________________
ચરણ-ચલણનો મહિમા
કેટલાય સમય પહેલાં અમે અમેરિકામાં હતાં ત્યારે ત્યાંના એક મિત્રને સાંજે જમ્યા પછી ખાટા ઓડકાર આવવા લાગ્યા અને છાતીમાં ગભરામણ થઈ. તરત તેઓ ડૉક્ટરને ત્યાં પહોંચ્યા. બધી તપાસ કરીને ડૉક્ટરે કહ્યું તમને કોઈ ગંભીર રોગ નથી. તમારે ચાલવાની જરૂર છે. દવાથી થોડી રાહત થશે, પણ રોજ ઓછામાં ઓછા બે માઈલ ચાલવાનું રાખશો તો બધી તકલીફ દૂર થઈ જશે. નહિ ચાલો તો ગંભીર માંદગી આવશે.'
એ મિત્ર દિવસમાં બસો ડગલાં પણ ચાલતા નહોતા. ચાલવાનું ચાલુ કર્યા પછી એમની તકલીફ દૂર થઈ ગઈ. દુનિયાના સમૃદ્ધ દેશોમાં ઘણાખરા માણસો પાસે પોતાની માલિકીની મોટરકાર હોય છે. ઘરમાંથી જ સીધા ગેરેજમાં જવાય એવી વ્યવસ્થા હોય છે. ગાડીમાંથી ઊતરવું ન પડે એટલા માટે ડ્રાઈવ-ઇન બૅન્ક, પોસ્ટઑફિસ, દુકાનો, રેસ્ટોરાં હોય છે. મોટાં સ્ટેશનો, એરપૉર્ટ વગેરેમાં ચાલવું ન પડે તે માટે કન્વેયર બેલ્ટ કે ટ્રોલી કારની સગવડ હોય છે. ઝડપી આરામદાયક વાહનો અને જેટ વિમાનના પ્રચાર પછી દુનિયામાં માણસોનું પરિભ્રમણ ઘણું જ વધી ગયું છે, પણ ચાલવાનું ઘટી ગયું છે. ઓછું ચાલવાને કારણે માણસની માત્ર શારીરિક જ નહીં, પણ માનસિક સમસ્યાઓ પણ વધી ગઈ છે. સમૃદ્ધ દેશો આ બાબતમાં હવે સભાન થઈ ગયા છે. ઘણા ડૉક્ટરો દર્દીને પ્રિસ્ક્રિપ્શનમાં ફક્ત એક જ દવા લખી આપે છે : WALK.
વિદેશોમાં કેટલાયે ઠેકાણે એટલી બધી સગવડ હોય છે કે પગે
૨૬ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org