________________
૩૭
અસત્યના પ્રયોગો
પશ્ચિમના જગતમાં થોડા સમય પહેલાં અસત્યના એક મોટા પ્રયોગ વિશ્વવ્યાપી ચકચાર જગાડી હતી. એ હતી હિટલરની ડાયરીઓ. પશ્ચિમ જર્મનીના “સ્ટર્ન' નામના સામયિકના ખબરપત્રી હાઈડમાને પશ્ચિમ જર્મનીની કોનરાડ ફિશર નામની એક વ્યક્તિ પાસેથી હિટલરની કહેવાતી ડાયરીઓ મેળવી હતી. ફિશર નાઝી સમયની યાદગીરીની ચીજવસ્તુઓ મેળવીને, એનો સંગ્રહ કરી એવી વસ્તુઓના સંગ્રહકારોને વેચવાનો ધંધો કરે છે. તેના કહેવા પ્રમાણે આ ડાયરીઓ તેને પૂર્વ જર્મનીમાં રહેતા હિટલરના સમયના એક લશ્કરી સેનાપતિ પાસેથી મળી હતી. બીજા વિશ્વયુદ્ધના અંત સમયે હિટલરે જે વિમાનને પોતાની ડાયરીઓ સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રવાના કર્યું હતું, તે તૂટી પડ્યું હતું; અને ડાયરીઓ કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આવેલી. તે સચવાઈ રહી હતી.
સ્ટર્ન' સામયિકે ૯૦ લાખ માર્ક જેટલી મોટી રકમ ચૂકવીને એ ડાયરીઓ પ્રગટ કરવાનો હક મેળવ્યો અને તેનું પ્રકાશન ચાલુ કર્યું. તદુપરાંત
સ્ટર્ન’ સામયિકે આ ડાયરીઓના પ્રકાશનના હક ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઇટલી, અમેરિકા વગેરે દેશોનાં સામયિકોને આપીને મોટી રકમ મેળવી હતી. હપ્ત હપ્ત પ્રગટ થતી આ ડાયરીઓએ દુનિયામાં ઘણી મોટી સનસનાટી ફેલાવી, પરંતુત્યાં તો પશ્ચિમ જર્મનીની સરકારે આ ડાયરીઓ બનાવટી હોવાનું સાબિતી સાથે નિવેદન કર્યું. એટલે “સ્ટર્ન' સામયિકને ડાયરીઓનું પ્રકાશન તરત બંધ કરવું પડ્યું; લોકોની માફી માગવી પડી. તંત્રીઓએ રાજીનામાં
અસત્યના પ્રયોગો * ૩૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org