________________
તો એ વાત જરૂ૨ નવાઈ ઉપજાવે એવી છે. ઇતર જીવસૃષ્ટિની દૃષ્ટિએ વિચારીએ તો આ જેવું તેવું આશ્ચર્ય નથી. મનુષ્યની શક્તિનો, એના જ્ઞાનતંતુઓનો એમાં વિકાસક્રમ રહેલો છે. કેટલાંક ચોપગાં પ્રાણી જન્મતાંની સાથે ચારેપગે ચાલવા માંડે છે, કૂદાકૂદ કરવા માંડે છે, પરંતુ માનવશિશુ જન્મતાંની સાથે બે પગે ઊભું રહી શકતું નથી. બાળક જન્મે છે, ત્યાર પછી કેટલાક સમય સુધી તે, માત્ર ચતું સૂઈ રહે છે; પછી પડખું ફરે છે; પછી ઊંધું પડે છે, પછી જ્યારે બેસતાં શીખે છે ત્યારે એની કરોડરજ્જુ અને એના જ્ઞાનતંતુઓ કંઈક વધુ શક્તિવાળાં બને છે, ત્યાર પછી બાળક સ્થિર ઊભા રહેતાં શીખે છે અને એકાદ વર્ષનું થવા આવે ત્યાર પછી ડગલાં માંડીને ચાલતાં શીખે છે, ત્યારે એને જાણે કશુંક સિદ્ધ કર્યાનો આનંદ થાય છે. એની કરોડરજ્જનો અને એના જ્ઞાનતંતુઓનો આ રીતે વિકાસ થાય છે. વૃદ્ધાવસ્થા આવતાં માણસના જ્ઞાનતંતુઓ નબળા પડે છે. ચાલવાની, ઊભા રહેવાની, બેસવાની તાકાત ક્રમે ક્રમે ઘટી જાય છે. કેટલાક અતિશય વૃદ્ધ માણસો જીવનનાં અંતિમ વર્ષો સૂતાં સૂતાં પસાર કરે છે. આમ ચરણને ચલાવવામાં જ્ઞાનતંતુઓની શક્તિ મનુષ્યજીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે.
તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ મનુષ્યના શરીરનાં બધાં અંગો એકસરખાં મહત્ત્વનાં અને યોગ્ય સ્થાને આવેલાં છે. કોઈ અંગ ચડિયાતું કે ઊતરતું નથી, કે કોઈ અંગ શુભ કે અશુભ નથી. પરંતુ વ્યવહારમાં મનુષ્યના શરીરમાં મસ્તક એનું ઉત્તમાંગ ગણાય છે, કારણ કે મસ્તકમાં સ્પર્શાદિ પાંચ ઇન્દ્રિયો તથા મન આવેલાં છે. મસ્તક મનુષ્યની ઓળખનું તથા તેના વ્યક્તિત્વની પરખનું સૌથી ઉત્તમ અંગ છે. મનુષ્યના શરીરમાં બીજે છેડે આવેલા ચરણને મધ્યમ કે નિકૃષ્ટ પ્રકારના અંગ તરીકે ગણવામાં આવે છે. સામુદ્રિક લક્ષણ પ્રમાણે કમરથી ઉપર આવેલાં શરીરનાં અંગોને શુભ અને કમરથી નીચે આવેલાં, મળમૂત્રાદિની નિકટ આવેલાં શરીરનાં અંગોને અશુભ તરીકે ગણવામાં આવે છે. પરંતુ તેમાં પગનું સ્થાન વિલક્ષણ છે. પાદપ્રહારને કારણે, ધૂળ સાથે સતત સંગથી મલિન થવાને કારણે તથા એના દ્વારા પાશવી શક્તિનો ઉપયોગ થતો હોવાને કારણે પગ વગોવાયેલું અંગ છે. કેટલીક વાર તે ખોટી રીતે પણ બદનામ થાય છે. માણસની નજર જ્યારે સામે, ઊંચે કે આજુબાજુ હોય અને નીચે પગની ઠેસ વાગે તો ઘણીવાર દોષ પગનો નીકળે છે અને ઈજા પણ પગને થાય છે. શિર મોટા તે સકર્મી અને પગ મોટા તે અપકર્મી જેવી કહેવત પણ પગને
ચરણ-ચલણનો મહિમા * ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org