________________
૨૪ અપહરણ
છેલ્લાં કેટલાક સમયથી મુંબઈ, દિલ્હી, કલક્તા વગેરે મોટાં શહેરોમાં, પંજાબ, કાશ્મીર, આસામ, આધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં તથા દુનિયાના કેટલાક દેશોમાં અપહરણના વધુ ગંભીર પ્રકારના કિસ્સા બની રહ્યા છે.
ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો અપહરણની ઘટના વગર કોઈ જમાનો બાકી રહ્યો નથી. મૂળ શબ્દ “હરણ' છે. “અપ' એટલે ખરાબ. ખરાબ રીતે થયેલું હરણ તે અપહરણ એમ કહી શકાય. વસ્તુત: હરણ પોતે જ ખરાબ છે. સંસ્કૃત “હૃ' ધાતુ ઉપરથી હરણ શબ્દ આવ્યો છે. હરણ એટલે ઉપાડી જવું, ચોરી જવું, સંતાડી દેવું, સંસ્કૃત શબ્દકોશમાં મૂળ ધાતુ તરીકે શબ્દ જોવા મળે છે એનો અર્થ જ એ કે માનવજાતના આદિકાળથી ચીજવસ્તુઓના, પ્રાણીઓના કે વ્યક્તિઓના હરણની ઘટનાઓ બનતી રહી છે. બાળકો, કિશોર, વિદ્યાર્થીઓ, રૂપવતી સ્ત્રીઓ, રાજદ્વારી પુરુષો, વેપારીઓ, સાધુસંન્યાસીઓ વગેરેનાં હરણના કિસ્સાઓ ઇતિહાસમાં નોંધાયેલ છે.
કેટલાંક અપકૃત્યો જાહેર પ્રકારનાં હોય છે તો કેટલાંક ગુપ્ત પ્રકારનાં હોય છે. ઓછી શક્તિ હોય, નૈતિક હિંમતનો અભાવ હોય અને તાત્કાલિક પરિણામનો કે કાયદેસરની શિક્ષાનો ડર હોય ત્યારે માણસ જાહેરમાં અપકૃત્ય કરતાં ડરે છે. ચોરી, ખૂન, વ્યભિચાર વગેરે પ્રકારનાં અપકૃત્યો કરવામાં માણસને જ્યારે પોતાના શરીરની દૃષ્ટિએ જોખમ લાગે છે, કાયદાની દૃષ્ટિએ ડર રહે છે અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ ભય રહે છે ત્યારે તેવા ગુનાઓ
અપહરણ ૯ ૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org