________________
વણાઈ જાય છે. આ પ્રકારની માનસગ્રંથિ ભારતમાં અને બીજા દેશોમાં ઘણા લોકોમાં જોવા મળે છે. ભારતમાં ઘણે સ્થળે જાહેર શૌચાલયોમાં દાખલ થતાં બીડી-સિગરેટના ધુમાડાની તીવ્ર વાસ આવતી હોય છે.
તંબાકુના કેટલાક જૂના વ્યસનીઓને એનો સમય થાય અને તંબાકુવાળું પાન, સિગરેટ કે માવો વગેરે ન મળે તો બેચેની અનુભવે, માથું દુ:ખવા આવે કે કોઈકને ચક્કર પણ આવે. કેટલાકને ખાધા પછી છેલ્લે કોળિયો પૂરો થતાં જ બીડી-સિગરેટ પીવાની તલપ લાગે છે. કેટલાકને ચા પીધા પછી તરત જ તંબાકુવાળું પાન ખાવા જોઈએ છે કે બીડી-સિગરેટ જોઈએ.
કેટલાક વર્ષ પહેલાં અમારા ઘરે અમારા એક વડીલ પ્રોફેસરને સહકુટુંબ જમવાનું નિમંત્રણ આપેલું. અમે બધા જમીને ઊઠ્યા અને દીવાનખાનામાં બેઠા તે વખતે એ પ્રોફેસરના દીકરા દેખાયા નહિ. એટલી વારમાં તેઓ ક્યાં ગુમ થઈ ગયા એની પૂછાપૂછ કરી પણ કોઈ કશું બોલ્યું નહિ. થોડી વારે દીકરા બહારથી આવ્યા અને પૂછતાં કહ્યું કે થોડું કામ હતું એટલે બહાર આંટો મારવા ગયો હતો. પછી એ વડીલ પ્રોફેસરે જ ખાનગીમાં ખુલાસો કરી દીધો કે એમના દીકરાને જમ્યા પછી તરત જ સિગરેટ પીવાની ટેવ પડી ગઈ છે અને પોતાની હાજરીમાં હજુ સિગરેટ પીતો નથી એટલે ઘરની બહાર ક્યાંક જઈને સિગરેટ પી આવે છે.
તમાકુના પાનવાળા કેટલાક વ્યસનીઓ ચોવીસ કલાક પોતાની પાસે પાનનો ખજાનો અખૂટ રાખે છે. કેટલાકને તો અડધી રાતે ઊંઘમાંથી ઊઠવાનું થાય તો પાન ખાવા જોઈએ. સિગરેટના વ્યસનીને અડધી રાતે સિગરેટ પીવા જોઈએ. કેટલાક ઓશીકા નીચે બીડી-બાક્સ મૂકી સૂઈ જાય છે. અડધી રાતે ખાંસી (smoker's cough) ચડે ત્યારે તે શાંત પાડવા એકાદ બીડી-સિગરેટ પી લે. આ કેવી અજ્ઞાનમય કરુણ દશા !
કેટલાક વ્યસનીઓને સિગરેટની એટલી ભારે ટેવ પડી જાય છે કે એક સિગરેટ પૂરી થતાં બીજી સિગરેટ પીવા જોઈએ છે. બીજી સિગરેટ તેઓ દિવાસળી કે લાઈટરથી નથી સળગાવતા પણ પહેલી સિગરેટથી બીજી સિગરેટ સળગાવી લે છે. કેટલાક આવા Chain Smokers એવા પ્રમાદી હોય છે કે વાતચીત કરતી વખતે પણ તેઓને મોઢામાંથી સિગરેટ કાઢવાનું મન થતું નથી. સિગરેટ કાઢ્યા વગર બોલવાનું ફાવે નહિ. પરંતુ આવા વ્યસનીઓ એવી કુશળતા મેળવે છે કે હોઠના એક ખૂણામાં પડી પડી સિગરેટ પીવાતી જાય, નાક અને મોઢામાંથી ધુમાડા નીકળતા જાય અને સાથે સાથે વાતચીત પણ કરતા જાય. વ્યસનીઓમાં આ ઘણી અઘરી
લેડી નિકોટિન સાથે છૂટાછેડા * ૨૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org