________________
યશનામકર્મનો ઉદય એ બંને એટલાં પ્રબળ હોય છે કે તેમની સાચી વિદ્વત્તાની કીર્તિ ચોમેર દૂર દૂર સુધી દીર્ઘ કાળને માટે પ્રસરી રહે છે. સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી ઇત્યાદિ એ કોટિના મહાપુરુષો છે. પરંતુ એવું સદ્ભાગ્ય દરેકને ન સાંપડે. એટલે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ અને યશનામકર્મનો ઉદય એ બેમાંથી એક જ પસંદ કરવાનું હોય તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જ પસંદ કરવા યોગ્ય ગણાય. એ વિનાનો યશનામકર્મનો ઉદય તો ક્યારેક સાથે મોહનીય કર્મને પણ ઘસડી લાવે અને લેખક ભ્રમણામાં અને મિથ્યાભિમાનમાં
રાચે.
સાહિત્યમાં અધ્યયન અને લેખન બંને જેને વરેલાં છે તેવા લેખકોને માટે પણ ક્યારેક દ્વિધાભરેલી પરિસ્થિતિ ઊભી થાય છે. કેટલાક લેખકોને અધ્યયનના ભોગે લેખકનું કાર્ય કરવું પડે છે, તો કેટલાકને અધ્યયન કરવા જતાં લેખનનો ભોગ આપવો પડે છે. લેખન અને અધ્યયન બંને સમાંતર ચાલ્યા કરતાં હોય અને એ બંનેને પરસ્પર લાભ થતો હોય એવું બહુ ઓછા લેખકોમાં જોવા મળે છે. કેટલાક લેખકો લેખનને નિમિત્તે જ અધ્યયન કરી શકતા નથી, કેમ કે સંકીર્ણ પ્રવૃત્તિઓમાંથી સમય કાઢી અધ્યયન કરવા ખાતર કરવું એ સરળ વાત નથી. લેખનનું નિમિત્ત હોય તો અધ્યયન સંગીન અને ચીવટવાળું બને છે. કેટલાક લેખકોને અધ્યયન કરતાં કરતાં સ્વતંત્ર મૌલિક વિચારો, પૃથક્કરણરૂપે કે તારતમ્યરૂપે, એટલા બધા ફૂટે છે કે તેઓ તે વિશે કશુંક લખ્યા વગર રહી શકતા નથી. અધ્યયનના પરિપાકરૂપે તેમની કલમપ્રસાદી આપણને સાંપડે છે.
વિદ્યોપાસના ઘણો સમય માગી લે છે. લેખકના જીવન વ્યવહારમાં ઇતર પ્રલોભનો એટલાં બધાં હોય છે કે એક જ વિષયમાં સ્થિર થવાનું ક્યારેક કઠિન બને છે. કોઈ એક દિશામાં પ્રગતિ કરવી હોય તો માણસને બીજી કેટલીક બાબતોનો ભોગ આપ્યા વગર છૂટકો નથી. આસન બદ્ધ થયા વગર જ્ઞાનસંપાદનનું કાર્ય જલદી થતું નથી. પરંતુ સમયે સમયે નવી જાણકારી, નવી સમજ, નવી સૂઝ, નવી સંપદાની પ્રાપ્તિનો આનંદ એટલો બધો હોય છે કે એની આગળ ઇતર બાહ્ય પ્રવૃત્તિઓનો આનંદ તુચ્છ લાગવાનો સંભવ છે.
વર્તમાન સમય એ આપણે માટે તીર્થકરોના વિરહનો સમય છે. તીર્થકરોના વિરહમાં મોક્ષમાર્ગ ઉપર સ્થિર રહેવાને માટે મુખ્ય આલંબન બે છે : જિનબિંબ અને જિનાગમ. જિનપ્રતિમા અને જિનમંદિરની પ્રવૃત્તિ
વિદ્યોપાસના અને વિદ્યાપોષણ ૯ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org