________________
તો જેને અનુભવ થયો હોય તે જ તેની પ્રતીતિપૂર્વક વાત કહી શકે. ભોજનના આનંદ કે યશના આનંદ કરતાં પણ જ્ઞાનનો આનંદ ઘણો ચઢિયાતો છે.
સાહિત્યનાં વિભિન્ન સ્વરૂપોમાં કેટલાંક એવાં છે કે જેમાં સર્જકતાના આનંદ ઉપરાંત શક્તિ અનુસાર યશ પણ પ્રાપ્ત થાય છે. સરળ અને મનોરંજનાત્મક સાહિત્ય ઘણો પ્રચાર પામે છે, અને લેખકને પોતાના સમયમાં અસાધારણ પ્રસિદ્ધિ સાંપડે છે. એવા પ્રકારના સરળ સાહિત્યનું સર્જન કરનાર લેખકોની સંખ્યા પણ વધુ હોય છે. પરંતુ સમય જતાં બીજા નવા લેખકો ઉદયમાં આવતાં જૂના લેખકો ઝાંખા બનતા જઈ ભૂતકાળમાં વિલીન જાય છે. બીજી બાજુ સાહિત્યમાં કેટલાંક એવાં ક્ષેત્રો છે. જેમાં લખાયેલા ગ્રંથોનો વાચકવર્ગ ઘણો મર્યાદિત હોય છે. એવા લેખકને સમાજમાં ઝાઝી પ્રસિદ્ધિ સાંપડતી નથી. પરંતુ લેખકને પોતાને તો પોતાના લેખનકાર્યથી ઘણો આનંદ અને સંતોષ મળે છે. જે લેખકો પાસે સર્જનશક્તિ અને વિદ્વતા-ઉભય હોય છે, તેઓ પોતાની બંને પ્રકારની શક્તિનો સુભગ સમન્વય કરી એવી રચના કરે છે જે ચિરકાળ સુધી જીવંત રહે છે.
માન-સન્માન મળે, યશ સાંપડે એ એકંદરે દરેક લેખકને ગમતી વાત છે. પરંતુ એ આનંદ કરતાં પણ પોતે કશું તાત્ત્વિક પામ્યાનો આનંદ છે તે ઘણો ચઢિયાતો છે. એનો સ્વાદ જેમણે ચાખ્યો છે, તેમને લોકપ્રસિદ્ધિની તમન્ના બહુ હોતી નથી. તે મળે યા ન મળે, લેખક તો પોતે નિજાનંદમાં મસ્ત હોય છે.
આપણા આલંકારિકોએ સર્જક માટે પ્રતિભા અને અભ્યાસ ઉપર ઘણો ભાર મૂક્યો છે, પ્રતિભા પણ પૂર્વના સંસ્કાર કે પૂર્વજન્મના કર્મને અનુસરીને સાંપડે છે. જૈન માન્યતા અનુસાર જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ જેટલો મોટો તેટલી વધુ જ્ઞાનસિદ્ધિ. બીજી બાજુ યશનામકર્મનો ઉદય જેટલો મોટો તેટલી વધુ પ્રસિદ્ધિ અનાયાસ સાંપડે. કેટલાક વિદ્વાનોનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ મોટો હોય છે, પરંતુ તેમનું યશનામકર્મ એટલે ઉદયમાં હોતું નથી. એથી તેમની ખ્યાતિ, લોકોની દૃષ્ટિએ જેટલી થવી જોઈએ તેટલી થતી નથી. બીજી બાજુ કેટલાક લેખકોને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ઓછો હોય છે, પરંતુ તેમનું યશનામકર્મ એટલું મોટું ઉદયમાં હોય છે કે ઓછી સિદ્ધિ છતાં તેમને ઘણી બધી પ્રસિદ્ધિ સાંપડે છે. કોઈક સભાગી લેખકોના જીવનમાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ અને
૧૮ જ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org