ પછાત એવા દેશોમાં અને તેમાં પણ એનાં મોટાં મોટાં શહેરોમાં વધુ જોવા મળે છે. દુનિયામાં એક મોટો પ્રશ્ન તે અનાથ બાળકોનો છે. આ પ્રશ્ન સનાતન છે. એવો વખત ક્યારેય નહિ આવે કે જ્યારે કોઈ જ બાળક અકાળે અનાથ ન થાય. અનાથ બાળકોનો મોટો પ્રશ્ન ગુજરાનનો છે. અનાથ બાળકો ઉપરાંત વેશ્યાઓનાં બાળકો, રક્તપિત્તનો રોગ થયો હોય એવાં માતાપિતાનાં બાળકો, ગંદાગીચ વિસ્તારોમાં રહેતા દરિદ્ર કુટુંબનાં બાળકો, પોતાના મનની મરજીથી કંઈક જુદું જીવન જીવવા માટે નીકળેલાં બાળકો, દેખાદેખીથી નીકળેલાં બાળકો, માબાપે ઘરમાંથી હાંકી કાઢેલાં બાળકો, ઘરનાં ત્રાસથી ભાગી નીકળેલાં બાળકો-આમ વિવિધ પ્રકારનાં દસ બાર વર્ષથી વીસેક વર્ષનાં સંતાનો ઘર છોડીને પેટ ભરવા નીકળી પડે છે. કેટલાંક પોતાના શહેરમાં જ રખડે છે, તો કેટલાંક નજીક કે ૨૮૪ સાંપ્રત સમાજ-દર્શન Page #333 -------------------------------------------------------------------------- ________________ દૂરના મોટા શહેરમાં જઈને રહે છે. અન્ન, વસ્ત્ર અને આશ્રય એ ત્રણેની સમસ્યાવાળાં આવાં બાળકો, કેટલીક વાર તો ઢોરની જેમ આમતેમ રખડીને ખાવાનું શોધે છે. કેટલાંક તો એથી વધુ ખરાબ સ્થિતિમાં હોય છે. તેઓ કચરાના ઢગલામાંથી, એઠવાડમાંથી ખાવાનાં દાણાં વીણે છે અને મોટી ગટરોના વિસ્તારોમાં પડ્યા રહે છે. એમાંના કેટલાંયે અપૂરતા પોષણને કારણે કે રોગનો ભોગ બનવાને લીધે અકાળે મૃત્યુ પામે છે. આવાં શેરીનાં સંતાનોની -Street children-ની સમસ્યા વર્તમાન જગતની એક મોટી સમસ્યા છે. સમાજમાં ઘરમાં રહેતાં ગરીબ બાળકો માટે સેવાનું કાર્ય કરવાનું ક્ષેત્ર પણ ઘણું મોટું છે. વળી યુવાન ગરીબ બેકાર માણસોને રોજીરોટી મળી રહે તે માટે સરકારી સ્તરે અને સામાજિક સ્તરે ભગીરથ કાર્ય કરવાની આવશ્યકતા છે. સામાજિક કલ્યાણ માટેના વિષયો અને ક્ષેત્રો ઘણાં બધાં છે. આર્થિક રીતે સદ્ધર ગણાતા દેશોમાં પણ છોકરા-છોકરીઓની જાતજાતની સમસ્યાઓ હોય છે. અજ્ઞાન, અંધશ્રદ્ધા, કુરિવાજો, વૃદ્ધાવસ્થા, અનાથ બાળકો, મંદબુદ્ધિનાં બાળકો, જાતજાતની બીમારીઓથી પીડાતા માણસો એમ અનેક ક્ષેત્રો માનવતાવાદી કાર્ય કરવા માટેનાં છે. બધાં બધું કરી શકતાં નથી. એટલે જ કેટલાક પોતપોતાની ભાવના, રુચિ, શક્તિ, સાધનો, કાર્યકર્તાઓની સંખ્યા ઇત્યાદિ અનુસાર પોતાનું નાનકડું સેવાનું ક્ષેત્રે પસંદ કરીને એમાં સંગીન કાર્ય કરે છે. માનવતાભરી સેવાનાં કાર્યક્ષેત્રો બદલાતી પરિસ્થિતિ અનુસાર સમયે સમયે બદલાતાં રહે છે. જમાને જમાને નવી નવી દૃષ્ટિવાળા નવા નવા સમાજસેવકો વિવિધ પ્રકારની યોજનાઓ હાથ ધરતા રહે છે. છેલ્લા થોડા દાયકામાં વિશ્વનાં રાષ્ટ્રો નજીક આવ્યાં છે. આંતરરાષ્ટ્રિય વ્યવહાર વધ્યો છે. હવે માણસ પોતાનો જ દેશ, પોતાની જ કોમ કે પોતાની જ્ઞાતિ કે પોતાના શહેરના અમુક સમાજ પૂરતી સીમિત દૃષ્ટિ ન રાખતાં આંતરરાષ્ટ્રિય સ્તરે વિચારતો થયો છે. એથી જ એક દેશની સમજ કલ્યાણ - Social Welfare-ની યોજના બીજા દેશને કામ લાગે છે. એક દેશની આપત્તિમાં બીજા દેશો સહાયભૂત થવા દોડી જાય છે. જુદા જુદા દેશની જુદી જુદી સમસ્યાઓના અધ્યયન માટે અભ્યાસીઓની ટુકડીઓ આખી દુનિયામાં ફરી વળે છે અને પોતાની ભલામણો તૈયાર કરે છે. આવી રીતે જ કેનેડાની રોટરી કલબના એક સજ્જનને વિચાર આવ્યો કે દુનિયામાં શેરીમાં રખડતા બાળકોના ઉદ્ધાર માટે કશુંક કરવું જોઈએ. એ માટે એમણે શેરીનાં સંતાનો * ૨૮૫ Page #334 -------------------------------------------------------------------------- ________________ તૈયાર કરીને વહેતી મૂકેલી યોજનાને ભારતમાં મુંબઈની રોટરી કલબે પણ ઝીલી લીધી છે અને પાંચેક વર્ષથી એ દિશામાં એણે ઠીક ઠીક સંગીન કાર્ય ચાલુ કર્યું છે, કારણ કે બીજા દેશો કરતાં ભારતમાં શેરીનાં સંતાનોની સંખ્યા ઘણી મોટી છે. ભારતમાં પણ સૌથી વધુ આવાં સંતાનો સંખ્યા ઘણી મોટી છે. ભારતમાં પણ સૌથી વધુ આવાં સંતાનો મુંબઈમાં છે. મુંબઈ, કલકત્તા, મદ્રાસ, દિલ્હી, પટણા, બનારસ વગેરે મોટાં મોટાં શહેરોનાં રખડતાં સંતાનોની સંખ્યા બે કરોડથી વધુ થાય છે. દુનિયાના જે પ્રદેશોમાં અસહ્ય ઠંડી પડે છે ત્યાં શિયાળામાં બહાર રસ્તા પર સૂઈ રહેવાનું શક્ય નથી. રસ્તા પર સૂઈ રહેનાર વ્યક્તિ ઠંડીમાં મૃત્યુ પામે. એવા પ્રદેશોમાં અનાથ રખડતાં બાળકો ન હોઈ શકે એવું નથી, પણ ત્યાં કાં તો એ કોઈ આશ્રય સ્થાન મેળવી લે છે અને કાં તો મૃત્યુને શરણ થાય છે. યુરોપના, અમેરિકાના, કેનેડાના, રશિયાના ઠંડા પ્રદેશોમાં આ સમસ્યા એટલી મોટી નથી. એશિયા અને આફ્રિકાના દેશોમાં આ સમસ્યા ઉગ્રપણે પ્રવર્તે છે. પાશ્ચાત્ય દેશોમાં ઘરબાર છોડીને ભાગી નીકળેલા છોકરાઓ પોતાનું કોઈક આશ્રયસ્થાન શોધી લે છે. જાહેર સ્થળોમાં જ્યાં કનડગત ન હોય અને માથે છાપરા જેવું કંઈક હોય એવે સ્થળે આવા છોકરાઓ પડ્યા રહે છે. કુટુંબની ગરીબીને કારણે છોકરાને પેટ ભરવા માટે બહાર નીકળવું પડે એવું ત્યાં ઓછું છે. માતાપિતાએ છોકરાને કાઢી મૂક્યો હોય અથવા માતાપિતાનાં માંહોમાંહેના કલહ, છૂટાછેડા વગેરેને કારણે છોકરો ઘર છોડીને ભાગી ગયો હોય અથળા શ્રીમંતાઈથી કંટાળી ગયો હોય એવા બનાવો વધુ બને છે. વળી ત્યાં પણ સરખેસરખા છોકરાઓની દોસ્તીને કારણે એકબીજાને સાથ આપવા છોકરાએ ઘર ત્યજી દીધું હોય અથવા ચરસગાંજા કે એવાં કેફી પદાર્થોના વ્યસનને કારણે ઘર છોડી દીધું હોય એવા બનાવો વધુ બને છે. એટલે પાશ્ચાત્ય દેશોમાં ઘર છોડી દેવા માટે આર્થિક કારણ કરતાં સામાજિક કારણો વધુ જોવા મળે છે. જે મોટી સંખ્યા એશિયાના દેશોમાં રખડતા છોકરાઓની છે તેટલી સંખ્યા પાશ્ચાત્ય દેશોમાં નથી; તો પણ એવા છોકરાઓની, ખાસ કરીને માદક દવાઓના વ્યસની રખડતા છોકરાઓની, સમસ્યા ત્યાં સરકાર અને સમાજ માટે માથાના દુખાવારૂપ હોય છે. હિપ્પી થઈ ગયેલા છોકરાઓનો એક આખો યુગ ત્યાં આવી ગયો અને હજુ પણ એની અસર વરતાય છે. આજે પણ શિકાગો, ૨૮૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #335 -------------------------------------------------------------------------- ________________ સાન્થાન્સિસ્કો, લંડન, લેનિનગ્રાડ જેવાં મોટાં શહેરોમાં street childrenનો પ્રશન ઉગ્ર છે. શેરીનાં સંતાનોમાં મુખ્યત્વે છોકરાઓ જ હોય છે. છોકરીઓનું પ્રમાણ નહિવત્ જ હોય છે. ગામડામાંથી પોતાના ઘરમાંથી ભાગીને શહેરમાં દોડેલી છોકરીઓ કોઈક જ હોય છે. એમાં એકલદોક્ત હોય તો અનેકના શિકારનો ભોગ બને છે. એવી રીતે આવેલી કેટલીયે છોકરીઓ કાચી ઉમરમાં અનીતિનાં ધંધામાં સપડાઈ જાય છે. એ વ્યવસાયમાં પડેલા દલાલોની નજર આવી છોકરીઓને શોધી કાઢે છે. રસ્તે રઝળતી છોકરીઓ માટે રસ્તા પર રાતવાસો રહેવાનું સલામત નથી. બળ અને પ્રલોભનો આગળ તેને ઝૂકી જવું પડે છે. પોતાનાં માબાપ પણ શહેરમાં ફૂટપાથ પર રહેતાં હોય એવી નાની છોકરીઓ દિવસ દરમિયાન પરચૂરણ મજૂરી કરી રાત્રે માબાપની સાથે જ રહેતી હોય છે. ક્યારેક બેપાંચ કુટુંબો સાથે ફુટપાથ પર રહેતાં હોય અને રાંધી ખાતાં હોય એવાં કુટુંબની છોકરીઓ ભેગી મળીને આસપાસના ઘરોમાં કંઈક કામ શોધી કાઢે છે અને થોડી કમાણી કરી લે છે. એવી નાની છોકરીઓ માટે પણ શારીરિક અને માનસિક એવા ઘણા પ્રશ્નો ઊભા થાય છે. અર્ધવિકસિત કે અવિકસિત દેશોમાં અનેક કુટુંબોને પોતાનું ગુજરાન કેમ ચાલાવવું એ મોટો પ્રશ્ન હોય છે. એવાં ભૂખે મરતાં કુટુંબોના નાના સંતાનો બહારગામ જઈને જો પોતાનું પેટ ભરી શકે તો કુટુંબને એથી રાહત જ અનુભવવા મળે છે. કેટલાંક કુટુંબો એવું ઇચ્છે પણ છે. કુટુંબને મદદરૂપ થવાને બદલે ભારરૂપ બનેલાં અપંગ બાળકો પણ નીકળી પડે છે. ક્યારેક છોકરો એકલો પોતે અથવા બેચાર મિત્રો મળીને કોઈક શહેરમાં પહોંચી જાય છે અને ત્યાં પોતાની હોશિયારીથી કંઈક પેટિયું ફૂટી કાઢે મોટાં મોટાં શહેરોમાં શેરીનાં બાળકો માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના જેટલા ઉપાયો હોય છે એટલા નાના ગામડાંઓમાં હોતા નથી. નાનાં ગામડાંઓમાં રસ્તે રખડતું બાળક તરત ઓળખાઈ શકે છે. કોના ઘરનું એ બાળક છે અને ભરણપોષણની જવાબદારી કયા કુટુંબની છે એ પણ ખબર પડી જાય છે. એ કુટુંબને શરમાવી શકાય છે. ગામમાં ગામનું જ બાળક હોય છે. બીજા ગામથી આવેલાં બાળકો ઓછાં હોય શેરીનાં સંતાનો ઃ ૨૮૭ Page #336 -------------------------------------------------------------------------- ________________ છે. ગામનું એ બાળક કંઈક મજૂરી કરીને, આજીવિકાનું સાધન મેળવીને, ક્યાંક ઓટલા પર, કોઈક છાપરા નીચે સૂઈને પોતાના દિવસો ગુજારે છે. આજીવિકા ન મળે તો એ ભીખ માંગીને પોતાનો નિર્વાહ કરે છે. દયા-ભાવનાવાળા લોકો અને ખાવાનું આપતા રહે છે. હોશિયાર છોકરો હોય તો કોઈક એને પોતાની દુકાને, કારખાનામાં કે ખેતરમાં કામે લગાડી દે છે. ગામડાંઓમાં આવા છોકરાઓ એકલદોક્ત હોય છે. એમનું કોઈ જૂથ બંધાય એટલી મોટી સંખ્યા સામાન્ય રીતે હોતી નથી. તેઓ ગામના લોકોથી ડરીને ચાલે છે. ચોરી વગેરેની ગુનાખોરીમાં ઓછા સંડોવાય છે. વ્યસનોમાં ક્યારેક કોઈકનાં ઠૂંઠાં ફેંકવાની ટેવ પડી જાય છે, પણ એથી વધુ ખરાબ આદત તેઓને પ્રમાણમાં ઓછી પડે છે. શહેરમાં ચાલ્યા આવેલા રખડતા છોકરાઓની કોઈ ઓળખ Identity અન્ય નાગરિકો માટે એકંદરે હોતી નથી. આજે અહીં, તો કાલે બીજા વિસ્તારમાં તેઓ રખડે છે. એમની ઓળખ ન હોવાથી એમને કોઈની શરમ નડતી નથી કે નથી લાગતો કોઈનો ડર. અલબત્ત, બધાને પોતાની ધારણા પ્રમાણે જીવવાનું નથી મળતું. કેટલાકની દશા વધુ વરવી બની જાય છે. રખડતા છોકરાઓનું એક મોટામાં મોટું આશ્રયસ્થાન તે રેલવે સ્ટેશન છે. દુનિયાના ઘણા દેશોમાં અને વિશેષત: ભારતમાં અનેક આશ્રયવિહોણાં લોકોને માટે તે આશ્રયનું સ્થાન બનેલું છે. રેલ્વેના સ્ટેશનના પ્લેટફોર્મ પર અને બહારના ભાગમાં મુસાફરો, મજૂરો, બાવાઓ, ભિખારીઓ વગેરે જેમ કરીને, કંઈક વેચીને કે કંઈક ખોટા ધંધા કરીને પોતાની રાત રેલવે સ્ટેશનમાં ગુજારે છે. રેલવેનું આ દિશાનું યોગદાન ઘણું જ મોટું અને નોંધ લેવા યોગ્ય છે. યુરોપના એક લેખકે તો ફક્ત રેલવે સ્ટેશન પર રખડતાં અને કંઈક આજીવિકા મેળવતાં છોકરાઓ ઉપર ખાસું સંશોધન કર્યું છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, થિયેટરો, મંદિરો, મસ્જિદો, દેવળો વગેરે પ્રકારના ધર્મસ્થાનકોમાં કે એની આસપાસ આવા છોકરાઓને આશ્રયસ્થાન મળી રહે છે. શહેરોમાં દોડી આવતા છોકરાઓમાં હિંમત તો હોય જ છે. અજાણ્યા સ્થળે અજાણ્યા લોકો વચ્ચે કશા ઠામઠેકાણા વગર રહેવાનો વિચાર સામાન્ય રીતે તો કોઈપણ નાના છોકરાને ગભરાવી મારે એવો છે. પરંતુ જેનું પોતાનું ભાવિ આમ પણ કઠોર હોય છે તેને પોતાના ભાવિની ચિંતા રહેતી ૨૮૮ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #337 -------------------------------------------------------------------------- ________________ નથી. વસ્તુત: ઘણા તો મોટી આશામાં શહેરમાં આવે છે. શહેરની શેરીમાં રખડતા છોકરાઓને મળીને, વિશ્વાસ જીતીને એમના જીવનનો અભ્યાસ કરનારા જણાવે છે કે શહેરોમાં દોડી આવ્યા મોટા ભાગના છોકરાઓ ઉપર ચલચિત્રોની માઠી અસર હોય છે. અચાનક શ્રીમંત થવાના સ્વપ્નાં સેવીને તેઓ શહેરમાં આવે છે. આપણાં ચલચિત્રોમાં અવાસ્તવિક ઘટનાઓનું પ્રમાણ ઠીક ઠીક હોય છે. ગરીબ છોકરો અચાનક શ્રીમંત બની જાય, વૈભવશાળી જીવન જીવવા લાગે, શેઠની દીકરી ડ્રાઈવરના કે ઘરનોકરના પ્રેમમાં પડી હોય અને ઘર છોડીને ભાગી જતી હોય, નોકરો ઘરમાં જલસા કરતા હોય એવાં એવાં દૃશ્યો ગરીબ ભૂખે મરતા છોકરાઓની કલ્પનાશક્તિને ઉત્તેજે છે અને તે ઘર છોડીને મોટા શહેરમાં દોડી આવે છે. વળી ચલચિત્રમાં જોવા મળતાં મોટાં શહેરો નજરે જોવાનાં પ્રલોભનો તેમને પણ હોય છે. શહેરમાં કંઈ કામધંધો નહિ મળે તો ભીખ માગીને પણ પેટનો ખાડો પૂરો કરી શકાશે આવી શ્રદ્ધાથી તેઓ શહેરમાં આવી પહોંચે છે. પોતાના ગામનો એક છોકરો ગયો હોય તો તે જોઈને બીજાને જવાનું મન થાય છે. અથવા અનુભવી છોકરો પોતાના ગામડે જઈને બીજા બેચાર છોકરાને શહેરમાં બોલાવી લાવે છે. આવી રીતે એમની જમાત વધતી જાય છે. ઘરેથી ભાગી નીકળેલા છોકરાઓને થોડો વખત પોતાનાં માતાપિતા, ભાઈભાડું યાદ આવે છે, પણ પછી નવી જિંદગીમાં તે એવો ઓતપ્રોત થઈ જાય છે કે ઘર સાંભરતું બંધ થાય છે. તેને પોતાની સ્વતંત્ર રીતે જીવન જીવવા મળે છે અને પોતાની કલ્પના પ્રમાણે અમનચમન કરવા મળે છે એટલે ઘર માટેની એની લાગણી બુઠ્ઠી થઈ જાય છે. બીજી બાજુ ઘરની રજા લઈ શહેરમાં વ્યવસ્થિત રીતે નોકરી કરવા આવેલા છોકરાઓ વારંવાર ઘરને સંભારે છે, ઘરે જાય છે અને બચેલી રકમ માબાપને આપે છે, પરંતુ ભાગી નીકળેલા કે તરછોડાયેલા છોકરાઓનું એવું કશું અનુસંધાન ઘર સાથે રહેતું નથી. રસ્તે રખડતા ભૂખે મરતા છોકરાઓમાં ચોરીનું વ્યસન વહેલું આવે છે. જેમ અનુભવ થાય તેમ એની હોશિયારી અને હિંમત વધતા જાય છે. મોટા અનુભવી છોકરાંઓ, ટોળકીના સરદારો એમને ખિસ્સા કાપવા માટે, સ્ત્રીઓના ગળાની ચેન ઝૂંટવવા માટે માલસામાનની ઉઠાંતરી કરવા માટે તાલીમ આપતા રહે છે. પુખ્ત ઉંમરના થતાં તેઓ લૂંટ-ચોરીના મોટા શેરીનાં સંતાનો જ ૨૮૯ Page #338 -------------------------------------------------------------------------- ________________ મોટા કિસ્સાઓમાં સંડોવાતા જાય છે. આમ, શેરીનાં કેટલાંક સંતાનો સમય જતાં સમાજ માટે ભારરૂપ, દૂષણરૂપ, ભયરૂપ બની જાય છે. એકલા એકલા રખડતા છોકરાઓને પોતાની મજૂરીના કામમાંથી કોઈવાર ઓછી આવક થાય, તો કોઈ વાર અણધારી વધુ આવક થાય. કેટલાક તો પોતાના રોજની ખાધાખરથી કરતાં પણ વધુ રૂપિયા કમાતા હોય છે. આ વધારાની આવક ક્યાં રાખવી ? ઘર નથી, સાચવવાની કે સંતાડવાની જગ્યા નથી. એટલે પૈસા આવતાં આવા છોકરાઓમાં મોજશોખ ચાલુ થાય. ચલચિત્રો જોવાની, ચા, પાન, સિગરેટની ટેવ પટે છે. જુગાર રમાય, શરાબ પિવાય અને વેશ્યાગૃહોમાં જવાનું પણ ચાલુ થાય. મજૂરી કરીને કમાય, પણ પછી જિંદગી ધૂળધાણી થતી જાય. નાની કાચી ઉંમરમાં અશિષ્ટ કુટેવો પડવા માંડે. મોટા છોકરાઓમાં તો ગુંડાગીરીનું જોર પણ વધતું જાય. અંધારી આલમના માણસો પણ એવા જબરા છોકરાઓને મોટી લાલચ આપીને ચોરી, લૂંટ, દાણચોરી, ખૂન જેવાં મોટાં ગુનાહિત કાર્યોમાં ખેંચી જાય છે. શહેરોમાં આવેલા કેટલાક છોકરાઓ એકલદોકલ રખડતા હોય છે, તો કેટલાક પોતાની ટોળી જમાવે છે. ટોળીમાં એકાદ મોટો છોકરો એમનો સરદાર બની બેસે છે. અને લાલચ, ધમકી આપીને તેમને વશ રાખે છે. આવા ટોળકીવાળા છોકરાઓ પછી પોલિસને પણ ગાંઠતા નથી. ઉંમરમાં મોટા થતાં, જબરા થતાં અને ફાવતા જતાં આવા કેટલાંક છોકરાંઓ મોટા ગુનેગારો બની જાય છે. દુનિયાભરમાં કરોડો એવા રખડતા શેરીના સંતાનો - Street children-ના જીવનને સુધારવા માટે શું કશું ન કરી શકાય ? પ્રત્યેક દેશમાં સરકારી સ્તરે જે યોજનાઓ થાય તે અપૂરતી જ રહેવાની. સામાજિક સ્તરે પણ સંગીન કાર્ય એ દિશામાં અવશ્ય થઈ શકે. આ વિશે કશુંક કરવાની ભાવના કેનેડાવાસી એક સજ્જનને થઈ. એમણે વિશાળ ધોરણે એક સરસ આયોજન વિચાર્યું અને પોતાના પ્રોજેક્ટ માટે નામ આપ્યું Street Kids International. એમણે આફ્રિકા અને એશિયાનાં કેટલાંક મોટાં શહેરો એ માટે પસંદ કર્યા. કિશોરો અને ઊગતા યુવાનો માટે એમણે વિવિધ પ્રકારની યોજનાઓનો અને ભલામણોનો જુદાં જુદાં કેન્દ્રો દ્વારા પ્રચાર કર્યો. મુંબઈમાં રોટરી કલબના આવા પ્રકારના આયોજન માટે Project Main stream-એવું નામ રાખવાનું શ્રી મહેન્દ્રભાઈ મહેતાએ સૂચવેલું. આ ૨૯૦ * સાંપ્રત સમાજ-દર્શન Page #339 -------------------------------------------------------------------------- ________________ યોજનાનો આશય એ છે કે સમાજમાં ભદ્ર લોકોનો જે મુખ્ય પ્રવાહmainstream છે એમાં રસ્તે રખડતા છોકરાઓને સુધારીને ભેળવવા જોઈએ કે જેથી તેઓ પણ ભદ્ર સમાજનું એક અંગ બની રહે. તેઓને જો ભેળવવા હોય તો તેઓને કેળવવા પડશે. તેઓને જો યોગ્ય રીતે કેળવવા હોય અને તેનું તાત્કાલિક સારું પરિણામ જોઈતું હોય તો તેઓને એમની વય અને પરિસ્થિતિ અનુસાર એવા પ્રકારની જુદી તાલીમ આપવી જોઈએ. રખડું છોકરાઓને સુધારવા હોય તો એમને સારું શિક્ષણ આપવું જોઈએ, એમને શાળામાં દાખલ કરાવી ભણતા કરી દેવા જોઈએ એવો વિચાર આપણને તરત આવે. માબાપ સાથે ઘરમાં રહેતા છોકરા રખડુ થઈ ગયા હોય તો તેમને માટે આવો વિચાર અમુક દૃષ્ટિએ કદાચ યોગ્ય ગણાય. પણ રસ્તે રખડતા, રીઢા થયેલા, ન ઘણિયાતા છોકરાઓ માટે શાળાનું ભણતર તરત કામ ન પણ લાગે. અનુભવને આધારે Project Mainstreamના આયોજકોનો એવો મત બંધાયો છે કે આ છોકરાઓને ફીની મદદ કરી શાળામાં દાખલ કરાવી શિક્ષણ આપવાની સગવડ કરી આપવામાં આવે તો તે બહુ સફળ નહિ થાય, કારણ કે જે જાતની આવા છોકરાઓને ટેવ પડી હોય છે એથી તેઓને શાળાના શિક્ષણમાં રસ નહિ પડે. શાળામાંથી ભાગી જવું એમને માટે એટલું જ સરળ છે. તેમનો મુખ્ય આશય તો પેટ ભરવાનો, રળી ખાવાનો છે. વળી તેઓમાં હોશિયારી છે પણ સાધન અને સગવડનો અભાવ છે. ચોરી કરીને, ખિસ્સા કાતરીને કે પરચૂરણ મજૂરી કરીને પોતાની આજીવિકા મેળવનારને વધુ ગૌરવવાળી કમાણીમાં રસ પડે અને તે જલદી ગ્રહણ કરી શકે એવા કામની તાલીમ આપવી જોઈએ. પ્રોજેક્ટ મેઈનસ્ટ્રીમ તરફથી એવા રખડતા છોકરાઓનો સંપર્ક કરીને, વિશ્વાસ જીતીને, તેમને ચા બનાવતાં, સમોસા, કચોરી કે સેન્ડવિચ બનાવતાં, ફૂલના ગજરા બનાવતાં તથા અન્ય પ્રકારનાં કામો વ્યવસ્થિત કોર્સ પ્રમાણે શીખવવામાં આવે છે. એવી તાલીમ બરાબર તે લઈ લે તે પછી એને પોતાનો વેપાર કરવા માટે સાધનો અપાવવામાં આવે છે. આર્થિક લોન આપવામાં આવે છે. આમ ક૨વાથી છોકરામાં પોતાની શક્તિ માટે આત્મવિશ્વાસ વધે છે. નવું કંઈક શીખ્યાનો તથા પોતાની મહેનતની કમાણી મેળવ્યાનો અનેરો આનંદ તે અનુભવે છે. વધુ હોશિયાર છોકરાઓ હોય તો તેમને ડ્રાઈવિંગ શીખવવામાં આવે છે. લિફટમૅન, વૉચમૅન, ટેલિફોન ઑપરેટર કે મોટ૨ શેરીનાં સંતાનો * ૨૯૧ Page #340 -------------------------------------------------------------------------- ________________ મિકેનિકનું કામ પણ શીખવવામાં આવે છે. છોકરીઓને ઘરકામ કરતાં, નાનાં બાળકો કે માંદાં વૃદ્ધોને સાચવતાં, ટેલિફોન પર વાત કરતાં, ઘરનાં મશિનો ચલાવતાં શીખવવામાં આવે છે. આવી રીતે એક વેડફાઈ જતી અને સમાજ માટે બોજારૂપ, ચિંતારૂપ બનતી જિંદગીને બચાવી લેવામાં આવે છે. આ યોજના હેઠળ મુંબઈમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ચાર હજારથી વધુ છોકરાઓને એમની મનપસંદ તાલીમ આપવામાં આવી છે. આ યોજના હેઠળ જે છોકરાઓ પોતે કંઈક નાનું પ્રકીર્ણ કામ કરીને પોતાની રોજી રળવા ઇચ્છતા હોય અને એમની પાસે ધન કે સાધનનો અભાવ હોય તેવા છોકરાઓને નાની રકમની લોન આપીને એમને કામધંધે લગાડવાના પ્રયાસો થાય છે. એ માટે યોગ્ય છોકરાઓની પસંદગી થાય છે, ચકાસણી થાય છે, એને શાળાનું પ્રાથમિક શિક્ષણ અપાય છે અને એ જ જે જાતનો વ્યવસાય કરવા ઇચ્છતો હોય તેની તાલીમ અપાય છે. આ પ્રાથમિક ભૂમિકાની તૈયારીની ઘણી જરૂર રહે છે કે જેથી બિનઅનુભવી છોકરાઓ નિષ્ફળતા મળતાં ફરી પોતાની અનિષ્ટ પ્રવૃત્તિમાં પાછા ન ચાલ્યા જાય. છોકરાઓને કમાવામાં રસ પડે એટલે એને થોડી થોડી રકમ બચાવવા અને બેન્કમાં ખાતું ખોલીને મૂકવા માટે પણ તાલીમ અપાય છે કે જેથી છોકરાઓ સ્વચ્છંદે ચડી વ્યસની ન બની જાય. આવું કામ એકલે હાથે તો થાય નહિ. એ માટે કાર્યકર્તાઓની તથા સામાજિક સહકારની પણ જરૂર પડે જ. એ માટે આયોજ કોને બાળકોકિશોરોના ક્ષેત્રમાં કામ કરતી દોઢસોથી વધુ સામાજિક સંસ્થાઓએ સહકાર આપવાનું ચાલુ કર્યું છે. કેટલીક વ્યક્તિઓમાં કુદરતી રીતે જ બાળક માટે વહાલ હોય છે. એમની સાથે ભળી જવાની આવડત હોય છે. એવી બાળવત્સલ વ્યક્તિઓ આવી યોજનામાં માનદ્ કે સવેતન કાર્યકર્તા તરીકે જોડાય છે. આયોજકોની એક સુંદર યોજના એવી પણ છે કે આવા છોકરાઓની જે ટોળકીનો વિશ્વાસ જીતી શકાયો હોય એ ટોળકીમાં છોકરાંઓ રાત્રે જ્યારે સૂવા માટે એકત્ર થતા હોય ત્યાં પ્રૌઢ મહિલા કાર્યકર્તા તેમની પાસે જઈને તેમને માતાતુલ્ય વાત્સલ્ય આપી, ગીતો ગાઈ, વાર્તાઓ કહી, તેમની સાથે ભળી જઈ તેમને સાંસ્કારિક તાલીમ આપે છે અને તેમની ચોરી કે અન્ય વ્યસનોની અંગત, ખાનગી માહિતી મેળવી તેમાંથી છોડાવવા તેમને માર્ગદર્શન આપે છે. આ ઘણું કપરું કામ છે. મહિલા કાર્યકર્તાઓમાં પણ ૨૯૨ - સાંપ્રત સમાજ-દર્શન Page #341 -------------------------------------------------------------------------- ________________ એવી નૈતિક હિમત હોવી જરૂરી છે. આયોજકો માને છે કે આ દિશામાં જો સંગીન કાર્ય થાય તો એના ભાવિ પરિણામ ઘણાં સારાં આવી શકે. આમ, શેરીનાં સંતાનોને સ્વમાનભેર સ્વનિર્ભર જીવન જીવવા માટે, રાષ્ટ્રના એક ઉત્તમ નાગરિક બનવા માટે યોગ્ય તક પૂરી પાડવાના આશયથી આંતરરાષ્ટ્રિય સ્તરે આયોજનો થવા લાગ્યાં છે. સમાજ માટે આ એક ઉજ્જવળ નિશાની છે. પોતાની મેળે કોઈ ખરાબ હોતું નથી. એને યોગ્ય તક આપવામાં આવે તો એનું જીવન પણ દીપી ઊઠે. મા પુરુષો નત્તિ, યોગાસ્તત્ર ટુર્નમ: | આવા નિ:સ્વાર્થ યોજક થવું એ પણ એક મોટું સામાજિક યોગદાન છે. જે સમાજમાં આવા યોજ કો વધુ તે સમાજ રુણ થતાં બચી જાય છે. (સાંપ્રત સહચિંતન-૧૦) શેરીનાં સંતાનો ૪ ૨૯૩ Page #342 -------------------------------------------------------------------------- ________________ રૂપ કચરો વીણનારા દિવાળીનું પર્વ આવે એટલે અગાઉથી ઘરોમાં, દુકાનોમાં સાફસૂફી ચાલે, રંગરોગાન થાય, સ્વચ્છ અને ઊજળા થઈને તે પર્વ ઊજવવાનું ગમે. દિવાળીમાં કેટલી બધી જૂની વસ્તુઓ અને નકામો કચરો ઘરમાંથી નીકળે. કેટલાકને કચરો કાઢવાનો આનંદ હોય છે, તો કેટલાકને કચરો મેળવ્યાનો આનંદ થાય છે. ઉભય પક્ષે પર્વોત્સવ હોય છે. આપણાં કેટલાંક પર્વો સાથે કચરો (સ્થળ અને સક્ષ્મ) કાઢવાની પ્રથા સંકળાયેલી છે એમાં કેટલું બધું દૂરંદેશીપણું રહેલું છે ! આવાં પર્વો ન હોય તો જીવન અસ્વચ્છ અને પ્રમાદી બની જાય. કચરો એ મનુષ્ય જીવનનું સનાતન અંગ છે. મૃત્યુની ઘટના તમામ જીવોના શરીરને કચરામાં રૂપાંતરિત કરી નાખે છે. પદાર્થોને નકામા બનાવી દેવાની શક્તિ વાયુ, જલ, તેજ અને અગ્નિ ધરાવે છે. ધરતીકંપ, વાવાઝોડું, પૂર, આગ વગેરેનો ઉપદ્રવ થાય ત્યારે તો કેટકેટલી વસ્તુ ભાંગી જાય છે, તૂટીફૂટી જાય છે. આવા મોટા ઉપદ્રવો ન હોય તો પણ વસ્તુને જીર્ણ કરવાની તાકાત કાળમાં રહેલી છે. જૂની વસ્તુનો નિકાલ અને નવી વસ્તુના ઉત્પાદનમાં વિપુલ માનવશક્તિ સતત વપરાતી રહે છે. જગતમાં સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા હંમેશાં એવી ત્રુટિવાળી રહેવની કે જેથી એક માણસનો કેટલાક પ્રકારનો કચરો તે બીજાને માટે ઉપયોગની વસ્તુ બની રહે છે. જૂનાં કપડાં, જૂનાં વાસણો, જૂનું રાચરચીલું, જુનાં સાધનો, જૂની મોટરકાર, અરે જૂનાં વિમાનો સુધ્ધાં એકને કાઢી ૨૯૪ : સાંપ્રત સમાજ-દર્શન Page #343 -------------------------------------------------------------------------- ________________ નાખ્યાનો આનંદ છે તો બીજાને તે મેળવ્યાનો આનંદ છે. ક્યારેક તેમાં નાણાંની લેવડદેવડ હોય છે, ક્યારેક નહિ. ફેંકી દેવાયેલો કચરો ફેંદીને તેમાંથી પોતાને કામની વસ્તુ મેળવીને તેમાંથી કલાત્મક વસ્તુઓ બનાવનારો વર્ગ પણ દુનિયામાં ઘણે સ્થળે છે, પણ તેનો આશય નિરાળો છે. જૂની-પુરાણી ચીજ વસ્તુઓની લે-વેચનું ક્ષેત્ર પણ અત્યંત વિશાળ છે. તેનો વિષય પર મોટો છે. અહીં તો આપણે ફેંકી દેવાયેલો કરચો વીણીને આજીવિકા રળનાર (Rag-Pickers) વિશે થોડું વિચારીશું. આ વિશ્વમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની ઇચ્છા પ્રમાણે, પોતાની શક્તિ અને પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે અને દરેકને એનાથી સંતોષ રહે એવું બનવાનું શક્ય નથી, કારણ કે તક કરતાં ઉમેદવારો હંમેશાં વધુ રહેવાના અને ઇચ્છામાં વધઘટ થતી રહેવાની. અસંખ્ય લોકોને તો આજીવિકા મળી, બેકાર નથી બેસી રહેવું પડતું એટલી વાત પણ સંતોષસમાધાન કરાવનાર નીવડે છે. માણસનો રસનો વિષય એક હોય ને વ્યવસાયનું ક્ષેત્ર ભિન્ન હોય એવું અનેક લોકોની બાબતમાં બનતું રહે છે. થોડાક ભાગ્યશાળી માણસોને પોતાનાં રસરુચિ, ઇચ્છા, પાત્રતા અનુસાર વ્યવસાય મળી રહે છે અને એનો એમને પરમ સંતોષ પણ હોય છે. આર્થિક દૃષ્ટિએ પછાત દેશોમાં જ્યાં અનેક લોકોને નોકરી ધંધો ન મળતાં, આજીવિકાનું સાધન પ્રાપ્ત ન થતાં બેરોજગાર બનીને બેસી રહેવું પડે છે, ભીખ માગવી પડે છે, ચોરી લૂંટફાટનો આશ્રય લેવો પડે છે, આપઘાત કરવો પડે છે ત્યાં પરિસ્થિતિ બહુ વિષમ હોય છે. માણસ સશક્ત હોય, કામ કરવા માટે ઉત્સુક હોય ને છતાં રોજી ન મળતી હોય એ વખતનું નૈરાશ્ય તો જેણે અનુભવ્યું હોય તેને જ વધુ સમજાય. સુશિક્ષિત માણસોની આવા કપરા કાળની સંવેદના વધુ ઘેરી હોય છે. જ્યાં ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે ત્યાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધુ હોય છે. પેટનો ખાડો પૂરો કરવા માટે ગમે તેવું હલકું ગંદુ, જોખમભરેલું કામ માણસ સ્વીકારી લે છે અને પછી એનાથી ટેવાઈ જાય છે. માણસ ઘરબાર વગરનો હોય, લાચાર હોય, ભૂખે મરતો હોય તો એ આજીવિકા મેળવવા માટે કચરામાંથી પણ બીજા કોઈકને કામ લાગે એવી વસ્તુ શોધી કાઢે છે. લશ્કરી તાલીમ કેન્દ્રોમાં તાલીમ લેતી વખતે રાઈફલ કે મશીનગનના ફાયરિંગ પછી એ જ જગ્યાએ ફૂટેલાં કારતૂસોના ધાતુના ઝીણા ટુકડા વીણવા માટે આસપાસના ગરીબ સ્ત્રીપુરુષો જાનના કચરો વીણનારા ૪ ૨૯૫ Page #344 -------------------------------------------------------------------------- ________________ જોખમે પડાપડી કરતાં હોય. રોજેરોજ એકઠા કરેલા ધાતુના ટુકડા પછી ભંગારવાળાને તેઓ વેચીને ગુજરાન ચલાવતા હોય છે. કોલસાથી ચાલતા રેલવેના એન્જિનોમાંથી પડેલી કોલસાની ભૂકી કે રાખ વીણનારા પણ કેટલા બધા હોય છે! ઢોરોનું છાણ વીણી છાણાં થાપનારાં માણસો હજુ પણ વસે છે. - જૂના વખતમાં ધૂળધોયાનો ધંધો કરનારા માણસો ઘણા ગામોમાં રહેતા. આજે પણ એવો વ્યવસાય કરનારા ક્યાંક ક્યાંક હોય છે. તેઓ જ્યાં સોના-ચાદીનું કે મોતી-ઝવેરાતનું કામ થતું હોય એ રસ્તા પરથી ધૂળ તગારામાં એકઠી કરી લે છે અને પછી તળાવ કે નદીકિનારે જઈ એમાં પાણી નાખી ધીમે ધીમે નીતારતા જાય છે. ધૂળ બધી ધોવાઈ જાય અને કાંકરા અને બીજી નક્કર વસ્તુ રહે તેમાંથી જે કંઈ મળે તે વેચીને આજીવિકા ચલાવે. ઘણી વાર તો દિવસો સુધી કશું જ ન મળે. મહેનત માથે પડે. કોઈની કોઈ કિંમતની ચીજવસ્તુ ખોવાઈ ગઈ હોય ને ધૂળધોયાને પહેલેથી કહી રાખ્યું હોય તો તેઓ પ્રમાણિક એવા કે તે વસ્તુ મળે તો એના માલિકને આપી દે. પછી તે માલિક રાજીખુશીથી જે બક્ષિસ આપે તે સ્વીકારી લે. (અમે અમારા કિશોરકાળમાં કેટલાંયે ગામોમાં આવા ધૂળધોયા જોયા છે.) ધૂળધોયાનો વ્યવસાય હવે લુપ્તપ્રાયઃ થઈ ગયો છે. કેટલાંક કુટુંબોની અટકમાં તે શબ્દ રહ્યો છે અને બહુ મહેનતે અત્યંત અલ્પ ફળ આપનારા કામના અર્થમાં રૂઢિપ્રયોગમાં તે રહ્યો છે. ધૂળધોયા કરતાં કચરો વીણનારાઓનો વ્યવસાય ચડિયાતો છે, કારણ કે સાંજ સુધીમાં પેટ પૂરતી થોડીક રોજગારી તો અવશ્ય મળે છે. માણસને કચરો વિણવાનો વ્યવસાય કેમ ગમતો હશે ? ગરીબ, અભણ, બેકાર, લાચાર, નિરાધાર માણસ તરત શરૂ કરી શકે એવું આ કામ છે. વળી તેનું કારણ એ છે કે આ એક એવો ધંધો છે કે જેમાં બીજી કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. તેમાં મૂડીરોકાણ નથી. તેમાં કોઈની લાગવગ કે ભલામણની જરૂર નથી. તે સ્વેચ્છાએ ગમે ત્યારે, ગમે તે સ્થળેથી ચાલુ કરી શકાય છે. એમાં કામના નિશ્ચિત કલાકો નથી કે કોઈ હાજરીપત્રક નથી. તેમાં રજા લેવા માટે કોઈ નિયમ કે બંધન નથી. તેમાં સ્ટોક રાખવાનો કે બગડવાનો, સડવાનો કે ચોરાઈ જવાનો ભય નથી. તેમાં રોજેરોજની કમાણી રોકડી મળી જાય છે. તેમાં પોતે જ શેઠ અને પોતે જ નોકર જેવી સ્થિતિ હોય છે. ધનાઢ્ય દેશોમાં કેટકેટલી સારી વસ્તુઓ કચરામાં નાખી દેવામાં આવે ૨૯૬ - સાંપ્રત સમાજ-દર્શન Page #345 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાં પણ વાંચી લીધેલા સારા સારા ગ્રંથો કોઈ લેનાર ન હોવાથી કચરામાં નખાતાં જોઈને જીવ બળે. કાચની કે પ્લાસ્ટિકની બાટલીઓ, ખોખાં, રાચરચીલું અરે, જૂની મોટરકાર સુદ્ધાં કચરામાં નાખી દેવાય છે. પણ તેઓનો સૌથી મોટો કચરો કાગળનો હોય છે. હવે ત્યાં પર્યાવરણની દૃષ્ટિએ જાગૃતિ આવી છે. Recyclingનો કચરો જુદો એકઠો થાય છે. તેમ છતાં પાર વગરનો કાગઝી કચરો ઘનાક્ય દેશોમાં દરિયામાં કે અન્યત્ર ઠલવાય છે. ત્યાં કચરો કાઢનારા બધા જ હોય છે, કચરો વીણનારા કોઈ નથી હોતા, કારણ કે ત્યાંનું જીવન ધોરણ એટલું સમૃદ્ધ છે. કચરો વીણનારા મુખ્યત્વે અર્ધવિકસિત દેશોમાં જોવા મળે છે. કચરો વીણનારાઓમાં મુખ્યત્વે તો કાગળિયા વણનારા હોય છે, પરંતુ વર્તમાન સમયમાં પ્લાસ્ટિકની કોથળીઓ, ખાલી બાટલીઓ, ઇલેક્ટ્રિક વાયરના ટુકડા, ચીથરાં, લોખંડ, પિત્તળ અને અન્ય ધાતુઓનાં ભંગાર પણ વીણે છે. સાંજે તેઓ પોતાની વીણેલી વસ્તુઓ છૂટી પાડે છે અને પસ્તીવાળા, રદી કાગળવાળા, ભંગારવાળાને તેઓ વેચી આવે છે. કચરો વીણનારાઓમાં છેલ્લા કેટલાક વખતથી કાગળિયાં વીણનારાનો વ્યવસાય ઠીક ઠીક ફેલાયો છે. ભારતમાં ગરીબી અને બેકારી એટલી બધી છે કે આવા વ્યવસાય તરફ એવા માણસો ખેંચાય એ સ્વાભાવિક છે. જૂની પસ્તીનો વેપાર કરનારની વાત જુદી છે. આ તો રસ્તામાં કચરા તરીકે પડેલાં કાગળિયાં વીણનારાની વાત છે. ફક્ત મુંબઈ શહેરમાં જ દોઢ લાખથી વધુ માણસો આવું કામ કરે છે. એમાં ગરીબ સ્ત્રીઓ પણ છે અને કુમળી વયના છોકરાઓ પણ છે. મુંબઈ ઉપરાંત દિલ્હી, કલકત્તા, મદ્રાસ જેવાં મોટાં શહેરો અને નાનાં નાનાં નગરોમાં પણ ખભે કોથળો લઈને નીકળી પડેલા માણસો જોવા મળે છે. ભારત જેવા અર્ધવિકસિત દેશમાં લાખો માણસો ચીથરા-કાગળિયાં વીણનાર (Rag-Pickers) તરીકે કામ કરે છે. રોજેરોજ કાગળિયાં વણનારા માણસો સામાજિક દૃષ્ટિએ ઉપકારક પણ છે. નગરોની સ્વચ્છતામાં તેમનો ફાળો હોય છે, (તેઓ પોતાના વિસ્તારમાં ગંદકી કરે તેની વાત જુદી છે) પણ તદુપરાંત પર્યાવરણની દૃષ્ટિએ પણ તેઓ ઉપયોગી કામ કરે છે. ધનાઢય દેશોમાં Recyclingનો પ્રચાર તો હવે ચાલુ થયો, પણ આપણાં દેશોમાં તો પહેલેથી જ એ ચાલે છે. કાગળિયાં વણનારાંઓને કારણે કાગળ, પૂઠાં વગેરે બનાવનારી મિલોને આવો કાચો માલ સસ્તા ભાવે મળે છે અને એથી જંગલનાં વૃક્ષો ઓછાં કપાય છે. કચરો વીણનારા ૪ ૨૯૭ Page #346 -------------------------------------------------------------------------- ________________ સમૃદ્ધ રાષ્ટ્રોમાં રસ્તાઓ એટલા બધા સ્વચ્છ હોય છે કે એક ચબરખી જોવા ન મળે. કાગળિયાં વીણવાનો વ્યવસાય કરનારા ત્યાં ભૂખે મરે. આપણે ત્યાં રસ્તામાં ગમે ત્યાં કાગળનો કચરો ફેંકવાની ટેવને લીધે લાખો લોકોને આજીવિકા મળે છે. એથી એવો કુતર્ક કરવાનો નથી કે કરુણાભાવથી વધુ કચરો રસ્તામાં નાખીએ તો વધુ લોકોને કમાણીનું સાધન મળે, કારણ કે અસ્વચ્છતાના બીજા અનર્થો ઘણા છે. વર્તમાન સમયમાં તો એક અનિષ્ટ આવશ્યકતા (Necessary Evil) તરીકે જ એનો વાસ્તિવક સ્વીકાર કરવો પડે છે. એની હિમાયત ન થઈ શકે. વસ્તુત: રસ્તાઓ સ્વચ્છ હસે તો ગંદકી, માંદગી નહિ થાય અને કચરો વીણનારને બીજો વ્યવસાય મળી રહેશે. કાગળિયાં વણનારા ઘણું ખરું સવારમાં નીકળી પડતા હોય છે. રસ્તાઓ પર અને શેરીઓમાં નગરપાલિકાના ઝાડુવાળા કર્મચારીઓ કચરો સાફ કરી નાખે એ પહેલાં તેઓ નીચું જોતાં જોતાં ચક્કર મારી લે છે કે જેથી છૂટાછવાયાં પડેલાં કાગળિયા હાથ લાગી જાય. પોતાનો કોથળો ભરાય એટલે એક ચક્કર પૂરું થાય. જો કોઈ સાચવનાર હોય તો પોતાના મુકામે કોથળો મૂકીને બીજો કોથળો લઈને તે નીકળી પડે છે. કેટલાક વીણનારા દિવસ દરમિયાન ફક્ત એક ચક્કર લગાવે છે. કેટલાક બે કે ત્રણ ચાર ચક્કર લગાવે છે. કોથળો ભરાતાં તેઓ એવી રદીનો વેપાર કરનારને વેચી આવે છે. કેટલાક એટલી આવકથી સંતોષ માને છે, તો કેટલાક મજૂરીના પ્રકારનું બીજું પરચૂરણ કામ પણ કરી લે છે. કચરો વીણનારાને પણ વર્ષાઋતુમાં ઓછી આવક મળે છે. કાગળો ભીના થઈ જાય છે. બીજો કચરો પણ ભીનો થઈ ગયો હોય તો કામમાં આવતો નથી. એવે વખતે રાતના આશ્રયનો પ્રશ્ન પણ ઊભો થાય છે. પોતાનું ઠામઠેકાણું ન હોવાથી આવા કેટલાક લોકો વર્ષાઋતુમાં સ્થળાંતર કરી જાય છે. કેટલાક પોતાના વિસ્તારમાં જ બીજું કોઈક કામ શોધી લે છે જે વર્ષાઋતુમાં જ પ્રાપ્ત થતું હોય છે. કચરા સાથે કામ પાડનાર વ્યક્તિ જો તદ્દન તંદુરસ્ત હોય તો પણ માંદી પડી જવાનો સંભવ છે, તો પછી જેઓને પૂરતો પોષક ખોરાક મળતો નથી અને જેઓને આરોગ્ય વિશે કશી ગતાગમ નથી એવા લોકો અવારનવાર માંદા પડે તેમાં નવાઈ શી ? માંદા પડે ત્યારે દવાના પૈસા તો હોય નહિ, એટલે આવા લોકો થોડા દિવસ પડ્યા રહે છે અને સાજા ૨૯૮ : સાંપ્રત સમાજ-દર્શન Page #347 -------------------------------------------------------------------------- ________________ થાય એટલે ફરી પાછા કામે લાગી જાય છે. કાગળિયાં વીણીને રોજી મેળવનારા નાની વયના છોકરાઓની પણ એક જુદી જ દુનિયા છે. તેમના જીવન અને કાર્યનો અભ્યાસ યુનિવર્સિટીઓના સમાજશાસ્ત્રના અને સમાજકાર્યના વિભાગો તરફથી થાય છે અને તેઓના અહેવાલો અને ભલામણો નગરપાલિકા કે સરકારી ખાતાઓને સોંપાય છે અને તેના અમલ દ્વારા કેટલાક સુધારા પણ થાય છે. ગરીબ, અભણ અને લાચાર માણસો કચરો વીણવાનો ધંધો કરતા હોવાથી તેમનો કચરો લેનાર વેપારીઓ પણ તેમનું શોષણ કરે એ સ્વાભાવિક છે. ક્યારેક વજનમાં કે ભાવમાં પણ છેતરપિંડી થાય છે. કચરો વીણનારાઓ તો વેપારી આપે તે રકમ લઈ લેતા હોય છે. હિસાબ કરતાં તેઓને આવડે નહિ, પણ કેટલાકને અંદાજે સમજ પડે છે. તેમને સરખો વાજબી ભાવ આપે અને બિલકુલ છેતરપિંડી ન કરે, એવા પણ કેટલાક વેપારીઓ હોય છે. જ્યાં વિશ્વાસ બેસે ત્યાં જ કાગળિયાં આપનારા વારંવાર જાય છે. વખત જતાં એકબીજાથી પરિચિત પણ થઈ જાય છે. કચરો વીણનારા લોકો વર્ષો સુધી એ જ કામ કર્યા કરે એવું બનતું નથી. અડધાથી વધુ લોકોને પોતાનું આ કામ ગમતું નથી. મનથી તે નારાજ હોય છે, પણ લાચારીથી તે કરવું પડે છે. તેમને પ્રતિષ્ઠાનો કોઈ પ્રશ્ન હોતો નથી, પણ કામ જ ન ગમે એવું હોય છે. બીજી જરાક સારી તક મળતાં તેઓ ચાલ્યા જાય છે. ક્યારેક સામાન ઊંચકવાની મજૂરીનું કામ, રેલવે, બસ સ્ટેશન કે શાક મારકીટ કે એવા કોઈ સ્થળે મળતાં કે હોટેલમાં વાસણ ધોવાનું કામ મળતાં તેઓ તે તરફ વળી જાય છે. ઓછી અક્કલવાળા, શારીરિક ખોડવાળા, માનસિક ગ્રંથિવાળા કેટલાક આવા વ્યવસાયમાં વધુ ટકે છે. રોજે રોજ કચરો વીણનારા તરીકે કામ કરી અનિશ્ચિત આવક મેળવવા કરતાં નગરપાલિકાના સફાઈ કામદાર તરીકે નોકરી મળી જાય તો તે તેમાં જોડાઈ જાય છે, તો કેટલાકને પોતાના કામધંધામાં મળતી સ્વતંત્રતા વધુ વહાલી લાગે છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરીને, વર્તમાન પરિસ્થિતિને વધુ સારી કેમ કરી શકાય એ વિશે સરકારે અને સેવાભાવી સંસ્થાઓને નક્કર વિચારણા કરવી ઘટે. કચરો વીણનારાઓનું વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા માટે પ્રયાસો થવા જોઈએ. કચરો વીણનારા બહુધા ઘરબાર વિનાના હોય છે. તેમને વ્યવસ્થિત આશ્રયસ્થાન મળી રહે એવી વ્યવસ્થા વિચારાવી જોઈએ. તેઓને યોગ્ય ખોરાક સસ્તા ભાવે મળી રહે એવી વ્યવસ્થા પણ કચરો વીણનારા ૪ ૨૯૯ Page #348 -------------------------------------------------------------------------- ________________ થવી ઘટે. રોટરી, લાયસન્સ કે અન્ય કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ આવા લોકોને સારા મોટા કોથળા આપવાનો તથા કંઈક ખાવાનું આપવાનો પ્રબંધ કરે જ છે. કુમળી વયનાં બાળકો હોય તો તેમને રસ પડે એ પ્રકારની કેળવણી આપવાનો પ્રબંધ થવો જોઈએ. એવો પ્રબંધ ક્યાંક ક્યાંક થયો પણ છે. તેઓ પોતાની કમાણી સિગરેટ, શરાબ, જુગાર, વેશ્યા વગેરેમાં ન વેડફી નાખે એ માટે સેવાકાર્ય કરતી સંસ્થાઓએ આવા છોકરાઓનાં મંડળો રચીને કાર્ય કરવાની આવશ્યકતા છે. એવું કેટલુંક કાર્ય સારી રીતે ચાલી રહ્યું પણ છે. કચરો વીણનારાઓમાં પણ તેજસ્વી છોકરાઓ હોય છે. તેને વધુ સારી તક પૂરી પાડવામાં આવે તો તેઓ જીવનમાં ઘણી પ્રગતિ સાધી શકે. એ અંગે પણ વ્યવસ્થિત પ્રયાસ થવાની જરૂર છે. પોતાના અનેક નાગરિકો કચરો વીણવાના વ્યવસાયમાં પડેલા હોય એ કોઈ પણ રાષ્ટ્ર માટે શોભાસ્પદ વાત નથી. પરંતુ જે રાષ્ટ્રોમાં આર્થિક અવ્યવસ્થાને કારણે અનેક લોકો વ્યવસાયવિહીન હોય, ભૂખે મરતા હોય ત્યાં આ વ્યવસાય પણ ખોટો નથી એમ લાગે. પ્રત્યેક રાષ્ટ્ર સમૃદ્ધ થાય અને એના નાગરિકોને આવો અણગમતો વ્યવસાય સ્વીકારવાનો વખત ન આવે એવી શુભ ભાવના આપણા સૌના અંતરમાં રહેલી હોવી જોઈએ. (સાંપ્રત સહચિંતન-૧૧) ૩00 * સાંપ્રત સમાજ-દર્શન Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૬ વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા એક ચીની ફિલસૂફે કહેલું કે, “હું છાપું ક્યારેય વાંચતો નથી. દુનિયાની જે કોઈ સારી બાબતો હશે તેના સમાચાર ફરતા ફરતા આજે નહીં તો કાલે કે ભવિષ્યમાં ક્યારેક મારી પાસે આવ્યા વગર રહેશે નહીં. જે સમાચાર મારી પાસે નહીં આવે તે જાણવા જેવા નહીં હોય અને એથી મારે કશું ગુમાવવાનું નથી એમ હું માનીશ.' વર્તમાનપત્રોમાં જાણવા જેવી અને ન જાણવા જેવી એવી ઘણી બધી વાતો છપાતી હોય છે. દુનિયામાં પ્રતિક્ષણ અવનવી ઘટનાઓ બનતી રહે છે અને આધુનિક સાધનો દ્વારા એના સમાચાર આખી દુનિયામાં પ્રસરી જાય છે. રેડિયો, ટી. વી. અને ઉપગ્રહોની મદદ દ્વારા ઘરમાં બેઠાં બેઠાં કેટલીયે ઘટનાઓ નજરે નિહાળી શકાય છે. એમ છતાં છાપાંઓનું મહત્ત્વ ઘટશે નહીં, કારણ કે તે મરજી મુજબ ગમે ત્યારે નિરાંતે વાંચી શકાય છે. એમાં સમાચારો વિગતવાર હોય છે. રેડિયો તથા ટી. વી. દ્વારા ન આવરી શકાય એવા દુનિયાભરના વિવિધ પ્રકીર્ણ સમાચારો પણ એમાં હોય છે. - સવારનું છાપું બપોર પછીથી વાસી થઈ જાય છે, કારણ કે સમાચારોની દૃષ્ટિએ દુનિયા થોડા કલાકોમાં જ ઘણી આગળ નીકળી ગઈ હોય છે. એટલે થોડા સમયમાં જ છાપું ભૂતકાળની એક ઘટના કે ઇતિહાસનું એક પાનું બની જાય છે. છાપામાં છપાતા સમાચારમાં તત્કાલીન કે તત્ક્ષણનું સત્ય વિશેષપણે રહેલું હોય છે. રમતગતમના આંકડા હોય કે યુદ્ધની વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા - ૩૦૧ Page #350 -------------------------------------------------------------------------- ________________ ખુવારીનાં આંકડા હોય, તત્કાલ માટે એ વિશેષ સાચા હોય છે. એટલે કે વર્તમાનપત્રના સમાચારોનું સત્ય એ બહુધા સાપેક્ષ સત્ય હોય છે. વિશિષ્ટ કાલસંદર્ભની દૃષ્ટિએ જે વાત સત્ય જણાય છે એ જ વાત અન્ય અપેક્ષાએ અન્ય કાલસંદર્ભમાં એટલી સાચી ન પણ લાગે. છાપાંઓમાં કેટલીક વાર ભૂલથી પહેલા પાનામાં અને વચલા પાનામાં એકની એક બાબત વિશે પરસ્પર વિરુદ્ધ સમાચાર છપાઈ જાય છે, તેનું કારણ આ જ છે. વર્તમાનપત્રના પત્રકારોએ બહુ ઓછા સમયમાં ઘણી બધી માહિતી એકઠી કરી લેવાની હોય છે. વર્તમાનપત્રો બારે માસ સમયની કટોકટીમાંથી પસાર થતાં હોય છે. એટલે ક્યારેક ઉતાવળે અધૂરા સમાચાર પણ છપાઈ જતા હોય છે. અજાણતાં પણ કેટલીક વખત અર્ધસત્ય રજૂ થઈ જતું હોય વળી, ઘટના એક હોય પરંતુ જોનારના દૃષ્ટિકોણ જો જુદા જુદા હોય તો એકની એક ઘટનાની રજૂઆત જુદા જુદા માણસો દ્વારા જુદી જુદી દૃષ્ટિથી થાય છે કે જે પરસ્પર વિરુદ્ધ પણ હોઈ શકે. યુરોપના એક ઇતિહાસકાર માટે એમ કહેવાય છે કે એમણે રસ્તામાં એક અકસ્માત નજરે બનતો જોયો. એ જ અકસ્માત વિશે એમણે ત્યાં ઊભેલા કેટલાક માણસો સાથે વાતચીત કરી તો જણાયું કે, અકસ્માતને નજરે જોનાર માણસોનાં વૃત્તાંતોમાં પણ ફરક પડી જતો હતો. એમાં પણ અકસ્માતમાં સંડોવાયેલા જુદા જુદા માણસોના સ્વજનોની રજૂઆત પરસ્પર વિરુદ્ધ હતી. ઇતિહાસકારને થયું કે જે અકસ્માત પોતે નજરે જોયો છે તેના નિવેદનમાં નજરે જોનારાઓમાં પણ જો આટલો બધો ફરક પડી જતો હોય તો ભૂતકાળમાં બસો-પાંચસો વર્ષ પહેલાં બનેલી ઘટના વિશે જે માહિતી પોતાની પાસે આવી છે તેમાં પૂર્ણ સત્ય કેવી રીતે હોઈ શકે ? એમ વિચારતાં ઇતિહાસલેખનમાંથી એમનો રસ ઊડી ગયો હતો. જેમ ઇતિહાસમાં તેમ વર્તમાનપત્રોના વૃત્તાંત-નિવેદનમાં પણ જો તાટધ્ધની ઊણપ હોય તો કેટલીક વાર માત્ર એક દૃષ્ટિકોણનું જ સત્ય તે પ્રગટ કરે છે એમ કહી શકાય. - સત્યને પ્રકાશિત કરવામાં વર્તમાનપત્રોનો ઘણો મોટો ફાળો હોય છે. પત્રકાર પાસે કોઈ પણ વાતને જાહેરમાં મૂકવાનું એક સબળ શસ્ત્ર હોય છે. એથી જાહેર જીવનમાં પડેલા કેટલાક માણસો પોતાની નિર્બળતાઓ પ્રગટ ન થઈ જાય એ માટે પત્રકારથી ડરે છે. ક્યારેક તેઓ પત્રકારને લાલચ આપી પોતાની નબળી વાત પ્રગટ થતી અટકાવે છે. પત્રકાર દ્વારા ૩૦૨ * સાંપ્રત સમાજ-દર્શન Page #351 -------------------------------------------------------------------------- ________________ કેટલીક વાર આમ સત્ય ઢંકાઈ જતું હોય છે તો કેટલાક પત્રકારો કશી પણ લાલચને વશ થયા વગર નિર્ભીક રીતે, ક્યારેક તો જાનના જોખમે પણ, સત્ય પ્રગટ કરતા હોય છે. પત્રકારની સત્યનિષ્ઠા આવે વખતે એને મોટું ગૌરવ અપાવે છે. આ પ્રસંગે એવા બાહોશ પત્રકારો દ્વારા સમાજસેવા કે રાષ્ટ્રસેવાનાં મોટાં કાર્યો થાય છે. વોટરગેઈટ કૌભાંડ હોય કે અંતુલે પ્રકરણ હોય, એને પ્રગટ કરવામાં પત્રકારોનો ઘણો મોટો હિસ્સો હોય છે. ઉચ્ચાસને બેઠેલા દંભી અને કપટી માણસોના તરકટોની વાત નીડર અને સત્યનિષ્ઠ પત્રકાર દ્વારા જાહેર જનતા સુધી પહોંચી શકે છે. વર્તમાનપત્રની કચેરીમાં પ્રતિક્ષણ ચારે બાજુથી વાતો ઠલવાતી હોય છે. જે સમાચાર સમાજમાં એક રીતે પ્રચલિત હોય એ સમાચારોની પાછળ કેવાં કેવાં વહેણ અને વમળો કામ કરતાં હોય છે તેની સાચીખોટી વાતો પત્રકાર સુધી પહોંચી હોય છે. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે જે વ્યક્તિ પ્રત્યે સામાન્ય માણસો બહુ અહોભાવથી જોતા હોય છે તે વ્યક્તિ અંગત જીવનમાં કેટલી પામર હોય છે તેની ઘણી બધી વાતો પત્રકારો જાણતા હોય છે. રાજકારણના ક્ષેત્રમાં પડેલી વ્યક્તિઓ વિશે આવું સવિશેષ બનતું હોય છે. એટલે જ કહેવાય છે કે દુનિયાના ઘણાખરા રાજનેતાઓ પ્રત્યે પત્રકારોને બહુ ઓછો આદર હોય છે. પત્રકાર પાસે જેમ સાચી વાત આવે છે, તેમ ઇરાદાપૂર્વક ખોટી વાતો પણ આવે છે. કોઈ પણ વાત પોતે વહેલી છાપ્યાનો યશ લેવાની વૃત્તિ પત્રકારને સહજ હોય છે. એથી સનસનાટીભર્યા સમાચારો છાપવામાં પાછળ ન પડી જવાય એની તકેદારી રાખવી પડતી હોય છે. પરંતુ એમ ઉતાવળ કરવામાં ક્યારેક છબરડા થઈ જાય છે. અને પત્રકારની ભૂલ તો ઘરે ઘરે ચર્ચાનો વિષય બની જાય છે. વારંવાર બનતા આવા છબરડા વર્તમાનપત્રની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે. આથી પત્રકારે પોતાની પાસે આવતી વાતો કેટલી સાચી છે એની સવિવેક ચકાસણી કરતાં જ રહેવું જોઈએ. આવી વાતો પૂરી પાડનારના પ્રયોજન વિશે કેટલાક પત્રકારો એટલા માટે જ સકારણ વહેમી હોય છે. પત્રકાર દરેક વખતે બધી જ સત્ય હકીકતો છાપવાનો આગ્રહ ના રાખવો જોઈએ. જે સત્ય પ્રકાશિત કરવાથી પ્રજાના એક યા બીજા વર્ગનું કે સમગ્ર રાષ્ટ્રનું માત્ર અહિત જ થવાની સંભાવના હોય તેવું સત્ય પ્રગટ ન કરવું જોઈએ. યુદ્ધ સમયે મોરચા પર લડતી પોતાના રાષ્ટ્રની સેનાઓની હિલચાલના સમાચાર પોતાને મળ્યા હોય તો પણ પત્રકારે તે પ્રગટ કરવા વર્તમાનપત્ર અને સત્યનિષ્ઠા અ ૩૦૩ Page #352 -------------------------------------------------------------------------- ________________ ન જોઈએ. દેશના કોઈ પણ બે કોમી કે અન્ય પ્રકારનાં જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હોય એ વખતે એક યા બીજા પક્ષની ખુવારીના મોટા આંકડાઓ વારંવાર ચમકાવવાથી હિંસાને વધુ પ્રોત્સાહન મળે છે. પત્રકારે એવે વખતે પોતાને મળેલી સાચી વાતને સંયમિત રીતે પ્રગટ કરવાની હોય છે. સત્યનું પ્રકાશન એ જેમ પત્રકારનો ધર્મ છે તેમ સત્યનું ગોપન એ પણ પત્રકારનો આવે પ્રસંગે ધર્મ બની રહે છે. (સાંપ્રત સહચિંતન-૧) ૩૦૪ જ સાંપ્રત સમાજ-દર્શન Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અસત્યના પ્રયોગો પશ્ચિમના જગતમાં થોડા સમય પહેલાં અસત્યના એક મોટા પ્રયોગ વિશ્વવ્યાપી ચકચાર જગાડી હતી. એ હતી હિટલરની ડાયરીઓ. પશ્ચિમ જર્મનીના “સ્ટર્ન' નામના સામયિકના ખબરપત્રી હાઈડમાને પશ્ચિમ જર્મનીની કોનરાડ ફિશર નામની એક વ્યક્તિ પાસેથી હિટલરની કહેવાતી ડાયરીઓ મેળવી હતી. ફિશર નાઝી સમયની યાદગીરીની ચીજવસ્તુઓ મેળવીને, એનો સંગ્રહ કરી એવી વસ્તુઓના સંગ્રહકારોને વેચવાનો ધંધો કરે છે. તેના કહેવા પ્રમાણે આ ડાયરીઓ તેને પૂર્વ જર્મનીમાં રહેતા હિટલરના સમયના એક લશ્કરી સેનાપતિ પાસેથી મળી હતી. બીજા વિશ્વયુદ્ધના અંત સમયે હિટલરે જે વિમાનને પોતાની ડાયરીઓ સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રવાના કર્યું હતું, તે તૂટી પડ્યું હતું; અને ડાયરીઓ કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આવેલી. તે સચવાઈ રહી હતી. સ્ટર્ન' સામયિકે ૯૦ લાખ માર્ક જેટલી મોટી રકમ ચૂકવીને એ ડાયરીઓ પ્રગટ કરવાનો હક મેળવ્યો અને તેનું પ્રકાશન ચાલુ કર્યું. તદુપરાંત સ્ટર્ન’ સામયિકે આ ડાયરીઓના પ્રકાશનના હક ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા વગેરે દેશોનાં સામયિકોને આપીને મોટી રકમ મેળવી હતી. હપ્ત હપ્ત પ્રગટ થતી આ ડાયરીઓએ દુનિયામાં ઘણી મોટી સનસનાટી ફેલાવી, પરંતુત્યાં તો પશ્ચિમ જર્મનીની સરકારે આ ડાયરીઓ બનાવટી હોવાનું સાબિતી સાથે નિવેદન કર્યું. એટલે “સ્ટર્ન' સામયિકને ડાયરીઓનું પ્રકાશન તરત બંધ કરવું પડ્યું; લોકોની માફી માગવી પડી. તંત્રીઓએ રાજીનામાં અસત્યના પ્રયોગો * ૩૦૫ Page #354 -------------------------------------------------------------------------- ________________ આપવા પાડ્યાં. “લંડન ટાઈમ્સ'ને પૈસા પાછા ચૂકવવા પડ્યા. રિપોર્ટરને બરતરફ કરવો પડ્યો. આવી જાતજાતની ઘટનાઓ બની. એક ચકચારભર્યા પ્રકરણે આ રીતે અચાનક વળાંક લીધો. અસલની નકલ કરવાનું ઘણા માણસોને મન થાય એ સ્વાભાવિક છે. ક્યારેક નકલ એટલી સરસ હોય છે કે કઈ કૃતિ અસલ અને કઈ નકલ તે પારખવું મુશ્કેલ બને છે. ચિત્રો, શિલ્પાકૃતિઓ, પ્રાચીન સિક્કાઓ વગેરેનાં ક્ષેત્રોમાં આવી બનાવટો વિશેષ થાય છે, કારણ કે જગતમાં શ્રીમંત સંગ્રહકારો લાખો ડૉલર ખર્ચીને તેવી પ્રાચીન કૃતિઓ કે ચીજવસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરે છે. એમ કરવામાં ક્યારેક તેઓ છેતરાય પણ છે. પિકાસોનાં ચિત્રો અને માઈકલ એન્જલોની શિલ્પાકૃતિઓની બાબતમાં આવી કેટલીક બનાવટો થઈ છે. જ્યારે એક કરતાં વધુ એકસરખી પ્રાચીન કૃતિઓ બજારમાં વેચવા લાગે છે ત્યારે મોટો વિવાદ જાગે છે. એક દંતકથા પ્રમાણે રોકફેલર જેવા ધનાઢય માણસે દાંતના દાક્તર પાસે દુ:ખતી દાઢ પડાવી, તો દાક્તરે તે દાઢ કચરામાં નાખી ન દેતાં એક સંગ્રહકારને વેચી દીધી. રોકફેલરને જ્યારે ખબર પડી કે પોતાની દાઢ મોંઘા ભાવે બજારમાં વેચાય છે ત્યારે મોં-માગ્યા ભાવ આપીને પણ તે પાછી મેળવીને પોતાના જુદા જુદા માણસોને તે દાઢ કોની પાસે છે તેની તપાસ કરીને તે ખરીદી લાવવા મોકલ્યા, તો તેઓ “રોકફેલરની દાઢ' તરીકે વેચાતી એવી પચીસેક જેટલી દાઢ કઈ અને બીજાની કઈ તે ખુદ રોકફેલર પણ કેવી રીતે પારખી શકે ? હિટલરે જે પિસ્તોલથી આપઘાત કર્યો હતો તે માર્કવાળી અને તે નંબરવાળી ઘણી બધી પિસ્તોલ યુરોપના બજારોમાં હજી પણ વેચાય છે ! કિલઓપેટ્રાનું હાડપિંજર બનાવી તે વેચનાર એક સંગ્રહકારથી એક અજાણ્યા ખરીદનારને ભૂલથી એક સાથે બે હાડપિંજર બતાવાઈ ગયાં, ત્યારે એણે ખુલાસો કરેલો કે એક હાડપિંજર કિલઓપેટ્રા યુવાન હતી ત્યારનું છે અને બીજું એ મૃત્યુ પામી ત્યારનું છે ! આ તો એક મજાક જેવી વાત છે. કવિતા, વાર્તા, ચિત્ર, શિલ્પકૃતિ ઇત્યાદિ કલાકારીગીરીની પ્રાચીન કૃતિઓ, હસ્તપ્રતો, મહાન વ્યક્તિઓએ વાપરેલી ઐતિહાસિક ચીજવસ્તુઓ વગેરેની બાબતમાં બનાવટ કરવા પાછળ વિવિધ આશય રહેલા હોય છે. ક્યારેક સામાન્ય લોકો ઉપરાંત બુદ્ધિશાળી વિચક્ષણ માણસોને પણ ૩૦૬ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #355 -------------------------------------------------------------------------- ________________ છેતરવાનો નિર્દોષ આનંદ રહેલો હોય છે. (ટાગોરે યુવાન વયે પોતાની કવિતાની બાબતમાં આમ કરેલું.) ક્યારેક કોઈકનું મહત્ત્વ વધારી દેવાનો અથવા ક્યારેક કોઈકને ઉતારી પાડવાનો આશય રહેલો હોય છે. ક્યારેક સમાજને માત્ર આઘાત આપવાનો આશય રહેલો હોય છે, તો ક્યારેક નિર્ણાયકોની અન્યાયી અને અભિમાની વૃત્તિને તોડવાનો ઇરાદો હોય છે. ક્યારેક પૈસા કમાવા માટેનું તે એક માત્ર તરકટ હોય છે, તો ક્યારેક તેમાં ઇતિહાસનાં ખલપાત્રોને સારાં ચીતરવાનો હેતુ હોય છે. પરંતુ જેમ કહેવાય છે કે ચોરી કરનાર માણસ પોતાને પણ ખબર ન હોય એવી કોઈક નિશાની પાછળ મૂકતો જાય છે. અને તે પકડાતાં તેની ચોરી પકડાઈ જાય છે. તેવી રીતે સાહિત્યકૃતિઓ, કલાકૃતિઓ અને પ્રાચીન અવશેષોના ક્ષેત્રે અસત્યના પ્રયોગ કરનાર છેવટે તો ખુલ્લા પડી જતા હોય છે. આપણા ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદનાં કહેવાતાં નાટકોની બનાવટ ઘણા મોટા પાયા પર થઈ હતી. મહાકવિ પ્રેમાનંદ એમનાં આખ્યાનો માટે જાણીતા છે. એમણે નાટકો લખ્યાં છે એવું કોઈ જાણતું નહોતું; પરંતુ પાંચેક દાયકા પહેલાં વડોદરાની “પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદકોએ પ્રેમાનંદ નાટકો પણ લખ્યાં છે એવી જાહેરાત કરીને ત્રણ નાટકો છાપ્યાં. એ વાંચતાં જ કેટલાક વિવેચકોને વહેમ પડેલો કે એ નાટકો પ્રેમાનંદનાં હોઈ શકે નહિ. ગુજરાતી સાહિત્ય-જગતમાં ઘણાં વર્ષો સુધી એ નાટકો વિશે ચર્ચા ચાલી. બનાવટ કરનારાઓએ એનો બચાવ કર્યો, પરંતુ છેવટે એ પોકળ હોવાનું પુરવાર થયું. “હાલીમવાલી', “પરેડ' જેવા કેટલાક શબ્દો, જે અર્વાચીન સમયમાં વપરાય છે એવા શબ્દો પ્રેમાનંદની ભાષામાં બનાવટ કરનારાઓથી અજાણતાં વપરાઈ ગયાં. પરિણામે નાટકોની ભાષા અંગે નરસિંહરાવ જેવા વિચક્ષણ ભાષાશાસ્ત્રીને વહેમ પડેલો અને એમણે એ નાટકો પ્રેમાનંદનાં નથી એની વિસ્તારથી ચર્ચા કરેલી. કવિ ભાલણે પોતાનું પહેલું ‘નળાખ્યાન' ગુમ થઈ જતા બીજું ‘નળાખ્યાન' લખ્યું હતું એવી વાત વહેતી મુકીને “પ્રાચીન કાવ્યમાળા'ના સંપાદકોએ ભાલણનું કહેવાતું બીજું “નળાખ્યાન' પ્રગટ કર્યું હતું, પરંતુ આ લખનારે પોતે પોતાના એક સંશોધનલેખમાં પુરવાર કરી આપ્યું છે કે ભાલણનું કહેવાતું બીજું “નળાખ્યાન' તે મહાભારતના “નલોપાખ્યાન'ના અર્વાચીન સમયમાં થયેલા એક ગુજરાતી અનુવાદ પરથી લખાયું છે, માટે તે પૂરેપૂરી બનાવટી કૃતિ છે. “પ્રતિ માસ” અને “સાદડી” જેવા શબ્દો એ બનાવટ પકડવામાં ચાવીરૂપ બન્યા હતા. ગુજરાતી ભાષાની જેમ દુનિયાની અસત્યના પ્રયોગો * ૩૦૭ Page #356 -------------------------------------------------------------------------- ________________ ઘણી ભાષાઓમાં વિવિધ હેતુઓથી સાહિત્યિક બનાવટ થઈ છે, અને થતી રહે છે. નકલ કરનારાઓ ક્યારેક બહુ ખંત અને ચીવટ પૂર્વક નકલ કરતા હોય છે. જેની નકલ કરવાની હોય છે, એના જીવન અને સાહિત્યનો તેઓ ઊંડો અભ્યાસ કરતા હોય છે. એના હસ્તાક્ષરની બરાબર નકલ કરવા માટે વર્ષો સુધી તેઓ તાલીમ લેતા હોય છે અને પછી તેવી બનાવટ બજારમાં મુકાય છે. લિન્કનના એન ૨ટલેજ સાથેના બનાવટી પ્રેમપત્રોએ તો લિન્કનના અભ્યાસીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા હતા. ઇટાલીમાં મુસોલિનીની બનાવટી ડાયરીઓ લખનારાઓએ તો ત્રણ દાયકા જેટલો લાંબો સમય આવી બનાવટની તૈયારી કરવા પાછળ આપ્યો હતો. પરંતુ આવી બનાવટ કરનારાઓ કોઈક નાની બાબતમાં ભૂલથાપ ખાઈ જતા હોય છે, અને છેવટે બનાવટ પકડાઈ જાય છે. હિટલરની ડાયરીઓનાં બાઈન્ડિંગમાં નાયલોનનો દોરો વપરાયો; પરંતુ નાયલોનના દોરાની શોધ તો બીજા વિશ્વયુદ્ધ પછી થઈ હતી એ વાત બનાવટ કરનારાઓના ખયાલ બહાર ચાલી ગઈ. એવી જ રીતે કાગળ, શાહી, ગુંદર વગેરેનાં રાસાયણિક પૃથક્કરણોએ પુરવાર કરી આપ્યું હતું કે હિટલરની કહેવાતી એ ડાયરીઓ એટલી જૂની નથી. કાળનું બળ ઘણું મોટું છે. ભલભલી વસ્તુઓને તે જીર્ણશીર્ણ કે નામશેષ કરી નાખે છે. એટલે જ કાળના પ્રહારો સામે ટકી ગયેલી વસ્તુઓમાં માણસને રસ પડે છે. દુનિયામાં કેટલાય એવા માણસો હોય છે કે જેમને જીવંત રસ વર્તમાન કે ભવિષ્ય કરતાં ભૂતકાળમાં વિશેષ હોય છે. એવા રસન્ન અભ્યાસીઓ પ્રાચીન ચીજવસ્તુઓનું મહત્ત્વ અને મૂલ્ય આપણને સમજાવે છે. એવા જ કેટલાક અભ્યાસીઓ પોતાના જ્ઞાનની શક્તિઓનો વિનિયોગ આવાં તરકટો યોજવામાં કરે છે. જ્યાં સુધી બનાવટ કર્યાના નિર્દોષ આનંદ સિવાય બીજું કશું જ પ્રયોજન નથી હોતું ત્યાં સુધી તો સારું જ છે, પરંતુ જ્યાં ઇતિહાસનું સપ્રયોજન ખંડન કરવાનો અને પૈસા કમાવાનો આશય હોય છે ત્યાં તે ટીકાપાત્ર બને છે. વર્તમાન સમયમાં સંશોધનના ક્ષેત્રે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ શોધાઈ છે, ત્યાં નવી વસ્તુને જૂની તરીકે ખપાવવાનું તરકટ હવે લાંબા સમય સુધી ચાલી શકે નહીં. આમ પણ, સત્યમાં એટલું બધું બળ છે કે ગમે ત્યારે પણ તે પ્રગટ થયા વિના રહે નહિ. અસત્ય છેવટે તો અસત્ય જ ઠરે છે. (સાંપ્રત સહચિંતન-૧) ૩૦૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સન્માન-પ્રતીકો સરકાર તરફથી સ્વ. પૂજ્ય આચાર્ય વિનોબા ભાવે માટે “ભારતરત્ન'નો મરણોત્તર ઇલ્કાબ જાહેર કરવામાં આવ્યો હતો. સરકારના આ કાર્યને આપણે સ્તુત્ય ગણીશું ? વિનોબાજીની હયાતી દરમિયાન સરકારને આવો વિચાર કેમ ન આવ્યો ? વિનોબાજી હજી હયાત હોત તો સરકારે આ ઇલ્કાબ જાહેર કર્યો હોત ? જો જાહેર કર્યો હોત તો વિનોબાજીએ એ સ્વીકાર્યો હોત ? ભૂતકાળમાં વિનોબાજીએ આવા ઇલ્કાબ માટે પોતાની નામરજી દર્શાવી હતી ? આપણા સ્વાતંત્ર્યસંગ્રામના કેટલા બધા મહાન નેતાઓ માટે ભૂતકાળમાં સરકારે આવા મરણોત્તર ઇલ્કાબ કેમ જાહેર નહોતા કર્યા ? આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. પ્રતિવર્ષ આપણી સરકાર તરફથી પ્રજાસત્તાક દિનની ઊજવણી નિમિત્તે વિવિધ ઇલ્કાબો જાહેર થાય છે. વચ્ચે જનતા સરકારે ઇલ્કાબો બંધ કરી દીધા હતા. અંગ્રેજો ગયા પણ તેમની ઇલ્કાબોની પ્રથા ગઈ નથી એવી ફરિયાદ કરનારો વર્ગ પણ છે. સરકારી ઇલ્કાબો એ માનસિક ગુલામીને પોષનારી પ્રથા છે, એવો પણ એક મત છે. પોતાના ક્ષેત્રે અનેરી સિદ્ધિ દાખવનાર પણ સરકારની આકરી ટીકા કરનારને ઇલ્કાબો અપાતા નથી એવી ફરિયાદમાં અને ખોટા માણસોને લાગવગથી કે રાજકીય હેતુથી ઇલ્કાબો અપાઈ જાય છે, એવી ફરિયાદમાં અલબત્ત તથ્ય રહેલું છે. પરિણામે, ઘણી યોગ્ય વ્યક્તિઓને ઇલ્કાબો અપાતા હોવા છતાં આપણી સન્માન-પ્રતીકો x ૩૦૯ Page #358 -------------------------------------------------------------------------- ________________ સરકારી ઇલ્કાબોની પ્રથા સાથે રાજકારણ સંકળાયેલું હોવાને કારણે પ્રજાના બુદ્ધિશાળી વર્ગનો એટલો આદર એ પ્રથા મેળવી શકતી નથી. જેમ કેન્દ્ર સરકારની બાબતમાં તેમ રાજ્ય સરકારની બાબતમાં પણ સન્માનપત્રો, પારિતોષિકો વગેરે માટે એવી જ સ્થિતિ પ્રવર્તે છે. વસતિની દૃષ્ટિએ ભારત એટલો મોટો દેશ છે કે ઇલ્કાબો ઓછા પડે. વિજ્ઞાન, શિક્ષણ, સાહિત્ય, લલિત કલાઓ, રમતગમતો, સમાજસેવા ઇત્યાદિ દરેક ક્ષેત્રે યોગ્ય ઉમેદવારો ઘણા બધા હોય છે, અને ઇલ્કાબો, પારિતોષિકો, ચન્દ્રકો ઇત્યાદિ સન્માન-પ્રતીકો ઓછાં હોય છે. પરિણામે પાત્રતા હોવા છતાં કેટલીય વ્યક્તિઓ એનાથી વંચિત રહી જાય છે. એમાં પણ અયોગ્ય વ્યક્તિને અયોગ્ય રીતે જ્યારે એ અપાઈ જાય છે ત્યારે એનું ગૌરવ ઘટે છે, અને અસંતોષ વધે છે. ભારત સરકારની પદક-લ્હાણી હમેશાં નિરવદ્ય રહી છે એમ નહીં કહી શકાય. એ વહેંચણીમાં જ્યારે પાત્રતા કરતાં લાગવગ કે રાજકારણ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે ત્યારે તે ટીકાપાત્ર બને છે. જે પક્ષની સરકારે ખિતાબોની વહેંચણી કરી હોય તેને બદલે અન્ય પક્ષ સત્તા પર હોય તો કેટલાંય નામોની વધઘટ થઈ જાય, જે દર્શાવે છે કે સરકારની આ પ્રવૃત્તિ સર્વથા તટસ્થ અને ગૌરવયુક્ત રહી નથી. જ્યાં ખિતાબો, ચન્દ્રકો, પારિતોષિકો ઇત્યાદિ સન્માન - પ્રતીકો અયોગ્ય રીતે, યુક્તિપૂર્વક અપાત્રને અપાય છે ત્યાં ભલે એનો આશય યશનો હોય, પરંતુ વાસ્તવમાં તો તે આપનાર અને લેનાર બંનેને અપયશ અપાવે છે. વર્ગશિક્ષક ઠોઠ વિદ્યાર્થીને પ્રથમ નંબરે બેસાડી દે તો તેથી તે વિદ્યાર્થી અને તે વર્ગશિક્ષક બંને હાંસીને પાત્ર બને છે. અતિ પ્રશંસામાં જ નિદાનાં બીજ પડેલાં હોય છે, જે પાસે ઊભેલાને જણાતાં નથી; દૂર ઊભેલા તટસ્થ માણસોને તો તે તરત દેખાવા લાગે છે. તે માત્ર કેન્દ્ર કે રાજ્યની સરકારની બાબતમાં જ આમ બને છે એવું નથી. શાળા કે કોલેજના ઇનામ વિતરણથી માંડીને નોબેલ પારિતોષિકની જાહેરાત સુધી આવી ખટપટો ચાલતી હોય છે. નોબેલ પારિતોષિકને ગાંધીજી સુધી પહોંચવા ન દીધું (પહોંચ્યું હોત તો પણ ગાંધીજીએ એ સ્વીકાર્યું હોત ?) અને સાત્ર જેવાએ એનો અસ્વીકાર કર્યો ઇત્યાદિ ઘટનાઓ એના વિતરણમાં રહેલી ત્રુટિઓ દર્શાવે છે. સામાન્ય રીતે તો એવું બનવું જોઈએ કે વ્યક્તિગત કે સંસ્થાગત પારિતોષિકો કરતાં લોકશાહીમાં સરકાર દ્વારા અપાતાં પારિતોષિકોમાં વિવાદ ઓછામાં ઓછો થવો જોઈએ, કારણ કે સરકાર પાસે તટસ્થ અને ૩૧૦ જ સાંપ્રત સમાજ-દર્શન Page #359 -------------------------------------------------------------------------- ________________ નિરપેક્ષ પદ્ધતિની અપેક્ષા રાખી શકાય. પરંતુ દુર્ભાગ્યે ભારતમાં કેટકેટલી બાબતમાં સારી વસ્તુને કેમ બગાડી શકાય એનું ઉદાહરણ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. ભારત એટલો મોટો અને વૈવિધ્યસભર દેશ છે કે ગુણવત્તા ઉપરાંત પ્રજાના વિવિધ વર્ગને સંતોષવા માટે પ્રાંત, જિલ્લો, વર્ણ, જાતિ, ધર્મ, ભાષા, લઘુમતિ, પક્ષ ઇત્યાદિ ઇતર વસ્તુઓને પણ ગણનામાં લેવાય છે. પરિણામે પ્રતિવર્ષ ઇલ્કાબોની જાહેરાત થતાં આનંદ અને અસંતોષની મિશ્ર લાગણી પ્રજામાં અને તેમાં વિશેષત: બુદ્ધિજીવી વર્ગમાં પ્રવર્તે છે. સન્માન-પ્રતીકોની બાબતમાં ભારતમાં અને સર્વત્ર જો આમ બન્યા કરતું હોય તો સારી સ્થિતિ એ નથી કે સન્માન-પ્રતીકો સદંતર નાબૂદ કરવાં જોઈએ ? હરગીજ નહીં. બીજાના ચડિયાતા ગુણની કદર કરવાની વૃત્તિ મનુષ્યમાં સહજ રીતે રહેલી છે. એમ કરવાથી ઉભય પક્ષને પ્રોત્સાહન મળી રહે છે. જે સમાજ પોતાના ઉત્તમ નાગરિકોની અસાધારણ સિદ્ધિઓ બિરદાવતો નથી તે સમાજ વખત જતાં કદરહીન અને નિસ્તેજ બનવા લાગે છે. જે માણસને બીજાની સિદ્ધિઓ જોઈને આનંદ થતો નથી તે માણસ સૂક્ષ્મ દૃષ્ટિએ પોતાની સિદ્ધિઓને જ હાનિ પહોંચાડે છે. સન્માન-પ્રતીકો હોય તો સમાજના વિવિધ વર્ગ વચ્ચે, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે તે મેળવવા માટે સ્વસ્થ સ્પર્ધા રહે છે. સ્પર્ધા પુરુષાર્થને પ્રોત્સાહિત કરે છે, અને નિષ્ક્રિયતા કે મંદતાને દૂર કરે છે. એટલે સન્માન પ્રતીકોની પ્રથા બંધ કરવા કરતાં તેના વિતરણની પદ્ધતિમાં રહેલા દોષોનું નિવારણ કરવું વધુ ઇષ્ટ છે. કેન્દ્ર અને રાજ્યની સરકારોએ પોતાનાં સન્માન-પ્રતીકોને ગૌરવ અપાવવું હોય તો તે માટે સ્વાયત્ત તંત્રની રચના કરવી જોઈએ. તેમાં નિર્ણાયક તરીકે પ્રામાણિક, અનુભવી, દૃષ્ટિ સંપન્ન, પ્રતિષ્ઠિત, તટસ્થ, નિ:સ્પૃહ વ્યક્તિઓની નિમણૂક કરવી જોઈએ, અને લોકશાહી પદ્ધતિએ થતા તેમના કાર્યમાં સરકારે હસ્તક્ષેપ કરવો ન જોઈએ. અલબત્ત, એમ કરવાથી સર્વને સર્વથા સંતોષ જ થશે, એમ ન કહી શકાય, કારણ કે એ સન્માન પ્રતીકોના ક્ષેત્રની પોતાની જ ઘણી અટપટી મર્યાદાઓ છે. તેમ છતાં અસંતોષનું પ્રમાણ ઓછું અવશ્ય થઈ શકે. યુદ્ધ ભૂમિમાં અનેરું પરાક્રમ દાખવનાર સૈનિકોને, ઘોડદોડમાં કે મોટરકારની રેલીમાં ભાગ લેનારને, રમત ગમતના ખેલાડીઓને, શિક્ષણના વિવિધ ક્ષેત્રે યશસ્વી સિદ્ધિઓ દાખવનારને ચન્દ્રકો અપાય છે. તેમાં ક્યારેય ગેરરીતિ નથી જ થતી એમ ન કહી શકાય. તો પણ જ્યાં પરલક્ષી સન્માન-પ્રતીકો : ૩૧૧ Page #360 -------------------------------------------------------------------------- ________________ (objective) પ્રમાણ અનુસાર તે અપાતા હોય છે ત્યાં વિવાદ જાગવાનો સંભવ એકંદરે ઘણો ઓછો હોય છે. પરંતુ જ્યાં ગુણવત્તાનું માપ આત્મલક્ષી (subjective) ધોરણે થતું હોય છે ત્યાં પ્રામાણિક નિર્ણાયકોના પોતાના રુચિભેદ, દૃષ્ટિભેદ, સારા-નરસા પૂર્વગ્રહો ક્યારેક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. જ્યાં એની એ જ વ્યક્તિઓ એક પ્રકારની સ્પર્ધા માટે નિર્ણાયક તરીકે દાયકા કે બે-ત્રણ દાયકા સુધી રહ્યા કરે ત્યારે પણ પરિસ્થિતિ વધુ વિષમ બને છે. અલબત્ત લોકશાહીમાં કેટલાક દુરારાધ્ય અસંતુષ્ટોને પદ્ધતિ કે પરિસ્થિતિનો અભ્યાસ કર્યા વિના દરેક વાતે નિષ્કારણ કકળાટ કરવાની ટેવ પડી ગઈ હોય છે એ પણ એટલું જ સાચું છે. જ્યાં સન્માન-પ્રતીકો યોગ્ય ઉમેદવારને જ અપાતાં હોય ત્યાં પણ લાયક ઉમેદવારોની સંખ્યા જો વધુ હોય તો ઇર્ષા, દ્વેષ, લાગવગ, ખટપટ ઇત્યાદિ કામ કરવા લાગે છે. ક્યારેક અમુક ઉમેદવારને એનાથી વંચિત રાખવા માટે ચારિત્ર્યખંડનની પદ્ધતિનો આશ્રય પણ લેવાય છે. કોઈક ક્ષેત્રે કોઈ એક વ્યક્તિની શક્તિ-સિદ્ધિ બીજાંઓ કરતાં એટલી બધી ચડિયાતી હોય કે વર્ષો સુધી એ જ વ્યક્તિ પારિતોષિકો જીતી જાય અને બીજાને એનો લાભ ન મળે. એટલા માટે કેટલીક સંસ્થાઓ એક વ્યક્તિને બે વખત પારિતોષિક ન અપાય એવો નિયમ કરે છે, પરંતુ ત્યાર પછી નિર્ણાયકોનું લક્ષ ગુણવત્તા કરતાં વ્યક્તિ તરફ વધુ જાય છે, અને એ ક્ષેત્રની કઈ મોટી વ્યક્તિ પારિતોષિક વગર રહી ગઈ છે તેની ભાળ કાઢીને કોઈ એકાદ વર્ષ માટે એ વ્યક્તિની પારિતોષિક માટેની પાત્રતા ગોઠવી કઢાય છે. પરિણામે અન્ય ઉમેદવારોમાં અસંતોષ, કચવાટ, ટીકા પ્રવર્તવા લાગે છે. પારિતોષિકોના વિતરણમાં પદ્ધતિનો ક્યારેક દોષ હોય છે, નિર્ણાયકોનો નહિ, પરંતુ નિરાશ ઉમેદવારોને તેમાં નિર્ણાયકોના પક્ષ પાતી વલણનો ભાસ થાય છે. ક્યારેક પારિતોષિકની પ્રાપ્તિ પછી જ તે વ્યક્તિમાં રહેલી શક્તિની આપણને ખબર પડે છે. એનામાં રહેલી ગુણવત્તાને આપણે ઓળખતા થઈએ છીએ. જનસમુદાયમાં એનો પ્રચાર થાય છે. ક્યારેક નવા આદર્શોનું નિર્માણ થાય છે. કેટલાયને એમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અન્ય પક્ષે ક્યારેક લાગવગ કે પક્ષપાતથી પારિતોષિક અપાઈ જાય છે, ત્યારે વ્યક્તિમાં ન હોય એવી શક્તિનો અકારણ આભાસ લોકોને થાય છે અને તેઓ એના પ્રત્યે આંધળા અહોભાવથી જોવા લાગે છે, અને સમાજમાં એક ખોટો દાખલો બેસે છે. ૩૧૨ સાંપ્રત સમાજ-દર્શન Page #361 -------------------------------------------------------------------------- ________________ જેઓ ત્યાગી છે, સાધુ-સંન્યાસી છે, સંત-મહાત્મા છે તેમને માટે તો ઇલ્કાબો, ચંદ્રકો, પારિતોષિકો, માનસન્માન ત્યાજ્ય છે. (સ્વામી આનંદ સાહિત્ય માટેના પારિતોષિકનો અસ્વીકાર કર્યો હતો.) એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, પરિવ્રાજકે તો સન્માનને સુરાપાન ગણીને, ગૌરવને ઘોર રૌરવ ગણીને અને પ્રતિષ્ઠાને શૂકરી (ભૂંડણ)ની વિષ્ટા ગણીને ત્યજી દેવાં જોઈએ. “દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે : पूयणट्ठा जसोकामी सम्माणकामए बहु पसवइ पावं माया-सल्लं च कुव्वइ (પૂજા, યશ, માન-સન્માનની ઇચ્છા ધરાવતો માણસ ઘણાં પાપનું ઉપાર્જન કરે છે અને માયાશલ્યનો ભોગ બને છે.) - જેમને આત્માનુભૂતિ થઈ છે કે કરવી છે તેવા સાધકોને દુન્યવી ઇલ્કાબો ક્ષુદ્ર ભાસે એ સ્વાભાવિક છે. વિનોબાજી જેવા વિશ્વવંદ્ય સંતને ભારતરત્ન'નો ઇલ્કાબ કાંકરા જેવો તુચ્છ લાગે તો તેનું આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. મહાવીર અને બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને મહંમદ પયગંબર, વ્યાસ અને વાલ્મીકિ, શંકરાચાર્ય અને હેમચંદ્રાચાર્ય જેવા મહાન આત્માઓના તેજ પાસે તો સેંકડો સુવર્ણચંદ્રકોનું તેજ પણ શરમાઈ જાય. પારિતોષિકોથી વ્યક્તિ મહાન લાગે તેના કરતાં વ્યક્તિથી પારિતોષિકોને ગૌરવ મળે તેવી સ્થિતિ વધુ ઇષ્ટ ગણાય. (સાંપ્રત સહચિંતન-૧) સન્માન-પ્રતીકો ગ૯ ૩૧૩ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૯ લોકમત જનસંખ્યાની દૃષ્ટિએ લોકશાહી પદ્ધતિએ મતાધિકાર ધરાવનાર દુનિયાનો સૌથી મોટો દેશ તે ભારત છે. આઝાદી પછી સમયે સમયે ભારતમાં કેન્દ્ર અને રાજ્યકક્ષાએ ચૂંટણી યોજાઈ છે. એનાં પરિણામોમાં બદલાતા જતા લોકમાનસનો પડઘો પડ્યો છે. કેન્દ્રમાં એક પક્ષ અને રાજ્યમાં અન્ય પક્ષ સત્તારૂઢ હોય એવી પરિસ્થિતિ ભારતમાં હવે નવી નથી. એમ કહેવાય છે કે ચૂંટણીઓમાં પ્રજા સામુદાયિક રીતે પોતાની ગુણગ્રાહક વૃત્તિ જેટલી વ્યક્ત કરે છે, તેથી વિશેષપણે ઝડપથી પોતાની નાપસંદગીની વૃત્તિ વ્યક્ત કરે છે. સુખઆશા કરતાં સ્વાર્થહાનિનો પ્રત્યાઘાત ચૂંટણીઓમાં તરત પડે છે. વિપરીત અનુભવો થતાં કોઈક વ્યક્તિ કદાચ અક્ષુબ્ધ રહી શકે, પ્રજા ન રહી શકે. પ્રજા જ્યારે ચૂંટણી દ્વારા શાસક પક્ષને બદલવાનું નક્કી કરે છે ત્યારે એનો નિર્ણય હંમેશાં સાચો જ હોય છે એવું નથી, તેવી રીતે કોઈ પણ રાજકીય પક્ષ એક સરખી કાર્યદક્ષતા અને દૃષ્ટિ કાયમ માટે ટકાવી રાખે એવું પણ નથી. ઉચ્ચ સ્તરે નેતાગીરીના કેટલાક ફેરફારથી કે પક્ષની બદલાતી નીતિરીતિથી પક્ષનું સ્વરૂપ બદલાઈ જાય છે. એની અસર ચૂંટણીઓ ઉપર પડે છે. ભારતનાં દક્ષિણનાં રાજ્યોમાં ચલચિત્રો ક્ષેત્રે સુપ્રસિદ્ધ હોય એવી કેટલીક વ્યક્તિઓ સત્તાસ્થાને આવી હોય એવી ઘટનાઓ બની છે. દુનિયામાં ૩૧૪ * સાંપ્રત સમાજ-દર્શન Page #363 -------------------------------------------------------------------------- ________________ આવી ઘટના પ્રથમવાર બને છે એવું નથી. કેટલાંક વર્ષો પહેલાં જાપાનમાં દૂરના એક ગ્રામીણ જિલ્લામાં કેટલાયે ટી.વી. કોમેડિયન રાજકીય ચૂંટણીઓ જીતી ગયા હતા. ટી.વી. ઉપર હળવા મનોરંજનના મજાકપૂર્ણ કાર્યક્રમો આપીને તેઓ ગામડાંના લોકોને ગમી ગયા હતા. પોતે જેનાથી પરિચિત્ર હોય તેને લોકો મત આપે એ દેખીતું છે. તેથી તેઓનું મતદાન યોગ્ય જ હતું કે ઉમેદવારો યોગ્ય જ હતા એવો ઉતાવળે અભિપ્રાય ન આપી શકાય. ભારતમાં ભવિષ્યમાં ક્યારેક સુપ્રસિદ્ધ કથાકારો કે પ્રવચનકારો, ક્રિકેટ કે હોકીના ખેલાડીઓ, રામલીલા કે ભવાઈ ભજવનારાઓ, સર્કસ કે જાદુના ખેલ કરનારાઓ વગેરે પોતાની લોકપ્રિયતાના બળે ચૂંટણી જીતી જાય તો નવાઈ ન લાગવી જોઈએ. અભિનેતાઓ, ટી.વી ના કોમેડિયન, રમતગમતના ખેલાડીઓ, કથાકારો, મોટાં પારિતોષિકો જીતી જનારાઓ વગેરે પ્રસિદ્ધ પુરુષો સારા રાજ્યકર્તા ન જ હોઈ શકે ન જ થઈ શકે એમ તો કેમ કહેવાય ? પરંતુ પ્રજાએ તેમને ચૂંટી કાઢ્યા તે એમની રાજદ્વારી સંનિષ્ઠ અને કાર્યદક્ષ પ્રતિભાથી પ્રભાવિત થઈને કે તેમની માત્ર લોકપ્રિયતાથી પ્રેરાઈને ? - એ મહત્ત્વનો પ્રશ્ન છે. માણસ લોકપ્રિય છે માટે તે સફળ રાજ્યકર્તા બનશે જ એમ ન કહી શકાય. બીજી બાજુ રાજ્ય કરવાની કુનેહને લીધે કોઈ વ્યક્તિ બહુ લોકપ્રિય થઈ શકે અને કોઈ ન પણ થઈ શકે. એવી વ્યક્તિ ફરીથી ચૂંટાઈ આવે, પણ લોકપ્રિયતાની મૂડી પર સત્તાસ્થાને બેઠેલા આવડતહીન, નિષ્ફળ રાજ્યકર્તાઓની પ્રજા દ્વારા પુન: પસંદગી ભાગ્યે જ થતી હોય છે. દરેકેદરેક વસ્તુનો સાચો નિર્ણય કરવાનું ગજું આમ-પ્રજાનું ન હોઈ શકે. એક બાજુ ગામ હોય અને બીજી બાજુ રામ હોય, તો પણ રામનું પલ્લું નીચું નમે એમ કહેવાય છે. પ્રજામત જૂઠો કે ગાંડો હોય છે? (કાર્બાઈલ) અને “પ્રજામતમાં પ્રભુ વસે છે.” (ગાંધીજી) એ બે વિધાનો વચ્ચે અસંખ્ય કોટિભેદ સંભવી શકે છે! લોકમતની પારાશીશી એક જ નિયમ પ્રમાણે એક સરખી કામ ન કરે શિક્ષણ, આર્થિક સ્થિતિ, તત્કાલીન સ્થાનિક પ્રશ્નો, ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ ઇત્યાદિ માટેના સાચાખોટા અભિનિવેશો - રાજદ્વારી ચૂંટણીઓમાં ક્યારેક અચાનક મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. દુનિયામાં જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ લોકસંપર્ક અને પ્રચાર માટેનાં સાધનો વધતાં જાય છે. માઈક્રોફોન, છાપાંઓ, સામયિકો, લોકમત જ ૩૧૫ Page #364 -------------------------------------------------------------------------- ________________ રેડિયો, ટી.વી., ચલચિત્રો - આ બધાં લોકમાધ્યમો, સાચાખોટા પ્રચાર ને માટે મહત્ત્વનાં બની ગયાં છે. એમનો દુરુપયોગ ક્યારેક ચૂંટણીનાં અપેક્ષિત પરિણામોને પલટાવી નાખે છે. ભોળી પ્રજા લુચ્ચા રાજકારણીઓથી છેતરાય છે. Nothing is unfair in love, war and electionમાં માનવાવાળા રાજકારણીઓ જ્યાં નદી ન હોય ત્યાં એના ઉપર પુલ બંધાવી આપવાનું વચન આપીને અભણ અને ભોળો લોકોના મત મેળવી જાય છે. એક ચૂંટણી પૂરી થતાં સત્તાલોલુપ રાજકારણીઓ આગામી ચૂંટણીનો | વિચાર કરે છે, જ્યારે શાણા રાજપુરુષો આગામી પેઢીનો વિચાર કરે છે. - લોકમાનસ ક્યારેક અકળ હોય છે. લોકોને પોતાના હિતને હાનિ પહોંચાડે એવા માણસો ન જ ગમે એ સ્વાભાવિક છે. પરંતુ ક્યારેક અલ્પશિક્ષિત માણસો દેખાદેખીથી નાનકડો સ્વાર્થ સંતોષાતાં ખોટી પસંદગી કરી બેસે એવું પણ બની શકે છે. જ્યાં પ્રજા ગરીબ અને અલ્પશિક્ષિત કે અશિક્ષિત હોય ત્યાં પૈસા આપીને કે ચીજવસ્તુઓની ભેટ આપીને મત ખરીદી શકાય છે. ગામડાંઓની તાત્કાલિક આવશ્યકતાઓને થોડી સંતોષીને કે એમના પ્રશ્નો તત્કાલ થોડા હળવા કરીને પ્રજાની લાગણીને, અમુક વ્યક્તિને મત આપવા માટે દોરવી શકાય છે. પ્રજા ભીરુ હોય ત્યારે અસામાજિક તત્ત્વો ભયનું વાતાવરણ પેદા કરીને ઓછી લાયકાતવાળા ઉમેદવાર માટે પણ મત મેળવી શકે છે. સમૃદ્ધ દેશોમાં રાજ્યકર્તાઓની ચૂંટણી અને અવિકસિત કે અર્ધવિકસિત દેશોમાં શાસનકર્તાઓની ચૂંટણી એ બે વચ્ચે કેટલાક મહત્ત્વનો ફરક હોય છે. જે પ્રજા ખાધેપીધે સુખી હોય, સુશિક્ષિત હોય અને નીડર પણ હોય તે પ્રજા ચૂંટણીઓમાં અયોગ્ય લાલચ કે ખોટા આવેગ વડે દોરવાતી નથી. ગરીબ પ્રજાને પોતાની જીવન જરૂરિયાતની સામગ્રી સારી રીતે પૂરી પાડે તેવા રાજ્યકર્તા તરફ મીટ માંડી બેસવું પડે છે. તેવી પ્રજાના રોજિંદા જીવનમાં રાજ્યકર્તાઓ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. લોકોદ્વાર માટે પુષ્કળ નાણાં મંજૂર કરાવી આપનારા રુશ્વતખોર, ચારિત્ર્યહીન, ભ્રષ્ટ રાજ્યકર્તા પ્રત્યે લાચાર પ્રજા ક્યારેક આદરની નજરે જુએ છે. પરંતુ એ જ પ્રજા તક મળતાં એવા રાજ્યકર્તાને હાંકી પણ કાઢે છે. | વિવિધ રાજદ્વારી પદ્ધતિઓમાં લોકશાહી પદ્ધતિ ઉત્તમ છે, પરંતુ એ પૂર્ણ છે એમ ન કહી શકાય, એની અપૂર્ણતા ક્યારેક ખોટા માણસોને ઊંચા આસને બેસાડી દે છે; ક્યારેક લોકકલ્યાણનાં કાર્યોને વિલંબમાં નાખી દે છે; ક્યારેક લોકવિગ્રહ પણ કરાવે છે. ૩૧૭ ક સાંપ્રત સમાજ-દર્શન Page #365 -------------------------------------------------------------------------- ________________ પ્રજાકલ્યાણની ભાવના જેમના હૈયે સદા પ્રજ્વલિત રહેતી હોય છે, જેઓ નિ:સ્વાર્થ, ત્યાગમય, સેવાપરાયણ જીવન જીવે છે, જેઓએ ધન, સ્ત્રી, સત્તા, કીર્તિ વગેરેની એષણાને સંયમિત બનાવી દીધી હોય છે અને જેઓ લોકપ્રિયતાનો કેફ પોતાને ક્યારેક ચઢવા દેતા નથી, એવા આદરણીય પ્રામાણિક મહાપુરુષો, થોડી ઓછી કાર્યદક્ષતા હોય તો પણ સારું શાસન દીર્ઘકાળ સુધી ચલાવી શકે છે. રાતોરાત મોટા થઈ ગયેલા ભ્રષ્ટ સત્તાધીશોને પ્રજા દીર્ઘકાળ સહન કરી શકતી નથી. રાજ્યશાસન માટેની ચૂંટણીઓ વિવિધ કક્ષાના રાજદ્વારી નેતાઓને ઓછો બોધપાઠ આપતી નથી ! લોકમત * ૩૧૭ (સાંપ્રત સહચિંતન-૨) Page #366 -------------------------------------------------------------------------- ________________ ૪૦ નેતાગીરી અને મોવડીમંડળ લોકોના નેતા બનવું અને સારા, સાચા મોટા નેતા તરીકે જીવનપર્યત બહુમાનપૂર્વક એ સ્થાન ભોગવવું એ જેવી તેવી વાત નથી. કેટલાક મહાન નેતાઓ માત્ર પોતાના જીવનકાળ દરમિયાન જ નહિ, એક આખા યુગ ઉપર, એક-બે સૈકાથી વધુ સમય સુધી વિભિન્ન પ્રજાઓ ઉપર છવાયેલા રહે છે. એવા યુગપ્રધાન નેતાઓની સંખ્યા અલ્પ હોય છે, પરંતુ એમનું વિસ્મરણ જલદી થતું નથી. એમના વિચારો, આદર્શો, પ્રેરક પ્રસંગો વર્ષો સુધી લોકો વાગોળતા રહે છે. કેટલાક સંતમહાત્માઓ, ઋષિમુનિઓ, પયગંબરો, સંબુદ્ધ, પુરુષો જગગુરુઓ, તીર્થકરો અનેક સૈકાઓ સુધી પોતાના જીવન અને સંદેશ દ્વારા લોકોને સન્માર્ગે દોરે છે. લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય, રાજાશાહી હોય, લશ્કરી શાસન હોય કે ગમે તે પ્રકારની રાજ્યવ્યવસ્થા હોય, રાજદ્વારી ક્ષેત્રે નેતા બનવું અને પ્રજાવત્સલ નેતા તરીકે આદરપૂર્વક સ્થાન મેળવવું અને ટકાવી રાખવું એ ઘણી કઠિન વાત છે, કારણ કે કુટિલતા, અસત્ય, કાવાદાવા, વેરભાવ, અવળો પ્રચાર, જૂઠા આક્ષેપો, દંભ, મિથ્યા વચનો, હિંસક ઉશ્કેરણીઓ વગેરેનો ગંદવાડ રાજકારણમાં રહેલો હોય છે. સત્તા દ્વારા ઘણાં કાર્યો ત્વરિત થઈ શકે છે. એટલે સત્તાનું આકર્ષણ મહત્ત્વાકાંક્ષી લોકોને ઘણું રહે છે. પરંતુ સત્તા જ માણસને ભ્રષ્ટ બનાવે છે અને સત્તાનો નશો માણસ પાસે ઘણા અનર્થો કરાવે છે. આથી જગતમાં થોડે થોડે સમયે જુદાં જુદાં રાષ્ટ્રોમાં તેની રાજકીય નેતાગીરીમાં ભરતીઓટ આવ્યા કરે છે. એક મહત્ત્વની ઘટના બનતાં રાષ્ટ્રના નેતાના મૂલ્યાંકનમાં ફરક પડવા ૩૧૮ : સાંપ્રત સમાજ-દર્શન Page #367 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. રાજકીય નેતાગીરીમાં ઉદયાસ્ત આમ વારંવાર જોવા મળે છે. તાજેતરના જ અનુભવ ટાંકવા હોય તો જ્યારે ઇરાક ઉપર બહુરાષ્ટ્રિય દળો સાથે આક્રમણ કરવાનો વિચાર પ્રમુખ જ્યોર્જ બુશે દર્શાવ્યો ત્યારે અમેરિકાની પ્રજામાં તેનો વિરોધ થયો, પરંતુ યુદ્ધ કર્યા પછી વિજય મેળવ્યો ત્યારે બુશની પ્રતિભા ત્યાં ઘણી પ્રશંસાપાત્ર બની ગઈ. ઇરાકે ઈરાન જેવા મોટા રાષ્ટ્રને આઠ વર્ષ સુધી યુદ્ધમાં હંફાવી નાખ્યું અને કુવૈત ઉપર પણ આક્રમણ કરી વિજય મેળવ્યો ત્યારે ખુશ થયેલી ઇરાકી પ્રજામાં પ્રમુખ સાદામ હુસેનની પ્રતિભા ઘણી માનભરી બની ગઈ, પરંતુ ખાડીના યુદ્ધમાં પરાજ્ય સાંપડ્યો અને વિનાશ સર્જાયો ત્યારે અનેક ઇરાકીઓ સાદામા હુસેનને ધિક્કારતા થયા. સોવિયેટ યુનિયનમાં અને અન્ય સામ્યવાદી દેશોમાં ગોર્બીચેવે પેરેસ્ટ્રાઇકા અને ગ્લાસનોસ્ત (મુક્ત વાતાવરણ)ની હવા ફેલાવી એથી કરોડો લોકો એમને મહામાનવ ગણવા લાગ્યા. શાંતિ માટે એમને નોબેલ પારિતોષિક અપાયું. એ જ સોવિયેટ યુનિયનમાં આર્થિક સમસ્યાઓ અને આનુવંશિક સંઘર્ષો ઊભા થતાં લાખો માણસો ગોર્બાચવના વિરોધી થઈ ગયા. આપણા ભારતમાં પણ કેટકેટલા સારા રાજદ્વારી નેતાઓની પ્રતિભા ઝાંખી થતી આપણે જોઈ છે! રાજકારણમાં જ્યાં બંધારણીય સમયમર્યાદા હોય છે ત્યાં સત્તા પર આવેલી વ્યક્તિ લોકોની નજરમાં મોટા નેતા તરીકે ઉપસી આવે છે, પરંતુ સત્તા ઉપરથી ઊતરી જતાં તેનું તેજ ઝાંખું થઈ જાય છે. સમર્થ કે નબળી વ્યક્તિ સત્તા પર આવતાં કે પરિવર્તન થતાં રાષ્ટ્રની નેતાગીરીમાં ભરતીઓટ થાય છે. કોઈ એક સમર્થ મટા સત્તાધીશના અવસાન પછી નેતાગીરીનો થોડો વિષમ કાળ આવે છે. કેટલીક વાર લોકો લોકપ્રિયતા અને સામર્થ્ય વચ્ચેની ભેદરેખાને પારખી શક્તા નથી. લોકપ્રિય વ્યક્તિને તેઓ સત્તાસ્થાને બેસાડે છે, પરંતુ પછી રાજ્ય ચલાવતી વખતે એનામાં કુનેહ અને સામર્થ્યનો અભાવ દેખાઈ આવે છે. ચલચિત્રો દ્વારા લોકપ્રિય બનેલા નેતાઓ જ્યારે. રાજકારણમાં ઝંપલાવે છે ત્યારે તેમની કસોટી થાય છે. લોકપ્રિય હોય તે સમર્થ ન હોય એવું નથી, પણ વહીવટી સામર્થ્ય અને લોકપ્રિયતા વિરલ વ્યક્તિઓને સાંપડે છે. જેઓ પોતાના સામર્થ્યથી લોકપ્રિય થાય છે તેમને પણ પછી જો લોકપ્રિયતાનો નશો ચડે છે તો તેની અવળી અસર તેમના સામર્થ્ય ઉપર પડ્યા વગર રહેતી નથી. લોકોને રાજી રાખવા જતાં તેઓ કડક નિર્ણય લઈ શકતા નથી. તેઓ અનિર્ણયતાના વમળમાં ફસાયા કરે છે. નેતાગીરી અને મોવડીમંડળ ૯ ૩૧૯ Page #368 -------------------------------------------------------------------------- ________________ રાજકારણમાં સાત્ત્વિક પ્રકૃતિના નેતાઓ કરતાં રાજસી પ્રકૃતિના નેતાઓ વધુ ફાવી જાય છે. રાજકારણમાં સક્રિય ભાગ લેવો અને સમર્થ રાજનેતા બનવું અને છતાં સરકાર કે પક્ષમાં એક પણ હોદ્દો ધારણ ન કરવો એવી સત્ત્વશીલ અનાસક્તિ ગાંધીજી જેવી કોઈક મહાન વ્યક્તિઓમાં હોઈ શકે છે. રાજકીય મહત્ત્વાકાંક્ષા વગર રાજકારણમાં ઝંપલાવવું સરળ નથી. એવા સાત્વિક નિ:સ્પૃહ રાજનેતાઓનો સત્તાધીશો ઉપર ઘણો પ્રભાવ પડતો હોય છે. સત્તાધીશો એમની અવગણના કરવાનું સાહસ કરતા નથી, અને જો કરે તો વિપરીત પરિણામ આવવાનો સંભવ રહે છે. નેતા થવાના કોડ તો ઘણા માણસોને હોય છે, પણ શક્તિ-પ્રતિભા વિના સારા નેતા થઈ શકાતું નથી. જે વ્યક્તિમાં દઢ આત્મવિશ્વાસ હોય, ઊંડો અનુભવ હોય, પ્રશસ્ત ડહાપણ હોય, બીજાઓ સાથે સહકારથી કામ કરવાની કુનેહ હોય, સારી સમજદારી અને ગ્રહણશક્તિ હોય, ત્વરિત નિર્ણય લેવાની અને સમયને અને માણસને પારખવાની પરિપકવ બુદ્ધિ, હોય, પ્રામાણિકતા અને પરગજુપણું હોય, બીજા માટે કષ્ટ વેઠવાની ઉદારતા હોય, વૈચારિક સહિષ્ણુતા હોય, સત્તાલોલુપતા કે કીર્તિકામના ઓછી હોય તે વ્યક્તિ સારા નેતા થઈ શકે છે. ઊંચી નેતાગીરી પ્રાપ્ત થયા પછી પક્ષપાતરહિત ન્યાયબુદ્ધિવાળા, પ્રલોભનોથી પર અને ઉદાત્ત મનના રહેવું સરળ નથી. રાજકીય, સામાજિક વગેરે પ્રકારની નેતાગીરીમાં બુદ્ધિપ્રતિભા ઉપરાંત પ્રભાવશાળી વ્યક્તિત્વની છાપ અને પ્રભાવશાળી વકતૃત્વ પણ સહાયક બને છે. નેતા શબ્દ સંસ્કૃત “ના” અથવા ને ઉપરથી આવ્યો છે. એનો અર્થ થાય છે. બીજાને દોરી જવું. જેનામાં બીજાને દોરવાની શક્તિ હોય તે નેતા બની શકે. જેનામાં અનુસરવાનો સંનિષ્ઠ અનુભવ ન હોય તે સારી રીતે બીજાને દોરી ન શકે. યુવાન નેતાઓમાં પોતાના વડીલ નેતાઓને સારી રીતે અનુસરવાની વૃત્તિ ન હોય તો તેઓ પોતાના જૂથને સારી રીતે દોરી ન શકે. અનુભવથી નેતાગીરી સમૃદ્ધ થાય છે. જેઓ પોતાની તીવ્ર મહત્ત્વાકાંક્ષાને લીધે પોતાના વડીલ નેતાઓને દગો દે છે, બંડ કરે છે, બેવફા નીવડે છે તેઓ તત્કાલ કદાચ ફાવી જાય તો પણ પોતાના જૂથને સારી નેતાગીરી પૂરી પાડી શકતા નથી. વખત જતાં પોતાના જ સાથીદારોના કે સહકાર્યકર્તાઓના દગા કે બંડના તેઓ ભોગ બને છે. ફાવી જવું એ એક વાત છે અને સફળ થવું એ બીજી વાત છે. જીવનના દરેક ક્ષેત્રમાં કેટલીક અગ્રણી વ્યક્તિઓ જોવા મળશે. લોકોને ૩૨૦ સાંપ્રત સમાજ-દર્શન Page #369 -------------------------------------------------------------------------- ________________ દોરી જવાનાં ક્ષેત્રો જેમ જુદાં જુદાં હોય છે તેમ નેતાગીરીના પ્રકારો પણ જુદા જુદા હોય છે. કોઈ પણ વ્યક્તિની નેતાગીરીનો આધાર કેવા પ્રકારના લોકોને, કેટલો સમય, કેટલે સુધી તે દોરી જઈ શકે છે તેના ઉપર રહે છે. લશ્કરમાં સેનાધિપતિ માત્ર પોતાના હાથ નીચેના સૈનિકોને પોતે પદ ઉપર હોય ત્યાં સુધી, પોતાની આજ્ઞાથી દોરી જઈ શકે છે, યુદ્ધમોરચે મૃત્યુના મુખમાં ધકેલી શકે છે, પરંતુ પદ પરથી ઊતર્યા પછી તેના હુકમની તાકાત કશી રહેતી નથી. કોઈ ધર્માચાર્ય પોતાની આજ્ઞાવાણી નહિ પણ વત્સલ વાણીથી, પોતે જેમને જેમને ઓળખતા પણ ન હોય એવા અનેક લોકોને યોગ્ય માર્ગે જીવનપર્યત દોરી જઈ શકે છે. કેટલાક નેતાઓનું નેતૃત્વ સ્થિર રહે છે, કેટલાકનું વર્ધમાન હોય છે, કેટલાકનું વર્ધમાન- હીયમાન થાય છે, કેટલાકનું વર્ધમાન-હીયમાનવર્ધમાન એમ ચાલ્યા કરે છે. ઉત્તમ નેતૃત્વ એ કે સતત વર્ધમાન રહ્યા કરે. કેટલાક નેતાઓએ પોતાની કારકિર્દીનો પ્રારંભ નાને પાયે કર્યો હોય છે, પરંતુ પ્રામાણિકતા, સંયમ, સાચી નિષ્ઠા, સેવાની ભાવના, બીજાઓ માટે કંઈક કરી છૂટવાની, ઘસાવાની તત્પરતા, સતત લોકસંપર્ક અને લોકસમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયાસ વગેરે ગુણ અને લક્ષણોને કારણે એમની કારકિર્દીનો પાયો મજબૂત થાય છે અને એમનામાં વધુ અને વધુ લોકોને વિશ્વાસ બેસતાં, બહોળા અનુયાયી વર્ગ સાથે એમનું નેતૃત્વ પણ વધતું જાય છે. કેટલાક આવા નેતાઓ સમયની ખેંચને કારણે, કૌટુંબિક જવાબદારીઓને કારણે, અંગત સમસ્યાઓને કારણે, કુટુંબીજનોના જાહે૨પ્રવૃત્તિ માટેના અસહકાર, અનાદર કે વિરોધને કારણે કે પોતાની અસ્વસ્થ તબિયતને કારણે અમુક કક્ષાએ પહોંચ્યા પછી સ્થિર થાય છે. કેટલાક નેતાઓ મોટું સત્તાસ્થાન મળતાં લોકોને અચાનક મોટા ભાસવા લાગે છે. જેઓ પોતાના જિલ્લામાં પણ પૂરા જાણીતા હોતા નથી. તેઓ રાષ્ટ્રિય સ્તરે બિરાજે છે, છાપાંઓમાં અને ટી. વી.માં ઝળકે છે, આખા દેશમાં ઊડાઊડ કરવા લાગે છે, સરકારી સગવડો અને માનપાન ભોગવે છે. પોતાનામાં બહુ દૈવત નથી એ તેઓ જાણે છે અને ભોગવાય એટલું ભોગવી લેવામાં જ તેમને રસ હોય છે, પરંતુ જેવા તેઓ સ્થાનભ્રષ્ટ થાય છે કે થોડા વખતમાં જ તેઓ પડદા પાછળ વિલીન થઈ જાય છે. આવી નેતાગીરી વર્ધમાન- હીયમાન હોય છે. કેટલાક સતત આગળ વધતા નેતાઓ એકાદ ભૂલને કારણે પાછા પડે છે , પરંતુ તક મળતાં ફરી પાછા ઉદયમાં આવે છે. કેટલાકના જીવનમાં આવી ચડતી-પડતી એક કરતાં વધુ નેતાગીરી અને મોવડીમંડળ જ ૩૨૧ Page #370 -------------------------------------------------------------------------- ________________ વાર આવે છે. કેટલાક નેતાઓમાં પોતાની વિશેષ કોઈ લાયકાત હોતી નથી. કોઈની સાથે બગાડવું નહિ એ જ એમની મોટી લાયકાત હોય છે. એથી ક્યારેક બે મોટા નેતાઓની લડાઈમાં તેઓ ફાવી જાય છે. થોડો વખત ઊંચું સ્થાન ભોગવે છે; લાયકાત કરતાં નસીબના જોરે જ તેઓ મોટા થઇ ગયા હોય છે. પરંતુ સમય થતાં વળી તેઓ યથાસ્થાને બેસી જાય છે. એનો એમને અફસોસ પણ નથી હોતો. બલકે અલ્પકાળ માટે પણ મોટું સ્થાન મેળવીને આખી જિંદગી સુખદ સંસ્મરણો વાગોળવા માટેનું સારું નિમિત્ત તેઓ પામે કેટલાક નેતાઓનો પોતાના ક્ષેત્રના લોકો સાથેનો સંપર્ક ઘણો જ ગાઢ હોય છે. તેઓ સમજદાર અને કાબેલ હોય છે. ઉચ્ચતર સ્થાન મળે તો તેઓ તેને શોભાવે એવા હોય છે. પરંતુ મોવડીમંડળ સાથેનો તેમનો સંપર્ક ઓછો હોય છે. ખુશામત કરવાનો તેમનો સ્વભાવ હોતો નથી. માગીમાગીને સ્થાન મેળવવાની વૃત્તિ તેમનામાં હોતી નથી. મોવડીમંડળમાં એમના કોઈ ગૉડફાધર હોતા નથી. એટલે તેવા નેતાઓનો વિકાસ ત્યાં જ અટકી જાય છે. કેટલાક નેતાઓનો લોકસંપર્ક ખાસ હોતો નથી. આમજનતા માટે તેમને એટલી હમદર્દી પણ હોતી નથી. તેમનો પોતાનો ખાસ કોઈ નિપુણતાનો વિષય હોતો નથી. તેમનું ખાસ કોઈ કાર્યક્ષેત્ર પણ હોતું નથી. તેમ્ની લોકપ્રિયતાનો ખાસ કોઈ ભૌગોલિક વિસ્તાર પણ હોતો નથી, પરંતુ તેઓ ધનના જોરે નેતા બનવાની જબરી મહત્વાકાંક્ષાવાળા હોય છે. તેઓએ મોવડીમંડળના સદસ્યો સાથે સારો ઘરોબો કેળવ્યો હોય છે. તેમને ઘરે ઉતારવા, ખાસ પ્રસંગો ઊભા કરી નિમંત્રણો આપવાં, તેમને માટે મિજબાનીઓ ગોઠવવી, મોંઘી ભેટ-સોગાદો આપવી, હારતોરા પહેરાવવા અને ફોટા પડાવવા, ઍરપૉર્ટ ઉપર લેવા-મૂકવા માટે દોડાદોડ કરવી વગેરેમાં તેઓ ઘણા પ્રવીણ હોય છે. પત્રો, મુલાકાતો, સૂચનો, ફોન સંપર્ક, વગેરે નાનાં-મોટાં નિમિત્તો ઊભાં કરી મોવડીમંડળની સતત નજરમાં રહેવાનું તેમને સરસ આવડતું હોય છે. પોતાને પ્રધાનમંડળમાં, કમિટિઓમાં સ્થાન મળે, ચૂંટણીમાં ટિકિટ મળે તે માટે મિત્રો દ્વારા વખતોવખત સૂચનો કરતા રહે છે. જરૂર પડે તો શરમસંકોચ રાખ્યા વગર માગીને ઊભા રહે છે. આવી બધી રીતે તેઓ મોટા નેતા થવાનો પ્રયત્ન કરે છે. થોડો , સમય તેઓ ફાવી પણ જાય છે, પરંતુ આમપ્રજામાં તેમની કોઈ પ્રતિષ્ઠા ૩૨૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #371 -------------------------------------------------------------------------- ________________ બંધાતી નથી. તેઓની નેતાગીરી અલ્પકાલીન અને અનુયાયી વર્ગવિહીન હોય છે. તેમને નિવૃત્તિનો ડર હોતો નથી, કારણ કે તક મળતાં તેમણે ઘણું ધન એકઠું કરી લીધું હોય છે. કેટલાક નેતાઓ એમનાં સંગીન રચનાત્મક કાર્યો અને સતત લોકસંપર્ક દ્વારા આમજનતામાં ઊંડાં મૂળ ધરાવતા હોય છે. બીજી બાજુ મોવડીમંડળ સાથે પણ તેમનો એટલો જ ઘનિષ્ઠ સંબંધ હોય છે. પોતાની ગુણવત્તાથી જ તેઓ આગળ વધે છે. મોવડીમંડળમાં એમની પ્રતિષ્ઠા જામેલી હોય છે. ઉત્તરોત્તર તેમની શાખ બંધાતી જાય છે. એમની કાર્યદક્ષતા એમને પણ મોવડીમંડળમાં સ્થાન અપાવે છે અને વખત જતાં પોતે મોવડીમંડળના સૂત્રધાર બની જાય છે. તેઓ આમવર્ગમાં અને બુદ્ધિજીવી વર્ગમાં એકસરખું આદરભર્યું સ્થાન પામે છે. તેમને પત્રકારોની ખુશામત કરવી પડતી નથી, પત્રકારો તેમની પાછળ દોડાદોડ કરતા હોય છે. કેટલાક નેતા જન્મજાત હોય છે અને કેટલાક નેતા સ્વયંભૂ હોય છે. કેટલીક નિર્મળ વ્યક્તિઓમાં એવા ઉત્તમ સદ્ગુણો હોય છે કે લોકો તેમને ચાહે છે, લોકો તેમની સૂચના પ્રમાણે કરવા તૈયાર હોય છે. લોકો તેમને પોતાની જવાબદારીઓ સામેથી સોંપે છે અને પોતાનું નેતૃત્વ લેવા વિનંતી કરે છે. એવી વ્યક્તિઓમાં નેતા બનવાની જન્મજાત કેટલીક વિશેષ લાયકાત હોય છે. બચપણમાં દોસ્તારો સાથેની રમતગમતોમાં આગેવાની લેવાથી તેમની શરૂઆત થાય છે. શાળા-કૉલેજમાં પણ તેઓ તે સ્થાન પ્રાપ્ત કરે છે અને પછી જાહેરજીવનમાં પણ તેઓ પોતાનું નેતૃત્વ શોભાવે છે. કેટલીક વ્યક્તિઓમાં નેતા બનવાની લાયકાત ઘણી ઓછી હોય છે. પણ તેમની તે માટેની મહત્ત્વાકાંક્ષા પ્રબળ હોય છે. લોકો સ્વીકારે કે ન સ્વીકારે, તેઓ પોતાની જાતને લોકનેતા તરીકે સ્વીકારી લે છે. થોડીક સફલતા પછી તેઓ લોકોને એ પ્રમાણે ઠસાવવા લાગે છે. શક્ય તેટલા જાહેર કાર્યક્રમોમાં પહોંચી જાય છે. સભાઓમાં કંઈક બહાનું કાઢી મંચ ઉપર આંટા મારવાથી તેમની શરૂઆત થાય છે, અને તક મળતાં પાછળની છેવટની ખુરશીમાં તેઓ બેસી પણ જાય છે. કેમેરાલક્ષી તેમની નજરને કારણે બીજાઓના ફોટાઓમાં કોક ખૂણે ચમકવાની તેમને તક મળતી રહે છે. અનેક વાર આવી તક મળવાને કારણે તેઓ મોટા નેતા છે એવું લોકોના ભ્રમનું સેવન વધતું જાય છે. છાપાંઓમાં ચર્ચા પત્રો, અહેવાલો, નિવેદનો, ફોટાઓ વગેરે ઘુસાડીને સમાજનેતા તરીકે ઊપસી આવવા તેઓ નેતાગીરી અને મોવડીમંડળ : ૩૨૩ Page #372 -------------------------------------------------------------------------- ________________ અથાગ પ્રયત્ન કરી છૂટે છે. તેઓ પ્રચાર-માધ્યમોને સારી રીતે સાધે છે. ખોટી વ્યક્તિને મોટી બતાવવાની અને બનાવવાની આવડત પ્રચાર-માધ્યમ પાસે હોય છે. આવી વ્યક્તિઓ એક દિવસ લોકોને ખરેખર મોટી દેખાવા લાગે છે, પરંતુ તેમની કૃત્રિમ નેતાગીરી અલ્પજીવી હોય છે. કેટલાક નેતાઓ પોતાના જીવનકાળ દરમિયાન મોટા નેતાનું સ્થાન અને માન પામે છે અને ભોગવે છે, પરંતુ એમના સ્વર્ગવાસ પછી, સમય જતાં એમનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ થવા લાગે છે. કેટલાક નેતાઓનું એમની સત્તા, પ્રભાવ, વર્ચસ્વ વગેરેને કારણે તેજ એટલું પ્રખર હોય છે કે તેમની વિરુદ્ધ બોલવાની કે લખવાની કોઈ હિંમત કરી શકતું નથી, પણ એમના અવસાન પછી એમના જીવનની નબળી બાજુઓ પ્રગટ થવા લાગે છે. એમણે પોતાના સત્તાસ્થાનના કરેલા દુરુપયોગોની, પક્ષપાતોની, અન્યાયોની, ભ્રષ્ટાચારોની કે એમના ચારિત્રની શિથિલતાઓની વાતો બહાર આવવા લાગે છે. આવી ઘણી વાતો એમના અંગત વિશ્વાસુ માણસો પાસેથી, અંગત મંત્રીઓ કે મદદનીશો પાસેથી, ખુદ સ્વજનો અને પરિજનો પાસેથી બહાર આવે છે. એક સમયની મહાન વ્યક્તિ આવી પ્રમાણભૂત વાતો પ્રગટ થયા પછી નવી પ્રજાને એટલી મહાન લાગતી નથી. બીજી બાજુ કેટલાક નેતાઓ એવા હોય છે કે જેઓ પોતાનાં ઉત્તમ કાર્યોને ઓછામાં ઓછી પ્રસિદ્ધિ અપાવે છે. અંગત રીતે અનેક માણસોને કરેલી મદદની વાતો બહાર આવવા દેતા નથી. એમની ઉદારતા, ત્યાગ સંયમ, સહિષ્ણુતા, દુશ્મનને પણ ન્યાય આપવાના, માફ કરવાના કે ઉત્તમ તક પૂરી પાડવાના અંગત પ્રસંગોની વાતો જેમ જેમ લોકોના જાણવામાં આવી જાય તેમ તેમ તેમની મહત્તા ભવિષ્યની પ્રજાને વધુ અને વધુ લાગવા માંડે છે. કેટલાક નેતાઓના જીવનમાં કશી ત્રુટિ ન હોય તો પણ કાળના પરિપ્રેક્ષ્યમાં તેઓ નાના થતા જાય છે. કાળ ભલભલા માણસોની કસોટી કરે છે. અને એમને એમના યોગ્ય સ્થાને બેસાડી દે છે. આથી જ સામાન્ય લોકોને પોતાની કિશોરાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં જે નેતાઓ મોટા ભાસતા હોય તે નેતાઓ પોતાની પ્રૌઢાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં એવા મોટા ભાસતા નથી. જેમનાં પૂતળાં જાહેરમાં મૂકવામાં આવ્યાં હોય એવી વ્યક્તિનાં નામ પણ બીજી પેઢી સુધી પહોંચતાં નથી. એમનો કશો વાંક હોતો નથી, પરંતુ બીજી-ત્રીજી પેઢીના લોકો એમને સામાન્ય કરી નાખે છે. મુંબઈ જેવા શહેરમાં કોઈકને જ ખબર હશે કે “કળા ઘોડા” કે “ખડા પારસી' તરીકે ઓળખાતા વિસ્તારોમાં એ પૂતળાં કોનાં છે. જેમ વસ્તુ દૂર જતી જાય ૩૨૪ સાંપ્રત સમાજ-દર્શન Page #373 -------------------------------------------------------------------------- ________________ તેમ તે નાની દેખાવા લાગે. એ કુદરતનો ક્રમ છે. આથી જ ભવિષ્યના ઇતિહાસકારોને સમગ્ર પરિસ્થિતિને વાસ્તવિક સ્વરૂપમાં, તટસ્થતાથી, નિરપેક્ષ દૃષ્ટિથી તપાસતાં કેટલીક પોતાના સમયમાં મહાન લાગતી વ્યક્તિઓ એટલી મહાન લાગતી નથી. જવાહરલાલ નેહરુ આઝાદીની લડત વખતે કે વડાપ્રધાનના પદ પર હતા ત્યારે જેટલા મોટા લાગતા હતા તેટલા આજે કેટલાકને મોટા લાગતા નથી. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીના હિટલરને હંફાવનાર સ્ટેલિન માત્ર પોતાની ક્રૂર સત્તાથી જીવનના અંત સુધી સોવિયેટ યુનિયનના સર્વોચ્ચ પદે રહ્યા, પણ ગુજરી ગયા પછી એમનાં પૂતળાં ઊતરી ગયાં, એમની કબર ખોદીને ફેંકી દેવામાં આવી, સ્તાલિનગ્રાડ શહેરનું નામ પણ બદલાઈ ગયું. વ્યક્તિના ઉત્તરકાલીન મૂલ્યાંકનમાં કેટલાં બધાં કારણો ભાગ ભજવે છે ! કેટલાક મહાન ગણાતા નેતાઓ એક-બે સૈકા પછી લખાતા ઇતિહાસમાં નામનિર્દેશને પાત્ર પણ રહેતા નથી. કેટલીક નેતાગીરી પોતાની દુષ્ટતાને કારણે જ આવું પરિણામ ભોગવે છે. તેમને નીચે ઉતારી દેવા માટે લોકો યોગ્ય સમય અને યોગ્ય તકની રાહ જ જોતા હોય છે. કેટલાક અધમ વૃત્તિના મહત્ત્વાકાંક્ષી નેતાઓ જેમની સહાયથી પોતે મોટા થયા હોય છે એવા પોતાના ઉપકારી નેતાઓને વટાવીને, પરાસ્ત કરીને પોતે આગળ નીકળી જવા ઇચ્છતા હોય છે. બ્રુટસ જેવા તેઓ નિર્લજ્જ બની, દગો કરીને મોટા નેતાનું પદ મેળવી લે છે. બીજી બાજુ કેટલાક નેતાઓ એવા સાવધ હોય છે કે પોતાના સ્વાર્થ ખાતર નાના નેતાને ઊંચા પદે બેસાડે છે, પરંતુ પોતાના ખભાથી ઊંચું માથું કરનારનું માથું વાઢી નાખતા હોય છે. પોતે પોતાની જ શક્તિથી આગળ વધ્યા છે એવું લોકોને ઠસાવવા કેટલાક કૃતની નેતાઓનો સંકલ્પ હોય છે કે ઉપકારીને પહેલાં મારો કે જેથી જાહેરમાં તેમના ઉપકારની વાત કોઈ માને નહિ, પરંતુ કુદરતમાં ન્યાય પ્રવર્તે છે અને આવા દરેક નેતાને એક નહિ તો અન્ય પ્રકારે તેનો હિસાબ ચૂકતે કરવો પડે છે. ઉદારચરિત, નિ:સ્પૃહ નેતાઓ તો પોતાના હાથ નીચે તૈયાર થયેલા નેતાઓ પોતાના કરતાં પણ વધુ સિદ્ધિપ્રસિદ્ધિ મેળવે તો તે જોઈને રાજી થતા હોય છે. પરિવાર કે નાની સંસ્થા હોય તો કદાચ એક જ નેતા સમગ્ર જવાબદારી સારી રીતે વહન કરી શકે છે. પરંતુ ભૌગોલિક ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર મોટાં થતાં એક કરતાં વધુ નેતાઓની જરૂર રહે. વય, અનુભવ, સમજશક્તિ, કાર્યદક્ષતા વગેરેને લક્ષમાં રાખી સમર્થ વડીલ નેતા બીજા નેતાગીરી અને મોવડીમંડળ ૩૨૫ Page #374 -------------------------------------------------------------------------- ________________ યુવાન નેતાઓ ઊભા કરી શકે. પ્રેમ અને સહકારની ભાવનાથી સંગઠિત થઈ તેઓ પોતાના ધ્યેય કે કાર્યને સારી રીતે પાર પાડી શકે અને પોતાની ક્ષિતિજોને વિસ્તારી પણ શકે. આવા નેતાઓના સંગઠિત મોવડીમંડળથી કુટુંબ, સમાજ કે રાષ્ટ્રનાં ઘણાં ઉત્તમ કાર્યો થઈ શકે અને એનો અનેક લોકોને લાભ મળી શકે. એવા નેતા અને મોવડીમંડળથી સમાજ કે રાષ્ટ્ર વિવિધ પ્રકારનો ઉત્કર્ષ સાધી શકે. જ્યાં મુખ્ય નેતા પોતે પોતાના સહકારી નેતાઓની પસંદગી કરી શકે છે ત્યાં સુસંવાદી મોવડીમંડળ તૈયાર થાય છે. કાર્યની વહેંચણી, જવાબદારીઓ અને સત્તાની વહેંચણીમાં કોઈ વિખવાદ થતો નથી. એકંદરે કામ સરળતાપૂર્વક ચાલે છે અને સ્વભાવગત કે વહીવટી સમસ્યાઓ ઓછી ઊભી થાય છે. મોટાં સમવાયતત્રોમાં, મોટી સંસ્થાઓમાં, કે મોટા વેપાર-ઉદ્યોગોમાં કે સરકારોમાં જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મોવડીમંડળ રચાય છે ત્યાં સત્તાની ખેંચતાણ, દુરાગ્રહો, પ્રતિષ્ઠાના પ્રશ્નો વગેરે ઘણી બાબતો ઊભી થાય છે. બહુમતીથી નિર્ણયો લેવાતા હોવા છતાં સકારણ કે અકારણ અસંતોષનું વાતાવરણ ફેલાય છે. જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓને મુખ્ય નેતાનું પદ જોઈતું હોય ત્યાં સ્પર્ધા થાય છે, પક્ષો પડી જાય છે, એકબીજાને પરાજિત કરવા માટે પુરુષાર્થ થાય છે. વૈચારિક મતભેદ અને દૃષ્ટિભેદને વધુ મહત્ત્વ અપાય છે. ઉચ્ચતર ધ્યેય બાજુ પર રહી જાય છે. અને ગૌણ બાબતોનું પ્રાધાન્ય વધી જાય છે. જ્યાં સમજુ અને લોકપ્રિય નેતા સમિતિઓમાં કે મોવડીમંડળમાં બહુમતી સભ્યોનો વિશ્વાસ અને પ્રેમ જીતી શકે છે ત્યાં તેને કાર્ય કરવામાં વધુ અનુકૂળતા રહે છે. વિરોધીઓના ટીકાનિંદારૂપ પ્રહારોની બહુ અસર થતી નથી. પરંતુ જ્યાં બે સમાન સમર્થ પ્રતિનિધિઓ વચ્ચે મુખ્ય નેતાના પદ માટે સ્પર્ધા થાય છે અને સાધારણ બહુમતીથી કોઈ એક જીતી જાય છે ત્યારે પરાજિત થયેલા મહત્ત્વાકાંક્ષી ઉમેદવારનાં વલણ-વર્તન ઉપર ઘણો આધાર રહે છે. તે પરાજ્યને ખેલદિલીથી જીરવી લઈને સારાં કાર્યોમાં પ્રેમથી સહકાર આપે છે કે પરાજ્યના ડંખને તાજો રાખી ડગલે ને પગલે આડખીલીઓ ઊભી કરે છે એના ઉપર ભવિષ્યની ઘટનાઓનો આધાર રહે છે. નાની-મોટી સંસ્થા હોય, નાનાંમોટાં સમવાયતંત્ર હોય, નાના-મોટા રાજદ્વારી પક્ષો હોય કે નાની મોટી સરકાર હોય, સામાન્ય સભ્યોને કે આમપ્રજાને તો ચૂંટણી વખતે વિચારવાનો કે પોતાની વ્યક્તિગત મતાધિકારની સત્તાનો ઉપયોગ કરવાનો અવસર સાંપડે છે. એમાં પણ સો ટકા મતદાનની ૩૨૦ ૯ સાંપ્રત સમાજ-દર્શન Page #375 -------------------------------------------------------------------------- ________________ શક્યતા હોતી જ નથી. જ્યાં પ્રત્યેક પદ માટે બેચાર કે વધુ ઉમેદવારો ઊભા રહ્યા હોય ત્યાં કેટલીકવાર ચૂંટાયેલા પ્રતિનિધિ વીસ- પચીસ ટકા મતથી વધુ મત ધરાવતા નથી હોતા. આવા પ્રતિનિધિઓ બધાંનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકે ? પરંતુ બંધારણીય લોકશાહીની આ એક મોટી ત્રુટિ છે. આવા પ્રતિનિધિઓનું મોવડીમંડળ સત્તા ગ્રહણ કરી મનસ્વી રીતે કાર્ય કરે છે અને સભ્યોને કે પ્રજાને બીજી ચૂંટણી સુધી રાહ જોવી પડે છે. પરંતુ આવાં મોવડીમંડળોમાં, પછી તે સંસ્થા કે પક્ષની કારોબારી સમિતિ હોય કે સરકારી પ્રધાનમંડળ હોય, જો સર્વોચ્ચ બેચાર વ્યક્તિઓ વચ્ચે પ્રેમ, સહકાર, ઉદારતા, સજાગતા વગેરે હોય તો લોકકલ્યાણનાં સંગીન કાર્યો સત્વરે થાય છે. પરંતુ તેઓની વચ્ચે વૈચારિક મતભેદ હોય, પરસ્પર દ્વેષભાવ કે અભિમાન હોય તો એકબીજાની વાતને તોડી પાડવાનું વલણ વધારે રહે છે. કેટલીક વાર સર્વોચ્ચ બે જ વ્યક્તિ વચ્ચેના અણબનાવને લીધે પક્ષમાં ભંગાણ પડે છે, સંસ્થાઓ તૂટે છે, દેશ પાયમાલ થાય છે. પોતાના ઉપર અનેક લોકોના ભાવિનો આધાર રહે છે, માટે સત્તાસ્થાને બેઠેલી વ્યક્તિને પદભ્રષ્ટ કરવા માટે પોતે દ્વેષથી પ્રેરાઈને પ્રયત્ન ન ક૨વો જોઈએ એટલી સૂઝ કે દૃષ્ટિ એમની પાસે હોતી નથી, તેઓ મોહાંધ બનીને પોતાના અને બીજાના નાશને નોતરે છે. અસંતુષ્ટ મહત્ત્વાકાંક્ષા અને પરાજયનો ડંખ સમર્થ નેતાઓને પણ ભાન ભુલાવી દે છે. કેટલાંક મોવડી મંડળો પોતાના નેતાને નચાવતાં હોય છે, તો કેટલાક નેતાઓ પોતાના મોવડીમંડળના સભ્યોને અંદર અંદર કેમ રમાડવા કે અથડાવવા તેની કળા જાણતા હોય છે. કેટલાક નેતાઓ મોવડીમંડળના કેદી જેવા બની જાય છે. જ્યારે પોતે છૂટે છે ત્યારે લોકોમાં શું ચાલી રહ્યું છે તેની ખબર તેને પડે છે. નાનાંમોટાં દરેક મોવડીમંડળમાં બેચાર એવી વ્યક્તિ હોવાની કે જે તેઓના સૂત્રધારની પ્રગતિ જોઈને રાજી ન થાય. તેજોદ્વેષને કારણે તેઓ મનમાં બળતા હોય છે. તક મળે ત્યારે પોતાના વિષનું વમન કરતા હોય છે. સૂત્રધાર નેતાની કંઈ ભૂલ થાય તો તેઓ હર્ષમાં આવી જાય છે. ટીકા, નિંદા કે અવળા પ્રચાર માટે તેઓ અસત્યનો આશ્રય લેતાં અચકાતા નથી. જૂઠાણાં હાંકી, કાન ભંભેરી બે મિત્રો વચ્ચેના મીઠા ગાઢ સંબંધોને તોડવાની પ્રસન્નતા અનુભવતા હોય છે. મોઢે પ્રસંસા અને પાછળ નિંદા એ એમનો સ્વભાવ થઈ ગયો હોય છે. મોવડીમંડળમાં સ્થાન પામેલા આવા નેતાઓ નેતાગીરી અને મોવડીમંડળ * ૩૨૭ Page #376 -------------------------------------------------------------------------- ________________ સર્પની જેમ કોને ક્યારે દંશ દેશે તે કહી શકાય નહિ. પરંતુ સમય જતાં બધા જ તેમને ઓળખી જાય છે. બીજાઓને માનસિક ત્રાસ આપનારા એવા “સિનિક' નેતાઓ પશ્ચાદું જીવનમાં પોતે જ માનસિક ગ્રંથિઓની યાતના ભોગવતા હોય છે. સારા લોકપ્રિય નેતા બનવું, મોવડીમંડળમાં સ્થાન મેળવવું, સમય જતાં, મોવડીમંડળના સૂત્રધાર બનવું, લોકોના પ્રેમ અને આદર ઉભયને પાત્ર બનવું, પદ અને સત્તા વગર પ્રેમની સત્તા ભોગવવી અને ભાવિ ઇતિહાસકારોને પણ નોંધ લેવાનું અનિવાર્ય બની જાય એવું કાર્ય કરી જવું એવું સદ્ભાગ્ય વિરલ વ્યક્તિઓને સાંપડે છે. ઉત્કૃષ્ટ નેતાગીરી એ કે જે સ્થળ અને કાળના પરિપ્રેક્ષ્ય કે પરિમાણને ભેદીને પણ ઝળહળ પ્રકાશ પાથર્યા કરે ! (અભિચિંતના) ૩૨૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #377 -------------------------------------------------------------------------- ________________ ૪૧ રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા દુનિયામાં લોકશાહીને વરેલા કેટલાક દેશોમાં તકવાદી રાજદ્વારી નેતાઓ સત્તાનું ઉચ્ચ સ્થાન મેળવવા માટે પોતાના પક્ષનો વિદ્રોહ કરતા નજરે પડે છે, અથવા પોતે જે સિદ્ધાંત માટે લડેલા હોય તે સિદ્ધાંતનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે. માણસની રાજદ્વારી મહત્ત્વાકાંક્ષા એની પાસે કેવું કામ કરાવે છે અને સત્તાનું રાજકારણ લોકશાહીની કેવી વિડંબના કરે છે તે આવે પ્રસંગે જોઈ 21814 E9. 'Everything is fair in love, war and politics' gal el લોકોક્તિ આગળ ધરીને કેટલાક વિચારકો આવી ઘટનાનું સમર્થન પણ કરે છે. તેમના પક્ષે કેટલાંક સબળ કારણો હોય તો પણ સમગ્ર ઘટના સ્વાર્થયુક્તગૌરવહીન અને કડક ટીકાને પાત્ર બની જાય છે. દરેક પરિસ્થિતિનો જેમ કેટલાક દૃષ્ટિકોણથી વિરોધ કરી શકાય છે તેમ કેટલાક દષ્કિકોણથી બચાવ પણ કરી શકાય છે. રાજકારણના ક્ષેત્રે આવું વિશેષ બને છે, કારણ કે રાજકારણમાં અંગત મહત્વાકાંક્ષા જ સર્વોપરી બની જાય છે. અલ્પકાળ માટે પણ ઊંચું સત્તાસ્થાન ભોગવવા મળે તો તે માટે સ્વાર્થી માણસ સિદ્ધાન્તોને, ભાવનાઓને, વિવેકને દૂર ફગાવી દેવા તત્પર બની જાય છે, અને ભૂતકાળમાં પોતે જે વ્યક્તિ કે પદ્ધતિનો વિરોધ કર્યો હોય તેનો જ આશ્રય લેવા તૈયાર થઈ જાય છે. રાજકારણમાં અંતે તો ફાવેલો માણસ વખણાય છે એ ન્યાયે પ્રજા તો કોઈ પણ બાજુ ઝૂકી જાય છે. રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા ૯ ૩૨૯ Page #378 -------------------------------------------------------------------------- ________________ રાજકારણમાં જ્યારે એક બાજુ પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા અને બીજી બાજુ પક્ષનિષ્ઠા કે સિદ્ધાંતનિષ્ઠા વચ્ચે વિસંવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે પોતાની અંગત મહત્વાકાંક્ષાના ભોગે સિદ્ધાંતને વળગી રહેવાનું સરળ નથી. દુનિયાભરના રાજકારણમાં કેટકેટલાય માણસો સિદ્ધાંતનિષ્ઠાના ભોગે ઊંચા પદ ઉપર કૂદીને બેસી ગયા હોય એવા દાખલા જોવા મળે છે. પ્રજા આ સમજે છે, પરંતુ કાયદો બંધારણ કે સત્તા આગળ પ્રજા લાચાર બનીને જોયા કરે છે. કોઈ પણ શક્તિશાળી માણસને પોતાના ક્ષેત્રમાં પોતાની શક્તિ અનુસાર ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરવાની આકાંક્ષા રહે એ સ્વાભાવિક છે. જેમ જેમ કાળ પસાર થતો જાય તેમ તેમ ઉપરના પદ ઉપર રહેલા માણસોનું અવસાન થતાં કે વૃદ્ધાવસ્થા, રોગ વગેરેને કારણે તે પદ પરથી તેઓ નિવૃત્ત થતાં નીચેના માણસો માટે તે પદની પ્રાપ્તિ માટે અવકાશ સર્જાય છે. કેટલાક માણસો સમયના ક્રમાનુસાર ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરે છે. કેટલાક માણસો પોતાની અપ્રતિમ શક્તિથી અને સાચી યોગ્યતાથી સહજ રીતે બીજા કરતાં ઝડપથી આગળ નીકળી જાય છે અને ઉપરના પદે પહોંચી જાય છે. કેટલાક માણસોને ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરવા માટે ઘણી ખટપટ અને ઘણા કાવાદાવા કરવા પડે છે. બીજી બાજુ કેટલાક સુયોગ્ય, સુપાત્ર માણસોને તેવું પદ પ્રાપ્ત કરવું હોય છે, પરંતુ વિવેક અને સિદ્ધાંતનિષ્ઠાને કારણે તેઓ જીવનભર તેવા પદથી વંચિત રહી જાય છે. પદ એક હોય અને ઉમેદવારો ઘણા હોય ત્યાં સારા, સાચા ઉમેદવારો બાજુ પર રહી જાય અને ખટપટ કરનારા ફાવી જાય એ કુદરતની વિચિત્રતા છે. સાહિત્યનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું હોય, વિજ્ઞાનનું હોય કે વેપારઉદ્યોગનું હોય, ધર્મનું હોય કે રાજકારણનું હોય – દરેકેદરેક ક્ષેત્રમાં ઉચ્ચતમ પદ માટે પુરુષાર્થ, લાગવગ, સ્પર્ધા, હોડ, ખટપટ વગેરે જોવા મળશે. કેટલાંક ક્ષેત્ર એવાં છે કે જેમાં બહુ સ્પર્ધા હોતી નથી અને હોય તો તે વિનય અને વિવેકવાળી હોય છે. રાજકારણના ક્ષેત્રમાં ઉચ્ચ પદોની પ્રાપ્તિ માટે હંમેશાં ખટપટ ચાલ્યા કરે તે સ્વાભાવિક છે, કારણ કે સત્તાનું આકર્ષણ અને સત્તાનો પ્રજા ઉપર પ્રભાવ એ બંનેનું મહત્ત્વ ઘણુંબધું છે. એક સત્તાધીશ આવે અને પ્રજાનો ભાગ્યોદય થાય અને બીજો કોઈ સત્તાધીશ આવતાં પ્રજાનું અધ:પતન થાય; એક સત્તા પર આવે અને વિકાસ અને સમૃદ્ધિ લાવે અને એક સત્તા પર આવે અને યુદ્ધ, રમખાણો ભૂખમરો વગેરે લઈ આવે. સત્તા ઉપર બેઠેલી વ્યક્તિ પ્રજાજીવનને સારો અથવા માઠો વળાંક ૩૩) * સાંપ્રત સમાજ-દર્શન Page #379 -------------------------------------------------------------------------- ________________ આપી શકે છે. વળી વિવિધ ક્ષેત્રનાં સર્વોચ્ચ સત્તાસ્થાનોમાં રાજદ્વારી ક્ષેત્રનું સર્વોચ્ચ સત્તાસ્થાન વધુ આકર્ષણ જન્માવનારું હોય છે, કારણ કે તેમાં માનપાન, અખબારો અને ટી. વી.માં પ્રસિદ્ધિ, ભૌતિક સુખ અને સગવડ, નાણાં, ભપકો, હજુરિયાઓનાં ટોળાં, ધાર્યું કરાવવાની સત્તા વગેરે હોય છે. જે રાજ્યમાં પ્રજા ગરીબ હોય તે રાજ્યના રાજા, સરમુખત્યાર કે ચૂંટાયેલા પ્રતિનિધિરૂપ પ્રધાનને ગરીબ લોકો ઘણા જ અહોભાવથી જોતા હોય છે. એક તરફ સાધારણ પ્રજા અને બીજી ત૨ફ રાજા અથવા પ્રમુખ કે વડા પ્રધાન એ બે વચ્ચે ઘણું મોટું અંતર હોય છે અને એ અંતર જેટલું મોટું તેટલો વધુ અહોભાવ પ્રજાને સત્તાધીશ પ્રત્યે રહે છે. સત્તાધીશ વ્યક્તિ જે સત્તા ભોગવે છે, રહેણીકરણીમાં જે બાદશાહી ઠાઠ ભોગવે છે, રાજમહેલો કે મોટાં આવાસસ્થાનો, વાહનોના કાફલા, વિમાનોમાં દેશવિદેશમાં ઉડાઉડ, નોકરચાકરના સમુદાય, પડ્યો બોલ ઝીલનારા મંત્રીઓ અને અમલદારો, ભોગવિલાસનાં સાધનો વગેરે પૃથકજનને તો કૌતુકમય, મેળવવાયોગ્ય પરંતુ સ્વપ્ન સમાન લાગે છે અને તેથી સામાન્ય લોકોનો સત્તાધીશો પ્રત્યેનો અહોભાવ વધી જાય છે. ગરીબ દેશોમાં આવા સત્તાધીશો પાસે સત્તાના બળે તથા ઘણી મોટી આર્થિક સત્તાને કારણે કેટલાય લોકોનાં ભાગ્ય પલટી નાખવાની શક્તિ રહેલી હોય છે. આથી તેવા સત્તાધીશો લોકજીવનમાં મહત્ત્વનું સ્થાન ભોગવે છે. તે દેશના શ્રીમંતો પણ પોતાની શ્રીમંતાઈ વધારવા, પોતાનું આર્થિક સામ્રાજ્ય વધારવા સત્તાધીશોને મોં-માંગ્યાં નાણાં આપવા તૈયાર હોય છે. કેટલાંક ક્ષેત્રમાં કોઈ એક વ્યક્તિ એક સમયે નિર્વિવાદપણે સર્વોચ્ચ સ્થાને સૌના પ્રેમ અને આગ્રહથી બિરાજે છે, પરંતુ થોડાંક વર્ષો પસાર થતાં નીચેનાં માણસો પુખ્ત અને અનુભવી થાય છે, વિશેષ લાયકાત પ્રાપ્ત કરે છે અને તે પદ માટેની આકાંક્ષા સેવવા લાગે છે. એક સમયની સર્વને આદરણીય એવી વ્યક્તિની પછીથી ત્રુટિઓ શોધાય છે, ટીકાઓ થાય છે, ખોટા આક્ષેપો અને નિંદાની પ્રવૃત્તિ ચાલે છે અને એને પાડવાનો કે કાઢવાનો પ્રયત્ન શરૂ થઈ જાય છે. રાજકારણમાં આવું વિશેષ બને છે. કેટલાક સાચા સંનિષ્ઠ નેતાઓને પોતાના રાષ્ટ્રમાં સત્તાના સર્વોચ્ચ સ્થાને જીવનના અંત સુધી બિરાજવાનું સદ્ભાગ્ય સાંપડે છે અને તોપોની સલામી સાથે જગતમાંથી તે વિદાય લે છે. પોતાની સુપાત્રતાથી જ એ પદ ઉપર તેઓ કાયમ રહે છે અને એમના અવસાન પછી પણ વર્ષો રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા * ૩૩૧ Page #380 -------------------------------------------------------------------------- ________________ સુધી લોકો એમને યાદ કરે છે. - કેટલાક સત્તાધીશો ખરેખર સત્તા ભોગવવા માટે યોગ્ય વ્યક્તિ હોય છે. પરંતુ પ્રતિસ્પર્ધીઓ તેમને જંપીને બેસવા દેતા નથી. અલ્પ કાળમાં તેઓ તેમને સત્તાભ્રષ્ટ કરે છે. એવી સુયોગ્ય વ્યક્તિઓ ત્યારે એકાંતમાં ચાલી જાય છે. પોતાનું રચનાત્મક કાર્ય શાંતિથી અને નિષ્ઠાથી કર્યા કરે છે. પરંતુ પાછો ક્યારેક એવો વખત આવે છે કે આવી કોઈ વ્યક્તિઓને પ્રજા સામેથી બોલાવીને ફરી આદરપૂર્વક સત્તા સ્થાને બેસાડે છે. કેટલીક વ્યક્તિઓ આરંભમાં સુયોગ્ય હોય છે. પરંતુ સત્તા પર આવ્યા પછી તે સત્તાને જીરવી શકતી નથી. તેનાં વચનોમાં અભિમાન અને તોછડાઈ આવે છે. વખત જતાં તે ભ્રષ્ટાચારી બને છે, વગોવાય છે અને સત્તાભ્રષ્ટ બને છે, પરંતુ લોકોની યાદશક્તિ ઝાઝો સમય ટકતી નથી. જૂની પેઢી વિદાય થાય છે અને નવી પેઢી જ્યારે આવે છે ત્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થતાં એવી સત્તાભ્રષ્ટ થયેલી વ્યક્તિ ફરી પાછી સત્તાસ્થાને આવે છે. કેટલાક રાજદ્વારી નેતાઓના જીવનમાં આવી ચડતીપડતી એક વાર નહિ પણ બે કે ત્રણ વાર આવતી હોય છે. રાજકારણમાં એક પછી એક ઊંચું પદ મેળવવા જતા માણસને ક્યારેક સંતોષ થતો નથી. જે પદ ઉપર પોતે બિરાજે છે ત્યાંથી વળી પાછું તેને એક ઊંચું પદ દેખાય છે અને તે મેળવવા માટે પાછું તેનું મન વલખાં મારે છે. છ ખંડનું ચક્રવર્તીપણું પણ માણસની એષણાઓ, મહત્વાકાંક્ષાઓ આગળ નાનું પડે એવું છે. માણસની મહત્ત્વાકાંક્ષાઓને કોઈ સીમા હોતી નથી. તેમાં પણ રાજકારણમાં તો એવું વિશેષપણે બને છે. ઉચ્ચતમ પદ ઉપરથી સ્વેચ્છાએ નિવૃત્ત થનાર રાજદ્વારી વ્યક્તિઓ બહુ જ ઓછી હોય છે. વૃદ્ધાવસ્થા, ગંભીર માંદગી, વિપરીત કૌટુંબિક સંજોગો વગેરે કારણો પણ રાજદ્વારી માણસને નિવૃત્તિ લેવા પ્રેરતાં નથી. મુંબઈના એક ભૂતપૂર્વ પ્રધાન તો હૉસ્પિટલમાંથી દિલ્હી જતા અને દિલ્હીથી મુંબઈ આવી ઍરપૉર્ટથી સીધા હૉસ્પિટલમાં દાખલ થતા અને પત્રકારોને હૉસ્પિટલમાં બોલાવી નિવેદન લખાવતા. રાજકારણમાં સત્તાસ્થાને બેઠેલી કેટલીક વ્યક્તિઓની એક કુટિલ નીતિ એવી હોય છે કે પોતાની અને નીચેનાં સ્થાનો પર રહેલી વ્યક્તિઓ વચ્ચેનું અંતર ઘણું મોટું રાખવું જોઈએ. એ અંતર ઘટવું ન જોઈએ. એટલા માટે પોતાના જ પ્રધાનમંડળમાં પોતાની શક્તિ અને કાર્યથી જે વ્યક્તિ વધુ પ્રશંસાપાત્ર બને અને પ્રસિદ્ધિ ધરાવવા લાગે અને પોતાની સમકક્ષ ૩૩૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #381 -------------------------------------------------------------------------- ________________ થવાની લાયકાત મેળવવા લાગે તે વ્યક્તિને અચાનક પદભ્રષ્ટ કરવી જોઈએ કે જેથી આમપ્રજાનો તેની પ્રત્યેનો અહોભાવ ઘટી જાય અને તેને ફરીથી ઊંચું સ્થાન પ્રાપ્ત કરતાં વર્ષો નીકળી જાય. રાજસી કે તામસી નેતાગીરી એવા પ્રકારની હોય છે. પોતાની આસપાસના માણસો પ્રજાને હંમેશાં પોતાના કરતાં વામણા લાગવા જોઈએ. વધુમાં વધુ તેઓ પોતાના ખભા સુધી આવી શકે. એથી ઊંચે જો તેઓ પોતાનું માથું કાઢે તો તે માથું વાઢી નાખવું જોઈએ કે જેથી ફરીથી તે ક્યારેય ઊંચે આવી શકે નહિ. દુનિયાના ઘણા દેશોમાં સત્તાધીશોએ આવી નીતિ અપનાવેલી છે. રાજકારણમાં મહત્ત્વાકાંક્ષાને લીધે સંબંધો ઘડીકમાં ગાઢ થાય છે અને ઘડીકમાં બગડી જાય છે. સમાન કક્ષાની રાજદ્વારી વ્યક્તિઓ વચ્ચે જીવનપર્યત નેહભર્યા, મૃદુતાભર્યા પ્રગાઢ સંબંધો રહ્યા હોય એવું ભાગ્યે જ બને છે. બોલાયેલું એકાદ કટુ વચન પણ બે વ્યક્તિઓ વચ્ચે અચાનક દુશમનાવટ ઊભી કરી નાખે છે. જેની વચ્ચે સારું બનતું હોય તે તોડાવી નાખવા માટે પ્રતિસ્પર્ધીઓ નિંદા અને જુઠ્ઠાણાનું મોટું ચક્ર ચલાવતા હોય છે અને વહેમી તથા કાચા કાનના માણસો તે સાચું માનીને ગમે તેવા ગાઢ સંબંધોને તોડી નાખવા તત્પર બને છે. રાજકારણનું ક્ષેત્ર એવું છે કે જેમાં ઉપકારીના ઉપકારનું બહુ મહત્ત્વ રહેતું નથી. કૃતજ્ઞતા કરતાં કૃતજ્ઞતાનું વલણ રાજકારણીઓમાં વિશેષ જોવા મળે છે. જેણે Lift આપી હોય તેને overtake કરી લેવો એ પ્રકારની ઘટના જેટલી રાજકારણમાં જોવા મળશે તેટલી અન્ય ક્ષેત્રમાં જોવા નહિ મળે. રાજકારણમાં મહત્ત્વનું પદ પ્રાપ્ત કરવાની એષણા હોય તો વ્યવહારુ, ડહાપણ એમ કહે છે કે તે એષણા વહેલી તકે સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી દેવી. છાશ લેવા જવું અને દોણી સંતાડવી એવી રીત અપનાવનાર રાજકારણમાં પાછળ પડી જાય છે. સત્તાસ્થાન માટે પોતાનો દાવો સાચો હોય કે ખોટો હોય તો પણ તે જાહેરમાં સવેળા સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરી લેવો જોઈએ જેથી પછીની વ્યક્તિઓ એવો દાવો કરે તો પણ તેનું મહત્ત્વ ઘટાડી શકાય. અલબત્ત આમ કરવામાં રાજદ્વારી વ્યક્તિએ લજ્જારહિત, સંકોચરહિત, વિનયરહિત બનવું પડે છે. ક્યારેક તો નિર્લજ્જતાની હદ સુધી તેને જવું પડે છે. આથી જ રાજકારણમાં સાત્વિક ગુણોના ઉપાસકો કરતાં રાજસી કે તામસી ગુણ-લક્ષણોવાળાં માણસો વધુ હોય છે અને તેઓ વધુ ફાવી શકે છે. રાજકારણમાં સત્તાનું મહત્ત્વ ઘણું મોટું છે. જેના હાથમાં લાકડી તેની રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા - ૩૩૩ Page #382 -------------------------------------------------------------------------- ________________ ભેંશ એવું રાજકારણમાં વધુ જોવા મળશે. એક વખત સત્તાસ્થાન મળ્યું એટલે એ દ્વારા પ્રતિસ્પર્ધીઓને સતાવવાનું, કેદમાં પૂરવાનું કે સાચા-ખોટા આક્ષેપો મૂકીને મૃત્યુદંડની સજા ફરમાવવાનું સરળ બની જાય છે. પ્રચાર માધ્યમો પણ તેના હાથમાં હોય છે, એટલે પ્રજાની આંખમાં ધૂળ નાખવાનું પણ સહેલું બને છે. ઘણા ખરા રાજદ્વારી નેતાઓ સત્તાસ્થાને આવ્યા પછી વેર લેવાનું ચૂકતા નથી. વૈરવૃત્તિ અને વૈરતૃપ્તિ એ રાજદ્વારી મહત્ત્વાકાંક્ષાનું એક વરવું લક્ષણ છે. રાજકારણની એક કુટિલ નીતિ એ છે કે પ્રતિસ્પર્ધીનો શામ, દામ, ભેદ અને દંડથી જે રીતે થાય તે રીતે પરાભવ કરવો અને જરૂર જણાય તો તેનો કાંટો પણ કાઢી નાખવો. આથી સત્તાના દાવપેચમાં પોતાના પ્રતિસ્પર્ધીને સિફતથી મારી નાખવો કે મરાવી નાખવો એ એક મોટી નીતિ રહી છે. ઘાતક શસ્ત્રોની સુલભતાને કારણે આવી કુટિલ નીતિનો પ્રચાર વધ્યો છે અને રાજદ્વારી ખૂનો વધ્યાં છે. લેનિન પછી સત્તાસ્થાને આવેલ ટેલિને પોતાની એકહથ્થુ સત્તા ટકાવી રાખવા માટે ટોટ્રસ્કીને તો વિદેશમાં મરાવી નાખ્યો હતો, પણ તે ઉપરાંત રશિયામાં પોતાની જરા સરખી પણ ટીકા કરનાર એવા હજારો માણસોને મૃત્યુના મુખમાં ધકેલી દીધા હતા. રાજદ્વારી ક્ષેત્રે છેલ્લા કેટલાક દાયકામાં રાજનેતાઓને મરાવી નાખવાના પ્રસંગો દુનિયાભરમાં વધતા ચાલ્યા છે. પોતાના દેશમાં પોતાના જ પ્રતિસ્પર્ધીઓને મરાવી નાખવાની વાત તો હવે જૂની થઈ, પરંતુ પાડોશી રાજ્યો કે દૂરનાં રાજ્યોમાં પોતાની ઇચ્છા અનુસાર વ્યક્તિ સત્તા પર આવે અને અન્ય વ્યક્તિ ન આવે તે માટે કેટલાંક બળવાન મોટાં રાષ્ટ્રોએ બીજા રાષ્ટ્રના કેટલાયે નેતાઓને ગુપ્ત એજન્ટો દ્વારા મરાવી નાખ્યા છે. કેટલાક તેજસ્વી માણસો એક પદને લાંબા સમય સુધી ભોગવે છે, પરંતુ ત્યાર પછી પોતાનાં મૃત્યુ બાદ કે નિવૃત્તિ બાદ એ પદ પ્રતિસ્પર્ધીઓના હાથમાં ન જાય એ માટે પણ બહુ સાવધ રહે છે અને તે માટે પોતાની સત્તાનો ઉપયોગ કરી ખટપટ પણ કરે છે. વેપાર ઉદ્યોગ, શિક્ષણ વગેરે કેટલાંક ક્ષેત્રોમાં પોતાનું મહત્ત્વનું સ્થાન પોતાના સંતાનને જ અપાવવા માટે સમર્થ માણસોએ પણ પ્રયત્નો કર્યા હોય એવું જોવા મળશે. કેટલેક સ્થળે તેમ થવું સ્વાભાવિક પણ છે. પરંતુ રાજકારણમાં અને અન્ય ક્ષેત્રોમાં પણ પોતાના પછી પોતાના સંતાનને પોતાનું પદ અપાવવા માટે બીજી લાયક વ્યક્તિઓને અન્યાય કરીને પણ અપાવવા માટે પ્રયત્નો થયા છે. કેટલાક નિ:સંતાન સત્તાધીશોએ પણ પોતાના અવસાન પછી અમુક જ ૩૩૪ - સાંપ્રત સમાજ-દર્શન Page #383 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ સત્તાસ્થાને આવે અને અમુક વ્યક્તિ તો ન જ આવે એ માટે સતત દાવપેચ કર્યા છે. નિ:સંતાન સિદ્ધરાજે પોતાની ગાદીએ કુમારપાળને આવતાં અટકાવવા માટે અને તેમને મરાવી નાખવા માટે ઓછા પ્રયત્નો કર્યા નહોતા. રાજદ્વારી સત્તાસ્થાન માટે કેટલીક સમસ્યાઓ કાળ ઊભી કરે છે. યુવાન રાજાને પોતાનો રાજકુમાર અત્યંત વહાલો લાગે છે. તેને રાજ ચલાવવાની તાલીમ આપવા માટે કશી ખામી રખાતી નથી. યુવરાજ પણ પોતાના પિતાને બહુ ચાહે છે. રાજ ચલાવવાની એમની આવડતનો તે ભારે પ્રશંસક રહે છે. પરંતુ સાઠ વર્ષના રાજા જ્યારે એંશી-નેવેની ઉંમરે પહોચે અને યુવરાજ પણ સાઠ-પાંસઠની ઉંમરે પહોંચવા આવ્યો હોય તો પોતાના પિતાનું દીર્ધાયુષ્ય એને કઠે છે. ચિત્તમાં કુવિચારો ચાલુ થાય છે. પિતા વધુ જીવશે તો પોતાને રાજગાદી પર બેસવાનો અવસર મળે તે પહેલાં તો કદાય પોતે મૃત્યુ પણ પામે અથવા પોતાને એ પદ ભોગવવા માટે બે-પાંચ વર્ષ માંડ મળે તો મળે. એવે વખતે પિતાનું ઝટ મૃત્યુ થાય અને પોતે ઝટ ગાદીનશીન થાય એવા અશુભ મહત્વાકાંક્ષી વિચારો કેટલાય યુવરાજોને ભૂતકાળના અનેક સૈકાઓ દરમિયાન થયા છે એની ઇતિહાસ સાક્ષી પૂરી છે. ગાદી મેળવવા માટે પોતાના પિતાને મારી નાખ્યાના દાખલા પણ બન્યા છે. કેટલાક વૃદ્ધ રાજાઓને સૌથી વધુ ડર પોતાના યુવરાજનો રહેતો. સત્તાની મહત્ત્વાકાંક્ષા અંગત સંબંધો ઉપર કેવી માઠી અસર કરતી હોય છે તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે. રાજકારણમાં આજીવિકાનો પ્રશ્ન ગંભીર ઘણો હોય છે. વ્યવસાયમાંથી નિવૃત્ત થયેલ માણસો રાજકારણમાં વધુ સમય આપી શકે. આસપાસ બનતી ઘટનાઓના સતત સંપર્કમાં રહેવા માટે પૂરો સમય રાજકારણમાં પડેલા માણસો વધુ ફાવી શકે છે. પણ એમને પણ પેટ છે, પ્રજાસંપર્ક માટે હરવું ફરવું છે, ચૂંટણી લડવી છે. એ માટે નાણાંની ઘણી જરૂર છે. નિવૃત્ત થયા પછી મોભાથી રહેવું છે. એટલે જ ઘણા રાજદ્વારી પુરુષો નાણાંની બાબતમાં સિદ્ધાન્તવિહીન થઈ જાય છે. ગરીબ દેશોમાં એ વધારે બને છે. - વર્તમાન આંતરરાષ્ટ્રિય પરિસ્થિતિ જોતાં કેટલાય રાજદ્વારી પુરુષોને પોતાના ભાવિની અનિશ્ચિતતા માનસિક સંતાપ કરાવે છે. પોતાનાં કૌભાંડો ખુલ્લાં પડી જાય તેવે વખતે પોતાના રાષ્ટ્રમાં રહીને સજા ભોગવવી તેના કરતાં બીજા રાષ્ટ્રમાં ભાગી જઈને શાંતિથી શેષ જીવન ગાળવું વધુ પસંદ રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા * ૩૩૫ Page #384 -------------------------------------------------------------------------- ________________ કરવા યોગ્ય તેમને લાગે છે. પરંતુ એ માટે જરૂર રહે છે નાણાંની. ઝડપી, સુલમ વિમાન-વ્યવહારને કારણે હવે પોતાનું રાષ્ટ્ર છોડીને બીજા રાષ્ટ્રમાં ભાગી જવાનું સરળ બની ગયું છે એટલે દુનિયાભરના કેટલાયે રાજદ્વારી પુરુષોનાં ગુપ્ત અને ગેરકાયદે નાણાં સ્વિટઝરલેન્ડની કે બીજા દેશોની કેટલીક બૅન્કોમાં અથવા સગાંસંબંધીઓને ત્યાં જમા થાય છે. આવી રીતે જમા થયેલાં અઢળક નાણાં પોતાનું શેષ જીવન વિતાવવાને અને તક મળે તો ફરી પોતાના રાષ્ટ્રમાં સરકારને ઉથલાવી પાડીને સત્તાસ્થાને આવવા માટે ઉપયોગી થાય છે. પાકિસ્તાનના અયુબખાન, ઇરાનના શાહ, ફિલિપાઈન્સના માર્કોસ વગેરે એવા કેટલાયે દાખલાઓ નજીકના ભૂતકાળમાં જોવા મળ્યા છે. રાજકારણમાં સક્રિયપણે ભાગ લેવા છતાં સત્તાના કોઈ પદની આંકાક્ષા ન રાખવી એ ઘણી દુર્લભ વાત છે. માણસનું અંતરંગ વ્યક્તિત્વ પવિત્ર, ન્યાયપ્રિય ને પરમાર્થની ભાવનાવાળું હોય તો જ તે આવા સત્તાસ્થાનોથી આકર્ષાય નહિ. હિન્દુસ્તાનના બે ભાગલા થયા તે વખતે મહમદઅલી ઝીણાએ પાકિસ્તાનનું પ્રમુખપદ સ્વીકાર્યું અને મહાત્મા ગાંધીજીએ કોઈ પણ કક્ષાનું કોઈ પણ પદ ન સ્વીકાર્યું એમાં એ બે વ્યક્તિઓની લૌકિક અને લોકોત્તર મહત્તા કેટલી છે તેનું માપ કાઢી શકાય છે. રાજકારણમાં પડવું એટલે કોઈ પણ પક્ષના સભ્ય થવું. સભ્ય થયા પછી પોતાના પક્ષની બધી નીતિરીતિનો સાચો ખોટો બચાવ કરવો પડે છે અને એ સ્વાભાવિક મનાય છે. પરંતુ જેઓ પક્ષપાતથી બચવા ઇચ્છે છે અને ન્યાયપૂર્ણ રહેવા ઇચ્છે છે તેઓ તો કોઈ પણ એક પક્ષમાં ન જોડાવું એને જ આદર્શરૂપ ગણે છે. મહાત્મા ગાંધીએ કોંગ્રેસ સંસ્થાના ચાર આનાના સભ્ય થવાનું પણ માંડી વાળ્યું હતું એ તેઓ પક્ષથી પર રહેવાની કેટલી પ્રબળ ભાવના ધરાવતા હતા એની પ્રતીતિ કરાવે છે. ઇતિહાસ સત્તાસ્થાને ચડી બેઠેલા મહત્ત્વાકાંક્ષી સત્તાધીશોને જેટલા યાદ કરે છે તેના કરતાં મળતી સત્તાથી વિમુખ રહેનારા અને સાચા દિલથી લોકકલ્યાણનું કાર્ય કરનારા મહાત્માઓને વધુ આદરપૂર્વક યાદ કરે છે. (અભિચિંતના) ૩૩૧ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #385 -------------------------------------------------------------------------- ________________ ૪૨ રાજકારણમાં નિવૃત્તિ લોકસભાની ચૂંટણીમાં પરાજિત થયેલા એક ઉમેદવાર જીતેલા વયોવૃદ્ધ નેતાઓ સામે પોતાનો રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “જ્યાં સુધી બુઢાઓ રાજકારણમાંથી નિવૃત્ત નહિ થાય ત્યાં સુધી દેશનો ઉદ્ધાર થવાનો નથી.” રાજકારણમાં પણ નિવૃત્તિની વય બંધારણીય રીતે દાખલ થવી જોઈએ એવો કેટલાકનો અભિપ્રાય છે. મુખ્ય પ્રધાન કે વડા પ્રધાનના પદ ઉપર માણસે દસ વર્ષથી વધુ ન રહેવું જોઈએ એવું વલણ કેટલાક ધરાવે છે. - સરકારી કે અર્ધસરકારી નોકરીમાં નિવૃત્તિની વય અઠ્ઠાવન કે સાઠ વર્ષની રાખવામાં આવી છે. એ નિયમ રાજકારણમાં પડેલાને પણ લાગુ પડવો જોઈએ, એવું કેટલાકને લાગે, તો બીજી બાજુ એ ઉંમર પછી જ ખરી રાજદ્વારી કારકિર્દી શરૂ થાય છે એવો પણ કેટલાકનો મત છે. આપણી ભારતીય પરંપરામાં પચાસ વર્ષ પછી વાનપ્રસ્થાશ્રમ અને સાઠ વર્ષ પછી સંન્યાસનો ઉપદેશ અપાયો છે. જેમણે પોતાનું વ્યક્તિગત જીવન સારી રીતે જીવવું છે તેમના માટે આપણી પ્રાચીન વર્ણાશ્રમની પ્રથા આદર્શરૂપ છે. જીવનના બહોળા અનુભવો અને અવલોકનો પછી આવી વ્યવસ્થા વિચારાઈ છે, પરંતુ બહુ ઓછા લોકો આ નિયમને જીવનમાં ઉતારે છે. પચાસ કે સાઠની ઉંમર પછી સામાન્ય રીતે માણસની ગ્રહણશક્તિ, વિચારશક્તિ, ચાતુર્ય, સ્મરણશક્તિ વગેરે ક્ષીણ થવા લાગે છે. શરીરમાં કોઈ રોગ ઉત્પન્ન ન થયો હોય તો પણ શારીરિક તાકાત ઘટવા લાગે રાજકારણમાં નિવૃત્તિ એક ૩૩૭ Page #386 -------------------------------------------------------------------------- ________________ છે. એટલા માટે લશ્કરમાં ભરતી થયેલા યુવાનો પોતાની રેન્જ પ્રમાણે ૪૨ની ઉંમર આસપાસ નિવૃત્ત થઈ જતા હોય છે. જેમને યુદ્ધમોરચે લડવાનું નથી હોતું એવો ઊંચો હોદો ધરાવતા ઑફિસરો પણ લગભગ પચાસની ઉમરે નિવૃત્ત થતા હોય છે. ૪પની ઉંમર પછી યુદ્ધમોરચે લડવાની દૃષ્ટિએ માણસની શારીરિક તાકાત ઘટે છે, તે દુનિયાના તમામ લશ્કરી નિષ્ણાતોનો સર્વસ્વીકૃત અભિપ્રાય છે. જેમ ઉમર વધે તેમ ડહાપણ અને અનુભવ વધે. એટલે જે વ્યવસાયોમાં માણસને એક જ સ્થળે શાંતિથી બેસીને કામ કરવાનું હોય ત્યાં માણસ ૭૦-૮૦ની ઉંમર સુધી પણ સારું કામ કરી શકે. વકીલો, દાક્તરો, અધ્યાપકો, અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો વગેરેનાં ક્ષેત્રોમાં માણસની તેજસ્વિતાની સાથે અનુભવ-સમૃદ્ધિ ભળતાં મોટી ઉંમરે તેઓની કામગીરી દીપી ઊઠે છે. દુનિયાના બીજા કેટલાક દેશો કરતાં ભારતની પરિસ્થિતિ જુદી છે. ભારતમાં વસતિ ઘણી વધારે છે, અને આર્થિક પછાતપણું પણ ઘણું છે. એટલે રાજદ્વારી ક્ષેત્રે સત્તાકાંક્ષી ઉમેદવારો ઘણા હોય છે, કારણ કે સરેરાશ ભારતીય નાગરિકની મીટ પોતાના તારણહાર રાજદ્વારી નેતા ઉપર મંડાયેલી રહે છે. આથી જ ભારતના રાજદ્વારી નેતાઓને છાપાંઓમાં ઘણી પ્રસિદ્ધિ મળે છે. પ્રજા પણ એટલા માટે રાજકારણમાં વધુ રસ લે છે. અમેરિકા રશિયા, ચીન, સ્વિઝરલેન્ડ જેવા દેશોમાં સરેરાશ નાગરિક રાજકારણમાં જેટલો રસ લે છે તેનાથી ભારતનો સરેરાશ નાગરિક ઘણો વધુ રસ લે છે. સમૃદ્ધ દેશોમાં પ્રજાના આર્થિક પ્રશ્નો બહુ મોટા હોતા નથી, પ્રજા ખાધેપીધે સુખી હોય છે અને રહેવા માટે સારું ઘર હોય છે. જીવનની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાયેલી હોય છે એટલે રાજકારણમાં રસ લેવાની વૃત્તિ એકંદરે ઓછી હોય છે. ભારતનો નાગરિક રાજકારણમાં રસ લે છે કારણ કે એને આવતી કાલની ચિંતા છે. સત્તા પર આવેલી વ્યક્તિ તેને માટે શું કરી શકશે તે માટે તે આતુરતાથી રાહ જોઈને બેઠો હોય છે. તેને રાજકારણમાં રસ ન લેવો હોય તો પણ રાજદ્વારી ક્ષેત્રે પડેલી વ્યક્તિઓ તેને આશાનાં વચનો આપીને રસ લેતો કરે છે. સક્રિય રાજકારણમાં પડેલા માણસ માટે તેમાંથી જલદી નિવૃત્ત થવું સરળ નથી. ભારત જેવા વિશાળ દેશમાં ગ્રામપંચાયતના પ્રમુખસ્થાનથી વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ સુધીનાં ઘણાં બધાં સત્તાસ્થાનો હોવાથી, રાજકીય વ્યક્તિઓનો જલદી વાસના મોક્ષ થતો નથી. રાજકારણના પ્રવાહો વેગથી ૩૩૮ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #387 -------------------------------------------------------------------------- ________________ વહે છે. એથી માણસનો રાજકીય રસ જીવનના અંત સુધી સતત જીવંત રહે છે. સ્ટ્રેચરમાં જતાં જતાં કે હૉસ્પિટલના બિછાનેથી પણ સતત રાજક્રીય સંપર્કમાં રહેવાના પ્રયાસો કેટલાકે કર્યાના દાખલા છે. ચૂંટણીજંગમાં ઝુકાવનારા કોઈક ચૂંટણીમાં વિજય મેળવે છે, પરંતુ તેમ કરવામાં પરિશ્રમ એટલો બધો પડે છે કે તબિયત લથડી જાય છે. કોઈક મૃત્યુના મુખમાં ધકેલાઈ જાય છે. રાજકારણમાં ડાહ્યા, પીઢ, અનુભવી અને સ્વસ્થ માણસ વધુ સારું કામ કરી શકે છે. આ બધાં લક્ષણો મોટી ઉંમરે વિશેષ પ્રાપ્ત થાય છે. એટલે દુનિયાના ઘણા દેશોમાં રાજકારણમાં યુવાનો કરતાં પ્રૌઢ કે વૃદ્ધ માણસો ટોચના સ્થાને બિરાજે છે. આપણે ત્યાં ગાંધીજી, જવાહર, સ૨દા૨, રાજેન્દ્રબાબુ, રાધાકૃષ્ણન્ વગેરેએ સિત્તેરની ઉંમર વટાવ્યા પછી પણ ઘણું સંગીન કાર્ય કર્યું હતું. ચર્ચિલ, સ્ટેલિન, રૂઝવેલ્ટ, માઓ ત્સે તુંગ (માઓ ઝે દોંગ) વગેરે ઘણા વયોવૃદ્ધોનાં નામો સાંભળવા મળશે. ઘરડા માણસો રાજકારણમાં સારું કામ ન કરી શકે એવો કોઈ નિયમ નથી, અને વૃદ્ધ રાજકીય વ્યક્તિઓ જલદી રાજકારણ છોડી દે એવી એમની પ્રકૃતિ હોતી નથી. રશિયા, ચીન, યુરોપના કેટલાક દેશોમાં અત્યારે પણ ૭૫-૮૦ની ઉંમર વટાવી ચૂકેલા રાજદ્વારી પુરુષો સત્તાસ્થાને બિરાજતા હોય છે. ત્યાં સ્પર્ધા ઓછી હોય છે અને ચૂંટણીની પદ્ધતિ એવી હોય છે કે જેમાં વયોવૃદ્ધ માણસો જ આવાં સ્થાન પર આવી શકે. અપવાદરૂપ ક્યારેક નવા માણસો પણ એવું સ્થાન મેળવી જાય છે. પરંતુ એકંદરે આદરણીય સ્થાન આદરણીય વ્યક્તિને અપાતું હોવાથી વિવાદ ઓછો થાય છે. એવા નેતાઓને બહુ દોડધામ કરવાની હોતી નથી. ભારતમાં જેમ છાશવારે સમારંભોમાં હાજરી અપાય છે તેવી હાજરી આપવાની હોતી નથી કે ભારત જેવી જટિલ સમસ્યાઓ ત્યાં હોતી નથી કે સત્તાના દાવપેચ બહુ ખેલાતા નથી. એટલે અનુભવસમૃદ્ધ વયોવૃદ્ધ રાજદ્વારી નેતા એવા સ્થાનને સારી રીતે શોભાવી શકે છે. આમ છતાં વયોવૃદ્ધ નેતાઓ સત્તાના સ્થાન પરથી સ્વેચ્છાએ જલદી નિવૃત્ત થઈ રાજદ્વારી ક્ષેત્રે યુવાનોને વહેલું સ્થાન મેળવવા દે અને પોતે નિરીક્ષક, માર્ગદર્શક કે સલાહકાર તરીકે કામ કરે તો યુવાનોમાં નિરાશા કે નિર્વેદ બહુ વ્યાપે નહિ. ભારતમાં એની વિશેષ જરૂર છે. રાજાશાહીમાં રાજા નેવું વર્ષનો થયો હોય અને તેનો મોટો પુત્ર પાંસઠરાજકારણમાં નિવૃત્તિ * ૩૩૯ Page #388 -------------------------------------------------------------------------- ________________ સિત્તેરની ઉંમરે પહોંચવા આવ્યો હોય તો પણ તે રાજકુમાર કહેવાય ને રાજગાદી પર તેને બેસવા મળે નહિ. આવું જ્યારે થાય ત્યારે દીકરો એમ ઇચ્છે કે બાપ જલદી મરે તો સારું, જેથી પોતાને મરતાં પહેલાં રાજગાદી થોડોક વખત પણ ભોગવવા મળે. પ્રાચીન સમયમાં કેટલાક આદર્શવાદી રાજાઓ સમય થતાં રાજકુમારને ગાદીએ બેસાડી પોતે સંન્યસ્ત લઈ લેતા, અને વનમાં રહેવા ચાલ્યા જતા. સત્તા ભોગવ્યા પછી માણસને સત્તારહિત રહેવું ગમતું નથી. માણસને સત્તાનું પણ વ્યસન થઈ જાય છે. એટલે સત્તાસ્થાન પર વધુ સમય ચીટકી રહેવા માટે તે જબરો પુરુષાર્થ કરે છે. ક્યારેક સત્તા છોડવાની વાત તે કરે છે, પણ તેમાં માત્ર દંભ કે નાટક જ હોય છે, હૃદયની સાચી ઇચ્છા તેમાં હોતી નથી. વળી ભારતમાં તો સત્તાધીશોને ઠેર ઠેર ખૂબ માનપાન મળે છે અને છાપાં, રેડિયો-ટી. વી. વગેરે પ્રચારનાં માધ્યમો દ્વારા ખૂબ પ્રસિદ્ધિ મળે છે. એક વખત તેનો સુખદ અનુભવ ર્યા પછી સામાન્ય માણસ બનવું તેને ગમતું નથી. સત્તા પર હોય ત્યારે બે-પાંચ મિનિટની મુલાકાત માટે પણ કેટલાય લોકોની લાઈન લાગતી હોય અને સત્તા પરથી ઉતરી ગયા પછી મળવા માટે કોઈ ચકલું ફરકતું ન હોય અને સામેથી બધાનો સંપર્ક કરવો પડતો હોય ત્યારે તેને વસમું લાગે છે. એટલા માટે સત્તાસ્થાન પર બેસી રહેવાની તેમની લાલસા ઘણી પ્રબળ હોય છે. રાજકારણમાં પડેલા બધા જ માણસોને હૈયે ઊંડી દેશદાઝ હોય છે એમ નહીં કહી શકાય. કેટલાક માણસોનું ધ્યેય ઊંચામાં ઊંચું પદ મેળવીને પોતાની અંગત કારકિર્દીને સફળ બનાવવાનું હોય છે. એ પદ દ્વારા પછી લોકકલ્યાણ થાય તો પણ ભલે, અને ન થાય તો પણ ભલે. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા જ એમને મન સર્વોપરી હોય છે. કેટલાક નેતાઓના હૈયામાં લોકકલ્યાણની ઉત્કટ ભાવના પડેલી હોય છે. તેઓ લોકોની વચ્ચે રહીને પોતાનું સ્થાન મળ્યું તો ય ઠીક ને ન મળ્યું તો ય ઠીક એમ માનતા હોય છે. કેટલાકમાં લોકકલ્યાણની ભાવના અને અંગત મહત્ત્વાકાંક્ષાને તેઓ ઓછી પ્રગટ થવા દે છે. લોકસેવક હોવાનો દેખાવ તેઓ સારો કરી શકે છે. માત્ર અંગત મહત્ત્વાકાંક્ષાવાળા નેતાઓ કરતાં તેઓ વધુ ઇષ્ટ છે. પદ અને સત્તા દ્વારા પ્રજાકલ્યાણનાં કાર્યો ત્વરિત અને મોટા પાયા પર થઈ શકે છે એ સાચું, પરંતુ પ્રજાકલ્યાણનાં કાર્યો કરવા માટે સત્તાસ્થાન ૩૪૦ ૯ સાંપ્રત સમાજ-દર્શન Page #389 -------------------------------------------------------------------------- ________________ અનિવાર્ય નથી. ગાંધીજી, વિનોબા, જયપ્રકાશ, રવિશંકર મહારાજ વગેરે એના જ્વલંત ઉદાહરણ છે. એટલે દેશનેતાઓએ પ્રજાકલ્યાણની સાચી ભાવનાથી કાર્ય કરવું જોઈએ. વયોવૃદ્ધ રાજદ્વારી નેતાઓએ સત્તાસ્થાનેથી દૂર રહી, કોઈ સંસ્થા દ્વારા કે વૈયક્તિક ધોરણે લોકકલ્યાણનાં કાર્યો પાછળ પોતાની શક્તિ વિશેષણપણે ખર્ચવી જોઈએ. રાજકારણમાં યુવાનોને વહેલું અને વધુ સ્થાન મળે એ જરૂરી છે. યુવાનોએ પણ વયોવૃદ્ધ નેતાઓને ન ધિક્કારતાં વારંવાર તેમની સલાહ અને માર્ગદર્શન માટે જવું જોઈએ. યૌવનનાં ફુર્તિ, ઉત્સાહ, તરવરાટ, તમન્ના વગેરેની સાથે વૃદ્ધોના અનુભવ, ડહાપણ અને સ્વસ્થતાનો જો સમન્વય થાય તો પરસ્પર પ્રેમભર્યા સહકાર દ્વારા ઘણું સિદ્ધ કરી શકાય. (સાંપ્રત સહચિંતન-૨) રાજકારણમાં નિવૃત્તિ જ ૩૪૧ Page #390 -------------------------------------------------------------------------- ________________ ૪૩. વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ છેલ્લાં પચાસ વર્ષમાં સમગ્ર દુનિયાના રાજકારણે કંઈક નવાં જ પરિણામ ધારણ કર્યા છે. કોઈ પણ દેશ કે રાષ્ટ્ર ધારે તો પણ આખી દુનિયાથી હવે તદ્દન અલિપ્ત રહી શકે તેમ નથી. ઝડપી વિમાનવ્યવહારને લીધે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે લોકોની હેરફેર બહુ વધી ગઈ છે અને ટી. વી ના માધ્યમે આખા વિશ્વના સમાચાર તરત ઘરઆંગણે આપવાનું ચાલુ કર્યું છે. એથી વર્તમાન રાજકારણે નવું જ સ્વરૂપ ધારણ કર્યું છે. અને તેમાં કોઈ પણ રાજદ્વારી નેતા પોતાના વ્યક્તિગત હિતના વિચારમાંથી પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વના હિતના વિચાર સુધી કેટલો સચ્ચાઈપૂર્વક પહોંચી શકે છે તે પ્રમાણે તેની ઉચ્ચતાની ગણના થઈ શકે છે. રાજદ્વારી ક્ષેત્રે સત્તાધારી કે સત્તાકાંક્ષી સમર્થ વ્યક્તિઓ સત્તા માટેની પોતાની લાલસા માટે ભયંકર ઘોર પાપો કરતાં જરા પણ અચકાતી નથી એ વર્તમાન જગત માટે મોટી દુ:ખદ પરિસ્થિતિ છે. પક્ષીય રાજકારણમાં દુનિયાના કેટલાય રાજદ્વારી પક્ષો ગુપ્ત રીતે મોટાં હિંસાત્મક આંદોલનો જગાવે છે. પોતાના દેશના હિતને ખાતર વિશ્વની સમતુલા ખોરવવા માટે મોટાં રાષ્ટ્રો કેવા કેવા દાવપેચ ખેલે છે એનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે જાણે લાગે છે કે આ બધા સત્તાધીશોને મન મનુષ્ય એટલે માત્ર જંતુ કે રમતનું પ્યાદું છે. “પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે કેટલાક માણસોનો ભોગ લેવાઈ જાય તો તેથી થઈ શું ગયું ?' - એવી નિર્દય વિચારણા વિશ્વના રાજકારણમાં વધતી જાય છે. ઉચ્ચતર ૩૪૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન Page #391 -------------------------------------------------------------------------- ________________ સ્થાને બિરાજેલા સત્તાધીશ મનુષ્યો હિંસક પ્રાણીઓ કરતાં પણ કેટલા બધા હિંસક બની શકે છે, માનવને બદલે દાનવ બની શકે છે તે આવી ઘટનાઓ પરથી દેખાઈ આવે છે. રાજકારણમાં વ્યક્તિ અને નેતાગીરી સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. સમર્થ, ઉદાત્ત, સાધુચરિત વ્યક્તિ રાજકારણમાં નીતિરીતિનાં ઉચ્ચતમ ધોરણો સ્થાપિત કરી શકે છે અને વિશાળ માનવસમુદાયને પ્રજાકલ્યાણના સન્માર્ગે દોરી જઈ શકે છે. મહાત્મા ગાંધીજીએ એવું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. એવા મહાપુરુષો પોતાના પક્ષને સબળ બનાવે છે, રાષ્ટ્રહિતને અગ્રસ્થાન આપે છે અને સમસ્ત વિશ્વના કલ્યાણની ભાવનાને સર્વોપરી ગણે છે. વર્તમાન સમયમાં દુનિયાભરના ઘણા બધા દેશોમાં રાજકારણ ઘણી નિમ્ન કોટિએ પહોંચ્યું છે. સાધનશુદ્ધિની ભાવના ઓસરી ગઈ છે. સ્વાર્થ અને સત્તાલોલુપતા પ્રાધાન્ય ભોગવવા લાગ્યાં છે. સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, ધર્મ, સમાજસેવા ઇત્યાદિ જાહેર ક્ષેત્રોમાં પડેલી વ્યક્તિ કરતાં રાજકારણમાં પડેલી વ્યક્તિની તાસીર જ કંઈક જુદી હોય છે અથવા પાછળથી જુદી થઈ જાય છે. અન્ય ક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલી વ્યક્તિઓની પ્રતિભા અને નીતિરીતિ પણ પલટાઈ જાય છે. જે ફરસને કહ્યું છે તેમ, “Whenenver a man has cast a longing eye on offices, a rottenness begins in his conduct.' અન્ય ક્ષેત્રો કરતાં રાજકારણમાં અસત્યનો આશ્રય વધુ લેવાય છે. સત્યનિષ્ઠ, પ્રામાણિક માણસોને સજકારણમાંથી પીછેહઠ કરવી પડે છે. એવા સાચા માણસોને બીજાં કુટિલ તત્ત્વો ફાવવા દેતાં નથી. તેવા માણસો છેવટે કંટાળીને, થાકીને, નિર્વેદ પામીને રાજકારણમાંથી નીકળી જાય છે. અસત્યની સાથે નિંદાનું તત્ત્વ પણ ઘટનાઓને વિચિત્ર વળાંક આપવામાં મહત્ત્વનું કામ કરી જાય છે. સાચી-ખોટી અફવાઓ લોકોને અને નેતાઓને ભ્રમિત કરી નાખે છે. એમાં અખબારો અને અન્ય માધ્યમો પણ પાછાં પડે એવાં નથી. પ્રેમ અને સુમેળથી કામ કરતાં સર્વોચ્ચ સત્તાધીશો વચ્ચે અણબનાવ કરાવવા માટે સ્વપક્ષના કે વિરોધ પક્ષના માણસો પણ ખોટી નિંદાકુથલી ઊભી કરીને ફાટફૂટ પડાવે છે, રાજી થાય છે અને તકનો લાભ લેવા મથામણ કરે છે. વ્યક્તિ કરતાં પક્ષનું હિત મહત્ત્વનું છે, પરંતુ આવા લોકો પોતાના સત્તાસ્વાર્થ માટે પક્ષમાં પણ ભંગાણ પડાવે છે. Rule કરવા ન મળે તો Ruin કરવા તેઓ તૈયાર જ હોય છે. વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ * ૩૪૩ Page #392 -------------------------------------------------------------------------- ________________ લોકશાહી એટલે બધું જ જાહેર એ સાચું અને જરૂરી પણ છે, પરંતુ લોકશાહીમાં પણ કેટલીક વસ્તુઓ ગુપ્ત રહે એ પ્રજાના હિતમાં છે. દેશના સંરક્ષણની દૃષ્ટિએ કેટલીક માહિતી રાષ્ટ્રની થોડીક વ્યક્તિઓની જાણમાં જ રહે એ અનિવાર્ય છે. પરંતુ છાપાંવાળાઓ મુલાકાતો લઈ-લઈને, તરેહતરોના પ્રશ્નો પૂછીને, લલચાવનારી દરખાસ્તો મૂકીને, રાજકારણમાં પડેલી વ્યક્તિ પાસે ન બોલવા જેવું બોલાવી દે છે. છાપાંઓમાં છાપે છે અને વાતને ચકડોળે ચડાવે છે. જેમ વ્યક્તિ ઉચ્ચ સ્થાને તેમ એના શબ્દોના પ્રત્યાઘાતો ઘણે દૂર સુધી પડે છે. એક શબ્દ આડોઅવળો બોલાયો તો રામાયણ થઈ જાય. ગાંધીજીએ તોળીતોલીને, માપીમાપીને શબ્દો બોલવાની કળા સારી રીતે સિદ્ધ કરી હતી. ચતુર અને પાકા અંગ્રેજો સાથે એમણે ક્યારેય એવી ગફલત કરી નહોતી. મિતભાષીપણું એ ઉચ્ચતમ નેતાઓનો સદ્દગુણ છે. વાતે વાતે પત્રકારો પાસે દોડી જવાની કે મુલાકાતો આપવાની નીતિ કોઈ પણ રાષ્ટ્રના સત્તાધારી મહાનુભવો માટે યોગ્ય ન ગણાય. માત્ર વિદેશના પત્રકારો જ નહિ, ખુદ ભારતના પણ કેટલાક પત્રકારો સ્ટોરી' ચમકાવીને જશ ખાટી જવાના રસિયા હોય છે. એથી દેશને ભોગવવા પડતાં માઠાં પરિણામોની એમને પડી હોતી નથી. દરેક વ્યક્તિમાં કેટલાક ઉત્તમ સગુણો અને કેટલાક સ્થૂલ કે સૂક્ષ્મ અવગુણો હોય છે. મનુષ્યની પ્રવૃત્તિઓ સામાન્ય રીતે સ્વાર્થમૂલક હોય છે. પોતે અને પોતાના કુટુંબના સભ્યોની સુખાકારી માટે કમાવાની પ્રવૃત્તિ એ તેની મુખ્ય પ્રવૃત્તિ બની રહે છે. પોતાનું ગુજરાન સારી રીતે ચાલી શકે એટલી કે એથી વધુ આજીવિકા અને સંપત્તિ હોય અને પોતાની પાસે ફુરસદનો સમય હોય ત્યારે એવી કેટલીક વ્યક્તિ સાચા દિલથી કે પ્રસિદ્ધિ વગેરેના આશયથી સમાજોપયોગી કાર્યો કરવા માટે નીકળે છે. કેટલીક વ્યક્તિઓ પોતાના અંગત સુખોના ભોગે પણ સમાજ કલ્યાણનાં કાર્યો કરવા કે રાજકારણમાં ભાગ લેવા નીકળી પડે છે. ક્યારેક લોકકલ્યાણની સાચી નિષ્ઠાભરી ભાવનાથી પ્રેરાઈને એવું કાર્ય તે કરે છે, તો ક્યારેક પોતાનો સમય પસાર કરવા માટે કે સેવાના બદલામાં યશ, સત્તા, મોટાઈ વગેરે મેળવવા માટે તે તેમાં જોડાય છે. ક્યારેક માત્ર પોતાના અહમને પોષવા માટે જ તે આવાં લોકકલ્યાણનાં કાર્યોની પ્રવૃત્તિ ઉપાડે છે. તેના હૈયામાં લોકકલ્યાણની જરાસરખી પણ ભાવના હોતી નથી. લોકોની દુઃખમય પરિસ્થિતિ નિહાળીને તેનું હૃદય કરુણાથી ક્યારેય આર્દ્ર બન્યું નથી હોતું. અન્ય લોકો માટેનું કામ કરતાં કરતાં માણસનાં શક્તિ, આવડત ૩૪૪ સાંપ્રત સમાજ-દર્શન Page #393 -------------------------------------------------------------------------- ________________ પ્રતિભા જેમ જેમ ખીલે તેમ તેમ તેનું કાર્યક્ષેત્ર વિસ્તરતું જાય છે. એવી શક્તિસંપન્ન તેજસ્વી વ્યક્તિને લોકો મોટાં કાર્યક્ષેત્રોમાં લઈ જઈને સત્તાના ઉચ્ચ સ્થાને બેસાડે છે. જેમ સત્તાનું સ્થાન મોટું તેમ તેના ઉપર આવેલા માણસની પ્રસિદ્ધિ મોટી. કેટલીક વાર પદ દ્વારા વ્યક્તિ શોભે છે. કેટલીક વાર વ્યક્તિ દ્વારા પદ શોભે છે અને કેટલીક વાર વ્યક્તિ અને પદ અન્યોન્યને શોભાવે છે. જ્યારે સમર્થ વ્યક્તિને એક અથવા અન્ય કારણે મોટું પદ મળતું નથી તો તેવી વ્યક્તિની પ્રસિદ્ધિ સીમિત બની રહે છે. અન્ય પક્ષે, ખોટી વ્યક્તિને મોટું પદ મળી જાય તો તે અચાનક ખ્યાતનામ બની જાય છે, પછી ભલે પાછળથી તે નિષ્ફળ નીવડે. આધુનિક સમય લોકમાધ્યમો દ્વારા પ્રચારનો છે. આપણા દેશમાં નગરકક્ષાએ, રાજ્યકક્ષાએ અને કેન્દ્રકકક્ષાએ સત્તાનાં અનેક સ્થાનો છે. કોઈ વ્યક્તિ કોઈ એક રાજ્યના શહેરની નગરપાલિકામાં સારું કામ કરતી હોય તે વ્યક્તિને અચાનક જો રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળી જાય છે તો તે રાતોરાત આખા રાજ્યમાં સુપ્રસિદ્ધ બની જાય છે. તેવી રીતે કેન્દ્રના પ્રધાનમંડળમાં સ્થાન મળતાં આખા દેશના નેતા તરીકે સ્વીકારાઈ જાય છે. ચૂંટણીમાં જે જીતી જાય છે અને પ્રધાનમંડળમાં જેને સ્થાન મળે છે તેવી વ્યક્તિ લોકોને બહુ મોટી લાગવા માંડે છે. વસ્તુત: એના કરતાં ઘણી વધુ સમર્થ અને વધુ તેજસ્વી વ્યક્તિઓ તે જ નગરમાં કે તે જ રાજ્યમાં હોય છે; પણ જેને પદ મેળવવાની તક મળે છે તે વ્યક્તિ અચાનક લોકોના આદરને પાત્ર બની જાય છે. આમ પણ ભારતમાં સત્તાધારી વ્યક્તિઓ તરફ લોકોનું ઘેલછાભર્યું આકર્ષણ બહુ રહ્યા કર્યું છે. સત્તાધારી વ્યક્તિના સંપર્ક માટે કેટલાક સાધુસંતોમાં પણ ઘણી મોટી લાલસા રહેલી હોય છે. કેટલાક સાધુ-સંતો પ્રધાનો સાથે ફોટા પડાવી બહુ રાજી થઈ જાય છે એ દુઃખની વાત છે. પ્રસિદ્ધિ એ પણ એક પ્રકારનો નશો છે. તે જીરવવો એ સહેલી વાત નથી. સાધુસંતો પણ તેમાં અપવાદરૂપ નથી. સત્તાસ્થાનો ઓછાં હોય અને તે મેળવવાની દોડમાં અનેક વ્યક્તિઓ પડેલી હોય ત્યારે તે મેળવવા માટે સ્પર્ધા થાય છે. તે માટે અનેક વ્યક્તિઓ કુટિલ રીતિનીતિ અપનાવે છે, મોટા માણસોની પગચંપી ચાલુ કરે છે, પક્ષો બદલે છે, કાવાદાવા કરે છે, જૂઠાણાં ફેલાવે છે. એવી રીતે ફાવી ગયેલી ઘણી વ્યક્તિઓ કશુંય કામ કર્યા વગર માત્ર સત્તાસ્થાન ભોગવે છે. ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા બધા જ સભ્યો રાજ્યના કારભારની વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ જ ૩૪૫ Page #394 -------------------------------------------------------------------------- ________________ બધી જ બાબતોનો અભ્યાસ કરી રસપૂર્વક તેમાં સક્રિય ભાગ લે છે એવું નથી હોતું. કેટલાયે સભ્યો ભથ્થો મેળવવામાં, હકથી મળતી સગવડો ભોગવવામાં નવી નવી ઓળખાણો કરવામાં, નવા સંબંધો બાંધવામાં, મિત્રો, સગાસંબંધીઓનાં સાચાં-ખોટાં કામ જલદી કરાવી આપવામાં પોતાના પદનો ઉપયોગ કરે છે. જેમાં રાજ્યની ધારાસભા માટે કહી શકીએ તેમ કેન્દ્ર સરકારની લોકસભા માટે પણ કહી શકાય. વ્યક્તિ જે પ્રદેશમાંથી ચૂંટાઈ આવેલી હોય ત્યાં તે ભલે બહુ જ લોકપ્રિય હોય, પરંતુ લોકસભામાં બેસવા જેટલી ઊંચી, સમર્થ પ્રતિભા તેની પાસે નથી હોતી. આખા રાષ્ટ્રના પ્રશ્નો વિશે વિચારવાનું તેનું ગજું નથી હોતું. જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલી અને લોકસભાના સભ્ય બનેલી એવી કેટલીય વ્યક્તિઓના ચહેરા ઉપર મોટું પદ મળી જવાને કારણે કદાચ કેટલુંક કૃત્રિમ તેજ દેખાશે, પરંતુ એવી વ્યક્તિઓ પણ ભાડભથ્થાં મેળવવામાં, સંબંધો બાંધવામાં, સમિતિઓ અને સરકારી કમિશનોમાં સભ્ય તરીકે ઘૂસી જવા માટે પ્રયત્ન કરવામાં, મિત્રો-સંબંધીઓમાં સાચાં-ખોટાં કામ, પોતાને મળેલી લાગવગ વાપરીને કરાવી આપવામાં પ્રયત્નશીલ રહે છે. દેશના સળગતા પ્રશ્નોમાં તેને રસ નથી. એવો એમનો અભ્યાસ પણ નથી હોતો. રસ અને અભ્યાસ હોય તો પણ પોતાનો સ્વતંત્ર મત વ્યક્ત કરવાની બાબતમાં એને પક્ષની શિસ્તની મર્યાદામાં રહેવું પડે છે. પરિણામે પાર્લામેન્ટમાં ઘણા વિષયોની ચર્ચામાં કેટલીક વાર કોરમ કરતાં પણ ઓછા સભ્યોની હાજરી રહ્યા કરે છે. મતદાન થવાનું હોય અને પક્ષનો આદેશ હોય ત્યારે ફરજિયાત હાજરી આપવાનું બને છે. નહિ તો પાર્લામેન્ટના પણ ઘણાખરા સભ્યોને દેશના હિતના પ્રશ્નોની ચર્ચામાં રસ હોતો નથી. દેશના વિભિન્ન ભાગોમાંથી ચૂંટાઈને દિલ્હીમાં બેઠેલા એવા કેટલાક સભ્યોને જ્યારે જોઈએ છીએ ત્યારે લાગે છે કે એમનું સ્થાન એમના જિલ્લામાં જ બરાબર છે. અહીં તો તેઓ અજાણ્યા ક્ષેત્રમાં આવી પડેલા અસમર્થ, તેજહીન Misfit જેવા લાગતા હોય છે. કેટલાક તો આવા મોટા ક્ષેત્રમાં આવીને લઘુતાગ્રંથિ અનુભવતા હોય છે. આપણા દેશમાંથી રાજાશાહી નાબૂદ થઈ. પરંતુ લોકશાહીના નામે ધોળા હાથીઓ ઊંચા સ્થાને બેસી ગયા છે. એનો આર્થિક બોજો સમગ્ર રાષ્ટ્રને ઉઠાવવો પડે છે તે તો ખરું, પરંતુ આવા નવરા લોકો અનેક ખટપટો કરીને દેશનું નખ્ખોદ વળાવે છે એ નુકસાન પણ જેવું તેવું નથી. ભારતમાં લોકશાહી છે. એંસી કરોડ જેટલી જનતાનું રાષ્ટ્ર લોકશાહી ૩૪૬ * સાંપ્રત સમાજ-દર્શન Page #395 -------------------------------------------------------------------------- ________________ ઢબે ચાલે છે. આખી દુનિયામાં મોટામાં મોટી લોકશાહીની દૃષ્ટિએ એ અપૂર્વ સિદ્ધિ છે પરંતુ લોકશાહી એ સંપૂર્ણ રાજ્યવ્યવસ્થા નથી. અન્ય કેટલાક પ્રકારની રાજ્યવ્યવસ્થા કરતાં આ રાજ્યવ્યવસ્થા વધુ સારી છે. જેમ પ્રજા વધુ સુશિક્ષિત, સાધનસંપન્ન, પ્રામાણિક, હિતાહિતનો વિચાર કરવાની શક્તિવાળી તેમ લોકતંત્ર વધુ કામિયાબ નીવડે. જેમ પ્રજામાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધારે તેમ લોકશાહીમાં અપ્રામાણિકતાનું અને નિષ્ઠાના અભાવનું તત્ત્વ વધુ પ્રમાણમાં રહ્યા કરે. ભારતમાં તો જુદા જુદા ધર્મોના, ભાષાઓના અને પ્રદેશોના પ્રશ્નો છે, જે લોકશાહીને વારંવાર કચડી નાખે છે. આ બધું ઓછું હોય તેમ ભારતમાં રાજદ્વારી પક્ષો પણ ઘણા બધા છે. એટલે ભારતની લોકશાહીનાં ચીર ખેંચવાવાળાં પરિબળો ઘણાં બધાં છે. પરંતુ ચીર પૂરવાની શક્તિ ધરાવનાર મહાન નેતાઓ દેખાતા નથી. લોકશાહીમાં રાજદ્વારી પક્ષ વગર ચાલે નહિ અને પક્ષ પ્રત્યેની વફાદારી દરેક વખતે દેશના હિતમાં જ હોય છે એવું નથી. કેટલાક રાજદ્વારી નેતાઓ પક્ષના સ્વાર્થને જેટલું મહત્ત્વ આપે છે તેટલું રાષ્ટ્રહિત એમના હૈયે હોતું નથી. “દેશનું જે થવાનું હોય તે થાય, અમારો પક્ષ મજબૂત બનવો જોઈએ' - એવી સંકુચિત ભાવના તેમનામાં પ્રબળ હોય છે. લોકશાહીમાં વિભિન્ન પક્ષો અને પક્ષીય રાજકારણ મહત્ત્વનો ભાગ ભજવે છે. લોકશાહીમાં વાણીસ્વાતંત્ર્ય હોવાથી મહત્ત્વના પ્રશ્નો વિશે વિભિન્ન મત પ્રવર્તે એ સ્વાભાવિક અને જરૂરી છે. એકસરખી વિચારસરણી ધરાવનાર લોકોના જૂથમાંથી પક્ષની રચના થાય છે. જો પક્ષને સમર્થ અને સંનિષ્ઠ નેતાગીરી સાંપડી રહે તો પક્ષ વૃદ્ધિ પામે છે. કાળક્રમે તે બહુમતી પક્ષ બની શકે છે. લોકશાહીમાં વિરોધ પક્ષનું કાર્ય અને કર્તવ્ય સરકારને સતત જાગૃત રાખવાનું અને એની ભૂલો બતાવવાનું છે. સરકાર જો ગેરમાર્ગે જતી હોય તો લોકમત કેળવીને વિરોધ પક્ષો સરકારને પરાજિત કરી શકે છે અને પોતે સત્તાસ્થાને આવી શકે છે. કેટલાક લોકશાહી દેશમાં મુખ્ય બે જ પક્ષ હોય છે અને તે બેમાંથી કોઈ પણ એક સત્તારૂઢ બને છે. ભારતમાં લોકશાહી છે અને ભારતીય બંધારણમાં દુનિયાનાં બધાં બંધારણોમાંથી શક્ય એટલાં શુભ લક્ષણોનો સમન્વય કરવામાં આવ્યો છે. એ એના ગુણપક્ષે છે, તો બીજી બાજુ વ્યવહારમાં એ કેટલેક અંશે એના દોષપક્ષે પણ છે, કારણ કે ભારતમાં ઘણા બધા લોકો અશિક્ષિત છે, ઘણા વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ - ૩૪૭ Page #396 -------------------------------------------------------------------------- ________________ લોકોમાં સાચી સમજદારીનો અભાવ છે, ઘણા બધા લોકો ગરીબ કે બેકાર છે; ભારતમાં ઘણી બધી ભાષાઓ છે અને ઘણા બધા ધર્મો છે. એને કારણે ભારતમાં એક સમર્થ વિરોધ પક્ષ હોવાને બદલે નાના નાના ઘણા બધા પક્ષો રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે રહ્યા કર્યા છે. એથી આટલી મોટી લોકશાહી હોવા છતાં ભારતમાં લોકશાહી તંત્ર જેટલું સંતોષકારક રીતે ચાલવું જોઈએ તેટલું ચાલતું નથી. ભારતના લોકતંત્રમાં અસ્થિરતા અને અરાજકતાનો પાર નથી. ભારતની લોકશાહી એને પોષાય તે કરતાં ઘણી વધુ ખર્ચાળ નીવડી છે. આ બધાનાં દુષ્પરિણામો વખતોવખત પ્રજાને ભોગવવાં પડે છે. પક્ષ પ્રત્યેની વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી વચ્ચે સંઘર્ષ ન થાય એવું નથી. કેટલીક વાર રાજદ્વારી નેતાઓ પોતાના પક્ષ પ્રત્યે વફાદાર રહે છે, પરંતુ એ વફાદારી રાષ્ટ્રના હિતને પોષક ન હોય એવું બને છે. કેટલાક પક્ષના નેતાઓ સત્તા માટેની પોતાની આકાંક્ષા સિવાય બીજા કશાને વરેલા હોતા નથી. સત્તારૂઢ પક્ષનાં કાર્યોમાંથી દૂધના પોરા કાઢવા અને હોબાળો મચાવવો એ સિવાય એમનું વિશેષ લક્ષ હોતું નથી. પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા માટે લોકોમાં ભાગલા પડાવવા કે દુશ્મનાવટ ઊભી કરવા તેઓ તૈયાર થઈ જાય છે. નિત્શેએ કહ્યું છે : ‘A politician divides mankind into two classes: tools and enemies; that means he knows only one class. i. e. enemies.' આખા દેશનું ભાવિ જોખમાતું હોય તો પણ તેવું જોખમ ખેડવા સત્તાલાલચુ રાજદ્વારી પુરુષો તૈયાર થઈ જાય છે. લોકશાહીમાં સારો, સાચો અને સંનિષ્ઠ પક્ષ તો તે જ છે કે જે પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે પોતાના નેતાઓની સત્તા માટેની મહત્ત્વાકાંક્ષાને સંતોષવા માટે રાષ્ટ્રના હિતને નુકસાન થાય એવું કોઈ કાર્ય કરવા ન દે. પરંતુ એમ થવું સરળ નથી, કારણ કે મનુષ્યની બુદ્ધિ એટલી ખીલેલી હોય છે કે પોતાનાં અપકૃત્યોને પણ રાષ્ટ્રના હિત માટે કરેલાં સત્કાર્યો તરીકે જોરશોરથી તે ખપાવી કે ઠસાવી શકે છે, પોતાનાં તમામ કર્યોને ન્યાયયુક્ત ઠરાવવાનો પ્રયાસ બધા જ પક્ષો કરી શકે છે. પરંતુ છેવટે તેનાં પરિણામો તેને જ ભોગવવાં પડે છે. એક ચિંતકે કહ્યું છે કે, 'All political parties parties die at last swallowing their own lies.' ભારતની લોકશાહીનું એક સૌથી વરવું લક્ષણ તે હિંસાત્મક આંદોલન ૩૪૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #397 -------------------------------------------------------------------------- ________________ છે. નાની વાતે તોફાનો મચાવવાં, હુલ્લડો કરાવવાં, સરકારી માલમિલકતને નુકસાન પહોંચાડવું, અનેક નિર્દોષ માણસોના જાન જાય એવાં કાર્યો કરાવવાં તે છે. પ્રજામાં સરકારની ખરાબ છાપ ઊભી કરવા માટે અને લોકોની નજ૨માં સ૨કા૨ને નીચી ઉતારી પાડવા માટે આ એક જ કારગત દાવપેચ છે એવી કુટિલ અને કુત્સિત અંગત માન્યતા ભારતના કેટલાક રાજદ્વારી પુરુષોની છે. આ આપણું મોટું દુર્ભાગ્ય છે. આવડા મોટા દેશમાં તોફાનો માટે નિમિત્તો શોધવા જવાં પડે તેમ નથી. યુનિવર્સિટીમાં પરીક્ષા લેવી કે ન લેવી, બસનું ભાડું વધારવું કે ન વધારવું કે એવા બીજા કોઈ પણ પ્રકારના નજીવા પ્રશ્નો ઉ૫૨ મોટાં હિંસાત્મક આંદોલનો જગાવતી વખતે વિરોધ પક્ષનું લક્ષ સ૨કા૨ને બદનામ કરવા સિવાય બીજું નુકસાન પહોંચે છે. જાણી-જોઈને ટ્રેનના અકસ્માતો કે બોમ્બ-વિસ્ફોટ વગેરે દ્વારા અનેક નિર્દોષ માણસોના જાન જાય છે. બીજી બાજુ સત્તારૂઢ પક્ષ પણ નાની વાતે હઠ પકડીને બેસી જાય છે, પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે છે. અને છેવટે વાત જ્યારે વકરી જાય છે ત્યારે જ તેની આંખ ઊઘડે છે. છેલ્લા દોઢ-બે દાયકામાં સત્તારૂઢ પક્ષો તરફથી કે વિરોધ પક્ષો તરફથી રાજ્યોમાં કેન્દ્ર સરકારમાં ડહાપણભરી અને નિષ્ઠાભરી ઊંચી નેતાગીરી પ્રમાણમાં આપણને ઘણી ઓછી સાંપડી છે એ આપણું દુર્દેવ છે. પોતાના રાષ્ટ્રના સર્વોચ્ચ સત્તાસ્થાને આવેલા દુનિયાના રાજદ્વારી નેતાઓમાંના લગભગ બધા જ પોતાના રાષ્ટ્ર સિવાય બીજા રાષ્ટ્રના લોકોના કલ્યાણનો વિચાર ઓછો કરે છે. પોતાના રાષ્ટ્રનો સ્વાર્થ એ સૌથી મહત્ત્વની વસ્તુ આજે બની ગઈ છે. પોતાના રાષ્ટ્રમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને પોતાના રાષ્ટ્રની આર્થિક સમૃદ્ધિ વધતી રહે એટલા માટે પાડોશી રાજ્યોમાં અને દૂર દૂરનાં રાષ્ટ્રોમાં પણ એક નહિ તો બીજા નિમિત્તે હોળી સળગતી રહે એ માટે મોટી સત્તાઓના દાવપેચ સતત ચાલ્યા કરે છે. જો જાગૃત ન રહીએ તો પોતાના રાષ્ટ્ર ઉપર બહારથી આક્રમણ કે આફતનો ભય રહ્યા કરે છે. ‘આપણા ઘરમાં શાંતિ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પાડોશીના ઘરમાં અશાંતિ છે' એ સૂત્ર કંઈક અંશે વ્યવહારુ હોય તો પણ મલિન વૃત્તિનું છે. પોતાના રાષ્ટ્રના હિતને ખાતર દુનિયાના અનેક દેશોને બરબાદ કરવા તરફ મોટાં બળવાન રાષ્ટ્રોનું લક્ષ્ય રહ્યા કરે છે. વિશ્વના ભાવિની દૃષ્ટિએ આ એક મોટું અશુભ લક્ષણ ગણાય. પોતાની શસ્ત્રશક્તિના પ્રભાવે અનેક રાષ્ટ્રોમાં પોતાના ગુપ્ત એજન્ટો દ્વારા કંઈક વ્યક્તિ, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ * ૩૪૯ – Page #398 -------------------------------------------------------------------------- ________________ ને કંઈક પ્રશ્નો તેઓ સળગાવતા જ રહે છે. પોતાને આજ્ઞાંક્તિ રહે ને પોતાની શોષણખોરીની નીતિને ફાવવા દે એવી નેતાગીરીને તે તે દેશોમાં સત્તા પર લાવવા માટે તેમની સતત ચાલબાજી રહ્યા કરે છે. વિશ્વશાંતિ અને વિશ્વસમૃદ્ધિ માટે યુનાઇટેડ નેશન્સ જેવી મહાન સંસ્થાની સ્થાપના થઈ, પરંતુ એના ઉપર પણ પોતાનું આધિપત્ય જમાવીને તથા વિશેષાધિકારો મેળવીને એ સંસ્થાને પણ તેઓએ માત્ર નામની, શોભાની બનાવી દીધી છે. વિશ્વની સમસ્યાઓ ઉકેલવામાં યુનાઈટેડ નેશન્સનો આરંભમાં જેટલો સક્રિય ફાળો રહ્યો હતો તેટલો હવે રહ્યો નથી. સમગ્ર વિશ્વને તો એ જ નેતાઓ શાંતિમય અને સુખમય બનાવી શકે કે જેનાં હૈયે પોતાના રાષ્ટ્રના હિતના વિચારથી આગળ વધીને જગતના અન્ય દેશોના ગરીબ, દલિત, કચડાયેલા લોકોના કલ્યાણને માટે શુભ ચિંતા રહ્યા કરે. માનવ માત્ર પ્રત્યે અંતરમાં કરુણાના સાચા ભાવ વિના આવી ઉત્તમ નેતાગીરી જગતનાં રાષ્ટ્રોને સાંપડી ન શકે. ભાષાભેદ, રંગભેદ, સંસ્કારભેદ, વર્ગભેદ, પ્રકૃતિભેદ જેવા અનેક ભેદોથી જેઓ પ૨ થઈ ગયા હોય અને સમસ્ત માનવજાતના કલ્યાણનું અહોરાત્ર ચિંતન જેઓ કરતા હોય તેઓ જ આખા વિશ્વને કલ્યાણકારી નેતાગીરી આપી શકે. પરંતુ સત્તાનું ક્ષેત્ર જ એવું કુટિલ છે કે આવી સરળ, સંનિષ્ઠ નેતાગીરીને કોઈ ફાવવા ન દે. અન્ય પક્ષે જેમના હૈયે આવી કરુણા વસેલી છે તેઓ તો સત્તાથી દૂર રહેવા જ ઇચ્છે છે. આલબેર કેમૂએ કહ્યું છે, “Politics and the fate of mankind are shaped by men withot ideals and withourt greatness, Men who have greatness within them do not go in for politics.' જગતના મહાન ધર્માચાર્યો માનવ-માનવ વચ્ચેની ભેદરેખાઓને ઓળંગી જઈને વિશ્વકલ્યાણનું સર્વોત્તમ કાર્ય કરી શકે છે. રાજ્યસત્તા કરતાં સાચી ધર્મસત્તા જ્યારે બળવાન બને છે ત્યારે આવો સુવર્ણયુગ વિશ્વમાં પ્રસરી રહે છે. પરંતુ વિશ્વનું સ્વરૂપ એવું છે કે આવો સુવર્ણયુગ જલદી આવતો નથી અને આવ્યા પછી કાયમને માટે ટકી શકતો નથી. (સાંપ્રત સહચિંતન-૨) ૩૫૦ જ સાંપ્રત સમાજ-દર્શન Page #399 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી અયોધ્યાની બાબરી મસ્જિદની ઘટનાને દેશ-વિદેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. આગ અને ખૂનના અનેક કિસ્સાઓ મુંબઈ, સુરત, અમદાવાદ અને બીજાં ઘણાં શહેરોમાં બન્યા. પાડે પાડા લડે અને ઝાડનો ખો થાય એના જેવી સ્થિતિ ભારતમાં રાજદ્વારી ક્ષેત્રે, ધર્મના ક્ષેત્રે સર્જાઈ. અમુક વર્ગના લોકોની પ્રબળ ધર્મભાવનાના પરિણામ તરીકે એને ઘટાડવા કરતાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના સત્તાસંઘર્ષનું જ એ સવિશેષ પરિણામ હતું એમ કહી શકાય. એક ધ્યેય હાંસલ કરવા માટે સેંકડો, હજારો નિર્દોષ લોકોના પ્રાણની અકારણ આહુતિ અપાઈ. ધર્મનો ઝંડો લઈને ફરનાર કેટલાક રાજદ્વારી પુરુષો હેયે તદ્દન નિષ્ફર હોય છે. નબળો સત્તાધારી પક્ષ હોય, નબળી મધ્યમ કક્ષાની ધૃષ્ટ નેતાગીરી હોય ત્યારે અહિંસક રીતે, પ્રેમભર્યા નિખાલસ વાતાવરણમાં પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. સંકુચિત, દુષ્ટ પરિબળો જોર પકડે છે, વ્યાપે છે અને પ્રજા લાચાર થઈને જોયા કરે છે. સામાજિક નેતાગીરી પણ એટલી નિર્બળ અને સ્વાર્થી હોય છે કે તે રાજદ્વારી નેતાગીરીની સાથે થવાની નૈતિક હિંમત ખોઈ બેસે છે અથવા તેનું કાંઈ ઊપજતું નથી. જ્યારે માતૃભૂમિના હિત કરતાં પક્ષીય રાજકારણનો સ્વાર્થ ચડી જાય છે ત્યારે માતૃભૂમિને દેશભક્તિના નામે જ નુકસાન થાય છે. એક ચિંતકે કહ્યું છે કે : પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી = ૩૫૧ Page #400 -------------------------------------------------------------------------- ________________ The best party is but a kind of conspiracy against the rest of the nation. ભારતમાં લોકશાહી છે. દુનિયાની તે મોટામાં મોટી લોકશાહી છે. એના અનેક લાભ પણ છે, પરંતુ ભાષા, વર્ણ, ધર્મ અને પ્રાદેશિક ભેદોનો ઘણા બધા પ્રશ્નો ભારતમાં છે. અશિક્ષિત અને ગરીબ લોકોનું પ્રમાણ એટલું મોટું છે કે લોકશાહીનાં ધોરણોને તે નીચે પાડ્યા વગર રહે નહિ, એમાં પણ રાજદ્વારી પક્ષો જ્યારે હિન આચરણ કરતાં અચકાતા નથી, અને હિંસાનો આશ્રય લે છે ત્યારે તો શરમથી માથું ઝૂકે છે. લોકશાહી માટેનું ગૌરવ ઓસરી જાય છે. સત્તાકાંક્ષી લઘુમતી પક્ષો સત્તાધારી પક્ષ માટે પ્રશ્નો, ઉપદ્રવો ઊભા કરવામાં શૂરા હોય છે. કહેવાય છે કે - The three qualifications of a political party are to stick to nothing, to delight in flinging dirt and to slander in the dark by guess. અયોધ્યાની ઘટના પછી એના પ્રત્યાઘાત રૂપે કોમી રમખાણોની ઘટનાઓ ભારતમાં પાકિસ્તાન અને બાંગલાદેશમાં ઉપરાંત હેઠ ઇંગ્લેન્ડમાં બની. એક ઘટનાનો પ્રત્યાઘાત કેટલે દૂર સુધી કેટલા વ્યાપક પ્રમાણમાં અને કેટલા લાંબા સમય સુધી પડી શકે છે અને સ્થળ તથા સૂક્ષ્મ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે એ આવે પ્રસંગે જોઈ શકાય છે. ધર્માન્જતા, સ્વાર્થ, અન્યાય, અથવા અન્યાયનો પ્રતિકાર, વેરભાવ વગેરે દુષ્ટ તત્ત્વો મનુષ્યના ચિત્ત ઉપર જ્યારે સવાર થઈ જાય છે ત્યારે સંહારલીલા વ્યાપક બની જાય છે. માનવજાતિ જ્યારે ડહાપણ ગુમાવી દે છે ત્યારે તે સુખશાંતિ અને સમૃદ્ધિમાંથી કેટલાંક કદમ પીછેહઠ કરે છે. વર્ણ, જાતિ ભાષા કે પ્રાદેશિક અસ્મિતા માટે થયેલાં રમખાણો કે યુદ્ધો કરતાં ધર્મના પ્રશ્ન વધુ રમખાણો કે યુદ્ધ થાય છે કારણ કે ધર્મનું ક્ષેત્ર જ અત્યંત સંવેદનશીલ છે અને ધાર્મિક નેતાઓની ઉશ્કેરણી લોકોને ઝનૂની બનાવી દે છે. એવું નથી કે દરેક વખતે બે ધર્મના લોકો વચ્ચે જ અથડામણ થાય. એક જ ધર્મની બે શાખા કે વિશાખાના લોકો વચ્ચે પણ અથડામણ થાય છે. કોઈ એક ધર્મની એક નાની શાખાનાં જુદાં જુદાં મંડળો વચ્ચે પણ અથડામણો થાય છે. ઇતિહાસમાં એવા ઘણા દાખલા નોંધાયા છે. વળી એવું પણ નથી કે માત્ર ધર્મની બાબતમાં જ અથડામણ થાય. કેટલેક સ્થળે સ્થાનિક પ્રજા અને નવેસરથી આવીને વસેલી પ્રજા વચ્ચે પણ અથડામણો ૩પ૨ સાંપ્રત સમાજ-દર્શન Page #401 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આનુવંશિક જાતિઓ વચ્ચેની અથડામણોના ઘણા દાખલા વખતોવખત જોવા મળે છે. ભાષાકીય ભેદોને કારણે કે વર્ણ અથવા જાતિના ભેદોને લીધે તથા ગરીબ અને તવંગર વચ્ચેના ભેદભાવના કારણે પણ સશસ્ત્ર સંઘર્ષો થાય છે. સ્વાર્થહાનિ, અપમાન, અન્યાય વગેરે મોટાં પરિબળો આવા સંઘર્ષો થવા માટે નિમિત્તરૂપ બની જાય છે. જ્યારે રમખાણો ફાટી નીકળે છે ત્યારે વિવેક જેવું કંઈ રહેતું નથી. એકના છાંટા બીજા ઉપર ઊડે છે. ધર્મના કારણે થયેલા રમખાણો વધતાં ભાષાભેદનાં રમખાણોમાં પરિણમે છે. તો ક્યારેક વર્ણ અને જાતિ વચ્ચે પણ રમખાણો થાય છે. દરેક વખતે લડવા નીકળેલા માણસો જ મરે છે એવું નથી, નિર્દોષ અને અજાણ્યા માણસો પણ એનો વધુ ભોગ બની જાય છે. ક્યારેક તો ભૂલમાં ને ભૂલમાં પોતાના જ વર્ગના માણસોને મારી નાખવાના કિસ્સા પણ બને છે. કોઈ પણ દેશમાં અને વિશેષત: આર્થિક નબળા દેશોમાં જ્યારે રમખાણો ફાટી નીકળે છે ત્યારે બીજા જૂથ પ્રત્યે વેર લેવાની એક માત્ર વૃત્તિ જ તેમાં કામ કરે છે એવું નથી. અસામાજિક તત્ત્વો આવી તકનો પૂરો લાભ ઉઠાવે છે. લૂંટફાટ ચાલુ થાય છે. સ્ત્રીઓ ઉપર બળાત્કારો થાય છે. અંગત વેર વસૂલ કરવાની તક ઝડપી લેવાય છે. જૂની અદાવત ચાલતી હોય તેવા માણસો રમખાણ દરમિયાન એકબીજાનું ખૂન કરવાકરાવવાના પ્રયાસો પણ કરી લે છે, કારણ કે એ ઘટના રમખાણમાં લેખાય છે અને પકડાય તો પણ કાયદાની છટકબારીનો લાભ મળી જાય છે. હિન્દુ-મુસલમાનનાં રમખાણો દરમિયાન હિન્દુઓ મુસલમાનને મારે કે મરાવે અને હિન્દુ હિન્દુને મારે કે મરાવે એવી ઘટનાઓ પણ બને છે. પોતાની જ કોમના માણસનાં માલ-મિલકતને નુકસાન પહોંચાડવાની કે તે લૂંટી લેવાની ઘટનાઓ પણ આવી વેરની ઇચ્છાથી પ્રેરાયેલી હોય છે. દુનિયામાં જુદા જુદા દેશોમાં ભાષા જાતિ, ધર્મ વગેરેના ભેદો ઘણા બધા છે. કોઈક ઠેકાણે શ્રીમંતો ઘણા અને ગરીબો થોડા છે, તો કોઈક ઠેકાણે શ્રીમંતો થોડા અને ગરીબો ઘમા છે. ગરીબ ને શ્રીમંત વર્ગ વચ્ચેનું ધૂળ કે સૂક્ષ્મ વૈમનસ્ય સતત ચાલતું રહે છે. કોઈક સ્થળે એક ભાષાના લોકો બહુમતીમાં હોય ચે તો બીજી ભાષાના લોકો દેખીતી રીતે લઘુમતીમાં હોય છે. આવા લોકો વચ્ચે ક્યારેક ભાષાકીય બાબતનો વિવાદ થાય છે. અને તે સંઘર્ષ હિંસાત્મક સ્વરૂપ પકડે છે ત્યારે તેનાં અનિષ્ટ પરિણામો બંને પક્ષને ભોગવવાનાં આવે છે. બાર ગાઉએ બોલી બદલાય એ કહેવત પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી ઝ૯ ૩૫૩ Page #402 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે સરહદ પરના લોકોમાં બંને ભાષા બોલનારા લોકો હોય છે. તેઓ સુખેથી જીવન વિતાવે છે. પરંતુ કોઈક આવીને ત્યાં ચિનગારી ચાંપી જાય છે તો ત્યાં વિના કારણે દાવાનળ ભભૂકી ઊઠે છે. સોવિયેત યુનિયનના વિસર્જન પછી આર્મેનિયન, જ્યોર્જિયન, આજરબજાની, તુર્કમાન વગેરે પ્રજા વચ્ચે મોટા પાયા ઉપર અથડામણો થઈ અને હજારો માણસો મૃત્યુ પામ્યા. યુગોસ્લાવિયામાં બોસ્નિયન અને સર્બિયન લોકો વચ્ચેની અથડામણો પછી છૂટા પડ્યા છે. ઈરાન અને ઇરાક વચ્ચેનું શિયા અને સૂન્નીનું યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું અને બેય પક્ષે લાખો માણસોની ખુવારી થઈ. બ્રિટિશ અને આયરિશ લોકો વચ્ચે દુશ્મનાવટનાં છમકલાં થાય છે. આફ્રિકામાં કાળા અને ગોરા લોકો વચ્ચેની અને કાળા અને ગોરા લોકો વચ્ચેની અને કાળા કાળા વચ્ચેની અથડામણો પણ ઘણા સમયથી ચાલ્યા કરે છે. - દુનિયાની વસ્તી ઘણી વધી ગઈ છે. આંતરરાષ્ટ્રિય વ્યવહાર પણ ઘણો વધી ગયો છે. એટલે હવે દુનિયાનો કોઈ પણ દેશ પોતાની સરહદોનાં બારણાં બંધ રાખીને એકલો જીવી શકે તેમ નથી. બીજા શક્તિશાળી દેશો તેને જીવવા દે તેમ પણ નથી. આથી જ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રિય સ્તરની વિવિધ સમસ્યાઓ ઊભી થઈ છે. ઘાતક શસ્ત્રોના સતત ઉત્પાદન અને વેચાણ-વિતરણને કારણે આવી સમસ્યાને વધુ વેગ મળે છે. પડોશી દેશ સળગતો રહે એ પોતાના દેશના અને પોતાની સત્તાના હિતમાં છે એવી અધમ મનોવૃત્તિ દુનિયાભરના રાજકારણમાં વધતી ચાલી છે. એમ કરવા માટે શસ્ત્રો અને ભાડૂતી માણસોને બીજા દેશમાં ઘુસાડવા અને હુલ્લોડ મચાવવા માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે. મોટી નાણાંકીય સહાય ખાનગી રીતે અમુક વર્ગને કરીને સમૃદ્ધ દેશો બીજા દેશોમાં આંતરવિગ્રહ જેવી કટોકટી સર્જે છે. દુનિયામાં રાષ્ટ્રો વચ્ચેની આર્થિક અસમાનતાને કારણે તથા પોતાના રાષ્ટ્રના અર્થતંત્રને જાળવી રાખવા માટે બીજા રાષ્ટ્રના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું આવશ્યક બની જાય છે. એવે વખતે ગુપ્ત રીતે બીજાં રાષ્ટ્રોની આર્થિક પાયમાલીનાં નિમિત્તો ઊભાં કરવાં એ કેટલાંક સમૃદ્ધ રાષ્ટ્રોનું સ્થાપિત હિત હોય છે. આવાં રાષ્ટ્રો બીજાં રાષ્ટ્રોમાં એટલા માટે હિંસાત્મક રમખાણો અને માલમિલક્ત, વેપાર-ઉદ્યોગને જબરું નુકસાન પહોંચે એવી તરકીબો પણ ગુપ્ત રીતે પોતાના એજન્ટો દ્વારા કરતા હોય છે. દુનિયાનું આ એક મોટું અનિષ્ટ દિવસે દિવસે વ્યાપક થતું ચાલ્યું છે. જે રાષ્ટ્રમાં આવી અથડામણો અને ભાંગફોડ થાય છે તે રાષ્ટ્રની વિકાસગતિ ૩૫૪ સાંપ્રત સમાજ-દર્શન Page #403 -------------------------------------------------------------------------- ________________ જેટલું ડહાપણ એ રાષ્ટ્રની પ્રજામાં આવતું નથી. ' છેલ્લા કેટલાક દાયકાઓથી વિશ્વના રાજકારણમાં સરકારને વગોવવા માટે હિંસાનો આશ્રય લેવાની એક જુદી પદ્ધતિએ ઘણું જોર પકડ્યું છે. જૂના વખતમાં કેટલાક લોકો રાજ સામે બહારવટે ચઢતા અને કેટલાક બહારવટિયાઓથી રાજાઓ પણ ત્રાસી જતા. આધુનિક શસ્ત્રો વિપુલ પ્રમાણમાં સુલભ બન્યાં પછી સરકાર સામે કે દુશ્મનના રાજ્ય સામે ગેરીલા પદ્ધતિએ યુદ્ધ કરવું એટલે કે અચાનક છાપો મારીને ભાગી જઈને સંતાઈ જવું એ પદ્ધતિ વધુ પ્રચલિત બની છે. એવી જ રીતે પોતાની સરકારને વગોવવા માટે શેરીઓમાં વિભિન્ન વર્ગો વચ્ચે હિંસક અર્થડામણો કરાવવી એ અસંતુષ્ટ રાજદ્વારી નેતાઓનું એક અપલક્ષણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. આ અનિષ્ટ ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર કે સમગ્ર ભારતમાં જ નહિ, પણ દુનિયાના ઘણા દેશોમાં ફેલાયું છે. સરકારને વગોવવા માટે વગર કારણે મોટી હડતાલો પડાવીને સરકારી તંત્રને ખોરવી નાખવાની વાત તો જાણે સમજ્યા, પણ રેલવે, બસવ્યવહાર, વિમાન વ્યવહારમાં ભાંગફોડ પ્રવૃત્તિ કરીને અનેક નિર્દોષ લોકોના જાન લઈને સરકારને વગોવવાનો દુષ્ટ પ્રયાસો રૂપી રાજકારણીઓની પાશવી અધમલીલા પણ ઉત્તરોત્તર વધતી ચાલી છે. કેટલાક રાજનેતાઓ કે ધર્મનેતાઓ પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે જ નિર્ભયપણે આવાં તોફાનો ચગાવે છે અને જેમ જેમ વધારે જાનહાનિ અને નુકસાન થાય તેમ તેમ તેઓ વધારે રાજી થાય છે. આવા નેતાઓને લોકોના સુખકલ્યાણની કંઈ જ પડી હોતી નથી. પરંતુ પોતાનું સ્થાન, પોતાની સત્તા, પોતાની પ્રતિષ્ઠા, પ્રતિસ્પર્ધીને પરાજિત કરવાની ડંખીલી વૃત્તિ વગેરે જ એમાં ભાગ ભજવે છે. એવું કરનારા દરેક વખતે ફાવે છે જ એવું નથી. વખત જતાં લોકો પણ તેમને ઓળખી જાય છે, એમના આશયને પામી જાય છે અને ક્યારેક એવા નેતાઓને પ્રજા જ નીચે પછાડે છે. જૂના વખતમાં કેટલાંક રાજ્યોમાં રાજાનો ધર્મ, એ પ્રજાનો ધર્મ આપોઆપ બની જતો. રાજાના ધર્મ પરિવર્તનની સાથે પ્રજાનો મોટો વર્ગ પણ ધર્મપરિવર્તન કરી લેતો. ક્યારેક રાજસત્તા તરફથી પ્રજાને બળાત્કારે રાજાનો ધર્મ સ્વીકારવાની ફરજ પડતી. ક્યારેક પ્રજા પોતે ભય, લાચારી, સ્વાર્થ વગેરેને કારણે ધર્માતર કરીને રાજાનો ધર્મ સ્વીકારી લેતી. ક્યારેક પ્રજા હોંશે હોંશે પણ રાજાનો ધર્મ અપનાવે. હિન્દુ, જૈન, બૌદ્ધ કે ઇસ્લામ ધર્મી રાજાઓની પ્રજા ઉપર પડેલી અસરનાં પરિણામો ઇતિહાસકારોએ પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી ૯ ૩૨૫ Page #404 -------------------------------------------------------------------------- ________________ નોંધ્યાં છે. જ્યાં આવું ધર્મ પરિવર્તન કરવાનો ઇન્કાર થયો છે, ત્યાં સંઘર્ષ અને કલેઆમ પણ મોટે પાયે થઈ છે. કેટલાક સુજ્ઞ, ઉદારદિલ રાજાઓએ પ્રજાને પોતપોતાના ધર્મ પાળવાની સ્વતંત્રતા પણ આપી છે. પ્રજામાં જ્યારે વ્યાપક હિંસા પ્રવર્તે છે ત્યારે તેને તરત કાબુમાં લેવાનું સરકાર માટે પણ અઘરું બની જાય જાય છે. સરકારને માથે ધર્મસંકટ ઊભું થાય છે. વધારે બળ વાપરવામાં આવે તો ઘણી જાનહાનિ થાય છે અને સરકાર દોષપાત્ર ઠરે છે. જો ઓછું બળ વાપરે તો હિંસા જલદી કાબુમાં આવતી નથી. અને તેથી પણ સરકાર દોષિત ઠરે છે. સરકારે કેટલું બળ વાપરવું એનું કોઈ માપક યંત્ર હોતું નથી. પ્રજા જ્યારે રોષે ભરાય છે ત્યારે તે પણ ભાન ભૂલે છે અને પોતાની મર્યાદા ઓળંગીને વધુ પડતો સંહાર કરી બેસે છે. કેટલાક નેતાઓ ઉશ્કેરણીજનક ભાષણો કે નિવેદનો કરીને લોકોમાં વેરનો અગ્નિ પ્રગટાવે છે. પરંતુ ક્યારેક તેનાં પરિણામ પોતે ધાર્યા હોય તેના કરતાં પણ વધુ ભયંકર અને વ્યાપક આવે છે. દિવસે દિવસે વધતી જતી વેરની જવાળાઓ પછી અંકુશમાં રહેતી નથી. હોળી સળગાવનાર નેતા પછીથી શાંતિ માટે ગમે તેટલાં નિવેદનો કરે તો પણ પછીથી લોકો એનું માનતા નથી. પરિસ્થિતિ કાબુ બહાર આવી જાય છે. આવી પરિસ્થિતિમાં સ્વપક્ષે પણ ઘણું નુકસાન થાય છે. એવા નુકસાનની નેતાઓએ કલ્પના કરી હોતી નથી. પાછળથી તેઓને પસ્તાવાનો વારો આવે છે. પરંતુ એવો પશ્ચાત્તાપ જાહેરમાં વ્યક્ત કરવાની નૈતિક હિંમત હવે કોનામાં છે ? લઘુમતીના પ્રશ્નો અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેશે., કુદરતમાં જ અસમાનતાનું તત્ત્વ રહેલું છે. અસમાનતા એ જીવનની સ્વાભાવિક સ્થિતિ છે, કુદરતી ક્રમ છે. તે સ્વીકારીને માણસ જો ચાલે તો તે સાચા સુખનો અનુભવ કરી શકે છે. એક નાનું સરખું કુટુંબ એ અસમાનતા વચ્ચે સંવાદિતાનું ઉત્તમ પ્રતીક છે. કુટુંબમાં સ્ત્રીપુરુષનો ભેદ આવશ્યક છે. વળી કુટુંબના બધા સભ્યોની ઉમર સરખી હોતી નથી, બધા સભ્યોની આકૃતિ, ઊંચાઈ, વજન, સ્વભાવ, આવડત, બૌદ્ધિક સ્તર જુદાં જુદાં હોય છે છતાં કુટુંબ સુખ-શાંતિથી પોતાનું જીવન ગુજારે છે. કારણ કે એના પાયામાં સંવાદિતાનું, સહકારનું, સહિષ્ણુતાનું, પ્રેમનું તત્ત્વ રહેલું છે. વૈવિધ્યમાં એકતા એ કુદરતનું તેમ માનવજાતિનું એક શુભ લક્ષણ ૩૫૬ સાંપ્રત સમાજ-દર્શન Page #405 -------------------------------------------------------------------------- ________________ છે. એટલે જ માણસ જ્યારે શાંતિથી પોતાનું જીવન સુખે વિતાવે છે ત્યારે લોકોમાં પ્રેમ, સહકાર, સંપ, સંવાદિતાની ભાવના વધુ પ્રબળ રહ્યા કરે છે. પરમત સહિષ્ણુતા એ માનવજીવનનું એક આગવું ગુણલક્ષણ છે. એ એના સ્વભાવમાં અંતર્ગત છે. એથી જ દુનિયામાં આવા ઉપદ્રવો વિનાના જ્યાં જ્યાં શાંત પ્રદેશો છે ત્યાંના માનવજીવનનું અવલોકન કરવાથી સમજાય છે કે પરસ્પર કેટલી બધી વિભિન્નતા હોવા છતાં લોકો એકબીજાની સાથે મળીને કેટલું બધું સરસ, સંવાદી, સુખમય જીવન ગુજારી શકે છે - ચિત્ત પ્રદૂષણ વિનાનાં આવાં ક્ષેત્રોનો અભ્યાસ કરવાથી માનવજાત માટે હિતકારક એવાં કેટલાંક તારણો અવશ્ય કાઢી શકાય. એકબીજાને ન ઓળખતા એવા બે કચ્છી, અથવા સુરતી, ઘોઘારી, ઝાલાવાડી, વગેરે પોતાના પ્રદેશની બહારના કોઈ પ્રદેશમાં એકબીજાને મળે તો તરત પરસ્પર આત્મીયતા અનુભવે છે. બે અજાણ્યા ગુજરાતીઓ પછી ભલે તે કચ્છી હોય, કાઠિયાવાડી હોય, ચરોતરી કે સુરતી હોય, ગુજરાત બહાર મળે તો તેઓને એકબીજાને મળતાં આનંદ થાય છે. બે ભારતીય માણસો યુરોપ કે અમેરિકામાં એકબીજાને જુએ તો એવા જુદા પ્રદેશમાં પણ તેઓને એકબીજા સાથે વાત કરવી ગમે છે. બે કાળા આફ્રિકન લોકો ટોકિયો કે મોસ્કોમાં એકબીજાને જુએ તો તરત એકબીજા સામે સ્મિત કરશે, વાતચીત કરશે. દૂર દૂરના નિર્જન જંગલમાં, રણમાં કે હિમપ્રદેશમાં બે અજાણ્યા મનુષ્યો એકબીજાને જુએ અને આસપાસ માઈલો સુધી કોઈ માનવવસ્તી ન હોય ત્યારે એવા બે માણસો પણ પરસ્પર મળીને આનંદ અનુભવે છે. એકબીજાને સહાય પણ કરે છે. ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ વગેરેનાં સંકુચિત લક્ષણો ત્યારે વિચલિત થઈ જાય છે. માત્ર માનવતા જ આવિષ્કૃત થાય છે. એથી આગળ વિચારતાં, ધ્રુવ પ્રદેશમાં માઈલો સુધીના બરફના નિર્જન વિસ્તારમાં દિવસો સુધી કોઈ પણ માણસનો ચહેરો જોવા ન મળ્યો હોય એવા કોઈક સાહસિકને સામેથી આવતું કોઈ કૂતરું દેખાય તો પણ એને વસ્તી જેવું લાગે છે અને એ આનંદ અનુભવે છે. કૂતરાની પાસે બેસીને એને પંપાળીને એની સાથે કાલી કાલી વાત કરે છે. કૂતરું પણ એવા મામસની સાથે હળી જાય છે. ત્યાં મનુષ્ય અને પ્રાણી વચ્ચે ભેદ પણ ઓગળી જાય છે. વસ્તુત: જ્યાં જીવન છે ત્યાં પ્રેમ છે, સભાવ છે, સહકાર છે, પરસ્પર સહાય કરવાની તથા ત્યાગની ભાવના છે. માણસ જ્યારે સમૂહમાં આવે છે અને એનામાં ધર્મ, વર્ણ, જાતિ, ભાષા વગેરેનાં વળગણો ચાલુ થાય છે ત્યારે એનામાં કુદરતી રીતે નિહિત રહેલા એવા પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી ૩૫૭ Page #406 -------------------------------------------------------------------------- ________________ કેટલાક ઉત્તમ ગુણો દબાઈ જાય છે અને સ્વાર્થ સપાટી ઉપર આવે છે. આથી વિભિન્ન વર્ગો વચ્ચે ઘર્ષણ થાય છે. આવાં રમખાણો ન થાય તે માટે જરૂર છે સદ્ભાવ, સહકાર અને સમર્પણની ભાવનાની. એવી ભાવનાના પોષણ અને વિકાસને માટે સંગીનપણે કાર્ય કરવા માટે જરૂર છે એવા સમન્વયાત્મક પરિવારમંડળોની. એકસરખાં ધર્મ, ભાષા, જાતિ, વર્ણ વગેરેનાં મંડળો તો કુદરતી રીતે સ્થપાવાનાં. પરંતુ વિભિન્ન ધર્મ, જાતિ, ભાષા વગેરેના લોકોનાં સમન્વય મંડળો, બિરાદરી મંડળો વધુ સ્થપાય તો પરસ્પર પ્રેમ અને સદ્ભાવ વધારે ટકી રહે અને કોઈ પણ ગૂંચ ઊભી થઈ હોય તો તેનો પરસ્પર વિચારવિનિમયથી, શાંતિથી, હિંસાનો આશ્રય લીધા વિના ઉકેલ લાવી શકાય. એને માટે પણ જરૂર છે ઊંચી કક્ષાની નેતાગીરીની. આજકાલ ઘણા નેતાઓ મોટી મોટી, ડાહી વાતો કરે છે, પરંતુ જરાક સ્વાર્થહાનિના પ્રસંગો ઊભા થાય કે તરત એમનું સંકુચિત પોત પ્રકાશે છે. એમના પૂર્વગ્રહો, ગ્રંથીઓ વગેરેને વાચા મળવા લાગે છે. આઝાદીના આંદોલન વખતે ગાંધીજીએ પોતે પોતાના જીવનના શ્રેષ્ઠ ઉદાહરણથી અને એવી સરસ ઉત્તમ નેતાગીરી ઊભી કરીને સમગ્ર ભારતીય ઉપખંડમાં એવું વાતાવરણ સજર્યું હતું કે પેશાવરથી કન્યાકુમારી અને કરાંચીથી જગન્નાથપુરી સુધીના તમામ લોકો એકબીજા સાથે પ્રેમથી હળીમળી શકતા, એકબીજા પ્રદેશના નેતાઓ પ્રત્યે આદરથી જોતા. આવી ઉચ્ચ ભાવનાશીલ નેતાગીરીનો દુકાળ આજે વર્તાય છે. અને તેને કારણે જ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, આર્મેનિયા, યુગોસ્લાવિયા વગેરેમાં વખતોવખત આનુવાંશિક સંઘર્ષો થયા કરે છે. સામૂહિક ડહાપણ એ કુદરતી રીતે ઊંચા સ્તરે રહ્યા કરે એવું પરિબળ નથી. એને ઊંચા સ્તરે ટકાવી રાખવા માટે સતત પુરુષાર્થની અપેક્ષા રહે છે. એવા પુરુષાર્થની લગની વિવિધ ક્ષેત્રોના નેતાઓને અને એમના અનુયાયી લોકોને લાગે એ જ ઇચ્છવું રહ્યું. (સાંપ્રત સહચિંતન-૪) ૩૫૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ કોઈ પણ દેશ જાસૂસી કર્યા વગર, ગુપ્તચરો દ્વારા બીજા દેશોની માહિતી મેળવ્યા વગર પોતાના રાષ્ટ્રની સરહદોનું સંરક્ષણ કરી ન શકે. ભારતના જાસૂસો દુનિયાના બીજા દેશોમાં નથી એમ નહીં કહી શકાય. તે જ પ્રમાણે દુનિયાના બીજા દેશોના જાસૂસો ભારતમાં નથી અથવા હવે નહીં આવે એમ પણ માની ન શકાય. પોતાના ગુપ્તચરો વધુમાં વધુ માહિતી મેળવી લાવે અને બીજા દેશોના ગુપ્તચરો ઓછામાં ઓછી માહિતી મેળવી જાય એ ધ્યેય દરેક દેશનું હોય છે. યુરોપ-અમેરિકાના ગુપ્તચરો કેટલાંયે વર્ષોથી ભારતમાંથી કેટલાક ભારતીય નાગરિકો દ્વારા જ, સંરક્ષણને લગતી ગુપ્ત માહિતી મેળવી જાય છે. એવું જ બીજા કેટલાક દેશોની બાબતમાં પણ બનતું હશે. આવી ઘટના તે તે દેશના ગુપ્તચર ખાતા માટે શરમજનક ગણાય. ગંદા રાજકારણને લીધે અને વારંવાર બદલાતા પ્રધાનો અને અમલદારોને કારણે તથા સર્વોચ્ચ વ્યક્તિઓની બેપરવાઈને કારણે પોતાનાં સરકારી ખાતાંઓમાં સડો કેટલો વ્યાપી ગયો છે અને મોટો આર્થિક કે અન્ય પ્રકારનો લાભ થતો હોય તો માણસ કેટલો પામર બની શકે છે એ જાસૂસીના આરોપસર પકડાયેલાઓનાં નિવેદન પરથી જોઈ શકાય છે. નવાં નવાં સાધનો અને નવી નવી તરકીબ દ્વારા દુનિયાભરમાં જાસૂસીની જાળ પથરાયેલી રહ્યા કરે છે. જેમ જેમ કેટલીક તરકીબો જૂની અને જાણીતી થઈ જાય છે તેમ તે છોડી દેવાય છે અને ફળદ્રુપ ભેજાંઓ જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ ઝ૯ ૩પ૯ Page #408 -------------------------------------------------------------------------- ________________ નવી તરકીબો શોધી કાઢે છે. માત્ર રાજદ્વારી ક્ષેત્રમાં જ નહિ, વેપાર, શિક્ષણ, ધર્મ વગેરે ક્ષેત્રોમાં પણ ગુપ્ત માહિતી જાણવા માટે પણ એવી સ્થિતિ પ્રવર્તે છે. આપણે કોઈક દેશની અજાણી પેઢી સાથે વેપાર કરવો હોય તો તે પેઢીની અંદર-ખાનેથી આર્થિક સ્થિતિ કેવી હોય છે તેનો ગુપ્ત અહેવાલ મેળવી આપનારી સંસ્થાઓ દુનિયાના ઘણા દેશોમાં છે. આપણને ખબર પણ ન પડે એવી ગુપ્ત રીતે આપણા વ્યવસાય વિશે, જીવનવ્યવહાર વિશે, વિગતવાર માહિતી મેળવી લઈને બીજાને પહોંચાડવાનું કામ કરનારા માણસો, એજન્ટો દુનિયામાં ઘણા છે. અમેરિકા, સોવિયેત સંઘ, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવાં મોટાં રાષ્ટ્રો અન્ય કોઈ દેશના કે રાષ્ટ્રના વડા કે ઉચ્ચ પદાધિકારીઓને પોતાને ત્યાં મહેમાન તરીકે નિમંત્રણ આપે છે ત્યારે તેને વિશેની બધી જ ગુપ્ત માહિતી પોતાના ગુપ્તચરો દ્વારા પ્રથમ મેળવી લે છે અને તે વ્યક્તિનું નબળું પાસું કર્યું છે તે પણ જાણી લઈ વાટાઘાટો દરમિયાન તે દ્વારા લાભ ઉઠાવવાનો પ્રયત્ન કરે છે. તેના શોખની વસ્તુઓ, તેના હરવાફરવાની પસંદગી, તેને બહુ ભાવતી વાનગીઓ, તેના ઉઠવા-બેસવાની રીત ભાતો, ટેવો, વ્યસનો, અથવા કોની સાથે કયા વિષય પર વાતચીત કરવામાં તે વધુ ખીલે છે ઇત્યાદિ વિશેની માહિતી મેળવી લેવાય છે. સમર્થ માનસશાસ્ત્રીઓ દ્વારા તેનો અભ્યાસ કરાવીને એ બાબતોનો મુલાકાત વખતે વધુમાં વધુ લાભ ઉઠાવાય છે. વર્તમાન સમયમાં જાસૂસી માટેનાં સાધનો વધતાં જાય છે. ટેપરેકોર્ડર અને નાનાં ટ્રાન્સમીટરો દ્વારા ઘણી ગુપ્ત માહિતી મેળવી લેવાય છે. એમ કહેવાય છે કે નિકસન અને કિસિંજરને સોવિયેત સંઘની મુલાકાતનું જ્યારે નિમંત્રણ મળ્યું હતું ત્યારે તેમના ઉતારા માટેનાં બંગલાના ઉદ્યાનનાં વૃક્ષો ઉપર નાનાં નાનાં ટ્રાન્સમીટરો ગોઠવાઈ ગયાં હતાં, કે જેથી હરતાંફરતાં તેઓ જે કંઈ ખાનગી વાત કરે તે નોંધાઈ જાય. એવો વહેમ પડતાં તેઓ બંને કેટલીક વાતો મોઢેથી કરવાને બદલે કાગળ પર લખીને કરતા અને તરત એ કાગળો બાળી નાખતા. હવે શક્તિશાળી ટ્રાન્સમીટરો અંગૂઠાના ટેરવા જેટલાં નાનાં નીકળ્યાં છે. આપણા ઘરે મહેમાન તરીકે આવેલો કોઈક માણસ ઘરના કોઈ અજાણ્યા ખૂણામાં એવું ટ્રાન્સમીટર મૂકી જાય તો જ્યાં સુધી એ આપણી નજરે ન પડે અને એ ટ્રાન્સમીટર છે એવી ખબર ન પડે ત્યાં સુધી દૂર બેઠાં આપણા ઘરમાં આખો વખત ચાલતી વાતો તે સાંભળી શકે છે કે રેકોર્ડ કરી શકે છે. મોટા રાજદ્વારી પુરુષોએ ૩૬૦ સાંપ્રત સમાજ-દર્શન Page #409 -------------------------------------------------------------------------- ________________ તો અજાણી જગ્યાએ પોતાના માણસો સાથે ખાનગી વાતચીત કરતાં અત્યંત સાવધ રહેવું પડે એવી સ્થિતિ હવે સર્જાતી જાય છે. | વિમાનો દ્વારા બીજા રાજ્યની સરહદમાં ઘૂસી જઈને ફોટાઓ લેવાની વાત હવે જૂની થઈ ગઈ છે. ઉપગ્રહોમાં ગોઠવેલા મોટા કૅમેરાઓ દ્વારા દુશ્મનના રાષ્ટ્રની ઝીણામાં ઝીણી હિલચાલની બધી જ માહિતી તત્પણ મેળવી શકાય છે. સોવિયત સંઘે તો બારે માસ અવકાશમાં અવકાશયાત્રીઓની કોઈ ને કોઈ ટુકડી ફર્યા કરતી રહે અને ત્યાંથી ફોટાઓ લીધા કરે એવી વ્યવસ્થા કરી છે. પૃથ્વી પર પાછા ફર્યા વિના અવકાશમાં લગભગ બાર મહિના અવકાશયાત્રીઓ રહ્યા કરે એવા વિક્રમો સ્થપાવા માંડ્યા છે. ઉપગ્રહોના કૅમેરાઓ દ્વારા બધી માહિતી ઝડપાઈ ન જાય એટલા માટે તો અમેરિકાએ અને વિશેષત: સોવિયેત સંઘે કેટલાંક ભૂગર્ભ સ્ટેશનો, ભૂગર્ભ લશ્કરીમથકો ઊભાં કર્યા છે. જે દેશોમાં સરમુખત્યારશાહી છે, વાણી-સ્વાતંત્ર્ય નથી અને જાસૂસી ઘણી છે એ દેશોની પ્રજા પોતાનું જીવન ભયમાં વિતાવે છે. અજાણ્યાની સાથે વાત કરતાં ડરે છે એટલું જ નહિ, ઘરનાં સ્વજનો સાથે પણ વાત કરતાં ગભરાય છે. દીવાલોને પણ કાન છે એ રૂઢપ્રયોગથી આગળ વધીને હવાને પણ કાન છે ત્યાં સુધી દુનિયા પહોંચી છે. રાજકીય અત્યાચારનો ભોગ બનેલા માણસો આવા સરમુખત્યારશાહીવાળાં રાષ્ટ્રોમાંથી જાન બચાવીને ભાગી છૂટે છે ત્યારે તે પોતાને આશ્રય આપનાર રાષ્ટ્રને ઘણી બધી ગુપ્ત માહિતી પૂરી પાડે છે. ગુપ્તચરો દ્વારા મેળવેલી માહિતી હમેશાં સાચી હોય એવું નથી. કેટલીક વખત તો ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરવનારી માહિતી પૂરી પડાય છે. એવી માહિતીને પ્રમાણભૂત માનનારા માણસો ગોથું ખાઈ જાય છે, સપડાઈ પણ જાય છે. ગુપ્ત માહિતી મેળવવા માટે સારા માણસને પણ વશ કરનારી જે બાબતો છે તેમાં ધનપ્રાપ્તિ, વ્યસન અનુસાર મોટા મોજશોખ, રૂપાળી સ્ત્રીઓ સાથેના ભોગવિલાસ વગેરેને ગણાવી શકાય. શરૂઆત તરત એકદમ મોટી બાબતથી થતી નથી. આરંભમાં માત્ર દોસ્તી કેળવાય છે, ભેટસોગાદો અપાય છે, પાર્ટીઓ થાય છે અને બદલામાં માત્ર નકામી શુદ્ર માહિતી મેળવવા અંગે વાતચીત થાય છે. પછી માણસ જો લપટાય છે, ફસાય છે તો મોટી ગુપ્ત માહિતી ક્રમે ક્રમે ગણતરીપૂર્વક મેળવાય છે. મોટા ગુપ્તચરો એટલા હોશિયાર હોય છે કે તમે એના પાંજરામાં ક્યારે પુરાઈ જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ - ૩૦૧ Page #410 -------------------------------------------------------------------------- ________________ ગયા છો તેની ઘણા લાંબા વખત સુધી તમને પોતાને ખબર પડતી નથી. ખબર પડે ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે તમારે માટે કાં તો માર્ગ હોતો નથી, કાં તો હિંમત હોતી નથી. તરત હત્યા કરી નાખવા સુધીની નિર્દયતા દાખવતાં ગુપ્તચરો જરા પણ અચકાતા નથી. કેટલાક બદમાશ માણસો જેમ ધર્મ આચરતા હોવાનો વધુ પડતો દેખાવ કરે છે તેમ જાસૂસીનું કામ કરનાર કેટલાક માણસો રાષ્ટ્રભક્ત હોવાનો વધુ પડતો દેખાવ કરે છે. એમ કહેવાય છે કે થોડા સમય પહેલાં સોવિયેત સંઘને માહિતી પૂરી પાડવા માટે પકડાયેલા કેટલાક અમેરિકનોએ પોતપોતાના વિસ્તારના લોકોમાં સૌથી મોટા વફાદાર રાષ્ટ્રભક્ત હોવાની છાપ ઊભી કરી હતી. પોતાના રાષ્ટ્રમાં અન્યાય પામેલી કે સત્તાધીશો દ્વારા જાહેરમાં અપમાનિત થયેલી વ્યક્તિની પોતાના રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી ઘટી જાય છે. એવા માણસો વેરનો બદલો લેવા મોટું ભયંકર અપકૃત્ય કરતાં પણ અચકાતા નથી. દુ:ખમાં દાઝેલા માણસોને આશ્રય આપવા પાડોશી રાષ્ટ્રો હમેશાં તત્પર હોય છે અને આવી પરિસ્થિતિમાં સૌથી વધુ લાભ ઉઠાવાય છે. રાષ્ટ્રદ્રોહી શક્તિશાળી માણસો જ્યારે અન્ય દેશમાં જઈને વસવાટ કરે છે ત્યારે ત્યાંની સરકાર તેઓને વધુ પંપાળે છે. પોતાના રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ ને વફાદારી જેટલે અંશે વધુ કેળવી શકાય એટલે અંશે ગુપ્ત માહિતી, બહાર જવાનો ભય ઓછો. જે રાષ્ટ્રના તમામ નાગરિકો પૂરેપૂરા વફાદાર હોય એ રાષ્ટ્રમાં ગમે તેટલા જાસૂસો આવે તો પણ ફાવી ન શકે. પરંતુ આવી સ્થિતિ સામાન્ય રીતે ઓછી સંભવિત છે, કારણ કે મનુષ્યનું મન ચંચળ છે અને ક્યા પ્રલોભનથી તે ખેંચાઈ જશે તે પહેલેથી કહી શકાય નહિ. કોઈ પણ દેશમાં સરકારી અમલદારો દ્વારા કે અન્ય ઉચ્ચ સત્તાધીશો દ્વારા પ્રજાની કનડગત વધુ પડતી થવા લાગે છે ત્યારે લોકોને પ્રથમ સરકારી વર્ગ પ્રત્યે અભાવ થવા લાગે છે. એવી પરિસ્થિતિમાં કંઈક તક મળતાં દેશદ્રોહનાં બીજ વવાય છે. વિરોધી સત્તાઓ આવી સ્થિતિમાં ગેરલાભ ઉઠાવે છે. સરકારથી ત્રાસેલી વ્યક્તિઓનાં હૃદય તેઓ ધન દ્વારા કે આશ્રય આપવાનાં વચન દ્વારા જીતી લે છે. તેમની એ મોહજાળમાં આવા દાઝેલા ' નાગરિકો ફસાય છે. જૂના વખતમાં જાસૂસીની પ્રવૃત્તિ ઘણું ખરું પડોશી રાજ્ય પૂરતી મર્યાદિત રહેતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી ઝડપી વિમાની વ્યવહારને ૩૩૨ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #411 -------------------------------------------------------------------------- ________________ કારણે એક દેશમાંથી બીજા દેશમાં માણસોની અવરજવર ઘણી બધી વધી જતાં આવી પ્રવૃત્તિનો વ્યાપ વધી રહ્યો છે. વિદ્યાભ્યાસ, વેપાર, આરોગ્ય, પ્રવાસ, નોકરી વગેરેને કારણે પોતાના દેશની બહાર જવાની, સરહદ ઓળંગવાની પ્રવૃત્તિ પ્રતિદિન વધતી ચાલી છે. સરકારી કે બહુરાષ્ટ્રિય (મલ્ટીનેશનલ) કંપનીઓની નોકરી, વેપાર-ઉદ્યોગ કે અન્ય કારણે કેટલાયે લોકોનો રાષ્ટ્રોમાં લાંબાં વર્ષોનો વસવાટ પણ ઘણો વધી ગયો છે. એવા વસવાટને કારણે પણ પોતાની માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ ક્રમે ક્રમે ઓસરતો જાય એવી સંભાવના રહે છે. ઇંગ્લેન્ડ, અમેરિકા, જાપાન, આફ્રિકા અથવા યુરોપમાં જઈને ઘણા ભારતીય લોકો વસેલા છે. સમય જતાં કેટલાકે ત્યાંનું નાગરિકત્વ પણ સ્વીકાર્યું છે. આવા લોકોની વફાદારી બે રાષ્ટ્રો વચ્ચે વહેંચાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં તો કોઈનાય પ્રત્યે વફાદારીનો ભાવ તેમનામાં જણાતો નથી. ભારતની જેમ બીજા દેશોના નાગરિકોની બાબતમાં પણ આમ જ બની રહ્યું છે. પોતાની જન્મભૂમિ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને વફાદારીનું પ્રમાણ દુનિયાના આવા ઘણા લોકોમાં પહેલાંનાં જેવું રહ્યું નથી. રાષ્ટ્રની સર્વોચ્ચ વ્યક્તિઓ વચ્ચે સત્તા માટે જ્યારે મોટું ઘર્ષણ જન્મે છે ત્યારે ન ફાવેલી વ્યક્તિને પોતાના જાનનો ભય રહે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી વિરોધી વ્યક્તિને ખતમ કરી નાખવાની કુટિલ રાજનીતિ દુનિયાના ઘણા દેશોમાં, વિશેષત: સરમુખત્યારી દેશોમાં પ્રવર્તે છે. આથી એક વખત સર્વોચ્ચ સ્થાને બેઠેલી, પરંતુ પછીથી પરાજિત થયેલી વ્યક્તિઓ પોતાનો દેશ છોડી બીજા કોઈ દેશનો આશ્રય લઈ ત્યાં કાયમનો વસવાટ કરે છે. પોતાના મોભા અનુસાર વસવાટ કરવા માટે પુષ્પળ નાણાં જોઈએ. એટલે દુનિયાના ઘણા સત્તાધીશો એની પહેલેથી જોગવાઈ કરી રાખે છે. આ એક પ્રકારની રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ છે. કેટલીક બૅન્કો અને સરકારી માણસો તરફથી બીજા દેશોની આવી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળતું હોવાનું કહેવાય છે. | સ્વાર્થોધ બનેલો માણસ પોતાના રાષ્ટ્રને કેટલું નુકસાન પહોંચે છે તેનું નહિ, પરંતુ પોતાને અંગત રીતે કેટલો લાભ થાય છે તેનો જ વિચાર કરે છે. વેપારધંધામાં આવી મનોવૃત્તિ ઘણા દેશોમાં સામાન્ય બનતી જાય છે. આ એક પ્રકારનો રાષ્ટ્રદ્રોહ છે. એથી પોતાના દેશને જે આર્થિક નુકસાન થાય છે તેની તને પરવા હોતી નથી. દુનિયાના ઘણા દેશોમાં, ખાસ કરીને અવિકસિત દેશોમાં દાણચોરી કે વિદેશી હૂંડિયામણની ચોરીની પ્રવૃત્તિ વધતી જાસૂસી અને રાષ્ટ્રદ્રોહ ક ૩૬૩ Page #412 -------------------------------------------------------------------------- ________________ જાય છે. એવી પ્રવૃત્તિમાં કેટલાય દેશોની વિદેશકચેરીઓના અને ઍરલાઈન્સના કર્મચારીઓ પણ સંડોવાયેલા હોય છે. પોતાના દેશને અન્ય દેશ દ્વારા પહોંચતું આર્થિક નુકસાન માણસોને બહુ કઠતું નથી તે શોચનીય સ્થિતિ છે. એમાંથી જ ધીમે ધીમે માણસ વધુ મોટી રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિઓમાં સંડોવાય પોતાના રાષ્ટ્રની સલામતી જોખમમાં મુકાય એવી સંરક્ષણને લગતી લશ્કરી ગુપ્ત માહિતી બીજા દેશોને પહોંચાડી દેવી એ મોટામાં મોટો રાષ્ટ્રદ્રોહ ગણાય છે. એની સજા પણ બહુ આકરી હોય છે, હોવી જોઈએ. આવા રાષ્ટ્રદ્રોહ માટે ફાંસીની સજા પ્રાચીન સમયની જેમ વર્તમાન સમયમાં પણ કરાતી રહી છે. આવી કડક સજાના ભય વિના ગંભીર રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિને દબાવી શકાય નહિ. લાખો-કરોડો લોકોમાં કોઈક તો એવા નીકળવાના કે જેને પોતાના રાષ્ટ્રની કશી જ પડી ન હોય. - રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રભક્તિ એ નિરંતર પોષવાલાયક બાબત છે. એની શરૂઆત રાજ કર્તાઓ દ્વારા જ થવી જોઈએ. જે દેશમાં રાજ કર્તાઓ માત્ર સત્તાશોખીન હોય અને પ્રતિકૂળ સંજોગો ઊભા થતાં તેઓ જ બીજા રાષ્ટ્રમાં ભાગી જવાની વૃત્તિ ધરાવતા હોય, તેવા રાજકર્તાઓ પ્રજામાં રાષ્ટ્રીય ભાવના ઝાઝી જગાવી શકતા નથી. જે પ્રજાવત્સલ રાજકર્તાઓ રાષ્ટ્રને કાજે પ્રાણાર્પણ કરવા તૈયાર હોય તેઓ જ પ્રજામાં રાષ્ટ્રભક્તિની ભાવનાને સવિશેષ પોષી શકે છે. (સાંપ્રત સહચિંતન-૨) ૩૯૪ ૪ સાંપ્રત સમાજ-દર્શન Page #413 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહ જીવન ઝરમર ૧૯૨૬ પિતાશ્રી ચીમનલાલ અમૃતલાલ શાહ, માતા રેવાબહેન ચીમનલાલ શાહ, જન્મસ્થળ : પાદરા, વડોદરા જિલ્લો, જન્મ ; ત્રીજી ડિસેમ્બર ૧૯૨૬, કારતક વદ ૧૩ ૧૯૮૩. ૧૯૨૭ તાલુકાના મુખ્ય ગામ પાદરાના તંદુરસ્ત બાળકની સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ ઈનામ મળ્યું. ૧૯૩૦ પાદરાની શાળામાં ભણવાની શરૂઆત ૧૯૩૭ પાદરાથી મુંબઈ રહેવા આવ્યા. ફરામજી સ્કુલમાં ભણવાનું ચાલુ કર્યું. ૧૯૪૧ મુંબઈમાં બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં દાખલ થયા. ૧૯૪૨ ચિત્રકલામાં રસ- રાહુલકર સરના વર્ગો ભરી સફળતા મેળવી. સરકાર દ્વારા લેવાતી એલીમેન્ટરી અને ઈન્ટરમિડિયેટ બન્ને પરીક્ષામાં પ્રથમ નંબરે આવી પારિતોષિકો મેળવ્યાં. ૧૯૪૩ રાષ્ટ્રીય ચળવળને લગતી પત્રિકાઓ છૂપી રીતે ઘરે ઘરે પહોંચાડવાના કાર્યમાં ભાગ લીધો. ૧૯૪૪ મેટ્રીકની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ મળ્યો. ૧૯૪૫ ગણિત અને વિજ્ઞાનમાં ઘણા સારા માર્કસ છતાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં આર્ટસમાં એડમિશન મેળવ્યું. સ્વપ્ન સારા લેખક થવાનું, ઘર છોડી મહાવીર જૈન વિદ્યાલયની હોસ્ટેલમાં રહેવા ગયા. સાંપ્રત સમાજ-દર્શન ૪૯ ૩૬૫ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪૬ મહાવીર જૈન વિદ્યાલયમાં નિબંધલેખન, વસ્તૃત્વ સ્પર્ધા, નાટક લેખન અને અભિનયમાં ભાગ લઈ સફળતા પ્રાપ્ત કરી. ૧૯૪૭ ઈન્ટર આર્ટસમાં ફર્સ્ટ ક્લાસ, બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતના વિષયો લીધા. ૧૯૪૮-૪૯ બી.એ.માં ગુજરાતી અને સંસ્કૃતમાં ફર્સ્ટ ક્લાસ. ગુજરાતી વિષયમાં પ્રથમ આવ્યા. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ફેલો તરીકે નિમણૂંક, ૪૮-૪૯ પાટણ જૈન હોસ્ટેલમાં રહેવા ગયા. ૧૯૪૯ એમ.એ. ગુજરાતી વિષય સાથે અભ્યાસ ચાલુ, “સાંજ વર્તમાન” પત્રમાં પત્રકાર તરીકે કામ કર્યું. ૧૯૫૦ M.A.માં યુનિવર્સિટીની પરીક્ષામાં First class First આવ્યા. મુંબઈ યુનિવર્સિટીના બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગોલ્ડ મેડલ, કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પારિતોષિક અને ઝેવિયર્સ કોલેજમાં એમ.એ. અને એમ.એસ.સી – સર્વમાં પ્રથમ આવવા બદલ “સેન્ટ ફ્રાન્સિસ મેડલ” મલ્યો. ૧૯૫૧ જૂનમાં સેન્ટ ઝેવિયર્સમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. એન.સી.સી. (નેશનલ કેડેટ કોર)માં વિદ્યાર્થીઓને લશ્કરી તાલીમ આપવા ઓફિસર તરીકે જોડાયા. એન.સી.સી.માં ૧૯૫૧ થી ૫૪ સેકન્ડ લેફ્ટન્ટ, ૧૯૫૪ થી પ૭ લેફટનન્ટ, ૧૯૫૮ થી ૬૫ કેપ્ટન, ૧૯૬૫ થી ૭૦ મેજર અને છેલ્લે બેટેલિયન કમાન્ડન્ટ અને કેમ્પ કમાન્ડન્ટ તરીકેની જવાબદારી સંભાળી. મનીષા (સોનેટ સંપાદન, શ્રી મીનુ દેસાઈ સાથે - ૧૯૫૧ ૧૯૫૨ ધ્રાંગધ્રા નિવાસી દીપચંદ ત્રિભોવનદાસ શાહની પુત્રી અને મુંબઈની સોફાયા કોલેજના ગુજરાતીના અધ્યાપિકા તારાબહેન શાહ સાથે વિશાળ થયું. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના મેમ્બર બન્યા. ૧૯૫૩ તા. ૧૮ ફેબ્રુઆરી ૧૯૫૩, ફાગણ સુદ પાંચમ તારાબહેન સાથે લગ્ન. શ્રી મુંબઈ જેન યુવક સંઘની કારોબારીમાં સભ્ય, “ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન' પ્રો. મનસુખલાલ ઝવેરી સાથે ૧૯પ૩. ૧૯૫૪ એન.સી.સી.ના ઓફિસર સાથે હિમાલયમાં, કેટલેક સ્થળે પગપાળા પ્રવાસ કર્યો. બદરીનાથ-કેદારનાથના દર્શન. ૧૯૫૫ ૧૯૫૫ થી પ૬ જૂન એક વર્ષ માટે અમદાવાદની ઝેવિયર્સ શરૂ કરવા ગુજરાતીના અધ્યાપક તરીકે અને એન.સી.સીના ૩૬૬ ૯ સાંપ્રત સમાજ-દર્શન Page #415 -------------------------------------------------------------------------- ________________ ઓફિસર તરીકે મુંબઈની ઝેવિયર્સ કોલેજે મોકલ્યા. “એવરેસ્ટનું આરોહણ' પુસ્તક પ્રગટ થયુ. (એવરેસ્ટનાં રોમાંચક સાહસ)ની ઐતિહાસિક કથા - ૧૯૫૫. ૧૯૫૬ પક જૂનથી મુંબઈ આવી ગયા. ‘નળ દમયંતીની કથાનો વિકાસ” વિષય પર પ્રો. મનસુખલાલ ઝવેરીના માર્ગદર્શન સાથે કામ શરૂ, ગુલામોનો મુક્તિદાતા (પ્રમુખ અબ્રાહમ લિંકનની જીવનકથા) ૧૯૫૭. ૧૯૫૭ (૧) સમયસુંદરકૃત ‘નળ દમયંતી રાસ' પ્રગટ, પ્રો. મનસુખલાલ, ઝવેરી સાથે ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન પ્રગટ. (૨) “શ્રેષ્ઠ નિબંધિકાઓ' - ૧૯૫૭ સંપાદન મીનુ દેસાઈ સાથે ૧૯૫૮ તા. ૨૦ નવેમ્બર ૧૯૫૮ કારતક સુદ દસમના દિને પુત્રી શૈલજાનો જન્મ. ૧૯૫૯ મુંબઈ - સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ થયા. ટી. જી. શાહ અને ચંચળબેનના જીવન પર આધારિત જીવન દર્પણ” પ્રગટ થયું. ૧૯૩૦ તા. ૩ નવેમ્બર ૧૯૬૦, કારતક સુદ પૂર્ણિમાને દિવસે પુત્ર અમિતાભનો જન્મ, પીએચ.ડી. ની થિસીસ તૈયાર કરી યુનિ.ને મોકલી, પીએચ.ડી. ની ડીગ્રી મળી, શ્રી બચુભાઈ રાવતની પ્રેરણાથી “ઉત્તર ધ્રુવની શોધ સફરની લેખમાળા “કુમાર” માસિકમાં શરૂ. ૧૯૬૧ ઉપાધ્યાય યશોવિજયજી કૃત “જંબુસ્વામી રાસ' પ્રગટ થયો. ૧૯૬૨ “ગુજરાતી સાહિત્ય સભા' તરફથી “૧૯૬૨નું ગ્રંથસ્થ વાય” - પુસ્તકોનું અવલોકન - રૂ. ૧૯૩૩ ૨૧, દેવપ્રકાશ, ચોપાટી રહેવા ગયા, મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના માર્ગદર્શક નિમાયા. પાંચ વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે રજિસ્ટર થયા, અધ્યાત્મ પ્રસારક મંડળના મંત્રી બન્યા., સરયૂબહેન મહેતા Ph.D. માટે રજીસ્ટર થયા, “સરસ્વતીચંદ્ર' ભાગ-૧ પહેલા ભાગનો પાઠ્ય સંક્ષેપ પ્રગટ થયો. ૧૯૬૫ “કુવલયમાળા' ઉદ્યોતનસૂરિકૃત પ્રાકૃત મહાકથાનું સંશોધન સંપાદન - ૧૯૬૫. ૧૯૬૬ ‘૧૯૬૨નું ગ્રંથસ્થ વાલ્મય' પ્રગટ થયું, કુમાર માસિકમાં લખાયેલા એકાંકી “શ્યામ રંગ સમીપે” નાટિકા સંગ્રહ પ્રગટ થયો. સાંપ્રત સમાજ-દર્શન * ૩૬૭ Page #416 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬૭ જાપાનનો પ્રવાસ, શ્રી યેહાન ગુમાટાના આમંત્રણથી બૌદ્ધ ધર્મની સંસ્થા માટે વ્યાખ્યાન આપવા ગયા. ૧૯૬૮ જાપાન, અમેરિકા અને મલયેશિયાનો પ્રવાસ. ૧૯૭૦ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી છૂટા થયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા., ૧૯૭૦માં મદ્રાસમાં, મદ્રાસ યુનિવર્સિટીમાં તામિલ મહાગ્રંથ “તિરુકરલ' વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપ્યું, સેમિનારમાં ભાગ લીધો, “અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્રની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. યુરોપ અને સીંગાપોરનો પ્રવાસ. ૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા, અધ્યાત્મ પ્રસારક મંડળના પ્રમુખ તરીકે વરણી. ૧૯૭૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાન માળાના પ્રમુખ તરીકે પસંદગી, “એવરેસ્ટના આરોહણ'ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર - તારાબેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ. શાહનો સ્વર્ગવાસ. ૧૯૭૪ ભગવાન મહાવીરના પચીસોમાં નિર્માણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબેન સાથે ગયા. કેનિયાના મહત્ત્વના શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસ્મુ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવીર પર ashou 24441. Jainism and Shraman Bhagawan Mahavir પુસ્તક પ્રગટ થયું. ઈથોપિયાનો પ્રવાસ. ૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ, પોષ સુદ ૭ - વિ.સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રીલંકાનો પ્રવાસ, નરસિંહ પૂર્વેનું સાહિત્ય' - જાન્યુઆરી ૧૯૭૬, જૈનધર્મ - બીજી આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ, જૈનધર્મ - મરાઠી આવૃત્તિ પરિચય ટ્રસ્ટ. ૧૯૭૭ ચિ. શૈલજા ઈન્ટર આટર્સની પરીક્ષામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલી આવી., મહાવીર જૈન વિદ્યાલય યોજિત “જૈન સાહિત્ય સમારોહ' પહેલાં કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો. આયોજન ૨મણભાઈએ કર્યું, ઓસ્ટ્રેલિયા-સીડનીમાં P.E.N. ની ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. ૩૬૮ * સાંપ્રત સમાજ-દર્શન Page #417 -------------------------------------------------------------------------- ________________ વક્તવ્ય આપ્યું., હોંગકોંગ, સીંગાપોર ગયા., U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરિયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય પર વ્યાખ્યાનો આપવા તારાબેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યા. સાથે સાથે ફ્રાન્સ, ઈટલી, ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્વીઝરલેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો. જૈન ધર્મ હિદી - આવૃત્તિ - પરિચય ટ્રસ્ટ બહાર પડી. ૧૯૭૮ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફીજી, હોંગકોંગ, ઈન્ડોનેશિયા, ફીલીપાઈન્સ, સાઉથ કોરિયા, થાઈલેન્ડનો પ્રવાસ. ૧૯૭૯ Buddhism An Introduction, સમયસુદંર', “પડીલેહા', આપણાં ફાગુ કાવ્યો' - પ્રગટ થયાં, “જૈન સાહિત્ય સમારોહ બીજો - મહુવામાં શ્રી ભાયાણીસાહેબના પ્રમુખપદે મહુવામાં થયો, સાઉથ અમેરિકા - બ્રાઝીલમાં “રીઓ ડી જાનેરોમાં ભરાયેલી P.E.N. International Conference'માં ભારતના પ્રતિનિધિ તરીકે પતિપત્ની બન્નેએ ભાગ લીધો, તેમાં વક્તવ્ય આપ્યું., બ્રાઝિલના જુદા જુદા શહેરો - બ્રાઝિલીયા, સાવોપાઉલો ઉપરાંત ટ્રીનીડાડપનામા, કુરાસાવ, આર્જેન્ટીના, પેરુ, વગેરે જોયા. પેરુમાં મચ્છુપીચ્છમાં ઈન્કા સંસ્કૃતિના અવશેષો જોયા, પાછા ફરતા શિકાગો, ન્યુયોર્ક વગેરે અમેરિકામાં કેટલેક સ્થળે ગયા. ૧૯૮૦ રશિયાનો પ્રવાસ, ૧. સમય સુંદરકૃત ‘થાવચ્ચા સુતરિષિ ચોપાઈ' ૨. નિદ્ભવ વાદ ૩. નળ દમયંતીની કથાનો વિકાસ. ૪. નળ દમયંતી પ્રબંધ (ગુણવિનય કૃત), ૫. હેમચંદ્રાચાર્ય, ૬. ઉત્તર ધ્રુવની શોધ સફર પ્રગટ થયાં. જૈન સાહિત્ય સમારોહ ૩ સુરતમાં થયો. ૧૯૮૧ ચોપાટી-દેવ પ્રકાશનું નિવાસ સ્થાન છોડી ૨૧-૨૨, રેખા નં. ૧માં રહેવા ગયા. મુંબઈ જૈન યુવક સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવનના સહતંત્રી બન્યા., ચિ. શૈલજા M.A. with Psychologyમાં first class first આવી. મુંબઈ યુનિ.નો K. T. Telang સુવર્ણચંદ્રક મળ્યો, શ્રી શૈલેશ મહાદેવિયા સાથે ભારત, તિબેટ, નેપાળની સરહદ પર ૩૫૦૦ ફૂટની ઊંચાઈએ સાંપ્રત સમાજ-દર્શન ૩૬૯ Page #418 -------------------------------------------------------------------------- ________________ નારાયણ સ્વામીએ સ્થાપેલો નારાયણ આશ્રમ જોવા ગયા, રહ્યા, ત્યાં સ્વામી તદ્રુપાનંદજીની મુલાકાત થઈ. આલ્મોડા નજીક ખાલી એસ્ટેટમાં નવીનભાઈ અને પ્રસન્નાબહેન સાથે રહ્યાં અને કૌસીની જોવા ગયા. ઋષિવર્ધનકૃત ‘નલરાય દમયંતી ચરિત્ર' ફેબ્રુ-૮૧માં પ્રગટ. ૧૯૮૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનો સ્વર્ગવાસ થતા શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકે સર્વાનુમતે પસંદગી થઈ, પુત્રી ચિ. શૈલજાના ભાવનગરનિવાસી, મુલુંડમાં રહેતા શ્રી રમણીકભાઈ ઝવેરચંદ શાહના પુત્ર ચેતનભાઈ સાથે તા. ૨૧ ડિસેમ્બર ૧૯૮૨ના દિને લગ્ન થયા. સોનગઢમાં “જૈન સાહિત્ય સમારોહ'નું આયોજન ‘ક્રિતિકા' પુસ્તક પ્રગટ થયું. ૧૯૮૩ સુરતમાં “જૈન સાહિત્ય સમારોહ', પ્રવાસ પુસ્તક પાસપોર્ટની પાંખે-ભાગ ૧, માર્ચ ૮૩માં આવૃત્તિ ૨ ગુણ વિનયકૃત “ધન્નાશાલિભદ્ર ચોપાઈ' ડિસે. ૮૩માં પ્રગટ. ૧૯૮૪ જૈન સાહિત્યના લેખન, સંશોધન અને સંપાદન માટે ભાવનગરની સંસ્થા તરફથી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈના હસ્તે અમદાવાદમાં એનાયત થયો, ઉમાશંકરભાઈના પ્રમુખસ્થાને – ઉમાશંકરભાઈએ વક્તવ્ય આપ્યું, જૈન સાહિત્ય સમારોહ - કચ્છ-માંડવીમાં થયો., બે લઘુ રામ કૃતિઓ, ‘પ્રદેશે જયવિજયના', પાસપોર્ટની પાંખે - ભાગ ૧ આવૃત્તિ ૩જી દોહિત્રી ગાર્ગીનો જન્મ ૮ સપ્ટેમ્બર - ૧૯૮૪માં થયો, યુ.કે.માં લેસ્ટરમાં ત્યાંના જૈન સંઘે અને ડૉ. નટુભાઈ શાહે નવા જૈન મંદિરના નિર્માણ માટે ઓનરરી ડિરેક્ટર તરીકે આમંત્રણ આપ્યું - ત્યાં મંદિરનું કામ સંભાળ્યું. પતિપત્ની બન્નેએ યુ.કે.ના જુદા જુદા સ્થળે જૈનધર્મ પર વ્યાખ્યાનો આપ્યા. ૧૯૮૫ ૬ઠો જૈન સાહિત્ય સમારોહ - ખંભાતમાં થયો, જિનતત્ત્વ ભાગ ૧, જૈન સાહિત્ય સમારોહ - ગુચ્છ ૧ પ્રગટ થયો. ૧૯૮૬ જૈન સાહિત્ય સમારોહ - પાલણપુરમાં થયો, મોરેશિયસનો પ્રવાસ. ૧૯૮૭ ચંદરિયા ફાઉન્ડેશનના આમંત્રણથી અમેરિકા અને કેનેડામાં રમણભાઈ અને તારાબહેને જૈનધર્મ પર લેક્ટર આપ્યાં. કેનેડામાં ૩૭૦ સાંપ્રત સમાજ-દર્શન Page #419 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૮ ૧૯૮૯ વેજિટેરિયન કોન્ફરન્સમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ, જૈનધર્મ અને શાકાહાર પર વક્તવ્ય આપ્યું, બૌદ્ધ ધર્મ માટે પુછાયેલા સવાલોના જવાબ આપ્યા, જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ બીજો પ્રગટ થયો., જૈન સાહિત્ય સમારોહ – સમેત શિખરમાં યોજાયો. દોહિત્ર કેવલ્યનો જન્મ ૮ ફેબ્રુઆરી ૧૯૮૭ના દિને. મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષના પદેથી બે વર્ષ વહેલા છૂટા થયા, પુત્ર અમિતાભના જામનગર નિવાસી શ્રી નગીનભાઈ પદમશ્રી શેઠની પુત્રી સુરભિ સાથે તા. ૨૧ જાન્યુઆરી ૧૯૮૮ના દિને લગ્ન થયા., સોવિયેટ યુનિયનનો પ્રવાસ - ઓલિમ્પિક્સ જોવા માટે કર્યો, ૧૦મો સાહિત્ય સમારોહ - બોતેર જિનાલય - કચ્છમાં કર્યો, “મોહનલાલજી મહારાજ” પુસ્તિકા એપ્રિલ ૧૯૮૮, જિન તત્ત્વ ભાગ-૨ ફેબ્રુઆરી ૮૮, “ઉપાધ્યાય યશોવિજયજી' જુલાઈ, “પ્રભાવક સ્થવિરો' - જુલાઈ ૮૯, યુ.કે.માં લેસ્ટરમાં નિર્માણ થયેલા જૈન મંદિરની પ્રતિષ્ઠામાં ભાગ લીધો, યુ.કે.માં કેટલાક જૈન સેન્ટરની મુલાકાત. સાહિત્ય સમારોહ ચારૂપ તીર્થમાં પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજની નિશ્રામાં (પાટણપાસે), પ્રભાવક સ્થવિરો – ભાગ, જિનતત્ત્વ, સાંપ્રત સહચિંતન ભાગ૧, ડિસે. ૮૯, ભાગ ૨, ભાગ ૩. પુત્ર અમિતાભને કોર્નેલ યુનિવર્સિટી તરફથી Ph.D.ની ડીગ્રી મળી., તારાબહેનના માતુશ્રી ધીરજબેન દીપચંદ શાહનો ત્રીજી જૂન ૧૯૯૦ સ્વર્ગવાસ થયો., વંદનીય હૃદયસ્પર્શ ભાગ-૧, માર્ચ૯૦, “શેઠ મોતીશા' પ્રગટ થયા, અખિલ ભારતીય પત્રકાર પરિષદમાં વક્તવ્ય આપ્યું - ધોળકા. પુત્ર અમિતાભને ત્યાં અમેરિકામાં બોસ્ટન પાસે એન્ટન બન્ને જણ ગયાં. તા. ૧૭ માર્ચ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧ - ગુડી પડવાને દિને પૌત્ર ચિ. અર્ચિતનો જન્મ થયો, શેઠ મોતીશા - બીજા આવૃત્તિ - ૧૯૯૧, તાઓ દર્શન - ૯૧, પ્રભાવક સ્થવિરો - ૯૧માં પ્રગટ થયા. અમેરિકા, યુ.કે. અને આઈસલેન્ડનો પ્રવાસ, અભયભાઈ અને મંગલાબહેન સાથે આઈસલેન્ડનો પ્રવાસ, એન્ટનમાં પૌત્રી સાંપ્રત સમાજ-દર્શન ૪૯ ૩૭૧ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ Page #420 -------------------------------------------------------------------------- ________________ અચિરાનો ર૭ નવેમ્બર ૯૨ના રોજ જન્મ થયો., જિનતત્ત્વ - ભાગ ૫, વંદનીય હૃદયસ્પર્શ ભાગ ૨, અભિચિંતના - જાન્યુ. ૯૨ શેઠ મોતીશા, બેરરથી બ્રિગેડિયર જાન્યુ. ૯૨, પ્રભાવક સ્થવિરો ઓક્ટો. ૯૨ પ્રગટ થયા. ૧૯૯૩ “તિવિહેણ વંદામિ' - માર્ચ ૯૩, “રાણકપુર તીર્થ” - જાન્યુ. પ્રભાવક સ્થવિરો - ઓગસ્ટ ૯૩, સાંપ્રત સહચિંતન - ભાગ ૪ સપ્ટેમ્બર, ‘જિનતત્ત્વ” ભાગ-૧ - બીજી આવૃત્તિ. ૧૯૯૪ ૧૨ જૈન સાહિત્ય સમારોહ બોતેર જિનાલય કચ્છ “સાંપ્રત સહચિંતન ભાગ-૫, જૂન ૯૪, ફેબ્રુઆરી ૯૪માં શ્રી રાકેશભાઈ ઝવેરીએ “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' પર થિસિસ - મહાનિબંધ - ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન સાથે લખવા મુંબઈ યુનિ.માં રજિસ્ટર કરાવ્યું. ૧૯૯૫ ૧૩મો જૈન સાહિત્ય સમારોહ - શંખે સ્વરમાં, વિજયશેખર કૃત નળદમયંતી પ્રબંધ - ફેબ્રુ. ૯૫, Jin Vachan ફેબ્રુઆરી ૯૫, બીજી આવૃત્તિ ઓગષ્ટ ૯૫, સાંપ્રત સહચિંતન ફેબ્રુઆરી ૯૫. ૧૯૯૬ પિતાશ્રી ચીમનભાઈનો ૧૦૦મા વર્ષમાં પ્રવેશ, ૧૪માં જૈન સાહિત્ય સમારોહ, ગોધરા - કચ્છ, “કોફ્યુસિયસનો નીતિધર્મ' ઓગષ્ટ ૯૬, જિન તત્ત્વ, ભાગ-૩, ફેબ્રુઆરી ૯૬. ૧૯૯૭ ૧૫મો જૈન સાહિત્ય સમારોહ, ઇજિપ્ત, ગ્રીસ અને તુર્કસ્તાનનો પ્રવાસ, સાંપ્રત સહચિંતન ભાગ-૯, અધ્યાત્મ સાર ભાગ-૧ - ૯૭, ઓસ્ટ્રેલિયા - ૯૭, પ્રભાવક સ્થવિરો જૂન-૯૭. ૧૯૯૮ ૨/૧૨/૯૮ના દિવસે કોન્વોકેશન - રાકેશભાઈને Ph.D.ની ડીગ્રી નોર્વે સ્વીડનનો પ્રવાસ, અભયભાઈ મહેતા સાથે, પાસપોર્ટની પાંખે - ભાગ-૧ની ત્રીજી આવૃત્તિ - માર્ચ ૯૮, પાસપોર્ટની પાંખે ઉત્તરાલેખન (ભાગ-૨) ઓક્ટો.-૯૮, સાંપ્રત સહચિંતન ભાગ-૧૦. ૧૯૯૯ યુનાઈટેડ આરબ એમિરેટસ' દુબઈ, મસ્કત, શારજહા, અબુધાબીનો પ્રવાસ, રમણભાઈ, તારાબહેન, યુવક સંઘના પ્રમુખ રસિકલાલ લહેરચંદ સાથે કર્યો., “જૈન શોશ્યલ ગ્રુપ' ઉપરાંત જુદા જુદાં ઘરે - ખાસ કરીને રજનીભાઈ શાહ, ભરતભાઈ શાહ, નવીનભાઈ શાહ વગેરેને ત્યાં આમંત્રિતો વચ્ચે જૈન ધર્મ અને સાહિત્ય પર પ્રવચનો, “મસ્કતમાં દિલીપભાઈ શાહ તરફથી ૩૭૨ ૯ સાંપ્રત સમાજ-દર્શન Page #421 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ વિશેષ સભામાં રમણીકલાલ શાહના પ્રમુખસ્થાને, ગુર્જર ફાગુ સાહિત્ય - ૯૯, ‘સાંપ્રત સહચિંતન' - ભાગ-૧૧ મે ૯૯, જૈન લગ્ન વિધિ - બીજી આવૃત્તિ - ૯૯, ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડનો પ્રવાસ, પૂ. રાકેશભાઈ સાથે સીંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડનો પ્રવાસ, સીંગાપોરના જૈન સંઘના આમંત્રણથી શ્રોતાજનો સમક્ષ બન્નેએ તારાબેન અને રમણભાઈએ વક્તવ્યો આપ્યા. ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૦, ભાદરવા વદ ૮ના દિને પિતાશ્રી પૂ. ચીમનલાલ અમૃતલાલ શાહનો ૧૦૪ વર્ષની વયે સ્વર્ગવાસ., Comfort trave - મહાસુખભાઈ સાથે ટુરમાં સાઉથ આફ્રિકાનો પ્રવાસ એક દિવસ નાયરોબી ગયા., વીરપ્રભુનાં વચનો ભાગ૧, જૈન ધર્મ - માર્ચ, સાંપ્રત સહચિંતન ભાગ-૧૨, સપ્ટેમ્બર, અધ્યાત્મ સાર ભાગ-૨ ડિસેમ્બર, વંદનીય હૃદયસ્પર્શ જૂન. જૈન સાહિત્ય સમારોહ - મલ્લિનાથ, તીર્થ, દહાણુ, વીર પ્રભુનાં વચનો ભાગ ૧, સાંપ્રત સહચિંતન ભાગ-૧૩, અધ્યાત્મ સાર ભાગ-૩, નવેમ્બર ૨૦૦૧, આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ આયોજિત ‘અવધૂત આનંદધનની આધ્યાત્મિક શબ્દચેતના' - મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભાર., સંગોષ્ઠિ - સુરતમાં, અધ્યક્ષ અને મુખ્ય વક્તા તરીકે ભાગ લીધો ૧૩ ઓક્ટો. ૨૦૦૧, મોટાભાઈ જયંતીભાઈનું ૮૦મું અને રમણભાઈનું ૭૫મું વર્ષ, શૈલજાએ મુલુંડમાં - ગોલ્ડન સ્વાનમાં કુટુંબ મિલન યોજ્યું, રમણભાઈ - તારાબેનના લગ્નનું ૫૦મું વર્ષ - મિત્ર મહેન્દ્રભાઈ ખૂમચંદ અને પુષ્પાબહેન સાથે નાગેશ્વર તીર્થયાત્રા કરી, મધ્યપ્રદેશના મહત્ત્વના દિગંબર તીર્થોની યાત્રા કરી, મહેન્દ્રભાઈ અને આશાબહેને ૫૦ વર્ષની ખુશાલીમાં શંખેશ્વર તીર્થમાં વિકલાંગોને સાધન આપવાનો કેમ્પ કર્યો., જિનતત્ત્વ ભાગ-૭, ઓગષ્ટ ૨૦૦૨, પ્રભાવક સ્થવિરો ભાગ૧, ૨, ૩, ૪, એક પુસ્તકરૂપે છાપ્યા, જિનતત્ત્વ ૧ થી ૫ ભાગ સાથે છાપ્યા ઓક્ટો. ૨૦૦૨. ૫ જાન્યુઆરીમાં - જૈન સાહિત્ય અને ધર્મના લેખન, સંશોધન, સંપાદન માટે શ્રી બાબુલાલ અમૃતલાલ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી સમદર્શી હરિભદ્રસૂરિ સુવર્ણચંદ્રક શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ સાંપ્રત સમાજ-દર્શન * ૩૭૩ Page #422 -------------------------------------------------------------------------- ________________ શેઠના પ્રમુખપદે અને શ્રી ભોળાભાઈ પટેલના હસ્તે, અમદાવાદમાં હોલમાં અપાયો, ૧૭મો જૈન સાહિત્ય સમારોહ, લાયજા ચ્છમાં યોજાયો, “પંડિત સુખલાલજી' ડિસેમ્બર -૩, “સાંપ્રત સહચિંતન' ભાગ-૧૪, ઓક્ટો., અધ્યાત્મસાર - ભાગ-૩ નવેમ્બર. ૨૦૦૪ ઓક્ટોબર ૧લીએ ૨૧-૨૨, રેખા-૧ વાલકેશ્વરના ઘરે થી ૩૦૧, ત્રિદેવ, મુલુંડ વેસ્ટમાં રહેવા આવ્યા, અધ્યાત્મ સાર સંપૂર્ણ (ત્રણ ભાગ ભેગા છપાયા - ૨00૪), સાંપ્રત સહચિંતન ૧૫ ઓક્ટો. – ૨૦૦૪, જિન તત્ત્વ ભાગ-૮, મે ૨૦૦૪, જૈન ધર્મના પુષ્પ ગુચ્છ, બિપિનચંદ્ર કાપડિયા સાથે નવેમ્બર ૨૦૦૪. ૨૦૦૫ ઉપાધ્યાય યશોવિજયજી કૃત જ્ઞાન સાર - સંપૂર્ણનું વિમોચન ૪, માર્ચ - ૨૦૦૫. સાયલા આશ્રમમાં પૂ. આત્માનંદજીના હસ્તે થયું, “વંદનીય હૃદયસ્પર્શ' સાથે છપાયેલા પાંચ ભાગમાં એક ભાગ ઉમેરીને છપાવ્યો., રમણભાઈને નબળાઈ વધતી ગઈ, ૨૨મીએ રાત્રે બ્લેકહાર્ટ હોસ્પીટલ, મુલુંડમાં દાખલ કર્યા. ૨૩મીએ તિબિયત સુધરી ૨૪મીએ બ્રાહ્મ મુહૂર્તે સમાધિ મૃત્યુ થયું, અમિતાભ ૨૪મીએ રાત્રે આવ્યાં, ૨૫મીએ અગ્નિ સંસ્કાર કર્યા, ૨૭મીએ પાટકર હોલમાં પ્રાર્થના સભા યોજાઈ, તેમની પાવન સ્મૃતિમાં જૈન યુવક સંઘે શ્રી ધનવંતભાઈના તંત્રીપદે નવેમ્બરનો પ્રબુદ્ધ જીવનનો અંક શ્રદ્ધાંજલિ અંક તરીકે અને જાન્યુઆરી ૨૦૦૬નો દળદાર અંક સ્મરણાંજલિ અંક તરીકે પ્રસિદ્ધ કર્યા. ૩૭૪ x સાંપ્રત સમાજ-દર્શન Page #423 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રમણલાલ ચી. શાહનાં પુસ્તકો એકાંકી સંગ્રહ જ શ્યામ રંગ સમીપે જીવનચરિત્ર-રેખાચિત્ર-સંસ્મરણ ગુલામોનો મુક્તિદાતા * ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એક હેમચંદ્રાચાર્ય * શ્રી મોહનલાલજી મહારાજ * વંદનીય હૃદયસ્પર્શ * શેઠ મોતી શાહ * પ્રભાવકસ્થવિરો, ભાગ ૧ થી ૬ * બેરથી બ્રિગેડિયર * તિવિહેણ વંદામિ * પંડિત સુખલાલજી પ્રવાસ-શોધ-સફર જ એવરેસ્ટનું આરોહણ અંક પ્રદેશે જય-વિજયના ૯ ઑસ્ટ્રેલિયા * રાણકપુર તીર્થ ઝ પાસપોર્ટની પાંખે ઉત્તરધ્રુવની શોધ-સફર * પાસપૉર્ટની પાંખે - ઉત્તરાલેખન ન્યૂઝીલેન્ડ * પાસપૉર્ટની પાંકે - ભાગ ત્રીજો નિબંધ * સાંપ્રત સહચિંતન, ભાગ ૧થી ૧૫* અભિચિંતના સાહિત્ય-વિવેચન એક ગુજરાતી સાહિત્યનું રેખાદર્શન (અન્ય સાથે) - નરસિંહ પૂર્વેનું ગુજરાતી સાહિત્ય » સમયસુંદર * બુંગાકુ-શુમિ * પડિલેહા * ક્રિતિકા * ૧૯૬૨નું ગ્રંથસ્થ વામય * નળ-દમયંતીની કથાનો વિકાસ* ગૂર્જર ફાગુસાહિત્ય સંશોધન સંપાદન • નલ-દવદંતી રાસ (સમસુંદરકૃત) એક જંબુસ્વામી રાસ (યશોવિજયકૃત) * કુવલયમાળા (ઉદ્દદ્યોતનસૂરિ કૃત) *મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદરકૃત) જ નલ-દવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) ઝ થાવસ્યાસુત રિષિ ચોપાઈ (સમયસુંદરકૃત) સાંપ્રત સમાજ-દર્શન ૯ ૩૭૫ Page #424 -------------------------------------------------------------------------- ________________ ત્ર નલરાય-દવદંતી ચરિત્ર (ઋષિવર્ધનસૂરિકત) ત્ર ધન્ના-શાલિભદ્ર ચોપાઈ (ગુણવિનયકૃત) એક બે લઘુ રાસકૃતિઓ (જ્ઞાનસાગરકૃત અને ક્ષમાકલ્યાણકૃત) * નલ-દવદંતી પ્રબંધ (વિજયશેખરકૃત). ધર્મ-તત્ત્વજ્ઞાન * જૈન ધર્મ (છઠી આવૃત્તિ). * જૈન ધર્મ (હિન્દી આવૃત્તિ) » જૈન ધર્મ (મરાઠી આવૃત્તિ) બૌદ્ધ ધર્મ ૯ જ્ઞાનસાર * નિહ્નવવાદ * જિનતત્ત્વ, ભાગ ૧ થી ૮ * તાઓ દર્શન * કફ્યુશિયસનો નીતિધર્મ * અધ્યાત્મસાર, ભાગ ૧-૨-૩ વીર * પ્રભુનાં વચનો-ભાગ ૧-૨ * અધ્યાત્મસાર (સંપૂર્ણ) * Buddhism - An Intorduction * Jina Vachana * Shraman Bhagwan Mahavir & Jainism સંક્ષેપ * સરસ્વતીચંદ્ર, ભાગ ૧ (પાઠ્યસંક્ષેપ) અનુવાદ એલ રાહુલ સાંકૃત્યાયન (સાહિત્ય અકાદમી, દિલ્હી) * ભારતની રાષ્ટ્રીય સંસ્કૃતિ (નેશનલ બુક ટ્રસ્ટ, દિલ્હી) સંપાદન (અન્ય સાથે) ઝઃ મનીષા * શ્રેષ્ઠ નિબંધિકાઓ * શબ્દલોક * ચિંતનયાત્રા * નીરાજના ઝઃ અક્ષરો * અવગાહન « જીવનદર્પણ * કવિતાલહરી * સમય ચિંતન * તત્ત્વવિચાર અને અભિવંદના * મહત્તરા શ્રી મૃગાવતીશ્રીજી * જૈન સાહિત્ય સમારોહ, ગુચ્છ ૧-૨-૩-૪ * શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ * શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દી ગ્રંથ પ્રકીર્ણ * એન. સી. સી. * જૈન લગ્નવિધિ ૩૭૬ - સાંપ્રત સમાજ-દર્શન Page #425 -------------------------------------------------------------------------- ________________ Page #426 -------------------------------------------------------------------------- ________________ JARI BUMBAY JAIN YUVAR SANGH SHRI CHIMANLAL CHAKUBWAI SHAR MEMORIAL, SPRING LECTURES (LITTER ાવીર નવિધાલય રક મહોત્સવF ducation internatioa For Pregate & F UNNUse Only www.jainelibsary.org Page #427 -------------------------------------------------------------------------- ________________ પ્રો. જશવંત શેખડીવાળા પ્રો. જશવંત શેખડીવાળા (જન્મ : ૩-૭-૧૯૩૧)નો જન્મ વતન ખેડા જિલ્લાના પેટલાદ તાલુકાના શેખડી ગામે . ૧૯૫૦માં તેઓ મેટ્રિક થયા. ૧૯૫૪માં ગુજરાતી - ઈતિહાસ વિષયો સાથે મ. સ. યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૭માં ગુજરાતી અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ વિષયોમાં એમ.એ. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં તેઓ વર્ષો સુધી અનુસ્નાતક ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા. ‘નાટ્યલોક' (૧૯૭૯) એમનો નાટ્યવિષયક વિવેચન સંગ્રહ છે. ગુજરાતી એકાંકીનું સર્જન બટુભાઈ પૂર્વે પારસી લેખકોએ કર્યું હતું એ બાબત તરફ લક્ષ ખેંચતો લેખ નોંધપાત્ર રહ્યો છે. ‘જયા-જયંત’ : બે મુદ્દા - એ લેખ પણ ન્હાનાલાલના એ નાટકની કડક નિર્ભીક આલોચના આપતો હોઈ ધ્યાનપાત્ર છે. કાવ્યમધુ' (૧૯૬૧), ‘ગદ્યગરિમા' (૧૯૬૫), ‘વાર્તામધુ” (૧૯૭૩) ઈત્યાદિ એમના સહસંપાદનના ગ્રંથો છે. મુખ્યત્વે કડક, નિર્ભીક વિવેચક અને સૂઝ-સમજ , ચીવટવાળા સંપાદક પ્રો. શેખડીવાળાએ ‘ડૉ. રમણલાલ ચી. શાહ સાહિત્ય સૌરભ ગ્રંથશ્રેણીના બે ગ્રંથો – ‘સાંપ્રત સમાજ દર્શન’ અને ‘પ્રવાસ દર્શન : સંપાદન કર્યું છે. Jain Education er Page #428 -------------------------------------------------------------------------- ________________ 0) e) ઓ હ ) રમણભાઈની કલા રચના (1941) www.jainelibrary.com