________________
बिडौजा पुरा पृष्ठवान् पद्मयोनि धरित्रीतले सारभूतं किमस्ति । चतुर्भिर्मुखैरित्यवोचद् विरंचि -
स्तमाखुस्तमाखुस्तमाखुस्तमाखु ।। (એક વખત ઇન્દ્ર બ્રહ્માને પૂછ્યું કે પૃથ્વીનું સારભૂત તત્ત્વ કહ્યું છે ? બ્રહ્માએ પોતાનાં ચારે મુખથી કહ્યું : તમાખુ, તમાખુ, તમાખુ, તમાખુ.)
X X X श्रीकृष्ण पूतनायाः स्तनमलमपिबत् कालकूटेन पूर्ण । प्रस्कन्नं भूप्रदेशे किमपि च पिबतो यत्तदा तस्य वकत्रात् ।। तस्मादेषा तमाख्नुः सुरवरपरमोच्छिष्टमेतद् दुरापं । स्तुत्वा नत्वा मिलित्वा ह्यनिशमतिमुदा सेव्यते वैष्णवाग्रयैः ।।
(શ્રીકૃષ્ણ જ્યારે પૂતના રાક્ષસીના સ્તન ઉપર લાગેલા કાલકૂટ વિષનું પાન કર્યું તે વખતે એમના મુખમાંથી થોડાં ટીપાં પૃથ્વી ઉપર પડ્યાં એમાંથી તમાકુ ઊગ્યું, એટલે તમાખુ ભગવાન વિષ્ણુનું ઉચ્છિષ્ટ છે એવું માનીને અગ્રગણ્ય વૈષ્ણવો તમાખની સ્તુતિ કરે છે અને તેનું આનંદ અને વિનયપૂર્વક સેવન કરે છે.)
પંડિતયુગના હાસ્યરસિક નવલકથાકાર રમણભાઈ નીલકંઠે “ભદ્રંભદ્ર' નવલકથામાં ભદ્રંભદ્રની કેટલીક ખાસિયતો વિશે કટાક્ષ કર્યો છે. ધ્રુમપાન બ્રાહ્મણોને નિષિદ્ધ નથી બલકે ધૂમ્રપાન તો પુણ્યની મોટી પ્રવૃત્તિ છે અને એને શાસ્ત્રનો આધાર છે એમ સમજાવવા માટે કલ્પિત શ્લોક ભદ્રંભદ્રને કહેવામાં આવે છે કે ધૂમ્રપાન મહાપુણં ગોટે ગોટે ગૌલાન | ધૂમ્રપાન કરનારા ધુમાડાનો એક ગોટો મોઢામાંથી કાઢે તો એને એક ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ શાસ્ત્રકથન (જે હકીકતમાં નથી) વિશેના પોતાના અજ્ઞાનથી ભદ્રંભદ્ર આશ્ચર્ય અનુભવે છે.
તમાકુથી મનુષ્યના ચિત્તને એક આવેગ મળે છે. થોડી વાર પ્રસન્નતા અનુભવાય છે. સિગરેટ મૈત્રી બાંધવાનું એક મોટું સાધન ગણાય છે. વાતચીતનો દોર આગળ ન ચાલતો હોય તો એકાદ સિગરેટ સળગાવવાથી ચાલવા લાગે છે. સિગરેટના બે-ચાર દમ ખેંચ્યા પછી કેટલાકની જીભ છૂટી જાય છે. સિગરેટ પીધા પછી પોતાની ચિંતન ધારા ચાલતી હોય એવો અનુભવ પણ કેટલાક લેખકો ચિંતકોને થાય છે. કવિઓને એમ કરવાથી કવિતા છૂરે છે. ક્યારેક એ માત્ર ભ્રમ જ હોય છે. એકલતામાં સિગરેટનો સહારો લેવાય છે અને માણસ વિચારે ચડી જાય છે. સમય
૨૧૬ - સાંપ્રત સમાજ-દર્શન For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International