________________
પસાર કરવાનું એ એક મોટું સાધન બની રહે છે. એટલું તો નક્કી છે કે સિગરેટના ધુમાડાની મગજ ઉપર અસર થાય છે. કોઈકે કહ્યું છે કે, ‘The man who smokes thinks like a sage and acts like a samaritan. તો ઈમર્સના કહે છે, “The believing we do something when we do nothing is the first illusion of tobacco.'
તમાકુમાં કેટલાક ઔષધીય ગુણ છે એનો અસ્વીકાર નહિ કરી શકાય. તમાકુ જંતુઘ્ન છે અને માપસર જરૂર પૂરતો એનો ઉપયોગ કરવામાં આવે, અને વ્યસનમાં પરિણમે તે પહેલાં એને છોડી દેવામાં આવે તો કેટલાક ફાયદા જરૂર થાય છે. દિવસમાં બે-ચાર જ સિગરેટ કે સિગાર પીનારને આમ તો એંસી-નેવું વર્ષ સુધી ચર્ચિલની જેમ વાંધો આવતો નથી, પણ એવો સંયમ નિયમ સરળ નથી. વળી, એવાં બેચાર ઉદાહરણો તો અપવાદરૂપ જ ગણાય. એનો આધાર લેવા જતાં માણસ ક્યારે ભૂલથાપ ખાઈ બેસશે એ કહી ન શકાય.
| સિગરેટ પીવી એ શ્રીમંતાઈના પ્રદર્શનનો કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ બની ગયો છે. જેને પરવડે તે પીએ. મોગલોના જમાનામાં હુકો બાદશાહ અને શ્રીમંતોના ઘરથી શરૂ થયો. તમાકુ નાખીને, તાજી વાળેલી બીડી કે બનાવેલી સિગરેટ પીવી એવો પ્રચાર પણ ચાલ્યો. બીજા કરતાં પોતે ઊંચી, મોંઘી સિગરેટ પીએ છે એવું દેખાડવાના પ્રયત્નો પણ થાય છે.
એક વખત ઇંગ્લેન્ડમાં ટ્રેનમાં ત્રણ બહુ મોટા શ્રીમંત પ્રવાસીઓ એક જ ડબામાં સાથે થઈ ગયા. એક આઇરિશ હતા, બીજા બ્રિટિશ હતા અને ત્રીજા સ્કોટિશ હતા. ત્રણે સિગરેટના વ્યસની હતા. હવે એવું થયું કે તેઓને તે દિવસે સ્ટેશન ઉપરથી સંજોગવશાત્ સિગરેટ મળી નહિ. સિગરેટ ન મળે તો પોતાની પાસે સિગરેટ માટેનું તંબાકુ હતું. કાગળમાં સિગરેટની તંબાકુ ભરી પીવાનો વખત આવ્યો. આઈરિશ શ્રીમંત વેપારીને પોતાની શ્રીમંતાઈનું પ્રદર્શન કરવાનું મન થયું. તેણે પોતાની પાસેથી દસ પાઉંડની નોટ કાઢી અને તેમાં તંબાકુ ભરીને, સિગરેટ વાળીને સળગાવીને તે પીવા લાગ્યો અને ધુમાડાના ગોટેગોટા કાઢવા લાગ્યો. સિગરેટના વ્યસનમાં પોતે દસ પાઉન્ડની નોટ બાળી શકે છે એવા ગર્વથી તે આસપાસ જોવા લાગ્યો. બ્રિટિશ વેપારીથી આ ખમાયું નહિ. તેણે બધાના દેખતાં પોતાના ખિસ્સામાંથી સો પાઉન્ડની નોટ કાઢી. તેમાં તંબાકુ ભરીને સિગરેટ વાળીને, સળગાવીને તે પીવા લાગ્યો. આથી બધા મુસાફરો આશ્ચર્યચક્તિ થઈ ગયા. સ્કોટિશ શ્રીમંત વેપારી બુદ્ધિશાળી હતો. કસકસર અને કંજૂસાઈના સંસ્કાર એના
લેડી નિકોટિન સાથે છૂટાછેડા - ૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org