________________
તરફ જેટલું લક્ષ રહેવું જોઈએ તેટલું રહેતું નથી. કેટલીક વાર પગે ચાલતાં તેઓને શરમ આવે છે.
યૌવન કરતાં પણ પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં ચાલવાની વિશેષ જરૂર રહે છે, કારણ કે ત્યારે શરીરના સ્નાયુઓ શિથિલ થવા લાગે છે, પાચનતંત્રમાં ફરક પડતો જાય છે અને લોહીના પરિભ્રમણમાં અનિયમિતતા આવવા લાગે છે. વળી પ્રૌઢાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં શરીરના સાંધાઓમાં, પગના ઘૂંટણમાં, કમરમાં, ખભામાં, ડોકમાં આવેલા સાંધાઓમાં આમવાત થવાને કારણે સંધિવાનો દુ:ખાવો ચાલુ થાય છે, એવે વખતે સવાર-સાંજ નિયમિત ચાલવાથી એવો દુઃખાવો થતો નથી અને થાય તો તરત તેમાં રાહત મળે છે. તદુપરાંત જેઓને મધુપ્રમેહ (ડાયબીટીસ) હોય તથા લોહીનું દબાણ ઊંચું રહેતું હોય (હાઈ બ્લડપ્રેશર હોય) તેઓ પણ જો સવારસાંજ નિયમિત ચાલવાનું રાખે તો તેમનો મધુપ્રમેહ અને બ્લડપ્રેશર અંકુશમાં રહે છે. પોતાને ચાલવાની જરૂર હોવા છતાં તે બાબતમાં જેઓ પ્રમાદ કરે છે તેઓના જીવનમાં અનુક્રમે એક વિષચક્ર ચાલુ થઈ જાય છે. ચાલવાનું ગમતું નથી એટલે શરીરમાં ચરબીનો વધારો થાય છે. શરીરમાં ચરબીનો વધારો થાય એટલે ચાલવાનું કુદરતી રીતે ગમતું નથી.
આમ ન ચાલે તો શ૨ી૨માં મેદ વધે અને મેદ વધે એટલે ચાલવાનું ગમે નહિ. એમ કરતાં એક વખત એવો આવે છે કે જ્યારે ચાલવું હોય તો પણ ચાલી શકાતું નથી. જેઓની મેદની શરીરપ્રકૃતિ હોય તેઓએ તો આ બાબતમાં વેળાસર સભાન થઈને ચાલવાનું ચાલુ કરી દેવું જોઈએ. કેટલીક સ્ત્રીઓ શરીરે એટલી ભારે અને બેડોળ થઈ જાય છે કે પછી બહાર રસ્તા ઉપર ચાલતાં એને શરમ આવે છે. પરંતુ ન ચાલવાને લીધે તેનું શરીર વધતું જાય છે અને પછી ઊલટાની વધારે શરમ આવે છે. આવી મહિલાઓએ લજ્જાના ભાવનો ત્યાગ કરીને, લોક-ટીકા સામે મનોબળ કેળવીને પણ ચાલવાનું ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે તેમ જો ન કરે તો તેઓનું શરીર અનેક વ્યાધિઓનો શિકાર બની જાય છે અને તેઓ અકાળે મૃત્યુને નોતરે છે.
ચાલવાની કસરત શરીરને તો સુદઢ રાખે છે, પણ ચિત્તને પણ સુદૃઢ રાખી શકે છે. દુનિયાના મનોવૈજ્ઞાનિકો એ બાબતમાં સહમત છે કે માણસને જ્યારે કોઈ એક પ્રશ્ન બહુ સતાવતો હોય, તેની માનસિક ચિંતા વધી ગઈ હોય તેવે વખતે જો તે ઘરની કે ઑફિસની બહાર જઈને અડધો માઈલ ચાલી આવે તો તેની ચિંતાની વ્યગ્રતાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ઘરના કે ઑફિસના વાતાવરણ અને ઉષ્ણતામાન કરતાં બહારના ચરણ-ચલણનો મહિમા ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org