________________
જ બની રહે છે. તેઓ જીવતાં ન રહેવાથી તેમને શિક્ષા થઈ શકતી નથી.
સ્ત્રી કે પુરુષ અન્ય લગ્ન કરે અને પૂર્વપતિ કે પૂર્વપત્નીથી થયેલાં નાનાં સંતાન હોય તેમજ તેને પોતાની સાથે રાખવાનો વખત આવે અથવા એના નિમિત્તે ઉપદ્રવ થવાનો સંભવ હોય ત્યારે છૂપી રીતે એવાં સાવકાં સંતાનોનો કાંટો કાઢી નાખવાનો પ્રયત્ન એક અથવા બીજા દ્વારા થાય છે. બે-ચાર વર્ષના નિર્દોષ બાળક તરફથી કશી જ અમનગમતી પ્રવૃત્તિ ન થતી હોય તો પણ પૂર્વપાત્રની યાદરૂપે એ હોવાને કારણે ઈર્ષ્યા અને દ્વેષની ઉગ્રતાથી પ્રેરાઈને એકાંતનો લાભ લઈ તેને મારી નાખવાનો પ્રયત્ન થાય છે. ત્યારે બાળક કુદરતી આકસ્મિક રીતે મૃત્યુ પામ્યું છે એવો દંભ કરવાનો પ્રયત્ન પણ થાય છે.
કેટલાક જાતીય વિકૃતિ ધરાવનારા પુરુષો એકાંતનો લાભ લઈ નાની બાળકી ઉપર બળાત્કાર કરે છે, પરંતુ બાળકી ભયભીત થવાને કારણે, ગૂંગળામણ અનુભવવાને કારણે કે એવા બીજા કોઈ કારણે મૃત્યુ પામે છે. બળાત્કારનો ગુનો બાળહત્યામાં પરિણમે છે. કેટલાક આવા માણસો પોતે જ બળાત્કાર પછી બાળકીને ગુંગળાવીને મારી નાખે છે કે જેથી કોઈ સાક્ષી ન રહે.
ખૂન, ધાડ, લૂંટ કે એવી બીજા મોટા ગુનાઓ કરનારી વ્યક્તિઓ એવો ગુનો જ્યારે કરે છે ત્યારે સાક્ષીઓને પણ નાશ કરવાનો ઇરાદો ધરાવતા હોય છે. આવો બનાવ ઘરમાં કે બહાર જ્યારે બને ત્યારે આસપાસ બાળકો હોય તો તેમને પણ મારી નાખવાનો પ્રયાસ થાય છે કે જેથી ભવિષ્યમાં ગુનેગારને ઓળખવામાં તેઓ પોલીસને સહાયરૂપ ન થાય. આમાં બાળકો પ્રત્યે કોઈ વેરભાવ નથી હોતો. આશય માત્ર સાક્ષીને નષ્ટ કરવાનો જ હોય છે. પરંતુ એમાં નિર્દોષ બાળકોનો ભોગ લેવાઈ જાય છે. ક્યારેક બાળકોનું અપહરણ કરી એને બાનમાં રાખવામાં આવે છે અને બાનની રકમ ન મળતાં કે એની શરત ન પળાતાં બાળકને મારી નાખવામાં આવે
છે.
વર્તમાન જગતમાં યુદ્ધ સમયે મોટાં સંહારક શસ્ત્રોનો ઉપયોગ થાય છે ત્યારે એકસાથે અનેક લોકોનો સંહાર થાય છે. એમાં સ્ત્રીઓ અને બાળકો પણ આવી જાય છે. આવા સંહાર વખતે વિવેક રખાતો નથી અને બાળકોનો સંહાર ન થવો જોઈએ એવી નીતિ અપનાવાતી નથી. (અલબત્ત, બીજા વિશ્વયુદ્ધ વખતે ધર્મસ્થાનકો, હૉસ્ટિલો, શાળાઓ વગેરે ઉપર બોમ્બમારો ન કરવાની નીતિનો થોડેક અંશે અમલ થયો હતો.)
બાલહત્યા ૧૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org