________________
ચાલવાની જરૂર નથી પડતી, પરંતુ એને લીધે જ્યારે શારીરિક તકલીફો ઊભી થાય છે ત્યારે ડૉક્ટર ચાલવાની સલાહ આપે છે. ત્યાં જીવન એટલું બધું વ્યસ્ત હોય છે અને ઋતુ, અંતર વગેરેને કારણે બહાર ચાલવા જવાની અનુકૂળતા નથી મળતી ત્યારે કેટલાય લોકો ઘરમાં ચાલવાનાં સાધનો વસાવી લે છે. વ્યાયામનાં એવાં સાધનો નીકળ્યાં છે કે માણસ એના ઉપર બે હાથ પકડી ઊભો રહે તો પગ નીચેથી સરકતા પટ્ટા ઉપર તેને પરાણે ચાલવું પડે. ઘાંચીનો બળદ પાંચ માઈલ ચાલે તો પણ ત્યાંનો ત્યાં જ હોય તેવી રીતે આવાં સાધનો ઉપર ચાલવાની કસરત કરનાર વ્યક્તિ પાંચ માઈલ ચાલે છતાં ત્યાંની ત્યાં જ હોય. સમૃદ્ધ દેશોમાં જરૂરિયાત અનુસાર નવા નવા ઉપાયો વિચારાય છે અને તે મુજબ નવાં નવાં સાધનો નીકળતાં રહે છે. જેમ ચાલવા માટેનાં સાધનો છે તેમ પગથિયાં ચઢવાનાં સાધનો પણ નીકળ્યાં છે. ઘરમાં ઊભો ઊભો માણસ દસ-પંદર માળ જેટલાં પગથિયાં ચઢી જાય છે અને છતાં ત્યાંનો ત્યાં જ ઊભો હોય છે. મોટા મોટા હાઈવે થતાં દૂર દૂરનાં નાનાં નાનાં ગામડાં વિખૂટાં પડી ગયાં હતાં. હવે પગે ચાલનારાનાં મંડળો હાઈવે છોડી ગામડાને રસ્તે (Crosscountry) ચાલે છે અને એવાં ગામડાંઓમાં રાત્રિમુકામ માટે Walkers Inn થવા લાગી છે. પગે ચાલનારાઓ માટે જુદા જુદા નકશા અને માહિતીપત્રકો છપાવા લાગ્યાં છે.
વિદેશોમાં ચાલવાની બાબતમાં હવે દિવસે દિવસે વધુ સભાનતા આવતી જાય છે. મોટી મોટી કંપનીઓનાં સ્ટાફના માણસો માટે “Walkers Club'ની સ્થાપના થવા લાગી છે. રિસેસના વખતમાં કલબના સભ્યો નાના નાના જૂથમાં પાર્કિંગ એરિયામાં પાંચ, પંદર રાઉન્ડ મારી આવે છે. પોતાની ગાડી ઑફિસની નજીકમાં પાર્ક કરવાની મનોવૃત્તિ બદલાતી જાય છે અને શક્ય તેટલે દૂર પાર્ક કરાય છે કે જેથી એટલું વધુ ચાલવાની તક મળે. નવા જગતની નવી સમસ્યાઓના નિરાકરણ માટે જીવનના ઉપક્રમમાં કેવાં કેવાં પરિવર્તનોની આવશ્યકતા ઊભી થાય છે તે આના ઉપરથી જોઈ શકાય છે.
યુગે યુગે નવાં નવાં વાહનોની શોધ થવાને લીધે મનુષ્યનું જીવન વધારે સગવડભર્યું બનતું જાય છે. માણસની રહેણી-કરણીમાં પણ તે પ્રમાણે પરિવર્તન આવતું જાય છે. કેટલાંક પાશ્ચાત્ય દેશોમાં પોતાની અંગત માલિકીની મોટરકાર હોવી એ હવે મોજશોખની બાબત નહિ પણ જરૂરિયાત બની ગઈ છે. વધુ કામો કરવાં હોય અને પોતાની સગવડ
ચરણ-ચલણનો મહિમા ૯ ૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org