________________
૪૧
રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા
દુનિયામાં લોકશાહીને વરેલા કેટલાક દેશોમાં તકવાદી રાજદ્વારી નેતાઓ સત્તાનું ઉચ્ચ સ્થાન મેળવવા માટે પોતાના પક્ષનો વિદ્રોહ કરતા નજરે પડે છે, અથવા પોતે જે સિદ્ધાંત માટે લડેલા હોય તે સિદ્ધાંતનો ત્યાગ કરવા તૈયાર થઈ જાય છે.
માણસની રાજદ્વારી મહત્ત્વાકાંક્ષા એની પાસે કેવું કામ કરાવે છે અને સત્તાનું રાજકારણ લોકશાહીની કેવી વિડંબના કરે છે તે આવે પ્રસંગે જોઈ 21814 E9. 'Everything is fair in love, war and politics' gal el લોકોક્તિ આગળ ધરીને કેટલાક વિચારકો આવી ઘટનાનું સમર્થન પણ કરે છે. તેમના પક્ષે કેટલાંક સબળ કારણો હોય તો પણ સમગ્ર ઘટના સ્વાર્થયુક્તગૌરવહીન અને કડક ટીકાને પાત્ર બની જાય છે. દરેક પરિસ્થિતિનો જેમ કેટલાક દૃષ્ટિકોણથી વિરોધ કરી શકાય છે તેમ કેટલાક દષ્કિકોણથી બચાવ પણ કરી શકાય છે. રાજકારણના ક્ષેત્રે આવું વિશેષ બને છે, કારણ કે રાજકારણમાં અંગત મહત્વાકાંક્ષા જ સર્વોપરી બની જાય છે. અલ્પકાળ માટે પણ ઊંચું સત્તાસ્થાન ભોગવવા મળે તો તે માટે સ્વાર્થી માણસ સિદ્ધાન્તોને, ભાવનાઓને, વિવેકને દૂર ફગાવી દેવા તત્પર બની જાય છે, અને ભૂતકાળમાં પોતે જે વ્યક્તિ કે પદ્ધતિનો વિરોધ કર્યો હોય તેનો જ આશ્રય લેવા તૈયાર થઈ જાય છે. રાજકારણમાં અંતે તો ફાવેલો માણસ વખણાય છે એ ન્યાયે પ્રજા તો કોઈ પણ બાજુ ઝૂકી જાય છે.
રાજકારણમાં મહત્ત્વાકાંક્ષા ૯ ૩૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org