________________
કશી ખબર નહોતી. બીજા વ્યવસાયો કરતાં પંડિતોના જીવનમાં એકાંગીણપણું વધુ આવી જવાનો સંભવ છે. વેદાભ્યાસથી જડ બની ગયેલાં માણસોનો ઉલ્લેખ ઘણી વાર થાય છે. જેને શબ્દ અને સાહિત્યમાં રસ પડે છે એને પછી વ્યવહારની કેટકેટલી બાબતોમાં રસ પડતો નથી. કાવ્યાનંદ કે શાસ્ત્રાનંદ આગળ બીજા આનંદો તુચ્છ લાગે છે. એથી પંડિતોની ગૃહજીવનની બીજી કેટલીયે વ્યાવહારિક બાબતોની દક્ષતા ઘટી જાય છે. એનો પ્રભાવ એમના ગૃહજીવન ઉપર પડ્યા વગર રહેતો નથી.
કેટલાક વ્યવસાયમાં આજીવિકા ઓછી હોય છે, પણ માનપાન વધારે હોય છે; કેટલાકમાં આજીવિકા વધુ હોય છે અને ઉપાધિ પણ ઘણી હોય છે; કેટલાકમાં અર્થપ્રાપ્તિ સવિશેષ હોય છે, પણ ફુરસદ બિલકુલ હોતી નથી; કેટલાકમાં કમાણી ધમધોકાર હોય છે અને સમયની નિરાંત પણ ઘણી હોય છે; કેટલાંકનો વ્યવસાય જોખમકારક હોય છે અને વીમા કંપનીઓ એનો વીમો ઉતારવા બહુ રાજી હોતી નથી.
કેટલાક વ્યવસાય નિશ્ચિત સમયમર્યાદાના હોય છે અને કેટલાક અચાનક ઉજાગરા કરાવનારા હોય છે; કેટલાક વ્યવસાય ઘરમાં બેઠાં બેઠાં થઈ શકે છે અને કેટલાકમાં વારંવાર બહારગામ રહેવાને કારણે વરસમાં માંડ બે-ત્રણ મહિના જેટલો સમય કુટુંબનો આપી શકાય છે.
કેટલાંકને પોતાની મરજી મુજબ વ્યવસાય પસંદ કરવાની કે બદલવાની તક મળે છે; કેટલાંકને જે મળ્યો તે વ્યવસાય જીવનભર સ્વીકારી લેવાની ફરજ પડે છે. કેટલાંકને વ્યવસાય વારસામાં મળે છે; કેટલાંક પોતાના સંતાનોને પોતાનો વ્યવસાય પસંદ કરવા દેતા નથી. પોતાની પસંદગીનો વ્યવસાય માણસને મળી રહે, એમાં એને પૂરો સંતોષ - Job Satisfaction - હોય અને એના વ્યવસાયથી કુટુંબના તમામ સભ્યો રાજીરાજી હોય એવું દરેકને સાંપડે નહિ.
કમાણી, સમયનાં બંધનો, સત્તા અને સન્માન, જવાબદારી અને લાચારી, આરામ કે ઉપાધિ ઇત્યાદિની દૃષ્ટિએ વ્યવસાયોનું વિવિધ પ્રકારનું વર્ગીકરણ થઈ શકે.
જે વિદ્વાન છે, પંડિત છે, બહુશ્રુત છે, જ્ઞાની છે અને જ્ઞાનદાનના વ્યવસાયમાં પડેલા છે એવા પંડિતો પાસેથી સમાજના અને કુટુંબના સભ્યો વિવિધ પ્રકારની - ક્યારેક તો પરસ્પર વિરુદ્ધ - અપેક્ષાઓ રાખે છે.
આપણા દેશમાં જેઓ સંસ્કૃત, પ્રાકૃત વગેરે ભાષાઓનું અધ્યયન કરી. કાવ્યાલંકાર, વ્યાકરણન્યાય, ધર્મશાસ્ત્ર ઇત્યાદિનો અભ્યાસ કરી પંડિત કે
૨૨ - સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org