________________
શાસ્ત્રી બને છે તેઓને સન્માન વડું-ઓછું મળતું હશે, પણ કુટુંબના સભ્યોને ઠીક સંતોષ થાય એટલી આજીવિકા મળતી નથી. અલબત્ત એમાં કોઈક અપવાદ હોઈ શકે. સાદાઈથી જીવનારને વધુ કમાણીની જરૂર નથી એવો મત ખુદ કેટલાક પંડિતોનો પણ હોય છે. કેટલાક પંડિતો સ્વેચ્છાએ ઓછું મહેનતાણું લેતા હોય છે અને “જ્ઞાન અમારે વેચવું પડે છે એ અમારી લાચારી છે.' એવું પ્રામાણિકપણે માનતા હોય છે. બીજી બાજુ કેટલાક પંડિતોની ધનલાલસા પ્રગટપણે દેખાઈ આવતી હોય છે અને શ્રીમંત ગૃહસ્થો તરફ તેઓ ખુશામતભરી મીટ માંડ્યા કરતા હોય છે ત્યારે અફસોસ પણ થાય છે.
પંડિતોનું જીવન એટલે જાહેર જીવન. શિષ્યો અને જિજ્ઞાસુઓ ઘરે અને બહાર એમનો પુષ્કળ સમય લઈ જાય. એથી પત્ની અને સંતાનોને કચવાટ રહ્યા કરે. પાઈની પેદાશ નહિ અને ઘડીની નવરાશ નહિ એવી ફરિયાદ પણ થાય. પંડિતોને પોતાને તો આવી મનગમતી પ્રવૃત્તિથી વિશેષ આનંદ થાય, પણ એ પ્રવૃત્તિની અનુમોદના બધાં કુટુંબોમાં ન જ થાય.
જે પંડિતની પત્ની પણ પંડિત હોય એમનું ગૃહજીવન યાજ્ઞવક્ય કે મંડન મિશ્ર જેવું વધુ ઓજસ્વી બને છે, પરંતુ એવાં પતિ-પત્ની વચ્ચે સ્વભાવનું, જો સામ્ય ન હોય તો તેમનું જીવન વાદવિવાદભર્યું, વાયુદ્ધ સુધી પહોંચતું વિસંવાદી બનવાનો સંભવ રહે છે. કેટલાક પંડિતોને એટલા માટે નિરક્ષર પત્ની આશીર્વાદરૂપ નીવડે છે.
સોક્રેટીસ, તુકારામ અને લિંકનને પત્નીનો ત્રાસ ઓછો ન હતો. લિંકન તો નોકર-નોકરાણીને પત્નીનો સ્વભાવ સાચવવા ખાનગીમાં પૈસા પણ આપતો. પત્નીના ઉશ્કેરાટ વખતે પણ કેટલાક પંડિતો પોતાના ચિત્તને અત્યંત સ્વસ્થ અને શાંત રાખે છે. બીજી બાજુ કેટલાક પંડિતોની પ્રગતિ પત્નીના વિચિત્ર સ્વભાવના કારણે જ થતી હોય છે. કર્કશા પત્ની સાથે જીભાજોડી કરવા કરતાં ડાહ્યા પંડિતો પોતાના ચિત્તને ગ્રંથવાચનમાં પરોવી દેતા હોય છે. એથી જ્ઞાનવૃદ્ધિ થાય છે અને ચિત્ત કલેશ-કંકાસમાંથી એટલો સમય બચી જાય છે. કર્કશા પત્નીનો પંડિતોનાં જીવનના વિકાસમાં ક્યારેક આવો આડકતરો ફાળો પણ છે.
વૃદ્ધાવસ્થા આવતાં શરીર અને સ્વભાવમાં કેટલીક નબળાઈઓ પ્રગટ થવા લાગે છે. તેવે વખતે પણ પંડિતોનું ગૃહજીવન વિસંવાદી બનવાનો સંભવ રહે છે. પાંડિત્યના અતિરેકને કારણે અને કુટુંબના વિપરીત પ્રત્યાઘાતોને કારણે, ઘરમાં અને બહાર ઓછી કદર થવાને કારણે કોઈક
પંડિતોનું ગૃહજીવન ૪ ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org