________________
વિવિધ પ્રકારની બાલહત્યાના પ્રસંગો બતાવે છે કે કેવા કેવા પ્રકારની આર્થિક, સામાજિક કે અન્ય પ્રકારની સમસ્યાઓ માણસને બાલહત્યા તરફ ઘસડી જાય છે. શાસ્ત્રોની સુલભતા એ પણ એક મોટું કારણ છે. જે દેશોમાં વ્યક્તિગત ધોરણે બહુ સહેલાઈથી શસ્ત્રો અપાય છે ત્યાં આવા ગુના બનવાનું પ્રમાણ વધતું રહેવાનું.
સૌથી મહત્ત્વની વાત તો સંસ્કારઘડતરની છે. વર્તમાન સમયમાં શિક્ષણની આગેકૂચ ઘણી મોટી છે. વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિની પ્રગતિ આશ્ચર્યકારક છે. પરંતુ સાંસ્કારિક કેળવણીના ક્ષેત્રે ઘણી મોટી ઊણપ છે. સાંસ્કારિક કેળવણી દ્વારા એવું વાતાવરણ અવશ્ય પેદા થઈ શકે કે જેમાં આવા ગુનાઓને અલ્પતમ અવકાશ રહે !
(સાંપ્રત સહચિંતન-૮)
૧૮૬ સાંપ્રત સમાજ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org