________________
વાતાવરણ અને ઉષ્ણતામાનમાં ફ૨ક હોવાને લીધે, બહાર જઈને ચાલવાથી માણસના ચિત્તના આંદોલનમાં તરત ફરક પડે છે. તેનું મન હળવું બને છે. એ તો દેખીતું જ છે કે ચાલવાને લીધે માણસને ડગલાં જોઈને માંડવા પડે છે. વળી તેની નજર આસપાસના પદાર્થોમાં, ઘરોમાં, દુકાનોમાં, પસાર થતા માણસોમાં પરોવાતી જાય છે. વળી ચાલતાં ચાલતાં પોતે ક્યાંક ભટકાઈ ન પડે તે માટે જાગ્રત રહેવું પડે છે. એથી એના ચિત્તમાં ચાલતાં ચિંતાનાં આંદોલનોનું સાતત્ય તૂટી જાય છે. તેથી ચિંતાની તીવ્રતા હળવી બની જાય છે. આ અનુભવસિદ્ધ ઉપાય છે. માનસશાસ્ત્રીઓ પણ તેની ભલામણ કરે છે. વેપાર, ઉદ્યોગ, નાણાંની લેવડ-દેવડ, કૌટુંબિક સમસ્યાઓ, વેરઝેર વગેરેની માનસિક વ્યાધિ ધણાંને સતાવે છે. જે માણસો કૌટુંબિક, સામાજિક, આર્થિક કે ઇતર પ્રકારની અંગત સમસ્યાઓને કારણે માનસિક વ્યથા અનુભવતા હોય તેઓ ખુલ્લી હવામાં ચાલવાનું રાખે તો તેઓની માનસિક વ્યથા ઓછી થાય છે. બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે, ‘unhappy businessman, I am convinced, would increase their happiness by walking six miles everyday than by any concievable change of philosophy.'
ઘરકામ કરવામાં સ્ત્રીઓને કે ઑફિસમાં પટ્ટાવાળા વગેરેને દિવસ દરમિયાન છૂટુંછવાયું ઘણું ચાલવાનું થાય છે. હજાર કિલોમિટ૨ વિમાનના પ્રવાસમાં ઍરહૉસ્ટેસ એક બે કિલોમિટર જેટલું ચાલે છે. આવું ચાલવાથી થોડો ફાયદો જરૂર થાય છે, પરંતુ એ પ્રકારનું ચાલવું તે સ્વેચ્છાએ આનંદથી કરેલી કસરત નથી. ફ૨જરૂપે કરેલી થકવનારી તે શારીરિક ક્રિયા છે. ચાલવા ખાતર ચાલવા માટે ઘરની બહાર ખુલ્લી તાજી હવામાં જવું જોઈએ. એથી ફાયદો વધુ થાય છે. અલબત્ત ખુલ્લામાં ચાલનારે પણ એટલું લક્ષમાં રાખવાનું રહે છે કે ખૂબ શ્વાસ ભરાઈ જાય એવી રીતે ન ચાલવું જોઈએ. એ બાબતમાં દરેકે પોતાની શક્તિ અને પ્રકૃતિ અનુસાર ચાલવાથી પ્રસન્નતા વધે છે કે થાક વધે છે એના આધારે પોતાની ઝડપનું માપ કાઢી લેવું જોઈએ.
પગે ચાલવાને લીધે માણસ પોતાના ચિત્ત ઉપર સંયમ મેળવે છે તેવી જ રીતે પોતાની ઇન્દ્રિયો ઉપર પણ સંયમ મેળવી શકે છે. સ્વચ્છાએ ચાલતાં માણસને ભૂખ કે તરસ સતાવતાં નથી. કારણ કે એનું ચિત્ત પ્રસન્નતા અનુભવે છે. આ તો એક સામાન્ય વાત થઈ, પરંતુ એથી વિશેષ મહત્ત્વની વાત તો એ છે કે રોજ નિયમિત ચાલનાર માણસ બ્રહ્મચર્યનું પાલન પણ સારી રીતે કરી શકે છે. ચાલવાને કારણે માણસના પગને, ઘૂંટણને અને
૩૪ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org