________________
કુદરતી રીતે જ વધુ હોય છે. પરંતુ તેના પ્રમાણમાં શ્રુતભક્તિની પ્રવૃત્તિઓ જેટલી વધવી જોઈએ તેટલી વધી નથી. શ્રુતભક્તિ વધે, જ્ઞાનનું તેજ વધે, તો જ સમાજ વધુ તેજસ્વી બને; પરંતુ વર્તમાન સમયમાં વિદ્યોપાસનાને પોષક એવાં પરિબળો ઓછાં છે. ગૃહસ્થ વિદ્વાનો જો આર્થિક દૃષ્ટિએ નિશ્ચિત હોય તો પોતાની વિદ્યાપ્રવૃત્તિને વધુ સઘન બનાવી શકે. કેટલીક સમર્થ વ્યક્તિઓએ કે સંસ્થાઓએ વિદ્વાનોને પોષવાની જવાબદારી ઉપાડી લેવલી જોઈએ. કેટલીક સરકારો જેમ સાહિત્યકારોને નિશ્ચિત લેખનકાર્યને માટે ફેલોશિપ આપવાની યોજના કરે છે તેવી ફેલોશિપની સ્થાપના નિશ્ચિત પ્રોજેક્ટને માટે જૈન સમાજે પણ કરવી જોઈએ. સારા વેતનવાળી આવી ફેલોશિપ ઉપરાંત એવી ‘વિદ્વદ્-વૃત્તિ’ની સ્થાપના પણ કરવી જોઈએ કે જેમાં લેખનકાર્યના કશા જ બંધન વિના, યથેચ્છ જ્ઞાનસંપાદનની પ્રવૃત્તિ માટે કેટલાક તેજસ્વી વિદ્વાનોની ગૌરવભરી આજીવિકાની જવાબદારી સમાજ પોતાના કર્તવ્ય તરીકે ઉપાડી લે. જે સમાજમાં તેજસ્વી વિદ્વાનોની સંખ્યા વધારે તે સમાજ વધુ તેજસ્વી બને છે. સમાજ દ્વારા વિવિધ રીતે શ્રુતમહિમા જો વધે અને વિદ્યાવ્યાસંગની અનેકવિધ પ્રવૃત્તિઓ જો પોષાય તો સમાજની જ્ઞાનદરિદ્રતા ઘટે અને સમાજ વધુ ઓજસવંતો બને. આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ પણ જ્ઞાનની દૃષ્ટિએ દરિદ્ર એવો સમાજ ખોખા જેવો પોલો રહેવાનો. પોતાનાં જ ભૌતિક ભોગવિલાસ ક્યારે એને ભરખી જશે તે કહી ન શકાય.
Jain Education International
૨૦ * સાંપ્રત સમાજ-દર્શન
For Private & Personal Use Only
(સાંપ્રત સહચિંતન-૧)
www.jainelibrary.org