________________
માટે ત્યાગ કરે છે. દરેક સાધુ- સાધ્વીએ પોતાના ગુરુભગવંતની આજ્ઞા અનુસાર નિશ્ચિત સમય માટે ઓછામાં ઓછી એક કે બે વિગઈનો ત્યાગ કરવાનો રહે છે. રસત્યાગ અને સંયમપાલન એ એનો મુખ્ય ઉદ્દેશ છે.
રસત્યાગ માટે જૈન ધર્મમાં આયંબિલની જે તપશ્ચર્યા છે તેવી અન્ય કોઈ ધર્મમાં નથી. આયંબિલની વાનગીઓ દિવસમાં એકને બદલે બે વાર આરોગે તો પણ કેટલાકને તે અરુચિકર થાય છે. પરંતુ જૈન ધર્મમાં વર્ષમાં બે વાર આયંબિલની ઓળીમાં ગામે ગામ સેંકડો, હજારો માણસો આયંબિલ કરે છે. કેટલાક સાધુ મહાત્માઓ વર્ધમાન તપની એકસો સુધીની આયંબિલની ઓળી કરે છે. કેટલાક તો બે કે ત્રણ વાર એવી ઓળી કરે છે. આહારસંજ્ઞાને જીતવાનો તથા કર્મની નિર્જરાનો આ એક અમૂલ્ય ઉપાય અને અવસર ગણાય છે.
આહારસંજ્ઞાની મંદતાથી કાયાની મમતા ઘટે છે અને કાયાની મમતા ઘટતાં તપધર્મની આરાધનામાં રસ પડે છે, આરાધના સારી રીતે થાય છે.
ભોજન કરવાના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે :
(૧) સિંહ ભોજન - ભોજન સામગ્રીમાંથી સિંહની જેમ કોઈ પણ એક બાજુથી ધીમે ધીમે ખાવું.
(૨) વાનર ભોજન - જેવું હાથમાં આવ્યું કે તરત અધીરાઈથી ખાવા મંડી પડવું.
(૩) હસ્તિ ભોજન - હાથીની જેમ ઉપેક્ષાથી કે ઉદાસીનભાવથી ખાવું.
(૪) કાક ભોજન - કાગડાની જેમ ચૂંથી ચૂંથીને ખાવું.
(૫) શૃંગાલ ભોજન - શિયાળની જેમ ઘડીકમાં એક બાજુથી અને ઘડીકમાં બીજી બાજુથી ખાવું.
આ પાંચ પ્રકારોમાંથી સિંહની જેમ અથવા હાથીની જેમ ભોજન કરવાની મુનિઓને ભલામણ કરવામાં આવે છે.
મનુષ્યની પાંચ ઇન્દ્રિયોમાં જીભ સૌથી વધુ બળવાન છે. જીભ ક્યારેય થાકતી નથી. ખાવાનું મળ્યું કે તરત તૈયાર. તરત તે રસ ઝરતી બની જાય છે. માણસને આંખથી કોઈ પણ એક વસ્તુ ધારી ધારીને સતત જોવાનો કે કાનથી અમુક ધ્વનિ સાંભળવાનો થાક લાગે છે. વાંચતા વાંચતાં માણસ ઊંઘી જાય છે. સંગીત સાંભળતાં પણ ઝોલાં ખાય છે. પણ આહાર મળતાં જીભ સક્રિય થઈ જાય છે. વળી એને માત્ર ગળ્યો કે એવા એક રસમાં
ત્તિ જ મોજ મોડુ જે નિચે જ ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org