________________
થાય છે. આનુવંશિક જાતિઓ વચ્ચેની અથડામણોના ઘણા દાખલા વખતોવખત જોવા મળે છે. ભાષાકીય ભેદોને કારણે કે વર્ણ અથવા જાતિના ભેદોને લીધે તથા ગરીબ અને તવંગર વચ્ચેના ભેદભાવના કારણે પણ સશસ્ત્ર સંઘર્ષો થાય છે. સ્વાર્થહાનિ, અપમાન, અન્યાય વગેરે મોટાં પરિબળો આવા સંઘર્ષો થવા માટે નિમિત્તરૂપ બની જાય છે. જ્યારે રમખાણો ફાટી નીકળે છે ત્યારે વિવેક જેવું કંઈ રહેતું નથી. એકના છાંટા બીજા ઉપર ઊડે છે. ધર્મના કારણે થયેલા રમખાણો વધતાં ભાષાભેદનાં રમખાણોમાં પરિણમે છે. તો ક્યારેક વર્ણ અને જાતિ વચ્ચે પણ રમખાણો થાય છે. દરેક વખતે લડવા નીકળેલા માણસો જ મરે છે એવું નથી, નિર્દોષ અને અજાણ્યા માણસો પણ એનો વધુ ભોગ બની જાય છે. ક્યારેક તો ભૂલમાં ને ભૂલમાં પોતાના જ વર્ગના માણસોને મારી નાખવાના કિસ્સા પણ બને છે.
કોઈ પણ દેશમાં અને વિશેષત: આર્થિક નબળા દેશોમાં જ્યારે રમખાણો ફાટી નીકળે છે ત્યારે બીજા જૂથ પ્રત્યે વેર લેવાની એક માત્ર વૃત્તિ જ તેમાં કામ કરે છે એવું નથી. અસામાજિક તત્ત્વો આવી તકનો પૂરો લાભ ઉઠાવે છે. લૂંટફાટ ચાલુ થાય છે. સ્ત્રીઓ ઉપર બળાત્કારો થાય છે. અંગત વેર વસૂલ કરવાની તક ઝડપી લેવાય છે. જૂની અદાવત ચાલતી હોય તેવા માણસો રમખાણ દરમિયાન એકબીજાનું ખૂન કરવાકરાવવાના પ્રયાસો પણ કરી લે છે, કારણ કે એ ઘટના રમખાણમાં લેખાય છે અને પકડાય તો પણ કાયદાની છટકબારીનો લાભ મળી જાય છે. હિન્દુ-મુસલમાનનાં રમખાણો દરમિયાન હિન્દુઓ મુસલમાનને મારે કે મરાવે અને હિન્દુ હિન્દુને મારે કે મરાવે એવી ઘટનાઓ પણ બને છે. પોતાની જ કોમના માણસનાં માલ-મિલકતને નુકસાન પહોંચાડવાની કે તે લૂંટી લેવાની ઘટનાઓ પણ આવી વેરની ઇચ્છાથી પ્રેરાયેલી હોય છે.
દુનિયામાં જુદા જુદા દેશોમાં ભાષા જાતિ, ધર્મ વગેરેના ભેદો ઘણા બધા છે. કોઈક ઠેકાણે શ્રીમંતો ઘણા અને ગરીબો થોડા છે, તો કોઈક ઠેકાણે શ્રીમંતો થોડા અને ગરીબો ઘમા છે. ગરીબ ને શ્રીમંત વર્ગ વચ્ચેનું ધૂળ કે સૂક્ષ્મ વૈમનસ્ય સતત ચાલતું રહે છે. કોઈક સ્થળે એક ભાષાના લોકો બહુમતીમાં હોય ચે તો બીજી ભાષાના લોકો દેખીતી રીતે લઘુમતીમાં હોય છે. આવા લોકો વચ્ચે ક્યારેક ભાષાકીય બાબતનો વિવાદ થાય છે. અને તે સંઘર્ષ હિંસાત્મક સ્વરૂપ પકડે છે ત્યારે તેનાં અનિષ્ટ પરિણામો બંને પક્ષને ભોગવવાનાં આવે છે. બાર ગાઉએ બોલી બદલાય એ કહેવત
પક્ષ, વિપક્ષ, લઘુમતી, બહુમતી ઝ૯ ૩૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org