________________
ગૌરવ અપાવતી નથી. આમ પગ વગોવાય છે, છતાં પણ પવિત્ર પુરુષો પોતાના પગને ધન્ય બનાવે છે. અનેક લોકો સંત મહાત્માઓનાં ચરણમાં વંદન કરે છે, ચરણનો સ્પર્શ કરે છે, ચરણને કમળ તરીકે ઓળખાવે છે. પદ્મિની સ્ત્રીના બે ચરણ કમળની આકૃતિની જેમ ગોઠવી શકાય છે.
સ્વર્ગસ્થ થયેલા મહાત્માઓની ચરણપાદુકા બનાવીને તેને પૂજવામાં આવે છે. માણસના પગમાંથી સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ અર્થાત્ શક્તિસ્રોત વહ્યા કરે છે. તેને લીધે સંત મહાત્માઓના ચરણમાં વંદન કરવાનો મહિમા ચાલ્યો આવે છે. “અમારું મસ્તક (ઉત્તમાંગ) તે આપણા ચરણ (નિકૃષ્ટાંગ) તુલ્ય પણ નથી' એવી લઘુતા કે નમ્રતા વિનયપૂર્વક દર્શાવવા માટે પણ સંતોના ચરણમાં મસ્તક નમાવાય છે.
પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં શરીરના અંગોગોના અભ્યાસને લગતાં શાસ્ત્રો પણ રચાયાં છે. અંગવિદ્યા અથવા સામુદ્રિક શાસ્ત્રમાં શરીરનાં બીજાં અંગાંગોની જેમ ચરણનાં લક્ષણોનો પણ ઊંડો અભ્યાસ થયેલો છે. ઉ. ત. પુરુષનાં પગનાં તળિયાં માટે કહેવાયું છે :
अस्वेदमुष्णमरुणं कमलोदरकान्ति मांसलं श्लक्ष्णम् ।। स्निग्धं समं पदतलं नृपसंतत्तिं दिशति पुंसाम् । पादचरस्यापि चरणतलं यस्य . कोमलं तत्र ।
पूर्ण स्कुटोदुवंरखा म विश्वम्भराधीशः ।। [ પરસેવા વગરનું, ઉષ્ણ, લાલાશવાળું, કમલગર્ભ જેવી કાન્તિવાળું, માંસલ, મૃદુ, સ્નિગ્ધ અને સમપ્રમાણ હોય એવું પગનું તળિયું મનુષ્યોને રાજ્યસંપત્તિનો અધિકારી બનાવે છે. જે પગપાળો ફરતો હોય છતાં એનું પગનું તળિયું કોમળ હોય અને તેની ઉપર પૂરેપૂરી તથા સ્પષ્ટ ઊર્ધ્વરેખા હોય તો તે રાજા હોય છે.]
પગનાં તળિયાનાં લક્ષણો દર્શાવતાં વળી કહેવાયું છે : ખરાબ લાગતા પગ વંશચ્છેદ કરે છે; પકવેલી માટી જેવો પગનાં તળિયાંનો રંગ જેનો હોય તો તે દ્વિજ હત્યા કરે છે. પીળા રંગનાં તળિયાંવાળો અગમ્યાગમન કરે છે. કાળા રંગનાં તળિયાંવાળો મદ્યપાન કરે છે, પાંડુ રંગનાં તળિયાંવાળો અભક્ષ્ય ભક્ષણ કરે છે, પગનું તળિયું અંદરની બાજુ દબાઈ ગયેલું હોય તો તે સ્ત્રીને કારણે મૃત્યુ પામે છે. માંસ વગરનું હોય તો તેને ભારે રોગ થાય છે. ઊપસી આવેલું હોય તે ઘણી મુસાફરી કરે છે.
પગના તળિયામાં શંખ, છત્ર, અંકુશ, વજ, ચંદ્ર તથા ધ્વજની આકૃતિને સુરેખ અને સ્પષ્ટ બતાવતી રેખાઓ હોય તો તે પુરુષ હંમેશાં ભાગ્યશાળી
૩) * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org