________________
રાજકારણમાં જ્યારે એક બાજુ પોતાની અંગત મહત્ત્વાકાંક્ષા અને બીજી બાજુ પક્ષનિષ્ઠા કે સિદ્ધાંતનિષ્ઠા વચ્ચે વિસંવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે પોતાની અંગત મહત્વાકાંક્ષાના ભોગે સિદ્ધાંતને વળગી રહેવાનું સરળ નથી. દુનિયાભરના રાજકારણમાં કેટકેટલાય માણસો સિદ્ધાંતનિષ્ઠાના ભોગે ઊંચા પદ ઉપર કૂદીને બેસી ગયા હોય એવા દાખલા જોવા મળે છે. પ્રજા આ સમજે છે, પરંતુ કાયદો બંધારણ કે સત્તા આગળ પ્રજા લાચાર બનીને જોયા કરે છે.
કોઈ પણ શક્તિશાળી માણસને પોતાના ક્ષેત્રમાં પોતાની શક્તિ અનુસાર ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરવાની આકાંક્ષા રહે એ સ્વાભાવિક છે. જેમ જેમ કાળ પસાર થતો જાય તેમ તેમ ઉપરના પદ ઉપર રહેલા માણસોનું અવસાન થતાં કે વૃદ્ધાવસ્થા, રોગ વગેરેને કારણે તે પદ પરથી તેઓ નિવૃત્ત થતાં નીચેના માણસો માટે તે પદની પ્રાપ્તિ માટે અવકાશ સર્જાય છે. કેટલાક માણસો સમયના ક્રમાનુસાર ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરે છે. કેટલાક માણસો પોતાની અપ્રતિમ શક્તિથી અને સાચી યોગ્યતાથી સહજ રીતે બીજા કરતાં ઝડપથી આગળ નીકળી જાય છે અને ઉપરના પદે પહોંચી જાય છે. કેટલાક માણસોને ઉચ્ચતમ પદ પ્રાપ્ત કરવા માટે ઘણી ખટપટ અને ઘણા કાવાદાવા કરવા પડે છે. બીજી બાજુ કેટલાક સુયોગ્ય, સુપાત્ર માણસોને તેવું પદ પ્રાપ્ત કરવું હોય છે, પરંતુ વિવેક અને સિદ્ધાંતનિષ્ઠાને કારણે તેઓ જીવનભર તેવા પદથી વંચિત રહી જાય છે. પદ એક હોય અને ઉમેદવારો ઘણા હોય ત્યાં સારા, સાચા ઉમેદવારો બાજુ પર રહી જાય અને ખટપટ કરનારા ફાવી જાય એ કુદરતની વિચિત્રતા છે.
સાહિત્યનું ક્ષેત્ર હોય કે શિક્ષણનું હોય, વિજ્ઞાનનું હોય કે વેપારઉદ્યોગનું હોય, ધર્મનું હોય કે રાજકારણનું હોય – દરેકેદરેક ક્ષેત્રમાં ઉચ્ચતમ પદ માટે પુરુષાર્થ, લાગવગ, સ્પર્ધા, હોડ, ખટપટ વગેરે જોવા મળશે. કેટલાંક ક્ષેત્ર એવાં છે કે જેમાં બહુ સ્પર્ધા હોતી નથી અને હોય તો તે વિનય અને વિવેકવાળી હોય છે. રાજકારણના ક્ષેત્રમાં ઉચ્ચ પદોની પ્રાપ્તિ માટે હંમેશાં ખટપટ ચાલ્યા કરે તે સ્વાભાવિક છે, કારણ કે સત્તાનું આકર્ષણ અને સત્તાનો પ્રજા ઉપર પ્રભાવ એ બંનેનું મહત્ત્વ ઘણુંબધું છે. એક સત્તાધીશ આવે અને પ્રજાનો ભાગ્યોદય થાય અને બીજો કોઈ સત્તાધીશ આવતાં પ્રજાનું અધ:પતન થાય; એક સત્તા પર આવે અને વિકાસ અને સમૃદ્ધિ લાવે અને એક સત્તા પર આવે અને યુદ્ધ, રમખાણો ભૂખમરો વગેરે લઈ આવે. સત્તા ઉપર બેઠેલી વ્યક્તિ પ્રજાજીવનને સારો અથવા માઠો વળાંક
૩૩) * સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org