________________
રહે છે. આ આકૃતિઓની રેખાઓ મધ્યમ પ્રકારની હોય તો પાછલી જિંદગીમાં તે ધનસંપત્તિ ભોગવે છે. પગના તળિયામાં ઉંદર, પાડો, શિયાળ, કાગડો, ઘો, ગીધ જેવી આકૃતિની રેખાઓ હોય તે તે માણસ દરિદ્ર રહે છે.
સામુદ્રિક શાસ્ત્રમાં આવી જ રીતે સ્ત્રીના પગનાં તળિયાંનાં લક્ષણો દર્શાવ્યાં છે, જેમકે,
चक्रस्वस्तिकशंस्वध्वजांकुशच्छत्रमीनमकाराद्या । जायन्ते पादतले यस्याः सा राजपत्नी स्यात ।। श्वश्रृगालमहिषमूषककाकोलुकाहिकोककरभाद्याः ।
रचरणतले जायन्ते यस्याः सा दुःखमाप्ननोति ।। [ જે સ્ત્રીના પગનાં તળિયાંમાં ચક્ર, સ્વસ્તિક, શંખ, ધજા, અંકુશ, છત્ર, માછલી, મગર, ઇત્યાદિ આકૃતિઓ હોય તે સ્ત્રી રાણી થાય છે. જે સ્ત્રીના પગનાં તળિયાંમાં કૂતરું, શિયાળ, પાડો, ઉંદર, કાગડો, ઘુવડ, સાપ, વ, ઊંટ વગેરેની આકૃતિ હોય તો તે દુ:ખી થાય છે. ]
આ તો નમૂનારૂપ થોડાં લક્ષણો અહીં બતાવ્યાં છે. બીજા પણ ઘણાં લક્ષણો સામુદ્રિક શાસ્ત્રોમાં બતાવ્યાં છે. પગનાં તળિયાં ઉપરાંત, પગના અંગૂઠા, આંગળીઓ, નખ, એડી, ઘૂંટી, ઘૂંટણ, પિંડી વગેરેનાં વિવિધ પ્રકારનાં લક્ષણો એમાં દર્શાવ્યાં છે. આ ઉપરથી જણાય છે કે એ શાસ્ત્રના રચયિતાઓએ કેટલું બધું ઝીણવટભર્યું, સૂક્ષ્મ અવલોકન કર્યું હશે !
કેટલાક કહેતા હોય છે કે ભગવાને માણસને પગ આપ્યા છે તે વાપરવા માટે આપ્યા છે, સાચવી રાખવા માટે નહિ. વસ્તુત: ચાલવાથી જ પગ વધુ સારી રીતે સચવાય છે. વપરાય નહિ તો પગ નકામા થઈ જાય, જેઓના પગ નકામા થઈ ગયા હોય છે અથવા જેઓ એક અથવા બંને પગે અપંગ હોય છે, તેઓને પગનું મહત્ત્વ બરાબર સમજાય છે. એમને કોઈક સાધન વડે જ્યારે ચાલવા મળે છે ત્યારે તેમના આનંદાશ્ચર્યનો પાર રહેતો નથી.
ચાલવાથી આખા શરીરને - પગની એડી, ઘૂંટણ, કમર, હાથ ડોક વગેરે તમામ અવયવોની માંસપેશીઓને જરૂરી વ્યાયામ મળી રહે છે. તદુપરાંત ચાલવાથી પાચનશક્તિ સારી રહે છે તથા જ્ઞાનતંતુઓને પણ સારી કસરત મળે છે. એટલા માટે જ એમ કહેવાય છે કે, માણસને એના બે પગ રૂપી બે ડૉક્ટર મળ્યા છે. તેનાથી ઉત્તમ બીજા કોઈ ડૉક્ટર નથી. ચાલવાથી શરીરના સ્નાયુઓને વધુ પ્રાણવાયુની જરૂર પડે છે. એથી
ચરણ-ચલણનો મહિમા ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org