________________
આપવા પાડ્યાં. “લંડન ટાઈમ્સ'ને પૈસા પાછા ચૂકવવા પડ્યા. રિપોર્ટરને બરતરફ કરવો પડ્યો. આવી જાતજાતની ઘટનાઓ બની. એક ચકચારભર્યા પ્રકરણે આ રીતે અચાનક વળાંક લીધો.
અસલની નકલ કરવાનું ઘણા માણસોને મન થાય એ સ્વાભાવિક છે. ક્યારેક નકલ એટલી સરસ હોય છે કે કઈ કૃતિ અસલ અને કઈ નકલ તે પારખવું મુશ્કેલ બને છે. ચિત્રો, શિલ્પાકૃતિઓ, પ્રાચીન સિક્કાઓ વગેરેનાં ક્ષેત્રોમાં આવી બનાવટો વિશેષ થાય છે, કારણ કે જગતમાં શ્રીમંત સંગ્રહકારો લાખો ડૉલર ખર્ચીને તેવી પ્રાચીન કૃતિઓ કે ચીજવસ્તુઓ મેળવવાનો પ્રયત્ન કરે છે. એમ કરવામાં ક્યારેક તેઓ છેતરાય પણ છે. પિકાસોનાં ચિત્રો અને માઈકલ એન્જલોની શિલ્પાકૃતિઓની બાબતમાં આવી કેટલીક બનાવટો થઈ છે.
જ્યારે એક કરતાં વધુ એકસરખી પ્રાચીન કૃતિઓ બજારમાં વેચવા લાગે છે ત્યારે મોટો વિવાદ જાગે છે.
એક દંતકથા પ્રમાણે રોકફેલર જેવા ધનાઢય માણસે દાંતના દાક્તર પાસે દુ:ખતી દાઢ પડાવી, તો દાક્તરે તે દાઢ કચરામાં નાખી ન દેતાં એક સંગ્રહકારને વેચી દીધી. રોકફેલરને જ્યારે ખબર પડી કે પોતાની દાઢ મોંઘા ભાવે બજારમાં વેચાય છે ત્યારે મોં-માગ્યા ભાવ આપીને પણ તે પાછી મેળવીને પોતાના જુદા જુદા માણસોને તે દાઢ કોની પાસે છે તેની તપાસ કરીને તે ખરીદી લાવવા મોકલ્યા, તો તેઓ “રોકફેલરની દાઢ' તરીકે વેચાતી એવી પચીસેક જેટલી દાઢ કઈ અને બીજાની કઈ તે ખુદ રોકફેલર પણ કેવી રીતે પારખી શકે ?
હિટલરે જે પિસ્તોલથી આપઘાત કર્યો હતો તે માર્કવાળી અને તે નંબરવાળી ઘણી બધી પિસ્તોલ યુરોપના બજારોમાં હજી પણ વેચાય છે !
કિલઓપેટ્રાનું હાડપિંજર બનાવી તે વેચનાર એક સંગ્રહકારથી એક અજાણ્યા ખરીદનારને ભૂલથી એક સાથે બે હાડપિંજર બતાવાઈ ગયાં, ત્યારે એણે ખુલાસો કરેલો કે એક હાડપિંજર કિલઓપેટ્રા યુવાન હતી ત્યારનું છે અને બીજું એ મૃત્યુ પામી ત્યારનું છે ! આ તો એક મજાક જેવી વાત છે.
કવિતા, વાર્તા, ચિત્ર, શિલ્પકૃતિ ઇત્યાદિ કલાકારીગીરીની પ્રાચીન કૃતિઓ, હસ્તપ્રતો, મહાન વ્યક્તિઓએ વાપરેલી ઐતિહાસિક ચીજવસ્તુઓ વગેરેની બાબતમાં બનાવટ કરવા પાછળ વિવિધ આશય રહેલા હોય છે. ક્યારેક સામાન્ય લોકો ઉપરાંત બુદ્ધિશાળી વિચક્ષણ માણસોને પણ
૩૦૬ ૪ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org