________________
(તથા પુત્રવધૂની પણ) સતામણીથી ત્રાસીને કોઈ માતાપિતાએ ઝેર ખાઈને, બારીમાંથી પડતું મૂકીને, ગળે ફાંસો ખાઈને, બળી મરીને પોતાના જીવનનો અંત આણ્યો હોય એવા સમાચાર અવારનવાર છાપાંઓમાં વાંચવા મળે છે. કેટલાક પોતાની વેદના પોતાના મનમાં જ સમાવીને બેસી રહે છે, હવે પોતાનો ખરાબ વખત આવ્યો છે એવું સમાધાન મેળવે છે, મૌન જાળવીને ધર્મધ્યાન તરફ વળી જાય છે અથવા માનસિક વેદનાની અભિવ્યક્તિના અભાવે ડિપ્રેશનને કારણે સૂનમૂન બની જાય છે અથવા ગાંડા થઈ જાય છે.
જે પુત્રના જન્મ માટે આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય, જન્મ વખતે ઉત્સવ થતો હોય, લાડકોડથી એને ઉછેરવામાં આવતો હોય, ભણાવીગણાવી વેપારધંધે લગાડવાના અથવા અન્ય કોઈ પ્રકારની તેજસ્વી કારકિર્દીવાળો બનાવવામાં સ્વપ્નાં સેવ્યાં હોય, જેની પાછળ પોતાની જાત નિચોવી નાખવામાં આવી હોય એવા પુત્ર કે પુત્રો જ્યારે કૃતઘ્ન બને છે, માતાપિતાને માનસિક સંતાપ કરાવે છે કે હત્યા કરવાની હદ સુધી પહોંચી જાય છે ત્યારે સંસારની વિષમતા કેવી ભયંકર છે તે સમજાય છે.
વસ્તુત: વૃદ્ધાવસ્થામાં તો પુત્ર માતાપિતાનો સહારો બનવો જોઈએ. નીતિશાસ્ત્રકારો કહે છે :
पूर्वे वयसि पत्राः पितरमुपजीवन्ति ।
अन्तिमे वयसि पुत्रान् पितोपजीवती ।। [ પૂર્વ વયમાં એટલે બાલ્યકાળમાં પુત્ર પિતાના સહારે જીવે છે અને અંતિમ વયમાં પિતા પુત્રોને સહારે જીવે છે. ]
સંસારમાં માતાપિતા અને સંતાનો વચ્ચેનું ઉગ્ર કોટિનું વૈમનસ્ય પ્રમાણમાં તો નહિ જેવું જ જોવા મળે છે. આમ છતાં એ સંબંધોમાં વિવિધ પ્રકારની તરતમતા રહે છે. આમ છતાં એ સંબંધોમાં વિવિધ પ્રકારની તરતમતા રહે છે. સ્નેહભર્યા, વાત્સલ્યભર્યા ગાઢ સંબંધો
જીવનપર્યત ટકી રહેતા હોય એવાં સદૂભાગી માતાપિતા અનેક જોવા મળશે. શ્રવણની પિતૃભક્તિ તો અજોડ છે. આમ છતાં બે પેઢી વચ્ચેનો વેરભાવ પણ અનાદિ કાળથી ચાલ્યો આવે છે. સોહરાબ અને રૂસ્તમ જેવી દશા ઘણે ઠેકાણે પ્રવર્તે છે. એ માટેનાં શારીરિક, માનસિક, નૈતિક અને આધ્યાત્મિક એવાં ઘણાં કારણો છે. પુત્ર ગમે તેટલો મોટો થયો હોય છતાં માતાપિતાને તે નાનો જ લાગે છે અને એવા વ્યવહારનો અતિરેક થતાં પુત્રનું સ્વમાન ઘવાય છે. એક કરતાં વધુ સંતાનો હોય તો સંપત્તિની
પુત્ર ભીતિ * ૧૬૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org