________________
પંડિતો ઉત્તરાવસ્થામાં ગાંડા બની ગયાના દાખલા પણ નોંધાયા છે.
જે પંડિતોનાં સંતાનો પણ પંડિત બને છે, તેમને બાણભટ્ટની જેમ વિશેષ આનંદ થાય છે. પરંતુ જે પંડિતોને મૂર્ખ સંતાન પ્રાપ્ત થાય છે, તેમના જીવનમાં, બંનેની વચ્ચે બુદ્ધિનું એટલું મોટું અંતર રહે છે કે ઘર્ષણ થયા વગર રહે નહીં. એવે પ્રસંગે પણ કેટલાક સાચા પંડિતો તો સંસારનું સ્વરૂપ વિચારી સમભાવથી સ્થિતપ્રજ્ઞ જેવું જીવન જીવે છે.
માતા-પિતા, પત્ની, સંતાનો, ભાઈભાંડુઓ વગેરેના સમગ્ર સમુદાય સાથે સુસંવાદી અને ઉલ્લાસભર્યું ગૃહસ્થજીવન વિરલ ગણાય. વય, શિક્ષણ, રુચિ, પ્રકૃતિ અને ધ્યેયની અસમાનતાને કારણએ કુટુંબના સભ્યો વચ્ચે કેટલોક વિસંવાદ સહજ રીતે રહે છે. પરંતુ પરસ્પર જો સાચો પ્રેમભાવ હોય તો આ બધા ભેદ ગૌણ બની જાય છે.
ગઈ પેઢીના કેટલાક સાક્ષરોનું દાંપત્યજીવન અભણ પત્નીના કારણે બહુ સુમેળવાળું નહોતું. જે માણસો વિદ્યાવ્યાસંગમાં વધુ સમય આપે છે તેવા પંડિતો પ્રત્યે સમાજને પૂજ્યભાવ થાય છે, પરંતુ એવા વ્યવસાયમાં અર્થોપાર્જનનું પ્રમાણ ઓછું હોવાને કારણે કુટુંબના સભ્યો, ખાસ કરીને પત્ની અને સંતાનોને એટલો પૂજ્યભાવ હોતો કે રહેતો નથી. વિદ્યાવ્યાસંગની પ્રવૃત્તિ જ એવી છે કે માણસને જેમ જેમ તેમાં વધારે રસ પડતો જાય તેમ તેમ તેમાં તે વધુ ને વધુ સમય આપતો જાય. પરિણામે તેના સહવાસનો લાભ સમયની દૃષ્ટિએ કુટુંબના સભ્યોને જેટલો મળવો જોઈએ તેટલો મળતો નથી. કવિ ઉમાશંકર જોશીએ પ્રણયગીતો લખવામાં મગ્ન એવા એક કવિના મુખમાં ઉક્તિ મૂકી છે :
કરજે સખી માફ એટલું,
કદી ન બોલાવી લાડથી તને.' જેમ કવિના તેમ પંડિતોના જીવનમાં આમ બનવું સ્વાભાવિક છે. પત્નીના વાળ ધોળા થઈ જાય ત્યાં સુધી પોતાના ગ્રંથલેખનમાં રાતદિવસ નિમગ્ન રહેનાર પંડિતની કિંવદત્તી જાણીતી છે. ગ્રંથ એ પોતાની શોક્ય છે એવું કેટલીક પંડિત-પત્નીઓને લાગતું હોય છે, ખાસ કરીને વિદ્યાવ્યાસંગમાં જો એને પોતાને રસ ન હોય તો. સુદામાની પત્નીએ સુદામાને કહ્યું હતું :
એ તો જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે. રુએ બાળક, લાવો અન્ન, લાગું પાયજી રે.”
- પ્રેમાનંદ ૨૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org