________________
અનુસાર સમય સાચવવો હોય તો પોતાનું અંગત વાહન હોવું જરૂરી છે. માણસ ઘરેથી નીકળે અને ઑફિસે જાય અને સાંજે ઘરે પાછો આવે ત્યાં સુધી એના પગને રસ્તાનો સ્પર્શ થતો નથી. Door to Door Service આવાં સાધનોને લીધે મળતી હોવાથી કેટલાય સમૃદ્ધ દેશોમાં અનેક લોકોને રસ્તા પર ચાલવાની તક ઘણી જ ઓછી મળે છે. પરંતુ એને લીધે જ થોડાં વર્ષોમાં માણસને જાત જાતની શારીરિક વ્યાધિઓ ચાલુ થાય છે. શિયાળામાં બરફ પડતો હોય, ઠંડો પવન સુસવાટા કરતો ફૂંકાતો હોય તેવે વખતે આવી મોટરકાર આશીર્વાદરૂપ નીવડે છે. પરંતુ, વાહનની પરાધીનતા ધીમે ધીમે માણસના ચિત્તમાં એટલું ઘર કરી જાય છે કે સારી અનુકૂળ ઋતુમાં પણ એકાદ-બે ફર્લાગ જેટલું પણ માણસને ચાલવાનું મન થતું નથી. ભારતનાં કેટલાંયે નાનાં ગામડાંઓમાં ગામની બહાર શૌચક્રિયા કરવા માટે પુરુષો હાથમાં લોટો કે ડબલું લઈ ચાલતા જવાને બદલે સાઈકલ કે મોટરસાઈકલ ઉપર જતા થઈ ગયા છે.
એમ કહેવાય છે કે મનુષ્યનાં શરીરમાં કુલ કેટલાં હાડકાં છે તેના ચોથા ભાગનાં હાડકાં તો ફક્ત બે પગની અંદર આવેલાં છે. એટલે કુદરતે જ ચરણને કેટલું મહત્ત્વ આપ્યું છે તે શરીરની રચના ઉપરથી જોઈ શકાય છે. હૃદયથી સૌથી દૂર આવેલું શરીરનું અંગ તે ચરણ છે. લોહીનું પરિભ્રમણ બરાબર ન હોય તો ચરણ ચાડી ખાય છે. શિયાળામાં પગે ઠંડી વધારે લાગે છે. ચરણનું ઉષ્ણતામાન અને સંવેદનશીલતા હૃદય બરાબર જાળવી શકે એ સારા આરોગ્યની નિશાની છે. મૃત્યુ પામતા માણસના શરીરમાં સૌથી પહેલી અસર ચરણને થાય છે. માટે જ ચરણને ચાલતા રાખવાનો, ઉષ્ણ ચરણચલણનો મહિમા છે. જેના પગનાં તળિયાં ઠંડાં તેનું મગજ ગરમ અને જેના પગનાં તળિયાં ગરમ તેનું મગજ ઠંડું રહે છે એવી લોકમાન્યતા છે. મસ્તકમાં ચડી ગયેલી ગરમી ઉતારવા માટે પગનાં તળિયામાં ઘી કે દિવેલ ઘસવાનો મહિમા છે.
જીવશાસ્ત્રીઓ બતાવે છે કે બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યની વિશિષ્ટતા એ છે કે તે બે પગે ટટ્ટાર ઊભો રહીને સીધો ચાલી શકે છે. પ્રાણીઓ ઘણું ખરું ચોપગાં હોય છે. મનુષ્યને આગળના બે પગને બદલે બે હાથ મળ્યા છે, જેનો તે વિવિધ રીતે ઉપયોગ કરી શકે છે. બે પગ ઉપર આખા વજનદાર શરીરને સ્થિર રાખવું એ જેવી તેવી વાત નથી. આપણે માણસને ઊભો રહેલો દિવસરાત જોઈએ છીએ, એટલે એ બાબત આપણને સ્વાભાવિક અને સહજ લાગે છે, પરંતુ જરા સૂક્ષ્મ રીતે વિચાર કરીએ
૨૮ ૯ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org