________________
૩
વિધોપાસના અને વિધાપોષણ
જૈન સાહિત્ય મહાસાગર જેટલું વિશાળ છે. એક માણસ પોતાની જિંદગીમાં એ તમામ સાહિત્યનું વાચન પૂરું ન કરી શકે. જૈન ગ્રંથ-ભંડારોમાં વીસ લાખથી વધુ હસ્તપ્રતોમાં અનેક કૃતિઓ સચવાયેલી પડી છે. એમાંથી આશરે માત્ર દસ-પંદર ટકા જેટલી કૃતિઓ અપ્રકાશિત છે, પરંતુ તેને લગતું કામ કરનારા અધિકારી વિદ્વાનો આપણે ત્યાં કેટલા ઓછા છે ! વળી એ પ્રકાશિત કરવા માટે બહુ નાણાં જોઈએ. જૈન સમાજ વિવિધ ક્ષેત્રોમાં નાણાં તો પુષ્કળ ખર્ચે છે. પરંતુ પ્રાચીન ગ્રંથોના પ્રકાશન માટે જે નાણાં ખર્ચવાં જોઈએ તેનું પ્રમાણ ઘણું ઓછું છે. વળી, પ્રકાશિત થયેલા ગ્રંથો વાંચનારાઓની સંખ્યા કેટલી ? એટલી ઓછી સંખ્યા માટે શું ગ્રંથો પ્રકાશિત કરવા યોગ્ય છે ? એવો પ્રશ્ન પણ કેટલાકને થશે. એકંદરે જૈન ગૃહસ્થ-સમાજમાં વિદ્યારુચિનું પ્રમાણ ઘણું ઓછું છે. મહદ્ અંશે જૈનો જુદા જુદા વ્યવસાયોમાં પડ્યા છે; ઘણું સારું કમાય છે; પરંતુ વિદ્યા કે તત્ત્વ પ્રત્યે અભિરુચિ બહુ ઓછાંને છે.
પ્રશ્ન થશે કે એવી અભિરુચિની જરૂર શી ? એ વિના ન ચાલે ? ના, ન જ ચાલે, જો સમાજને વધુ તેજસ્વી બનાવવો હોય તો ! ખાવાપીવાનું તો પશુપક્ષીઓ પણ મેળવી લે છે. માત્ર મનુષ્ય પાસે જ ગહન તત્ત્વોને સમજવા કે પામવાની શક્તિ છે, જે માણસો વિદ્યા પ્રત્યે અભિરુચિ ધરાવે છે, ગહન તત્ત્વ-વિચારણામાં રસ લે છે તેઓ તેનું મૂલ્ય સમજે છે. ઘણાંને ન સમજાતા એકાદ શબ્દનો અર્થ પોતાને સમજાયાનો આનંદ પણ ઘણો મોટો હોય છે. તો પછી જેમાં તત્ત્વની મીમાંસા થઈ હોય એવી તત્ત્વજ્ઞાનીઓની વાણી સમજાયાનો આનંદ કેટલો બધો હોઈ શકે ! આનો
વિદ્યોપાસના અને વિદ્યાપોષણ ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org