________________
માણસની શ્વાસોશ્વાસની ક્યિા વધુ સતેજ બને છે, તેથી એનાં ફેફસાંઓની ક્ષમતા અને સ્થિતિસ્થાપકતા વધે છે. એથી નસોમાં લોહીનું પરિભ્રમણ વધતાં ધમનીઓ ખૂલી જાય છે. એથી લોહીના દબાણના રોગ ઉપર અંકુશ આવે છે. ચાલવાથી શરીરમાં રહેતી વધુ પડતી ચરબીનું પ્રમાણ ઘટે છે. એથી શરીરનો ઘાટ સપ્રમાણ રહે છે.
શારીરિક કસરતોમાં ચાલવાની કસરત જેવી બીજી કોઈ કસરત નથી. આ કસરતમાં લગભગ બધી કસરત આવી જાય છે. આ કસરત તદ્દન સાદી અને સૌ કોઈ કરી શકે તેવી સુલભ છે. તેમાં નથી કોઈ ખર્ચ કે નથી તેમાં બીજાં કોઈ સાધનોની અપેક્ષા. કેટલીક કસરતો કઠિન કે કષ્ટસાધ્ય હોય છે. તે માટે કેટલીક પૂર્વતૈયારી કરવી પડે છે. તેમાં અમુક સમયનું પણ બંધન રહે છે. પરંતુ ચાલવામાં એવી કોઈ મુશ્કેલીઓ રહેતી નથી. વર્તમાન સમયમાં વિવિધ પ્રકારના વ્યાયામ માટે તથા રમત ગમત માટે જાતજાતનાં સસ્તાં કે મોંઘાં સાધનો નીકળ્યાં છે. ચાલવાની કસરતમાં એવાં કોઈ ઉપકરણોની અનિવાર્યતા નથી. અલબત્ત, ઉત્સાહ વધે તેવાં વસ્ત્ર કે પગરખાંનો જરૂર વિચાર કરી શકાય (ક્યારેક તે શ્રીમંતાઈના પ્રદર્શન રૂપ હોય છે), પરંતુ તેની અનિવાર્યતા નથી. ચાલવાની કસરત આગળ ગરીબતવંગરનો ભેદ નથી. બીજી કસરતો કરતાં ચાલવાની કસરત માટે ચિત્ત પહેલું તૈયાર થઈ જાય છે. ભારે કસરતો કરવા માટે ક્યારેક મન આળસી જાય છે. પરંતુ ચાલવામાં કોઈ માનસિક પૂર્વતૈયારી કરવાની રહેતી નથી. શારીરિક હલનચલન જીવનના અંગરૂપ હોવાથી ઊભા થઈને ચાલવા માટે માણસ ધારે ત્યારે તત્પર બની શકે છે.
વાહનોની સગવડને લીધે માણસની ચાલવાની ટેવ અને વૃત્તિ ઓછાં થતાં જાય છે. માણસનું જીવન શારીરિક દૃષ્ટિએ બેઠાડુ અને પ્રમાદી થતું જાય છે. માણસ દુકાન કે ઑફિસમાં પોતપોતાના વ્યવસાય અર્થે આખો દિવસ બેઠાં બેઠાં માનસિક કામ ઘણું કરે છે, પરંતુ ચાલવાની વાત આવે
ત્યાં એનું મન ઢીલું બની જાય છે. એમાં પણ જો વાહનની સુલભતા હોય તો માણસને તરત તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. પગે ચાલીને અંતર કાપવાની ટેવવાળા લોકોને પણ અચાનક જો કોઈ વાહન મળે તો તે રાજી રાજી થઈ જાય છે. જૂના વખતમાં પણ કહેવાતું કે, “ગાડું જોઈને ગુડા ગળ્યાં.' વાહનના ઘણા લાભ છે. એમાં મુખ્યત્વે સમયનો બચાવ થાય છે અને પગને શ્રમ પડતો નથી. સાંસ્કૃતિક વિકાસની સાથે સાથે મનુષ્યની ગ્રંથિઓ પણ એવી બંધાઈ ગઈ છે કે જે વ્યક્તિ પાસે વધુ સારું અને મોંધું વાહન તેમ તેની પ્રતિષ્ઠા વધારે. એથી શ્રીમંત માણસોનું પગે ચાલવા
૩૨ ઝક સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org