________________
પંડિતોનું ગૃહજીવન
શું પંડિતોનું ગૃહજીવન બીજાનાં કરતાં જુદું હોઈ શકે? જરૂર. આમ તો વ્યક્તિ-વ્યક્તિનું ગૃહજીવન નિરાળું હોઈ શકે, પરંતુ ડૉક્ટર, વકીલ, ઈજનેર, શિક્ષક, સૈનિક, બંબાવાળા, રેલવેમાં કે વિમાનમાં કે સ્ટીમરમાં કામ કરનારા માણસો, બહારગામ ફરતા સેલ્સમેન, કાયમ રાત પાળી કરતા મજૂરો વગેરેના વ્યવસાયનો પ્રભાવ જેમ એમના ગૃહજીવન ઉપર પડે છે તેમ પંડિતનો પ્રભાવ પણ એના કૌટુમ્બિક જીવન ઉપર અવશ્ય પડે જ છે.
પોતાના વ્યવસાયને કારણે કેટલાક માણસોનું જીવન એકાંગીણ બની જતું હોય છે. એમનાં રસ અને રુચિનાં ક્ષેત્ર મર્યાદિત થઈ જાય છે. ઇતર વિષયોની એમની જાણકારી ઓછી હોય છે. પંડિતો જેમ જેમ પોતાના રસના વિષયના અધ્યયનમાં-અધ્યાપનમાં વિશેષ રચ્યાપચ્યા રહે છે તેમ તેમ વ્યવહારના કેટલાયે વિષયોમાં તેઓ અબુધ જેવા ગણાય છે. એક ઘરે એક મહેમાન જમનાર હતા એમને માટે શિખંડ બનાવ્યો. એમાં કેસર નાખવા માટે પંડિતને બજારમાંથી કેસર લઈ આવવા કહ્યું. થેલી લઈને પંડિતજી બજારમાં ગાંધીની દુકાને ગયા અને પૂછ્યું, “કેસર કેમ કિલો આપ્યું ?” પ્રશ્ન સાંભળીને જ ગાંધીને હસવું આવ્યું. મોટી ન્યાત જમાડનાર પણ કિલોનો ભાવ પૂછતા નથી. કેસર ગ્રામના ભાવે મળે છે અને તે પણ આટલું બધું મોંઘું એ પંડિતજીને જિંદગીમાં પહેલી વાર જાણવા મળ્યું. એક શબ્દના દસ જુદા જુદા અર્થ કરી બતાવનારને કેસરની ખરીદી વિશે
પંડિતોનું ગૃહજીવન - ૨૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org