________________
ગૃહસ્થ જીવનમાં કલેશકંકાસ ચાલુ થાય ત્યારે પંડિતો શું કરે ? સાસુ અને વહુ વચ્ચે, પત્ની અને સંતાન વચ્ચે, બે-ત્રણ સંતાનોમાં માંહોમાંહે પૈસા માટે, ઘર માટે, મોજશાંખ માટે, વધતું-ઓછું કામ કરવા માટે વિખવાદ થાય, ક્યારેક કોર્ટ સુધી વાત જાય, ત્યારે પંડિતો શું કરે ? જો એ પણ પક્ષાપક્ષી કરી વિખવાદમાં ઉમેરો કરે તો તેનું પાંડિત્ય માત્ર ગ્રંથોમાં જ રહ્યું છે એમ ન કહી શકાય ? પંડિતા સમશન: એમ કહેવાય છે. એવે પ્રસંગે પોતાના ચિત્તને ક્ષુબ્ધ ન થવા દે અને સમત્વ જાળવી રાખે તો તે પંડિત તરીકેની તેમની પાત્રતા દર્શાવે છે. એની સમદર્શિતાનો પ્રભાવ જેટલે અંશે કુટુંબના સભ્યોને શાંત કરવામાં પડે તેટલે અંશે તેનું પાંડિત્ય
સફળ ગણાય.
ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ જે શાંત, દાંત અને ક્ષાંત રહે તેનું પાંડિત્ય ઊંચી કોટિનું ગણાય. પરંતુ બધા પંડિતોમાં આવું હોતું નથી. કેટલાકની જ્ઞાનની આરાધના ઘણી ચઢિયાતી હોય છે, પરંતુ તેમની ઇતર સ્પૃહા, એષણા અને વાસના ઓછી હોતી નથી. ઇન્દ્રિયગ્રામ બળવાન હોય છે, જે ક્યારેક પંડિતને પણ પતિત કરે છે. વિશ્વામિત્ર જેવા ચલિત થાય તો સામાન્ય પંડિતોની વાત શી ? અલબત્ત જેમણે જ્ઞાન પચાવ્યું નથી હોતું એવા પંડિતોમાં પાંડિત્યનો અહંકાર અને વાસનાઓ ઉપરનો અસંયમ જોર કર્યા કરે છે. જૈન પરિભાષાની દૃષ્ટિએ એમનો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ સારો હોય છે, પરંતુ મોહનીય કર્મનો નહિ. પાંડિત્ય સાથે ચારિત્ર્ય બળે તો તેવું જીવન વિશેષ સૌરભવાળું બને છે, અને માત્ર કુટુંબના જ સભ્યો ઉપર નહિ, સમાજ ઉપર પણ તેનો પ્રભાવ ઘણો મોટો પડે છે. જ્ઞાનસ્થ તં વિરતિ: એમ કહેવાય છે. સાચું જ્ઞાન પંડિતના જીવનમાં અનાસક્તિમાં પરિણમવું જોઈએ. પ્રજ્ઞાની સાથે શીલનો સમન્વય થવો જોઈએ. ચારિત્ર્યભ્રષ્ટ જ્ઞાની કરતાં ચારિત્ર્યશીલ અલ્પજ્ઞાનીનું મૂલ્ય કોટુંબિક અને સામાજિક દૃષ્ટિએ વિશેષ હોય છે. તાત્ત્વિક દૃષ્ટિએ પણ ચારિત્ર્યશીલ વ્યક્તિની સુગતિ સ્વીકારાઈ છે. એમાં જ્ઞાનની સુવાસ ભળે તો એ વધુ ઉત્તમ લેખાય.
(સાંપ્રત સહચિંતન-૩)
Jain Education International
પંડિતોનું ગૃહજીવન * ૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org