________________
કેટલીકનું ફરીથી લેબોરેટરીમાં પૃથક્કરણ કરતાં કંપનીના વૈજ્ઞાનિકોને આશ્ચર્ય સાથે જાણવા મળ્યું કે જે કંપનીએ દવા બનાવવામાં વાપર્યું નથી એવું એક રસાયણ તેમાં હતું. આવું નુકસાનકારક રસાયણ દવામાં આવ્યું ક્યાંથી ? તપાસ કરતાં માલુમ પડ્યું કે કોઈક હરીફ કંપનીએ એવી જ દવા કોઈક નુકસાનકારક રસાયણ ભેળવીને એ જ નામથી એવા જ પેકેટમાં બજારમાં વહેતી કરી દીધી હતી. બીજી કંપનીને ન ફાવવા દેવાના આશયથી લાખો માણસોના આરોગ્યને નુકસાન પહોંચાડવામાં મોટી કંપનીઓ જરા પણ અચકાતી નથી. ભારતમાં તો પ્રચલિત નફાકારાક નામાંક્તિ દવાઓની બનાવટી નકલ કરી વેચવા માટે વખતોવખત વેપારીઓ અને આવી દવા બનાવનારાઓ પકડાય છે.
ટી. બી., બ્લડ-પ્રેશર, ડાયાબીટીસ, હૃદયરોગ વગેરે મોટા શારીરિક રોગો મટાડવા માટે અનેક અકસીર દવાઓ છેલ્લા ત્રણ-ચાર દાયકાઓમાં શોધાઈ છે. ઈસ્યુલિન, ટેરામાઈસિન, પેનિસિલિન, સ્ટ્રેપ્ટોમાઈસીન, કોર્ટિઝોન વગેરે દવાઓ એના યોગ્ય ઉપયોગમાં લેવાય તો માનવજાત માટે આશીર્વાદરૂપ નીવડી છે. બીજા કેટલાયે રોગો માટે પણ ઘણી અક્સીર દવાઓ નીકળી છે. દવાઓના ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં અદ્ભુત પ્રગતિ થઈ છે, અને થતી રહી છે. અનુભવી ડૉક્ટરો એ વિશે ઘણો પ્રકાશ પાડી શકે. એવી જ રીતે વિવિધ પ્રકારની શારીરિક તપાસ માટેનાં સાધનો અને પ્રયોગો ખૂબ ખૂબ વિકાસ થયો છે. કપ્યુટરની મદદ પણ તબીબી ક્ષેત્રે ઘણી કામિયાબ નીવડી છે. આયુર્વેદી, યુનાની વગેરે પ્રાચીન વૈદિક પદ્ધતિ ઉપર આધારિત નવાં સંશોધનો પણ ઉપયોગી પુરવાર થયાં છે.
જેમ શારીરિક રોગો માટે તેમ માનસિક રોગોને માટે પણ ઘણી નવી નવી દવાઓ નીકળી છે. કોઈ માનસિક આઘાતને કારણે અચાનક ગાંડા કે ચક્રમ થઈ જતા કેટલાક માણસો આધુનિક દવાઓથી ફરી પાછા સાવ સાજા થઈ ગયા હોય એવા કેટલાય કિસ્સા જોવા મળશે. જન્મથી મંદબુદ્ધિવાળા બાળકો પણ દવાથી હોશિયાર થાય છે. નવી દવાઓ કેટલું સરસ કામ કરે છે તે આવા દાખલાઓ પરથી જોઈ શકાય છે.
શારીરિક રોગો માટેની કેટલીક દવાઓની શરીર ઉપર વિપરીત અસર ક્યારેક થાય છે. પ્રસૂતિની વેદના ન થાય એ માટે બીજા વિશ્વયુદ્ધ પછી એક કંપનીએ બનાવેલી દવાની વિપરીત અસરને કારણે ટૂંકા હાથ - પગ વાળાં અનેક બાળકો પશ્ચિમની દુનિયામાં જન્મ્યાં છે. હવે એ દવા બંધ થઈ છે. આવી બીજી કેટલીક દવાઓની માઠી અસર પણ થઈ છે.
નવી દવાઓ, નવી સમસ્યાઓ સર ૨૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org