________________
લોહીમાં હતા. શ્રીમંત હતો એટલે તે પણ પોતાનો વટ પાડવા ઇચ્છતો હતો. તેણે બધાનાં દેખતાં પોતાના ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને હજાર પાઉન્ડનો સેલ્ફ-બે૨૨ ચેક લખ્યો એમાં વટથી સહી કરી. પછી તેમાં તંબાકુ ભરી સિગરેટ બનાવી પીવા લાગ્યો. આમ, સિગરેટ દ્વારા પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાની વૃત્તિ કેટલાક લોકોમાં અછતી રહેતી નથી.
કેટલાક માણસો વિવિધ પ્રકારની લઘુતાગ્રંથિથી પીડાતા હોય છે અને એની જ્યારે પોતાના ચિત્ત ઉપર અસર થવાનો અનુભવ થાય છે ત્યારે તરત તેઓ બીડી-સિગરેટ સળગાવે છે. પોતાની કંપનીનો માલ દેશપરદેશમાં વેચવા માટે મથામણ કરનાર કેટલાયે સેલ્સમૅનોને બીજા વેપારીઓ સાથે વાતચીત કરતી વખતે તરત સિગરેટ સળગાવવાનું મન થાય છે. સિગરેટ એ સેલ્સમૅનોનું સામાન્ય વ્યસન છે. દુનિયાના ઘણા દેશોમાં અધ્યાપકોનું વર્ગ લેતાં પહેલાં સિગરેટના બે-ચાર દમ ખેંચી લેવાની ટેવ હોય છે. જે દેશોમાં અધ્યાપકોને વર્ગમાં સિગરેટ પીવાની છૂટ હોય છે તેવા અધ્યાપકોને વર્ગમાં વિદ્યાર્થી કોઈ અઘરો પ્રશ્ન પૂછે તો તરત સિગરેટ સળગાવવાનું મન થાય છે. કેટલાક ડૉક્ટરોને આપરેશન-થિયેટરમાં ઑપરેશન કરવા જતાં પહેલાં થોડી સિગરેટ પી લેવાની ટેવ હોય છે. કેટલાક અભિનેતાઓને સ્ટેજ ઉપર જતાં પહેલાં એકાદ-બે ફૂંકવાની (અથવા કોઈને શરાબ લેવાની પણ) આદત હોય છે. ઈન્ટરવ્યૂ આપવા માટે જનારા કેટલાયે ઉમેદવારને પણ સિગરેટની આવી ટેવ હોય છે. કેટલાક દેશોમાં જ્યાં વિદ્યાર્થીને વર્ગમાં સિગરેટ પીવાની છૂટ હોય છે ત્યાં તેઓ વર્ગમાં થાકી જાય ત્યારે અથવા તેઓ પરીક્ષાખંડમાં જતાં હોય ત્યારે પહેલાં સિગરેટ પી લે છે. કેટલાક પુરુષો પત્ની સાથેના સહચાર પહેલાં સિગરેટનો આશ્રય લે છે. કેટલાક માણસોને અચાનક મૂંઝવણનો કોઈ પ્રશ્ન ઊભો થાય કે તરત સિગરેટ સળગાવવાની જરૂર પડે છે. સિગરેટના ધુમાડાને માનસિક લઘુતાગ્રંથિ સાથે સંબંધ બંધાઈ જાય છે.
ધૂમ્રપાનની ટેવ કેટલાક લોકોમાં વખત જતાં એવી માન્યતાઓ જન્માવે છે કે ભોજન પછી જો પોતે બીડી-સિગરેટ પીએ તો પોતાને ખાધેલું સારી રીતે હજમ થઈ જાય છે. આ કોઈ નિયમ નથી. પરંતુ કોઈક વ્યક્તિને બે-ચાર વખત એવો અનુભવ થાય પછી તે તેવે વખતે ધૂમ્રપાન કરવા લલચાય છે.
કેટલાક લોકોને ધૂમ્રપાન પછી જ શૌચક્રિયા સારી રીતે થાય છે અને પેટ સાફ આવે છે. આથી તેઓના જીવનમાં ધૂમ્રપાન તેની સાથે
૨૧૮ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org