________________
બલિદાન માગે એવી કથાઓ કથા તરીકે જ રહી છે. પોતાના સંતાન ચેલૈયાને ખાંડણિયામાં ખાંડ્યા જેવી ધર્મકથા વર્તમાન સમયમાં અવાસ્તિવક ભાસે છે.
કેટલીક વહેમી સ્ત્રીઓ પોતાના નિ:સંતાનત્વના ઉપાય તરીકે પોતાની દેરાણી, જેઠાણી કે પડોશણના નાના નિર્દોષ બાળકને ડામ દેવાનું કે મારી નાખવાનું અધમ કાર્ય ગુપ્ત રીતે કરે છે. એવું કાર્ય અંધશ્રદ્ધાપ્રેરિત પણ હોય છે અને ઇર્ષ્યાજનિત પણ હોય છે. જૂના વખતમાં કાયદાનો ડર ઓછો હતો અને સમૂહ-માધ્યમો નહોતાં ત્યારે આવી ઘટનાઓ વધુ બનતી અને જલદી પ્રકાશમાં આવતી નહિ.
સામાજિક કુરૂઢિઓ અને આર્થિક સમસ્યાઓને કારણે માતાપિતાને હાથે જ સંતાનની હત્યાની બનતી ઘટનાઓનું પ્રમાણ અલ્પતમ બની ગયું છે. દીકરી જન્મે તે ભારે ચિંતાનો વિષય બની જતો. જૂના જમાનામાં કેટલીક જ્ઞાતિઓમાં ગરીબ કુટુંબોમાં દીકરી ન જન્મે તો સારું એવો ભાવ રહેતો. દીકરી જન્મે તો એને “દૂધ પીતી' કરી નાખવામાં આવતી. દૂધમાં એનું મોટું ડુબાડી દેવામાં આવતું કે જેથી તરફડીને એ મરી જાય. અથવા દૂધમાં ઝેર ભેળવીને એ દૂધ એને પિવડાવી દેવામાં આવતું. માબાપને સંતાન વહાલું ન હોય એમ નહિ, અને માતાનો જીવ તો આવું કરતાં કકળી ઊઠે, તો પણ ભવિષ્યના આર્થિક અને સામાજિક ત્રાસની ચિંતામાં આવું અપકૃત્ય કરવા તેઓ લાચાર બની જતાં. ક્યારેક મંદબુદ્ધિવાળા કે મોટી ખોડખાંપણવાળા અપંગ બાળકની બાબતમાં પણ આવું બને છે.
ગરીબી, નિર્ધનતા, છૂટાછેડા, દેવું, નિષ્ફળતા, નિરાધારતા વગેરેને લીધે પોતાને માટે જીવન અસહ્ય થઈ પડે ત્યારે સ્ત્રી કે પુરુષ કે પતિપત્ની બંને આપઘાત કરી પોતાના જીવનનો અંત આણવાનો વિચાર કરે, પરંતુ પોતે ચાલ્યા જાય ત્યારે પોતાનાં નાનાં બાળકોને કોણ રાખે ? એની વિમાસણમાં એવા નિર્ણય ઉપર આવે કે પોતે બાળકોની સાથે જ આપઘાત કરવો. બાળકોને ઝેર પિવડાવી પોતે પીધું હોય, બાળક સહિત ઊંચા માળેથી કે નદી, તળાવ કે કૂવામાં પડતું મૂક્યું હોય કે બાળકો સાથે સળગી મરવાનો પ્રયત્ન થયો હોય અથવા વિદેશોમાં બને છે તેમ પહેલાં બાળકોને ઠાર કરી પછી પોતાની જાતને પણ ઠાર કરી હોય એવા એવા પ્રસંગો બને છે, આવી સ્થિતિમાં સ્ત્રી કે પુરુષનો પોતાનાં સંતાનો પ્રત્યે નિર્દયતાનો પ્રગટ ભાવ નથી હોતો, પણ તેમને લાચાર પરિસ્થિતિમાંથી મુકત કરવાનો આશય હોય છે. પરંતુ વાસ્તવમાં તો એ નિર્દયતા જ છે અને એ ગુનો
૧૮૨ * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org