________________
જ નહિ, ખાટો, તીખો, તુરો કે કડવા જેવા રસમાં પણ રસ પડે છે. જીભ જેમ થાકતી નથી તેમ ઘરડી પણ થતી નથી. માણસ આંખે આંધળો કે કાને બહેરો થઈ જાય છે, પણ ખાવાના ચટકા તો સો વર્ષની ઉંમરે પણ હોય છે. દાંતનો વિરહ થાય તો પણ જીભને વૈરાગ્ય ઊપજતો નથી.
આ જીભ ઉપરના અસંયમને કારણે જ કેટલાયે લોકોને આખો દિવસ કંઈક ને કંઈક ખાવા જોઈએ છે. દુનિયામાં, વિશેષત: અમેરિકામાં કેટલાયે લોકો Compulsive Eaters હોય છે. ખાવાનું એમને વ્યસન થઈ જાય છે. ખાવાનું ન મળે તો અસ્વસ્થ, ગાંડા જેવા અને ક્યારેક તો તોફાન મચાવતા થઈ જાય છે. અમેરિકામાં (અને બીજા કેટલાક દેશોમાં પણ) રસવૃત્તિને સતેજ કરે એવા વિવિધ પ્રકારના નવા નવા આહાર બજારમાં મૂકવામાં આવે છે. માણસો એક પછી એક વાનગી ખાધે રાખે છે. પરિણામે સૌથી વધારે જાડા માણસો અમેરિકામાં છે.
એટલે જ જીભને વશ રાખવાનું કામ ઘણું દુષ્કર છે. એક બહેન કહેતાં કે “મારે જો જીભ ન હોત તો ક્યારની દીક્ષા લીધી હોત.” એમને દીક્ષા લેવી હતી, પણ એમની સ્વાદેન્દ્રિય બળવાન હતી. બધી જ ધર્મક્રિયાઓમાં એમને રસ પડે. પૂરી નિષ્ઠાથી એ ક્રિયાઓ કરે પણ ખરાં, પરંતુ સ્વાદની વાત આવે, ભાવતા ભોજનની વાત આવે ત્યાં તેઓ હારી જાય. ભોજનમાં કશું જ ઓછું કે નબળું ન ચાલે. વળી એમની સ્વાદવૃત્તિ પણ એવી કેળવાયેલી કે મરીમસાલા બરાબર પડ્યા છે કે નહિ તેની તરત પરખ થાય, વળી તરત જાતે વિવિધ પ્રકારની સરસ રસોઈ બનાવી શકે. એમની સાથે વાત કરીએ તો એમની પાકશાસ્ત્રની જાણકારીથી આશ્ચર્યચક્તિ થઈ જવાય.
દુનિયાના ભોજન-વ્યવહારથી તદ્દન વિભિન્ન દિશામાં જૈન ધર્મ સાધુઓના આહારની ગવેષણા કરી છે. અલ્પ આહારે જૈન સાધુઓ જે સુખાનંદ અનુભવે છે તે કેટલો ઉત્કૃષ્ઠ કોટિનો છે તે વિશેષ તો અનુભવે જ સમજાય એવો છે.
(સાંપ્રત સહચિંતન-૧૫)
૯૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org